________________
૧૮.
ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! મર્મ સમજે છે; અને પંપણું છોડી દે છે. સાનિયાને અખૂટ પ્રેમ, કરુણા, નમ્રતા અને ઈશ્વર ઉપરની અપાર શ્રદ્ધા આ પલટો કરે છે. એક માનવનું અદૂભુત પરિવર્તન પ્રેમ અને કરુણા જ કરી શકે, તે સંદેશ આ મહાનવલ મૂકી જાય છે.
ક્રિશ્ચિયાનિટિનો ઝોક પ્રેમ અને કરુણા ઉપર વિશેષ છે. મહાત્મા ઈશુ એટલે પ્રેમ અને કરુણાની મૂતિ. મનુષ્યના આ બે પ્રબળ ભાવને વિજય થાય છે. કથાનાયક પોતાના ગુનાની સજા – પરિણામ ભોગવવા હસતે મેએ તૈયાર થાય છે. પોતાના ગુનાને તે એકરાર કરે છે, અને સજા ભોગવવા સાઈબિરીયા જાય છે. આની પાછળ સેનિયાને પ્રેમ, કરુણા અને નીતિને વિજય ડોકિયાં કરી રહ્યો છે. અંતે સત્યને વિજય છે, તે આ કથાની ફલશ્રુતિ છે.
એક બીજ મહાન સાહિત્ય સ્વામી ટોસ્ટૉયે બરિઝરેકશન” નવલની ભેટ આપી. અને લેખકોએ હૃદયપલટાનું વસ્તુ લઈને મહાનવલ આપી છે. બનેલી શૈલી જુદી, વ્યક્તિત્વ જુદાં. ટૉલ્સ્ટોયનું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી અને તેમનું સ્થાન ઊંચું તે વાત ચોક્કસ. પરંતુ વેધકતા અને સચોટ દર્શનમાં ડસ્ટરોસ્કીએ પોતાની નિજી અને આગવી પ્રતિભા દર્શાવી છે. પરંતુ માનવ તરીકે બનેને માનવ જીવનમાં અપાર શ્રદ્ધા હતી, માનવોના કલ્યાણ સારુ અપૂર્વ ઝંખના હતી, પીડિત જનતા ઊંચી કેમ નથી આવતી તેને પરિતાપ તેમને બંનેને હરહંમેશ સતાવતો. બંનેએ પોતાનો સંદેશ અનેખી રીતે આ છે; પરંતુ તેમનું ધ્યેય તે માનવ કલ્યાણ જ રહ્યું છે. અને આ રીતે એ બને સાહિત્ય-સ્વામીની મંઝિલ એક જ છે.
આ મહાનવલે સાહિત્યની અપ્રતીમ સેવા કરી છે અને તે એક સીમાચિહનરૂપ બની ગઈ છે. કાળનો બાધ તેને નડતો નથી. પૃથ્વી ઉપર માનવ જીવન પાંગરે છે ત્યાં સુધી આવી કૃતિઓ ચિરંજીવ રહેવા સરજાયેલી છે. આ મહા નવલકથાના નિચોડરૂપે નીચેનાં અવતરણો હું ટાંકું છું. સોનિયાને પગે પડીને કથાનાયક કહે છે, “I do not bow to you, personally but to suffering humanity in your person." (- હું તને પગે નથી લાગતો, પરંતુ દુ:ખદર્દમાં કચરાતી માનવતાને તારી મારફત પગે લાગું છું.)
સમગ્ર પીડિત માનવજાત પ્રત્યેની અખૂટ કરુણા અને તેના ઉત્કર્ષ માટેની તીવ્ર અભિલાષા, એ આ સાહિત્યસ્વામીને જીવનમંત્ર છે : આ અવતરણમાંથી તે શબ્દ શબ્દ ટપકે છે. સંસારનું કેન્દ્ર માનવ છે એમ એ