________________
કૃતાંજલિ હિતવાદો જાગતા ગયા ને સ્વાર્થી જોર પકડવા લાગ્યા. ઈર્ષા, અસુરા અને મત્સર પણ વધતાં ગયાં. આમ જગત ૧૯મા સૈકામાં આગળ જતાં, તેની સ્થિતિ એમ પલટાતી ગઈ. તેવા જગતનાં દુ:ખદારિદ્યને ઇલાજ છે?— એ પ્રશ્ન ઊઠે.
આના જવાબમાં કહેનાર કહી શકે કે, “આવો પ્રશ્ન તમે સમાજશાપીને, ફિલસૂફને, રાજયશાસીને, કે તેવા લોકોને પૂછી શકો, કલાકારો અને સાહિત્યસ્વામીઓને એને માટે ભાગ્યે યોગ્ય પાત્ર ગણાય. માનવ હૃદયના ભાવે અને સમાજ-માનસના રંગેના પારખુ એવા એ લોકો એને જવાબ જે રીતે આપી શકે, તે રીતે જ આપશે અને એ રીત એમની કલાકૃતિ હશે. એમાંથી જેને જે જડે તે જવાબ ભલે જુએ. શાસ્ત્રીય પ્રશ્નોના શાસયુદ્ધ ઢબે તર્કશુદ્ધ ઉત્તર આપવા તેઓ બંધાતા નથી તેમનાથી એ બની ન શકે. તેમનું સર્જનસાધન જુદી બે કામ કરે છે. એટલે હૃગોની આ દરિદ્રનારાયણ કથાના મહાભારતમાં આ પ્રશ્નનો ઉત્તર ખાળી શકાય ખરો? કે પછી એ ઉત્તરને માટે તે આપણે એના સમકાલીન માકર્સ જેવા કોની પાસે જ જવું પડે? માકર્સ જેવા વિચાર નવા સામાજિક દુઃખદારિદ્યની એ જ પરપીડા જાણીને દ્રવવાની પ્રેરણાથી મને મંથનમાં પડ્યા હતા. એમનું નિદાન અને ડિકન્સ. હૃગો કે ટૉલ્સ્ટૉય જેવા સાહિત્યકારનું નિદાન – બે વચ્ચે સામ્ય કે મેળ જો ખરે? કે બેને તદ્દન ભિન્ન કોટીના ઉપાય સમજીને ચાલવું?
કદાચ આવો પ્રશ્ન પેદા કરે – કળાકૃતિ અંગે ઉપસ્થિત કર, એ જ ઠીક ખ? કેમ કે, કવિ, કલાકાર કે સાહિત્યકારે વિચારક ફિલસૂફ કે વિજ્ઞાનીની ઢબે કે શતિથી કામ કરતા નથી. કળાનો ન્યાય અને શાસ્ત્ર કે વિજ્ઞાનને ન્યાય જુદા હોય છે. હૃગો તેની આ કથા વડે– માર્ક્સ તેના “કેપિટલ' દ્વારા ચાહતો હતો તેમ, – એને મળતો કાંઈ ઉદ્દેશ્ય કે ઇરાદે મનમાં કલ્પીને ચાલ્યો ન હોય. પોતાના યુગના લોકજીવનને કલા-સમાધિમાં જેવું જોયું, તેવું તેણે આલેખ્યું. એમાં શાસ્ત્રના ન્યાયે નુકતેચીની ન કરવી ઘટે, શાસ્ત્રની તર્ક-કટી પર કલાકૃતિને બહુ ચડાવવી ન જોઈએ શ્રુતિ અને સ્મૃતિમાં જે ભેદ છે, કવિ અને ફિલસુફ કે જ્ઞાનીમાં જે ભેદ છે, તે ભેદ અહીંયાં પણ સમજવું જોઈએ. • આમ છતાં કલાકૃતિને આસ્વાદક, પિતાના ખ્યાલમાં આવે એ રીતે તેને નાણવા ને તપાસી જેવા મુખત્યાર છે.
માકર્સવાદીઓની શત શી હતી? સમાજ અને રાજ્યને તેમણે વ્યક્તિ અને તેના ધર્મ કરતાં ચડિયાતું દૈવત માન્યાં. તે વડે સૌને માટે સમાનતાપૂર્વક