________________
અમરવેલનાં પુષ્પ
૫૯ લેખિકાબહેને તમારા સંપાદિત પત્ર) નવજીવન માંથી આ "ચિતામણિ’ વીયા છે, એ એક રીતે મારે માટે અભિમાનથી ફુલાવે એવી વસ્તુ ગણાય. સુવાચનમાં પણ સુભાષિત માટે પ્રેમ ખાસ કેળવવા જેવો છે. એને માટેની રુચિ ચિત્તના આરોગ્યને માટે જરૂરી છે એટલું જ નહિ, સાહિત્યને સુશ્લિષ્ટ આસ્વાદ પણ એ વડે અનેખી રીતે કેળવાય છે ને પોષાય છે.
સુભાષિત કેવળ બોધાત્મક જ હોય, એમ ન મનાય. આ સંગ્રહ એ પણ બતાવશે. ચાતુરીભરેલી ચબરાક ઉક્તિ પણ પોતાનો અમુક બોધ (એટલે કે, ચિત્તની ઉપયોગી સરસ કેળવણી) આપી શકે છે, અને વિનોદ પણ એક પ્રબળ રસ છે એમ પણ ખરું. આ સંગ્રહમાં એવા નમૂના પણ ઊતર્યા છે, એ તેની એક નોંધપાત્ર તારીફ છે.
છેડા ચુનંદા શબ્દો વડે છતાં, ઘણું અને સચોટ કામ લેવાની સાહિત્યશક્તિ, કાવ્ય પેઠે જ, સુવાક્ય કે સુભાષિતમાં છે, પરંતુ તે કોરીકટ સૂત્ર જેવી નહીં. આથી જ સુભાષિત કળાકૃતિ બને છે, – કે જેવું સૂત્ર માટે ન કહી શકાય. તેથી કરીને સુભાષિત-મણિમાળાઓની માગ હમેશ રહે છે, અને તેનાં ભાષ્ય કે સમજૂતી પણ જરૂરી નથી હોતા. તેમનું મનન કરતા રહેવાથી, આપણે જ જીવન, આપણા જ અનુભવે તેમાં અર્થ અને સમાજનું ગાંભીર્ય પૂર્યા કરે છે. આવા મનનકાર્યને માટે આ મણિમાળા ચિંતામણિવતુ ઉપયોગી નીવો. ર૬-૫-૧૪
મગનભાઈ દેસાઈ