________________
રમણલાલ ઍન્જિનિયર રમણલાલ ભાઈલાલભાઈ પટેલને જન્મ ૧૯૧૨ના સપ્ટેમ્બરની ૧૯મી તારીખે ચરોતરમાં થયો હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને ગાંધીજીના સત્યાગ્રહના વાતાવરણમાં અભ્યાસ છોડી કુદરતી ઉપચાર તરફ વળ્યા. અનેક નિષ્ણાતેના પ્રત્યક્ષ પરિચયમાં આવી એ પદ્ધતિના સિદ્ધાંતો અને સારવાર ઉપર ખંતથી ગજબનું પ્રભુત્વ મેળવ્યું. ડૉ. એમ. એમ. ભમગરા તેમના અનન્ય સાથીમિત્ર છે.
૧૯૩૮માં બે વર્ષ “આરોગ્ય ગ્રંથાવલી” ચલાવી. ત્યાર બાદ અનેક પ્રકાશને કર્યો. “આરોગ્ય” માસિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યું. ત્યાર બાદ થોડો વખત અમદાવાદ, વિદ્યાનગર અને સોજીત્રા રહી લેખન, સંશોધન, પ્રેસ, પ્રકાશન અને ચિકિત્સાની પ્રવૃત્તિઓ કરી.
૧૯૪૬માં વલ્લભ વિદ્યાનગરમાં દસ વર્ષ એમણે આરોગ્યખાતું અને વૃક્ષારોપણખાતું સંભાળી વિદ્યાનગરની સિકલ ફેરવી નાખી, ઉત્તમ સેવા બજાવી.
રમણલાલ ૨૧ માર્ચ ૧૯૯૪ને દિવસે અમેરિકામાં દેવલોક પામ્યા. તે પહેલાં વીસ વર્ષ એમણે પિતાના પરિવાર સાથે અમેરિકામાં રહી સ્વાધ્યાય કરી તેમના જ્ઞાનદીપકને પ્રકાશ તેમનાં પત્ની શ્રી. શાંતાલક્ષ્મીના સહકારથી વિદેશમાં પણ ફેલાવ્યો.
- રમણલાલ ભાઈકાકાની લીલી વાડીનું અનુપમ ફળ હતું. ભાઈકાકા પરિવારમાં પાંચ સિનિયર સીટીઝન, પાંચ ડૉકટર, અઢાર એન્જિનિયર, બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પાંચ માસ્ટર ડિગ્રીવાળા, ઓગણત્રીસ ગ્રેજ્યુએટ્સ, નવ કૉલેજિયન અને વીસ બાળકો છે. તેમાં અમેરિકા ૮૧, વિદ્યાનગર ૧૦, મુંબઈ ૨. રમણલાલને ત્રણ સંતાનો છે : ગૌતમ, ધૃવસ્વામિની અને સુસ્મિતા.