________________
ગુને અને સજા ખચીત માને છે, અને તેમાંથી વિચલિત થવા માગતો નથી. બીજ પ્રસંગે સોનિયા કથાનાયકને ટપારે છે અને એક આધ્યાત્મિક ભૂમિકા ઉપરથી એક વાય તેને મુખે કથાસ્વામી બોલાવે છે –
બસ આ ક્ષણે જ તમે બહાર ચકલામાં જઈ, ઘૂંટણિયે પડી, જે ધરતીને તમારાં પગલાંથી અપવિત્ર કરી છે, તે ધરતીને ચુંબન કરો, અને પછી આખા જગતને નમસ્કાર કરો, અને સૌ માણસોને પિકાર કરીને કહે કે, “હું ખૂની છું; પછી પરમાત્મા તમને નવું જીવન પાછું બક્ષશે. તે તમે જાઓ છો?”
ચારિત્રયની પ્રચંડ તાકાત આ વાક્યમાં છે. પરિણામ ભોગવવાની પરિપૂર્ણ તૈયારી છે. તે આગળ કહે છે, “તમે આ ગુનાની સજા વહોરી પ્રાયશ્ચિત્ત કરશે : એ જ તમારે માટે એકમાત્ર હિતકર માર્ગ છે.”
ચારિત્ર્યના બળ વગર માનવજીવન નિરર્થક છે, પંગુ છે; અને તે જ આખરે તે આ જીવનસંગ્રામમાં અને સંસારયાત્રામાં સાચો સાથ દે છે, તે સ્પષ્ટ સંદેશે આ મહાન સાહિત્યસ્વામી મૂકી જાય છે.
મુ૦ શ્રી ગોપાળદાસ પટેલે પોતાની જૈફ ઉમરે વિશ્વસાહિત્યમાંથી વીણેલી કેટલીક ઉત્તમોત્તમ કૃતિઓ ગુજરાતીમાં સુંદર રીતે ઉતારીને ગુજરાતમાં વિશ્વસાહિત્યને ધધ વહેવડાવી ખરેખર એક આવશ્યક ઉપયોગી સેવા બજાવી છે. જગતના મહાન સાહિત્ય-સમ્રાટોની કૃતિઓને આ રીતે સામાન્ય ગુજરાતી વાચક માટે સુલભ કરી આપવા માટે તેમને અને પ્રકાશન સંસ્થાને જેટલો આભાર આપણે માનીએ તેટલો ઓછો છે. - આ ઉપદૂધાત લખવાને નિમિત્તે ડસ્ટસ્કીની આ ઉમદા – ચિરંજીવ કથાનું ચિંતન-મનન કરવાની જે અમૂલ્ય તક શ્રી. પુ છો૦ પટેલે પૂરી પાડી, તે માટે તેમને તથા પ્રકાશન સંસ્થાને આભાર માનું છું; તથા આવી ઉમદા કૃતિ સરળ રોચક અને સુઘડ રીતે ગુજરાતીમાં ઉતારનાર તેના વિદ્વાન સંપાદક મુ૦ શ્રી. ગોપાળદાસ પટેલને અભિનંદન આપું છું. અને આ અમર કથા સજીને આપણને કાયમના કણી બનાવનાર મૂળ લેખક ડસ્ટ સ્કીને અદબ-પૂર્વક મારા પ્રણામ પાઠવીને મારી આ અંજલિ પૂરી કરું છું.
આવી સુંદર કૃતિઓ મુત્ર શ્રી. ગોપાળદાસ પટેલની કલમે ગુજરાતી વાચકને વધુ ને વધુ મળે! તા. ૧૦-૩-૭૫
નિરંજન વામનરાવ ધોળકિયા