________________
ભારતીય ઋષિ ડૉ. ભમરાને ધન્યવાદ!
૧૨૭ ૧૦. તેથી જ શ્રી. મગરા એમ કહે કે એ એકાત્મભાવને અનુભવ પ્રાપ્ત કરનાર યોગી જ આખી સૃષ્ટિ પ્રત્યેને જુદાપણાને – ભોક્તાપણાને ભાવ મિટાવી શકતો હોવાથી, સમગ્ર સૃષ્ટિ પ્રત્યે યથાર્થ – સાચો – ભાવ ધારણ કરી શકે.
૧૧. તેની સરખામણીમાં ભ્રષ્ટ રાજકારણીઓ અને ભાડૂતી વૈજ્ઞાનિકોની ચાલુ કારવાઈ તપાસે. સાચા પર્યાવરણ-ત્તાઓ હવે એટલું તે સ્પષ્ટપણે કહેવા લાગ્યા છે કે, સૃષ્ટિના પદાર્થોને ઉપભેગ અને નાશ આજની ઝડપે ચાલ્યા કરશે, તે આખો પૃથ્વીગ્રહ એક સૈકા જેટલા સમયમાં તે “હિતે – ન હતો” થઈ જશે. પૃથ્વીના ખનિજ પદાર્થો વનસ્પતિની પેઠે દર માસમે નવા પેદા થતા નથી. છતાં લોખંડ, કોલસા, પેટ્રોલ વગેરે બીજા ખનિજ પદાર્થો પહેલાં કદી નહેતા વપરાયા તેટલા મોટા પ્રમાણમાં હાલ વપરાતા જાય છે, અને નાશ પામતા જાય છે. ખનિજ પદાર્થો તો પૃથ્વીના શરીરના બંધારણના મુખ્ય ભાગરૂપ ધાતુ કહેવાય. એટલે શરીરની ધાતુઓ ક્ષીણ થઈ જતાં જેમ છેવટે ક્ષયરોગ શરીર ઉપર ફરી વળે છે. તેમ પૃથ્વીની ધાતુઓ પણ ક્ષીણ થઈ જતાં, છેવટે, પૃથ્વીનું પેટાળ ફાડીને લાવારસ જ પુટવી ઉપર ફરી વળે ! કવિવર ટાગોરે ચંદ્રની બાબતમાં તેમના એક નાટકમાં એવી જ કલ્પના કરી છે. ચંદ્રકની પ્રજાએ આખા ગ્રહની ખનિજ સંપત્તિ એટલા મોટા પ્રમાણમાં વાપરી – વેડફી નાખી, કે પછી આખા ગ્રહ ઉપર જવાળામુખીનાં ભગદાળાં જ છવાઈ રહ્યાં.
૧૨. અને તેથી જ અહીં આગળ “યોગ'ની આવશ્યકતા આવીને ઊભી રહે છે. યમ-નિયમ વગેરેથી નિયંત્રિત તથા એકાત્મભાવના આધ્યાત્મિક અનુભવ ઉપર મંડાયેલ જીવન જ અત્યારે પૃથ્વી ગ્રહ ઉપર જે બળાત્કાર (Rape) – અત્યાચાર આચરાઈ રહ્યો છે, તેમાંથી સૌ કોઈને પાછા વાળી શકે. બાકી આજકાલના વિજ્ઞાનીઓ અને રાજકારણીઓ તે વધુ ને વધુ હિસા - યુદ્ધ – વિનાશ તરફ જ લોકોને દેરી જવાના. જુઓને આજનો ના વડા પ્રધાન દેશને આધુનિક વિજ્ઞાન-ટેકનોલૉજીની ૨૧ મી સદી તરફ દેશ જવાની જ વાતે – આવ્યો છે ત્યારનો – કરવા લાગે છેને!
એ સૌની સામે ઊભા રહી “ગ'-સમાધિને અને તેના આનુષંગિક યમ-નિયમને પર્યાવરણના – અરે, માનવજાતના ઉદ્ધારના એકમાત્ર સાધન તરીકે રજૂ કરવાની હિંમત અને શાણપણ દાખવનાર ડૉ૦ શ્રી. ભગવાને ધન્યવાદ આપ્યા વિના રહેવાતું નથી. “યોગ અને સાચું પર્યાવરણ-વિજ્ઞાનમાંથી) - ગેપાળદાસ પટેલ