SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારી! સુખી જીવનની જરૂરિયાતો પૂરી પાડવાની વ્યવસ્થા કરનારું બળ રચવું; તેના સંગ્રહ દ્વારા ગરીબાઈ અને ગુને 60 દાબવાં – દૂર કરવાં – નામશેષ કરવાઁ; એમ વર્ગ–વર્ગની વિષમતા વિનાના સામ્ય-સમાજ રચવા, માનવ હ્રદયમાં રહેલા પ્રેમ, ધર્મ, આસ્તિકય, ઇ૦ જેવા ભાવાને, આ કામ કરવાનું, ઇતિહાસે, આજ પૂર્વેનાં બધાં સાંમાં સોંપેલું. તેમાં એ બધા દેવાળું કાઢી પરવાર્યા છે; તેમને ભરોંસે હવે ન રહી શકાય. આ રીતના ભાવાને પોષે એવું સાહિત્ય, એવાં કાળાં-કૌશલ્ય અને જ્ઞાન વિજ્ઞાન સાચી દિશાવાળાં; બીજાં ખાટાં ને ચિત્તભ્રામક – એમ તે સૂચવે. લોકોમાં જેમને માટે જરૂરી લાગે તેટલાનાં આવાં ચિત્તની શુદ્ધિ પણ નિષ્ઠુર કે કઠોર બનીનેય કરવી, એમ પણ તે કહે. રાજ્યની આવી સમાજશક્તિમાં અમુક વ્યવસ્થાબળ રહેલું છે, એમ કેટલાક માને છે. કેટલાક લેાકો તે સામે — તેના નિદક એવા અરાજકવાદીઓ પણ પડેલા છે. હ્યૂગાએ આ શક્તિના પ્રતીક રૂપે પેાલીસ ઇન્સ્પેકટર જાવ આપણને આલેખી આપ્યા છે. એમાંથી આપણે આ શક્તિની શક્તિમત્તા અને એની અશક્તિ બંને જોઈ શકીએ. ૧૯મા સૈકાના યુરોપીય સમાજનું ચિત્ર આપણને વીશીવાળા થેનારડિયર અને તેના શેાષણના ભાગ બનતાં સ્ત્રી-બાળક ઇં પાત્રો વડે હ્યુગો બતાવે છે. આ પાત્રા પરથી જ કથા તેનું નામ પામે છે. ૧૯મા સૈકાના યુરોપીય સમાજ નવી જ ગરીબાઈ પેદા કરે છે. તેની જ સાથે લેાકના શ્રમને ચૂસીને માતબર બનતા નવા ધંધા પણ પેદા કરે છે; અને એ બધાની ભૂમિકા યુરોપના ૧૯મી સદીના સામ્રાજય યુગ છે, – જોકે હ્યુગા એનું ચિત્ર તેની વાર્તામાં નથી દારતા. - - ૭૦ નગરીના બિશપ પરથી એમ માની શકાય કે, માનવહૃદયની મંગલશક્તિ સત્ય ધર્મપાલન દ્વારા પ્રગટ કરી શકાય, તો એમાં કેવું તરણ-તારણબળ અને સમાજજીન-ઉદ્ધારક સામર્થ સંતાયેલું છે, – એ વિષે હ્યુગો શ્રદ્ધાળુ છે. આ બળ અને તે વડે સર્જાઈ શકતું સામાજિક સામર્થ્ય રાયશક્તિ પર કલ્યાણમય પ્રભાવ પાડી શકે, એમ પણ આપણે આ વાર્તામાં જોઈ શકીએ છીએ. છેવટે કળા એ ચેતન-પૂજા છે, તેની તુલનામાં વિજ્ઞાન એ વસ્તુતાએ જડપૂજા છે. ચેતન વ્યક્તિ પ્રેમગુણ પ્રેરી અને એના અભાવરૂપ દ્વેષ-અસૂયા પ્રત્યે ધૃણા પ્રેરી અને વ્યક્ત કરી શકે; જડ વસ્તુ પોતાને અંગે ભાગ-અને-પરિગ્રહબુદ્ધિ અને બૃધ્યા પ્રેરી તેને વ્યક્ત કરી શકે. આ બે વચ્ચે મજાના ગજગ્રાહ ચાલે, હ્યૂગા માનવહૃદયના ચેતનબળની વિલાસ-કથા કહે છે; માકર્સ જેવા સમાજવિજ્ઞાનીઓ રાજ્ય, યંત્રબળ ઇંટ જડ બળાના સંગ્રહ કરી તેમના વડે લાકોનું ભલું થઈ શકે, એની રાજ્યશાસ-કથા કહે છે.
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy