________________
લાફિગ મૅન
8
પ્રસ્તુત વાર્તા ઉપરથી એક બીજી વાત પણ સમજવા નેોંધવા જેવી છે. મહેલા, રાજભવનેા, હવેલીઓ, બાગબગીચા, વસ્ત્રાલંકાર કે સારાઁ સારાં ખાનપાન – એ બધું સુખ આપનારું મનાયું છે. અલબત્ત, શરીરને માટે યોગ્ય ખાનપાન, વસ્રો અને નિવાસ વગેરે સાધન-સામગ્રીની સૌને જરૂર પડે છે. તેનાથી માણસનાં સુખસગવડ પણ સચવાય છે એની ના નથી, પરંતુ સુખ આપવાની બાબતમાં આ બધી વસ્તુને મર્યાદા છે. ખાનપાન, વસ્ત્રાલંકાર કે આરામ-ભવનામાંથી ગમે તેટલું સુખ મળતું હોય, તેયે સુખને એ મૂળ આધાર નથી. જીવનમાં સુખને ખરો આધાર તા મનુષ્યહ્રદયના પ્રેમ છે. જેને એ મળે છે તેના જેવું સુખી કોઈ નથી. આવું સુખ તે ઈશ્વરકૃપાથી સાધનહીન એવા અનેક ગરીબાના ભાગ્યમાં પણ હોય છે અને કયારેક કોઈ અતિશ્રીમંતને પણ આવાં સુખથી વંચિત રહેવું પડે છે. કુદરતના તા એ નિયમ જ છે ને કે જેના વિના જીવન અશકય હાય એવી અમૂલ્ય ચીજ એણે સર્વસુલભ બનાવી છે. તેથી હવાની જેમ પ્રેમ પણ કુદરતે સર્વસુલભ રાખ્યા છે. આથી જ તે ધનસંપત્તિ અને વૈભવવિલાસમાં આળાટતાં શ્રીમંત લેાકોના કરતાં ઘણી વાર ગરીબી અને કંગાલિયતમાં સબડતાં દેખાતાં લાકો પણ આ બાબતમાં વધારે સુખી હોય છે. અને એ પ્રેમસુખને બળે જ આટલી મુસીબતા વચ્ચે પણ જીવનના વિકટ રથ ખેંચી શકતા હોય છે. આ વાર્તાના નાયક સમાજના સાવ નીચલા અને ઉપેક્ષિત સ્તરમાંથી એક વાર અચાનક ઈંગ્લૅન્ડના ઉમરાવ પદે પહોંચે છે. ઘડી બે ઘડી તેા અને વિશાળ સત્તા, અઢળક સંપત્તિ અને રૂપોવનના સ્વર્ગનું ભારે આકર્ષણ પણ થાય છે. પરંતુ ઘેાડી વારમાં જ એ સ્વર્ગ તેને નરક જેવું લાગવા માંડે છે ને એની પાતાની અસલ દુનિયા, – લક્કડગાડી, રીંછ, મદારી અને અંધ છેકરીવાળી દુનિયા, – એને સ્વર્ગ સમાન લાગે છે. લક્કડગાડીની મેલી અંધારી ઓરડી, ગેાદડીના ગાભા કે રાબનાં હાંડલાંવાળી એ દુનિયામાં પરસ્પર સમર્પણની જે સંજીવની હતી, પ્રેમના પારસમણ હતા, તેના તા પેલી ઊજળી ગણાતી ઉમરાવેાની દુનિયામાં એને આભાસ પણ મળે તેમ નહોતો. હ્યુગો જેવા કવિ-લેખક પેાતાની કૃતિઓમાં ગરીબાની દુનિયાની આ અમૂલ્ય સંપત્તિને હંમેશાં બિરદાવતા રહ્યો છે; એને સર્પપરિ મહત્ત્વ આપતા રહ્યો છે, તે સહજ જ છે. એ સમજે છે કે, ખુલ્લું આકાશ, સૂર્યના પ્રકાશ,
૩૦ – ૩