________________
પનિશમેન્ટ', “થાઈ', “કવેન્ટિન ડરવાડ, “આઈવન હે', “ધી બોન્ડમેન', “ધી ફયુચર શૉક', કેલિનવર્થ', “ધી હાર્ડ ઑફ સંત ફ્રાન્સિસ', પંજJથી',
કબીરની વાણી', ‘નાનકની વાણી', ‘દાદુ ભગતની વાણી', “મલુકદાસની વાણી’, ‘દરિયા ભગતની વાણી', “એ વાણી', “ગીતાનું પ્રસ્થાન',
બુદ્ધિાગ – ૧-૨-૩૪', “ઉપનિષદ', “આરોગ્ય ગ્રંથાવલિ' તથા અલેકઝાન્ડર ડૂમાની “શ્રી મસ્કેટિયર્સ' જથની મશહુર પાંચ વાર્તાઓ અને મોન્ટેક્રિસ્ટ.' એ પરિવાર સંસ્થાની ગુજરાતી વાચકને ઉમદા ભેટ છે. માતૃભાષા, સ્વદેશી તથા રાષ્ટ્રભાષા બાબતની આપણી આજની પ્રતિક્રાંતિની સ્થિતિમાં શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને શ્રી. ૫૦ છો૦ પટેલ અને તેમના સાથી મિત્રોનું સાહિત્ય-જગતમાં આ ઉમદા કાર્ય છે. ભાઈ ૫૦ છો૦ પટેલની આ ચોપડીનું પ્રકાશકનું નિવેદન લખવાને નિમિત્તે જગતના મહાન સાહિત્ય સમ્રાટની કથાઓનું ચિંતન-મનન કરવાની જે સુંદર તક મળી, તેને માટે આભારપૂર્વક, તે સૌ મહાન માનવ કથાકારો અને તેને ગુજરાતી ભાષામાં સુંદર રીતે ઉતારનાર શ્રી. ગોપાળદાસ પટેલને મારી કૃતજલિ અર્પણ કરું છું. વિશ્વસાહિત્યનાં આવાં બધાં પરદેશી પુસ્તક માતૃભાષા દ્વારા વાંચવા મળે છે, ત્યારે માના ધાવણ જેવાં વધુ મીઠાં-મધુરા વાચકને લાગે છે.
અમદાવાદમાં જોધપુર હીલની તળેટીમાં – સેટેલાઈટ વિસ્તારમાં – સરખેજ – ગાંધીનગરના ધોરી માર્ગ પર રાજપથ કલબ સામે-“તાણી સંકુલમાં શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલની પવિત્ર
સ્મૃતિમાં વિશ્વ-સાહિત્યનું એક ગ્રંથાલય તથા રામનામ કુદરતી ઉપચાર કેન્દ્ર પણ અમારી સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. આ ગ્રંથાલય તથા ઉપચાર કેન્દ્ર સેટેલાઈટ વિસ્તારના ગામડાઓના સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજિક, રચનાત્મક અને આધ્યાત્મિક કેન્દ્ર તરીકે પણ કાર્ય કરે છે. તથા કુદરતી અને પ્રાકૃતિક શુદ્ધ ખાદ્ય દ્રવ્યોનું કેન્દ્ર પણ ટ્રસ્ટ તરફથી ચલાવવામાં આવે છે. તેમાં ગાયનું ઘી, મધ, ગોળ, ખજૂર, તેલ, અનાજ તથા પુસ્તકોનું વેચાણ કરવામાં આવે છે.
ગરવી ગુજરાતની યુવાન પેઢી આ વિશ્વ-સાહિત્ય તરફ આકર્ષાય અને તેમાં રહેલા અમૂલ્ય વારસાના ઉપભોક્તા બને, એ અમારા ટ્રસ્ટને ના પ્રયાસ છે. વિશ્વ સાહિત્યમાં આ પુસ્તકોની લોકપ્રિયતા અપ્રતિમ છે. ગુજરાતી વાચકને પણ ગુજરાતના વિદ્વાન અને સમર્થ લેખકની સાત્વિક પ્રસાદી આરોગતાં અપૂર્વ રસબોધ સાથે આત્મતૃપ્તિ થશે.