________________
આરેગ્યને લગતાં પુસ્તક ઍન્જિનિયરે આરોગ્ય અંગે ભારે ચિંતન મનન અને વખાણ કર્યું છે. તેમનું એ બધું સાહિત્ય સિલસિલાબંધ તમારી સંસ્થા આજે ગુજરાતી વાચકને નવેસરથી પીરસશે તે મોટી માનવસેવા થશે.
ડૉ. ભમગરાના સૂચનને આદેશ માનીને અમોએ સ્વ૦ રમણલાલ એન્જિનિયરની આરોગ્ય અંગેની ચિંતન-મનની ઉપયોગી સામગ્રી ગુજરાતી વાચક આગળ રજૂ કરવાનો સંકલ્પ કર્યો છે. તેને ફરીથી છાપવાની તેમના પરિવારે પ્રેમપૂર્વક રજા આપી તે માટે તેમનાં સૌ કુટુંબીજનોનાં અને ભારતીય સાહિત્ય સંઘના ઋણી છીએ.
સામાં પ્રવાહે ઊભા રહી – અરે, માનવજાતના ઉદ્ધારના એકમાત્ર સાધન તરીકે રજૂ કરવાની હિંમત અને શાણપણ દાખવનાર સ્વ૦ રમણલાલ એન્જિનિયર અને તેમના પરાક્રમી પિતાશ્રીને વંદન કર્યા વિના રહેવાતું નથી.
એમના “ભારોભાર સેનાને ભૂલે' આંકી શકાય તેવા સાહિત્યને રજૂ કરવા માટે જુદી જુદી પુસ્તિકા પ્રસિદ્ધ કરવાનું વિચાર્યું છે.
આ આરોગ્ય અંગેની નવી શ્રેણી શરૂ કરવાને નિમિત્તે સ્વ૦ રમણલાલ ઍન્જિનિયરના સાહિત્યનું ફરીથી ચિંતન-મનન કરવાની જે સુંદર તક અમોને ડૉભમગરાએ ઊભી કરી આપી, તે માટે સંસ્થા તેમને ખાસ આભાર માને છે. સતત ઊંડું અધ્યયન કરી તેને નિ:સ્વાર્થ લાભ જનતાને આપવાના
ભાઈકાકા પરિવારના આ લક્ષણથી ગુજરાત સારી રીતે પરિચિત છે. ગુજરાતે તેમના પરિવારના આ લક્ષણનો પુરો લાભ ઉઠાવ્યો છે. તે જ રીતે સ્વ૦ રમણલાલ એન્જિનિયરે આરોગ્ય અંગેના સાહિત્યને જે અદૂભુત ધોધ વહેવડાવ્યો છે તેને પુરો લાભ ગુજરાતી વાચક ઉઠાવશે એવી આશા છે.
તેમનું આ અતિ ઉપયોગી અને સુંદર લખાણ પ્રસિદ્ધ કરવાની જે તક અમારી સંસ્થાને મળી, તેને માટે આભારપૂર્વક તે પવિત્ર આત્માને અને તેમના પરિવારને કોટી કોટી વંદન.
સાચો ખોરાક અને બે રાકમાંથી] જુલાઈ, ૧૯૯૮