________________
દાદૂ ભગતની વાણી
૧૩
અંગ્રેજ, ફ્રેન્ચ વગેરે ગેારાઓએ ભૂખે મરતા આદિવાસીઓને તથા અછૂત ગણાતા લોકોને ભાજન, હૉસ્પિટલ, સ્કૂલ, નાકરી વગેરેની લાલચ આપી ખ્રિસ્તી ધર્માંતર આરંભ્યું જે આજે પણ ચાલુ છે. ધર્માંતર કરવાથી ખુદા કયામત વખતે પેગંબરના અનુયાયીઓના અને ‘ગૉડ' પોતે જિસસના અનુયાયીઓના મેાટા મેટા ગુના માફ કરી દેશે એટલી જ લાલચના માર્યા ધર્માંતર કરવામાં તથા કરાવવામાં આવે છે. પણ ધર્મનું નામ કે ઈશ્વરનું નામ બદલવાથી ખરેખર આધ્યાત્મિક લાભપ્રદ એવું મૂલ્ય હાંસલ થાય છે તે જાણવાની કોઈને દરકાર નથી. દાદુ ભગત તેથી અકળાઈને કહે છે કે, આ બધા પ્રપંચના જ સંસાર છે. ખરી વાત તો અંતરના મળ ધાવાની છે. જ્યાં સુધી અંતરના મળ ન ધોવાય, ત્યાં સુધી ઈશ્વરના પ્રકાશની ઝાંખી અંતરમાં થાય જ નહિ; અને ત્યાં સુધી તેના પ્રત્યે પ્રેમ-ભાવ પણ શી રીતે ઉત્પન્ન થાય? તથા બધું સાંસારિક છેડીને તેનામાં લીનતા પણ?
તેથી સંતા સદ્ગુરુનાં સેવા-સંગ ઉપર બહુ ભાર મૂકે છે. કારણ કે, પૂરા ગુરુએ ઈશ્વરમાં લીનતા પ્રાપ્ત કરી હાવાથી તે ઈશ્વરસ્વરૂપ જ બની ગયા હોય છે. લાયક બનેલા સાધકને કે મુમુક્ષુને સદ્ગુરુનાં દર્શન થતાં જ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન થયાં હોય એવા અનુભવ થાય છે, અને તેને લીધે પછી ગુરુ જે નામ-જપ કે ધ્યાન-સમાધિને માર્ગ બતાવે તેમાં શ્રદ્ધાપૂર્વક તથા સર્વસમર્પણના ભાવથી તે આગળ વધે છે. કેટલાકને સદ્ગુરુનાં દર્શન થયા વિના પણ પહેલેથી પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ આપે।આપ જ પ્રાપ્ત થયા હોય એમ દેખાય; પરંતુ આવા દાખલામાં પણ પૂર્વજન્મમાં ગુરુનાં સેવાસંગથી સાધેલી પ્રગતિને કારણે જ આ છેલ્લા જન્મમાં તેમને પહેલેથી જ પરમાત્મા માટેને વિરહાગ્નિ ભભૂકતા જ પ્રાપ્ત થયા હાય છે. સંતા એ પણ કહે છે કે, સાધક કે મુમુક્ષુ લાયક બન્યા હાય ત્યારે તેને ઈશ્વર તરફ આગળ વધવાનું માર્ગદર્શન આપવા આપે।આપ સદ્ગુરુના સંગ. પ્રાપ્ત થાય, એવી આ સૃષ્ટિના સર્જનારની યોજના જ છે. તેમ જ તે મુમુક્ષુ ભગવદ્-ભક્તિમાં લીન બની જાય ત્યાર પછી તેના યાગક્ષેમને ભાર પરમાત્મા પાતે જ વહન કરે, એવું પણ સૃષ્ટિકર્તાનું જ આયેાજન છે.
અલબત્ત, એ બધું આપણા બધામાં પરમાત્મા પ્રત્યે સાચી પ્રેમભક્તિ ઉત્પન્ન થાય તે સારુ સંતો દ્વારા કરવામાં આવ્યું હાય છે. એટલે સંતાની વાણીનું આપણે જેટલું સેવન કરીએ તેટલું ઓછું. આપણે સદ્ભાગ્યે એવા એવા અનેક સંતાની વાણી આજે પણ ઉપલબ્ધ છે, એટલું જ નહિ પણ આશા રજનીશજી જેવાએ પણ અનેક સંતાની વાણી દેશ-પરદેશની પ્રજાઓ