________________
૧૦૦
ગુજરાતમાં વિશ્વસાહિત્ય ભલે પધારો!
એમ દબાઈ જાય એવી જ રીતે છતાં, તેના જ વડે એ પાત્રને ઉઠાવ (?) આપવા દ્વારા, લૉરીની ખાસ પ્રકૃતિનું આબાદ આલેખન તેણે કર્યું છે.'
વેપાર અને સામ્રાજ્ય સંસ્કૃતિ બારસદ જેવા પારકાનાં છિદ્ર ફ્રોલી ખાતા પાપજીવી લેાકને પણ જન્મ આપે છે. એ સંસ્કૃતિની આ એબ પણ ડિકન્સ સરતચૂકમાં નથી જવા દેતા. કાન જેવા કુશળ વકીલ બારસદને બરાબર પહોંચી વળતા બતાવ્યા છે. તેમાં ‘જૈસે કો તૈસા’ન્યાયની કેવળ વકીલી કુશળતાની જ જીત નથી, પરંતુ કાનના પરોપકારક સ્વભાવની પણ જીત ગણાય : બારસદ પર કાર્ટૂનના નિર્મળ ચારિત્ર્યની છૂપી અસર પણ હાય.
આમ, અનેકવિધ પ્રકૃતિ અને પુરુષાર્થમાં પડેલાં, ક્રાંતિયુગનાં બધાં પાત્રાની આ કથા ગમે ત્યારે દુ:ખાન્તક કારુણિકા બની જાય એવી છે. પરંતુ ડિકન્સ સાવ સહજ ક્રમે અને શાંત કારુણ્યભરી સુખદ માંગળિકા આલેખી શકે છે, એ એની સર્જન-કલાશક્તિની ઉત્તમતા છે. એથી ક્રાંતિ જેવી દારુણ વસ્તુની આ કથા એકંદરે જુગુપ્સા કે ઘૃણા નથી ઉપજાવતી : અલબત્ત, વચ્ચે તેવા ભાગ આવી જાય છે. અને અંતે એક નિર્દોષ બાળા અને એક સહૃદય ગૃહસ્થના નિષ્કારણ ઘાતથી કથાના અંત થાય છે; છતાં તેથી હૃદયમાં મીઠી કરુણાનું દુ:ખ થાય છે – આખી કથા પર કરુણરસ છવાઈ જાય છે. આ પણ કથાકારની કળાની ખૂબી જ છે. એવી કથા શ્રી. ઝવેરીએ ગુજરાતી વાચકોને સંક્ષેપમાં ઉતારી આપી, તેને માટે તેમને ધન્યવાદ ઘટે છે, ૭-૬-૬૩
મગનભાઈ દેસાઈ