________________
પ્રાસ્તાવિક
• ૧. આઝાદી પછી ૫૦ વર્ષ બાદ એક નવો જ યુગ જાણે ભારત દેશમાં પ્રવર્તે છે. કેટલાંય બહુમાળી મકાને આકાશના ઘુમટને શુંબી રહ્યો છે; દેશના કારખાનાંમાં એટલી બધી જાતનાં માલ ઉત્પન્ન થાય છે, જેની ગણતરી નથી; સ્ટીમરો ઉપર સ્ટીમરો દેશમાં ઉત્પન્ન થતા માલથી લદાઈને ધરતીને ખૂણે ખૂણે પહોંચી જાય છે, પહેલાં પરદેશથી જ બધુ આયાત કરનારો દેશ બની રહ્યો છે; દેશમાં સ્કૂલ-કૉલેજો યુનિવર્સિટીઓને તે રાફડો જ ફાટયો છે: ગામડાં અને જંગલોનાં છોકરું પણ મોટી મોટી દેશી-પરદેશી ડિગ્રીઓ ધારણ કરવા લાગ્યાં છે, ભણતરના પ્રચારે જાણે માઝા મૂકી છે; ઈજનેરી અને દાક્તરી કૉવજોમાં હવે “ખાલી જગા નથી'નાં જ પાટિયાં કાયમી ધોરણે જયાં ત્યાં નજરે પડે છે....
પણ ભારત દેશના નાગરિકનું શું થયું છે?
મારો જવાબ છે કે, તે તે તન અને મનને ભંગાર બનતે ચાલ્યો છે, આઝાદીની લડત દરમ્યાન અદમ્ય જશે અને નિરંતર તરવરાટ દાખવનારો ભારતીય નાગરિક હવે જાણે પૂરેપૂરો મુડદાલ બની ગયો છે;આઝાદ ભારતનું પુનનિર્માણ કરવાના ભગીરથ કામ માટે તે ઉપયોગી થઈ શકે તે રહ્યો નથી. '
' ૨. આપણને ભૂત કાળને ભવ્ય વારસો મળ્યો છે: સંસ્કાર, પરંપરા અને સંસ્કૃતિને. એ તો હૃતિહાસને પાને નોંધાયેલી વાત છે કે, એક વખત આપણે દેશ આખી દુનિયાનો આગેવાન દેશ હતો. જોકે, વીતેલાં થોડાં સૈકા દરમ્યાન આપણે પરદેશીઓના ગુલામ બની આપણું ભવ્ય વ્યક્તિત્વ બેઈ બેઠા હતા. પરંતુ સદભાગ્યે દેશના થોડા સપૂતો એવા નીકળ્યા જેમની નેતાગીરી હેઠળ આઝાદીને એક અભૂતપૂર્વ જંગ ખેલવામાં આવ્યો અને દેશ ફરીથી આઝાદ બન્યો.
૩. આઝાદીના જંગ દરમ્યાન આપણે નક્કી કર્યું હતું, અને આપણી વડતના નેતાઓએ પણ આપણને વારંવાર કહે કહે કર્યું હતું કે, એક વખત
૧૫