________________
બે નગરની એક કહાણુ”
યુરોપ ખંડની આ બે નગરીઓ એટલે ૧૮, ૧૯ સૈકાની તેની આબાદી અને સંસ્કૃતિ તથા જાહેજવાલીનાં કેન્દ્ર- પરસ્પર સ્પર્ધતી અને ઝઘડતી બે મહાન યુરોપીય પ્રજાઓની રાજધાનીઓ! અને એ બને પ્રજાઓમાં તેને પરિણામે સામાજિક કાંતિયુગ બેઠો હતો. પણ તેમની કાંતિ-રીતિ પોતપોતાની જુદી હતી : ઇંગ્લેન્ડની કાંતિ હિંદી સામ્રાજ્યના માલમલીદાથી માતબર બનતી જતી વેપારી પ્રજાની સંક્રાંતિ હતી. તેની રાજકીય, આર્થિક, નાણાંકીય વગેરે સર્વ પ્રકારની સંસ્થાઓ કમે કમે યુગાનુકુલ રૂપ પકડતી જતી હતી – અમુક સ્થિરતાથી સુધરતી જઈ સંગઠિત બનતી હતી. એથી ઊલટી જ રીતે ફ્રાન્સમાં ચાલતું હતું. સ્થાપિત હિતોના જોરે માલેતુજાર બનેલા સત્તાધારી અમીર-ઉમરા, એશઆરામી રાજવીઓ અને ધર્માધિકારીઓ વગેરેના જુલમથી ત્રાસેલી પ્રજા, ૧૪-૭-૧૭૮૯ના રોજ, તે ત્રાસના પ્રતીક સમી બાસ્ટીવ જે તેડીને નવું રાજ્યતંત્ર આપે છે. આ પછી તે કાળની વાત કહે છે.
વાર્તાની કેન્દ્રમૂર્તિ ડૉ. મૅનેટ કરીને ફ્રેન્ચ છે. તેની પત્ની અંગ્રેજ છે. એમ આલેખીને ડિકન્સ આ બે નગરીઓ, આ બે દેશે, એ બેની પ્રજાઓને ભેગાં કરી આપે છે. અને એમની સાથે જોડાયેલાં સ્ત્રીપુરુષોનેકેટલાંકને લંડનમાંથી તો કેટલાંકને પેરીસમાંથી, વાર્તાના કાર્યમાં ઉતારે છે, વાચક આવી ભૌગોલિક ઢબે બધાં પાત્રોનું વર્ગીકરણ કરશે, તે કેટલીક રસિક વસ્તુઓ ધ્યાનમાં આવશે. બે નગરીનાં બે ભાતનાં માણસો ભેગાં મળે છે, તેમાંથી તેમનું વ્યક્તિત્વ તેમ જ રાષ્ટ્રીયત્વ અને તેની ખાસ લક્ષણે અચ્છાં તરી આવે છે. લેખકે તે બતાવવા પણ ઈરાદો રાખ્યો હશે, એમ ન કહી શકાય. પરંતુ વાચકને એ ઢબે પણ આ કથાને ઉથલાવી જવાને હક છે.
કથાની કેન્દ્રમુર્તિ ડો. મૅનેટ છે, એમાં શક નથી. એ એક સજજન સદ્દગૃહસ્થ માણસ છે. ધંધે દાક્તર છે અને માનવદુ:ખને દૂર કરવાના પ્રામાણિક કામમાં રત રહે છે. તેમાંથી રસ્તે જતી પીડામાં તે બિચારો ફસાય છે; અને તેમાં એટલી અપાર યાતનાઓ વેઠે છે કે, તે બધું એને શું કામ વેઠવું પડે છે, તે જ નથી સમજાતું. એનું કારણ કેવળ ક્રાંતિનું વેર-માનસ લોક પર ચડી બેઠું હતું, એમ જ માનવું જોઈએ. હિંસક ક્રાંતિનું બીજ સામાન્યપણે કોધ અને વેરના આવેગમાં જોવા મળે છે. તેની નિષ્ફર અહિંદયતા આ પાત્ર બરાબર બતાવી આપે છે. ગુ9 - ૭