________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! – તે કોંગ્રેસની આ વર્ષે ચોમેર શતાબ્દી ઊજવવામાં આવી રહી છે. તે પણ કોંગ્રેસના સ્થાપના-દિન ૨૮ ડિસેમ્બરથી માંડીને નહિ, પણ તેથી કેટલાય મહિના પહેલાં મોતીલાલ નહેરુના જન્મદિવસથી; કે જે મોતીલાલ, કોંગ્રેસ સ્થપાઈ તે દિવસે માંડ ૨૨ કે ૨૪ વર્ષના જુવાનિયા હશે! અર્થાતુ ગાંધીજીને પાછળ નાખીને આઝાદી માટેની તથા આઝાદી બાદની દેશની ધુરા ચાર-પાંચ પેઢીથી નહેરુ-વંશ વહન કરતો આવ્યો છે, એવું દેશની નવી તથા ભવિષ્યની પેઢીઓને ઠસાવવા!
હા, પોતપોતાના દેશને ખૂનખાર યુદ્ધોમાંથી હેમખેમ બહાર કાઢી લાવનાર ઍલિન, મા, ચચિલ વગેરે સેનાપતિઓ, સર્વસત્તાધીશો કે સરમુખત્યારોની સ્મૃતિને પછીની પેઢીઓ ભૂંસી નાખતી હોય એવા દાખલા ઇતિહાસમાં નોંધાયેલા મળી આવે છે. પણ રામ, કૃષ્ણ, બુદ્ધ, કાઈસ્ટ જેવા મહાપુરુષની પૂજા અને સ્મૃતિ પછીની પેઢીઓ પણ કાળજીપૂર્વક સૈકાઓ સુધી જાળવી રાખે છે. એક ભારત દેશ જ ગાંધીજી જેવા મહાપુરુષની પુણ્યસ્મૃતિને દેશના ફલક ઉપરથી ભૂંસી નાખવા બે-ચાર દસકા જેટલા ગાળામાં જ ઉતાવળો થઈ ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તે આજે ગાંધીજી ફરી દેશમાં સદેહે દાખલ થવા માગે, તે દેશની ૮૦ ટકા વસ્તી તેમને કિવટ ઇંડિયા' એવા શબ્દો જ સંભળાવે!
પરંતુ ગાંધીજીને સંદેશ એકલા ભારત માટે હતો જ નહિ. ખરેખર તે આખી દુનિયાને પણ વિનાશ અને બરબાદીમાંથી બચવું હોય, તે તેમણે ચધલ માર્ગ જ અપનાવવો પડે. એટલે ભલે ભારતમાં તેમને સંદેશ ભૂસી નાખવામાં આવ્યો, પણ દુનિયાભરમાં તો કેટલાય સમજણા અને વિચારક લોકો ગાંધીજીના સંદેશનું મૂલ્ય સમજીને ગાંધીજીને સંદેશ જીવંત રહે તે માટે પિતપતાની રીતે પ્રયત્નશીલ રહ્યા છે. તેવામાં એક મોતીલાલ કોઠારી પણ હતા, જે લંડનમાં રહ્યા રહ્યાય ગાંધીજીને સંદેશ જીવંત રહે અને પ્રચાર પામે તે માટે પ્રયત્ન કર્યા કરતા હતા. તેમણે, છેવટે, આધુનિક જમાનાને વિચાર કરીને, ગાંધીજી વિશેની ફિલમ બને તો તેમના સંદેશને વધુ વ્યાપક રીતે પ્રચાર થાય, એમ નક્કી કર્યું. પરંતુ કઈ ફિલમ-નિર્માતાઓ એ કામ. હાથમાં લેવાની ઈચ્છા બતાવી નહિ. એક તો ગાંધીજી જેવાના જીવનમાં ફિલમનું વસ્તુ બની શકે તેવું કશું ય નહિ એમ માનીને; અને બીજું, ગાંધીજી વિશે જાણવા વળી આજના જમાનાને કયો માણસ છે, એ વિચારથી પણ.