________________
થી માર્કેટિયર્સ હસતે મોંએ પોતાનું નાનકડું રાજપાટ ભારતમાતાને ચરણે ન્યોછાવર કરી દેનાર દરબાર દંપતી (ગોપાળદાસ અને ભક્તિબા); કાંતિના ભેખધારી નરસિહકાકા ને “ડુંગળીચોર’નું બિરુદ પામેલા મોહનલાલ પંડયા, ચાલવાનું રમત માનનારા, ધારાળાના ગેર રવિશંકર મહારાજ ગુજરાતના છોટા સરદાર, આજીવન લડવૈયા ડો. ચંદુભાઈ અને પુરાણી બંધુઓ; ખેડાના ગોકળદાસ બાપુ અને ફુલરાંદભાઈ શાહ, સૌરાષ્ટ્રના સમર્થો બલુભાઈ મહેતા, મણિલાલ કોઠારી અને અમૃતલાલ શેઠ,
– સત્યાગ્રહ આશ્રમનાં રત્ન ઇમામ સાહેબ અને મગનલાલ ગાંધી; સમર્થ વિદ્વાન કાકા કાલેલકર અને વિનોબા ભાવે; મહાદેવભાઈ અને મશરૂવાલા; નરહરિભાઈ અને નારાયણ ખરે, નારણદાસ ગાંધી અને પ્યારેલાલ; મામા ફડકે અને છોટેવાલજી; સ્વામી આનંદ અને સૌમ્યમૂર્તિ સુરેન્દ્રજી; રમણિકભાઈ મોદી અને છગનલાલ જોષી; હઠયોગી ભણસાળી અને લક્ષ્મીદાસ આસર;
– એ સિવાય સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય શાયર, મેઘાણી અને દુલા કાગ; શિવજીભાઈ અને રાયચૂરા; ફૂલચંદભાઈ અને શિવાનંદજી; કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી અને મનુભાઈ પંચોળી; શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણી; ઢેબરભાઈ અને વજુભાઈ; રસિકભાઈ પરીખ અને જાદવજી મોદી; પાન અને કથાકાર રામનારાયણ પાઠક; કચ્છના પ્રેમજી પટેલ અને પ્રેમજી ઠક્કર અને અંતાણી;
-સાબરકાંઠાના વયોવૃદ્ધ મથુરદાસ ગાંધી અને તેમને પરિવાર,
– અમદાવાદનાં મજૂર મહાજનનાં અગ્રણીઓ અનસૂયાબહેન અને શંકરલાલ બેંકર; ગુલઝારીલાલ નંદા અને ખંડુભાઈ દેસાઈ; સેમિનાથ દવે ને શ્યામપ્રસાદ વસાવડા; અને મેહનભાઈ વ્યાસ; માવલંકર દાદા અને લાલા કાકા, હરિપ્રસાદ ડૉકટર અને હરિપ્રસાદ મહેતા, ઇન્દુલાલ યાજ્ઞિક અને નંદલાલ શાહ, ડૉ. મોતીભાઈ, મૂળદાસ વૈશ્ય;
- વિદ્યાપીઠના આચાર્યો ગિડવાણીજી અને કૃપલાણીજી; રામનારાયણ પાઠક અને મગનભાઈ દેસાઈ; મુનિ જિનવિજયજી અને પંડિત બહેચરદાસજી; પડિત સુખલાલજી અને ગોકુળભાઈ ભટ્ટ; વિઠ્ઠલદાસ કોઠારી અને જેઠાલાલ
ગાંધી;
– વિદ્યાપીઠનું ધાવણ પામેલા રંગ અવધૂત અને મગળભાઈ મહેતા, ચુનીભાઈ મોટા અને ભક્ત કવિ સુંદરમ્; અમૃતલાલ નાણાવટી અને ચાંદ્રશંકર શુકલ;