________________
લાફિંગ મૅન
પ્રસ્તુત કૃતિમાં મુખ્યત્વે ૧૮માં સૈકાના ઇંગ્લેન્ડમાં અમીર-ઉમરાવોના જીવન-પ્રભુત્વના ઓછાયા નીચે સમાજ કેવી રીતે ગોઠવાયેલો હતો તેનું ચિત્ર જોવા મળે છે. સ્વરાજ પહેલાંના સો-બસે વરસના કાળમાં આપણે ત્યાં રજવાડી રિયાસતેમાં તેમ જ તાલુકદારી જાગીરદારી પ્રદેશમાં જે અર્ધગુલામી જેવી સ્થિતિ પ્રવર્તતી હતી. તેનું એ સ્મરણ કરાવે છે. ધન અને સત્તા અમુક જગાએ કેન્દ્રિત થાય, અને માનવી સંસ્કારનું પોત પાતળું પડી જાય, તે પછી નિરંકુશ સ્વેચ્છારી જીવનમાંથી આખા સમાજ માટે કેવા અનર્થો ઊભા થાય, તેને આપણી રજવાડી પ્રજાને તાજો જ અનુભવ છે. પરંતુ ઇંગેની આ વાર્તામાં ઇંગ્લૅન્ડના એ વખતના સમાજનું જે ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે, તેના કરતાં વધુ યથાર્થ, છતાં વધુ સચેટ ચિત્ર આલેખાયેલું બીજે ભાગ્યે જ જોવા મળી શકે. સત્તામદમાં ચકચૂર અને ધનવૈભવમાં આળોટતા રહેતા એ ઉપલા વર્ગની અંદર કેવી જડતા, દયાહીનતા, કરતા આવી જતી હોય છે અને એમના જીવન આખરે કેવાં અધમ અને પામર બની જતાં હોય છે, તેને ખરે ખ્યાલ આમાંથી મળે છે.
આજના અંગ્રેજ સમાજને વિષે એનાં શિક્ષણ, સંસ્કાર, સાહિત્ય, લોકત્રાત્મક રાજ્યવ્યવસ્થા તેમ જ માનવ આદર્શોને કારણે, દુનિયાભરમાં જે આદરદષ્ટિ ફેલાયેલી છે, તે જોતાં હજુ ૨૦૦ વરસ પહેલાં જ એ દેશની અંદર, આપણે ત્યાં ખરાબમાં ખરાબ કાળે પણ કદી નહતી એવી ભયંકર સામાજિક સ્થિતિ પ્રવર્તતી હતી એની કલ્પના પણ કેને આવી શકે? દેરાધાગા, મંતરજંતર, ઊંટવૈદું, મેલી વિદ્યા, વહેમ, અજ્ઞાન, મિથ્યા કુલાભિમાન, દગલબાજી, રાજખટપટ, એક છેડે અતિવિલાસ તો બીજે છેડે દારૂણ ગરીબી, દુરાચાર, જડતા, કૂરતા - આમ અતિ વિષમતામાંની નીપજતાં તમામ દૂષણે, પાપ અને વિકૃતિઓ ઈંગ્લેન્ડ જેવા દેશમાં પણ કેવાં ફેલાયેલા હતાં તેને સચોટ ખ્યાલ શિક્ષિત સમાજને પણ આવી વાર્તા વાંચ્યા વિના ભાગે જ આવે.
આમ છતાં એ જ સમાજ આવી વિષમ અને વિકૃત અવસ્થામાંથી પણ આજની વિકસિત અવસ્થાએ પહોંચી શક્યો છે. ત્યાં દૈન્ય અને દારિદ્ય નિર્મળ થયાં છે. મનુષ્ય મનુષ્ય વચ્ચેના સમાન અધિકારીને સ્વીકાર થયો છે અને માનવી વ્યવસ્થાએ સર્જેલી ભયંકર યાતનાઓ ભૂતકાળનું દુ:સ્વપ્ન બની ગઈ છે, એ પણ હકીકત છે. સમાજનાં મૂલ્યો અને એના