________________
હૃદયપલટો
૧
અસુરમાર્ગ તા જાણીતા છે; ચડવાના રાજમાર્ગ સર્વ ધર્મો, સર્વ પેગંબરોએ તત્ત્વત: એકસરખા જ બતાવ્યો છે : ભૂલ થાય – પાપ થાય, તે તા કાળા માથાના માનવીથી બને; ચાહે ને તે ગમે તે હોય. પરંતુ તે સુધારવી, પશ્ચાત્તાપપુર્વક પાપનું પ્રાયશ્ચિત્ત કરવું, તો એ તેને તેમાંથી ઉગારશે, ઉન્નત કરશે. આ પુસ્તકના કથાનકનું બીજ આ છે – પોતાના કર્મની પૂરી જવાબદારી પોતે ઉઠાવવી જોઈએ, તેના માઠા ફળથી સામું જણ બચવું જોઈએ. આ જ પરમ ધર્મ અહિંસા પણ કહે છે ને?
આમ તેના નાયક નેપ્ચ્યૂદાવ એક પ્રસંગે
આ પુસ્તકમાં આ બીજ
કહે છે :
...
.. પણ, પણ સૌથી અગત્યનું કાટુશા પ્રત્યે આચરેલા પોતાના પાપકર્મનું પ્રાયશ્ચિત્ત શી રીતે કરાય? પોતે તેને એક વખત સાચા દિલથી પ્રેમ કર્યો હતા; તા પછી કુંવારી અવસ્થામાં તેને ભ્રષ્ટ કર્યા બાદ, તેના હાથમાં કેવળ સે રૂબલ પકડાવી દેવાથી શી રીતે તેના પ્રત્યેની જવાબદારીમાંથી મુક્ત થઈ શકાય ?” (પૃ૦ ૯૦)
અને એ પાપનું ઋણ ચૂકવવા તે આખું જીવન વાવી નાખે છે. એક રીતે શ્વેતાં, આ વસ્તુ ટૉલ્સ્ટĂયની પોતાની જીવનયાત્રાની સ્વકથા જેવી જ છે. તેથી કથાવસ્તુ એટલી નેશદાર અને સત્યનિષ્ઠ શૈલીમાં ગૂંથાયું છે કે, તેમાં કષિય ખાસ ખટકો નથી લાગતા, હા, છેવટના કથાભાગ ઝટ પૂરો થાય છે, પૂર્વભાગ જેવી કલાત્મક પ્રવાહિતા, વચ્ચે જ જાણે સરસ્વતી નદી પેઠે, ઉતાવળની રેતીમાં, અંદર ઊતરી જાય છે. (અને એ વસ્તુની ટીકા વિવેચકોએ કરી છે. ટૉલ્સ્ટૉયની કથા-કલા જેવી પૂર્વની ‘એના કેરેનિના ’ જેવી કથામાં દીપે છે, તેવી આમાં નથી દીપતી, એમ તેઓએ કહ્યું છે.) પરંતુ, તેથી કરીને, આ કથા એના વાચકના હૃદય પર જે પ્રભાવ પાડે છે, એમાં શિત નથી આવતી અને કલા-કૃતિની ફલશ્રુતિ જો આવી મર્મસ્પર્શી ધારી વેધકતા કે સચાટતા હોય, તો તેમાં આ કથા ઓછી ન ઊતરે, બલ્કે, તેના લાઘવને લઈને તે વધારે તેજીલી બને છે.
છેલ્લે નેબ્લ્યૂદેવને નવું જીવન લાધે છે; તે શું અને કેવું, એ આ કથામાં નથી આવ્યું. અને એ જ એમાં ઉતાવળ લાગે છે. પરંતુ કદાચ એનું વિવરણ ભાગ્યે લાંબું કે પતિત-ઉદ્ધારણ જેવું રસમય બને. છતાં ટૉલ્સ્ટૉય જેવા સમર્થ કલાકાર વિષે એવું તો કેમ જ કહેવાય? તેણે જો આ કથામાં તેમ કર્યું હોત, તો કથા-કલામાં એક અદ્રિતીય દૃષ્ટાન્ત એ બનત. પરંતુ