________________
ગેાપાળદાસ જીવાભાઈ પટેલ
ગા. – ગાપાળદાસ જીવાભાઈ પટેલ આ નામ ગાંધીયુગના પ્રત્યેક ગુજરાતી વાચકના હૃદયમાં કોતરાઈ ગયું છે. વિશ્વ-સાહિત્ય, ગાંધીસાહિત્ય, ધર્મ-સાહિત્ય અને ગુજરાતની નીડર પત્રકારત્વમાં તેમનું નામ મેટા ગજાનું હતું. સાચી વાત રજૂ કરવામાં તેમણે કદી પાછી પાની કરી નથી. તેઓ ગાંધીજીના સાચા સિપાઈ હતા. બધી લડતામાં સક્રિય ભાગ લઈને અનેક વખત જેલમાં પણ ગયા હતા.
-
તેમના જન્મ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં ઈ.સ. ૧૯૦૫ની ૨૮મી એપ્રિલે થયા હતા. તેઓ સરદાર પટેલના નજીકના કુટુંબી હતા.
ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક થયા બાદ તેઓ શ્રી. મગનભાઈ પ્રભુભાઈ દેસાઈની સાથે મુખ્યત્વે ગૂજરાત વિદ્યાપીઠના કાર્યમાં સમર્પણ ભાવનાથી જોડાઈ ગયા. વિદ્યાપીઠ દ્વારા હિંદુ, જૈન, બૌદ્ધ ધર્મના ગ્રંથાનાં ગૂઢ રહસ્યા સરળ અને રોચક શૈલીમાં રજૂ કર્યાં છે. તથા વાચકના નામે પણ તેજાબી ચાબખા સાહિત્ય-જગતમાં તેમણે લગાવ્યા છે.
6
૧૯૬૦ના અરસામાં વિકાસને બહાને શ્રી. મેારારજી દેસાઈએ, શ્રી. મગનભાઈ દેસાઈનું રાજીનામું માગી લઈને વિદ્યાપીઠને રાજકારણના અખાડો બનાવવાની શરૂઆત કરી તેની સાથે ગેાપાળદાસે વિદ્યાપીઠના ટ્રસ્ટી અને ખજાનચી તરીકે રાજીનામું ધરી દીધું. આખરી દમ સુધી જ્યારે અને જ્યાં જરૂર લાગી (પંડિત જવાહરલાલ નહેરુ અને મેારારજી દેસાઈ) ત્યાં ભલાભૂપની પણ પરવા કર્યા વિના ‘સત્યાગ્રહ' અને ‘ટકારવ' જેવાં પ દ્વારા અંગુલીનિર્દેશ કરવાનાં પેાતાનાં કર્તવ્યામાંથી બિલકુલ ચલિત થયા નથી. સગી મા કરતાં પણ માતૃ સંસ્થા વિદ્યાપીઠ માટે તેમને ભારે લગાવ, પ્રેમ અને આદર હતાં. એટલેા જ પ્રેમ ભારત-માતા માટે પણ તેમને હતા. તેઓ સાચા માતૃભક્ત અને તેજીલા દેશભક્ત હતા.
છેલ્લાં પચ્ચીસ વર્ષથી તે તદ્દન પથારીવશ હોવા છતાં ગુજરાતમાં વિશ્વસાહિત્યને ધોધ વહેવડાવી ભાવિ પ્રજા માટે અદ્ભુત અને યશસ્વી કામગીરી બજાવી ગયા છે.
ગાંધીજી’ના સત્સંગે તેમને મુખ્ય રસ બાપુની રચનાત્મક પ્રવૃત્તિ, શિક્ષણ, ગ્રંથાલય, પત્રકારિત્વ, કોશની પ્રવૃત્તિ, સાહિત્યની પ્રવૃત્તિ – ખાસ
૨૦૯
૩૦ – ૧૪