________________
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો! ડિકન્સને મરહૂમ ટૉલ્સ્ટૉયે વિશ્વ-સાહિત્યકાર તરીકે ગણાવીને, તેના દરજજો શેકસપિયર કરતાંય ઉપર મૂકો છે. તેનુ મુખ્ય કારણ કદાચ એ છે કે, સ્કૉટ વગેરે પેઠે તે ઇતિહાસની પુરાણકથા કહેવાની ચાતુરી દર્શાવ્યા કરતાં, કથા અને તેના કાર્યના વલાણામાં માનવતાનું સનાતન નવનીત જે હંમેશ રહેલું હાય છે, તેને પકડે છે અને તેને આસ્વાદ એનાં અમર પાત્રો દ્વારા આપે છે, તેનાં કેટલાંય પાત્રો, પુરાણની કથાનાં પાત્રા પેઠે, અંગ્રેજ પ્રજાની ભાષામાં કહેવતરૂપ બની ગયાં છે. આ વાર્તા ડિકન્સની આવી મૂળ શક્તિ અને પ્રતિભાના અચ્છા પરિચય આપશે.
'ક
કથા ૧૮મા સૈકાના અંત ભાગમાં થયેલી લેાહિયાળ ફ્રેન્ચ ક્રાંતિયુગની છે. તેથી સ્વાભાવિકપણે આસમાની-સુલતાનીના ભારે ખળભળાટ અને ઊથલપાથલના ઉદ્દામ વાતાવરણમાં એનું બીજારોપણ થયું છે. આવા સમયે માનવીનાં હૃદય કેવું હલમલી ઊઠે અને પોતપોતાની મૂળ પ્રકૃતિને કેવા ઉત્કટ અને ઉદ્દામ આવેગથી સહેજે પ્રગટ કરે, એ વર્ણવવાની જરૂર નથી. એવા સમયની ભૂમિકામાં વિલસતાં માનવીઓને સમાજની અને તેમના મનાભાવેાની સુશ્લિષ્ટ કથા રચવી, એ જ એક મહાન કલાશક્તિનું કામ છે.
.
ડિકન્સે એ સમયના ચિતાર મેળવવા તેના લબ્ધપ્રતિષ્ઠ ઇતિહાસકાર કાર્લાઇલને વિનંતી કરી કે, 'તમે તમારેં। ઇતિહાસ લખતાં જે સાધનસામગ્રી વાપરી હોય, તે મને જોવાને માટે ન આપો?' અને કાર્લાઈલે બે ગાડાં ભરીને પુસ્તકો ઠંડે પેટે માકલી આપ્યાં! અને કમાલ તો એ છે કે, ડિકન્સ એ બધું વાંચી ગયા અને ત્યાર પછી આ કથા તેણે લખી! તેણે પોતે એની આ કથાની જે ટૂંકી પ્રસ્તાવના લખી છે, તેનેા અનુવાદ આની સાથે અલગ આપું છું; તે વાચક જોશે તે જણાશે કે, મહાન કલાકૃતિનું સર્જન કેવા ઊંડા તપની સમાધિમાંથી થાય છે.
કથાનું નામ પાડતાં ડિકન્સે ઠીક ઠીક પોતાના મનમાં ગડભાંગ કરી હશે, એમ દેખાય છે. અનેક નામેા મનમાં આણેલાં તેમાંથી છેવટે આ સાવ કોરું લાગે એવું કેવળ ભૌગાલિક નામ તેણે આપ્યું
શરૂમાં તેણે વાર્તાના મુખ્ય પાત્ર સિડની કાર્ટૂન પરથી ‘મેમરી કાર્ટૂન' નામ પાડવા ધારેલું. પણ તેને જ એ બરાબર સમર્ષક અને કથાનું પૂરું નિદર્શક નહિ લાગ્યું હાય. છેવટે જે નામ પાડયું તે એમ બતાવે છે કે, તે કેવળ પૅરીસ નગરીની ફ્રેન્ચ ક્રાંતિકથા જ નથી, પણ તેની સાથે ડોવાયેલી લંડન નગરીની પણ જીવનકથા તેમાં જોડાયેલી છે.