________________
મારી જીવનદષ્ટિ
સંપાદકઃ વિજયશંકર મંછારામ ભટ્ટ કિં. ૨-૦૦ આવકારઃ મગનભાઈ દેસાઈ
જીવનની શોધમાં બીજાને મદદ કરો આ જીવનકર્મયોગ કે જ્ઞાનવિજ્ઞાનયોગ પોતાની સાધના બનાવનારા કેટલાક (આધુનિક વિજ્ઞાનયુગમાં પાકેલા) સાધકોને એમની એ સાધનામાંથી શું લાધ્યું, તે રજૂ કરતી આ ચોપડી આપણી ભાષાના સાહિત્યમાં ઉમેરાય છે, એ આનંદની વાત છે. આ બધા સાધકે પશ્ચિમની અર્વાચીન દુનિયાના નામાંકિત પુરુષે છે: પશ્ચિમના લોકજીવનમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાના પુરુષાર્થથી અને સેવાથી તેમણે નામના મેળવી છે. એવી ૨૩ વ્યક્તિઓની જીવન વિષેની માન્યતા શી છે, તેનાં આત્મનિવેદનના સંગ્રહ રૂપે પ્રસિદ્ધ થયેલ “આઈ બિલીવ' નામે પુસ્તક ઇ0માંથી, ૧૫ વ્યકિતઓનાં આત્મનિવેદનને સાર આ પુસ્તકમાં આપણને મળે છે. એ સાર મારા મિત્ર ભાઈ વિજયશંકરે, એ વ્યક્તિઓ પેઠે જ ઉદાત્ત જીવનની સમાજ પામવા માટેની પોતાની શોધના જ નમ્ર અભ્યાસ રૂપે, – કહે કે, પોતાના સ્વાધ્યાય રૂપે ચાલતી પિતાની અક્ષર-સાધનાને પરિણામે – આત્મપ્રીન્ય મેળવ્યો, અને ગુજરાતીમાં તે સૌ સામાન્ય વાચકોને અહીં આવ્યો છે. તે પુણ્યકર્મને માટે સૌએ એમને આભાર માનવો જોઈએ. તા. ૧૦-૪-૬૪
મગનભાઈ દેસાઈ વિશ્વવિખ્યાત વ્યક્તિઓની જીવનદષ્ટિ
‘આ પુસ્તકમાં પંદર વિશ્વવિખ્યાત વ્યક્તિઓની જીવનદષ્ટિ મોટે ભાગે તેમના જ શબ્દોમાં સંપાદિત કરવામાં આવી છે. ઉપયોગી કાર્યરત જીવન જીવતાં પિતાને જે જીવનદર્શન લાધ્યું, તે અત્યંત સરળ ભાષામાં તેઓએ ૨જૂ કર્યું છે. ફિલસૂફીની કોઈ તાત્વિક કે તાર્કિક આંટીઘૂંટીમાં ઊતર્યા સિવાય સામાન્ય તેમ જ અસામાન્ય વ્યક્તિને પણ ઉપયોગી નીવડે તેવા વિચાર, આ પુસ્તકમાં સંગ્રહવામાં આવ્યા છે.
૧૯