________________
મારી જીવનદષ્ટિ
૨૦ પણ સામાન્ય રીતે જેમ મનાય છે તેમ, મારી આ ધર્મદષ્ટિ યાને વિશ્વ નિહાળવાના દષ્ટિબિંદુને કોઈ પંથ કે ધર્મ સાથે નિસબત નહોતી. મારી સમજ પ્રમાણે મારા ચિત્તમાં બૌદ્ધિક અને ભાવનામય માન્યતાઓ વિષે જે ઘર્ષણ રહેતું તે શમી ગયું અને મને ઉપર જણાવેલી દષ્ટિ પ્રાપ્ત થઈ. આ જગત અને તિરસ્કરણીય લાગતું મટી ગયું. માનવ અને પ્રકૃતિની પાછળ વિલસતું ચૈતન્ય એક જ છે, એવું મને ભાન થયું અને એ ભાન થવાથી સચરાચર વિશ્વમાં મારું સ્થાન પણ નક્કી થયું. પરિણામે મને ઊંડી ચિત્તશાંતિ લાધી – મારો વિવાદ વીખરાઈ ગયો.” (પૃ ૧૬]
– દેવ ત્રિત ગટેએ મને શીખવ્યું છે: “દશ્ય વસ્તુની પેલી પાર જોવાનો પ્રયત્ન કરો ના; દશ્ય વસ્તુમાંથી જ માર્ગદર્શન મળશે.” આ વાક્ય આમ તે નીરસ લાગે છે; પણ એની ભીતરના ઊંડા વિચારે પ્રકૃતિનાં દ્વાર મારી સમક્ષ ખુલલાં કરી દીધાં છે અને આ પ્રકૃતિમાં ઓતપ્રોત છતાં એનાથી વિરાટ એવા વિભુની મને કંઈક ઝાંખી થવા પામે છે.
“ગટેના ઉપર જણાવેલા વિચારથી મને પ્રકૃતિ એક પ્રકારના સર્વવ્યાપી કે વિશ્વવ્યાપી ગુંજનથી વ્યાપ્ત થયેલી જણાય છે. જ્યારે જ્યારે હું ભૂસ્તરશાસ્ત્ર દ્વારા અવનિનાં પડની ભીતરમાં દષ્ટિક્ષેપ કરું છું, જ્યારે હું ફરતે ફરતે વિશાળ આકાશ તરફ દષ્ટિ નાખું છું, ત્યારે ત્યારે આ વિશ્વસંગીતમાં લીન બની જાઉં છું.
જીવંત પ્રકૃતિની આ પ્રકારની ઉડી ભાવનાથી મને એક જ શક્તિના વિવિધ પ્રતિકોની સમજ પડે છે. પ્રત્યેક બનાવ પાછળ કંઈક હેતુલક્ષી સર્વ કામ કરતું હોવાનું મને ભાન થાય છે. વૈયક્તિક આનંદ કે અવસાદની પાછળ પણ એક જીવંત સર્વ પ્રગટ થાય છે; અને આ વિરાટ શકિતમાં, જેમ નદીઓ સતુદ્રમાં સમાઈ જાય છે, તેમ બધું ભળી જાય છે; અને
જ્યારે ફરીથી પ્રકૃતિમાં હલચલ થવાની પ્રક્રિયા શરૂ થાય છે, એટલે વળી પાછી આ ઘટમાળ શરૂ થાય છે. આથી ભવિષ્ય વિશે મને કોઈ મુંઝવણ પડતી નથી.” [૫૦ ૩૦]
– મિત્ર કુવા હિંસામય, કૂર જગતમાં, મારે મન સાચવી રાખવા જેવી ચીજ અંગત સંબંધ છે. પણ આજના યુગમાં જે વળ જામી પડ્યો છે, તેમાં આપણે અંગત સંબંધમાં વિશ્વાસ મૂકી શકીએ ખરા? મારો આ પ્રશ્નને જવાબ “હા” છે. ધ્યાનમાં રાખવાનું એટલું જ છે કે, આ કાંઈ ધંધાદારી