________________
માણસ કુદરતનું મેટામાં મેટું પ્રદૂષણ!
૧૨૯ ખરેખર બચાવી લેવું હશે, તે આધુનિક વિજ્ઞાન-ટેકનોલૉજીની પાછળ જે આંધળી દોટ મૂકવામાં આવી છે, ત્યાંથી હિંમતભેર અને ઝડપભેર પાછા ફરવાની તથા માનવજીવનને પર્યાવરણ સહયોગી એટલે કે “સાદું અને સંયમી” બનાવી મૂકવાની જરૂર પડશે.
પરંતુ આખી દુનિયાને “પ્રગતિ' કહેવાતા એ “કુધારામાંથી પાછા વાળવાની તાકાતવાળે કોઈ “મહાત્મા’ ગાંધી તે હવે જન્મે ત્યારે ખરો!
ભગવાન આપણ સૌને બચાવે ! “યુગ અને સાચું પર્યાવરણ વિજ્ઞાનમાંથી]
પુછે છોગ પટેલ
માણસ કુદરતનું મોટામાં મોટું પ્રદૂષણ!
આપણું અસ્તિત્વ પૂરેપૂરું પુછવી ઉપરની વનસ્પતિને અવલંબેલું છે. કારણકે, આપણે જે કંઈ આહાર ખાઈએ છીએ, જે કાંઈ પાણી પીએ છીએ, કે જે કંઈ ઑકિસજન વાયુ (O2) શ્વાસમાં લઈએ છીએ, તે બધું વનસ્પતિ જ આપણને સીધેસીધું કે આડકતરી રીતે પૂરું પાડે છે. પૃથ્વી ઉપરની બધી શક્તિ મુખ્યત્વે સૂર્યમાંથી આવે છે; પરંતુ આપણું ઘડતર એવું થયેલું છે કે, આપણે તે શક્તિ (મોટે ભાગે) સીધેસીધી ઉપયોગમાં લઈ શકતા નથી. છોડવા, ઝાડવાં અને વૃક્ષો જ સૂર્ય પાસેથી મળતી શક્તિનું આપણે ખાવાના ઉપયોગમાં લઈ શકીએ તેવા પદાર્થમાં રૂપાંતર કરી આપે છે. | વનસ્પતિ સૃષ્ટિ આપણને ખાવા-પીવાનું પૂરું પાડે છે, એટલું જ નહિ પણ, વાતાવરણની હવામાંનાં ઝેર પોતાનામાં સમાવી લઈ, આપણું સંરક્ષણ પણ કરે છે. દાખલા તરીકે, “એક મોટું ઝાડ એક ઝતુ જેટલા ગાળામાં વાતાવરણમાંથી ૧૩૦ લિટર જેટલા પેટ્રોલનું સીસું (લીડ') પિતાનામાં સમાવી લે છે. ઝાડ એ ઝેરી ધાતુનું લીડ-ફોસફેટમાં રૂપાંતર કરે છે, જે પાણીમાં ઓગળતું નથી; તથા તેના થડમાં જ સંઘરાઈ રહે છે. ત્યાં તે ઝાડને પિતાને, કોને કે જાનવરને જરા પણ નુકસાન કરતું નથી. જે ઝાડ આ પ્રમાણે આપણું સંરક્ષણ ન કરે, તો આપણે સીસાના ઝેરના ભાગ બનીએ – અર્થાતુ આપણી બરોળને નુક્સાન થાય, આપણું બ્લડપ્રેશર વધી જાય, અથવા આપણા મગજની પ્રક્રિયાને માઠી અસર પહોંચે.
ગ અને સાચું પર્યાવરણ-વિજ્ઞાનમાંથી] ડૉ. એમ. એમ, ભમગરા ગુ૦– ૯