________________
છે 4 $ $ $ $
ભૂલ કોની?
ગુરુદત્ત અમરવેલનાં પુષ્પ
કમુષહેન પટેલ ગાંધીજીના જીવનમાર્ગ મગનભાઈ દેસાઈ મારી જીવન દષ્ટિ | વિજયશંકર ભટ્ટ સંત ફ્રાન્સિસનું જીવનગાન છે. ધનજીભાઈ ફકીરભાઈ
એક ગધેડાની આત્મકથા શ્રી. કૃશન ચન્દર * “અમરવેલનાં પુષ્પો” એ સુશ્રી કમુબહેન સંપાદિત સુવિચારોના સંગ્રહની પ્રસ્તાવનામાં (સત્યાગ્રહ સાપ્તાહિકમાં વિચારકલિકા રૂપે રજૂ કરવામાં આવેલા સાપ્તાહિક સુવિચારોને સંગ્રહ છે.) શ્રી. મગનભાઈ દેસાઈએ નોંધ્યું છે : “આ ફૂલગૂંથણીના પુષ્પોની મહેક જ એવી છે કે, એને આ વિલાયતી ફૂલ જેવી નિર્ગધ પ્રસ્તાવનાની જરૂર ખરી?” તેમાં થોડોક ફેર કરીને હું પણ માત્ર એટલું કહીને મારી આ પ્રસ્તાવના સમાપ્ત કરું?
વિશ્વ-સાહિત્યના ઉદ્યાનમાં જે તે સાહિત્યિક કૃતિઓની અનુવાદ સંક્ષેપની વિદ્વાન અને શ્રધ્ધય વ્યકિતવિશેષએ લખેલી પ્રસ્તાવનાઓની મહેક જ એવી જબરી છે, કે એને આ વિલાયતી ફૂલ જેવી મારી નિગંધ પ્રસ્તાવનાની જરૂર ખરી?
આ અનુવાદ સંક્ષેપની મોટાભાગની પ્રસ્તાવનાઓ શ્રી. મગનભાઈ દેસાઈએ પોતે જ લખી છે એ કેટલી અભ્યાસપૂર્ણ અને મર્મગ્રાહી છે એ વાચકે પોતે જ જોઈ શકશે. બીજી કેટલીક પ્રસ્તાવના માટે જે અન્ય વિદ્વાન અને સહૃદયી સાહિત્ય-પ્રેમીઓની કલમપ્રસાદીને લાભ મળ્યો છે તેમાં મુખ્ય છે: કાકાસાહેબ કાલેલકર, કલ્યાણજીભાઈ મહેતા, શ્રી. એમ. પી. ઠક્કર, ડો. મોતીભાઈ પટેલ, શ્રી. નિરંજનભાઈ ધોળકિયા, શ્રી. વજુભાઈ શાહ, શ્રી. વાસુદેવ મહેતા, શ્રી ઠાકોરભાઈ દેસાઈ અને શ્રી. એસ. આર. ભટ્ટ છે.
અનુવાદો | સંક્ષેપની પ્રસ્તાવના વાચકને મૂળ કૃતિ / અનુવાદ (સંક્ષેપ વાંચવા માટેની ભૂખ ઉઘાડવાનું કામ અવશ્ય કરશે. તેમાં મારી આ પ્રસ્તાવનાને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે તે પણ મને એથી મોટો સંતોષ થશે, તા. ૧૬-૪-૨૦૦૩
કચનભાઈ સી. પરીખ