SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગુને અને સજા ૧૭ ર૩ વર્ષની વયે ડસ્ટપેકીએ પહેલવહેલી “પુઅર ફોક” નામની નવલકથા લખી. ત્યાર પછી જે સર્જને થયો તેમાં “કાઈમ ઍન્ડ પનિશપેન્ટ”ને શિરમોર તરીકે થેક્કસ ગણાવી શકાય. તેમનું જીવન અનેક વિટંબણાઓ અને મુશ્કેલીઓમાંથી પસાર થયેલું. ઓસ્કમાં પણ તેમણે ૧૮૪૯ થી ૧૮૫૪ સુધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સારુ કારાવાસ ભોગવેલ. સને ૧૮૮૧માં તેમનું અવસાન થયું ત્યાં સુધી આર્થિક મુશ્કેલીઓ ઘેરાયેલી જ રહેલી. આવી વિષમ પરિસ્થિતિમાંથી આ મહાન સાહિત્યસ્વામીએ જગતને અદ્ભુત સાહિત્ય પીરસ્યું છે. કાઈમ એન્ડ પનિશમેન્ટનાં જે બે પાત્રો વાચકના ચિત્ત-નેત્રામાં હંમેશને માટે અંકાઈ રહે છે, તે કથાનાયક રાસ્કેનિકોવ અને સોનિયા. કથાનાયક ખૂન કરી બેસે છે. પરંતુ પકડાતો નથી. પોતાના ગુના સારુ બચાવે શોધે છે. પોતાના ગુના સારુ સબળ કારણ છે, એવી દલીલ કરે છે. બુદ્ધિને વ્યભિચાર આદરે છે. ઈશ્વરમાં તેને અશ્રદ્ધા છે. ગરીબાઈને લીધે સમાજ પ્રત્યે એક પ્રકારને દ્વેષ છે. પરંતુ વાસ્તવિકતાએ એ નબળે, ગભરૂ છે. જીવન સંગ્રામમાં પડવાને તૈયાર નથી. પોતાના અપકૃત્યો અને પોતાની નિષ્ફળતાઓ સારુ બીજાને દોષિત ગણવાની મનવૃત્તિ સેવ્યા કરે છે. આ નિર્માલ્યતાનું કારણ શું છે? એ પ્રશ્ન આ નવલમાં ઊભે થાય છે. એને જવાબ તેની અંદર જ સમાયેલો છે. કથાનાયક સ્વાથી છે. ચારિત્ર્યનું બળ એની પાસે નથી. નીતિને અભાવ એને સમર્થ બનાવી શકતું નથી. કાંઈ પણ સિદ્ધાંત ઉપર એનું જીવન ઘડાયું નથી. આવા પુરુષને બળવાન બનાવી શકાય? ખમીરવંત બનાવી શકાય? જીવનસંઘર્ષમાં ઊભે રહે એ બનાવી શકાય? આ એક જ કોયડો છે. અનેક સંસ્કૃતિઓમાં આ પ્રશ્ન ઊભો થા છે. રશિયાના યુવાન વર્ગની તે સમયની માનસિક પરિસ્થિતિનું આ પાટા દ્યોતક છે. આ મુકેલ કોયડાને ઉકેલ આ મહાન સાહિત્યસ્વામીએ આપ્યો છે. અને તે અત્યંત કુશળતાથી, અપાર કરુણાથી અને માનવ ચિત્તના અંતસ્તવમાં હબકી મારીને. • એક સીધી સાદી ભોળી અને ધર્મભીરુ સ્ત્રીને પ્રેમ આ ચમત્કાર સંજે છે – આ ભાગી ગયેલા પુરુષને હૃદયપલટો કરે છે, જેથી તે પોતાનાં અપકોનું ફળ સ્વેચ્છાથી ભોગવવા તૈયાર થઈ જાય છે; સત્ય અને નીતિને - ૨
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy