________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! ફ્રાન્સના એક ઉમરાવની ઈતરાજી ડૉ. મૅનેટ સાવ અકારણ વગર કશા વાંકે વહેરે છે, અને કૂસની ક્રાંતિની કાતિલમાં કાતિલ બધી યાતનાઓને અવશ ભેગ બને છે. ભલું કરવા જતાં જાણે ભૂત વળગ્યું! એક ઉપર એક ઝીંકાતાં જતાં દુ:ખના ઘથી તેને સમૃતિભ્રંશ થઈ જાય છે. કુદરત એમ કરીને જ એને જીવતે રાખી શકે છે. વીતક એટલેથી ન અટકતા નથી : એના પરિવાર પર પણ એના ઓળા પહોંચે છે; ક્રાંતિની આગની છોળો એની દીકરી અને જમાઈને પણ લપકારવા લાંબાય છે. વ્યક્તિ પરની તેની અસર જોતાં, લહિયાળી ક્રાંતિ કેવી આંધળી, નિષ્ફર અને અમાનુષી છે, તે વસ્તુ ડૉ. મૅનેટનું પાત્ર બતાવે છે. જોકે તે તેવી જ આંધળી અને અમાનુષી બનેલી સમાજની રાજસત્તા સામે હોય છે, તેના પ્રત્યાઘાતી ઉપાય તરીકે - જેનું મુલ્યાંકન જુદો વિષય છે. મૅનેટની બરાબરીમાં બેસે એવું બીજું એક પાત્ર કથામાં નથી. આ ક્યા ખરું જોતાં ડૉ. મેનેટની કહાણી કહેવાય.
પરંતુ કથાની કાર્યમૂતિ તે નથી. તે સ્થાને અંગ્રેજ વકીલ સિડની કાર્ટનને (અને અમુક અંશે બેન્કર વૉરીને) ડિકન્સે મૂક્યો છે. કાર્ટન વકીલ આ કથાની મંગલમૂર્તિ છે. મૅનેટ દ્વારા ડિકને ફ્રેન્ચ કાંતિને મૂર્તિમંત કરી, તે કાર્ટુન અને લૉરી દ્વારા તેણે ઇંગ્લિશ સમાજની સંક્રાંતિનો ચિતાર આવે છે. પરંતુ તેટલા માટે જે કથા કેવળ ઇતિહાસકથા બનત, તેને ડિકન્સે આ કાર્ટનના પાત્રથી અદૂભુત પ્રેમકથા બનાવી મૂકી છે. યુદ્ધ અને કાંતિ જેવી સામાજિક ઊથલપાથલ અને માનસિક અવ્યવસ્થામાં પણ સ્થાયી ભાવ તે માનવતા અને વાત્સલ્યભાવ છે, એ સનાતન સત્ય છે, (ટૉલ્સ્ટોયની યુદ્ધ અને શાંતિ'ની કથાના રહસ્ય પેઠે જ) એમ ડિકન્સ અહી બતાવે છે. આથી જ કરીને ડિકન્સ વિશ્વસાહિત્યકારની ગણનામાં આવે છે. મૅનેટને પ્રેમનું બલિદાન એક રીતે આપવું પડે છે, તે તેમાં અવશ અજાણ છે. કાર્ટન બીજી રીતે છતાં એમ જ પ્રેમનું બલિદાન આપે છે. ફેર એટલો કે, તે જ્ઞાનપૂર્વક અને ગણતરીભેર તેમ કરે છે.
કાર્ટન ડો. મૅનેટની પુત્રીના પ્રેમમાં છે. પરંતુ તે પ્રેમનું બલિદાન એને આપવું પડ્યું: પ્રેમ લગ્નરૂપે તો તેને ન મળી શકયો. ફ્રેન્ચ અમીરના પુત્ર ડાનેને તે વી, જેમાંથી તેની દુઃખકથા સરજાઈ! ઘૂસીને કાર્ટન પરણી ન શક્યો, છતાં એના જ નિર્લગ્ન નિર્મળ પ્રેમમાં – પતાની પ્રેમપાત્ર યુવતીના જ કુટુંબ સુખને ખાતર, અંતે તેણે જીવ આપ્યો. અને તે પણ ઘૂસીનાં પ્રેમમાં પોતાના હરીફ બનેલા ડાર્નેને જ બચાવવા – પહેલાં અંગ્રેજ અદાલતમાં રાજદ્રોહમાંથી અને પછી ફેન્ચ કાતિના વેરની આગમાંથી!