________________
૯૪
ગુજરાતમાં વિશ્વન્સાહિત્ય ભલે પધારે! મુખ્યત્વે બે વ્યક્તિઓને જીવનવિકાસ આ કથા આલેખે છે- થાઈ અને કિનશિયસ. મને વિશ્લેષણની દૃષ્ટિએ જોતાં, થાઈને વિકાસ એટલો સ્પષ્ટ નથી આલેખાયે, – જેટલો તેના તપસ્વી ગુરુ પૈફનુશિયસને. કારણ એ કહેવાય કે, એકને વિકાસ બાહ્ય તપને ચમત્કાર છે, થાઈને વિકાસ પ્રભુભક્તિ ને આત્માને ચમત્કાર છે. એકમાં અભિમાનની લીલા જોઈએ છીએ, બીજામાં પ્રેમભક્તિની સંજીવની મૂક રીતે કામ કરે છે. દુનિયાની નજરે થાઈ પતિતા ભ્રષ્ટા છે, બેંકનુશિયસ મોટો સાધુ છે. પરંતુ, છેવટે નીવડે છે સાધુ કોણ?
अपि चेत् सुदुराचारो भजते माम् अनन्यभाक् । साधुरेव स मंतव्यः सम्यगू व्यवसितो हि सः ।। क्षिप्रं भवति धर्मात्मा शश्वत्-शांति निगच्छति ।
શૌતેર પ્રતિજ્ઞાનદિ ન મે મા પ્રારત (૯-૩૦,૩૧) (મોટો દુરાચારી પણ છે અનન્યભાવે મને ભજે, તે તે સાધુ થયો જ માન. કેમ કે હવે એને સારા સંકલ્પ છે.
એ તુરંત ધર્માત્મા થાય છે ને નિરંતર શાંતિ પામે છે. તે કયા તું નિશ્ચયપૂર્વક જાણજે કે, મારો ભક્ત કદી નાશ પામતો નથી.]
આ કથા ભગવાનની આ વાણીને કે આબેહુબ દાખલ છે!
ગુજરાતીમાં આ નાનકડી અધ્યાત્મ જીવનકથા ઉતારવાને માટે સંપાદક પ્રકાશકને ધન્યવાદ. ૧૮-૮-૧૬
મગનભાઈ દેસાઈ