________________
સંયમ એ જ જીવનને નારો બુલંદ કરે
[ પ્રકારક છે. પુ છોપટેલનું નિવેદન] ટંકારવ' માસિકમાં હપતાવાર પ્રસિદ્ધ થયેલી આ લેખમાળાને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે. સંપાદકે ડૉ. ભીમગરાના મૂળ રોપાનિયાને “સેનાને મૂલે’ આંકવા જેવું જણાવ્યું છે, તે વાત સાથે પુસ્તક વાંચનાર પણ સંમત થયા વિના નહીં રહે. કારણકે, ડૉ. ભમરાએ આ વ્યાખ્યાનમાં યોગનું તત્ત્વ તથા સાચું પર્યાવરણ-વિજ્ઞાન એ બે મુદ્દા ઉપર જે રીતે ભાર મૂક્યો છે, તે માનવજીવન તથા પૃથ્વી ગ્રહની બાબતમાં જવાબદારીભેર વિચાર કરનારા સૌને યથાર્થ તથા સમયોચિત જ લાગશે.
ચિંતન-મનનની આવી સામગ્રી ગુજરાતી વાચક આગળ મૂકતાં અમારી સંસ્થા આનંદ અને ધન્યતા અનુભવે છે. અને તેને ગુજરાતીમાં ઉતારવાની રજા આપી તે માટે ડૉ. ભમગરાના ખાસ ઋણી છીએ.
માનવજીવનમાંથી “ગ' ચાલ્યો જતાં તથા અમર્યાદ ઉપભેગ-સામગ્રીના ઉત્પાદનથી પૃથવી ગ્રહના પર્યાવરણને અરે પૃથ્વી ગ્રહને પિતાને માનવે જે પ્રમાણમાં રંજાડવા માંડયો છે, તે ખરેખર ચિંતાજનક છે. અને છતાં ખૂબી એ છે કે, એ આધુનિક ટેકનોલૉજીનાં જ ગુણગાન રાત અને દિવસ સૌના કાનમાં ભર્યા કરવામાં આવે છે. ગાંધીજીને રેંટિયો અને સંયમી – સાદાકર્તવ્યપરાયણ જીવનની વાતો, ટી.વી. અને રેડિયો “એકવીસમી સદી' અને આધુનિક ટેકનોલોજી માટે કરી મૂકેલી કાગારોળમાં ક્યારનાં રોળાઈ ગયાં છે. તે વખતે માનવજીવનની મર્યાદા અને સાર્થકતા વિશે યથાતથ વિચાર રજ કરવા માટે ડૉ. શ્રી. ભમગરાએ “સંયમ એ જ જીવન ને નારો હિંમતભેર બુલંદ કર્યો છે, તે ખરેખર પ્રશંસાપાત્ર છે,
કારણકે, પૃથ્વીના પર્યાવરણને બિગાડ અને વિનાશ અટકાવવા હશે, તે માનવે પિતાના જીવનને જ– તન અને મન બંનેને – ધરમૂળથી પલટી નાખવાં પડશે. માત્ર બે-ચાર છોડવા વર્ષમાં એક વાર વાવીને, તથા ગંગાનદીના પ્રદૂષણને દૂર કરવાની વાતો દૂરદર્શનના કેમેરા તથા સંસ્કાર-કાર્યક્રમ કહેવાતા નાચ-ગાન વચ્ચે કરી લેવાથી પર્યાવરણ સુધરવાનું નથી. પર્યાવરણને
૧૨૮