________________
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! ૦ જમણ પછી બન્ને વખત બ્રશ કરવું જોઈએ. ૦ પડી ગયેલા દાંત બનાવટી દાંતથી બને તેટલી ત્વરાથી બેસાડી દેવા
જોઈએ. ૦ બચ્ચાઓના દાંત મેડા ઊગતા હેય તે ડેન્ટીસ પાસે કાપ મૂકાવ
જરૂરી નથી. દાંત વગર સારવારે ઊગી નીકળશે. ૦ સાવચેતી રાખી દૂધના દાંતમાં ફીલીંગ (ચાંદી કે સીમેન્ટ જેવું ફીલીંગ
મટેરીઅલ) કરાવી લેવાથી કાયમી દાંતનું બંધારણ સરસ થાય છે. ૦ અંગૂઠો ચૂસવાની ટેવ બાળકના પ્રથમ બે વર્ષ દરમિયાન કંઈ નુકસાન
કરતી નથી. બાળક સમજણું થતાં જ એ ટેવ ઓછી કરે છે. પરંતુ પાંચ વર્ષનું બાળક થાય અને ટેવ ન છોડે તો તેને સમજાવીને આ
ટેવ છોડાવવી જોઈએ. ૦ દાંતને સડે ખોરાકમાં પૂરતું ધ્યાન રાખવાથી બાળકોમાં અટકાવી
શકાય છે. ફળફળાદિ, લીલાં શાકભાજી, સૂકો મેવો વિગેરે આપવાથી ચોકલેટ-પીપરમેન્ટ જેવા ખાંડવાળા પદાર્થો આપવાનું અટકાવી શકાય છે..
દાંતનું સંપૂર્ણ આરેગ્ય “દાંતનું આરોગ્ય એ આખા શરીરના આરોગ્ય કે માવજત કરતાં જુદી –સ્વતંત્ર વસ્તુ નથી. આખા શરીરનું ખાન પાન, રહેણી-કરણી વગેરે સંભાળીએ, તો જ દાંતનું પૂર્ણ આરોગ્ય સંભાળી શકાય. કોગળા, ટૂથપેસ્ટ વગેરે વસ્તુઓના ઉપયોગથી દાંતના બહારના ભાગની સ્વચ્છતા સંભાળી શકાતી હશે. પરંતુ દાંતનું સંપૂર્ણ આરોગ્ય તેટલામાત્રથી જાળવી શકાય નહીં. અમેરિકા વગેરે દેશોમાં જ્યાં ટૂથપેસ્ટ અને ટુથબ્રશોને સજવવા-બનાવવામાં આધુનિક વિજ્ઞાન અને પ્રચારનો ભારોભાર ઉપયોગ થાય છે, ત્યાં જ કુદરતી દાંત વિનાના લોકોનું પ્રમાણ સૌથી વિશેષ છે. એની સરખામણીમાં આપણા દેશમાં ગ્રામ-પ્રદેશના લોકોના દાંત વિશેષ સુદઢ – વિશેષ સારા છે. એનું કારણ એ લેકોનું મુખ્યત્વે સાદું લૂખું-સૂકું ખાન-પાન, ચોખ્ખી હવા, પૂરત શારીરિક શ્રમ વગેરે જ કહી શકાય. પિચા રાંધેલા, તળેલા, ગળ્યા, મસાલાવાળા પદાર્થો જેઓ વધુ પ્રમાણમાં ખાય છે, તથા મોટેભાગે બેઠાડુ જીવન ગાળે છે, તે લોકોના દાંત, – ગામડામાં કે શહેરમાં, પૂર્વમાં કે પશ્ચિમમાં – ખરાબ જ હોય છે કે થાય છે.” પ્રસ્તાવનામાંથી]
ગોપાળદાસ પટેલ