________________
ધન્યશ્રી સાહિત્ય સમ્રાટે! ધન્યશ્રી ગોપાળદાસ!
“આજના નવયુવાન વિશ્વ-સાહિત્યમાંથી કંઈ જ ન વાંચે અને માત્ર મહાત્મા ગાંધીજીની “આત્મકથા', અને 'હિંદ સ્વરાજ', શ્રી. મગનભાઈ દેસાઈનું સત્યાગ્રહની મીમાંસા ગોવર્ધનરામનું સરસ્વતીચંદ્ર', વિકટર હ્યુગોનું “લે-મિઝરાપ્ત', અલેક્ઝાન્ડર ડૂમાનું “શ્રી મસ્કેટિયર્સ', ચાર્લ્સ ડિકન્સનું
ઑલિવર ટિવસ્ટ', ડસ્ટકી “કાઈમ એન્ડ પનિશમેન્ટ, ટૉલ્સ્ટૉયનું 'રિઝરેકશન', સવટીસનું “ડૉન કિવકસેટ', સર વૉટર સ્કોટનું “કવેન્ટિન ડરવા, સર આલબર્ટ હાવર્ડ સોઇલ એન્ડ હેલ્થ', એનું “બૂક આઈ હેવ લડ' અને પુત્ર છેપટેલનું “ગરવી ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભવે પધારો!” એ પુસ્તકો વાંચે, તે પણ જીવન ધન્ય ધન્ય થઈ જાય.”
વિશ્વના આ સાહિત્ય-સમાટેની પ્રસાદી સીલસીલાબંધ શિષ્ટ, સરળ અને શુદ્ધ માતૃભાષા – ગુજરાતીમાં સુંદર છપાઈ, સચિત્ર અને ઉઠાવ સાથે આપીને ગુજરાતી વાચક પર શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટૅલ, શ્રી. મગનભાઈ દેસાઈ અને તેમના સાથીઓએ મોટો કર્યો છે. તે સૌને હૃદયના અભિનંદન ઘટે છે. આ સાહિત્ય માટેની સુંદર કથાઓને સત્સંગ કરવાની તક ભાઈ ૫૦ છો૦ પટેલે મને આપી તે માટે તેમને ધન્યવાદ આપું છું.
- પરદેશથી જ્ઞાન-વિજ્ઞાન શીખીને આવેલા તેજસ્વી નવજુવાન વિદ્વાન શ્રી. ગોપાળદાસ પટેલની માફક પોતપોતાની માતૃભાષામાં પુસ્તકો લખે અને ગુજરાતની જનતાને લાભ આપે, એ બહુ જરૂરી છે. આવી સુંદર કૃતિઓ ગુજરાતી વાચકને વધુ ને વધુ મળે! એ જ શુભેચ્છા અને આશીર્વાદ. શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. નેપાળદાસ પટેલ અને તેમના સાથી મિત્રોની સેવાભાવના અને શુભ શક્તિને વંદના ધનશ્રી વિશ્વના સાહિત્ય સમ્રાટો! ધન્ય શ્રી ગોપાળદાસ પટેલ! તા. ૧૮-૧૦-૨૦૦૨
નભાઈ શાહ
કુલપતિ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪