SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ગુજરાતમાં વિશ્વ સાહિત્ય ભલે પધારે! અને ચિનાઈ, નરમાવાળા અને કાળાબાવા; મારફતિયા અને લોખંડવાલા; ત્રિમૂર્તિ ઈશ્વરલાલ વીમાવાલા અને વેરાગીવાલા, ખાંડવાલા અને સરૈયા; જરીવાલા અને તમાકુવાળા તથા અનાવિલ આશ્રમના દલપતભાઈ દેસાઈ અને પાટીદાર આશ્રમના ભાઇલાલભાઇ – નરોત્તમભાઇ અને એ સૌના શિરમોર કાનજીભાઈ અને મોરારજીભાઈ; રઘનાથજી નાયક ઉત્તમચંદ શાહ, સન્મુખલાલ શાહ, ભજનિક ઉમેદરામ; – મુંબઈના ગુજરાતી સમાજના અગ્રણીઓ ધારાશાસ્ત્રી ભુલાભાઈ દેસાઈ અને કનૈયાલાલ મુનશી; નગીનદાસ માસ્તર અને મંગળદાસ પકવાસા; અભ્યાસીઓ અશોક મહેતા અને યુસુફ મહેરઅલી; સેવકો ભાનુભાઈ અને ગણપતિશંકર; ભવાનભાઈ અને ડૉ. જીવરાજભાઈ મહેતા; જેલવાસીઓના યજમાન જે. પી. ત્રિવેદી સાહેબ અને પર્ણકુટિવાળાં પ્રેમલીલાબહેન ઠાકરશી; સૌજન્યમૂર્તિ વૈકુંઠભાઈ મહેતા અને સંસ્કારી ગગનવિહારી મહેતા; કે. કે. શાહ અને ડૉકટર ગિલ્ડર, કાકુભાઈ અને જેરાજાણી; એઝા ને કાપડિયા; રતિભાઈ અને દિલખુશભાઈ; - પારસી અગ્રણીઓ નરીમાન અને બરજોરજી ભરૂચા; સોલી બાટલીવાલા અને બહેરામ મહેતા; મુસ્લીમ રાષ્ટ્રવાદીઓ ઝાબીરઅલી અને આબીદઅલી; સ્ત્રીરત્નો હંસાબહેન અને જયશ્રીબહેન; પેરીનાબહેન અને નરગીસબહેન: લીલાવતીબહેન અને કપિલાબહેન, મણિબહેન નાણાવટી અને મણિબહેન દેસાઈ – તે જ રીતે ગુજરાતની સ્ત્રીશક્તિમાંથી પણ કસ્તુરબાને પગલે મીઠુંબહેન પીટીટ અને સરલાબહેન સારાભાઈ, જયોત્સનાબહેન અને વસુમતીબહેન; હિણી અને હમીદા; વડોદરાનાં કુસુમબહેન અને ભરૂચનાં હેમલતા; ખેડાનાં ડાહીબહેન અને પુષ્પાબહેન; અમદાવાદનાં નાંદુબહેન કાનૂગા અને પુષ્પાબહેન મહેતા, વિજયાબહેન દેસાઈ અને ગંગાબહેન ઝવેરી; આશ્રમનાં દુર્ગાબહેન અને મણિબહેન પરીખ; રમાબહેન જોષી અને ગંગાબહેન વૈદ્ય, સુરતના પાટીદાર આશ્રમમાંથી ચીંથરાંભેર નાનાં બાળકો સાથે બહાર કાઢેલાં ગંગા પટલણ અને સુરતના સિંહ દયાળજીભાઈનાં માતુશ્રી અનાવિલ આશ્રમવાળા ગંગાબહેન દેસાઈ; – આ બધાં અને એવાં બીજાં અનેકાનેક ગાંધીજીના બરકંદાજે ફાલ (જેવો તે નહિ અને નાનો સૂનો પણ નહિ) : એમાંના કેટલાંયના જીવન તે સમૂળી કાંતિથી પલટાયાં. આ સૌનાં દેશપ્રેમ, શૌર્ય અને દિલેરીને ગૂંથી દેનાર કોઈ ડુમા ગુજરાતમાં નહિ નીકળે?
SR No.006007
Book TitleGujarat Vishva Sahitya Bhale Padharo
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust
Publication Year2003
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy