Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/004831/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચારશંa| મૂત્રા '‘શૂવાધ્યયન'ti cવ્યાખ્યાનો પ્રવચનકાર પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંપાદક પૂજયપાદ આયાચદેવ શ્રીમદ્ 'વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ Page #2 -------------------------------------------------------------------------- ________________ 'વ્યાખ્યાન શા માટે ? ' આચારાંગ શા માટે ? ધૂનન શા માટે ? 'યાગાળો જ ટીકા છે. ટીકાકારગ ઉપરટોડા ‘કરે અને હું તારાપટીકા કરું. જો અહીં બેસીને 'શાસ્ત્રની પંકજ વાંચવાની ણેય તો તેનો ઉપર 'બેસીને વાંચતા ofથી આવડતી ? જે અoળાજall 'રોટલી, રોટલા બનાવવાના હોય તેવો વીણવું. 'દળવું. ખાંડવું. ચૂલે ચડાde અoો શેકવું પડે. '(1મારી સાથે કામ પડયું તો 11oો પણ શેકવા પડે. 'પ્યાખ્યાલ (1મો લાયક બનાવવા માટે છે. છો ? '(1માણ બઘા પાપની ટીકા થાય તો તેને લાયક બનો 'કેટીકાશયાયિoll ? યાયાolએ ટીકા છે. 'મારીએ જ disonછે કે (11ો બઘાને પરલોક '(ારફ જોતા કરડ્યા. (1મારી બઘાની દૃષ્ટિ આ લોક, 'પરલોકથી ખસેડી પરnલોક મોક્ષ તરફ વાળવી અoો એ માટે જ પ્યાખ્યાન ગાંડ્યું છે. એમાં જો ફoલોdid થાઉં, તો આ આગમ (1રd (laiાણ રદયમાં સોંસરું ઉતરી જાય. આપણે આશાભંગ 'વાંશડ્યું છે. એમાંય છછું શ્l of 16 અધ્યયન 'વાંચવું છે. ચૂત એટલે શૂoll. ધૂoloો એટલે માળમાંથી લાવી ખંખેરવાની ફિરા. a[ળમાં 'પેસીલો જે જે દોષોની સંdiાવના હોય, પકડી 'પકડીને હસાdelionી ખંખેરવાolી ફિયા! શુoloળ થાય ત્યાં મજબuઆદમીટર્ડ(iiાણ હશે અoliદિકાળથી જે વિષયકપાયાદિoળા પાયા 'મજબૂત કર્યા છે, તો તમારા ભશે જ ખોદાવવાળા છે. માટે જ છેninëદolી વાત iડી. કારણ એ આધ્યાયિoળા શ્oloળ શક્ય on બoો. - પ્રખર પ્રવચનકાર પૂજય મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ Jain Education D onal Page #3 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળા-૧૧૭ આચારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ-૭ પ્રવચન–૧ થી ૨૦ સળંગ 117 થી 135 પેજ-૧ થી ૨૯૦, સળંગ 1709 થી 2003 : પ્રવચનકાર : પૂજા મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ વ્યાખ્યાવાચસ્પતિ સુવિશાળ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા - સંપાદક : પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ ઃ પ્રકાશક : . જન્મા દાદા Page #4 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ISBN-81 - 87163-37-2 : પ્રકાશક : સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન જન્માષ્ટl પ્રકાશન વે. મૂ. તપ. જેને આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ : ૫૩૫૨૦૭૨. Email : sanmargp@lcenet.net આખા સેટનું મૂલ્ય : રૂ. 2000-00 નકલ : 2000 પ્રકાશન: વિ. સં. ૨૦૫૭, ઈ.સન-૨૦૦૧. મુંબઈ. - -- સંપર્કસ્થાન – પ્રાપ્તિસ્થાન ઋ -- - ઃ અમદાવાદ : જન્માર્શ પ્રકાશન કર્યું મુંબઈઃ જી. એસ. વેલર્સ એન્ડ કું. ૩-A, પહેલે માળ, રાજાબહાદુર બંસીલાલ બિલ્ડીંગ, ઓપેરા હાઉસ, ૬૨-૬૮, ગીરગામ રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન : (O) 36 30 340 (R) 369 148 : સુરત : વિપુલ ડાયમંડ 205-206, આનંદ, બીજે માળ, જદાખાડી, મહીધરપુરા, સુરત-૩૯૫૦૦૩. ફોન : (O) 421205, (R) 220405 Page #5 -------------------------------------------------------------------------- ________________ ॥ જ્ય જ્ય દાદા નેમિનાથ શ્રી નેમિનાથ ભગવાન-ભોરોલ તીર્થ Jain Education Internatપીન ઃ ૩૮૫૫૬૫ ગુજરાત. Page #6 -------------------------------------------------------------------------- ________________ Page #7 -------------------------------------------------------------------------- ________________ જ પ્રકાશકીય સંઘસન્માર્ગદર્શક વ્યાખ્યાતૃચૂડામણિ સુવિશાળ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જિનાજ્ઞાનાં રહસ્યોને સાવ સહેલા શબ્દોમાં રજૂ કરતાં પ્રવચનોને પુસ્તકાકારે પ્રકાશિત કરવા માટે અમોએ પૂજ્યપાદશ્રીજીના કાળધર્મ બાદ તેઓશ્રીજીના પુણ્ય નામને અનુસારે પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિસ્મૃતિ ગ્રંથમાળા ગૂંથવાની શરૂઆત કરી હતી. જેમાં પાંચેક વર્ષમાં ૧૦૮ બહુરંગી પ્રવચન પુસ્તકોના સેટ ઉપરાંત અન્ય પણ અનેક દળદાર પુસ્તકો પ્રકાશિત કરવાનો અમને લાભ મળ્યો હતો. શ્રી આચારાંગસુત્ર-ધૂતાધ્યયન અંગેનાં પૂજ્યપાદશ્રીનાં પ્રવચનોના પૂરા સેટને એક સાથે પ્રકાશિત કરવાની અમારી યોજના ચોક્કસ અવરોધોના કારણે પૂર્ણ ન થઈ શકી તેનો અમને ખેદ છે. આમ છતાં આજે મોડે મોડે પણ એ અર્ધા સેટનું પ્રકાશન કરવા અમો સમર્થ બન્યા છીએ અને નજીકના ભવિષ્યમાં બાકીના અર્ધા સેટનું પ્રકાશન કરી શકીશું એનો અમને વર્ણનાતીત આનંદ છે. શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં આ સમસ્ત પ્રવચનોનું અથથી ઇતિ સંપાદન પરમતારક પરમ ગુરુદેવશ્રીજીની તારક આજ્ઞાથી તેઓશ્રીજીના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચન પ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજશ્રીએ અતિ વ્યસ્તતા વચ્ચે પણ સમય ફાળવી કરી આપ્યું છે, તે બદલ અમો તમોશ્રીજીના ઋણી છીએ. આ આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં પાંચસો વ્યાખ્યાનો પૈકી આ ૧૧૭ થી ૧૩૫ એમ લ-૧૯ વ્યાખ્યાનો આ સાતમા ભાગ રૂપે પ્રકાશિત કરાઈ રહ્યાં છે. શ્રી આચારાંગ સૂત્રનો પરિચય, પૂજ્યપાદશ્રીજીએ જે પરિસ્થિતિમાં આ પ્રવચનો કયાં, તેનો ચિતાર અને સંપાદન શૈલી અંગે વિગતવાર નોંધ પૂજ્ય સંપાદકશ્રીજીએ કરેલી હોઈ અમે એનો ઉલ્લેખ અત્રે કરતા નથી. અમારાં દરેક પ્રકાશનોની જેમ પ્રસ્તુત પ્રકાશનમાં અનુગ્રહ વૃષ્ટિ કરનારા શાંતમૂર્તિ સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા તથા વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વેજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ વગેરે સર્વ વડીલ પૂજ્યોના ચરણે વંદના મિર્પવાપૂર્વક ભાવિમાં પણ અમો આવા સત્સાહિત્યના પ્રકાશનમાં નિમિત્તરૂપ બનીએ એવી કામના કરીએ છીએ. - જન્માર્ગ પ્રદાન Page #8 -------------------------------------------------------------------------- ________________ ..... (સ(2...... સભા પ્રકાશન દ્વારા આયોજિત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિગ્રંથમાળાના - ઉપક્રમે પ્રકાશિત થતા આચારાંગસૂત્ર(ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો ભાગ-૭ પુસ્તક પ્રકાશનનો લાભ લેનાર લિંબોદ્રા નિવાસી શાહ માનચંદ દીપચંદ પરિવારમાંથી વિ. સં. ૨૦૧૬, મહા સુદ૧૦ના શુભ દિવસે વતનભૂમિ લિંબોદ્રામાં સિદ્ધાંતમહોદધિ કર્મસાહિત્ય કર્ણધાર પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પુનિત નિશ્રામાં તથા તેઓશ્રીના પ્રભાવક પટ્ટધર વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન નમસ્કાર મહામંત્રારાધક પૂ. આચાર્યદેવશ્રી યશોદેવસૂરીશ્વરજી મહારાજ તેમજ પૂ. આચાર્યદેવશ્રી ત્રિલોચનસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળસંખ્ય સાધુસમુદાયની પાવન ઉપસ્થિતિમાં પરમતપસ્વી પૂ. આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના શુભાશીર્વાદથી પ્રશાંતમૂર્તિ પૂ. આચાર્યદેવશ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તરીકે દીક્ષિત થયેલ, પૂ. મુનિરાજશ્રી વિનયચંદ્રવિજયજી મહારાજના સંયમ જીવનની અનુમોદનાર્થે તેમજ તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના અનંત ઉપકારોની પુણ્યસ્મૃતિમાં - શેઠશ્રી મંગલદાસ માનચંદ દીપચંદ પરિવાર: સ્વ. શ્રી નાગચંદ દuછંદ રેવાર માગવંતા સભ્યો : - સ્વ. શ્રી રતિલાલ માતચંદ શ્રી મંગલદાસ માનચંદ અ. સો. આનંદીબેન મંગલદાસ શ્રી અમૃતલાલ માનચંદ અને સુપુત્રો શ્રી સેવંતીલાલ માતચંદ શ્રી રમેશચંદ્ર મંગલદાસ શ્રી ભોગીલાલ માનચંદ શ્રી લાલભાઈ મંગલદાસ તથા શ્રી સુરેશચંદ્ર માતચંદ શ્રી રાજેન્દ્રકુમાર મંગલદાસ આપે કરેલી શ્રુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની શ્રુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. વિ.સભા પ્રદાન Liv Page #9 -------------------------------------------------------------------------- ________________ Page #10 -------------------------------------------------------------------------- ________________ Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી રામવિજયજી મહારાજમાંથી વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાળ તપાગચ્છાધિપતિ, સંઘસન્માર્ગદર્શક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ Jan Education International o Private & Personal use only Ww.jainelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ Page #13 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ-૭ પ્રાસ્તાવિકમ્ વિ.સં. ૧૯૮પના ચાતુર્માસમાં શરૂ કરેલાં શ્રી આચારાંગ સૂત્રનાં પ્રવચનો સળંગ પાંચેક મહિના સુધી ચાલ્યાં અને વિ.સં. ૧૯૮૬ના માગસર સુદ ૧૩નાં એ પ્રવચનો ઉપર અલ્પવિરામ મુકાયો અને એના સ્થાને સંઘસ્વરૂપદર્શનનાં પ્રવચનો શરૂ થયાં. વિ.સં. ૧૯૮૭ના ચાતુર્માસ પ્રવેશ બાદ ફરીથી આચારાંગનાં પ્રવચનો શરૂ થયાં હતાં. આ સાતમા ભાગની પૂર્ણાહુતિ સાથે એ પ્રથમ ચાતુર્માસનાં બધાં વ્યાખ્યાનો છપાયાં છે. આઠમા ભાગથી બીજા ચાતુર્માસનાં વ્યાખ્યાનો છપાશે. આ ભાગમાં સળંગ ૧૧થી ૧૩૫ એમ કુલ ૧૯ વ્યાખ્યાનો લેવામાં આવ્યાં છે. સમ્યગ્દર્શનના વર્ણન સાથે પ્રારંભ થયેલ આ ભાવના પ્રવચનોમાં, ધર્મસાધનાનું ધ્યેય અને માગણીનું સ્વરૂપ, ચારે ગતિના જીવોનાં દુ:ખો, કામાસક્ત જીવો દ્વારા થતી જીવહિંસા, જિનાગમની પરમપૂજ્યતા અને સર્વોપરિતા, તીર્થંકરદેવોએ દર્શાવેલ જીવદયાદિનું સ્વરૂપ, શાસ્ત્રોક્ત દૃષ્ટાંતોનો મર્મ, વિવેક અને પુરુષાર્થની જરૂર, સેવાનું સ્વરૂપ અને ગચ્છવાસની ઉપકારકતા, સાધુપણામાં સુરક્ષિતતા, જગતની મિથ્યા માન્યતા, ઉત્સર્ગ અને અપવાદનું યથાવસર આસેવન, અપવાદોના નિત્ય સેવ્ય અને અવસરે સેવ્ય જેવા પ્રકારો વગેરે બાબતોનું સુંદર શૈલીથી નિરૂપણ કર્યું છે. તદુપરાંત, શું હિંસક જીવોની હિંસા કરવાનો નિયમ હોઈ શકે ? બાળદીક્ષા કેટલી યોગ્ય છે ? સાવદ્ય પ્રવૃત્તિનો ઉપદેશ આપી શકાય ? અભિપ્રાય કોણ આપી શકે અને કોનો અભિપ્રાય મનાય ? શું સંસારીઓ વૈરાગીની પરીક્ષા કરી શકે ? આગમ અભ્યાસ કોની નિશ્રાએ અને કઈ રીતે કરાય ? માન્યતા અને આચારનો સંબંધ શો ? વગેરે પ્રશ્નોને સુદીર્ઘ પ્રવચનો દ્વારા ચર્ચા ખૂબ જ માર્મિક સમાધાનો રજુ કર્યા છે. પ્રાંત સંઘસ્વરૂપનાં વ્યાખ્યાનો શરૂ થવાનાં હોઈ સંઘ અને સંઘના નામે સ્વચ્છંદી વ્યવહારો ચલાવનારાઓ પ્રત્યે આકરી પ્રહાર કરતી ભૂમિકાવાળું અંતિમ પ્રવચન કરી આ ભાગ પૂર્ણ કર્યો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ *rji',' પ્રવચન ૫૧ ૬૬ અયારાંગસૂત્રનાં (ધૂતાધ્યયનનાં) વ્યાખ્યાનો ભાગ સાત પ્રવચન કમદર્શન પ્રવચન વિષય પૃષ્ઠ સળંગ ક્ય પૃષ્ઠ ક્ય ૧ - 117 ધર્મનો પાયો સાચી માન્યતા: 1709 ૨ - 118 ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ: ૧૮ 1726. ૩ - 119 અજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા : ૩૧ 1739 ૪ - 120 આગમનો અરીસો : 1759 ૫ - 121 ભાવ કરુણાની ભવ્યતા : 177 ૬ - 122 દાંતના દુરુપયોગથી બચો ૮૪ 1792 123 પાપને પાપ માને તે જ જૈન શાસનમાં ૧૦૫ 1813 124 પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય : ૧૨૨ 1830 ૯ - 125 સેવા કરવાની, પણ કોની ? ૧૩૬ 1844 ૧૦ - 126 સંસાર દુ:ખમય લાગે તો બચાય ? ૧૫o 1858 127 અમારી લડત શા માટે અને કોની સામે ? ૧૬૫ 1873 128 ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! ૧૭૯ 1987 129 હિંસકની પણ હિંસાનો નિષેધ : ૧૯૨ 1900 - 130 જાણ્યા વિના બોલવાનો અધિકાર નહિ ? ૨૧૧ 1919 - 131 બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક ? ૨૨૫ 1933 - 132 આગમ એ જ આધાર : ૨૪૦ 1948 ૧૭ - 133 સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ ? ૨૫૪ 1962 ૧૮ - 134 જ્યાં ભાવના લુખ્ખી ત્યાં સમ્યગ્દર્શન નહિ ? ૨૭૧ 1979 ૧૯ - 135 “સંઘ' વગેરે શબ્દોના અર્થ સમજો ! ૨૮૩ 1991 IT : Vi Page #15 -------------------------------------------------------------------------- ________________ આઘાણ થંભ સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ મુંબઈ ૨, હસમુખલાલ ચુનિલાલ મોદી મુંબઈ ૭. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ મુંબઈ ૪. માણેકલાલ મોહોલાલ ઝવેરી મુંબઈ ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ સુરત ૯. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ અમદાવાદ ૭. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ મુંબઈ ૮. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહ હ.વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ) અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ મુંબઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ. શાહ દિનેશભાઈ જે. મુંબઈ ૧૧. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર મુંબઈ ૧૨. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ સુરત ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ સુરત ૧૭. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉંબરી ૧૭. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી પાટણ હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા મુંબઈ ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા મુંબઈ ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ નવસારી ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી અમદાવાદ ૨૩. શાહ જયંતિલાલ આત્મારામ અમદાવાદ ૨૭. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી મુંબઈ ૨૮. શ્રીમતી સવિતાબેન મફતલાલ વારીયા હ: કીર્તિભાઈ મફતલાલ વારીયા મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ vii Page #16 -------------------------------------------------------------------------- ________________ સહયોગી સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ. ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી મુંબઈ ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ સુરત ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી મુંબઈ ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશી હ. શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી મુંબઈ ૬. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી મુંબઈ ૭. શ્રી મણીલાલ નીહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ મુંબઈ ૮. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા ભાંડોતરા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર ૯. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ મુંબઈ ૧૦. શાહ પારૂબહેન મયાચંદ વરઘાજી જેતાવાડા ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ સુરત ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા સુરત ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા મુંબઈ ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ ૧૬. શાહ માણેકલાલ નાનચંદ ૧૭. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર મુંબઈ ૧૮. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) મુંબઈ ૧૯. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા મુંબઈ ૨૦. વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા) મુંબઈ હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન ૨૧. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ આલવાડા ૨૨. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા આધોઈ-કચ્છ ૨૩. સ્વ. રસીકલાલ ચિમનલાલ ઝવેરી હ: અભયભાઈ મુંબઈ ૨૪. શાહ મફતલાલ જેશીંગભાઈ હભરતભાઈ નવસારી ૨૫. વીણાબેન ધીરજલાલ કપાસી ૨૩. શ્રીમતી આશાબેન કીરીટભાઈ શાહ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ viii Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા : J-114 વિ. સં. ૧૯૮૬ કાર્તક વદ-૯ સોમવાર તા. ૨૫-૧૧-૧૯૨૯ ♦ જે સ્વાધીન, તે જ સુખી : રખડપટ્ટી મટાડવાનો ઉપાય : ♦ મિથ્યાત્વ અને અવિરતિ આદિનું ધમસાણ : શુદ્ધ માન્યતા એ જ સારી કરણીનું મૂળ : ♦ ‘નીતિનો આદર' ધર્મ ક્યારે બને ? ઉપકારીઓએ ધર્મ કહ્યો છે કોને ? ♦ દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના શા માટે ? ૭ વિષ ખાઈને જીવવા જેવી માન્યતાથી બચો : 117 ♦ વિશ્રાંતિ અશક્તને માટે છે : સમજો કે ‘વિધાન, શામાં છે ?' જૈનશાસનનું પાંડિત્ય જુદું જ છે શ્રીમંતાઈ ઠસ્સા માટે નથી, પણ સદુ૫યોગ માટે છે : : ૭ ♦ હિતકર સ્પષ્ટભાષિતા, એ સાધુતાનો શણગાર છે : ધર્મ ભૂલેલાઓની દશા દયાપાત્ર છે : વિષય : સમ્યગ્દર્શન એ જૈન શાસનનો પાયો છે. આચારભેદ નભે, વિચારભેદ ન નભે. ધૂતાધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા જીવોને વૈરાગ્ય પેદા થાય એ માટે જીવો કર્મના વિપાક કઈ રીતે ભોગવે છે, એ વાત વિસ્તૃત રીતે સમજાવ્યા બાદ અત્રે કર્યોદય વખતે રાખવાની સાવચેતી બતાવે છે. મનુષ્ય માટે કમળની ઉપમા આપી સંસારથી અલિપ્ત રહેવાની કળા શીખવાડી છે. પાપ ક૨વા માત્રથી જ કોઈ મિથ્યાદ્ગષ્ટિ બની જતું નથી અને પાપ છોડવા માત્રથી જ કોઈ સમિતી બની જતું નથી. દરેકની પાછળ હાર્દ શું છે તે જોવું પડે. પાપ તરફ ઢાળ હોય, એ ક૨વા જેવાં માને તે મિથ્યાદ્રષ્ટિ અને પાપ કરવા જેવાં ન માને તે જ સમ્યગ્દષ્ટિ હોઈ શકે. આ વ્યાખ્યાની આસપાસ આ પ્રવચન પાંગર્યું છે. એમાં પ્રસંગ પામી સાધુ અને શ્રાવકની માન્યતા, નીતિ અને ધર્મનો તફાવત, ઊંધી માન્યતાનું મૂળ, ત્યાગની જ મહત્તા, જૈન શાસનનું પાંડિત્ય, શ્રીમંતાઈનો સદુપયોગ, સાધુઓની ભાષા જેવા અનેક વિષયો પર વિવેચન કરાયું છે. સુવાક્યાતૃત • આત્મા ઉદય વખતે જેટલો મૂંઝાય છે : તેટલો જો બંધ વખતે મૂંઝાય તો લાંબો કાળ તે સંસારમાં રખડે જ નહિ. ♦ પાપને સારું માનનાર ઉત્તમ આચારવાન હોય તો પણ મિથ્યાદષ્ટિ છે. સારી અને સાચી કરણીનું મૂળ શુદ્ધ માન્યતા છે. ♦ દેવ, ગુરુ અને ધર્મની આરાધના આત્મશ્રેય માટે છે, પણ પૌદ્ગલિક શ્રેય માટે નથી જ. ♦ અનીતિનો ત્યાગ અને નીતિનો આદર પણ આત્મશુદ્ધિ અને પાપથી બચવા માટે હોય તો જ ધર્મરૂપ છે. દેવ, ગુરુ, ધર્મનું કામ દુનિયાની મમતા વધારવા માટે નથી પણ ઘટાડવા માટે છે. પારકી સ્ત્રી સામે દૃષ્ટિ ફેંકનારો ધર્મ ભૂલે છે, એટલું જ નહિ પણ નીતિથી પણ ગયેલો છે. હિતકર સ્પષ્ટભાષિતા, એ સાધુતાનો શણગાર છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧ઃ ધર્મનો પાયો, સાચી માન્યતા જે સ્વાધીન, તે જ સુખી : સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા, આ “ધૂત' નામના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્ર દ્વારા સંસારવર્તી પ્રાણીગણને વૈરાગ્ય અને નિર્વેદ પેદા થાય તે માટે સંસારમાં વર્તતાં પ્રાણીઓ, કર્મના વિપાકને કેવી કેવી રીતે ભોગવી રહ્યાં છે. એ બતાવી રહ્યા છે અને એ સૂત્રનું સમર્થન કરતાં ટીકાકાર પરમર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા સ્પષ્ટ શબ્દોમાં ફરમાવી ગયા કે આ સંસારમાં, જેમ નરકગતિમાં અને તિર્યંચગતિમાં સુખ નથી તેમ મનુષ્યગતિમાં અને દેવગતિમાં પણ સુખ નથી ? કારણ કે સંસારની ચારે ગતિમાં અનેક પ્રકારનાં દુઃખો ભરેલાં છે. દુનિયાના અજ્ઞાની આત્માઓ, મનુષ્યગતિ અને દેવગતિમાં જે કાંઈ સુખ કહ્યું છે તે વસ્તુતઃ સુખ નથી : કારણ કે જેના પરિણામે પણ દુઃખ હોય તેને સુખની કોટિમાં મૂકી શકાય નહિ. સંસારનું કોઈપણ સુખ એવું નથી કે જેના પરિણામે દુઃખ ન હોય. સંસારમાં સારી ગણાતી ચીજો પણ જવાની એ જ દુઃખ, બીજાં દુઃખો બાજુએ મૂકીએ તો પણ મળેલી અગર મેળવેલી વસ્તુઓ જવાની છે એ પણ મોટું દુઃખ છે : માટે સંસારમાં કોઈ પણ ગતિમાં સુખની પ્રાપ્તિ નથી. ચારે ગતિમાં પડેલા સંસારી જીવો વિવિધ પ્રકારના કર્મના વિપાકને ભોગવે છે. ચારે ગતિમાં કર્મના વિપાકના ભોગવટા સિવાય બીજું કાંઈ છે નહિ. એ વિપાક ચાહે શુભ કર્મનો હોય યા અશુભનો હોય. શુભ યા અશુભના વિપાકને આધીન નહિ થનાર આત્મા, ચારે ગતિમાં સુખનો અનુભવ કરે અને પરિણામે પણ સુખ પામે. જે, કર્મના ભોગવટા વખતે સ્વાધીન રહે અને કર્મના વિપાકને આધીન ન થઈ જાય તે જ, આ સંસારમાં સુખનો અનુભવ કરી શકે. રખડપટ્ટી મટાડવાનો ઉપાય : વિપાક કઈ રીતે ભોગવવા એ જ વિચારવાનું છે. કર્મ ભોગવટો આપ્યા વિના તો જતું નથી. આત્મા સાથેથી તેની ખસવાની ક્રિયા તે આપણા માટે કર્મનો Page #19 -------------------------------------------------------------------------- ________________ Amn - - ૧ ધર્મનો પાયો. સાચી માન્યતા - 117 - ૩ ઉદય સમજવો. વિપાકોદયમાં આવેલું કર્મ, વિપાક બતાવી છૂટી જવાનું. એ વખતે એટલી સાવધાની રાખવી જોઈએ કે જેથી નવાં ઘૂસી ન જાય અને બીજાં પણ સાથે ઘણાં છૂટી જાય. કર્મનો ઉદય આવવાનો તો ખરો જ. જે બાંધ્યાં છે તે રિક્ષમાં તો આવવાનાં જ. એમ ન સમજતા કે “બહાર ઠીક ઠીક રહીએ અને પર ગમે તેમ રહીએ તો શું વાંધો છે ?” કારણ કે કર્મસત્તા આગળ એ સફાઈ જ્યારે ત્યારે પણ સાફ થઈ જવાની છે. સંસારી આત્મા, કર્મના સંગથી રહિત નથી : એટલે બંધાયેલાં કર્મ ઉદયમાં આવવાનાં. ઉદયમાં આવવું એ એનો સ્વભાવ જ છે અને ઉદયમાં આવીને પોતાના સ્વભાવ મુજબની સામગ્રી ઊભી ર્યા વગર તે રહેવાનું નથી એ પણ નિશ્ચિત છે : માટે જે આત્માને મુક્તિ જોઈતી હોય તેણે શુભ યા અશુભ કર્મના ઉદયને સમભાવે ભોગવવો જોઈએ. સમભાવે ભોગવવું એટલે આવેલા દુઃખને આકળવિકળ થયા વિના અને આવેલા સુખને આનંદમગ્ન થયા વિના ભોગવી લેવું. જે વિચાર કરવાનો છે તે કર્મબંધ પહેલાં છે. પછી તો એ જ પ્રયત્ન કરવાનો કે વિપાકને ભોગવતી વખતે સાવધગીરી ન ચાલી જાય. બંધની ક્રિયામાં મુસીબત નથી પણ ઉદય વખતે મુસીબત છે. વિપાક તો, ઉદયમાં આવે તે વખતે ભોગવવો પડે છે એટલે એ કઠિન છે, બાકી બાંધતી વખતે તો લહેજત, સ્વાદ અને આનંદ આવે છે એટલે બંધની ક્રિયા તો બહુ સહેલી છે. આત્મા ઉદય વખતે જેટલો મૂંઝાય છે તેટલો જો બંધ વખતે મૂંઝાય તો લાંબો કાળ તે સંસારમાં રખડે જ નહિ. જેટલી સાવધગીરી ભોગવટા વખતે રહે છે, તેટલી જો બંધ વખતે થઈ જાય તો સંસારમાં રખડવાનું ઝટ મટી જાય. બંધાઈ ચૂકેલાં કર્મ, કોઈ ને કોઈ ગતિમાં ઉદયમાં આવ્યા વગર રહેવાનાં નથી પણ જૈનશાસન પામ્યાનો શિક્ષાપાઠ એ જ છે કે બંધાયેલાં કર્મના ઉદય વખતે ન મૂંઝાવ. જો તેમ થશે તો, દબાયેલા આત્માના ગુણો સ્વયમેવ પ્રગટ થવાના છે : એથી, અનંતકાળની રખડપટ્ટી મટાડવાનો એ જ ઉપાય છે. મિથ્યાત્વ અને અવિરતિ આદિનું ઘમસાણઃ શ્રી જૈનશાસન, ભવ્ય આત્માઓને ઉદ્દેશીને એમ કહે છે કે દુનિયા, ઘરબાર, કુટુંબ પરિવાર અને શરીર એ તમારું નથી અને તમે એનાથી જુદા છો. તમે આત્મા છો અને એ જડ છે. પરવસ્તુમાં પોતાપણું માની બેઠા છો એ જ તમારું મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વના યોગે અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગનું કારમું Page #20 -------------------------------------------------------------------------- ________________ -- - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 112 ઘમસાણ ચાલી રહ્યું છે. આત્માને એ વસ્તુથી જુદો માન્યો એટલે અવિરતિ વગેરેનું બળ મંદ પડી જાય છે. અવિરતિ આદિની પ્રવૃત્તિ વધવાનું કારણ, “સમ્યક્ત નથી પામ્યા' એ છે. દેખતાની આગળ ખાડા-ટેકરા હાનિકર નથી નીવડતા : કારણ કે આંધળો અને દેખતો બે આવે એમાં દેખતો સાચવીને ચાલ્યો જાય અને આંધળો ટિચાઈને કુટાઈ મરે. સંસાર તો જેવો મિથ્યાદષ્ટિ માટે ભયંકર છે તેવો જ સમ્યગદષ્ટિ માટે પણ છે : પણ વાત એટલી જ કે સમ્યગ્દષ્ટિ દેખતો હોવાથી ફસી પડતો નથી અને મિથ્યાદષ્ટિ હસી પડે છે. ગુસ્સે ન થાવ, પણ સુધારો : સભા મિથ્યાષ્ટિને આંધળા કહેવા તે કેટલું યોગ્ય છે? દોષ દૂર કરી સુધારવા માટે આપવામાં આવતાં દૃષ્ટાંતોથી ગુસ્સે ન થાવ પણ તે તે દોષો હોય તો દૂર કરીને સુધરો. દોષ દર્શાવનારું દૃષ્ટાંત, જેનામાં દોષ હોય એને જ લાગુ થાય તેને, જ્યારે કોઈપણ પકડી લે કે આ તો અમારા ઉપર આવ્યું તો હું તો, એમ જ માનું કે એનામાં એ દોષ છે. વિષયાધીનોને શ્વાનની ઉપમા અપાય છે. શ્વાન, જેમ કૂતરી પાછળ ભમે છે, તેમ વિષયાધીન આત્માઓ, સ્વપરના વિવેક વિના સ્ત્રીની પાછળ બેભાન હાલતમાં ભટક્યા કરે છે. લાલચુ અને સ્વાર્થીજનોનો સ્વભાવ પણ કૂતરા જેવો કહેવાય છે કારણ કે જેમ કૂતરા ઉપર, દંડા પડે તોયે “તૂ તૂ' કરે કે તરત જ પૂંછડી હલાવતાં આવે છે : એવી જ દશા સ્વાર્થીઓની હોય છે. આથી, જેટલી ઉપમાઓ અને દૃષ્ટાંતો દેવામાં આવે તે બધાને માટે છે કે અમુકને માટે છે એમ નથી પણ તે તે દોષો જેનામાં હોય તેને માટે છે : એ કારણે તે તે દોષના ઉપાસકોએ, તે તે દોષોને દર્શાવતી ઉપમાઓથી ગુસ્સે નહિ થતાં તે તે દોષોને દૂર કરી જાતને સુધારવાની પ્રવૃત્તિ કરવી એ જ શ્રેયસ્કર છે. સારી ઉપમા છે, પણ યોગ્યતા જોઈએ : મનુષ્યને કમળની ઉપમા પણ આપી શકાય છે, કમળ, જેમાંથી ઉત્પન્ન થાય અને જેનાથી વધે તે બેયને છોડીને નોખું રહે છે : તેમ જે મનુષ્ય, કર્મરૂપી કર્દમમાં ઉત્પન્ન થઈ અને ભોગરૂપ જળથી વૃદ્ધિ પામી એ બેયને મૂકીને સ્વસ્વરૂપની પ્રાપ્તિમાં સજ્જ થાય તે કમળની ઉપમાને પામે : આથી સ્પષ્ટ છે કે સારી પણ ઉપમા છે પણ યોગ્યતા જોઈએ. જેઓ, કમળ જેવા બનવા માગતા હોય : Page #21 -------------------------------------------------------------------------- ________________ 1ts ----- ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા - 117 - ૫ તેઓએ, કમળની માફક શ્રી જિનરૂપ સૂર્યનાં વાણીરૂપ કિરણોથી વિકસિત થવાની અને વિકસિત થયા પછી સાધુપુરુષો દ્વારા યોગ્ય સ્થાને સ્થાપિત થવાની પણ યોગ્યતા કેળવવી જોઈએ. આવી યોગ્યતા હોય તો, ઉત્તમ ઉપમા માટે અવશ્ય યોગ્ય બનો : માટે સારી ઉપમાઓ પણ છે, પણ વાત એટલી કે એ ઉપમા મેળવવાની લાયકાત અવશ્ય મેળવવી જોઈએ ? કારણ કે ઉપમાનો આધાર લાયકાત ઉપર છે. અસંભવિત ઉદય : યોગ્યતા નહિ છતાં, કમળ જેવા કહેવડાવવાની કામના રાખવી : એ તો વધુ અયોગ્યતા છે. કાદવ અને જળથી અલગ થયા પછી પણ ત્યાં ને ત્યાં રહેલા કમળને બગડી જવાનો જેટલો સંભવ છે તેટલો જ સંસારમાં રહેલા અને સંસારમાંથી નહિ નીકળવા ઇચ્છનારા આત્માઓને, પાયમાલ થવાનો સંભવ છે. સંસારમાં રહેલા પણ જે, સારા થયા છે : તેઓ “સંસારમાં રહેવું એ સારું છે” એમ પણ માનતા નહોતા : માટે સારા થયા છે. સંસારમાં રહેવાની ભાવનાવાળા કોઈ સારા થયા જ નથી. સંસારમાં રહેલા પણ, જે કોઈ સારા થયા છે તે જ કે “જેમને સંસારમાં રહેવું ગમતું નહોતું, રહેવાને સારું માનતા નહોતા છતાં રહેવું પડ્યું હતું.' તમને બીમારી ભોગવવી પસંદ નથી છતાં ભોગવો છો ને ? ઇચ્છા નહિ છતાં ભોગવવું પડે છે એ વાત ખરી ને ? કારણ કે ઇલાજ નથી : તેમ કોઈ કોઈ આત્માને, એવો તીવ્ર કર્મોદય હોય છે કે ઇચ્છા ન હોવા છતાં પણ ભોગવ્યા સિવાય તેનો છૂટકો થતો નથી. શ્રી નંદિષણ જેવા, જે પડ્યા છે તે ઇચ્છાથી નહિ પણ તીવ્ર અશુભોદયના યોગે : આથી સ્પષ્ટ છે કે જેઓ, “સંસારમાં રહીને પણ ઘણા તરી ગયા છે, સંસારમાં રહેવાની બુદ્ધિએ સંસારમાં રહેવું જોઈએ, અરે એટલું જ નહિ પણ સંસારમાં તો સારું માનીને રહેવું જોઈએ.” આ પ્રમાણે કહે છે : તેવાઓનો ઉદય, અત્યાર સુધી થયો નથી. થવાનો નથી અને થશે પણ નહિ : અર્થાત્ એવાઓનો, તેઓની એ ભાવના ફર્યા વિના ઉદય અસંભવિત છે. મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિ : કોઈ પાપ કરે એટલા જ ઉપરથી મિથ્યાદૃષ્ટિ થાય નહિ પણ પાપ સારું છે, Page #22 -------------------------------------------------------------------------- ________________ ૬ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –– 114 એમ માને એ જરૂર મિથ્યાદષ્ટિ થાય. પાપને પાપ માનનારો, ચાલે ત્યાં સુધી પાપ કરતો જ નથી. ખાડાને ખાડો માન્યા પછી કોઈ ભૂસકો માટે જ નહિ. કૂવાને કૂવા તરીકે જોયા, જાણ્યા અને ઓળખ્યા પછી તેમાં કોઈ પડે જ નહિ. આંધળો, અજાણ્યો કે આવેશને આધીન થયેલ હોય તે જ તેમાં પડે : તેમ પાપને પાપ માનનાર, પ્રથમ તો ચાલે ત્યાં સુધી પાપ કરતો જ નથી અને નિરુપાયે પાપ કરતો હોય એટલાથી તે મિથ્યાદષ્ટિ કહેવાતો નથી. પાપને સારું માનનાર ઉત્તમ આચારવાન હોય તો પણ મિથ્યાદષ્ટિ. માસખમણને પારણે મા ખમણ કરે અને “ખાવું એ સારું” એમ માને તથા ખાવાથી પણ મુક્તિ માને છે, સમ્યગ્દષ્ટિ નથી પણ મિથ્યાદૃષ્ટિ છે : એ જ કારણે શ્રી પદ્મવિજયજી મહારાજા એક પૂજામાં ફરમાવે છે કે - - “ખાવત પીવત મોક્ષ જે માને, તે સરદાર બહુ જટમાં.” જટ એ મૂર્ખની જાત છે. તેમાં એ સરદાર બને છે. જે તપ કરે અને ખાવાપીવામાં વાંધો નહિ એમ કહે તથા ખાવાપીવાને સારું માને : તેનો એ તપ, તપ તરીકે નકામો છે. નવકારશી પણ જેનાથી નથી થતી પરંતુ જે એમ માને છે કે “તપ વિના મુક્તિ નથી' તો એ સમ્યગ્દષ્ટિ છે. તમે, સંસારી હોવા છતાં : “સાધુપણા વિના મુક્તિ નથી' એમ માનો તો સમ્યગ્દષ્ટિ અને સાધુ થયા છતાં જેઓ, “સંસારમાં કયાં ધર્મ થતો નથી અને સાધુપણામાં શું ભર્યું છે ?' એમ માને તેઓ મિથ્યાદૃષ્ટિ છે. શુદ્ધ માન્યતા એ જ સારી કરણીનું મૂળ ગૃહસ્થપણામાં રહ્યા છતાં પણ જે, સાધુપણાને સારું માને તેની મુક્તિ થાય? પણ સાધુપણામાં રહ્યા છતાંય જે, ગૃહસ્થપણાને સારું માને તેની કોઈ કાળે મુક્તિ નથી થતી. સાચી માન્યતા વિનાની કરણીને શાસ્ત્ર ધૂળ ઉપર લીંપણની ઉપમા આપી છે. ધૂળ ઉપર લીંપણ ટકે જ નહિ એટલે મહેનત નકામી જાય અને મૂર્ખતામાં ખપે. સાચી માન્યતા વિનાની સાચી પણ કરણી લગભગ નકામી છે. સત્ય બોલે અને કહે કે “સત્ય ન બોલવામાં વાંધો શો ?' તો જરૂર “તેના સત્ય બોલવામાં કાંઈક પ્રપંચ છે એમ સમજવું જોઈએ. જેઓ, અસત્ય બોલવામાં વાંધો નહિ ગણવા છતાં પણ સત્યને બોલે છે : તેઓ, “સાચું બોલવાથી પ્રતિષ્ઠા વધે, માન્યતા વધે, આવક વધે, આ હેતુથી, સત્ય બોલે છે : પણ “અસત્યમાં પાપ છે' તે દૃષ્ટિએ સત્ય બોલતા નથી. Page #23 -------------------------------------------------------------------------- ________________ triડ – ૧ ધર્મનો પાયો, સાચી માન્યતા - 117 – – ૭ નીતિ, સત્ય અને દયા બે રીતે પળાય છે. એક રીતે પછાતી નીતિ, સત્ય અને દયા ધર્મરૂપ છે જ્યારે બીજી રીતે પછાતી તે ધર્મરૂપ નથી પણ ઊલટું અધર્મને પોષનાર છે. “અનીતિ આત્માને મલિન કરનાર છે અને આત્માને નિર્મળ રાખવા માટે નીતિ પાળવી એ મનુષ્ય તરીકેનો ધર્મ છે.” એમ માનીને જે નીતિ પાળે છે તેની નીતિ ધર્મકોટિમાં છે : પરંતુ “અનીતિથી બજારમાં પ્રતિષ્ઠા ઊઠી જાય છે, ગ્રાહકસંખ્યા ઘટે છે, તેથી આવક સારા પ્રમાણમાં થતી નથી અને નીતિ, એ ભોળા જીવોને તાબામાં લેવાનું સારામાં સારું સાધન છે.” એ બુદ્ધિએ જેઓ, નીતિ પાળે છે તેઓની નીતિ વિપરીત પરિણામરૂપ હોઈને અધર્મરૂપ છે. જે પારધી, જાળ પાથરી અંદર શેર-બશેર અનાજ નાખે છે : ત્યાં આવેલાં પક્ષીઓને શાંતિથી બેસવા દે છે : બીજા માણસોને ત્યાં આવવા દેતો નથી, બોલવા પણ દેતો નથી અને શાંતિપૂર્વક ખાવા દે છે અને બધાં આવી ગયાં પછી જાળને સમેટી લે છે તે દયાળુ અને ઉદાર ખરો કે નહિ ? સભા: નહિ. જો નહિ, તો સમજો કે સારી માન્યતા વિનાની દેખાતી સારી એવી પણ કરણી સાચી અને સારી નહિ, આથી સ્પષ્ટ છે કે સારી અને સાચી કરણીનું મૂળ શુદ્ધ માન્યતા છે. નીતિનો આદર ધર્મ ક્યારે બને ? સભા: નીતિપૂર્વક વેપાર ચલાવે તે ધર્મ ખરો કે નહિ? વેપારમાં અનીતિનો ત્યાગ કરવો અને નીતિનો આદર કરવો એ તો ધર્મ છે જ : પણ અહીં તો, કમાણીના હેતુથી જ થતા અનીતિના ત્યાગનો અને નીતિના આદરનો સામનો કરવામાં આવે છે, કારણ કે પૈસા માટે જ અનીતિનો ત્યાગ અને નીતિનો આદર એ કાંઈ ધર્મ નથી. આ તો, પૈસા માટે વેપાર વધારવો અને એમ લાગે કે “અનીતિના ત્યાગથી અને નીતિના આદરથી વેપાર વધશે.” : એટલે અનીતિના ત્યાગ અને નીતિના આદર માટે સજ્જ થવું, એ કાંઈ વસ્તુતઃ ધર્મ નથી : કારણ કે એના મૂળમાં લક્ષ્મીનો મોહ છે : એ મોહના પ્રતાપે પૈસા આવ્યા પછી હિંસા વધવાની કે ઘટવાની ? ઝૂંપડીવાળાને પૈસો આવે તો તેને હવેલી બાંધવાનું મન થવાનું કે બીજું કાંઈ ? પૈસા આવવાથી જ હિંસા ઘટતી હોત, મમતા છૂટતી હોત, મોહ ઓછો થતો હોત, પાપથી પાછા હઠાતું હોત, તો તો પૈસાની પ્રાપ્તિને અને પૈસાપ્રાપ્તિના પાપને ધર્મ માની લેત; Page #24 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો પણ તેમ નથી. માટે વિચારો કે ‘અનીતિનો ત્યાગ અને નીતિનો આદર પણ ધર્મરૂપ ચારે ?’ આ પ્રશ્નના વિચારને અંતે કહેવું જ પડશે કે અનીતિનો ત્યાગ અને નીતિનો આદર પણ આત્મશુદ્ધિ અને પાપથી બચવા માટે હોય તો જ ધર્મરૂપ છે. ઉપકારીઓએ ધર્મ કહ્યો છે કોને ? ‘અનંતજ્ઞાની ઉપકારીઓએ ધર્મ કોને કહ્યો છે ? દાન, શીલ, તપ અને સદ્દભાવને ? કે લક્ષ્મી, વિષયવિલાસ, શરીરની પુષ્ટિ અને અશુભ વિચારોને ?' એ વિચારો, કારણ કે એ વિચાર્યા વિના ધર્મનું સ્વરૂપ વાસ્તવિક રીતે નહિ સમજાય. દુનિયામાં દાન પણ બે રીતે દેવાય છે : પાંચ આપી પાંચસો લેવા માટે અને બીજું સો હોય તેમાંથી પાંચ આપીને તે વખતે પાંચની અને પરિણામે સોએની મમતા ઉતા૨વા માટે. લક્ષ્મીને સારી માનો છો કે ખોટી ? જો ખોટી, તો ખોટી ચીજ માટે ધર્મ કરાય તે દોષિત કે નિર્દોષ ? જે ચીજને ખોટી માનીએ તે માટે ધર્મનો ઉપયોગ થાય ? ભગવાનની પૂજા કરીને ભગવાન પાસે બંગલો અને સાહ્યબી મંગાય ? ભગવાન મોટા કે સાહ્યબી મોટી ? વિષયવાસના વધે તે માટે પૂજા કરવાની કે ઘટે તે માટે ? જેને ખોટું માનો છો, છોડવાનું માનો છો તેને મેળવવા માટે ધર્મ કરાય એ ઠીક છે ? આ બધા જ પ્રશ્નોનો ઉત્તર સીધો ત્યારે જ આપી શકો કે જ્યારે ‘ઉપકારીઓએ ધર્મ કહ્યો છે કોને ?’ – એ સમજો. અને એ જ કારણે સમજો કે ઉપકારીઓએ દાનને ધર્મ કહ્યો છે પણ લક્ષ્મીને નથી કહ્યો : શીલને ધર્મ કહ્યો છે પણ વિષયવિલાસને નથી કહ્યો : તપને ધર્મ કહ્યો છે પણ શરીરની પુષ્ટિને નથી કહ્યો અને સદ્ભાવને ધર્મ કહ્યો છે પણ અશુભ વિચારોને નથી કહ્યો. જેઓ આ વાતને નથી સમજતા તેઓની દશા આજે જુદી જ છે. 1716 દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના શા માટે ? આથી સમજો કે ‘દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના શા માટે છે ?' એ સમજાશે તો જ ધર્મની આરાધનાનું રહસ્ય શું છે એ સમજાશે. દેવ, ગુરુ અને ધર્મની આરાધના આત્મશ્રેય માટે છે પણ પૌદ્ગલિક શ્રેય માટે નથી જ. જેઓ આત્માને નથી માનતા : જેઓ કર્મ અને પુનર્જન્મને નથી માનતા : તેવા નાસ્તિક મતવાળા પણ, જે નીતિ પાળે છે તેમાં તેઓનો ઇરાદો એક જ હોય છે કે ‘જો નીતિ નહિ પાળીએ તો દુનિયામાં જીવી શકાશે નહિ.' નીતિ વિના જો Page #25 -------------------------------------------------------------------------- ________________ 1717 - - ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા - 117 – ૯ લોકોમાં જિવાતું હોત તો તેઓ હરગિજ નીતિને પણ ન પાળત. લોભિયો વેપારી પણ, ગ્રાહકને ચાનો પ્યાલો શું કામ પાય છે ? વેપારી કોઈની ગાળ સાંભળે ? ના, છતાં ગ્રાહકની ગાળ હસતે મોઢે સાંભળે છે, તેનું કારણ શું ? કહેવું જ પડશે કે લક્ષ્મીની લાલસા. એ જ રીતે લોભિયો જ્યારે ઉદાર થઈ જાય ત્યારે પણ માની લેવું કે કાંઈક સ્વાર્થ છે. વાણિયો પડે નહિ અને પડે ત્યારે ધૂળમાં કાંઈક પડેલું હોવું જોઈએ એમ દુનિયામાં મનાય છે. તેવી જ રીતે દુનિયાદારીના જ લોભિયા, વિષયકષાયના જ અર્થી અને દુનિયાની સાહ્યબીમાં જ આનંદ માનનારા ધર્મ કરે ત્યારે સમજી લેવાનું કે કંઈક પ્રપંચ છે. તેઓ તો પ્રભુભક્તિ કરતાં પણ એમ જ કહે કે “અમે જ્યારે ભૂખ્યા મરીએ ત્યારે ભગવાન, ભગવાન શાના ! આપની સેવા ન કરે એઓને ઘેર મોટરો દોડે અને અમારે ઘેર તેમ કેમ નહિ!” પણ એ બિચારાઓ જાણતા નથી કે “શ્રી વીતરાગની પૂજા મોટરો છોડવા માટે છે પણ મેળવવા માટે નથી ! દેવ, ગુરુ, ધર્મનું કામ દુનિયાની મમતા વધારવા માટે નથી પણ ઘટાડવા માટે છે !” આવું અજ્ઞાન તમારામાં પણ ન રહી જાય એ માટે તમે સમજો કે “દેવ, ગુરુ અને ધર્મ એટલે શું અને તેની ઉપાસના શા માટે ?” વિચારમાં તો એકતા જ જોઈએ ? સાધુ અને ગૃહસ્થના કપડામાં અને આચરણમાં ભલે ફરક હોય, પણ વિચાર તો એ ઉભયના એક જ હોવા જોઈએ ? કારણ કે સાધુ, જેમ ધર્મ સિદ્ધિપદની પ્રાપ્તિ માટે કરે છે ? તેમ ગૃહસ્થ પણ, ધર્મ ઘરબારની સિદ્ધિ માટે નહિ પણ સિદ્ધિપદની પ્રાપ્તિ માટે જ કરવાનો છે, કારણ કે જવું તો, સાધુઓને પણ મુક્તિમાં છે અને ગૃહસ્થોને પણ મુક્તિમાં છે ? એ કારણે, ઉભયના વિચારોમાં એકતા જ જોઈએ? સાધુ જેમ શરીરને પર માને તેમ તમારે પણ તેને પર જ માનવું જોઈએ : અર્થાત્ જે રીતે જે વસ્તુને સાધુએ હેય માનવાની છે તે જ રીતે તમારે પણ હેય જ માનવાની છે. ફરક એટલો જ કે જેનામાં બહુ શક્તિ હોય તે બહુ છોડે અને થોડી શક્તિવાળો થોડું છોડે. “જુઠું નહિ બોલવું કારણ કે અસત્ય એ પાપ છે.” આ સંબંધમાં બંન્નેના વિચાર તો એક જ છે પણ તમે એવા સંયોગોમાં બેઠેલા છો કે અસત્યને પૂરેપૂરું છોડી શકતા નથી. જ્યારે સાધુઓ સર્વથા અસત્યનો ત્યાગ કરી શકે છે. એ જ રીતે, સાધુઓને પરિપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું છે અને તમારે નથી જ પાળવા યોગ્ય એમ નથી કારણ કે સ્ત્રીસંસર્ગમાં તમને પણ પાપ નથી લાગતું એમ નથી : આથી સ્પષ્ટ છે કે દરેક વસ્તુમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો વિચારની તો એકતા જ હોવી જોઈએ. વર્તનની ભિન્નતા તો અવસ્થા, સંયોગ અને સામર્થ્યને આભારી છે પણ વિચારભેદને આભારી નથી. ઉભયને મન, એ વાત નિશ્ચિત જ હોવી જોઈએ કે ‘ઉપાદેય તે તો ઉપાદેય જ અને હેય તે તો હૈય જ.' એ જ કારણે એક ઉપાદેયની જ આરાધનામાં રત એવા સાધુઓ માટે ધર્મરસિક ગૃહસ્થો મરી પડે છે. અજ્ઞાનતાના પ્રતાપે ઊંધી માન્યતા : પણ આ વસ્તુની અજ્ઞાનતાના પ્રતાપે, આજે ઊંધી માન્યતા પ્રવર્તી રહી છે : અને તે એવી કારમી છે કે જેથી કદી જ આત્મા, ઉન્નતિના રાહ ઉપર આવી શકે જ નહિ. એ ઊંધી માન્યતા એ છે કે ‘હેયનો પણ ત્યાગ હેયનો અનુભવ કર્યા પછી જ ક૨વો જોઈએ પણ તે પહેલાં નહીં.' આ માન્યતાનું ઊંધાપણું સમજવું કઠિન નથી પણ સહેલું છે પણ એ સમજવા માટે હૃદયને દુરાગ્રહથી પર બનાવવું જોઈએ. દુરાગ્રહથી દુર્બળ બની ગયેલાઓ તો કહે છે કે ‘સંસારને સેવ્યા વગર છોડે એ સમજે શું ?’ આનો તો એ જ અર્થ થયો કે નદીને કિનારે ઊભો ઊભો કોઈ, કાદવ તરફ ધસી જતાને રે ! કાદવમાં ખૂંચી જશે' એમ કહે : તેને મૂર્ખા કહેવો અને જે કાદવમાં જઈ ખૂંચેલો હોય તેને સારો કહેવો ! આવા અર્થમાં માનનાર, આજે કિનારે ઊભેલાને ઊલટો પૂછે છે કે ‘કાદવમાં ખૂંચી જવાય એ તું શાથી કહે છે ? શું તને અનુભવ છે ?’ આના ઉત્તરમાં પેલો તરત જકહે કે ‘અરે ભાઈ ! સામે જે ખૂંચેલો ઊભો છે તેને તું અને હું બન્ને નજરેનજર જોઈએ છીએ ને ?’ આવો સ્પષ્ટ ઉત્તર મળ્યા છતાં પણ જેમ મૂર્ખ માણસ ન માને તેમ અજ્ઞાનતાના પ્રતાપે, ઊંધી માન્યતામાં અટવાતા આજના અજ્ઞાનીઓ પણ બાળત્યાગીઓને ઉદ્દેશીને કહે છે કે ‘રાગ સેવ્યા વિના ત્યાગ શાનો ? માટે ત્યાગને સફળ કરવો હોય અને સાચો બનાવવો હોય તો પહેલાં રાગરૂપ કાદવમાં પગ મૂકો.’ આ પ્રમાણે માનનારા અને કહેનારાઓના મતે તો એવું થયું કે ‘બ્રહ્મચારી બનનારે, પ્રથમ અબ્રહ્મચારી બનવું : અહિંસક થનારે, પ્રથમ હિંસક થવું. શાહુકાર બનનારે પહેલાં ચોર બનવું : અપરિગ્રહી બનનારે, પહેલાં પરિગ્રહનો અનુભવ લેવો અને અસત્ય આદિ પાપોના ત્યાગી થવા ઇચ્છનારે, પ્રથમ તે તે પાપોના ઉપાસક બનવું.' પણ આ વસ્તુ, કોઈપણ વિવેકી માટે સ્વીકાર્ય નથી : પણ અજ્ઞાનતાના પ્રતાપે, બંધાઈ ગયેલી બેવકૂફોની ઊંધી માન્યતા જ છે. ૧૦ 1718 Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા વિષ ખાઈને જીવવા જેવી માન્યતાથી બચો : અનુભવી તો તે છે કે જે, વસ્તુના સ્વરૂપને સમજી અહિતકર વસ્તુથી અળગો રહે. વસ્તુને અયોગ્ય તરીકે જાણીને પણ જે ફસાવા જાય તે તો અજ્ઞાની જ કહેવાય. છોકરું તો અજ્ઞાન છે તેથી અગ્નિમાં હાથ ઘાલે, પણ જેઓ, અગ્નિને અને અગ્નિના દાહક સ્વરૂપને જાણે છે, તેઓને તો, કદાચ અગ્નિ હાથમાં લેવો પડે તો પણ ચીપિયાથી અને તે પણ નળિયા આદિમાં લે. લેવાના અને રાખવાના સાધનના અભાવે હાથમાં લેવો પડે તો ઉછાળતા ઉછાળતાં જ લે. એ જ રીતે જેઓ, વિષયના સ્વરૂપને અને તેના વિપાકને જાણતા હોય : તેઓ તેને ચાલે ત્યાં સુધી ગ્રહણ કરે જ નહિ અને કરે તો સાવચેતીથી; પણ ફસી જવાય તે રીતે તો નહિ જ : આથી જ ‘વિષયના વિરાગી બનવા માટે ભોગી બનવું જોઈએ.’ એવું જગતના કોઈપણ સુવિવેકીએ પ્રતિપાદન નથી કર્યું : એનું પ્રમાણ એ છે કે ‘કોઈપણ આસ્તિક દર્શને, બાળ બ્રહ્મચારીનો નિષેધ નથી કર્યો એટલું જ નહિ પણ તેની પ્રશંસા જ કરી છે.’ આથી સ્પષ્ટ જ છે કે જેઓ સાચા ત્યાગી બનવા માટે : પહેલાં સંસારી બનવાનું કહે છે તેઓ, વિષ ખાઈને જીવવાની ઇચ્છા રાખવાનું કહે છે અને એથી, એના જેવી બીજી મૂર્ખાઈ દુનિયામાં એક પણ નથી : માટે એવી માન્યતાથી બચવું એ જ શ્રેયસ્કર છે. વિશ્રાંતિ અશક્તને માટે છે : જે દર્શનમાં, ચાર આશ્રમની માન્યતા છે, ત્યાં પણ બ્રહ્મચર્યાશ્રમમાંથી કોઈ, સીધો સંન્યસ્ત આશ્રમમાં જાય તો તેને હાથ જોડવાની કોઈ ના નથી પાડતું. ‘રસ્તે ચાલતાં, વચમાં ઝાડ આવે છે, માટે જલદી ચાલી શકવાની શક્તિવાળાએ પણ વિસામો લીધા વગર જવું નહિ.' એમ કોઈ જ કહેતું નથી. રસ્તામાં ચાલતાં ઝાડ, પરબ વગેરે વગેરે આવે પણ જેનામાં બહુ તાકાત છે તે સીધો ચાલ્યો જાય તો કોઈ જ વાંધો નથી લેતું. ચાલનારના છેડા પકડે એવાં ઝાડ ઊભાં ન કરવાં જોઈએ. એકદમ ચાલી એકી સફરે પહોંચવાની તાકાત ન હોય તેને માટે બધાં વિશ્રાંતિનાં સ્થાન છે. તે બેસી બેસીને જાય, પાણી પી પીને જાય, જમી જમીને જાય, અને સૂઈ સૂઈને પણ જાય : અર્થાત્ જેવી જેની યોગ્યતા. ભગવાનના શાસનમાં બધાને સ્થાન છે. સંસારમાંથી જેને મમતા ન છૂટતી હોય તે બે-પાંચ વરસ રહીને નીકળે પણ જેની મમતા પહેલેથી જ છૂટતી હોય તેને રહેવાની જ 1719 117 ૧૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૨. - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 10 કાંઈ જરૂર નથી. એક વર્ષમાં ત્રણ ચોપડી ભણનારા અને ત્રણ વર્ષે એકડા ઘૂંટીને પહેલીમાં જનારા એ બેમાં ફેર શાથી? કહેવું જ પડશે કે એક હોશિયાર છે અને એક ઠોઠ છે એથી. એ જ રીતે ઘરડા ન નીકળ્યા અને નાના નીકળ્યા તેનું કારણ પણ એ જ કે “ઘરડા આસક્ત રહ્યા અને નાનાઓએ આસક્તિને તજી. આથી એમ કહેવા ન જતા કે “અમને ધોળા થયા છતાં વૈરાગ્ય ન થયો અને તમને મૂછના આંકડા પણ નથી ફૂટ્યા છતાં કેમ વૈરાગ્ય થયો ?” એમ કહેવા જશો તો ઊલટી આબરૂ ખોશો. જે ચીજ ઊંચી માની તે સંપૂર્ણ ન લેવાય તો થોડી થોડી પણ લેવાની જ છે. સમજે કે “વિધાન, શામાં છે ?' શાસ્ત્રમાં કહ્યું કે સંપૂર્ણ બ્રહ્મચારી ન બનાય તો, સ્વદારાસંતોષી બનો : આથી પોતાની સ્ત્રી ભોગવવાની શાસ્ત્ર છૂટ આપી એમ ન કહેતા. “સ્વદારાસંતોષ” નામના વ્રતમાં સંતોષનું વિધાન છે પણ દારા-સ્ત્રી ભોગવવાનું વિધાન નથી. શાસ્ત્રની આજ્ઞા તો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની છે. જેને, વિષયો સંપૂર્ણ જીતવા હોય અને જીતવાની તાકાત હોય તેને તો શાસ્ત્રની તે જ આજ્ઞા છે : પણ જેઓમાં એ તાકાત ન હોય તેઓને થોડું થોડું પણ છોડવાની આજ્ઞા છે અને જેઓથી ન છોડાય તેઓએ છોડવા જેવું તો માનવું જ જોઈએ. પૈસા ન છૂટતા હોય ને કમાવા જ હોય તો નીતિને ન છોડો.' આ કથનમાં પણ પૈસા કમાવાનું વિધાન નથી પણ નીતિનું વિધાન છે. એ જ રીતે “સ્વદારાસંતોષી બનવું જોઈએ.' આ કથનમાં “સ્વદારાસેવનનું વિધાન નથી પણ “સંતોષ'નું વિધાન છે. એ વિધાનનો એ ભાવ છે કે સંપૂર્ણ બ્રહ્મચર્ય ન જ પળાય તો પોતાની પત્ની સિવાય બીજી તરફ દૃષ્ટિ સુધ્ધાંય કરો નહિ. જેનામાં પારકાની દારા પ્રત્યે દૃષ્ટિ રોકવાનું સામર્થ્ય ન હોય તે સભ્ય સમાજમાં પણ નિંદનીય ગણાય છે. લોકો, તેને વંઠ કહે છે. એવાઓને સજ્જનો પોતાના આંગણે પણ ચડવા દેતા નથી. પરદા રાગમન એ નીતિથી પણ વિરુદ્ધ છે. પારકી સ્ત્રી સામે દૃષ્ટિ ફેંકનારો ધર્મ ભૂલે છે એટલું જ નહિ પણ નીતિથી પણ ગયેલો છે. જેને ઉત્તમ વસ્તુ ગમે તેનો જ સુધારો શક્ય છે : અનંત ઉપકારી મહાપુરુષોનાં આ અને એવાં જ બીજાં અનેક વિધાનોને નહિ સમજનારા આત્માઓમાં સુધારો થવો અશક્ય છે. જેઓને, ઉત્તમ વસ્તુ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા ગમે : તેઓનો જ સુધારો શક્ય છે. ‘દાન ન દેવાય તો ન ઘો. તમારું કૃપણપણું ચાલશે પણ લૂંટ તો નહિ જ ચાલે. તમારાથી ભલું ન થાય તો કાંઈ નહિ પણ બીજાનું ભૂંડું તમારે ન જ કરવું જોઈએ.’ આટલો પણ ઉપદેશ, ઉત્તમ વસ્તુને નહિ સમજી શકનારાઓ પચાવી શકે તેમ નથી. ધર્મવિધાનોથી વિમુખ બનેલા આજના મનુષ્યોને થોડો પણ ત્યાગ કરાવવો એ ભારે થઈ પડ્યો છે. એક સામાન્ય ત્યાગમાં પણ એઓ માટે એટલા વાંધા આવે છે કે જેના સાંધા જડે જ નહિ, જેને ઉત્તમ ચીજ ન ગમે તેના વર્તનમાં સુધારો થઈ શકે નહિ. એવાઓ તો અન્યો તરફથી પ્રભુભક્તિ ખાતર દેવાતી વસ્તુઓ પણ ‘અમને મળી જાય તો ઠીક' એમ માનનારા હોય છે. એટલે એવાઓ કે જેઓને, એક પણ ઉત્તમ વસ્તુ નથી ગમતી તેઓનો સુધારો શક્ય નથી. જૈનશાસનનું પાંડિત્ય જુદું જ છે ઃ 1721 – 117 :: સુધરવા માટે પણ નાલાયક બની ગયેલાઓનું પાંડિત્ય, શ્રી જિનશાસનના રહસ્યથી પરિચિત થયેલાઓને મૂંઝવી શકતું નથી : કારણ કે શ્રી જૈનશાસનનું પાંડિત્ય, કોઈ જુદું જ છે ઃ એ જ કારણે, પાપને પાપ તરીકે યથાર્થ રીતે નહિ સમજનાર પણ, જો ‘પાપ’ શબ્દથી કંપતો હોય તો તેને પણ પંડિત માનેલો છે. આપણે કેવળ પાનાં ભણનારા પંડિત જોઈતા નથી : કારણ કે ‘તેઓ તો શ્રાપરૂપ નીવડે છે.’ જે પાપથી ડરનારા હોય એનાથી કુર્મ નહિ થાય. જેનામાં એક લજ્જા ગુણ પણ આવી જાય તે પણ ઘણાં પાપોથી બચી જાય. લજ્જા એ પાપની ભીતિ છે. જેનામાં એ પણ ન હોય તે શ્રી જૈનશાસનનું પાંડિત્ય ધરાવનારા પાસે આવી શકતા નથી. સાધુઓ, સર્વ પાપના ત્યાગી હોઈ શ્રી જૈનશાસનના સાચા પંડિતો છે. શ્રી જૈનશાસનના એ પંડિતો પાસે, પાપને વધારવાની દૃષ્ટિવાળા નાના પાપીને પણ આવતાં ગભરામણ થવી જોઈએ. શ્રી જૈનશાસનના એ મહાપુરુષો પાસે, શ્રીમંતાઈનો ઠસ્સો બતાવવા આવનારાઓ સહેલાઈથી નથી આવી શકતા, કારણ કે શ્રી જેનશાસનમાં તેવા શ્રીમંતોની એક કોડીની પણ કિંમત નથી. શ્રીમંતાઈ ઠસ્સા માટે નથી, પણ સદુપયોગ માટે છે ઃ સભા : ખપ પડે ત્યારે કામમાં તેઓ જ આવે ને ? લોભિયા અને સંસારની સાહ્યબીમાં જ રાચતામાચતા શ્રીમંતો, કદી જ શાસનના કામમાં આવતા નથી અને કદાચ આવે ત્યારે પણ કાંઈ ઉકાળતા નથી. ૧૩ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ – – 12 ત્યાગી આગળ પણ શ્રીમંતાઈ બતાવવા આવવું એ તો એક જાતનો કારમો ઉન્માદ છે. ત્યાગી પાસે શ્રીમંતાઈનો ઠાઠ બતાવવાની વૃત્તિ એ નફટાઈ સિવાય બીજું કશું જ નથી. શ્રી જૈનશાસનના શ્રીમંતોની શ્રીમંતાઈ, ત્યાગીને આંજવા માટે નથી, પણ સદુપયોગ કરવા માટે છે. સાચા ત્યાગી તો, મદોન્મત્ત બનીને આંજવા આવેલા ચમરબંધીને પણ કહી દે કે “કોરી શ્રીમંતાઈની અમને કશી જ કિંમત નથી.' શાસનનું કાર્ય તો તે જ શ્રીમંતો કરશે કે જે પ્રભુશાસનના જ રાગી હશે. પ્રભુશાસન ઉપર જેઓને રાગ નથી તેઓ તો નિગ્રંથો પાસે પણ મંત્રતંત્ર આદિ માટે જ આવતા હશે અથવા તો જાતને ધર્મી તરીકે ઓળખાવવા જ આવતા હશે. એવાઓ સમક્ષ, હિતકર સ્પષ્ટભાષિતા, એ સાધુતાનો શણગાર છે. હિતકર સ્પષ્ટભાષિતા, એ સાધુતાનો શણગાર છેઃ શ્રી અનાથી મુનિને મગધના માલિક રાજા શ્રેણિકે કહ્યું કે “આપની પાસે જે ન હોય તે હું પૂરું પાડે : આ વયમાં આ ત્યાગ શું કરવા ?' એ સાંભળી એ મુનિવર ફિક્કુ હસ્યા. તે જોઈને શ્રી શ્રેણિક મહારાજાને આશ્ચર્ય થયું અને એમ લાગ્યું કે “જરૂર મારી માન્યતામાં હું ખોટો છું.' ખરે જ સાધુઓ, ગૃહસ્થની દયા ઉપર નથી જીવતા. જેઓ એવું માનનારા છે કે, સાધુઓ ગૃહસ્થની દયા ઉપર જીવે છે; તેઓ, ગૃહસ્થો હોય તો ધર્મથી પરવારી બેઠા છે અને સાધુઓ હોય તો સાધુતાની કિંમતને સમજ્યા નથી. જો સાધુઓ, ગૃહસ્થોની દયા ઉપર જીવશે તો ગૃહસ્થોને સન્માર્ગ કોણ દર્શાવશે? ઘોડેસ્વાર ઘોડા ઉપર હાથ ફેરવે, પંપાળે અને એવું એવું ઉચિત બધું કરે પણ ઘોડાને પોતા ઉપર ઓછો જ બેસવા દે? આ તો એવી વાત થઈ કે ઘોડેસ્વાર ઉપર ઘોડો ચડી બેસે. પોતાના હાસ્યથી ઠેકાણે આવેલા શ્રી શ્રેણિક મહારાજા પ્રત્યે, શ્રી અનાથી મુનિએ કહ્યું કે “રાજનું!પહેલાં, તમે નાથવાળા બનો અને પછી નાથ થવા આવજો : અનાથ થઈ નાથ થવા આવ્યા છો એ કેમ બને!' આ સાંભળી જે શ્રેણિક મહારાજા, સેવક બનાવવા આવ્યા હતા તે સેવક થઈને ગયા. પ્રભુશાસનના મુનિ આવા સ્પષ્ટભાષી હોય, કારણ કે હિતકર સ્પષ્ટભાષિતા, એ સાધુતાનો શણગાર છે. સાધુઓ, ગૃહસ્થોનું અપમાન કે તિરસ્કાર ન કરે : પણ એટલું તો જરૂર કહે કે “શ્રીમંતાઈ આદિમાં મૂંઝાશો તો પામેલું હારી જશો.” જે સાધુઓ, ગૃહસ્થોને અમે, તમારી શ્રીમંતાઈ વડે જીવીએ છીએ” એમ કહે છે તે સાધુઓ, પોતે પણ Page #31 -------------------------------------------------------------------------- ________________ 123 - - ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા - 117 - હારી જાય છે અને ગૃહસ્થોને પણ પાયમાલ કરે છે. લક્ષ્મીના મદમાં માતેલા ગૃહસ્થો, પાપી વિષયના કીડા અને લક્ષ્મીના ગુલામ તો હોય જ છે અને તેમાં જો એમને ત્યાગીની મહોરછાપ મળી જાય પછી તો તેઓને જોઈએ જ શું? એક તો છોકરો ઉદ્ધત અને માબાપની શિખામણ પણ એવી મળે પછી એને કમી શી. રીતે ? પાપથી ડરેલા ભયંકર પાપીને પણ, સાધુઓ પાસે શુદ્ધ થવા અને પાપથી બચવા આવવાનો હક્ક છે, પણ લક્ષ્મીમાં છકેલાને, સાધુઓને આંજવા કે દબાવવા માટે સાધુઓ પાસે આવવાનો અધિકાર નથી. શુદ્ધ ટેક તો તમારામાં પણ જોઈએ ! લક્ષ્મીવાન ગમે તેવો હોય તો પણ તે જ ઉન્મત્ત હોય, ધર્મનાશક પ્રવૃત્તિ કરનારો હોય તો અમે તેને સલામ ન ભરીએ.' આટલું અભિમાન તો તમારામાં પણ આવવું જોઈએ. તમારામાં - “અમારે તો અમારા જેવો હોય છતાં પણ જો તે ધર્મનો સોબતી હોય તો જ અમે તેને સલામ ભરીએ.” છે આ ટેક ? શ્રી વસ્તુપાળ તેજપાળે, રાજા વિરધવલને પણ કહ્યું હતું કે “આપ સ્વામી ખરા પણ ચોથે નંબરે. આપની સેવા અને એવી રીતે કરશું કે જેથી અમારા દેવ, ગુરુ અને ધર્મની સેવાને બાધ ન આવે. જે દિવસે એને બાધ આવે તે દિવસે અમે તમને પણ તોડી દઈએ.” આ રીતે, તમે કુટુંબને તો કહી દો કે તમારા પાલન માટે અમે ધર્મ નહિ છોડીએ. સ્નેહીઓને શણગારવા માટે પાપ કરનારા ધર્મ નહિ આરાધી શકે. પૂતળાંને રંગીલાં બનાવવા માટે અને ઠાઠમાઠ માટે કારમાં પાપ કરવાં એ હેવાનિયત છે, અને એ શુદ્ધ ટેકના અભાવને જ આભારી છે. ખરેખર શુદ્ધ ટેકના અભાવે આજે અનેકનાં જીવન બરબાદ થઈ રહ્યાં છે. વ્યવહારથી પણ એવાઓ અદૃષ્ટવ્ય બની રહ્યા છે. જિંદગી જાય તે પહેલાં ચેતો : બાહ્યાડંબર અને લાલસાના કારણે પચીસની આવક હોય અને પચાસનો ખર્ચ રાખે તે ભીખ ન માગે તો બીજું કરે પણ શું? તે ચોરી ન કરે એ બને જ કેમ ? એ પોતાના માલિકને નિમકહલાલ કઈ રીતે રહે ? એવા શેઠની તિજોરીમાં કાણું પાડે એમાં પણ શી નવાઈ ? છતે ઘરે જેને હોટલમાં જવા જોઈએ, વિના કારણે જેને સિગારેટના ભૂંગળાં ફૂંકવાં જોઈએ અને દસવાર જેને ચા જોઈએ, એ પાપ ન કરે તો કરે પણ શું ? જે આત્માઓના જીવનમાં, Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૬ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 124 જીવનને સુધારવાની કોઈ સુપ્રવૃત્તિ જ ન હોય અને જે આત્માઓ, પોતાની હાલત કે દશાનો વિચાર કર્યા વિના યેન કેન પોતાના બાહ્યાડંબરો અને લાલસાઓને પોષવામાં જ સજ્જ હોય તેઓ અનીતિ આદિ અનેક પાપોની ઉપાસનાથી જીવનની બરબાદી સિવાય કશું જ કરી શકવાના નથી. એવાઓને હું એમ કહી રહ્યો છું કે “કોઈ પણ જાતના લાભહાનિનો વિચાર કર્યા વિના યથેચ્છપણે વર્તવું, રાત્રે ખાવું, હોટેલ આદિમાં ભટકવું, કંદમૂળ આદિ અને એથીયે આગળ વધીને ભયંકર અભક્ષ્યનું ભક્ષણ કરવું અને નાટક તથા સિનેમા આદિને જોવામાં ભાનભૂલા બનવું. આ બધા જ રસ્તા જીવનને બરબાદ કરનારા છે : કારણ કે એ બધી કારવાઈઓ, ધર્મનું ભાન ભુલાવીને અનીતિ આદિમાં જોડી જીવનની ખાનાખરાબી કરનારી છે. આથી જિંદગી રસાતળ ચાલી ન જાય તે માટે જીવન પૂરું થાય તે પહેલાં અવશ્ય ચેતો. ધર્મ ભૂલેલાઓની દશા દયાપાત્ર છે : જેઓ, આજે ધર્મ ભૂલ્યા છે તેઓની દશા ખરે જ દયાપાત્ર છે. એવાઓને હિતકર વાતો પણ કડવી લાગે છે, એવાઓને હું કહું છું કે કડવું લાગે તો પણ એ કડવા ઘૂંટડા ગળી જાઓ. તેમ ન કરો અને રોજ સવારના ઊઠીને એક લાખ ને એક ગાળો ઉપકારીઓને દો તો પણ તેમાંની એક પણ ગાળ તેઓને નથી લાગતી. પોતાના દોષો છુપાવવા માટે તેઓની ઉપર ખોટાં આળો ચડાવો તેથી તેઓને કાંઈ જ નુકસાન નથી. તેઓ તો એમ જ માનનાર હોય છે કે આખુંયે જગત અમને સારા માને પણ જો અમારામાં સારાપણું ન હોય તો જ્ઞાનીઓ કહે છે કે ખાડો તૈયાર છે અને જગત ન માને છતાં પણ જો અમારામાં સારાપણું હોય તો અમને ડુબાવવા કોઈ તાકાત ધરાવતું નથી. શ્રી જૈનશાસનને માનનારા, ફકત ધર્મ ભુલાય ત્યારે મૂંઝાય તે સિવાય તેઓ મૂંઝાતા નથી અને મૂંઝાય તો જાણવું કે તેઓ હજુ ધર્મના રહસ્યને પામ્યા નથી અને પામ્યા છે તો પચાવી શક્યા નથી. આજની ધર્મવિરોધી બનેલી દુનિયાને, સ્થાવર તીર્થરૂપ દેવસ્થાનો અને જંગમ તીર્થરૂપ સાધુઓ ભયંકર આડખીલીરૂપ ભાસે છે. એથી એ દુનિયાની આગેવાની ભોગવતા કેટલાકો, દેવમંદિરો, સાધુપુરુષો અને શાસ્ત્રો આદિ માટે યથેચ્છ બોલે છે અને લખે છે. હું કહું છું કે એ પ્રમાણે બોલનારા આ સંસારમાં પણ સુખી થતા નથી. આજના જેઓ, એ કારમા ધંધા માટે છાપાની કૉલમો કાળી કરે છે અને સ્ટેજને ગજાવે છે, તેઓનું જીવન જુઓ તો એમ જ થાય કે Page #33 -------------------------------------------------------------------------- ________________ 1725 – ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા - 117 ––– - ૧૭ તેઓ, આવા ઉતમ દેશમાં રહેવાને પણ લાયક નથી. તેવાઓ વિરોધ કરે અને ગાંડાઓ સાંભળે તેમાં કાંઈ નવાઈ પામવા જેવું છે નહિ. તેવાઓની વાત સાંભળીને જેઓ ધર્મને મૂકી દે તેઓ એના કરતાં પણ મહામૂર્ખ છે. આ બધું જોતાં ખરે જ એમ લાગે છે કે એવા ઉન્મત્તો ઉપેક્ષણીય છે અને એવાઓને પનારે પડેલાઓ દયાપાત્ર છે. સંસારના જીવોની આ દશા પણ કારમો કર્મવિપાક જ છે અને એ સમજાવવાનો જ આ ઉપકારીઓનો પ્રયાસ છે. વધુ હવે પછી - Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨ઃ ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ: 118 J-15 વિ.સં. ૧૯૮૬ કાર્તક વદ-૧૦ મંગળવાર તા. ર૬-૧૧-૧૯૨૯ • સંસાર રોગ છે, મોક્ષ આરોગ્ય છે અને • નિયાણું પણ બે પ્રકારનું : ધર્મ ઔષધ છે : • માગવું એ જ પાપ : • ભગવાને ભોગને રોગની જેમ ભોગવ્યા : • બેય, ઉદ્દેશ અને આદર્શ કયો • સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિનો ભેદ : • ભગવાન વસ્તુતત્ત્વના પ્રકાશક : • માગણી કઈ કરાય, તે સમજો : • કર્માધીનને સ્વતંત્રતા ક્યાંથી ? • ભાવના ભવનાશિની ખરી પણ તે કઈ? • આજનો પંડિત તો પંડિતમાની છે : • સમ્યક્ત બીજનું ફળ મોક્ષ : • ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ : કાયમી ઉપાદેય રત્નત્રયી : વિષય: સંસાર અને મોક્ષનું સ્વરૂપ તેમજ પ્રભુ પાસે કરાતી માગણીનો વિવેક. દુઃખરૂપ સંસારમાં સુખ ક્યાંથી હોઈ શકે ? સુખ તો મોક્ષમાં જ હોય. એને રોગઆરોગ્યના રૂપકથી સમજાવી એ રોગથી છૂટી આરોગ્ય પામવા ધર્મ એ ઔષધ તુલ્ય છે, તેમ સમજાવ્યું છે. ત્યાર બાદ દાનાદિ ધર્મો સુપએ કઈ રીતે ? તપની શક્તિ કેવી ? ભગવાને ભોગ ભોગવ્યા તે કઈ રીતે ? એ વાતો સમજાવી વિસ્તારથી પ્રભુ પાસે કરવાની માગણીનું સ્વરૂપ, તેના પ્રકારો વગેરેની સમજાવટ કરી છે. એમાં પ્રસંગવશ નિયાણાનાં પ્રકારો બતાવી તીર્થકરોની ધર્મદેશનાનો ઉદ્દેશ, પ્રભુની યથાસ્થિત વસ્તુતત્ત્વની પ્રકાશકતા, સાચી સ્વતંત્રતા, આજના પંડિતોનો અહંકાર બતાવી સામે ઈન્દ્રભૂતિ ગૌતમસ્વામીજીના જીવનની ઉદાત્ત વિચારણા વગેરે અનેક બાબતો આ પ્રવચનમાં છણાઈ છે. મુવાક્યાત • સંસાર એ રોગ છે, મોક્ષ એ આરોગ્ય છે, દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ એ ઔષધ છે. • સંસારની ક્રિયા, સંસારપોષક પ્રવૃત્તિઓ કુપથ્ય છે. ધર્મક્રિયા, ધર્મપોષક પ્રવૃત્તિ એ સુપથ્ય છે. કુગુરુઓ એ ઊંટવૈદ્ય છે અને સુગુરુઓ એ સાચા ચિકિત્સક છે. • કેવળ ભોજનની ઇચ્છા હોત તો આજની જે બેકારી છે તે ન હોત. • જે દયાના પરિણામે ભાવદયા ઘાયલ થતી હોય, એ દયા વસ્તુતઃ દયા નથી. • જેમ ભાવના ભવનો નાશ કરે તેમ વિપરીત ભાવના ભવને વધારે. • સમ્યક્તરૂપી બીજનું ફળ મોક્ષ છે. • વિષય-કષાયને આધીન રહેવું ને સ્વતંત્રતાની વાતો કરવી એ તો બુદ્ધિનું લિલામ છે. • અમે પામ્યા ઓઘો અને તમે પામ્યા તિલક. એ બેને કલંકિત ન કરીએ, માર્ગથી ચૂકી ન જઈએ, કોઈને વિખરૂપ ન બની જઈએ તો આપણે સંઘ, નહિ તો હાડકાંનો ઢગલો. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨ : ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ ? સંસારમાં સુખ નથી : અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા શ્રી “આચારાંગ સૂત્રના છઠ્ઠા ધૂતાધ્યયનના પહેલા ઉદ્દેશાના બીજા સૂત્રમાં અને ટીકાકાર પરમર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા તેની વૃત્તિમાં સંસારવર્તી જીવોનું સ્વરૂપ જણાવીને યોગ્ય જીવોને સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ પેદા થાય તે માટે ઉપદેશ આપતાં ફરમાવે છે કે, આ સંસારમાં કયાંય સુખ નથી ! જેમ નરક કે તિર્યંચગતિમાં સુખ નથી તેમ મનુષ્ય કે દેવગતિમાં પણ સુખ નથી. સર્વત્ર દુઃખ, દુઃખ અને દુઃખ જ છે. સંસારમાં જ્યાં ક્યાંય પણ ક્ષણિક સુખ દેખાય છે, તે પણ આભાસિક છે અને પરિણામે દુઃખની પરંપરાનું જ સર્જન કરે છે માટે જ શ્રી પંચસૂત્રના પહેલા સૂત્રમાં સંસારના સ્વરૂપનું વર્ણન કરતાં જણાવ્યું છે કે – 'दुक्खरूवे दुक्खफले दुक्खाणुबन्धि' - આ સંસાર દુઃખરૂપ છે, દુઃખફલક છે અને દુઃખપરંપરક છે.” જે કોઈ વિચારક બને, વિવેકી બને, તેને આ વાત સમજાયા વિના નહિ રહે. સંસાર રોગ છે, મોક્ષ આરોગ્ય છે અને ધર્મ ઔષધ છે: જેમ રોગી અવસ્થા જ્યાં સુધી હોય ત્યાં સુધી સુખ ન હોય, તેમ જીવની જ્યાં સુધી સંસારી અવસ્થા હોય ત્યાં સુધી સુખ શી રીતે હોય ? માટે જ શાસ્ત્રકાર મહર્ષિઓએ કહ્યું છે કે – “સંસાઝ પતિ રોકાદ ' “સંસારરોગથી અધિક કોઈ રોગ નથી.' જો સંસાર એ આત્માનો સ્વભાવ હોત અને વિભાવ કે રોગ ન હોત તો લોગસ્સ સૂત્રમાં ‘ગા-લોદિત્રામની માગણી ન હોત. મારા-વોદિતામ પદની વ્યાખ્યા કરતાં લલિત વિસ્તરામાં લખ્યું કે – “અરોચ માવ: મારોથં-મોક્ષ:' - તર્થ વધત્ની: Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૦. – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 12 અરોગી પણું એટલે આરોગ્ય અર્થાતું કે મોક્ષ' અને તે માટે “બોધિલાભ - જિનધર્મની પ્રાપ્તિ.” જો મોક્ષ આરોગ્ય છે, તો સંસાર રોગ નક્કી થયો. કારણ કે મોક્ષ એ આત્માનો સ્વભાવ છે, સ્વરૂપ છે અને સંસાર એ આત્માનો વિભાવ છે, વિરૂપ છે. આથી સંસારરૂપ રોગને દૂર કરવા માટે શ્રી જિનધર્મ એ ઔષધ છે. આ વાત જો બરાબર સમજાય તો સંસારરોગ ખટકે, મોક્ષરૂપ આરોગ્ય મેળવવાનું મન થાય અને તે માટે ધર્મરૂપ ઔષધની આવશ્યકતા સમજાય. જ્ઞાનીઓએ કર્મવશ સંસારમાં રઝળતા આત્માઓને સાચી પરિસ્થિતિનું ભાન કરાવતાં કહ્યું છે કે સંસાર એ રોગ છે. મોક્ષ એ આરોગ્ય છે, દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મ એ ઔષધ છે. સંસારની ક્રિયા, સંસારપોષક પ્રવૃત્તિ એ કુપથ્ય છે. ધર્મક્રિયા, ધર્મપોષક પ્રવૃત્તિ એ સુપથ્ય છે. કુગુરુઓ એ ઊંટવેદ્ય છે અને સુગુરુઓ એ સાચા ચિકિત્સક છે. આ વાત ગળે ઊતરે, તેને હું રોગી છું એવું ભાન થાય. જ્યાં સુધી વ્યક્તિને “હું રોગી છું” એવું ભાન થતું નથી ત્યાં સુધી એને આરોગ્ય મેળવવાનું મન થતું નથી અને એ વિના ઔષધ લેવાનું કે અપથ્યથી બચીને પથ્ય સેવવાનું અને એ માટે ખોટા ચિકિત્સકથી બચીને સાચા ચિકિત્સક પાસે જવાનું મન થતું નથી. તમને લાગે છે કે “અમને સંસારરોગ લાગુ પડ્યો છે, માટે અમે રોગી છીએ ? આ સંસારરોગના કારણે અમારું આત્મિક આરોગ્ય જોખમાઈ ગયું છે અને એને અમે જ્યાં સુધી નહીં મેળવીએ ત્યાં સુધી અમારે દુઃખી જ થવું પડશે ?” દુઃખમુક્ત થવાનો ઉપાય જ એ છે કે રોગમુક્ત બનવું અને આરોગ્યને પ્રાપ્ત કરવું અર્થાતું કે આ સંસારથી છૂટીને વહેલી તકે મોશે પહોંચી જવું કે જ્યાં અનંતા અરિહંતો અને સિદ્ધો પહોંચી ગયા છે અને સદા માટે સહજ સ્વરૂપના, આત્મિક શાશ્વત આરોગ્યના સ્વામી બન્યા છે. આ આત્મિક આરોગ્ય-મોક્ષ મેળવવા દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મનું જ સેવન કરવું જોઈએ. એ માટે શક્ય પ્રયત્ન વહેલી તકે સંસારની પ્રવૃત્તિરૂપ અપથ્ય છોડીને દરેક પ્રકારની નાની મોટી ધર્મકરણીરૂપ પથ્યનું યથાશક્ય સેવન ન કરવું જોઈએ પણ દાન, શીલ, તપ અને ભાવરૂપ દવા જ્યાં ત્યાંથી ન લેવાય. આં ભેળસેળના જમાનામાં જેમ ચિકિત્સકોમાં અને વેપારીઓમાં કેટલાક લૂંટારા પાક્યા છે, તેમ ધર્મગુરુઓ તરીકે ઓળખાતાઓમાંય કેટલાક ધર્મધનના લૂંટારા પાક્યા છે. એ સ્થિતિમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ––– ૨ : ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ - 118 - - ૨૧ સુગુરુ-કુગુરુના સ્વરૂપને બરાબર સમજી “કુ'નો ત્યાગ કરી ‘સુનો સ્વીકાર કરવો પડે અને એમની પાસેથી દાન, શીલ, તપ અને ભાવરૂપ ઔષધને સાચા સ્વરૂપમાં સમજીને સ્વીકારવું જોઈએ અને એનું રોજ યથાશક્ય રીતે સેવન કરવું જ જોઈએ. જે દાન કરવાની પ્રવૃત્તિ પથ્ય છે તો ધન કમાવવાની પ્રવૃત્તિ કપથ્ય છે. શીલપાલન પથ્ય છે તો વિષયસેવન મોજ-મજાની પ્રવૃત્તિ કુપથ્ય છે. તપની આરાધના પષ્ય છે તો ખાવા-પીવાની પ્રવૃત્તિ કુપથ્ય છે, શુભ ભાવનાઓ, ધર્મની વિચારણાઓ પષ્ય છે તો દુષ્ટ ભાવનાઓ સંસારની વિચારમાળાઓ કુપથ્ય છે. એટલે એ વાત બરાબર તમારા ધ્યાનમાં રહેવી જ જોઈએ કે, દાન, શીલ, તપ અને ભાવ, એ ચારે પ્રકારના ધર્મને જ્ઞાનીઓ ઔષધ તરીકે સ્વીકારે છે. લાગી, વિષયભોગો, ખાવાની લાલસા અને અયોગ્ય વિચારો એ ચારેને કુપથ્ય માનેલા છે. સંસારરસિક આત્માઓ રોગી છે. તેને માટે પહેલાંના ચારે ઔષધ અને પછીનાં ચારે કુપથ્ય છે. ખાવાથી ભૂખ વધે છે, તપથી ભૂખ શમે છે : જ્ઞાનીઓએ ભૂખને દુઃખ માન્યું છે. ખાવાથી ક્ષણવાર ભૂખ મટી જાય છે. એ ભૂખ મટી ગયાના અનુભવને જ્ઞાનીઓ જુદી રીતે કહ્યું છે. ખાવું એને જ્ઞાનીઓ ભૂખ મટાડનાર નહિ પણ ભૂખ વધારનાર કહે છે. એટલા જ માટે છતી સામગ્રીએ તપસ્વી બનવાનો ઉપદેશ આપે છે. તપથી આહારની ઇચ્છાનો લોપ થશે એમ કહે છે. જેના પરિણામે આહાર વિના ટકી શકાય તે તપ. પહેલવાનને પણ એક દિવસ ખાવાનું ન મળે તો નિર્બળ બની જાય છે. ભોજન ન મળે તો મૂંઝવણ ન થાય, મળે તોય આનંદ ન થાય, તેમાં જરા પણ લીનતા ન થાય, તેનું નામ તપ. ભોજન એ ઔષધ કે તપ એ ઔષધ ? ભૂખરૂપી દુઃખ મટાડવાનું સાધન ભોજન કે તપ ? તેમાં પણ જો કેવળ ભોજનની ઇચ્છા હોત તો આજની જે બેકારી છે તે ન હોત. માત્ર ખોરાકની જ જરૂર હોત તો લોકો આટલા દુઃખી ન હોત. ખોરાક કરતાં તેની આજુબાજુનાં તોફાન મોટાં છે. એનું નામ જ રોગ છે. ભગવાને ભોગને રોગની જેમ ભોગવ્યા : શરીર છે ત્યાં સુધી પિંડ આહાર તો લેવો પડે પણ એ પિંડમાં બીજું ઘૂસે એટલી તપસ્વીપણામાં ખામી. જેમ બને તેમ ભોજનની લાલસા ઘટે, પ્રેમ ઓછો Page #38 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - it થાય, મમત્વ ઘટતું જાય, ઓછા ટંક, ઓછા દિવસ, એમ બધું ઓછું ઓછું થતું જાય એની કાળજી રાખવી. ભોજન કુપથ્ય છે છતાં એને પણ ઔષધ બનાવી શકાય છે. તત્ત્વજ્ઞાની બંધના કારણને નિર્જરાનું કારણ બનાવી શકે છે. શ્રી તીર્થકરદેવોએ ભોગ ભોગવ્યા છતાં મુક્તિપદ સાધ્યું. વર્ષો સુધી ભોગ ભોગવ્યા પણ તેને રોગ માનીને ભોગવ્યા. સાજો પણ ગાદી પર પડી રહે ને માંદો પણ પડી રહે છે પણ તે બેમાં ભેદ ખરો કે નહિ ? ગાદી ભોગવો પણ તે માંદાની જેમ; છોડવાની ભાવનાએ. માંદો સાજા કરતાં સારી ગાદી પર પડેલો છે પણ પડી રહેવાની ભાવનાથી નહિ. તીર્થંકરદેવો એ રીતે જ ભોગ ભોગવતા હતા. ભોજન એ ભૂખને વધારનારું છે પણ ઘટાડનારું નથી. કુપથ્ય રોગીને ખાતી વખતે લહેજત પણ આપે પરંતુ કલાક પછી બૂમો પડાવે. શ્રી જિનેશ્વરદેવોએ છતી સામગ્રીએ ભૂખ્યા રહેવામાં ધર્મ કેમ બતાવ્યો ? ઘરબાર, કુટુંબ-પરિવાર, રિદ્ધિસિદ્ધિ વગેરે સઘળું ત્યાગ કરીને છતી સામગ્રીએ ભિક્ષા માગવામાં ધર્મ કેમ કહ્યો ? છતી ભોગસામગ્રીએ ભોગ છોડવાનો માર્ગ કેમ બતાવ્યો ? જે વસ્તુઓ તમને સુખરૂપ લાગે છે તે વસ્તુઓ વસ્તુતઃ દુઃખરૂપ છે એમ તેઓએ જ્ઞાનમાં જોયું પણ તમને એ સમજાવવું મુશ્કેલ છે. સંસારમાં થોડું પણ સુખ હોય અને મોક્ષમાં થોડું પણ દુ:ખ હોય તો જ્ઞાનીઓ કહે છે કે, એ બતાવો. દયાના સ્વરૂપને સમજો : વ્યવહારદયા, નિશ્ચયદયા, દ્રવ્યદયા, ભાવદયા વગેરેનું સ્વરૂપ વિચારવા જેવું છે. દ્રવ્યદયા વખોડી નથી તેમ છતાં કેવળ વખાણી પણ નથી. એની અનુમોદના કરી પણ પ્રશંસા ન કરી. જે દયાના પરિણામે ભાવદયા ઘાયલ થતી હોય, ઊડી જતી હોય, આત્મતત્ત્વની ચિંતા વીસરી જવાતી હોય, એ દયા વસ્તુતઃ દયા નથી અને તેથી જ આસ્તિક્ય આવ્યા વિના સાચી અનુકંપા આવતી નથી. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિનો ભેદ : લોકોત્તર મિથ્યાત્વ સમ્યગ્દષ્ટિ (જૈનધર્મની ક્રિયા કરનાર) માટે છે, મિથ્યાદૃષ્ટિ (અન્ય ધર્મની ક્રિયા કરનાર) માટે નહિ. શ્રી જિનેશ્વરદેવની પાસે આપણે અર્થકામની લાલચે જઈએ તો મિથ્યાત્વ લાગે પણ મિથ્યાત્વમાં પડેલાઓ અર્થકામની લાલચે જાય તો તેઓ કામ પડ્યું પામી પણ જાય, કારણ કે આવ્યો સુયોગ્ય પાસે. જેનું અત્યાર સુધી નામ પણ જાણ્યું ન હતું, જેની પાસે આવવાનો Page #39 -------------------------------------------------------------------------- ________________ Ta1 – ૨ : બેય અને સિદ્ધાંત એક જ જોઈએ - 118 – ૨૩ પંભવ પણ ન હતો, તેની પાસે એ આવી ચડ્યો. સમ્યગ્દષ્ટિ આત્મા તો દેવને તારક માને છે, વીતરાગ તરીકે ઓળખે છે, એ જો અર્થ-કામની માગણી કરે તો બે સ્વામીને સેવક બનાવે છે. મિથ્યાદષ્ટિને તો શ્રી જિનેશ્વરદેવ કોણ છે, કેવા છે, એનું ભાન નથી. એને કોઈ સમજાવનાર મળી જાય તો એ તરત ઠેકાણે ખાવી શકે. માગણી કઈ કરાય, તે સમજો : સમ્યક્ત પામ્યા પછી ચારિત્રનો ઉદય તુરત ન પણ આવે, અને દુનિયા તરફ ખેંચાય પણ ખરો. ચારિત્રને ઉદયમાં લાવવાનું કામ ચારિત્રમોહનીયના ક્ષયોપશમનું છે. “પ્રભુએ કહ્યું એ ઠીક નથી' એવી મૂંઝવણ કરાવવાનું કામ મિથ્યાત્વ મોહનીયનું છે. સભા : બૃહત્ શાંતિમાં સાંસારિક માગણીઓ કરીએ છીએ ને ? એ માગણી નથી પણ સ્વરૂપ છે. મોક્ષની સાધનાને અનુકૂળ સામગ્રી માગવી એમાં વાંધો નથી. “ગૌતમ નામે નવે નિધાન” કહેવું એ એના નામનો મહિમા છે. એના નામનો એ ગુણ છે કે એના નામથી નવે વિધાન આવી પણ જાય પણ તેને માગવાની શાસ્ત્ર સ્પષ્ટ ના પાડે છે. ત્રણ વાતનો નિશ્ચય કરો : ધર્મના પ્રભાવનું વર્ણન કરતાં શાસ્ત્રકારો કહે છે કે જે જેનો અર્થી, તે તેને ધર્મ આપે છે. અર્થના અર્થીને અર્થ, કામના અર્થીને કામ, પુત્રના અર્થીને પુત્ર, સ્વર્ગના અર્થીને સ્વર્ગ અને મોક્ષના અર્થીને મોક્ષ તે આપે. હવે માગવું શું? - એ વિચારવાનું છે. શ્રી જિનેશ્વરદેવની પૂજા કરનારા રાજગાદી પામ્યા, મોટી ઋદ્ધિસિદ્ધિ પામ્યા, ચક્રવર્તીપણું પામ્યા, સ્વર્ગનાં સુખ પામ્યાં, કેવળજ્ઞાન પામ્યા અને મુક્તિએ પણ ગયા. આમ પામ્યા બધું પણ મગાય શું ? સમ્યગ્દષ્ટિએ આ નિર્ણય તો અવશ્ય કરવો જ જોઈએ. કરવા લાયક શું ? કેવી રીતે કરવું ? અને કયા ઇરાદે કરવું ? આ ત્રણ વાતના નિશ્ચયમાં જેટલી ખામી એટલો વાંધો. કરણીય, ઉપાદેય, ઇષ્ટ, સેવ્ય, અનુમોઘ, પ્રશંસનીય શું ? ઉપાસ્ય કોણ ? આ બધાનો નિર્ણય કરવાનો છે. હેય વસ્તુ મંગાય નહિ ને ? શુદ્ધદેવ, શુદ્ધગુરુ અને શુદ્ધધર્મ એ તત્ત્વત્રયી ઉપાસ્ય છે. દેવ વીતરાગ, ગુરુ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ 17 નિગ્રંથ, ધર્મ નિગ્રંથ અવસ્થા પમાડી વિતરાગતા પ્રાપ્ત કરાવે છે. ઉપાદેય શું? રત્નત્રયી. કરણીય શું? સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્રરૂપ રત્નત્રયીને અનૂકૂળ હોય છે. આ ત્રણની પ્રાપ્તિ એ એનો નિર્ણય. ઉપાદેય રત્નત્રયી થઈ ગઈ ત્યાં બીજું માગવાપણું ક્યાં રહ્યું ? હેય વસ્તુ તો ન માગીએ ને ? એ ત્રણ સિવાય ચોથાને ઉપાદેય તો માનતા નથી. એ ત્રણના સાધન ન બને તેને કરણીય માનતા નથી. ચિંતામણિ રાજ્ય આપે તેમ કેદ પણ આપે. જે માગે એ આપે. નિસરણી ચડાવે પણ અને પટકે પણ, જેવી જેની મરજી. જે બીજમાં અનાજ આપવાની શક્તિ છે, તે બીજમાં ઘાસ આપવાની પણ શક્તિ છે. આપે તો બધું પણ માગવું શું ? એ જ મહત્ત્વનો પ્રશ્ન છે. ભાવના ભવનાશિની ખરી પણ તે કઈ ? “આરુષ્ણ બોરિલાભ'ની માગણી કરી પણ તે આરોગ્ય શા માટે માગ્યું ? ધર્મની સાધના માટે ઉપયોગી છે તે માટે. ખાવાપીવાની મજા કરવા માટે આરોગ્ય માગે તો સત્યાનાશ નીકળી જાય. જેમ ભાવના ભવનો નાશ કરે તેમ વિપરીત ભાવના ભવને વધારે. “gs૬ નલ્થિ મે વોટ્ટ ' એ એકત્વ ભાવના, એક તો વૈરાગ્યથી આવે અને એક ઘરના ઘરમાંથી જાકારો આપે ત્યારે દીનતાથી આવે. બંન્નેમાં ભાવના તો “એકત્વ' છે પણ એક બળતા હૃદયથી છે અને એક તત્ત્વદૃષ્ટિથી છે. ઉપકારક કઈ બને ! બળતા હૃદયથી કરેલી કે તત્ત્વદૃષ્ટિથી કરેલી ? પુણ્યાનુબંધી પુણ્યનો પ્રભાવ : શુભ ઇરાદે બધી માગણી સફળ થઈ જાય છે. વગર માગ્યે જેમ બીજમાં અનાજ સાથે ઘાસ આપવાની શક્તિ છે તેમ વગર માગ્યે ધર્મમાં સુખ આપવાની શક્તિ છે. ધર્મના પ્રભાવે દેવાદિ ગતિ મળી જાય તે આત્માને મૂંઝવતી નથી. પુણ્યાનુબંધી પુણ્યના યોગે મળેલા ભોગ અંતે ત્યાગ પમાડીને જાય છે. એવા પુણ્યના યોગે મળેલા સ્નેહી-સંબંધીઓમાં એ ગુણ હોય કે સારા કાર્યમાં અનુકૂળ થઈ જાય. એ પુણ્યના યોગે મળેલી સામગ્રી એના આત્મા પર ઘા કરીને ન જાય, પણ લાભ કરીને જાય. સમ્યક્ત બીજનું ફળ મોક્ષ : જો કે આ પંચમકાળમાં ભરતક્ષેત્રના માનવી સમ્યક્ત, દેશવિરતિ કે સર્વવિરતિની આરાધના કરે તો પણ મોક્ષમાં જવાના નથી. દેવલોકમાં જવાના Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨ : ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ - 118 એ વાત નક્કી છે. ક્યાં તો દેવગતિ અને કદાચ સમ્યક્ત્વની ગેરહાજરીમાં આયુષ્ય બંધાઈ જાય તો મહાવિદેહમાં મનુષ્યપણું અને પાપ કર્યું હોય તો નરકત. શરીરબળ વગેરે અનુકૂળ સામગ્રી નથી, એથી મોક્ષ ન મળે, એટલે મોક્ષની સિદ્ધિ ન થાય પણ મોક્ષની આરાધના જરૂર થાય. સમ્યગ્દષ્ટિ માટે નિયમા દેવલોક સિવાય બીજી ગતિ નથી. સમ્યક્ત્વની હાજરીમાં જીવ આયુષ્ય બાંધે તો નિયમા દેવલોકનું જ બાંધે. ચરમશરીરી આયુષ્ય બાંધે જ નહિ. સર્વવરિત, દેશિવરિત કે સમ્યક્ત્વમાં દૃઢ રહીએ તો દેવગતિ સિવાય બીજી ગતિ નથી. હવે જ્યારે મોક્ષ મળવાનો જ નથી, દેવગતિ જ મળવાની છે તો તેની ઇચ્છા રાખીએ તો વાંધો શો ? આવો પ્રશ્ન કરનારને કહેવું પડે કે એ ઇચ્છાએ બંધાતું પુણ્ય પાપનિશ્રિત થઈ જશે. વગર ઇચ્છાએ મળેલી દેવગતિ પણ મોક્ષ મેળવવામાં સહાય કરશે. ખેડૂતને જેટલો પ્રેમ અનાજ પર હોય તેટલો ઘાસ ૫૨ નહિ. ખેડૂતની બુદ્ધિ અનાજ પર છે. ઘાસની ઇચ્છા કે ચિંતા એ રાખતો નથી. ઘાસ વધુ થાય તો આનંદ નહિ અને ઓછું થાય તો શોક નહિ. તેમ સમ્યક્ત્વરૂપી બીજનું ફળ મોક્ષ છે. તે મેળવતાં વચમાં મનુષ્ય અને દેવગતિનાં સુખો મળી જાય તે ઘાસતુલ્ય છે. કાયમી ઉપાદેય રત્નત્રયી : ક્રિયા બે પ્રકારની છે. નિત્યક્રિયા અને નૈમિત્તિક ક્રિયા. નિત્યને નૈમિત્તિક સાથે કશો સંબંધ નથી. અમુક નિમિત્ત પામીને કરાય તે નૈમિત્તિક ક્રિયા છે. કોઈ ઉપદ્રવ થયો તો તેને શમાવવા તે થઈ શકે પણ તેને નિત્ય કે કરણીય તરીકે ગણાય નહિ. આપણે માટે રત્નત્રયી સિવાય કાયમી ઉપાદેય બીજું કાંઈ નથી. મોક્ષ એ આપણું કાયમી ધ્યેય છે. તેમાં કોઈ દિવસે પલટો થવો ન જ જોઈએ. 1733 નિયાણું પણ બે પ્રકારનું : નિયાણું પણ બે પ્રકારનું છે. ‘ભવે ભવે તુમ્હેં ચલણાણં’ એ નિયાણું પણ ગુણરૂપ છે, કારણ કે એ મોક્ષને અનુકૂળ છે. ‘ધર્મનું કાંઈ પણ ફળ હોય તો હું બળવાન થાઉં,’ એ નિયાણું સંયમને ચુકાવનાર છે. ‘આ સંયમના પ્રતાપે ભવોભવ સંયમપાલનમાં અધિક ને અધિક પરાક્રમવાળો થાઉં' એમ માગી શકાય. દરેક નિયાણામાં ‘સુ’ આગળ લગાડી દેવો. આરોગ્ય, દુ:ખનો ક્ષય અને સમાધિમરણ ૨૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૭ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - 1 પણ મંગાય છે. દુઃખનો ક્ષય એટલા માટે કે પ્રભુમાર્ગમાં લીનતા આવે. મુક્તિના ધ્યેયવાળાને દુનિયાની વસ્તુ કિંમત વિનાની થઈ જાય છે. તીર્થકર જે ભવમાં મુક્તિએ જવાના હોય છે એ ભવમાં જે સામગ્રી અને રિદ્ધિ તેઓ પામે છે તે ચક્રવર્તીને પણ હોતી નથી. મુક્તિના અભિલાષી પાસેથી પીગલિક સુખ ખસતું નથી. પૌદ્ગલિક સામગ્રી તેનાથી વેગળી જાય જ નહિ. આપણે શરીરને ગમે તેટલું સાચવીએ પણ એક પથરો પડે તો હાડકું ભાંગતાં વાર નહિ અને તીર્થંકર પર વજ પડે તોય હાડકું હાલે પણ નહિ. માગવું એ જ પાપ ? શ્રી તીર્થંકરદેવો દેવલોકમાંથી આવે, માતાના ઉદરથી જન્મ લે ત્યાં ઇદ્રોનાં સિંહાસન કંપે, દેવલોકમાં હલચલ મચી જાય, ઇંદ્ર પ્રભુને નમસ્કાર કરે, નમુત્થણના પાઠ ભણે, ભગવાનને મેરુ પર્વત પર લઈ જાય, એકરૂપે છત્ર ધરે, બે બાજુ બે રૂપે ચામર ઢાળે, એક રૂપે આગળ ચાલી જ ઉલાળે, ખોળામાં બેસાડી સ્નાન કરાવે, ચોસઠ ઇંદ્રો ત્યાં ભેગા થઈ જાય, વસ્ત્રાભરણ પહેરાવે, પૂજા, આરતી વગેરે થાય તેટલી ભક્તિ કરે અને ભગવાન કે ભગવાનની માતા વિરુદ્ધ કોઈ વિચાર સરખો પણ ન કરે એવો મનુષ્યલોક અને દેવલોકમાં હુકમ કાઢે. ભગવાનની ખાવા-પીવાની, બેસવા-ઊઠવાની બધી ખબર ઇંદ્રો રાખે. આ સાહ્યબી માગવાથી નહિ પ્રાપ્ત થયેલી. માગે એનાથી તો આવું ભાગે. માગવું એ જ પાપ. ચક્રવર્તીપણું, વાસુદેવપણું, બળદેવપણું માગ્યું મળે પણ તીર્થંકરપણું માગ્યું ન મળે. “સવિજીવ કરું શાસનરસી' એ ભાવનાથી તીર્થકર નામકર્મ નિકાચિત થાય, ત્રણ ગઢમાં બેસું અને ઇંદ્રો પૂજે' એ ભાવનાથી ન થાય. શ્રી તીર્થંકરદેવો પાસે દુનિયાના ચક્રવર્તીઓ પણ કંગાળ દેખાય તો તમારા જેવાની તો વિસાત શી ? ધ્યેય, ઉદ્દેશ અને આદર્શ ક્યો ? તમારા જેવાની તો એમને દયા જ આવે. સાધુ તમારી સાહ્યબી દેખી ખુશ થાય કે તમારી દયા ચિંતવે ? શ્રી તીર્થંકરદેવોએ જ્યારે એમ જોયું કે બધા જીવો શાસનના અભાવે દુઃખી છે, શાસન પામશે તો જ સુખી થશે, મારામાં શક્તિ આવે તો જગતના સર્વ જીવોને શાસન રસિક બનાવું - એવી ભાવના કરી અને એ ભાવનાના યોગે તે તારકના આત્માઓએ તીર્થંકર નામકર્મની નિકાચના કરી Page #43 -------------------------------------------------------------------------- ________________ 17 – ૨ : બેય અને સિદ્ધાંત એક જ જોઈએ - 118 – ૨૭ અને એ તીર્થંકર નામકર્મનો પ્રભાવ જ એવો કે, એના યોગે જ્યારે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે વગર ઇચ્છાએ એ તારકોને દેશનાની સામગ્રી એટલી મળે છે કે દુનિયાભરમાં જેનો જોટો નહિ. ઉપકાર કરવાની ભાવના અને કરુણાનો ધોધ એવો વહેવડાવ્યો કે જીવે ત્યાં સુધી ખૂટે જ નહિ. સભા : ભગવાન મહાવીરદેવની પ્રથમ દેશના નિષ્ફળ ગઈને ? ભગવાન મહાવીરદેવની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ એ કલંક કોનું ? ભરતક્ષેત્રનું. વિરાગીના મોઢામાંથી વૈરાગ્યની વાત ન નીકળે તો એ દોષ એનો. પાણીના નળમાંથી પાણી જ નીકળે, ન નીકળે તો માનવું પડે કે પાણી સુકાઈ ગયું છે. પાણી ઓછું થાય ત્યારે અમુક ટાઇમ પૂરતો જ નળ આવે, એવું જ વૈરાગ્યની બાબતમાં છે. જો કોઈ સાબિત કરી આપે કે વૈરાગ્ય સિવાય બીજી કોઈ વસ્તુમાં તત્ત્વ વધારે છે તો આપણે તે માનવા તૈયાર છીએ. આ વસ્તુ નિર્ભીત ન થાય ત્યાં સુધી જૈનત્વ કઈ રીતે ટકે? તાકાતના અભાવે રત્નત્રયી માટે પૂરતો પ્રયત્ન ન પણ કરી શકો તો અમે તમારું પલ્લું પકડવા આવતા નથી, પણ ધ્યેય, ઉદ્દેશ અને આદર્શ શા હોવા જોઈએ ? ભગવાન વસ્તુતજ્યના પ્રકાશક : જેનશાસનમાં સંપૂર્ણ જ્ઞાન સિવાય અંતરના અવાજની છૂટ નથી. જેવું આપણું અંતર તેવો અવાજ આવે. આહાર તેવો ઓડકાર. અનંતજ્ઞાનીના અવાજ જેવા અવાજ આપણા કર્મથી આવરાયેલા આત્મામાંથી આવવાના નથી. ગણધરદેવો સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા, ચાર જ્ઞાનના ધણી, અવધિજ્ઞાન તીવ્ર, અસંખ્યાતા પૂર્વભવોનું બાન કરે તેવું, દેશના દે ત્યારે છપસ્થ છતાં કેવળી જેવા લાગે, છતાં ત્રિપદી તો ભગવાને આપી હતી અને તેના ઉપરથી દ્વાદશાંગી બનાવી હતી. માટે જેટલું પામ્યા તેટલું ત્યાંથી જ પામ્યા એમ કહેતા. ઇંદ્રભૂતિ ચૌદ વિદ્યાના પારગામી, આખા ભારતમાં એમની સામે ઊભો રહે તેવો એકેય પંડિત તે સમયે ન હતો, છતાં ભગવાન પાસે આવ્યા પછી પોતાના અંતરના અવાજની વાત નથી કરી. ભગવાન કાંઈ વાદવિવાદ કરનારા ન હતા પણ વસ્તુતત્ત્વના પ્રકાશક હતા. આજે ઘણા એમ કહે છે કે “આપણા નિમિત્તે પારકાનું બગડતું હોય તો આપણે આપણું સારું પણ છોડી દેવું. આપણી ત્યાગ-વૈરાગ્યની વાતથી લોકોને Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૮ - --- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 1738 દુઃખ થતું હોય તો એવી વાતો નહિ કરવી.” પ્રભુની પ્રશંસાથી કંઈકનું કલ્યાણ થઈ ગયું પણ દુર્ભાગી સંગમને એમ લાગ્યું કે સ્વામી અક્કલહીન છે. એક માનવકીડાની આટલી પ્રશંસા ? હઠ કરીને આવ્યો ને નક્કી કર્યું કે ચલાયમાન કર્યા સિવાય ન જવું. ઉપસર્ગની ઝડીઓ વરસાવી. ભગવાન જાણે છે કે મને ઉપસર્ગ કરનાર ડૂબી જશે. છ મહિના સુધી મહેનત કરી પણ પ્રભુ ચલાયમાન ન થયા. એ નમ્યો ત્યાં સુધી ડગ્યા નહિ, એનું બગડશે એમ જાણવા છતાં. જ્ઞાની સત્યનો પ્રકાશ કરે. માનવું હોય તે માને, ન માનવું હોય તે ન માને. અસત્યનો આગ્રહી મિથ્યાદષ્ટિ છે. અમારું સારું પણ કોઈને ન ગમે માટે સારું કરતા અટકી જવું એ કાંઈ જાય છે ? એવી કઈ ક્રિયા છે કે ગાંડાઓ જેની પાછળ વાતો ન કરે ? એ ગાંડાઓ તો હારેલા હતા જ અને આપણે તેનું માનીએ તો આપણે પણ હારી જઈએ. જો શ્રીમંતને ઘેર શ્રીમંતાઈ ન હોત તો કોઈ ખાતર પાડવા આવત ? ગરીબના ઘેર ચોર આવ્યા સાંભળ્યા છે ? માટે ચોરને ચોરી કરાવનાર શ્રીમંતો છે એવો કોઈ આક્ષેપ મૂકે તો તે સાચો છે ? આ તો એવો કાયદો સ્થાપે કે ચોરટાઓ ચોરી કરતાં શીખ્યા માટે શ્રીમંતોએ ભીખ માગતા થઈ જવું. સાચી સ્વતંત્રતા કે સાચી સમાનતા હોય ત્યાં આ તોફાન નથી. કર્માધીનને સ્વતંત્રતા કયાંથી? એક વક્તા ને હજાર શ્રોતા, એક લીડર ને બીજા તેની પાછળ ચાલનાર, એક લેખક ને બીજા વાચકો, આમાં સમાનતા કયાં રહી ? વિષયકષાયને આધીન રહેવું ને સ્વતંત્રતાની વાતો કરવી એ તો બુદ્ધિનું લિલામ છે. અગિયાર વાગે રસોઈ તૈયાર ન હોય તો ઊંચોનીચો થઈ જાય, પચાસના પગાર માટે રોજ છ કલાક નીચી મૂંડીએ મજૂરી કરે તે સ્વતંત્ર અને મુનિ ગોચરી લેવા જાય, મળે તો સંયમવૃદ્ધિ માને, ન મળે તો તપોવૃદ્ધિ માને તે પરતંત્ર ? રોજ જિનપૂજન કરવું, રોજ દર્શન કરવાં, રોજ સાધુને વાંદવા, રોજ તપ કરવો ને પચ્ચખાણ લેવાં, એ રૂઢિ અને રોજ ચાર વાર ઝાપટવું એ રૂઢિ નહીં? રોજ એ જ ખુરસી અને એ જ ટેબલ, એ જ ગજ ને એ જ કાતર, એ જ ત્રાજવાં ને એ જ કાટલાં, એ બધી રૂઢિ નહિ ? કર્મના ઉદયે કઈ કઈ હાલત થાય છે એ નજરે દેખાતું નથી ? સુખની પારાવાર ઇચ્છા છતાં કંગાલોને કાંઈ મળતું નથી, Page #45 -------------------------------------------------------------------------- ________________ 171 – ૨ : ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ - 118 – ૨૯ જરા પણ ઇચ્છા નહિ છતાં રોગથી પીડાવું પડે છે, છતે છોકરે વાંઝિયા જેવું બનવું પડે છે, આ બધી વસ્તુ દૃષ્ટિમાં નથી આવતી ? કર્મ શું કામ કરે છે, એ વર્તમાનમાં અમાનુલ્લાએ દષ્ટાંત પૂરું નથી પાડ્યું ? એક જ વર્ષમાં શું નું શું થઈ ગયું એ ન જોયું? આજનો પંડિત તો પંડિતમાની છેઃ પાપ જે થાય છે, આરંભ-સમારંભથી આત્મા જે બંધાય છે તેનાથી કોઈ કાળે છુટાય તેમ નથી. કર્મના કાયદાની ચુંગાલમાંથી બચાય તેમ નથી. મદોન્મત્ત બનીને બધું હંબગ માને તેની સાથે વાત શી કરવાની ? જેને બોલવાનું ભાન ન હોય તેને સાંભળવાની જરૂર નથી. આજના વિદ્વાનો પંડિત નથી પણ પંડિતમાની છે. ઈંદ્રભૂતિ તો પંડિત હતા, મિથ્યાભિમાની ન હતા. “સર્વજ્ઞ છે એમ સાંભળ્યું કે તરત થયું કે જો એને હું જીતી ન શકે તો મારી સર્વજ્ઞ તરીકેની નામના ધૂળમાં મળી જાય. ભાઈએ કહ્યું, તમે ન જાઓ, હું જ જાઉં, ત્યારે કહે છે કે મને ખાતરી છે કે મારો એક વિદ્યાર્થી પણ જીતી આવે એમ છે છતાં મારાથી હવે બેસી શકાય એમ નથી. કતરાની અને સિંહની જાતમાં ભેદ છે. ઊંચાઈમાં કે શરીરમાં કદી સરખા પણ થઈ જાય છતાં કૂતરા હમેશાં હાથીની પાછળ જ ભસે, સામે કદી ન જાય અને સિંહ સામેથી તરાપ મારે, પાછળથી કદી ન મારે. ઇંદ્રભૂતિ કહે છે કે સામે જઈને મારી શક્તિ આ પ્રસંગે ન બતાવું તો હું પંડિત શાનો ? આવા ખેલદિલ હતા તો એ પામી ગયા અને એમની પાછળ બીજાઓ પણ પામી ગયા. યુદ્ધનું નામ સાંભળે ત્યાં શૂરવીરની રોમરાજી વિકસ્વર થાય જ. આજના પંડિત એવા કે બીજા પંડિત સાથે એમને પરિચય ન પાલવે. પેલો ઉગમણે આવ્યો સાંભળે કે આ આથમણે જવા માંડે. ઘરમાં બેઠા “હું જીત્યો? એવું કહેનારા ઇંદ્રભૂતિ ન હતા. પ્રભુને જોયા ત્યાં જ વિચારણા કરી. “હું શું માનતો હતો ને આ શું જોઈ રહ્યો છું? હું આને પ્રપંચી, ધૂર્ત, કપટ અને માયાનું કુલમંદિર કહેતો હતો અને અહીં તો એવું કાંઈ દેખાતું જ નથી. આ તો કોઈ અદ્ભુત છે.” એ વિચારણામાં ચડ્યા. ત્યાં ભણેલું યાદ આવ્યું. સઘળા દોષથી રહિત અને સઘળા ગુણોથી સહિત છેલ્લા તીર્થકર થવાના છે તે જ આ લાગે છે. તો પણ અભિમાનના જોરે એમ તો થયું કે જો હું આને જીતી જાઉં તો તો દુનિયાભરમાં મોટો ગણાઈ જાઉં. પણ પાછું થયું કે જો મારી શંકા એ જાણી જાય તો એ સર્વજ્ઞ સાચા અને તે પછી એમના ચરણે જ બેસી જાઉં. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ––– – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - - 175 સર્વજ્ઞની ખાતરી થયા પછી યુક્તિ તો કોઈ દિવસ કરી જ નથી. તત્ત્વ જો યુક્તિથી જ પમાતું હોત તો સર્વજ્ઞની નિશ્રા કોઈ સ્વીકારત જ નહિ. અનુભવ વગર વસ્તુતત્ત્વ પમાય નહિ. અનુભવ ન થાય ત્યાં સુધી જ્ઞાનીની નિશ્રાએ ચાલવું જ પડે. આજે તો અભિમાન રહી ગયું અને સાચી પંડિતાઈ વહી ગઈ. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને રૂઢિ કહેનારા પોતે રોજ જે એકનાં એક કાર્યો કર્યા કરે છે તે રૂઢિ નથી ? રોજ એનું એ જ ઘર, એની એ જ પથારી, એકની એક પેઢી, એ જ રોટલીના ડૂચા અને એની એ જ પાઘડી, આ બધી રૂઢિ નથી તો શું છે? પોષક વસ્તુ તો રોજ જોઈએ. રોટલી રોજ અને મિષ્ટાન્ન ક્યારેક વારે તહેવારે. અંતરના અવાજને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સ્થાન નથી. અંતર ગમે તે કહે પણ શાસ્ત્ર ના કહે તો એ છોડી દેવાનું. અને એમ કરે એ જ પ્રભુમાર્ગનો સાચો અનુયાયી કહેવાય. “શ્રી જિનેશ્વરોએ જે કહ્યું તે જ સાચું અને શંકા વિનાનું', એ જેમ આપણે માનવાનું તેમ ગણધરદેવોએ પણ માનવાનું. સંયમમાં, ઉત્તમતામાં ગમે તેટલી તરતમતા હોય પણ ધ્યેય અને સિદ્ધાંત એક જ જોઈએ, તેમાં ભિન્નતા ન ચાલે. પાડા અને આખલા ન થવું : બીજાં જાનવરો એવાં છે કે એ કિનારે ઊભાં ઊભાં પાણી પીને જાય પણ બે જાનવર જુદી જાતનાં છે. એક પાડો અને બીજો આખલો. એ એવા છે કે પોતે ચોખ્ખું પાણી પીવે નહિ અને સાથેનાને પીવા દે નહિ, એટલું જ નહિ પણ કલાક બે કલાક સુધી બીજા માટે પણ પાણી પીવા જોણું રાખે નહિ. મનિપણાની મર્યાદા ઉલ્લંઘન કરનારને શાસ્ત્ર પાડાની ઉપમા આપી છે અને તેમને ટેકો આપનાર શ્રાવકોને આખલા જેવા કહ્યા છે. એ બન્ને શ્રી જિનશાસન રૂપી સરોવરને ડહોળે છે. આપણે આપણાથી કોઈનો અપકાર ન થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ. ચારિત્ર પાળનારને વગર કારણે વિખકર્તા થઈએ તો આપણે તે ઉપમામાં ગોઠવાઈ જઈશું. અમે પામ્યા ઓઘો અને તમે પામ્યા તિલક. એ બેને કલંકિત ન કરીએ, માર્ગથી ચૂકી ન જઈએ, કોઈને વિનરૂપ ન બની જઈએ તો આપણે સંઘ, નહિ તો હાડકાંનો ઢગલો. આ વિષયમાં ગ્રંથકાર આગળ શું ફરમાવવાના છે તે હવે પછી - Page #47 -------------------------------------------------------------------------- ________________ : આજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા: 119 16 વિ. સં. ૧૯૮૬ કાર્તક વદ-૧૧ બુધવાર તા. ૨૭-૧૧-૧૯૨૯ • ચારેય ગતિ દુઃખમય : • સુધા-તૃષા એ રોગ છે : • યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાનાં દુ:ખ : • વિષયાધીનોની પરાધીનતા : • સામ્યવસ્થા એ સુખ : ૦ આજનો સ્વાતંત્રવાદી ગુલામ છે : • જીવ સુખી કે દુઃખી શાથી ? • મુધાદાયી-અધાવી : • લક્ષ્મી આવે તો શું કરો ? • ધર્માત્મા શેઠનું દૃષ્ટાંત : યોગનો વિયોગ નક્કી છે : • શાસન પ્રત્યેની ફરજ બજાવો : • આહાર અને ઊંઘ વધાર્યાથી વધે : ૦ નાલાયક લાયક ન બને ? • રસમૂલાનિ વ્યાધય : • ભગવાનની આજ્ઞાથી ખેડૂતને દીક્ષા : વિષય : ચાર ગતિનાં દુઃખો, સુખ-દુઃખ, સુધાદિ એ રોગ છે, સ્વતંત્રતાવાદ, સાધુ-શ્રાવકનું કર્તવ્ય. જીવોને નિર્વેદ થાય એ માટે ચારેય ગતિમાં રહેલાં દુ:ખોનું વર્ણન ફરી એકવાર કરીને આર્તપીડાને લીધે બહુ દુઃખી બનેલો અજ્ઞાની જીવ નવનવાં પાપો કર્યે જ જાય છે, તે વાત ગદ્દે તે સહુકુવરd...' સૂત્રાધારે સમજાવી છે. એમાં પ્રાસંગિક, સુખ કોને કહેવાય ? જીવ સુખી કે દુઃખી શાથી બને ? આહારાદિની જરૂર શી, કેટલી અને કેવા સ્વરૂપે છે ? વિષયાધીન જીવોની ગુલામી કેવી હોય છે ? સાધુ લે ને શ્રાવક આપે તેમાં બેયની ભાવના શી ? અને એક સમયની અયોગ્યતા, યોગ્યતામાં કઈ રીતે પલટાય ? વગેરે પ્રશ્નોની સુંદર છણાવટ કરવા પૂર્વક તેમજ શ્રી લાલભાઈ શેઠ અને પુણ્યોદય સમયે ધર્મારાધના કરી લેતા અન્ય શેઠનું દૃષ્ટાંત રજૂ કરવા પૂર્વક આ પ્રવચન પૂર્ણ કર્યું છે. મુવાપાત • જ્ઞાનીઓની વાતો જેમને માનવી હોય તેમના માટે છે, ન માનવી હોય તેમના ઉપર કોઈ બળાત્કાર નથી. આત્મા પરાધીનતાની મજબૂત બેડીમાં બંધાતો જાય, એ બંધનથી થયેલો આનંદ એ જ ઉન્મત્તાવસ્થા. • કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે દુઃખ પહોંચે એવી પ્રવૃત્તિ ધર્મને ગમે નહિ. યોગ થતાંની સાથે જ વિયોગ અને શોક સર્જાય છે. આહાર વધે તેમ નિદ્રા, ભય અને મૈથુન વધે. બ્રહ્મચારી માટે અતિશય ભોજન તજવું જરૂરી છે. સંયમના યોગો વધે તેમ શારીરિક કૌવત વધે છે, ઈન્દ્રિયોની કાર્યક્ષમતા વધે છે અને મહિનો વિકાસ થાય છે. મગજને તર કરવા, મતિનો વિકાસ કરવા વિગઈઓ વાપરવી એવું જૈન શાસનમાં વિધાન નથી. બહુ ખાનારા, ઘરમાં-બજારમાં અને હરતા ફરતા હોટલોમાં જઈ જઈને ખા ખા કરનારા વ્યાધિને વધારનારા છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩ઃ અજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા ? ઉપકારીઓની વાત પાત્રતા વિના સ્થતી નથી : અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિશ્રી સુધર્માસ્વામીજી મહારાજા શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા ધૂતાધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં ભવનિર્વેદને મુક્તિના અનન્ય કારણ તરીકે ફરમાવે છે. એ ભવનિર્વેદનું વિશેષ વર્ણન કરતાં ટીકાકારશ્રી શીલાંકસૂરિજી મહારાજા અહીં ચારે ય ગતિમાં કેવાં કેવાં દુ:ખો છે, તે સમજાવી રહ્યા છે. આ મહાપુરુષોના હૈયામાં સંસારના જીવો પ્રત્યે અપાર કરુણા હતી, તેથી જ આ દુઃખમય સંસારમાં પણ સુખની લાલસાથી અથડાતા, કૂટાતા, રઝળતા જીવોને વાસ્તવિકતાનું ભાન કરાવી, તેમને દુઃખથી ઉગારી લેવા તેઓ ઇચ્છે છે; પરંતુ ઉપકારીઓની આ વાત પણ પાત્રતા પેદા ન થાય ત્યાં સુધી જીવોને જચતી નથી. આજે તો ઘણા સંસારરસિક જીવો એવા છે કે, જેઓ સંસારના વાસ્તવિક દુઃખોનું વર્ણન કરનારા એવા આ જ્ઞાનીઓની મશ્કરી કરે છે. એ મોહમૂઢ જીવો કહે છે કે – “લો સાંભળો ! આ સાધુઓને સંસારમાં બધું અસાર જ દેખાય છે. આટઆટલાં સંસારનાં સુખો તેમની નજરે ચડતાં નથી. તેમને તો બધે કાળું જ દેખાય છે. અમને મળ્યું છે ને ભોગવીએ છીએ તે પણ એમનાથી સહન થતું. નથી. ત્યાગ ત્યાગની વાતો કરીને લોકોને બાવા બનાવી દેવા નીકળ્યા છે, વગેરે.” આ રીતે પોતાની અવહેલના કરનારા અજ્ઞાન જીવો પ્રત્યે પણ, પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા અને સઘળાયે જીવો પ્રત્યે એકાંતે કરુણાબુદ્ધિને ધરનારા એ મહાપુરુષો, પોતાના માનાપમાનની પરવા છોડીને સઘળાયે જીવોનું સાચું હિત કેમ સધાય તે માટે નિરંતર પ્રયત્નશીલ રહે છે. ચારે ગતિમાં સુખ નથી : દેવગતિમાં યોનિ ચાર લાખ, કુલકોટિ વચ્ચે છવ્વીસ લાખ, ત્યાં પણ ઇર્ષા વિષાદ, મત્સર, ભય અને કામની વાસનાઓ એ બધાથી તેઓ પીડાઈ રહ્યા છે. એની પાસે છે ને મારી પાસે નહિ, એ ઇર્ષ્યા છે. મત્સરમાં રોષ છે. એ મહા દુર્ગુણ છે. ભય મોટાથી નાનાને છે. ચ્યવન પણ દેવાનું નક્કી જ છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ 11 - ૩ઃ અજ્ઞાનીઓની અવદશા અને શાનીઓની દયા - 119 – ૩૩ આમ ત્યાં પણ દુઃખ સિવાય બીજું છે જ નહિ. કેવળ સુખાભાસ અને સુખનું અભિમાન જ છે. અનેક પીડાઓથી પીડાતા એવા દેવતાઓને દેવગતિમાં પણ દુ:ખ જ બેઠું છે. નારકી અને તિર્યંચ ગતિમાં સુખ નથી એ તો નક્કી છે. આ રીતે ચારે ગતિમાંથી કોઈ પણ ગતિમાં સુખ નથી. હોય તો બતાવો એમ આ ગ્રંથકાર કહે છે. ચારે ય ગતિ દુઃખમય છે : અહીં ગ્રંથકાર ફરમાવે છે કે, ચાર ગતિમય આ સંસારમાં કોઈ ગતિ એવી નથી કે જ્યાં દુઃખ ન હોય. નરકગતિનાં દુઃખોનાં વર્ણન સાંભળતાં આપણાં હૈયાં કંપી ઊઠ્યા વિના રહે નહિ. ભલે આજના સુધારકો નરકને હંબગ માને, પણ તેથી નરકનું અસ્તિત્વ કાંઈ મટી જતું નથી. એ લોકો તો કહે છે કે – “નરક કોણે જોઈ છે ? આ તો બધી ઉપજાવી કાઢેલી વાતો છે. નરકનો ભય બતાવી, પાપ-પાપ કરી લોકોને બાયેલા બનાવી દીધા. દુનિયા જ્યારે ઝડપભેર આગળ વધી રહી છે, ત્યારે જેની પાછળ પડતા જાય છે, તે આ સાધુઓના જ પાપે. અરે ભાઈ! નરકમાં તો જઈશું ત્યારે જઈશું, પણ તેની અત્યારથી આટલી ગભરામણ શું? દુનિયા આખી પાપ કરે છે તો શું બધા નરકમાં જ જવાના? નરકના પાસ ફાડવાનો ઈજારો આ સાધુઓને કોણે આપ્યો ?” – આવાને અમારે કહેવું છે કે - “આ ઉપદેશ અમે તમને આપતા જ નથી. ઉપદેશ તો જેમને સાંભળવો છે, તેમને જ અમે આપીએ છીએ. નરકના પાસ ફાડવાનો ઈજારો અમે રાખ્યો નથી અને અમારે રાખવો પણ નથી; પણ યાદ રાખજો! કે કર્મસત્તા બળવાન છે. તેને મોટા ચમરબંધીની પણ શરમ નથી. ત્યારે આ બધી તમારી બહાદુરી બહુ ભારે પડી જશે. રાડો પાડીને દમ નીકળી જશે ત્યારે કોઈ ખબર પૂછનાર પણ નહિ હોય.” પરંત, જ્ઞાનીઓની આ બધી વાતો જેમને માનવી હોય તેમના માટે છે, ન માનવી હોય તેમના ઉપર કોઈ બળાત્કાર નથી. તિર્યંચગતિનાં દુઃખ પ્રત્યક્ષ છે : નરક ગતિ ભલે પ્રત્યક્ષ નથી પણ તિર્યંચ ગતિનાં દુઃખો તો આજે આંખ સામે છે ને ? હજારો ને લાખો જનાવરો અને પશુ-પંખીઓની નિર્દય કતલ થઈ રહી છે. માનવતાની મોટી મોટી વાતો કરનારાઓ જ આ બધું કાયદેસરતાના Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ---- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 172 નામે કરાવી રહ્યા છે. સંસારરસિક જીવો પોતાના સ્વાર્થમાં એટલા અંધ બન્યા છે કે, છતી આંખે આ બધું તેમને દેખાતું નથી. કદાચ દેખાઈ જાય તો તેઓ એ બાબત તદ્દન બેફીકર છે. “એમનાં કર્યાં એ ભોગવે, અમારે ક્યાં ત્યાં જવું છે ?” એવી મિથ્યા માન્યતામાં તેઓ રાચે છે. જ્ઞાનીઓએ તિર્યંચગતિનાં કારણો વિગતથી જણાવ્યાં છે. એ સેવનારાનો ત્યાં ગયા વિના છૂટકારો થવાનો નથી; પણ મોહમસ્ત જીવોને એ સમજાવાનું નથી. દેવો પણ દુઃખી હોય છે ? દેવગતિમાં દેખીતી રીતે સુખનો પાર નથી. શરીરના વ્યાધિ તેમને ક્યારેક સતાવતા નથી. જે મળ્યું છે તે જીવનભર ટકી રહેવાનું છે, તેમાં ક્યારેય ન્યૂનતા થવાની નથી. આમ છતાં ત્યાં પણ માનસિક દુઃખો ઓછાં નથી. સેવક દેવતાઓ જીવનભર સેવક જ રહેવાના. માલિકના હુકમ મુજબ સદાય વર્તવાનું. અહીં તો આજનો ભિખારી કાલે કરોડપતિ થાય, ત્યાં એવું નથી. જે જેવો જભ્યો તે સદાય તેવો રહેવાનો. તેમાં ફેરફાર થવાનો જ નહીં. નાના-મોટા કે ઊંચ નીચના ભેદ ત્યાં કાયમ રહેવાના. આથી, મિથ્યાદૃષ્ટિ દેવો મોટા ભાગે ઈર્ષ્યા, વિષાદ, મત્સર, ભય, કામવાસના અને અસંતોષની આગમાં સળગતા હોય છે. તેમનું ધાર્યું કશું થતું નથી. તેમને પણ મરણને શરણ થવું જ પડે છે. તેમની અંત સમયની હાલત બહુ વ્યાકુળતા ભરેલી હોય છે. દેવતાઈ ભોગસુખો છોડીને પૃથ્વીકાય આદિ એકેંદ્રિયમાં કે પંચેંદ્રિયમાં માતાના ઉદરમાં જન્મ લેવાનું પોતાના જ્ઞાનથી જુએ છે, ને બેચેન બની જાય છે. પણ અંતે એ સ્થિતિને તાબે થયા સિવાય છૂટકો થતો નથી. આયુષ્ય પૂર્ણ થતાં દેવોને પણ ત્યાંથી આવવું પડે છે. મનુષ્યપણાની વિડંબણાઓ : મનુષ્યગતિનાં દુઃખો તો તમારા અનુભવમાં છે, પરંતુ તમારી મોહનગ્નતાને લઈને તમે એ બધું સહેલાઈથી ભૂલી ગયા છો. ગર્ભાવસ્થાનાં, જન્મસમયનાં બાલ્યાવસ્થાનાં, યુવાવસ્થાનાં, વૃદ્ધાવસ્થાનાં અને મરણાવસ્થાનાં દુઃખો આંખ સામે હોવા છતાં મોહમૂઢ જીવોને એ દેખાતાં નથી. આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલા આ માનવ જીવનમાં ક્યાંક ક્યાંક ક્ષણિક સુખના છાંટણા પાછળ લુબ્ધ બનેલા જીવોને શાંતિથી વિચાર કરવાનો અવકાશ જ મળતો નથી. એ વિચાર Page #51 -------------------------------------------------------------------------- ________________ 143 - ૩ઃ અશાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા - 119 – ૩૫ કરવા થોભે તો એને બધાં દુઃખો આંખ સામે નજરે આવે. ગર્ભાવસ્થામાં માનાં કંદરમાં ઊંધે મસ્તકે લટક્યો, મળ-મૂત્રમાં લપટાયો, ઘોર કોટડીમાં ભીંસાઈને હ્યો. અહીં એર કંડીશનમાં મહાલનારા અને વાતવાતમાં ગરમીની ફરિયાદ કરનારાએ નવ-નવ મહિના આ રીતે પરાધીનતાએ વિતાવ્યા. પછી જન્મ વખતે કેટલી વેદના સહન કરી તેની સીમા નથી. ક્યારેક જન્મ આપનાર ને લેનાર બેયનાં જીવન જોખમમાં મૂકાયાં. ત્યારે, ભયંકર વ્યાકુળતા અનુભવતી માતાને સ્મશાન વૈરાગ્ય પણ થયો કે “હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું;' પણ એ વૈરાગ્ય એટલો જ વખત, પાછા એના એ. બાલ્યાવસ્થામાં હાલત કવી ? કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ કહ્યું કે - “બાલ્ય સૂકરસંકાશો - અર્થાત્ જીવ બાલ્યાવસ્થામાં ભૂંડ જેવો છે. વિષ્ટામાં હાથ ઘાલે, મળ-મૂત્રમાં આળોટે, કશું ભાન નહિ, સાવ પશુ જેવું જીવન. માતા સારી મળી હોય તો વારંવાર સંભાળ લે, બાકી તો જેવાં જેનાં કર્મ. દુઃખે પેટ પણ બોલી ન શકે, ચીસો પાડ્યા કરે. મા સમજુ ન હોય તો ઊંધું વેતરી બેસે. આ બધી આપત્તિ પાર કરી યુવાવસ્થામાં આવે ત્યારે વિષયોમાં અંધ બને, વિવેકશૂન્યપણે ન કરવાના વિચારો કરે, ભાનભૂલો બની ન કરવાનાં કામો કરે. કલિકાલ સર્વજ્ઞ ભગવંતે કહ્યું કે, “યૌવને મદનગર્દભ ; જીવ યૌવનમાં કામાવેગના કારણે ગધેડા જેવો બને છે. ક્યારેક ડફણાં ખાવાનો પણ વારો આવે છે. દુનિયાને ધ્રુજાવનારા માંધાતાઓ પત્ની પાસે રાંક બની જાય છે. તુચ્છ વિષયજન્ય સુખો ખાતર જીવો કાળી મજૂરી કરે છે. ગરજે ગધેડાને પણ બાપ કહે છે. એમ કરતાં ઘરડો થાય ત્યારે ગળીયા બળદ જેવો બને છે. હાથ-પગ ધ્રૂજે. ન ચાલી શકે, ન ખાઈ શકે, ન જોઈ શકે, ન સાંભળી શકે. દાંત પડી ગયા હોય, મોઢામાંથી લાળ ટપકે, આંખ અને નાકમાંથી પાણી ચૂએ. બાજુ પડ્યો પડ્યો ડાહ્યો હોય તો સહન કરે, મૂરખ હોય તો જેમતેમ લાવ્યા કરે. મરણ આવે ત્યારે નાડીઓ તૂટે, નસો ખેંચાય, શ્વાસ રૂંધાય, ડૉકટરો હાથ ખંખેરે, અસહાયપણે અંતે મરણને શરણ થાય. યુવાવસ્થા ને વૃદ્ધાવસ્થાનાં દુઃખ : મનુષ્યપણાનાં આ દુઃખો નજરે દેખાવા છતાં જીવનો મોહનો અંધાપો એવો પ્રબળ છે કે, આ વાસ્તવિકતા તેમના ધ્યાનમાં આવતી જ નથી. ઘણા જુવાનીયાઓ Page #52 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ જુવાનીના નશામાં ન કરવાની જગ્યાએ રાગ કરી બેસે છે. એને મેળવવા વલખાં મારે છે. નસીબ ફૂટેલા હોય ત્યાં મળે ક્યાંથી ? પછી યાદ કરી કરી ઝૂર્યા કરે છે અને રિબાય છે. કોઈ સમજાવે કે ‘ભાઈ ! મૂકી દે, આમાં ‘તારું કાંઈ વળવાનું નથી.’ ‘મને આનંદ આવે છે. એને યાદ કરીને રડું છું, તો એ રડવામાંય મને સુખ મળે છે.’ હવે આવા મૂર્ખાઓને કોણ સમજાવે ? મોહના નશામાં એ એવી એવી ચેષ્ટાઓ કરે કે, જેનું વર્ણન ન થાય. એવું કોણ છે કે, જે આ વાતની ના પાડે, પોતે આવી ચેષ્ટાથી બચ્યો હોય એવું કહે. યુવાવસ્થામાં વિરહનું દુ:ખ એટલે કે ભોગની ઈષ્ટ વસ્તુ ન મળે એ દુઃખ. તરુણાવસ્થામાં એ મહાદુ:ખ છે. એટલે સાબિત થાય છે કે, મેળવવામાં દુઃખ છે એ વાત નક્કી અને એ સાધનો જાય ત્યારે દુ:ખ છે, એ વાત પણ નક્કી. વૃદ્ધાવસ્થામાં દુઃખ છે એની તો કોઈથી ના પડાય તેમ નથી. ૩૭ कामासक्ताश्च यदवाप्नुवन्ति तदाह ભાવાર્થ : હવે કામમાં આસક્ત થયેલા મનુષ્યો જે પ્રાપ્ત કરે છે તે કહે છે – बलरहितेन निःसारेण तुषमुष्टिकल्पेनौदारिकेण शरीरेण 'प्रभङ्गुरेण' । स्वत एव भङ्गशीलेन तत्सुखाधानाय कम्र्म्मोपचित्याऽनेकशो वधं गच्छन्ति । ભાવાર્થ : તુષઇંડાંગરના ફોતરાથી ભરેલી મુઠ્ઠી જેવા બળ રહિત, નિઃસાર, પોતે જ નાશ પામવાના સ્વભાવવાળા એવા ઔદારિક શરીરથી તે સુખને મેળવવા માટે (પાપ કરવા વડે) ભેગા કરેલા કર્મના જથ્થાના કારણે અનેકવાર વધ પામે છે. (અર્થાત્ અનેકના જીવોનો વધ કરવા વડે સ્વયં અનેકવાર વધ પામે છે.) अट्टे से बहुदुक्खे, इइ बाले पकुव्वइ । આર્ત્તપીડા અને ઘણો દુઃખી અજ્ઞાની પ્રાણી આ રીતે અન્ય પ્રાણીઓને પીડા પહોંચાડે છે. 1744 कः पुनरसौ विपाककटुकेषु कामेषु यो रतिं विदध्यादित्याह । કટુ વિપાક (ફળ)વાળા કામભોગમાં તિ ધરનાર કોણ છે, તે કહે છે - मोहोदयादार्त्तः अगणितकार्याकार्यविवेक सोऽ सुमान्बहुदुःखं प्राप्तव्यमनेषेति बहुदुःख इत्येनं कामानुषङ्गं प्राणिनां क्लेशं वा 'बालो' रागद्वेषाकुलित: प्रकर्षेण करोति प्रकरोति । तज्जनितकर्म्मविपाकाच अनेकशो वधं गच्छति । Page #53 -------------------------------------------------------------------------- ________________ 1745 —— ૩ : અજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા – 119 ભાવાર્થ : મોહના ઉદયથી કાર્ય અને અકાર્યનો વિવેક નહિ કરી શકતો આત્મા આર્ત્ત-દુઃખી હોય છે. બહુ દુઃખને પમાડે છે, એટલે રાગદ્વેષથી આકુળ બનેલો અજ્ઞાની જીવ કામભોગોને અથવા જીવોના ક્લેશને પ્રકર્ષે કરીને કરે છે. તે કામભોગ અને જીવક્લેશના ફળરૂપે અનેકવાર મૃત્યુને પામે છે. (પમાડે છે.) एए रोगा बहु ना आउरा परियावए नालं पास, अलं तवेएहिं । ભાવાર્થ : આ (પૂર્વે કહેલા) રોગોને (ઉત્પન્ન થયેલા) જાણીને આતુરઅસહનશીલ બનેલા જીવો(અન્ય) પ્રાણીઓને ખૂબ પરિતાપ પહોંચાડે છે. પરંતુ એ (રોગનો ઉપચાર) (કર્મને શાંત કરવામાં) સમર્થ નથી એ તું જો ! यदि वा रोगेषु सत्सु इत्येतद्वक्ष्यमाणं बालोऽज्ञः प्रकरोति तदाह ભાવાર્થ : જ્યારે રોગો ઉત્પન્ન થાય છે, ત્યારે અજ્ઞાની જીવ પ્રકૃષ્ટ કરીને શું કરે છે, તે કહેવાય છે - www. - एतान् - गण्डकुष्ठराजयक्ष्मादीन् रोगान् बहुनूत्पन्नानिति ज्ञात्वा तद्रोगवेदनया आतुराः सन्तः चिकित्सायै प्राणिनः परितापयेयुः, 'लावकादिपिशिताशिनः किल क्षयव्याध्युपशमः स्यादि' त्यादि वाक्याकर्णनाज्जीविताशया गरीयस्यपि प्राण्युपमर्दे प्रवर्तेरन्, नैतदवधारयेयुः यथा-स्वकृतावन्ध्य-कर्म्मविपाकोदया-देतत्, तदुपशमानोपशमः, प्राण्युपमर्दचिकित्सया च किल्बिषानुषङ्ग एवेति एतदेवाह पश्यैतद्विमलविवेकावलोकनेन यथा 'नालं' न समर्थाः चिकित्साविधयः कर्म्मादयोपशमं विधातुं । - 32 જીવને અહીં ઉત્પન્ન થતાં પહેલી ગર્ભાવસ્થા એટલે નવ માસની કેદ, પછી બાલ્યાવસ્થા એટલે મૂર્ખાવસ્થા, જ્યાં કશી ગતાગમ નહીં, ત્રીજી યુવાવસ્થા એટલે લંપટાવસ્થા, જ્યાં ઉન્માદનો પાર નહીં અને ચોથી વૃદ્ધાવસ્થા એટલે શિથિલાવસ્થા, જ્યાં એકેએક અંગ શિથિલ થઈ જાય છે. કોઈ પણ અવસ્થામાં થોડું પણ સુખ હોય તો બતાવો, એમ અહીં ટીકાકાર કહે છે. તમે મદોન્મત્ત બનીને એમાં સુખ માનો એટલા માત્રથી ન મનાય પણ એમાં સુખ છે, એવું સાબિત કરી આપો તો મનાય. બાકી તો કેદમાં જ સુખ માનનારા કેદીઓ પણ દુનિયામાં છે. તેથી કેદ એ સુખનું સાધન ન મનાય. કેટલાક રોગી એવા છે, જે રોગમાં જ સુખ માને છે. લોભિયો વેપારી ગ્રાહકની ગાળમાં પણ આનંદ માને છે. કામી પુરુષ કામિનીના તિરસ્કારમાં પણ સુખ માને છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૮ --— આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 1745 સભાઃ સુખ એટલે શું ?' સુખ એટલે શાંતિ. વિકલ્પનો અભાવ. કુવિકલ્પ ન ઊઠે એ સુખ. દુઃખ એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ. એ ત્રણનો અભાવ તે સુખ. સભા : પણ એમાં જ આનંદની લાગણી થાય તો ? જેને ઉપાધિ સારી લાગતી હોય તેને ઉપાધિમાં પણ આનંદની લાગણી થાય છે. આત્મા પરાધીનતાની મજબૂત બેડીમાં બંધાતો જાય. એ બંધનથી થયેલો આનંદ એ જઉન્મત્તાવસ્થા. દુઃખનું પ્રતિપક્ષી એ સુખ છે.દુઃખ તો અનુભવસિદ્ધ છે, પણ સુખ કયારેક આવે છે માટે એનો અનુભવ નથી. દુઃખનો અભાવ થાય એટલે ચિંતા ગઈ. ચિંતા જવાથી થયેલો આનંદ એ પણ એક સુખ છે. સામ્યવસ્થા એ સુખ: દુઃખનો અભાવ એટલે વિકલ્પોની શાંતિ. કતક ચૂર્ણ તો પાણીમાંથી મેલને જૂદો પાડ્યો, એટલે પાણી સ્ફટિક જેવું થયું. એ એની નિર્મળતા. એ જ રીતે દુઃખના સાધનરૂપ વિકલ્પો ઘટ્યા એ જ દુઃખાભાવ અને એ વખતની સામ્યવસ્થા એ સુખ. આથી વધુ કહી શકું નહીં. જે કહી શકે એને માટે દેવચંદ્રજી મહારાજા કહે છે કે આ સુખને અનુભવનારા પોતાનો અનુભવ કહેવા માટે પાછા આવતા નથી. કાગળ કે સંદેશો કાંઈ પાઠવતા નથી. આ સ્થિતિમાં મારાથી વધારે શી રીતે કહી શકાય? ત્યાં ગયેલા આવતા હોત તો વર્ણન કરી બતાવત. અહીં બેઠા ત્યાંના સુખનો જે સાક્ષાત્કાર કરી શકે છે એનામાં પણ એ સુખનું વર્ણન કરવાની તાકાત નથી. પૌલિક સુખનું સ્વરૂપ બંધાય, આત્મિક સુખનું સ્વરૂપ ન બંધાય. જમ્યા પછી મૃત્યુ સુધી અનેક પ્રકારના રોગ, પરાભવ, આપત્તિ ચાલુ જ છે. કોઈ દિવસ માથું દુઃખે તો કોઈ દિવસ પેટ ચડે. કાંઈ ને કાંઈ હોય. એ ન હોય તો એકાદું હાંલ્લું ફૂટે કે એકાદું તપેલું તૂટે, પણ કાંઈક તો હોય. જીવ સુખી કે દુઃખી શાથી ? જ્યાં કર્મવિપાકનું કારસ્તાન ચાલુ જ હોય ત્યાં કાંઈક તો હોવાનું જ. કર્મવિપાકના ચાલુ કારસ્તાનની પરિસ્થિતિમાં કર્મનો ઉદય ચાલુ જ છે. એ ઉદય અશુભ કે શુભ એમ બે પ્રકારનો હોય. મનુષ્યોના મોટા ભાગને એ શુભ તથા અશુભના વિપાકને ભોગવતાં નથી આવડતું. સંતોષ હોય તો શુભોદય ભોગવાય. Page #55 -------------------------------------------------------------------------- ________________ 17 – ૩ : અજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા - 119 – ૩૯ બાકી તો લાખવાળો બે લાખની આશાથી લાખ પણ નથી ભોગવી શકતો. ભાણામાં આવેલી ચાર સ્વાદિષ્ટ ચીજને પણ પાંચમી ચીજ ન મળી માટે કડવી કરીને ખાય છે. દુનિયાના મોટા ભાગને શુભ વિપાક પણ લગભગ ભોગવતાં નથી આવડતો. ઘણાને આવક-જાવકનાં પાસાં અને રીતભાત બધી અનુકૂળ હોય, ચિંતાનું કશું કારણ ન હોય પણ સંતોષ ન હોવાથી સુખ નથી ભોગવી શકતા. તેથી શ્રીમાન પણ ધર્મની છાયા વિના સુખી નથી હોઈ શકતો અને દરિદ્ર પણ અધર્મની છાયા વિના દુઃખી નથી હોઈ શકતો. સાધનસંપન્ન પણ ધાર્મિક ભાવના વિના સુખ ભોગવી શકતો નથી અને દીનહીન પણ અધર્મની છાયા વિના દુઃખ ભોગવતો નથી. ધર્મની છાયા જેના પર છે એવો દીનહીન પણ સુખી જ છે. જૈનશાસનનો આ અટલ સિદ્ધાંત છે. ગમે તેવી વ્યાધિ વખતે ભયંકર પીડામાં પણ ધર્મી તો આનંદ માને, મોજ માને, અને એવું વિચારે કે સારો હતો ત્યારે તો આરંભ-સમારંભ બહુ થતા, આ તો હવે કાંઈ નહિ થાય અને સારી રીતે નવકારનો જાપ થશે. સભા : સમારંભ એટલે ? જેમાં પંચેદ્રિયનો ઘાત વગરે બહુ ચાલુ હોય તે સમારંભ. સામાન્ય ક્રિયા એ આરંભ અને વિશેષતઃ હિંસક ક્રિયાઓ એ સમારંભ. આરંભ, સમારંભ માટે અન્ય અન્ય વ્યાખ્યાઓ પણ મળે છે, પણ એ બધાનો સાર એ છે કે કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારે દુઃખ પહોંચે એવી પ્રવૃત્તિ ધર્મીને ગમે નહિ. ધર્મીને ઘેર લક્ષ્મી આવે તો પુણ્યોદય માની ચિંતવે કે સવ્યય વધુ થશે, લક્ષ્મી જાય તો એ માને કે ચાલો ! બલા ગઈ, સાચવવી મટી, જવાની તો હતી જ. તમારામાં આ બેમાંથી એક પણ ભાવના જણાતી નથી. તમારે ત્યાં લક્ષ્મી આવે તો તિજોરી એકની ચાર થાય, દરવાજે ભૈયા વધુ ગોઠવો, મોટર ગાડી વસાવી લો અને જાય તો માથું કૂટો. પણ લક્ષ્મી જવાની તો હતી જ એ ખબર નથી ? આ ભાવના હૈયામાં ઊતરે તો લક્ષ્મી જાય કે આવે તેની પીડા ન થાય. આ તો જન્મતાં, જીવતાં અને મરતાં દરેક પ્રસંગે દીનતા, દીનતા અને દીનતા છતાં કહે છે કે “અમે સુખી.” યોગનો વિયોગ નક્કી છે : વળી યોગ, વિયોગ અને શોક પરસ્પર બંધાયેલા છે. એ ત્રણે ભયંકર દોષો છે. યોગ થતાંની સાથે જ વિયોગ અને શોક સર્જાય છે. એ બે ભૂત યોગની સાથે Page #56 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ જ આવે છે, જેનો યોગ થયો એમાં ખામી આવી કે થાય શોક. પછી વિયોગ થાય એટલે છાતી ફાટે. યોગનો વિયોગ તો નક્કી છે. બંગલા બગીચા વગેરે યોગ છે. એ કાંઈ કુદરતી જ આવ્યા છે એવું નથી. લેવડદેવડ થઈ એ યોગ. જે સંયોગમાં બેઠા છો, જેમાં પોતાપણું માન્યું છે, એ સંયોગો યોગજન્ય છે ને ? યોગજન્ય સંયોગો જાય તો તેમાં કાંઈ હરકત છે ? આહાર અને ઊંઘ વધાર્યોથી વધે : ક્ષુધા કોઈને છોડતી નથી. ક્ષુધા પરિમિત કરતો જાય તે સુખી. ચોવીસ કલાકમાં ચોવીસ વાર ખાનાર કરતાં એક જ વાર ખાનાર સુખી છે. પેલો ચોવીસ વાર ખાવા છતાં સુખી નથી. પશુની જેમ ચોવીસે કલાક મોઢું ચાલુ રાખવામાં તમે મજા માનો છો. ચોવીસ કલાકમાં એક વાર ખાનારને ખોરાક બહુ શાંતિથી પચે છે . તમે તો જે આવે તે મોઢામાં નાખ્યા જ કરો પછી પેટ હલકું થાય જ ક્યાંથી ? પ્રમાદ ખસે જ નહિ અને ઝોકાં વધારે આવે. આહાર વધે તેમ નિદ્રા, ભય અને મૈથુન વધે. બ્રહ્મચારી માટે અતિશય ભોજન તજવું જરૂરી છે. લુખ્ખો ખોરાક પણ અતિશય લેવામાં આવે તો વિકાર કરે. મુનિ માટે વિધિ છે તે સંયમયાત્રા નિર્વહે એટલો જ આહાર લે, પેટ ભરીને ન વાપરે. જેટલા પ્રમાણના આહાર વિના સંયમમાં બાધા ન પહોંચે તેટલા પ્રમાણમાં જ આહાર લે. બે કોળિયાથી ચાલે તેમ હોય તો ત્રીજાની ઇચ્છા ન કરે. ભૂખ્યા ચક્કર ન આવે, ક્રિયામાં વાંધો ન આવે એટલો આહાર લે. પેટ માગે એટલો આહાર લેવો એવું સાધુને ન હોય. આહારનો તો એ ગુણ છે કે વધાર્યો વધે. વધતો વધતો એટલો વધે કે ચાર રોટલી ખાનારો ચોવીસ ખાતો થઈ જાય. કહેવત છે કે આહાર અને ઊંઘ વધાર્યાં વધે અને ઘટાડ્યાં ઘટે. ચાર દિવસ ખાઈ-પીને સૂઈ રહો તો પાંચમે દિવસે પથારી જોઈએ જ અને જો સૂવાનું જ રાખો તો ઊંઘ પણ ન આવે, એવો આ શરીરનો સ્વભાવ છે. તમે તો બધા સુખિયા જીવ છો. ગાદીતકિયા બિછાવેલાં પડ્યાં જ હોય એટલે લેટી જતાં વાર કેટલી ?તમારો સમય કાં ખાવામાં, કાં ઊંઘવામાં અને કાં તો સંસારની ધમાલમાં જ જાય. સામાયિક પડિક્કમણામાં તો તમને નિરાંત લાગે એટલે ઝોકાં આવે. ત્યાં કાંઈ આનંદ ન આવે. ૪૦ રસમૂલાનિ વ્યાધયઃ ક્ષુધા પણ એક પ્રકારની પીડા છે. ખાવું એ કાંઈ સુખ નથી. ક્ષુધાની પીડા શમાવવા માટે ખાવાનું છે. પીડા શમાવવા માટે જે લેવાય તે ઔષધ કહેવાય. માટે 1748 Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩ : અજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા 119 ખાવાનું એ તો ક્ષુધાની પીડા શમાવવાનું ઔષધ છે. ઓષધ ખાતાં તો રોગમાં ટેવાયેલાને જ મજા આવે. શાસ્ત્ર કહે છે કે જેને ભાણે બેસતાં આનંદ આવે એ બિચારા ક્ષુધાના રોગથી ટેવાયેલા છે. જન્મના કેદીને કેદ એ કેદ લાગતી નથી. રોજના રોગીને રોગ એ રોગ લાગતો નથી. એ તો દવાનાં પડીકાં ખાધા જ કરે અને વગર ભણ્યે વૈદ થઈ જાય, પોતાની મેળે દવા ખાય, ન ખાવાનું પણ જાણવા છતાં ખાધા કરે અને પાછો દવા લીધા કરે . દવા વિના તો એને ચાલે જ નહિ. ધર્મીએ તો દવા ન છૂટકે જ લેવાની છે. જુલાબ લેવામાં પણ દોષ છે. ઘણા જીવોનો એમાં ઘાત છે. ઓષધની જરૂર પડે એવો આહાર જ શા માટે લેવાનો ? કર્મોદયે વ્યાધિ આવે અને ઔષધ લેવું પડે એ વાત જુદી. વૈદકશાસ્ત્રે પણ રસોને રોગના કારણ કહ્યા છે; અને અજીર્ણને સર્વ વિકારોનું મૂળ કહ્યું છે. 1749 ― નીરોગી રહેવા ઇચ્છનારે ૨સો તજવા જોઈએ. છ વિગય તથા તીખું, તમતમતું, સ્વાદનું પોષણ કરે અને જેનાથી વિકાર થાય તે બધું તજવું જોઈએ. વિગય અને તીખું તમતમતું એ બધું રસમાં ગણાય. વિગયથી વિકાર થાય, વિકારથી ઉન્માદ થાય, ઉન્માદથી પાપ થાય, પાપથી કર્મ બંધાય, કર્મથી મોક્ષ આઘો જાય અને આત્મા નીચી ગતિમાં જાય. માટે વિગયનો ત્યાગ કરવો. વિગય તજ્ઞાથી રસના અભાવે શરીરમાં વિકાર નહિ થાય, વિકારના અભાવે ઉન્માદ નહિ થાય, ઉન્માદના અભાવે પાપ નહિ થાય, જેથી કર્મ નહિ બંધાય. કર્મ નહીં બંધાવાથી નીચે નહિ પણ ઊંચે ઈશું, મોક્ષની નિકટ પહોંચીશું. ૪૧ મોક્ષસાધનાની એવી એક પણ ક્રિયા નથી જે શરીરને ખરાબ કરે. સાધુ કે શ્રાવક વિધિ મુજબ દરેક ધર્મક્રિયા કરે તો વ્યાયામનો વ્યાયામ થાય, હવાફેરની જરૂર જ ન રહે અને ઔષધનું ઔષધ થઈ જાય, જો કે એ માટે ધર્મક્રિયા કરવાની આ વાત નથી. જ્ઞાની કહે છે કે સંયમના યોગો વધે તેમ શારીરિક કૌવત વધે છે, ઇંદ્રિયોની કાર્યક્ષમતા વધે છે અને મતિનો વિકાસ થાય છે. જેવા રોગી, તેવા ચિકિત્સક : મતિનો વિકાસ ક્યારે થાય ? મગજ જડ થાય તો કે નિર્મળ થાય તો ? મગજને નિર્મળ તપશ્ચર્યા બનાવે કે મિષ્ટાન બનાવે ? મગને તર કરવા, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 170 મતિનો વિકાસ કરવા વિગઈઓ વાપરવી એવું જેનશાસનમાં વિધાન નથી. જૈનશાસન તો કહે છે કે જેમ વિકૃતિ ઓછી તેમ મતિની તીવ્રતા વધારે. ઘી વગેરે તો રોગકારક છે એમ વૈદ્યો પણ કહે છે. અશક્તને પ્રસંગ પામીને શરીરને ઠેકાણે લાવવા અમુક પ્રમાણમાં ઘી-દૂધ અપાય તે તો ઔષધ તરીકે અપાય છે; બાકી નીરોગી માટે તો વૈદકમાં ઘી-દૂધના અંકુશ મૂક્યા છે. તમે સાચા વૈદ્ય પાસે જાઓ અને કહો કે “વિના રોગે પણ અમે ફી આપશું પરંતુ નીરોગી શાથી રહેવાય એની ચાવી બતાવો. તમારી ફી માટે અમને રોગી ના બનાવો.' તો વૈદ્ય પણ સાચી સલાહ આપશે. આજે તો જેવા રોગી તેવા ચિકિત્સક થયા છે. જૂના વખતના વૈદ્યની દવા કરવી પણ ભારે પડતી કેમ કે એ આકરી ચરી બતાવે. એ કહે કે “ખાઈ ખાઈને ખરાબ થઈને આવ્યા છો, હવે તો હું કહું તે જ અને તેટલું જ ખવાશે.' કાં તો દર્દી દવા લેવા જ ન જાય અને જાય તો ખાવાની આસક્તિ છોડે. સુધા-તૃષા એ રોગ છે : તમે થોડો વખત આયંબિલ કરી જુઓ અને તે વખતે મગજની રહેતી નિર્મળતાનો અનુભવ કરી જુઓ. નવ દિવસ આયંબિલ કરો તે વખતની અને રોજ માલપાણી ખાઓ તે વખતની માનસિક સ્વસ્થતાને સરખાવો. ધર્મક્રિયામાં બેમાંથી કયારે સ્થિરતા રહે છે તે તપાસો. આકંઠ ખાઈને પ્રતિક્રમણ કરો અને તપ કરીને કરો એ બેમાં ફેર ખરો ? ક્ષુધા એ રોગ છે. આજે તો સુધા ન લાગે. તો એ લગાડવાના ઉપાય થાય છે. ભૂખ મરી ન જાય એની ચિંતા થાય છે. જ્ઞાનીએ ભૂખને રોગ માનેલ છે. મોક્ષમાં સુખ છે તે ખાવાનું નહિ પણ ભૂખ ન લાગે એ જ સુખ છે. ભૂખ ત્યાં લાગતી જ નથી. “ભૂખ લાગે ને ખાવા જોઈએ એવા રહેવું છે કે “ભૂખ જ ન લાગે' એવા બનવું છે ? આજે તો કહે છે કે ભૂખ ન લાગે તો સ્વાદની મજા કેમ કરાય ? બહુ ખાનારા, ઘરમાં, બજારમાં અને હરતાફરતા હોટલોમાં જઈ જઈને ખા ખા કરનારા વ્યાધિને વધારનારા છે. શાસ્ત્ર કહે છે કે એવા માણસો પછી પશુ જેવા થઈ જાય છે. એને કોઈ પણ સમયે મોંમાં કાંઈ ને કાંઈ નાખ્યા વિના ચાલે જ નહિ. કેટલાકને તો એવી ટેવ પડી જાય કે કામ કરતાં કરતાં પણ કાંઈક ફાકવા જોઈએ. એવા માણસો પછી તો કોઈ કામના પણ રહેતા નથી. સુધા-તૃષા એ Page #59 -------------------------------------------------------------------------- ________________ 1751 ૩ : અજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા - 119 દુઃખ છે. શાસ્ત્ર મુનિને કહે છે કે ક્ષુધા તથા તૃષા પરીષહને સહવાનો અભ્યાસ કરો ! ભૂખ્યા રહી જોવું, એવી ટેવ પાડવી, ભૂખ સહન કરવી અને દુર્ધ્યાન થાય તે પહેલાં પેટમાં નાખી લેવું - ઇરાદાપૂર્વક સહેવા તે પરીષહ અને એની મેળે આવે તો ઉપસર્ગ. ૪૩ સભા : છઠ કરે અને એક ઉપવાસ પછી દુર્ધ્યાન થાય તો ? પચ્ચક્ખાણ લીધાં એટલે પ્રતિજ્ઞા થઈ. પ્રતિજ્ઞા ભંગાય નહિ. મુનિને આહાર ન મળે તો એ ચૂલા સળગાવે ખરા ? ના, કેમ કે પ્રતિજ્ઞા છે. સાધુને બાવીસ પરીષહ અને બાકીના ઉપસર્ગ. પરીષહ ઇરાદાપૂર્વક સહન કરવાના. સહન કરવાનો અભ્યાસ કરવાનો. ક્ષુધા તથા તૃષાને રોગ માન્યા માટે ખાવું-પીવું એ ઔષધ છે. ખાવા પીવામાં રાચેલા-માચેલા તો જન્મના રોગી, રોગથી બેપરવા બનેલા અને રોગને વધા૨ના૨ા છે. તમે જેમાં સુખ માનો છો તે મનુષ્યગતિનાં દુઃખ આ જ્ઞાની વર્ણવે છે. તમે તો ભૂખ ન લાગે ને ઊંઘ ન આવે તો ભૂખ લગાડવાના કે ઊંઘ લાવવાના ઉપાયો માટે ડૉક્ટરો પાસે દોડો છો. ઊંઘ ન આવે તો તો સારું કે શુભધ્યાન થાય પણ આ તો ઊંઘ લાવવા ધમપછાડા કરે, પથારીમાં આળોટે, હાથપગ પછાડે, ગાળો દે અને દાંતિયા કરે પણ શાંતિથી માળા ન ગણે. માળા હાથમાં લે તો હાથપગ પછાડવા ન પડે, ઊંઘ આવે તોય ભલે અને ન આવે તોય કલ્યાણ. માળા ગણતાં ઊંધ આવે તો પણ નવકાર ગણતાં ગણતાં સુવાશે ને ? સ્વપ્નાં પણ સારાં આવશે ને મૃત્યુ આવશે તોય સદ્ગતિમાં જવાશે. યુવાનીનો ઉન્માદ : ગર્ભાવસ્થા એ કેદ છે. બાલ્યાવસ્થામાં અજ્ઞાનતા છે. એ મૂર્ખને નાકનો મળ મોંમાં જાય એનીય ગતાગમ નથી રહેતી. સારાનરસાનું ત્યાં કાંઈ ભાન જ નથી. યુવાનીમાં ઉન્માદ છે. શ્રી યશોવિજયજી મહારાજાએ એવા ઉન્માદી પામરો માટે બહુ આકરા શબ્દો લખ્યા છે. માટે એકવાર એમાંની થોડી જ વાત કરી ત્યાં તો કંઈક શ્રોતાઓ અકળાઈ ગયા અને કહેવા લાગ્યા કે ‘આવું કહેવાય ? સાધુ આવું જાણે ક્યાંથી ?' અરે ભાઈ ! સાધુ તો સર્વજ્ઞના દીકરા, બધું જાણે. સાધુની ચક્ષુ એ શાસ્ત્ર છે. શાસ્ત્રમાં બધું આવે. એમાં તો ત્યાં સુધી લખ્યું છે કે યુવાનીમાં ઉન્માદી બનેલા વિષયાધીન પામરોને ગંધાતી ચીજો પણ અમૃત જેવી લાગે છે. વિષયાંધ કવિઓએ એવાં વર્ણનો પણ કર્યાં છે. નાનું બાળક જે ન કરે તે આ Page #60 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ઉન્માદીઓ કરે. પેલા તો બાલ્યવય અને અજ્ઞાનતાને કારણે લઘુશંકામાં હાથ ઘાલે પણ, આ તો યુવાન, ભણેલાગણેલા, લાખોનો વહીવટ કરનારા પણ વિષયાધીન થઈ ઉન્માદી બને છે ત્યારે સઘળું ભાન ભૂલે છે અને ન ક૨વાનું કરે છે, જેનું વર્ણન ન થાય. વિષયાધીનોની પરાધીનતા : વિષયાધીન પરાધીન કેટલો બને છે ? બાળક તો મરજી મુજબ હરે ફરે. એને કોઈનું આકર્ષણ ન હતું. પણ આ યુવાન તો એટલો પરાધીન બન્યો કે પૂજ્ય એવાં માબાપને ન ગણે અને પા૨કા ઘરની આવેલીને એટલો આધીન થાય કે માબાપ કરતાં સાતગણી નમ્રતા ત્યાં બતાવે. દેવગુરુ પાસે સીધો ન નમે અને ત્યાં નમે. ગુરુ જરા આંખ લાલ કરે તો ગુરુને કષાયી કહે એવો બહાદુર યુવાન પણ સ્ત્રી પાસે લાચાર ગુલામ જેવો બની જાય છે. તમે તમારી આ દશા કબૂલ નહિ કરવાના. આ દશા શાથી છે ? સ્ત્રી બહુ બળવાન છે માટે ? ના, પણ એનામાં તમારી ઉન્માદાવસ્થાને પોષવાનું સાધન છે માટે. આજનો સ્વાતંત્ર્યવાદી ગુલામ છે ઃ બહાર શેઠ કહેવડાવવા કરતાં ભીતરની શેઠાઈ પેદા કરો કે જેથી દેવાળું કાઢવાનો વખત ન આવે. ડબલ ઠાઠ કરીને નીકળવાથી લોક સારા તો કહેશે પણ ભીખ તમારે જ માગવી પડશે. તમારા સ્નેહી તમને ડાહ્યા કે સ્વતંત્ર ભલે કહે પણ હું તો દુનિયાના સુખમાં લીન એવા એ પણ આદમીને સ્વતંત્ર માનતો નથી. ક્ષણિક અને નાશવંત સુખોમાં લીન બનેલા જેવા ગુલામ દુનિયામાં કોઈ જન્મ્યા નથી, એવો મારો મત છે. પ્રભુની સામે, પ્રભુના આગમોની સામે સ્વાતંત્ર્યવાદની હિમાયત કરનારા જેવા જગતમાં બીજા કોઈ ગુલામ નથી. ૪૪ の આજનો સ્વાંતત્ર્યવાદી સ્વતંત્ર નથી પણ ગુલામ છે. એ બિચારાની પરાધીનતા તો જુઓ ? એની પથારી પાસે સ્ટવ પડ્યો હોય, એના ઓશીકે સિગારેટનું બોક્સ અને દીવાસળીની પેટી પડી હોય, ટોપી માટે બ્રશ અને બૂટ માટે પોલિશની ડબી એને જોઈએ, તેલ કાંસકો અને દર્પણ વિના એને ચાલે નહીં. હવે તો આ બધાં તોફાન મંદિરોમાં પણ પેસવા માંડ્યાં છે. આ બધા સ્વતંત્રતાનાં લક્ષણ કે ગુલામીનાં ? તમે બધા હવે સાવધ થાઓ. પૂર્વના શ્રાવકો માત્ર અઢી શે૨ પાણીથી સ્નાન કરતા. પ્રભુની પૂજા કરવી છે માટે અંગશુદ્ધિ કરતા. ગૃહસ્થપણામાં મેં સારા શ્રાવકોને આ રીતે વર્તતા અનુભવ્યા છે. એમની કાયા 1752 Page #61 -------------------------------------------------------------------------- ________________ 173 – ૩ઃ અશાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા - 119 – ૪૫ તમારાથી વધુ ચમકવાળી રહેલી. આ તો સાબુના ફીણના ગોટા કરે, પાણીના ફુવારા છોડે, પટિયા પાડે, તોય મોં પર તેજ ન મળે. કપાળ કોડિયા જેવું હોય ત્યાં તેજ આવે કયાંથી ? હવે તો રૂપાળા દેખાવા પફ પાવડરના લપેડા થાય છે. એનાથી તો ચામડી ઊલટી રૂક્ષ બનતી જાય છે. કૃત્રિમતા વધતી જાય છે. કુદરતી સૌંદર્ય હણાતું જાય છે. સભા : અનુભવ કરે તો ખબર પડે ને ? અનુભવ ક્યાંથી કરે ? સ્વતંત્રતાની વાત કરનારા શરીર પાછળ, સાહ્યબી પાછળ, મોજશોખ પાછળ ગુલામ બન્યા છે. કેટલાક તો કહે છે કે અમારે કમમાં કમ આટલી તો ખીસાખર્ચ જોઈએ જ. કમમાં કમ ચાર કપ ચા, તેથી વધારેનો હિસાબ નહિ, પાન સિગારેટ પણ એટલા જ, આ દશાવાળા ભીખ માગતા થાય એમાં નવાઈ છે? કહે છે કે દુનિયામાં ભિખારીપણું વધી ગયું છે; પરંતુ વધી ગયું નહિ પણ હાથે કરીને વધાર્યું છે. એવા વ્યસની અનાડીઓને સહાય કરવાથી પણ ફાયદો શો ? ઇરાદાપૂર્વક જે ભિખારી બને અને બીજાઓને બનાવે એની દયા શી ? હિંદુસ્તાનની પ્રજાને ખાવા માટે ચાર રોટલી નથી મળતી એવું કહેનારા સાચા નથી. આવક થોડી ને જાવક ઘણી એ વાત સાચી પણ એ જાવક શાની છે ? પેટ ભરવા માટે જ એ જાવક હોત તો ધૂળ નાખી, પણ આ તો સ્વાદ અને મોજશોખ માટે છે, અને એમાં જ મોકાણ મંડાણી છે. છ-આઠ રોટલીથી પેટ તો ભરાઈ જાય પણ આજુબાજુની ધાંધલ સત્યાનાશ વાળે છે. શાક કાંઈ આહાર નથી, એ તો સાધન છે. મારવાડમાં જાઓ તો ખબર પડે. એ આહાર ડબલ ખાય પણ શાક તો નામનું જ લે. શાક વધારે ખાવાની પ્રથા મારવાડ, મેવાડ, માળવા, કચ્છ વગેરે દેશોમાં નથી. હમણાં એ પ્રથા ત્યાં દેખાતી હોય તો તે અહીંની હવા ત્યાં પહોંચવાના કારણે. અહીં તો રોટલી બેચાર પણ બીજી ભાંજગડ ઘણી, એ ભાંજગડનો જ ખર્ચો વધારે. ખાંસી વગેરે તકલીફો એ ભાંજગડ જ ઊભી કરે છે. રોટલીથી ખાંસી ન થાય. ઠીક છે કે ગૃહસ્થાઈના પ્રમાણમાં અમુક વસ્તુઓ હોય પણ તે બહુ પરિમિત પ્રમાણમાં હોય. યુવાવસ્થાને જ્ઞાનીઓ ઉન્માદાવસ્થા કહે છે. કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે યૌવન વયે જે આત્માઓ ભોગમાં જોડાય છે તે મોક્ષની સાધનામાં જોડાય તો ન્યૂનતા શી રહે ? તમે જે વયને ભોગાવસ્થા માની છે, એને જ્ઞાનીઓએ ત્યાગાવસ્થા માની છે. યુવાવસ્થા એવી છે કે એ ધાર્યું Page #62 -------------------------------------------------------------------------- ________________ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ - 174 કામ પાર પાડે. યુવાન આદમી ભોગમાં પડે તો ત્યાં કાંઈ બાકી ન રાખે અને જો ત્યાગમાં જોડાયો તો એમાં પણ કમાલ કરી બતાવે. સાધુ શી કમાલ કરે ? જ્ઞાન, દર્શન, ચારિત્રની એવી સુંદર આરાધના કરે, જ્ઞાનધ્યાન એવું કરે કે બેડો પાર થઈ જાય. ભોગમાં પડે તે ભોગને લાયક બધું કરે - તેલ, અત્તર, ફુલેલ લગાવી બહાર નીકળે, મોટરમાં બેસે ત્યાં અભિમાન માય નહિ, આંખોનું ઠેકાણું નહિ, ડ્રાઇવરને જલદી હાંકવાનો હુકમ કરે અને રસ્તે ચાલનારાને ત્રાસ પમાડતો જાય. સામાની તકલીફનું એને ભાન ન હોય. મા અને દીકરા : અમદાવાદના લાલભાઈ શેઠ એક વખત ગાડીમાં જતા હતા. એમના ગાડીવાને બેદરકારીથી ગાડી ચલાવતાં કોઈ રસ્તે ચાલનારને વગાડી દીધું. લાલભાઈ શેઠે પેલાની પાસે પોતાના ખર્ચે ગાડીવાન ઉપર ફરિયાદ કરાવી અને એ કોચમેનને દંડ કરાવ્યો. દંડ પોતે ભરી કોચમેનને કહ્યું કે “શેઠાણીનો નોકર થઈને ફુલાતો મા. જરા સંભાળીને ગાડી ચલાવતો જા. ફરી બચાવ નહિ કરું.” જૈન કોમના શેઠિયા આવા હતા. એકવાર તીર્થના કામ માટે સંઘના ભાઈઓ બોલાવવા આવ્યા ત્યારે કાર્યવશાત્ એમ કહ્યું કે “હમણાં ફુરસદ નથી માટે આવી નહિ શકાય.' એમનાં માતા ગંગામાને આ વાતની ખબર પડી ત્યારે બોલ્યાં કે “દીકરા ! મારા પેટે પથ્થર પાક્યો હોત તો સારું હતું. પહેલી મિલ કે પહેલું તીર્થ ?” આ સાંભળી શેઠે ક્ષમા માગી અને તીર્થના કામે ઊપડી ગયા. આવાં મા અને આવા દીકરા.” મુધાદાયી-મુધાજવી ? એ શેઠિયાઓ પોતે ગમે તે સંયોગોમાં હોય પણ માર્ગની કદી ટીકા ન કરતા. માર્ગ સામે ચૂં કે ચાં ન કરતા. એમના ઘરમાં શેઠાઈનો તો પાર ન હતો, નોકરચાકર પુષ્કળ હતા, અને એ બધા પાછા શેઠને હાથ જોડીને ઊભા રહેતા, છતાં એ શેઠિયાઓ પોતે ગુરુ પાસે હાથ જોડી ઊભા રહેતા. જ્યારે આજના તો ઘરે ગુલામ અને અહીં શેઠ બને છે. જ્યાં શેઠાઈ જોઈએ ત્યાં નહિ અને ન જોઈએ ત્યાં શેઠાઈ બજાવે. આમાં ફેરફાર હોય તો અહીં જ બોલજો. બહાર જઈને ન કહેતા કે મહારાજે અમારા સ્વતંત્રવાદની ટીકા કરી. હું સ્વતંત્રવાદની નહિ પણ સ્વતંત્રવાદમાં રહેલ ગુલામીની ટીકા કરું છું. પૂછવું હોય તે પૂછો. પૂછવાની અહીં છૂટ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ rs - ૩ઃ અજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા - 119 – ૪૭ સભા: “સાધુનો બહુ વિવેક કરવાથી સાધુઓ બગડી ગયા ને ?” જે શેઠિયાઓ ભક્ત હતા તે એવા ન હતા કે સમયે સાચી વાત ન કહે. એ વાત ખરી કે જેમણે કેવળ વેશની પરવા કરી અને સાધુપણાની દરકાર ન રાખી એના પ્રતાપે તથા એવાઓમાં ભળેલા શ્રાવકોના પ્રતાપે બગાડો થયો. શ્રાવકોએ સાધને સાધુપણામાં રહેવા દીધા હોત, પોતાની મરજી પ્રમાણે ચલાવવામાં ન પડ્યા હોત તો આ દશા ન આવત. જૈનશાસનના સાધુઓને તો મુધાદાયી અને મુધાજવી કહ્યા છે. સાધુ ઉપદેશ પણ ઉપકારબુદ્ધિથી આપે છે; નામના માટે, વધુ ભક્તો થાય એ માટે કે આહાર પાણીની સારી સામગ્રી મળે એ માટે ન આપે. સાધુ ગોચરીએ જાય ત્યાં “ધર્મલાભ' જ છે. એનો અર્થ એ કે તમને ધર્મનું પ્રયોજન હોય તો દો, “હું આવો છું માટે દો, એમ નહિ. “અમે તમારા નહિ, અમે તો ભગવાન મહાવીરદેવના' - આ નીતિ જળવાઈ હોત તો આ દશા ન આવત. શ્રાવક પણ કહી દે કે “આપ પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાને માનો ત્યાં સુધી અમે આપને માનીએ, આપ આજ્ઞા આપી મૂકો તો આપને સમજાવીએ, સમજો તો માથા ઉપર અને ન સમજો તો “આ સ્થાન આપના માટે નથી' એમ કહી દઈએ.” આ નીતિ બરાબર જાળવી હોત તો આજની દશા ન આવત. શાસ્ત્ર કહે છે કે બેય અંગ શબ્દ જોઈએ. બેય અંગ શુદ્ધ હોય તો બગાડ ન થાય. પરસ્પર એકબીજાને સુધારવાની ફરજ છે. ન સુધરે. તેની સાથે સંબંધ કાપી નાખવાનો છે. ધર્માત્મા શેઠનું દષ્ટાંત : એક શેઠનું દૃષ્ટાંત હું પહેલાં કહી ગયો છું. સદ્ગુરુના ઉપદેશથી સુંદર જિનમંદિર બંધાવ્યું અને જિનપૂજન વિના આહાર ન લેવાનો નિયમ લીધો હતો. દેવયોગે અવસ્થામાં ફેરફાર થયો. ઘરના બધા કહેવા લાગ્યા કે “મંદિર બંધાવ્યું ત્યારથી દશા બેઠી'. છેવટે સ્ત્રીપુત્ર-બધાંએ ભેગાં થઈને શેઠને કહી દીધું કે “કાં તો મંદિર છોડો, નહિ તો ઘર છોડો.' શેઠે ઘર છોડી દીધું. એક જુદી ઓરડીમાં રહી નિત્ય ત્રિકાળપૂજા, ઉભયટંક આવશ્યક, પૌષધ, પ્રતિક્રમણ અને નિત્ય એકાસણું કરવા લાગ્યા. ખભે કોથળો કરી આજીવિકા ચલાવવા લાગ્યા. વૃદ્ધાવસ્થામાં પણ કેવી અડગ ટેક?મિલકત અને સગાંવહાલાં બધું ગયું તેને ઉપાધિ ગઈ તેમ માનવા લાગ્યા. કોઈ એક પર્વના દિવસે શેઠ પૂજા કરવા ગયા ત્યારે માલણે ખાસ બનાવેલો મોટો હાર શેઠને આપવા માંડ્યો. શેઠે કહ્યું કે, “આજે પૈસા નથી.' ત્યારે માલણે કહ્યું Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ------- કે, “શેઠ ! પૈસા નથી જોઈતા. આ શરીર ઉપર દાગીના જે બધા પહેર્યા છે તે આપના પ્રતાપે જ છે!” શેઠ કેટલા ઉદાર હશે! આગળ શ્રીમંતો પૂજાની સામગ્રી ખરીદ કરે ત્યારે ભાવ નહોતા કરતા. જે માગે તે આપી દેતા અને પેલો પણ વાજબી જ માગે, આવો વ્યવહાર હતો. શેઠે ઘેરથી જે કાંઈ પૈસા બચ્યા હતા તે લાવી હાર લીધો. આ બધી વાત અગાઉ કહેવાઈ ગઈ છે પણ વાતનો મુદ્દો એ છે કે જે મુનિના ઉપદેશથી મંદિર બાંધેલું અને નિયમ લીધેલો તે મુનિ વિહાર કરતા ત્યાં આવી પહોંચ્યા. શેઠને જોઈ પરિસ્થિતિ કળી ગયા. પૂછ્યું કે ભાગ્યશાળી, શી હકીકત છે?' એટલે તરત શેઠ હાથ જોડીને કહ્યું કે – “ભગવંત! આપ મારી સાંસારિક સ્થિતિ માટે તો પૂછો નહિ તેની મને ખાતરી છે. મારા આત્માની આપને ફિકર હોય તે સ્વાભાવિક છે. પરંતુ, કૃપાનાથ ! આપની કૃપાથી એ બાબતમાં તો હું દિવસે દિવસે ચડતે રંગે છું !” મુનિ પણ આ સાંભળી આંચકો ખાઈ ગયા. પોતે પૂછવામાં ભૂલ કરી એ બાબત સાવધ થઈ ગયા; કારણ કે મુનિ તો શેઠની શ્રીમંતાઈ અંગે જ પૂછી બેઠા હતા. શ્રાવકો આવા હોય. મુનિ કદી બીજી વાત કરે તો હાથ જોડી કહી દે કે “ભગવંત! બીજી વાતોનો તો આપને પુષ્કળ અનુભવ છે. આપ તો અમારી પાઘડી ઊતરે તેવું કાંઈક કહો અને પાઘડી ઉતારવા જોગા અમને બનાવો.” શાસન પ્રત્યેની ફરજ બજાવશે : આજના શ્રાવકો તો કહે છે કે “સાધુઓ સમાજના રોટલા ખાય છે માટે સમાજના જીવન-વ્યવહારની તેમણે ચિંતા રાખવી જોઈએ. એકલી ધર્મની વાતો આ જમાનામાં ન ચાલે ! આવું શ્રાવકો કહે ને સાધુ મચક આપે તો બેયનું બગડે. શ્રાવક આવું કહે તો સાધુ ન માને અને સાધુ કહે તો શ્રાવક ન માને તો બેય સુધરે. ખામી બેયની છે તેથી શાસન ઉપર આઘાત થઈ રહ્યા છે. તકલીફો તો આવે પણ પુણ્યવાન પુરુષો તકલીફ વેઠીને પણ શાસન ટકાવે છે. અર્થાત્ જયવંતા શાસન પ્રત્યેની પોતાની ફરજ બજાવે છે. છઘ0માત્રમાં ખામી હોય ! દસ-વીસ વર્ષ તકલીફો વેઠ્યા વિના અને અજ્ઞાનીઓની ગાળો ખાધા વિના ઉદ્ધાર થાય તેમ નથી. આકૃતિથી માણસ તરીકે ઓળખાતાઓ ગમે તેમ બોલે. જેમ તેમ બોલે એ માણસ કહેવાય ? શું ત્યાગ એ કાંઈ મોટો “હાઉ” છે? જૈન દર્શન પામેલાને ત્યાગ સામે કટાક્ષ હોય ? અલબત્ત પાંચે આંગળી સરખી Page #65 -------------------------------------------------------------------------- ________________ 1TS1 ૩ઃ આશાનીઓની અવદશા અને શાનીઓની દયા - 119 – ૪૯ નથી. ખામી પણ હોય. છબસ્થમાત્રમાં ખામી બેઠેલી છે. ખામી તમારામાં અને અમારામાં બેયમાં હોય, પરંતુ ખામી ખામીરૂપે પોષાવી ન જોઈએ. ખામી ખૂબી તરીકે ઓળખાવી ન જોઈએ. ખામી છૂપાવીને તેને સીધું કે આડકતરું પોષણ ન મળવું જોઈએ. નાલાયક લાયક ન બને ? આજનો ચોર કાલે શાહુકાર થાય કે નહિ ? આજનો દરિદ્ર કાલે શ્રીમંત થાય કે નહિ ? જે માસ્તર પાસે ભણ્યો હોય એ જ માસ્તરને સલાહ આપે એવો બુદ્ધિશાળી થાય કે નહિ ? આ બધું બને છે તો કાલનો ગુનેગાર આજે જૈન થવાને લાયક ન હોઈ શકે ? પચાસ વર્ષ કુદર્શનમાં ગયા હોય, શ્રી જિનેશ્વરદેવને ગાળો ભાંડવામાં ગયાં હોય પણ પછી પશ્ચાત્તાપ થાય અને એકાવનમા વર્ષે જૈન થવા આવે તો એ લાયક ખરો કે નહિ ? સભા: ભગવાને પણ એવાને દીક્ષા આપીને ? ભગવાને તો એવાની પણ લાયકાત જોઈને આપી. પણ આજના મૂર્ખાઓ નાલાયક અને લાયક કોને કહે છે તે સમજાતું નથી. “અયોગ્ય શિક્ષા, અયોગ્ય દિક્ષા'ની બૂમો પાડે છે પણ સમજાવતા નથી કે અયોગ્ય શાથી ? પચાસ વર્ષનો શાહુકાર એકાવનમે વર્ષે દેવાળિયો બને કે નહિ ? ભગવાનના હસ્તે દીક્ષિત થયેલા, અગિયાર અંગના પાઠી, પાંચસો શિષ્યના ગુરુ, પાંચસોને વૈરાગ્ય માર્ગે ઝિલાવનાર પણ પતિત થયા ને ? અરે નિનવ થયા ને ? માટે બગડેલા સુધરે એ પણ બને, ને સુધરેલા બગડે એ પણ બને. અમે કેવળજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, અવધિ જ્ઞાની કે કોઈ વિશિષ્ટ જ્ઞાની નથી કે ભવિષ્ય જાણી શકીએ ! અમે તો વર્તમાનનું તેનું વર્તન, ક્રિયા અને કોઈ ડાહ્યાને પૂછીગાછી તેની યોગ્યતા પરખીએ છીએ. આ રીતે બધી યોગ્યતા જોઈને આજે દીક્ષા આપીએ અને કાલે ભાગે તો એના જોખમદાર અમે નથી. એ દીક્ષા ન છોડે, સંયમ સાચવે અને સારો નીવડે એની કાળજી રાખવી, પણ તેમ છતાં ભાગે તો દોષ નથી. કોઈ શ્રીમંત કે ચક્રવર્તીને ત્યાં પણ જન્મેલું આજનું બાળક કાલે મરે છે કે નહિ ? પ્રયત્ન જિવાડવાના હોવા જોઈએ એ વાત ખરી. ભગવાનની આજ્ઞાથી ખેડૂતને દીક્ષા : ગૌતમસ્વામીએ ભગવાનની આજ્ઞાથી ખેડૂતને દીક્ષા દીધી. ખેડૂત ભગવાનને જોઈને ભાગી ગયો, તો પણ ભગવાને કહ્યું કે “એ પામી ગયો.” આજના જેવાઓ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - – ત્યાં હોત તો ટીકા કર્યા વગર ન રહેત. ઇંદ્ર જરા હસ્યા અને બોલ્યા કે “ગૌતમ સ્વામી ! શિષ્ય તો સારો ગોતી લાવ્યા !' પણ ભગવાને કહ્યું કે “ઇંદ્ર ! હસવા જેવું નથી. કારણ કે એ તો પામી ગયો !” ભગવાને ગૌતમસ્વામીને એ ખેડૂતને પ્રતિબોધ કરવા જવાની આજ્ઞા આપી ત્યાં ગૌતમસ્વામીએ લેશ પણ વિચાર નથી કર્યો. બીજું કાંઈ પણ જોયા વિના ભગવાનની આજ્ઞા પ્રમાણ કરી, ત્યાં જઈ ઉપદેશ દીધો. હળ, બળદ ત્યાં જ છોડાવ્યાં, ઘર ઘરના ઠેકાણે રહ્યું અને ખેતરમાં જ ઓઘો આપ્યો. સભા : ભગવાને પોતે માતપિતા જીવતાં દીક્ષા ન લેવાનો અભિગ્રહ કર્યો અને બીજાને વગર ૨જાએ ઉપડાવ્યો ! શ્રી મલયગિરિજી મહારાજા કહે છે કે એ તો ત્રણ જ્ઞાનના ધણી હતા. એના વાદ બીજાથી ન થાય. એ તો ગર્ભમાં પણ માતૃભક્તિ ખાતર સંકોચાઈને રહ્યા હતા, તમે રહો ને ? સભા ગૌતમસ્વામીએ જે ખેતરમાં દીક્ષા આપી, ત્યાં તે ગામના સંઘની આજ્ઞા લીધી કે નહિ ? જૈનશાસનમાં એવી આજ્ઞાની જરૂર નથી. દીક્ષા ગામમાં, ખેતરમાં, અટવમાં બધે અપાય અને આપ્યા પછી ધાંધલ થશે તેમ લાગે તો ચારિત્રની રક્ષા માટે બીજે મોકલી પણ દેવાય. શાસ્ત્ર તો કહે છે કે સમય હોય તો મુહૂર્ત જરૂર જોવું પણ સમય ન હોય તો અને ઉત્સાહ વધી ગયો તો મુહૂર્ત જોવાની પણ જરૂર નથી. જૈન અજૈનમાં ભેદ શો ? ત્યાગ, વૈરાગ્ય, સંયમ, તપ વગેરે ધ્યેય છે ને? એ ધ્યેય ખીલે તો જૈનશાસનનો ઉદય કે દબાય તો ? જૈન-અર્જનમાં ભેદ શો ? ચાંલ્લાથી, બંગલા મોટરોથી કે વૈભવી કપડાના ઠાઠથી જૈન કહેવાયો ? એવું તો બીજાઓને પણ હોય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માને તે જૈન. ખાવા-પીવાના કે પહેરવા ઓઢવાના ઝઘડા કરવાની કે મન ફાવે તેમ બોલ બોલ કરવાની તો ભગવાનની આજ્ઞા નથી ને ? એ બધાના ત્યાગની ભગવાનની આજ્ઞા છે. હું તો માનું કે જેટલા જૈન એ બધા ત્યાગને ઇચ્છે. અહીં ટીકાકાર સુધા - તૃષાનાં દુઃખ વર્ણવીને હવે આગળ શું વર્ણન કરે છે તે હવે પછી – Page #67 -------------------------------------------------------------------------- ________________ ઇઃ આગમનો અરીસો : 120 U-117 વિ. સં. ૧૯૮૬ કાર્તક વદ-૧૨ ગુરુવાર તા. ૨૮-૧૧-૧૯૨૯ • દ્રવ્યઅંધાપો અને ભાવઅંધાપો : ૯ પૌલિક અભિલાષાએ ધર્મ ન કરો ! છે એ કોમળતા જેમ કરુણા છે, તેમ એ • ભાવદયામાં દ્રવ્યદયા નિયમો : કઠોરતા પણ કરૂણા જ છે : • ગુરુનાં સામૈયાં શા માટે ? 0 પૈસા વધે તો ધર્મ ઘટે : · અણુવ્રત શા માટે ? ૦ કરુણાનો મર્મ સમજો ! • ચમત્કાર કયારે બતાવાય ? • જૈન શાસનની સ્થાપના શા માટે ? • લક્ષ્મી મળે તો ધર્મસેવા, ન મળે તો વોસિરે : ૦ આગમ એ અરીસો છે : ૦ શ્રાવકનાં ઘર કેવા હોય ? વિષયઃ અંધાપો અને અંધકાર, કરુણાનો વ્યાપ, આગમની મહત્તા, ધર્મ પાસે કરાતી માગણી. દ્રવ્ય અને ભાવ ભેદે અંધાપાનું અને અંધકારનું વર્ણન શરૂઆતમાં કર્યા બાદ અંધાપા અને અંધકારને વધારવાના પ્રયત્નો કરનાર આત્મા કેવળ કરુણાપાત્ર છે, એ બતાવતાં કરુણાના અનેક પ્રકારો દર્શાવ્યા છે. કોમળતા જેમ કરુણા છે; તેમ અવસરે કઠોરતા પણ કરુણા જ છે. એ માટે ભગવાનશ્રી નેમિનાથ અને ગજસુકુમાલનો દાખલો આપી સાધુ અને શ્રાવકના વ્રતોનો તફાવત સમજાવી કરુણાનો વ્યાપ સમજાવ્યો છે. અંધાપા અને અંધકારથી પીડાતા જીવોને ચક્ષુ આપનાર જૈન આગમો છે. એ અરીસા રૂપ છે. એ અરીસાની સુરક્ષા કરનાર અને તેનો વિનાશ કરનાર કેવા છે, તે પણ સુંદર રીતે બતાવ્યું છે. આગળ વધી ધર્મ, માગેલું જરૂર આપે પણ માગવા માટે ધર્મ નથી, લક્ષ્મી મળે તો ધર્મ કરવો પણ લક્ષ્મી મેળવવા ધર્મનો ઉપયોગ કરવાનો નથી. લાલચ આપીને પણ ધર્મ કરાવાય નહિ વગેરે વાત સમજાવતાં પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. અને દેવબોધિનું દૃષ્ટાંત રજૂ કર્યું છે. | ଏଯାଏ • વિવેક એવી વસ્તુ છે કે જે વસ્તુ જેવી હોય તેને તેવી બતાવે છે. ૦ કરુણા કરનારના હૈયાં અવસરે કઠોર પણ હોવાં જોઈએ. માત્ર કોમળ હૈયાવાળો સાચી કરુણા કરી કતો નથી. સાચો શિક્ષક વિદ્યાર્થીને કડક લાગે, સાચો બાપ પુત્રને આકરો લાગે, તેમ સાચો ગુરુ દુનિયાને ભયંકર લાગે તેમાં નવાઈ શી ? અપરાધીને મારે તે જ શ્રાવક એમ નહિ, પણ ન મારે એ શ્રાવક અને તેના પ્રત્યે દુશ્મનભાવ ન રાખે તે મહાશ્રાવક. • ધર્મ સાથે હોય તો મળેલું મૂંઝવે નહિ. • દેવ, ગુરુ, ધર્મ પાસે એહિક કામ કરાવવાની કામના એ જ અશ્રદ્ધા છે. • જેને આપણે તારક માનીએ તેને માટે તો મરી ફીટવું જોઈએ. • તમારા ઘરોમાં નિર્વેદ અને વૈરાગ્ય વધશે તો બધા કજીયા આપોઆપ શમી જશે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪ઃ આગમનો અરીસોઃ અંધ અને અંધકારમાં રહેલા : સૂત્રકાર મહર્ષિશ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે, આ જગતના પ્રાણીઓ એક તો અંધ છે અને પાછા અંધકારમાં રહેલા છે. અંધાપો બે પ્રકારનો છે. એક તો બાહ્ય ચક્ષુનો ને બીજો આંતરચક્ષુનો. અંધકાર પણ બે પ્રકારનો છે. નરકમાં રહેલા પ્રાણીઓ જે અંધકારમાં રહ્યા છે તે દ્રવ્ય અંધકાર અને મિથ્યાત્વમાં રહેલા પ્રાણીઓ જે અંધકારમાં રહેલા છે, તે ભાવઅંધકાર. ચક્ષુઇંદ્રિય રહિત હોય તે પણ અંધ અને ચક્ષુઇંદ્રિય સહિત છતાં વિવેકચક્ષુથી રહિત હોય તે પણ અંધ. આમ મિથ્યાત્વવાસિત પ્રાણી માત્ર અંધ છે. જેને ચહ્યું નથી તે બન્ને રીતે અંધ છે અને ચક્ષુવાળા દેખતા છતાં વિવેકના અભાવે અંધ છે. નરકમાં દેખીતો અંધકાર છે જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગમાં રહેલા દેખીતા પ્રકાશમાં બાહ્ય પ્રકાશ હોવા છતાં ભાવ અંધકારમાં રહેલા છે. આમ દુનિયાનો મોટો ભાગ અંધ છે અને અંધકારમાં રહેલો છે. સ્થાન પણ અંધારાનું અને પોતે પણ અંધ. આવા જીવોને દેખી જ્ઞાનીઓને કરુણા સિવાય બીજું શું આવે? ચક્ષુહીન અને વિવેકહીનનો તફાવત : જગતના જીવોની હાલત એવી છે કે, જ્ઞાની પુરુષોને કરુણા જ આવે. ચક્ષુઇંદ્રિય રહિત અંધ કહેવાય એ સમજાવું મુશ્કેલ નથી પણ છતી ચક્ષુએ વિવેકના અભાવે આંધળા છીએ એ સમજાવું બહુ કઠિન છે. આંખ ફૂટી જાય, આંખ પર છારી વળી જાય તો હું આંધળો થયો, એમ ઝટ કબૂલ કરે પણ વિવેકના અભાવે હું આંધળો છું, એમ કહેનારા આંગળીના વેઢે ગણાય એટલા જ છે. જાતિ અંધમાં અને વિવેક અંધમાં બહુ ભેદ છે. જાતિઅંધ તો, જે હોય તે નથી દેખતો, જ્યારે વિવેકઅંધ, જે હોય તેને ઊલટું દેખે છે, જે વસ્તુ જેવી છે તેવી નથી દેખતો અને નથી તેવી દેખે છે. વિવેક એવી વસ્તુ છે કે જે વસ્તુ જેવી હોય તેને તેવી બતાવે છે. વિવેકનો અભાવ સ્વને પર અને પરને સ્વ તરીકે ઓળખાવે છે. ચક્ષુ વિનાનાને તો દોરીને ઠેકાણે લવાય, વિવેકહીને માટે તેમ બની શકતું નથી. ચક્ષુહીનને ઠપકો પણ મીઠો લાગે, વિવેકહીનને મીઠો ન Page #69 -------------------------------------------------------------------------- ________________ 11 – ૪ – આગમનો અરીસો - ૧૨૦ – ૫૩ લાગે. ચીનમાં માર્ગ જોવાની શક્તિ નથી પણ દેખતાની સલાહ સાંભળવા માટે કાન છે. વિવેકહીનમાં શિખામણ સાંભળવાની તાકાત નથી. ચક્ષુહીનને દોર્યા હોય તેમ દોરાય. વિવેકહીન તો હઠીલા, દોર્યા દોરાય જ નહિ. બાહ્યચક્ષુ કરતા આંતરચક્ષુની બહુ જરૂર છે. આંતરચક્ષુવાળાની સંખ્યા ઘણી જ અલ્પ છે. પેલી સંખ્યા મોટી હોવાના કારણે આંતરચક્ષુવાળાને દુનિયામાં રહેવું પણ મુશીબત થઈ પડ્યું છે. વિવેકહીન પાસે રહેલા વિવેકીને અપમાન જ સહેવાં પડે છે. વિવેકહીન પર ઉપકાર કરવો એ પણ કઠિન છે. દુનિયાના પ્રાણીઓ અંધ છે અને અંધકારમાં રહેલા છે. એને ત્યાંથી ખસેડી અંધાપો દૂર કરી ઉપર લઈ જવા છે. દ્રવ્યઅંધાપો અને ભાવઅંધાપો : સૂર્ય અને મણિ વગેરેના પ્રકાશનો અભાવ તે દ્રવ્યઅંધકાર. મિથ્યાત્વ આદીનો અંધાપો તે ભાવઅંધકાર. દ્રવ્યઅંધાપો ચક્ષુનો, ભાવઅંધાપો વિવેકના અભાવનો. બેમાં ભયંકર ભાવઅંધાપો છે. દ્રવ્યઅંધકારમાં રહેલા તો બહુ થોડા આત્માઓ છે. ભાવઅંધકારમાં રહેલાની કોઈ સીમા નથી. છતી આંખે અંધકારમાં રહેલાઓનો જ જુલમ ઘણો છે. કારણ કે તેઓ એમની આંખોનો ઉપયોગ, જે અંધકાર વધારવામાં કરે છે. આંખનું જોર જેમ વધારે અને મિથ્યાત્વનું જોર જેમ વધારે તેમ ભયંકરતા વધતી જાય છે. પોતાની દેખવાની શક્તિનો ઉપયોગ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદને વધારવામાં કરે છે, એ આત્માઓ કેવળ કરુણાપાત્ર છે. તેમના પ્રત્યે ગુસ્સો કે તિરસ્કાર ન થાય. એ કોમળતા જેમ કરુણા છે તેમ એ કઠોરતા પણ કરુણા જ છેઃ વિવેકહીન પર કરુણા જ હોય. પણ કરુણાના પ્રકાર ઘણા છે. હાથ ફેરવવો એ પણ કરુણા અને ધોલ મારવી, તાકાત અજમાવવી, કોટડીમાં પૂરવો એ પણ કરુણા જ છે. આજે કરુણા શબ્દનો અર્થ જનતા સમજી શકતી નથી. કઈ વસ્તુ પ્રત્યે અંતર કેવું જોઈએ એ સમજવાનું છે. કરુણા કરનારના હયાં અવસરે કઠોર પણ હોવાં જોઈએ. માત્ર કોમળ હૈયાવાળો સાચી કરુણા કરી શકતો નથી. મરવા પડેલાને કોમળ હૈયાવાળો નવકાર સંભળાવી શકતો નથી. શ્રી જિનેશ્વરદેવોનું અંતર જેટલું દયાળુ હોય તેટલું જ કઠોર હોય. શ્રી Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 17 નેમનાથ ભગવાન જ્ઞાન દૃષ્ટિએ જોઈ રહ્યા હતા કે ગજસુકુમાળના માથા પર સગડી સળગવાની છે, અંગારા ખદખદવાના છે, છતાં કહે છે કે જાવ. આપણાથી નહિ મોકલાય, એ તો એ જ મોકલી શકે. પાંચસો શિષ્યો ઘાણીમાં પીલાય એ બંધક ઋષિથી પ્રસન્ન ચિત્તે જોવાય, આપણાથી એ નહિ જોવાય. શ્રી જિનેશ્વરદેવના માર્ગને પામેલા દુનિયાની દૃષ્ટિએ નિર્દય જણાય. સાચો શિક્ષક વિદ્યાર્થીને કડક લાગે. સાચો બાપ પુત્રને આકરો લાગે, તેમ સાચો ગુરુ દુનિયાને ભયંકર લાગે તેમાં નવાઈ શી? શિક્ષક શાળામાં બેસાડી રાખી ભણાવે માટે કરડો લાગે, બાપ રમત છોડાવે છે તેથી આકરો લાગે છે પણ ગુરુ તો દુનિયાના પાપાચાર માત્રમાંથી છોડાવનાર હોઈ તે ભયંકર લાગે તેમાં આશ્ચર્ય નહિ. ભયંકર ના લાગીયે તો આશ્ચર્ય થાય. શ્રી જિનેશ્વરદેવને કેવળજ્ઞાન થયા પછી જો તેઓ કાચા હૈયાના હોત તો જીવી શકત નહિ. જેમ જેમ જ્ઞાન વધતું જાય છે તેમ તેમ દુઃખના પહાડ દેખાતા જાય છે. એવાં ભયંકર દુઃખો દેખાય છે કે જો હૈયું કાચું હોય તો સહન જ ન કરી શકે. પરંતુ તેમને કાંઈ ન થાય. જે દુઃખ જોઈને ગૃહસ્થની છાતી બેસી જાય, તે દુઃખ સાધુ પાસે રોવા જાય તો સાધુ શાંતિથી સમજાવે કે “મહાનુભાવ ! શાંતિ રાખ. જેટલાં કુકર્મ કર્યા છે, તે ભોગવ્યા વિના છૂટકો નથી. શાંતિથી ભોગવી લેવામાં જ તારું હિત છે.” રોગના નિદાનને જાણનાર વૈદ્ય દર્દીના ધમપછાડાથી ગભરાય નહિ. શ્રી તીર્થંકરદેવો પ્રાણીમાત્રના દુઃખના નિદાનના પરીક્ષક છે. જ્ઞાનથી નિશ્ચિત જાણે છે કે આવી હાલત જારી રહે ત્યાં સુધી મીઠું બોલે લાભ થવાનો નથી. વર્ષોથી ઘર કરી ગયેલો તાવ પડીકીથી ન જાય. તેના માટે તો ઉકાળા જ જોઈએ અને તે એવા કડવા જોઈએ કે પીતાં માથાના વાળ ખરી જાય. વૈદ્ય કહી દે કે તારા માટે પડકાં નકામાં છે. મને કમને પણ ઉકાળા જ પીવા પડશે. તે પણ શેર પાણીમાં ઉકાળી નવટાંક બાકી રાખવાનું. તો જ એમાં કસ આવશે કેટલું કડવું થઈ જાય તે વિચારો. - જ્ઞાની કરુણાવંત છતાં કઠોર કેમ બને છે ? જ્ઞાની કહે છે કે આત્મતત્ત્વ હણાવું જોઈએ નહિ. બાહ્ય પદાર્થો જાય છે એ તારા નથી. જવાના હતા માટે જાય છે. કાઢવા હતા પણ કાઢી શકાતા ન હતા. જ્યારે કાઢનાર મળ્યા છે ત્યારે તો આનંદ અનુભવ ! સમ્યગ્દષ્ટિ તો ચોરનો પણ ઉપકાર માને. વસ્તુ આમ તો Page #71 -------------------------------------------------------------------------- ________________ -- ૪ - આગમનો અરીસો - ૧૨૦ – પપ છૂટતી ન હતી પણ એ લઈ ગયો માટે ઉપાધિ ટળી. આ સ્થિતિએ પહોંચવાના મનોરથ રાખવા જોઈએ. અપરાધીને શિક્ષા નહિ કરવાનો નિયમ ગૃહસ્થને ન આપ્યો એ વાત ખરી પણ છૂટ પણ ક્યાં આપી છે ? નિરપરાધી ત્રસ જીવને સંકલ્પપૂર્વક હણવાની બુદ્ધિએ નહિ હણવાની પ્રતિજ્ઞા છે, પણ અપરાધીને શિક્ષા કરવાનો નિયમ નથી. અણુવ્રત શા માટે ? અપરાધીને મારે તે જ શ્રાવક એમ નહિ પણ ન મારે એ શ્રાવક અને તેના પ્રત્યે દુશમનભાવ ન રાખે તે મહાશ્રાવક. સાધુ માટે મહાવ્રત, તમારા માટે અણુવ્રત, મહાવ્રતને ન પાળવા માટે અણુવ્રત નથી પણ નથી પાળી શકાતા તે પાળવાની શક્તિ આવે તે માટે અણુવ્રત છે. વેપારી પાઈ, પૈસો, બદામ કે દોકડો પણ લે પરંતુ તે રૂપિયા માટે. ઈરાદો તો રૂપિયા ભેગા કરવાનો જ. તેવી જ રીતે ગૃહ અણુવ્રતમાં જ રહેવાનું છે એમ નહિ, મહાવ્રત પાળી શકતાં નથી. માટે અણુવ્રત છે. જેનો પ્રતિબંધ નથી તેવી બીજી ક્રિયા કરવાની છૂટ છે એમ માને તો મિથ્યાત્વ પામે. દુશ્મન લઈ જાય તેના ઉપર સમતા રાખી શકો, તેને મારો નહિ તો ગુનેગાર નથી પણ મમતારહિત છો એમ મનાય. ગૃહસ્થ પોતાના હકની વસ્તુ તો કદી મૂકવી જ નહિ એવું નથી. અપરાધીને શિક્ષા કરવા કરતાં માફી બક્ષવાની તાકાતવાળો ઊંચો કે નીચો ? અપરાધીને શિક્ષા કરે તેમાં અણુવ્રત ઘવાતું નથી એ વાત સાચી પણ બદલો લેવો જ જોઈએ એમ માને તો સમ્યકત્વ હણાય. બદલો લઈ લે તેથી સમ્યક્ત જાય નહિ. કારણ કે બદલો લેતી વખતે પણ તે એમ માને છે કે, “હું પામર છું, મારી છોડી મૂકવાની તાકાત નથી માટે આ કરું છું. આમ કરવું જ જોઈએ એમ એ માનતો નથી.” કરુણાનો મર્મ સમજો : સમ્યગ્દષ્ટિ પાપ કરે છતાં બંધ અલ્પ. એનું એ પાપ મિથ્યાદૃષ્ટિ કરે તો બંધ વધારે. એ તફાવતનું કારણ શું ? સમ્યગ્દષ્ટિ પાપ કરે છે પણ કરવા જેવું છે એમ એ માનતો નથી. એક પાપ કરે છે પણ કરવા જેવું છે એમ માનતો નથી, બીજો પાપ કરતો નથી પણ કરવા જેવું માને છે, એ બંન્નેમાં ગુણવાન કોણ ? પાપને કરવા જેવું Page #72 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ માનવામાં તો આખીને આખી ભાવના ખસી ગઈ. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિના પરિણામમાં મોટું અંતર છે. એ નહિ સમજાય ત્યાં સુધી જૈનશાસનની દયા, કરુણા કે હિતશિક્ષા રુચિકર નહિ નીવડે. એને તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા વાંચતા એમ થાય કે ‘આ તે દયાળુ કેવા ?’ કરુણાનો મર્મ ન સમજાય ત્યાં સુધી તેની આ દશા છે ! જ્ઞાનીઓને વર્તમાનના સુખની ચિંતા નથી અને દુઃખની ગભરામણ નથી. મહાપુરુષો કોઈ દિવસ દુનિયાના પ્રાણીઓની આ લોકની ચિંતામાં લેપાતા નથી. આ લોકની ચિંતા કરવા બંધાતા નથી. એ મહાઉપકારીઓ આ લોકને માટે બેપરવા છે. તેઓ પરલોકની સાધનાનો રસ્તો એવો બતાવશે કે તેમાં આ લોકના સુખ સમાઈ જશે. છતાં, કદી પરલોકની સાધના કરતાં આ લોકમાં ભયંકર વિટંબણા સહન કરવી પડે તો તેમને તેની દરકાર નથી. દ્રવ્યઆંખ છે, ભાવઆંખ નથી : ૫૭ ભવિષ્યના સુખને ભાળનારો વર્તમાનના દુઃખનો વિચાર કરતો જ નથી. વ્યવહારમાં પણ ભવિષ્યના સુખ માટે વર્તમાનનાં દુઃખ તમે માગીને લો છો. વર્તમાનમાં ભયંકર દુ:ખ ભોગવવું પડતું હોય અને ભવિષ્યમાં મોટા સુખી બનાતું હોય તો તમને વાંધો નથી. આવતી કાલના ભલા માટે આજે કેટલી પીડા વેઠાય છે ? ભાવ અંધકારમાં પડેલા છો એટલે છતી આંખે આ દેખાતું નથી. દ્રવ્યઆંખ છે, ભાવઆંખ નથી. દ્રવ્યપ્રકાશ છે, ભાવપ્રકાશ નથી, એ જ સ્થિતિમાં આત્માનો ઉદય કઈ રીતે થાય ? કરુણાપાત્ર માટે કરુણા બુદ્ધિથી બધું કરવાની છૂટ છે. બાપ દીકરાને શિક્ષા કરતો હોય તો પાડોશી મૂકાવા નહિ આવે. આવે તો તેને બહાર કાઢવાનો બાપને અધિકાર છે. બાપ પોતાના દીકરાને સાચો દીકરો બનાવવા શિક્ષા કરતો હોય તો તેમાં વચ્ચે આવવાનો કોઈને અધિકાર નથી. કારણ કે ઉપકારની ભાવના ભારોભાર છે. 1784 જૈન શાસનની સ્થાપના શા માટે ? દુનિયાના પ્રાણીઓ અંધ અને અંધકારમાં પડેલા છે. ચક્ષુ છતાં વિવેક વિના અંધ બન્યા છે. નરકાદિમાં જે અંધકાર છે તે દ્રવ્યઅંધકાર છે. તે ન હોય તોય મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને પ્રમાદરૂપ અંધકાર તો બધે પડેલો જ છે. એ અંધકારમાં પ્રાણીઓ પરસ્પર એવા ભયંકર દુઃખી થાય છે કે જે દુઃખની સીમા Page #73 -------------------------------------------------------------------------- ________________ 1765 ૪ આગમનો અરીસો = - ૧૨૦ નથી. તે દુઃખને દૂર કરવા આ શાસનની સ્થાપના છે. શાસનના સાચા સેવક એવા ધર્મગુરુ વિવેક નાશ પામે, મિથ્યાત્વના ધોધ છૂટે એવી દયા ક૨વા ન જાય. વિવેકહીનને વિવેક આપવા, મિથ્યાત્વમાં પડેલાને પ્રકાશમાં લાવવા માટે જ શાસનની સ્થાપના છે. ૫૭ પ્રવચનને ધરે તે સંઘ : શ્રી જિનેશ્વરદેવે શાસનની સ્થાપના કરી શું કામ ? શાસન એટલે સંઘ નહિ પણ પ્રવચન. સંઘ તો પ્રવચનનો આધાર છે. આધાર આધેયને એક માનીને સંઘ કહે તેમાં વાંધો નથી. પ્રવચનને ધરે તે સંઘ, પ્રવચનને છોડી દે તે સંઘની કોટિમાં નથી. શ્રી તીર્થંક૨દેવો વીતરાગ હતા, માનાકાંક્ષી ન હતા. તેમને નામના કમાવી હતી એવું ન હતું. વીતરાગ થયા પછી તેઓ શાસન સ્થાપે છે, એટલે પછી બીજું પ્રયોજન શું હોય ? અંધ અને અંધકારમાં રહેલા જીવોને દેખતા બનાવી પ્રકાશમાં લાવવા માટે જ આ શાસનની સ્થાપના છે. અંધા શાથી ? વિવેકહીન હોવાથીવિવેક એટલે હેય ઉપાદેયનો વિભાગ કરવાની સમજ, સ્વ-૫૨નો વિભાગ કરવાની સમજ, સાચા અને ખોટાનો વિભાગ કરવાની સમજ. એવી સમજ વિનાના બધા અંધ છે અને અંધકારમાં અટવાઈ રહ્યા છે. મિથ્યાત્વ એ અંધકાર છે. વિવેકહીન હોવાને લીધે આંધળા બનીને મિથ્યાત્વરૂપી અંધકારમાં પડેલા જીવોને વિવેકયુક્ત બનાવી સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, ક્ષમાદિ શુભ વ્યાપારમાં જોડવા અને અપ્રમત્ત અવસ્થામાં લાવવા પ્રભુએ શાસન સ્થાપ્યું છે. પૌદ્ગલિક પદાર્થોમાં મારાપણાની બુદ્ધિથી અંધ થયેલાઓને, સારાને ખોટું માનવારૂપ મિથ્યાત્વથી વાસિત બનેલાઓને; આ ખાઉં, આ પીવું, આ લઉં, આ મારું, એવી રીતે અવિરતિમાં ફસાઈ ગયેલાઓને; ઘડીમાં ક્રોધી, ઘડીમાં માની, ઘડીમાં માયાવી, ઘડીમાં લોભી અને મન વચન કાયાના યોગોને મરજી મુજબ વહેવડાવના૨ાઓને, તેમજ પ્રમાદને આધીન થયેલાઓને એમાંથી ખસેડી મોક્ષમાં લઈ જવા માટે આ શાસન પરમાત્માએ સ્થાપ્યું છે. પ્રમાદમાં કષાય સમાઈ જાય છે પણ કષાયની મુખ્યતા બતાવવા માટે તેને જુદા ગ્રહણ કરેલ છે. આગમ એ અરીસો છે : બંગલા, બગીચામાં મારાપણાની બુદ્ધિથી અંધ બનેલાઓને દેખતા કરી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 17s સાચું સ્વરૂપ બતાવવા માટે આરસીસમું આ આગમ છે. એ આરસીને ધરનારા અમારા ગુરુઓ છે. આ આરસી ઉપર ધૂળ ભભરાવનારા અમારા માટે કુગુરુ છે. એ આરસી પર કાટ ચડવા દે તેને ગુરુ બનવાનો અધિકાર નથી. આરસી ઉપર ઘા કરનારને પડકાર ન કરે તે વેષવિડંબક છે. હું કેવો છું એની ખાત્રી માટે આગમમાં જોવાનું છે ! આગમ એ અરીસો છે. બજારની આબરૂ વહાલી હોય તે સ્નાન કર્યા પછી, વસ્ત્રાલંકાર પહેર્યા પછી આરસીમાં જુએ છે. પોઝીશન સાચવવા માટે વેપારી અરીસામાં જોયા વિના બહાર નીકળતો નથી. આ આગમ અરીસો શાશ્વત છે. ત્રિકાળાબાધિત છે. વીસમી સદીના વિદ્વાનોથી અસ્પૃશ્ય છે. એને સ્પર્શ કરવાની એમનામાં લાયકાત નથી. મોઢા ઉપર ડાઘ દેખાય તેથી આરસી ઉપર પત્થર મારનારની લાયકાત શી ? અજ્ઞાન પક્ષીઓ સામે આરસી મૂકો તો એ ચાંચ પીટી પીટીને લોહીલુહાણ થઈ જાય, મરી પણ જાય. અરીસો જે બતાવે છે તે હું છું, એ સમજ અજ્ઞાન પક્ષીમાં નથી. તેમ આગમરૂપી અરીસો વર્તમાનના વિદ્વાનોની પોલ ખોલે છે, તેથી તેઓ અજ્ઞાન પક્ષીની જેમ ચીડાઈને તેની સામે પત્થર મારે છે. આ અવસ્થામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ માટે તે વિષે વિચાર કર્યા વિના ચાલે તેમ નથી. મોટાની સેવા નિષ્ફળ જતી નથી : દુનિયાની આબાદી માટે આ શાસન નથી. જોકે એનામાં એ ગુણ છે કે, એનાથી બધીયે આબાદી મળે છે; પણ એ માગવા માટેનું આ સ્થાન નથી. મોટા માણસ પાસે સીફારસ કરવા કોઈ દિવસ જતા નહિ. પ્રામાણિક અધિકારી પાસે લાંચ રૂશ્વત કરવા ક્યારે ય ન જવું. જ્યારે મળે ને પૂછે કે કાંઈ કામ ? તો મહેરબાની', એટલું જ કહેજો. ભક્તિ, સેવા અને સલામી કરવી અને કામ પૂછે ત્યારે “મહેરબાની', એટલું જ કહેતા રહેશો તો તમારી આપત્તિના સમાચાર તેના કાને આવતાં વગર કહ્યું તે ટાળશે. મોટાની સેવા કદી નિષ્ફળ જવાની નથી, મોટા જો સાચા મોટા હશે તો ! ધર્મ પાસે પણ એ જ મંગાય કે તારા પ્રભાવે મોક્ષ મળજો. મોક્ષ ન મળે ત્યાં સુધી વગર કહ્યું જે જોઈશે તે લાવીને મૂકશે. માગ્યું તો એ દઈને ચાલ્યો જશે. કલ્પતરુ છે માટે એ આપે તો ખરો, પણ આપીને ચાલ્યો જાય. જે આપ્યું તે પચાવવાની શક્તિ રહે નહિ. Page #75 -------------------------------------------------------------------------- ________________ 1767 8 - આગમનો અરીસો - ૧૨૦ પૌદ્ગલિક અભિલાષાએ ધર્મ ન કરો : વાસુદેવો પૂર્વકાળના ઘોર સંયમીઓ હતા છતાં નરકમાં કેમ ગયા ? સંયમ પાસે દુનિયાની સાહ્યબી માગી તેથી. એ ધર્મો એવી સત્તા આપી કે જીવ્યા ત્યાં સુધી એની આંખના પોપચા સામે પણ કોઈ ન ટકે, પણ એ જીવ્યા ત્યાં સુધી જ, મર્યા એટલે ન૨ક તૈયા૨. ધર્મ કહે છે કે જાઓ, લાંચ આપતા નહિ. નહિ માગો તો મોક્ષ નહિ મળે ત્યાં સુધી દુઃખી નહિ થાઓ. એ ગેરંટી છે. માગ્યું તો પાસે નહિ રહે અને રહેશે તે પચાવી નહિ શકો. વૈઘ પરગામ હોય ને માત્રા ખાવી, એ મરવાની નિશાની છે, કારણ કે ખાવાના રસિયા ભૂલ કર્યા વિના રહે જ નહિ. ધર્મ સાથે હોય તો મળેલું મુંઝવે નહિ. પૌદ્ગલિક અભિલાષાએ કરેલો ધર્મ, એ ધર્મ નથી પણ પાપ છે. એ પાપમાંથી ન બચો ત્યાં સુધી ધર્મને લાયક થવાના નથી. એ જ પાપે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે અશ્રદ્ધાળુ બનાવ્યા છે. દેવ, ગુરુ પાસે ઐહિક કામ કરાવવાની કામના એ જ અશ્રદ્ધા છે. એના જેવી દુર્દશા દુનિયામાં એક નથી. જ્યાં સંયમની ખબર પૂછવાની ત્યાં દુન્યવી રોદણાં શા રડવાનાં ? દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે દિવસે દિવસે અશ્રદ્ધા વધતી જાય છે તેનું કારણ આ મહાપાપ ઘૂસ્યું છે એ જ છે. દુનિયાની કોઈ કાર્યવાહી માટે એ સર્જાયેલા નથી એ નક્કી વાત છે. એમાંથી જ દુન્યવી કાર્યવાહીનું સર્જન છે એ સાચું પણ તેમ છતાં એના માટે એ નથી. દેવ, ગુરુ, ધર્મને જેટલાએ દુનિયાના પદાર્થોના સાધનભૂત બનાવ્યા છે તેટલા મહાનાસ્તિક છે. ૫૯ ભાવદયામાં દ્રવ્યદયા નિયમા ઃ દ્રવ્યદયાનું સ્વરૂપ બતાવતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા ફ૨માવે છે કે - “દ્રવ્ય થકી દુઃખીયાની જે દયા, ધર્મહીણાની રે ભાવ.” દુઃખીને જોઈને દયા આવે ત્યારે એનું તત્ક્ષણ સાધન દઈને ખસી જવું. એ દુઃખી કેમ થયો ? અઢારે પાપસ્થાનકમાંથી એક, બે, ત્રણ યાવત્ અઢારે સેવ્યાં એથી. મારે એનું તત્ક્ષણ દુઃખ ટાળવા માટે દેવું જોઈએ. ભાવદયા ધર્મહીણાની છે. આમાં ભાવદયા ચિંતવનારે દ્રવ્યદયા ચીંતવી કે નહિ ? ભાવદયામાં દ્રવ્યદયા નિયમા છે. દ્રવ્યદયામાં ભાવદયાની ભજના છે. ભજના એટલે વિકલ્પ. હોય ખરું અને ન પણ હોય. ભાવમાં દ્રવ્ય છે જ, દ્રવ્યમાં ભાવ ન પણ હોય. અધર્મીને Page #76 -------------------------------------------------------------------------- ________________ ૯૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 1768 ધર્મ પમાડ્યો તો તેનું સદાનું દુઃખ જવાનું અને પરિણામે અનંત સુખ થવાનું. ભૂખ્યાને રોટલો આપ્યો તો તેનું તે વખત પૂરતું દુઃખ ગયું. અને દુઃખ દૂર કરવા માટે એને આરંભ શીખવાડ્યો તો ? ધર્મ આપ્યો તો ભવની પરંપરા સુધારી, ભૂખ્યાને રોટલાનો ટુકડો આપ્યો તો તે વખતે ‘ભૂખ ટળી ગઈ. ‘ભૂખ ટાળનાર આરંભ સમારંભ છે' એવું શિક્ષણ આપ્યું અને એ માર્ગે ચડાવી દીધો તો સુખી થાય કે નહિ એ ભજના. પણ જો એ ધર્મ કરણીય છે એમ માનતો થઈ જાય તો પરિણામ કેવું સુંદર આવે ? સાચી વાત એ છે કે દર્દી કોઈ ઊંટવૈદ્યથી મરે એ કલંક નહિ પણ સારા વૈઘથી મરે તો એ કલંક છે. દયા કરનાર શ્રાવક પણ સારો વૈદ્ય છે. શ્રી જિનેશ્વરદેવોએ શાસન કેમ સ્થાપ્યું એ તમારા હૈયામાં બરાબર ઠસાવો. વેષ અને ચાંદલામાં રહીને આસ્તિકના નામે નાસ્તિકની કાર્યવાહી કરે છે તે પ્રગટ નાસ્તિક કરતાં વધારે ભયંકર છે, કારણ કે પહેલામાં મૂર્ખાઓ ફસાય છે અને આમાં સારા પણ ફસાય છે. માટે સૌથી પહેલાં એ નિર્ણય કરો કે વીતરાગ થઈને જ શાસન સ્થાપવાનું પ્રયોજન શું? આ સૂત્રની વિચારણા ચાલે છે. એકેક સૂત્રના અનંતા અર્થ કહ્યા છે. જેટલા કાઢી શકીએ એટલા તો આપણે કાઢવા ને ? ભેળો કરેલો કરૂણાનો ભંડાર તીર્થકરના આત્મામાંથી વગર પ્રયોજને વહે છે. ગુરુનાં સામૈયા શા માટે ? બદલાની આશા વિના કોઈ જાતવાનને સારામાં સારો ઉપકાર કરો તો બદલો ન માગો તો પણ એ આપ્યા વિના ન રહે. એનો સમય આવે ત્યારે એ પોતાના માથા પર બેસાડે. કહે કે આપને ક્યાં બેસવું છે ? આ તો હું આપને બેસાડું છું, માટે સંકોચ ન રાખો. શ્રી જિનેશ્વરદેવના વરઘોડા અને સાધુના પ્રવેશ મહોત્સવ એ શ્રાવકોના જાતવાનપણાનું પ્રતિપાદન કરનારા છે. લાખોની કિંમતથી શ્રી જિનેશ્વરદેવની પૂજા-અર્ચા કરે એ શ્રાવકના જાતવાનપણાને ઓળખાવે છે. ઉપકારનો બદલાને વાળવા એ સર્વસ્વ હોમી દેવા તૈયાર છે. જેને એ મહોત્સવો નથી ગમતા એ એમની જાતને ભૂલી ગયા છે. જો સાધુ પોતાના સ્વાગત માટે સૂચન કરે તો તે સાધુ નથી, પણ જો તમે સ્વાગત કરવા ન જાઓ તો કહેવું પડે કે તમે કૃતજ્ઞ છો, Page #77 -------------------------------------------------------------------------- ________________ 17, – ૪ – આગમનો અરીસો – ૧૨૦ – – – ૬૧ શ્રી જિનેશ્વરદેવના માર્ગનું ભાન નથી, કરેલા ઉપકારની કદર નથી. જેને એ મહોત્સવો નથી ગમતા તેને પોતાનો આત્મા જ નથી ગમતો. જે કાર્યનો જગતમાં પ્રચાર કરવા માંગો તેના માટે જેટલું ન કરો તેટલું ઓછું. દેશના સિદ્ધાંતો ફેલાવવા માટે જેને નાયક માનવામાં આવે છે, તેના માટે કેટલું થઈ રહ્યું છે તે જુઓ છો ને? જૈનશાસનને ફેલાવવા ઇચ્છનાર આત્માઓ હૈયાથી નિર્લેપ છતાં મોટા મહોત્સવોમાં મહાલતા દેખાય તેમાં નવાઈ શું છે? ગામમાં મુનિને પ્રવેશ કરાવતાં શ્રાવક આખા નગરમાં દાંડી પીટાવે, ઓળખાવે, દુનિયાને જણાવે કે શ્રી જિનેશ્વરદેવના ત્યાગમાર્ગનો ઝંડો ફરકાવવા પ્રતિનિધિઓ આવી રહ્યા છે. જ્યાં સુધી સામૈયું ચાલશે ત્યાં સુધી વાતો તો આ જ થશે ને ? શ્રેણિક મહારાજા ભગવાનને મહોત્સવપૂર્વક વાંદવા જતા હતા ને રસ્તામાં કવાનો દેડકો લોકમુખે થતી વાતો સાંભળતાં, ઘોડાની હડફેટમાં આવી ગયો, પણ શુભધ્યાનમાં મરીને દેવલોકમાં ગયો. સભા : પણ એ સામૈયામાં વચમાં પથરા મૂકનારા હોય તેનું શું ? ટ્રેનને ઉથલાવવા માટે રેલના પાટા ઉપર પથરા મૂકનારા ક્યાં નથી હોતા ?પણ તેને ખસેડનારા પણ તૈયાર હોય છે.પથરા મૂકનારા હોય તેથી ગભરાવવાનું નહિ, પણ આપણે તો પથરા ખસેડનારા પેદા કરવા છે.મૂકનારા જનહોય એવો તો ચોથો આરોય ન હતો અને પાંચમો પણ ન હોય. પણ પૂર્વે તે પથરા ખસેડનારા બળવાન હતા. જેને આપણે તારક માનીએ તેને માટે તો મરી ફીટવું જોઈએ. તેને માટે તન મન અને તમારે માટે તો ધન પણ ખરું, જે ભોગ આપવો પડે તે આપવાનો. એવો ભોગ હું ન આપું તો હું વેષધારી અને તમે ન આપો તો તમે ઢોંગી. પૈસા વધે તો ધર્મ ઘટે : ધર્મથી પૈસા ટકા, બંગલા બગીચા કેમ વધે એવી ભાવના હોય તેમના જેવા ધર્મ માટે નાલાયક કોઈ નથી. સંસારમાં સમૃદ્ધિ કેમ વધે તેને માટે આ ઓથા લીધા છે ? સભા પૈસા વધે તો ધર્મ વધે કે નહિ ? પૈસા વધે તો ધર્મ ઘટે, મંદિર ઉપાશ્રય બંધ થાય. ઉદારતા વધે તો ધર્મ વધે અને ધર્મની પ્રભાવના થાય.તમારી પાસે પૈસા વધી જશે ત્યારે આ વ્યાખ્યાન હોલ Page #78 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ભરાય છે તે નહિ ભરાય. એ ખાલી થવા લાગશે. સામાયિક, પ્રતિક્રમણનાં દેવાળાં નીકળશે. આજે ક્યો શ્રીમંત બે ટંક પ્રતિક્રમણ કરે છે ? શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પૈસા વધવાથી ધર્મ વધશે એવું કોઈ દિવસ માન્યું નથી. મૂર્છા ઘટે તો ધર્મ થાય એમ કહ્યું છે. પૈસો એક એવી માદક શક્તિ છે કે જે ભલભલાને મુંઝવે. ૬૨ શાસનનો પહેલા નંબરનો પ્રભાવક કોણ ? શ્રાવક નહિ પણ સાધુ. પરિગ્રહધારી નહિ પણ પરિગ્રહનો ત્યાગી. છોકરો જાય તો કમાવાનું ટળી જાય પણ સાધુ જાય તો શું નખ્ખોદ નીકળી જવાનું છે ? આવું તમારા મગજમાં ભૂત ભરાયું છે. મારે તે ભૂત કાઢવું છે. સજ્ઝાયકર્તાએ પણ ‘ધન્ય તે મુનિવરા’ કહ્યું પણ ‘ધન્ય તે ગૃહીવરા’ એમ ન ગાયું. એવો ડંકો વગડાવવો નથી : 1770 તમારા ઘરોમાં જિનમંદિર કે આગમનો ભંડાર ખરો ? ઘરમાં ફરનીચર કેટલું અને પાત્રાં ત૨૫ણી કેટલાં ? હાંડીઝુમર કેટલાં અને રજોહરણ કેટલાં ? એ પામવા હોય તો ઘરમાં રાખોને ? પૂજાનાં સુંદર ઉપકરણો કેટલાં અને ખાવાપીવાના જર્મન સીલ્વરના થાળ કેટલાં ? પૂજાની વાડકી કેટલી અને કપ રકાબી કેટલી ? વાડકી તો મંદિરમાં હોય જ, પછી અમારે લઈ જવાની જરૂર શી ? એમ જ ને ? આજે તો પાણી પણ દેરાસરનું. જેટલા નહાનારા છે તેટલા બધા પૂજા કરનારા છે એમ પણ બોલાય તેવું નથી. નહાવાની સગવડ ન હોય તો મંદિર સામું જોનારા ગણ્યાગાંઠ્યા જ નીકળે. શ્રાવક દિવસના ચોવીશ કલાકમાંથી ધર્મમાં કેટલા કલાક કાઢે, તે જાણો છો ? આગળના શ્રાવકો જરૂર ન હોય તો વેપાર નહોતા કરતા એમ સાંભળ્યું છે પણ ધર્મ નહોતા કરતા એમ સાંભળ્યું ? શાલિભદ્રજી વેપા૨ નહોતા કરતા પણ ત્રિકાળપૂજન રોજ કરતા હતા. આજે તો જૈનસમાજના સુકાની થવાનો દાવો નોંધાવનારા કહે છે કે ‘જીંદગી ટૂંકી અને કામ ઘણાં, તેમાં વ્યાખ્યાનનો ટાઇમ ક્યાંથી કાઢવો ?' તો શું વ્યાખ્યાન એ જીંદગીનું કામ નથી ? લક્ષ્મી જો ધર્મનું સાધન હોય તો શાસ્ત્રકારો પાસે લક્ષ્મી પેદા ક૨વાના અખતરા ઘણા છે. લોઢાને સોનું અને પત્થરને પારસ બનાવવાની શક્તિ અહીં છે. ધાતુવાદ, ૨સવાદ વગેરે દ્વાદશાંગીમાં ભરચક દર્શાવેલા છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ 1771 ૪ આગમનો અરીસો - ૧૨૦ સભા : ‘એ બતાવો તો આપનો ડંકો વાગે.’ એ ડંકો મારે વગડાવવો નથી. એ ડંકાએ તો દુનિયાને ઊંધે રસ્તે ચડાવી છે. આ જમાનામાં તો એ ચમત્કાર જાણતા હોય તેણે પણ ન કરવા જોઈએ એવી માન્યતાવાળો હું છું. ચમત્કાર ક્યારે બતાવાય ? પૂર્વે પણ મહાપુરુષોને જ્યારે કાંઈ બતાવવું પડ્યું ત્યારે ફક્ત પ્રતિસ્પર્ધિની હરિફાઈમાં, બધા અધર્મ પામી ન જાય માટે ક્વચિત બતાવ્યું છે. દેવબોધિએ કાચા સુતરની પાલખીમાં કેળના પત્તા ઉપર બેસી, આઠ વર્ષના છોકરાંઓ પાસે એ પાલખી ઉપડાવી.પાંચ મણની કાયાવાળો દેવબોધિ એ પાલખીમાં બેઠો બેઠો આખી બજારમાં થઈને રાજસભ્યમાં પહોંચ્યો. આખું નગર હેરત પામી ગયું. આની સામે શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ સાડા ચાર કલાક સુધી અદ્ધર બેસીને એકધારી દેશના આપી. દેવબોધિએ તો શ્વાસ રોકેલો, કેળના પત્તા, કાચા સુતર અને છોકરાઓનો આધાર હતો. અહીં તો બોલવું એટલે શ્વાસ ન રોકી શકાય અને કેળના પત્તા, કાચા સુતરની દોરી અને ઉપાડનારા બાળકોનો આધા૨ નહિ અને કાયા અદ્ધર રાખવાની. દેવબોધિને પણ આ જોઈને મોંમાં આંગળા ઘાલવાં પડ્યાં. સાચી વિધાવાળો ઉન્મત્ત ન હોય ઃ 25 પછી દેવબોધિએ કુમારપાળને બ્રહ્મા, વિષ્ણુ ને મહાદેવ સાક્ષાત્ બતાવ્યા ત્યારે શ્રી હેમચંદ્રસૂરિજીએ તેને ચોવીસે તીર્થંકરદેવો સાક્ષાત્ સમવસ૨ણ સહિત બતાવ્યા. પેલાએ કુમારપાળને તેની સાત પેઢીના પૂર્વજો બતાવ્યા તો શ્રી હેમચંદ્રસૂરિજીએ કુમારપાળને તેની એકવીસ પેઢીના પૂર્વજો બતાવ્યા. કુમા૨પાળ તો આ બધું જોઈને મૂંઝાઈ ગયા અને પૂછ્યું- ‘ભગવંત તત્ત્વ શું ?’ ત્યારે શ્રી હેમચંદ્રસૂરિજીએ તેને કહ્યું કે, ‘તે પણ ખોટું અને આ પણ ખોટું. એકેયમાં તત્ત્વ નથી માટે મૂંઝાઈશ નહિ. તત્ત્વ તો તે જ સાચું કે જે શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે.' જેનામાં ખરેખર વિદ્યા હોય તે ઉન્મત્ત ન હોય. વિદ્યા બતાવવાથી ધર્મ પમાડાતા હોત તો શ્રી જિનેશ્વરદેવો એક પણ આત્માને સંસારમાં રહેવા ન દેત. ભગવાન તીર્થંકરદેવો પાસે લક્ષ્મી કેટલી ? તમારી દૃષ્ટિ તો જઈ જઈને ત્યાં જ પહોંચવાની. પરંતુ લક્ષ્મી મળી તોયે શું, અને ન મળી તોયે શું ? ન Page #80 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ લક્ષ્મી મળે તો ધર્મસેવા, ન મળે તો વોસિરે : સમ્યગ્દષ્ટિની માન્યતા એ કે ધર્મ મળ્યો એટલે બધું મળ્યું. ધર્મ મળ્યા પછી બીજું મળે તોયે ઠીક અને ન મળે તોયે ઠીક. પૂર્વના વિવેકી લોકો તો લક્ષ્મી મળે ત્યારે મૂંઝાતા હતા. બાકી લક્ષ્મી ન મળે તો શું સિદ્ધિ અટકી ગઈ ? જે શાસનમાં અપરિગ્રહીની પૂજા હોય, પરિગ્રહ પેસે ત્યાં પૂજા ન હોય, ત્યાં પરિગ્રહના મહિમા હોય ? શ્રીમંતોને પરિગ્રહના પરિમાણ હોય, સંપૂર્ણપણે મુકવાની ભાવના હોય, મૂકનારને શિરસાવંદન હોય એમ જ્યારે શાસ્ત્ર કહે છે ત્યારે તમે ખાલી ફોગટ લક્ષ્મી માટે શું કામ હેરાન થાઓ છો ? આ તો એક વીસમી સદીનો વાયરો છે. બાકી ધર્મીને તો લક્ષ્મી આવે તો ધર્મસાધન વિશેષ થાય અને લક્ષ્મી જાય તો ઉપાધિ ટળી એમ માને. મળે તો ધર્મસેવા અને ન મળે તો વોસિરે, વોસિરે.. એ પ્રકારનું ભણતર હોવું જોઈએ. ૬૪ શ્રી જિનેશ્વ૨દેવો અને નિગ્રંથ ગુરુઓની સેવા એ એમની માગેલી સેવા નથી પણ એમને સેવા વરેલી છે. એમની સેવા કરવામાં પોતાની જાતનું કલ્યાણ માનનારા એ સેવા કરે એમાં બીજાને બળતરા શી ? સમ્યગ્દષ્ટિને તો એમ થાય કે, ‘ઓહો ! આ કાળમાં પણ આવી ભક્તિ જીવે છે ? ધન્ય છે આવાઓને ! કે જે કાળમાં બંગલા, મોટરોને લાડી વાડી ને ગાડીમાં સર્વસ્વ મનાતું હોય તે કાળમાં તારકની ભક્તિમાં કેવા લક્ષ્મીના ધોધ વહેવડાવે છે ! આવા પુણ્યશાળીઓ ન હોત તો બજારમાં ઊભા ઊભા મંદિર કે સાધુઓનાં દર્શન કોણ કરાવત ?' આજે મનોવૃત્તિ કેમ બગડી ગઈ ? આ જમાનામાં જેટલી આ વસ્તુની જરૂર છે તેટલી કદાચ પૂર્વના કાળમાં ન હતી. આજના લોકો તો નવરા હોય તોય ગપ્પાં મારવામાં ટાઈમ કાઢે છે. એવાને પમાડવા માટે આ બધી સેવાની જરૂર છે કે નહિ ? એમાં જરા પણ કંટાળો લાવશો તો નહિ ચાલે. ધર્મ પ્રત્યે જે દુર્ભાવના થઈ છે તે કાચ્ચે જ છૂટકો છે. શ્રાવકનાં ઘર કેવાં હોય ? લોકોત્તર સાધનો ઘટાડી લૌકિક સાધનો વધારવાં એ વાજબી છે ? આત્માના ઉદ્ધારનાં સાધનો વધારવાં કરતાં દુનિયાનાં સાધનો વધારવાં એ યોગ્ય છે ? તમારા ઘરોમાં નિર્વેદ અને વૈરાગ્ય વધશે તો બધા કજીયા આપોઆપ શમી જશે. 1772 Page #81 -------------------------------------------------------------------------- ________________ a – ૪ - આગમનો અરીસો – ૧૨૦ – કપ ઉ૫ પછી દૂધ માટે છોકરાઓ બાપને કે વસ્ત્રાલંકાર માટે પત્ની પતિને કનડશે નહિ. આજે તો દીકરાની વહુ મંદિર કે ઉપાશ્રયે જવા માગે તો સાસુ ન જવા દે. ડોશી થઈ ત્યાં સુધી જે સાસુ રસોડામાં ચૂલા પાસે જ રહી, તેની પાસે ધર્મ ફેલાવવાની ઇચ્છા રાખવી વ્યર્થ છે. શ્રાવકના ઘરમાં સૂર્યોદય પછી જ ચૂલો સળગે અને સૂર્યાસ્ત પહેલા એ ઠરી જાય. પણ તમે જ ઊઠતાંની સાથે ચા માગો ત્યાં એ શું કરે ? સૂર્યોદય સુધી તો શ્રાવકોના ઘરમાં આવશ્યક સૂત્રોના પાઠ, સામાયિક અને સ્તવનોની ધૂન એ બધું ચાલતું હોય. સૂર્યોદય થાય ત્યારે કોઈને પોરસી ને કોઈને સાઢ પોરસી, કોઈને અમુક વિગઈનો ત્યાગ તો કોઈને બીજો કાંઈ ત્યાગ હોય. ઊઠીને પોતાના ઘરમંદિરમાં જાય. શ્રાવકના ઘરમાં શક્તિ પ્રમાણે ગૃહમંદિર હોય જ. છેવટે એક સિદ્ધચક્રજી પણ ઘરમાં પધરાવ્યા હોય તો ઘરનાં નાનાં મોટાં સૌ પૂજાભક્તિ કરતાં થઈ જાય. મૂર્તિઓ એ પાષાણ કે ધાતુનાં પુતળાં નહિ પણ સાક્ષાત શ્રી જિનેશ્વરદેવ છે. આ અનાદિ અનંત દુઃખની ખાણમાંથી ઉદ્ધાર કરનારું પરમ ઉપકારી તત્ત્વ છે. આ બધી વાતો બરાબર સમજો. વિવેક ચક્ષુવિકલ અને મિથ્યાત્વાદિ અંધકારમાં અથડાતા જીવો પ્રત્યે કરુણાથી પ્રેરાઈને શાસ્ત્રકાર ભગવંત આ વિષયમાં વિશેષ શું ફરમાવે છે તે હવે પછી - Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫ : ભાવ રુણાની ભવ્યતા : 121 Ji18 વિ. સં. ૧૯૮૬ કાર્તક વદ-૧૭ શુક્રવાર તા. ૨૯-૧૧-૧૯૨૯ - વિવેકહીનને વાંધાનો પાર નહિ : • ક્ષણિક વિષયસુખમાં અસંખ્યાત જીવોનો ઘાત : • ધ્રુજતા હૈયાવાળા દયાળુ ન બની શકે • સાચા આસ્તિક્ય વિના સાચી અનુકંપા નહિ : • ભગવાન પૂજ્ય શા માટે ? • સામા પૂરે તરવા જ જૈનશાસન છે : • ઉપકારીઓની કરુણા કેવી ? નીતિ ધર્મને અનુકૂળ હોય તે જ માન્ય : • દયા અને નિર્દયતાનો ભેદ સમજો ! • દેવગુરુને નમો છો શા માટે ? • મૂર્તિપૂજા શા માટે ? • ન્યાયસંપન્ન વિભવનું રહસ્ય : • વિવેક પેદા થયા વિના ભગવાનની કરુણા ૦ ગુરુ પાસે તો વૈરાગ્યના પડછાયા હોય : નહિ સમજાય : • રજોહરણ છકાય જીવનું રક્ષક છે : વિષય : કરુણાની કિંમત - ત્યાગની સાથે કરુણાનો સંબંધ - સાધુ અને શ્રાવકની કરુણા. ભાવાંધતાથી બચવાની જે વાત ચાલી રહી છે, તેમાં કરુણા કેટલી ઉપકારક છે તે આ પ્રવચનમાં વિગતે સમજાવ્યું છે. કરુણા માટે હૈયું જેમ કોમળ હોવું જરૂરી છે, તેમ અવસરે કઠોર પણ કરવું પડે. ભગવાન અને ભગવાનના અનુયાયી ગણધરો આદિ મહાપુરુષો પણ એવી કરુણાના કારણે જ પૂજ્ય હતા. જિનને ઓળખવા માટે મૂર્તિની પૂજા છે, શરીરને સાચવવાનું તે પણ જીવદયા - સંયમ માટે જ, ક્ષણિક ભોગસુખોમાં અસંખ્ય જીવોનો ઘાત છે વગેરે વાતો સુંદર રીતે સમજાવી પ્રભુની કરુણાનું સ્વરૂપ નહિ સમજવાના યોગે આજના સુધારકોનો ઘોંઘાટ છે અને એ પ્રવાહની સામા પૂરે તરવા માટે જ જૈન શાસનની સ્થાપના છે, દેવ-ગુરુને ઓળખી એમની સેવા કરવી, સાધુની જયણા, ભિક્ષાચર્યા, શ્રાવકનું જીવન અને એની કરુણા વગેરે અનેક બાબતો સવિગત ચર્ચા છે. મુવાક્યાતૃત ગુણહીન પ્રત્યે તિરસ્કાર ન હોય પણ એની દયા જ હોય. • ધ્રૂજતા હયાવાળા દયાળુ ન બની શકે. • હૈયું મજબૂત જોઈએ પણ દૂર નહિ. • શરીરની સેવા પરિણામે સંયમ વધારવા કરવાની છે, પણ સંયમનો નાશ કરવા નહિ. • જેની દૃષ્ટિ ઊંધી તે સારી વસ્તુને પણ ઊંધા સ્વરૂપમાં લઈ જાય. • સામા પૂરે તરવા માટે જ જૈન શાસન છે. • શુદ્ધ દેવ-ગુરુ ધર્મને પણ પિછાણે તે સમ્યગ્દષ્ટિ, ન પીછાણે તે મિથ્યાદૃષ્ટિ છે. રત્નત્રયી તો સાધુ અને શ્રાવકની સાચી મિલકત છે. સમ્યગ્દષ્ટિ રૂપિયા, પૈસા, ટકાને તો કાંકરા જ માને. • વિષયાધીનો ભાન ભૂલેલા છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫ : ભાવ રુણાની ભવ્યતા : દવ્યઅંધ અને ભાવઅંધ : અનંત ઉપકારી ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા આ સંસારવર્તિ પ્રાણીઓને નિર્વેદ તથા વૈરાગ્યની પ્રાપ્તિ માટે ચારે ગતિનાં દુઃખો સમજાવી રહ્યા છે. નરક અને તિર્યંચ ગતિનાં દુઃખો કહ્યા પછી હવે મનુષ્ય ગતિનાં દુઃખોનું વર્ણન કરે છે. એમાં જણાવ્યું કે ગર્ભાવસ્થા એ કેદ છે. બાલ્યાવસ્થા એ અજ્ઞાનાવસ્થા છે, યુવાવસ્થા એ ઉન્મત્તાવસ્થા છે અને વૃદ્ધાવસ્થા એ શિથિલાવસ્થા છે. આ બધું જણાવ્યા પછી આગળ કહે છે કે વિષયાધીન પ્રાણી વિવેક ભૂલી જાય છે. વિવેક એ ચહ્યું છે. ચલ વગરના એ આંધળા બને છે. માટે કહે છે કે આ જગતના પ્રાણીઓ અંધ છે અને મિથ્યાત્વાદિ અંધકારમાં પડેલા છે. ચક્ષુ ઇંદ્રિય વિકલ એ દ્રવ્યઅંધ કહેવાય અને વિવેક વિકલને ભાવઅંધ કહેવાય. વિવેકહીનને વાંધાનો પાર નહિ ? ચક્ષુવિકલ તો આંધળા છે જ પણ જેનામાં વિવેક નથી તે પણ અંધ છે. ચક્ષુ ઇંદ્રિય વિકલ હજી નિભાવાય પરંતુ વિવેક ચક્ષુવિકલ બહુ ભયંકર છે. ચક્ષુ ઇંદ્રિય વિકલ તો જેમ દોરનાર દોરે તે માર્ગે જાય. દેખતાની સલાહ એ માને. જ્યાં બેસાડે ત્યાં બેસે અને ઊઠાડે ત્યાંથી ઊઠે.વિવેકચક્ષુ વિનાનામાં આ યોગ્યતા હોતી નથી. પેલો તો ઘેર પહોંચે પણ વિવેકહીન તો બહાર આથડ્યા કરે કેમ કે એને પોતાનું ઘર ક્યાં છે એ ભાન જ નથી. જેની દ્રવ્યચક્ષુ ગઈ હોય એને તો અમુક વસ્તુની સાધનામાં જ વિઘ્ન આવે. જેમ કે શ્રી જિનેશ્વરની મૂર્તિનાં દર્શન ન થાય, શાસ્ત્રનું વાંચન ન થાય, ઇર્યાસમિતિનું પાલન ન થાય, આ બધામાં વાંધા આવે પણ વિવેકહીનને તો વાંધાનો પાર જ નહિ. ગુણહીન પ્રત્યે કરુણા હોય ? જગતના જીવોમાં વિવેકચક્ષુ વિનાના અંધ ઘણા છે. એમના પર જ્ઞાનીઓની એકાંતે કરુણા જ હોય. નિર્ગુણી પ્રત્યે ગુણવાનને કરુણા જ આવે, કેમ કે એ ગુણની કિંમત સમજે છે, ગુણપ્રાપ્તિની કઠિનતાનો એને ખ્યાલ છે, ગુણ કેટલી Page #84 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ મુશીબતે મળે છે, તે એ જાણે છે. આવું જાણનારા ગુણહીન પ્રત્યે કદી તિરસ્કાર વૃત્તિવાળા હોય જ નહિ. ગુણનું સ્વરૂપ સમજનાર, ગુણપ્રાપ્તિની મુશીબતોને જાણનાર, ગુણપ્રાપ્તિ કેટલી કઠિન છે એનો અનુભવ કરનારને તો ગુણહીન પ્રત્યે દયા જ આવે. ગુણિવરોધી પ્રત્યે દયાની વાત નથી. ગુણહીન એ ગુણવિરોધી નથી. ગુણહીન તો ચાર દિવસ પછી ગુણ પામશે પણ ખરો પરંતુ ગુણવિરોધી માટે એમ નહિ કહેવાય. ૬૮ ધ્રૂજતા હૈયાવાળા દયાળુ ન બની શકે : ગુણવાનને ગુણહીન પ્રત્યે દયા જ હોય, અનુકંપા જ હોય, કરુણા જ હોય પરંતુ તેમ છતાં ત્યાં લાલાશ ન જ હોય એમ ન સમજવું. સાચી દયા કરનારાએ મજબૂત હૈયાવાળા બનવું પડે. કઠિનતા વધે તેમ હૈયું મજબૂત થાય. ધ્રૂજતા હૈયાવાળા સાચા દયાળુ ન બની શકે. તેથી અહીં કોમળતાનો નિષેધ નથી પણ હૈયામાં ધ્રુજારો ન જોઈએ. ધ્રુજતા હૈયાવાળા તો ઊલટા દુઃખીના દુઃખમાં વધારો કરે. કરુણાવાળો સામાના દુઃખથી લેવાઈ જાય તો એને સુખના ઉપાય સ્વસ્થતાથી બતાવી ન શકે. ધ્રૂજતા હૈયાવાળા તો દુઃખીના દુઃખને દૂર કરવાને બદલે તેમાં વધારો કરે છે. કહેવત છે કે ૨ોનારાને રોનારા ન મળજો, કેમ કે એ વધારે રોવરાવે પણ છાના ન રાખે. દુઃખનાં રોદણાં રડનારાને એમાં સૂર પૂરાવનારા મળે તો આંસુ ન આવતા હોય તોયે આવે, અરે મૂર્છા પણ આવે. 1776 હૈયું મજબૂત જોઈએ પણ ક્રૂર નહિ : દુઃખીના દુઃખને સાંભળી એને સુખના રસ્તા તો મજબૂત હૈયાવાળા જ બતાવી શકે. હૈયું મજબૂત જોઈએ પણ ક્રૂર નહિ. મજબૂતાઈમાં અને ક્રૂરતામાં ભેદ છે. એ જ રીતે કોમળતામાં અને ધ્રૂજારીમાં પણ ભેદ છે. હૈયું કોમળ જોઈએ પણ ધ્રૂજનારું ન જોઈએ. ધ્રૂજારો થવો એ દયાનું ચિહ્ન નથી, પણ ભયનું ચિહ્ન છે. કોઈ ઝરૂખેથી પડે, ધબકારો થાય, ત્યારે ‘ઓ બાપ !' એમ રાડ નીકળી જાય. એ ભય છે, દયા નથી કેમ કે પડેલો ટીચાઈ જાય છે, ત્યારે આ ભયભીત થઈ જોયા કરે છે, થંભી જાય છે પણ બચાવવા દોડતો નથી. ઠોકર વાગનારનો હાથ ન ઝાલે ને પેલો ઊભો થઈ જાય પછી જઈને ખબર પૂછે. બધું ઢોળાઈ ગયા પછી બચાવવા દોડે એ ભય છે પણ દયા નથી, કેમ કે હૈયું ત્યાં નર્વસ બની ગયું હોય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ frr - ૫ - ભાવ કરુણાની ભવ્યતા - ૧૨૧ – ૩૯ ભગવાન પૂજ્ય શા માટે ? શ્રી જિનેશ્વરદેવોની દયા એટલી ઊંચી છે કે એનો મર્મ પરખવો મુશ્કેલ છે. એ એવા દયાળુ છે કે, કેઈક પુષ્પની શય્યામાં પોઢનારાને એમણે ભોંય સૂતા કર્યા, પાટલે બેસી જમનારાને ભિક્ષા માગી લૂખું સૂકું જે મળે તેના પર નિભાવનારા બનાવ્યા, વાહનોમાં ફરનારા અને વિમાનોમાં ઊડનારાને પગે ચાલતા કર્યા, માથે છત્ર ધરાવનારાને ઊઘાડા માથાવાળા બનાવ્યા, ચક્રવર્તીઓ અને શેઠ શાહુકારોને ભિક્ષાવૃત્તિ ધરનારા બનાવ્યા, આ એમની કેવી દયા ! પાલખી, મેના તથા સિંહાસને બેસનારાને, જો એ બધામાં દુઃખ ન હોત તો એ અનંતજ્ઞાની દયાળુઓ એમને એ બધું શા માટે છોડાવત ? ભગવાન મહાવીરદેવ સુધર્મા ઇંદ્રને વિમાન લાવવાનું કહેત તો જરૂર લાવત પણ એમણે એ ન કહ્યું. ભગવાન વિમાનમાં બેસવા જોગા હતા કે પગે ચાલવા જોગા ? એ વિમાનમાં ન બેઠા માટે જ આપણને પૂજવા જોગા, નહિ તો નહિ. છતી સામગ્રીએ એમણે ત્યાગ કર્યો માટે એ પૂજ્ય અને ન મળવા છતાં ભીખ માગતા ફરીએ છીએ માટે આપણે હજી પૂજક રહ્યા.પૂજક રહ્યા હોઈએ તો પણ સારા પણ આપણે તો હજી ભીખારી જ રહ્યા છીએ. અસંખ્યાતા ઇંદ્રો જેમના સેવક એવા પ્રભુ ભિક્ષા શું કામ માગે ? વાહનમાં બેસવા જોગા હતા છતાં એ ન બેઠા. કારણ કે એ ત્યાગમાં જ કલ્યાણ માનતા હતા. એ જાણતા હતા કે ત્યાગમાં દિવ્યતા છે. જે સુખ વાહનમાં બેસીને ફરવામાં નથી તે સુખ પગે ચાલવામાં છે. જો એમાં સુખ ન હોત તો જ્ઞાની એ માર્ગ ન સ્વીકારત, પરંતુ એમણે પોતે એ માર્ગ સ્વીકાર્યો અને પછી જગતને ઉપદેશ્યો. રાજઋદ્ધિ વગેરેનો ત્યાગ કરી વર્ષો સુધી પ્રભુ અટવીમાં ભમ્યા. સાડાબાર વર્ષ અને પંદર દિવસમાં માત્ર ત્રણસો ઓગણપચાસ પારણાં, એવો ઘોર તપ તપ્યા. પારણામાં પણ આહાર અને પાણી ત્યાંને ત્યાં જ, બધું એક જ સાથે. આ બધું એમણે પોતાની જાત પર કર્યું અને પછી જગતના પ્રાણીઓને એ માર્ગે લાવવા પ્રયત્ન આરંભ્યા. આ કઈ દયા ? ઉપકારીઓની કરુણા કેવી ? નવાણું ક્રોડ નગદ સોનૈયાના માલીકને અને દેવાંગના જેવી આઠ રમણીઓના પતિને પરણ્યાની રાત્રે જ, એ સોનૈયા અને સ્ત્રીઓનો ત્યાગ કરાવી સંયમ માર્ગે Page #86 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ લાવનારા એ સુધર્મા સ્વામીની કેવી દયા ? હૈયું કેવું કઠણ ! જંબુસ્વામીની ક વય ! ચડતી યુવાની, સુકોમળ શરીર, દેવાંગના જેવી આઠ સ્ત્રીઓ અને નવાણું ક્રોડ નગદ સોનૈયા, એ બધાથી એના માલિકને રખડતો અને ભિક્ષા માગતો કરતાં એમને દયા ન આવી ? જો દયા આવી હોત તો તો કહેત કે ‘હમણાં રહેવા દે, હજી તારે વાર છે.’ આવા કરુણાના સાગરનું સ્વરૂપ સમજવું પડશે અને હૈયું ઓળખવું પડશે. એ કરુણાસાગરે કામ તો આવાં જ કર્યાં છે. ૭૦ ભગવાનની કરુણા એ રૂપે દેખાતી નથી, સમજાતી નથી એનો જ આજનો ઘોંઘાટ છે. ભગવાને ઝીણામાં ઝીણું જંતુનું સ્વરૂપ બતાવ્યું. જીવો કેમ જન્મે, કેમ જીવે અને કેમ મરે, એ બધું બતાવવામાં એમની અપાર કરુણા છે. એ દયાળુ દેખી રહ્યા છે કે સુખમાં મહાલતા આ જીવો પાછા દુઃખમાં રીબાવાના છે. માનો કે પાંચ પચાસ, સો બસો, હજાર બે હજાર કે લાખ બે લાખ વર્ષનું આયુષ્ય છે, એમાં પુણ્યોદયે સુખ સામગ્રી મળી અને એમાં રાચ્યા માચ્યા રહીને બધું ભોગવી લીધું પણ પછી શું ? જ્ઞાનીના હૃદયમાં આ મોટી દયા છે. શાસ્ત્રકારો કહે છે કે પુષ્પની શૈય્યામાં પોતાના બાળકને સુવાડતાં પહેલાં હિતેષી માતાપિતા વિચારે કે આમાં એનું હિત છે કે અહિત ? જો માતાપિતા આ રીતે વિચારે તો સમજવું કે ત્યાં શ્રી જિનેશ્વરદેવની કરુણાની છાયા પડી છે. ભલે પુષ્પશૈય્યામાં સુવાડે પણ સાથે જ કહી દે કે આમાં રાચવા જેવું નથી. પણ એ ભગવાનની કરુણા સમજાય તો બને. દયા અને નિર્દયતાનો ભેદ સમજો : 1776 ભિક્ષા માગીને પેટ ભરવાનો ઉપદેશ અનંતજ્ઞાનીએ કારણ વગર આપ્યો હશે ? જાતે ભેળું કરી પાટલે બેસી જમવું સારું કે ભિક્ષાથી નિર્વાહ કરવો સારો ? બંગલામાં રહેવું સારું કે અટવી વગેરેમાં ભટકવું સારું ? વાહનમાં ફરવામાં ઉદય કે ઊઘાડા પગે ચાલવામાં ઉદય ? ભગવાન પણ જન્મ્યા ત્યારે ત્યાગી ન હતા પણ આ બધું એમણે જીવનમાં ઉતાર્યું અને જીવી બતાવ્યું. ઉત્તમ સામગ્રી પામેલાને આવી તકલીફોમાં મુકવામાં દયા કે નિર્દયતા ? આ દયા સમજવામાં આવે તો ભગવાનને ચાંલ્લા કરતાં પ્રેમના ઉછાળા સાથે. પ્રભુના ચરણે તિલક કરતાં એ ભાવ થાય કે ધન્ય છે આ ચરણોને કે જેમણે દુનિયાભરમાં ઘુમી ઘુમીને જગતને ત્યાગનો માર્ગ બતાવ્યો. પ્રભુના એક એક અંગને સ્પર્શતા રોમરાજી વિકસિત થાય. Page #87 -------------------------------------------------------------------------- ________________ 1 . – – ૫ – ભાવ કરુણાની ભવ્યતા - ૧૨૧ - ૭૧ મૂર્તિપૂજા શા માટે ? આજે કેટલાક કહે છે કે મૂર્તિની પૂજાનું કામ શું ? આમ કહેનારા શ્રી જિનેશ્વરદેવને ઓળખતા નથી. એને એ દેવના સ્વરૂપની ખબર નથી. તેમના અંગઉપાંગના ગુણોનું ભાન નથી. નાનું બચ્ચું મરી જાય તો એનો ફોટો જોઈ જોઈને મા મલકાય છે. હજારો માઇલ દૂરથી વહાલા પુત્રનો કાગળ આવ્યો હોય તો મા એને છાતી પર રાખે છે અને વારંવાર વાંચે છે, પાંચ સાત વાર વાંચે તોય સંતોષ ન થાય. વાંચતાં ન આવડે તો કાલાવાલા કરી બીજા પાસે વંચાવે. એક શબ્દ આડો અવળો ન ચાલ્યો જાય એની કાળજી રાખી એક ધ્યાને સાંભળે. કાગળમાં “મઝામાં છું' એમ લખ્યું હોય તો માનું શેર લોહી ચડે અને સહેજ તાવ આવ્યો છે એમ લખ્યું હોય તો જીવ બળી જાય. એ કાગળમાં શું છોકરો હતો ? ના, પણ જેના પર પ્રેમ, તેની એક એક વસ્તુ પર રાગ થાય. એના એક રૂમાલ પર, એના ફોટા પર, એનાં વસ્ત્રો પર રાગ થયા જ કરે અને યાદ કરી કરીને આનંદ અનુભવે. તો પછી શ્રી જિનેશ્વરદેવની મૂર્તિને જોઈને શ્રી જિનેશ્વરદેવના ભક્તને શું થાય ? એક એક અંગની સ્પર્શનામાં આત્માના અશુભ કર્મોના થોકના થોક ખરતા જાય. આત્મા નિર્મળ બનતો જાય. વિવેક પેદા થયા વિના ભગવાનની કરુણા નહિ સમજાય ? શ્રી જિનેશ્વરદેવ જિનેશ્વરદેવ તરીકે ઓળકાય તો એમની કરુણા સમજાય. કરુણાના તો એ સાગર છે. મૂર્તિમાન કરુણા છે. એમનું એક રૂંવાડું પણ એવું નથી કે જેમાં કરુણા ન હોય. એમની એક પણ કાર્યવાહી એવી નથી કે જેમાં કરુણાનાં ઝરણાં ન વહેતાં હોય. જેમના અંગેઅંગમાંથી કરૂણા ઝરતી હોય તેમના વચન માટે તો પૂછવું જ શું ? જીવોની દયા, હિત અને કલ્યાણની ભાવના જેમના હૃદયમાં ભારોભાર ભરી પડી છે, એવા જ્ઞાનીની આજ્ઞામાં નિર્દયતા નિહાળવી એ મોટામાં મોટી કમનસીબી છે. કોઈના દુઃખમાં એ રાજી ન હતા. પોતાની આજ્ઞાથી કોઈ દુઃખી થાય એવો રતિભર પણ ઇરાદો એમનો ન હતો. એમની આજ્ઞાના પાલનમાં જ ઉદય છે પછી ભલે સર્વસ્વ તજવું પડે. વિવેક પેદા થાય તો આ વાત સમજાય. આત્મા અંધ બન્યો છે અને અંધકારમાં સપડાયો છે માટે આ બધું સમજાતું નથી. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ (મન, વચન, કાયાના Page #88 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ અશુભ વ્યાપારો) એ ભયંકર અંધકાર છે. દુનિયાના જીવો એમાં તો પડેલા છે ને વળી પાછા અધૂરામાં પૂરા વિવેકહીન છે, પછી બાકી શી રહે ? કેટલાક કહે છે કે, “શાસ્ત્ર કહ્યું છે કે શરીર વિના ધર્મ નથી માટે ‘શરીરમાઘં ખલુ ધર્મ સાધનં.' શરી૨ની સેવા પહેલી, ધર્મની સેવા પછી. ધર્મની સેવા બજાવતાં શ૨ી૨ની સેવા ચૂકાતી હોયતો ન ચાલે. શરીરની સેવા બજાવતા ધર્મ ઊંચે મૂકવો પડે તો વાંધો નહિ.” આ કેવી બુદ્ધિ ? શાસ્ત્ર શરીરને ધર્મનું સાધન કહ્યું, વારૂ ! તે વાત સ્વીકારી. પણ સાધન સાચવવા સાધ્યને બાળે તે કેવો ? ૭૨ સભા : મૂર્ખા. સાધ્ય સાધવા સાધન જરૂરી ખરું પણ સાધનની સેવા એટલા પૂરતી કરવી કે જેથી સાધ્ય સધાય. આજે તો સાધનની સેવા એવી થાય છે કે સાધ્ય પેદા થાય જ નહિ. આ કેવી ખુબી ? શરીરની સેવા સંયમ વધારવા : અગ્નિ વિના રસોઈ પાકે નહિ માટે વસ્તુને અગ્નિમાં નાંખો છો ? લાકડાં ન હોય તો ચૂલામાં હાથ નંખાય ? અગ્નિનો ઉપયોગ એવો થાય, એટલો થાય ને એવી રીતે થાય કે જેથી હાથ ન દાઝે, ફોલ્લા ન પડે. વસ્તુ તે રીતે ચૂલા પર મૂકાય કે જેથી તૈયાર થઈને હાથમાં આવે. શરીરની સેવા પરિણામે સંયમ વધારવા કરવાની છે, પણ સંયમનો નાશ કરવા નહિ. આજના બુદ્ધિનિધાનો તો કહે છે કે શરીર સાચવવા ધર્મ છોડવો પડે તોયે શું ? વાત એ છે કે જ્ઞાનીએ જે વસ્તુ જે દૃષ્ટિએ કહી તે દૃષ્ટિ ઊડી ગઈ, તેથી તે વસ્તુ સમજાતી નથી. માટે પહેલાં સમ્યક્ત્વ જોઈએ. દ્વાદશાંગી આખી સમ્યક્ શ્રુત છે પણ ખોટી દૃષ્ટિવાળાના હાથમાં જાય તો મિથ્યાશ્રુત અને દૃષ્ટિ શુદ્ધ હોય એવાના હાથમાં જાય તો કોઈ પણ શાસ્ત્ર હોય તો તે બધું સીધું, કેમ કે તે બધાને સીધા સ્વરૂપે લઈ જાય. જેની દૃષ્ટિ ઊંધી તે સારી વસ્તુને પણ ઊંધા સ્વરૂપમાં લઈ જાય. માટે દૃષ્ટિને શુદ્ધ બનાવો. કર્મસત્તા પાસે ઘમંડ નહિ ચાલે : જે શ્રી જિનેશ્વરદેવને માનો છો તે કેવળ કરુણાના નિધાન હતા, એ રીતે એમને ઓળખો. એમની એકેએક આશામાં આત્માનું હિત છે, એ માન્યતામાં નિશ્ચિત બનો. દરેક દર્શનકારો તો ઉપર ટપકે કહીને ખસી ગયા. કોઈએ Page #89 -------------------------------------------------------------------------- ________________ 17 - ૫ – ભાવ કરુણાની ભવ્યતા – ૧૨૧ ૭૩ આત્માને લાંબો પહોળો, કોઈએ વિભુ તો કોઈએ અણુ જેવો કહીને પતાવ્યું. આપણે તો આત્માના તમામ ભેદ જણાવ્યા. જન્મ, મરણ, કર્તા, ભોક્તા, ઉત્પત્તિ, સ્થિતિ, નિત્ય, અનિત્ય બધું વિગતવાર જણાવ્યું. આત્મા અને કર્મનો સંબંધ, શુભ અશુભ વિપાકનાં ફળ તથા તેના હેતુઓનું વર્ણન કર્યું. આ બધી વાતોની ઝીણવટ જૈનદર્શનના પાને પાને છે. બીજે નહિ મળે. પાણીમાં અને અગ્નિમાં આટલા જીવો છે, એની પંચાતમાં બીજા નથી પડ્યા. અહીં એ પંચાત કરી તેનો એક જ હેતુ છે કે પાણીમાં ને અગ્નિમાં જીવો છે એની શ્રદ્ધા ધરાવનારા એ વસ્તુનો દુરુપયોગ ન કરે. સાચો શ્રાવક પાશેરની જગાએ પાંચશેર પાણી ન વાપરે પણ નવટાંકથી પતાવવાની પેરવી કરે. પાણીના એક બિંદુમાં અસંખ્યાતા જીવ છે એ સમજનાર, પાણી કઈ રીતે વાપરે ? તમે કોઈનો ઘાત કરો તો તમારો ઘાત નહિ થવાનો એમ ? અહીં કાંઈ પોપાબાઈનું રાજ છે ? કર્મસત્તા પાસે ઘમંડ રાખો તે ચાલે ? તમે કોઈને તકલીફ આપો છતાં તમને બાદશાહી મળે એમ ? તમે મોટા અને પેલા નાના જીવ, એટલે તમારી મરજી મુજબ ઉપયોગ કરવાની તમને છૂટ એમ ? અશક્ય પરિહાર વસ્તુ કદાચ કરવી પડે તો તે હજી સંતવ્ય ગણાય, એની માફી પણ મળે. શેઠની પેઢીમાં રહેલો નોકર પ્રમાદથી ભૂલ કરે તો માફી મળે પણ ઇરાદાપૂર્વક ગલ્લો ઉપાડે તો ? સભા: તો પોલીસને હવાલે. ક્ષણિક વિષયસુખમાં અસંખ્યાત જીવોનો ઘાત : અશક્ય પરિહારને છોડીને મરજી મુજબ વર્તો એ ચાલે ? તમે ધમાલ કરી બીજાને કનડો, કદર્થના કરો અને બીજા તમને એમ કરે તો વાંધો એમ ? તમે બીજાની વાતમાં જુઠું બોલો અને તમારી બાબતમાં કોઈએ જુઠું ન બોલવું એવો દાવો ધરાવો તે ચાલે ? તમારું એક હાંલ્લું જાય તો પણ તમને દુઃખ થાય અને તમે કોઈના લાખ્ખો લાવી “સગવડે આપશું' એમ કહો ત્યાં હરકત નહિ એનો અર્થ શો ? તમારા ક્ષણિક વિષયસુખમાં અસંખ્યાતા જીવોનો ઘાત થાય છે તે જાણો છો ? લોઢાની ભુંગળીમાં રૂ દાબીને ભર્યું હોય અને પછી અગ્નિનો કણીયો મહીં મૂકીએ તો બધું રૂ બળી જાય તેમ એક વખતના વિષય સેવનમાં અસંખ્યાત જીવોનો ઘાત થઈ જાય છે. શાસ્ત્રકારોએ આ ઉપમાથી સમજાવ્યું છે કે વિષયના ક્ષણિક સુખ માટે આ રીતે અસંખ્ય જીવોનો દાટ વળે છે. આટલું સાંભળ્યા પછી પણ સાન ભાન ઠેકાણે ન લાવો ? મર્યાદા ન બાંધો ? એ માટે આત્માને શિખામણ પણ ન આપો ? પાપની પ્રવૃત્તિ કરી રહ્યા પછી આત્માને Page #90 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 172 પૂછો કે “શું પામ્યો ? કયું મોટું સુખ અનુભવ્યું ?” પાછળ તો દુઃખ નિશ્ચિત છે. તમે તો અનુભવી છો. કોઈ દિવસ આ વાતનો વિચાર ન કરો તો શ્રી જિનેશ્વરદેવ કઈ રીતે ઓળખાય, તે સમજી શકાતું નથી. શિક્ષક પૂછે કે તરત જ વિદ્યાર્થીની નકશા પર તે જ જગ્યાએ આંગળી પડે, એ ક્યારે બને ? દિવસમાં બે પાંચ વાર અભ્યાસ કર્યો હોય તો ને ? શ્રી જિનેશ્વરદેવે જણાવેલા જીવાદિ તત્ત્વો, એનું સ્વરૂપ અને એમની આજ્ઞાનો ક્ષણે ક્ષણે વિચાર કરવો પડશે. સાચા આસ્તિકય વિના સાચી અનુકંપા નહિ ? આ તો એવી વાત કરે છે કે જવું છે અનંત સુખના સ્થાનમાં પણ કોઈને દુઃખ આપ્યા વિના રહેવું નથી, એવું અમે “પણ” લીધું છે. એના માટે હેતુ, દલીલ વગેરે બધું લાવે છે. પાપકાર્ય માટે દલીલ હોય ? મારવાની બુદ્ધિએ એક પણ જીવને માર્યા પછી બચાવ માટે દલીલ શી ? સભા: વધુ પીડાથી બચાવવા કોઈને જીવનમુક્ત કરાય ? એ તો અજ્ઞાન અને મોહના ચાળા છે. “મારાથી એનું દુઃખ નથી જોવાતું માટે એને મારી નાખું !” આવું વિચારનાર સમજે કે અહીં કોઈના બાપનું રાજ ચાલતું નથી. જેલના કેદીઓ દુઃખી છે તો ત્યાં જઈને જેલના તાળા ઊઘાડી નાંખો ને ? સભા: એ તો છોડાવ્યા કહેવાય, આ તો મારી નાંખવાની વાત છે. જે જીવને મારવામાં આવે એની સદ્ગતિની ખાતરી હોય તો તો મારવું પણ વાજબી છે, એમ માનીએ પણ એક પ્રાણી અસહ્ય વેદનામાં રીબાય છે ને પાછો એના પર ઘા કરવો, એ તો જુલમ છે. દુર્ગાનમાં તો છે અને પાછી આ દશા થાય તો એ જીવ કેવા આયુષ્યનો બંધ કરે ? પણ તમે તો કહેવાના કે આયુષ્યની, બંધની, ગતિની, પુણ્યની, પાપની, ફળની ગમ જ કોને છે ? સાચા આસ્તિક્ય વિના સાચી અનુકંપા આવતી નથી. આજનો ઘોંઘાટ મટાડવાનો ઉપાય : જેને જિનેશ્વરદેવના વચનમાં શંકા, એની બધી કાર્યવાહીમાં શંકા, જીવનું તથા દયાનું સ્વરૂપ ન સમજે એનો આ બધો ઘોંઘાટ છે. એ ઘોંઘાટ મટાડવાનો એક રસ્તો છે. જેમ તેઓ દુનિયાનું શિક્ષણ વધારે છે તેમ તમે આવું શિક્ષણ વધારો. બ્રિટીશ સરકારે રાજ્ય વ્યવસ્થા માટે રાજ્યભાષા નિયત કરી. એણે Page #91 -------------------------------------------------------------------------- ________________ ભાવ કરુણાની ભવ્યતા ૭૫ કેળવણીની એવી યોજના કરી કે ભણેલા લાખ્ખો એની જ નોકરીમાં લાગી જાય. કોઈ બે પાંચ અપવાદરૂપે નીકળે એની કિંમત નહિ. ઠેક-ઠેકાણે વાતાવરણ જ એવું ઊભું કર્યું કે સૌ એ ત૨ફ જ ખેંચાય. કેમ કે પોતાનું ધાર્યું કેમ ફળે એની જ ધૂન. આપણે પણ જૈનદર્શનના વાતાવરણને તે સ્વરૂપમાં પ્રચારવું જોઈએ. સલાહકારોનું કપોળ પુરાણ ઃ ‘દુનિયાને ગમે નહિ એવું બોલવાનું પ્રયોજન શું ?’ એમ ઘણા મને પૂછે છે. એ કહે છે કે, ‘શાસ્ત્રમાં દેશકાલ જોવાનું કહ્યું છે ને.’ આગળ વધીને કહે છે કે, ‘આજના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ધર્મને યોગ્ય ક્યાં છે ? ત્યાગ ધર્મ લોકોને ગમતો જ નથી તો પછી ઠાલા ઝઘડા શા સારું કરવા ? ચૂપ રહો તો શો વાંધો ?' આવી સલાહ આપનારા પાછા મા૨ા થઈને સલાહ આપવા આવે છે. એ આગમના દરિયાઓને (!) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવનાં બીંટની પણ ખબર નથી. પાછો કુવૃષ્ટિ ન્યાયનો દાખલો આપી સમજાવે કે ‘બધા ગાંડાના ટોળામાં રાજા અને મંત્રી પણ ગાંડા બન્યા હતા ને ? બધા ગાંડા થયા હોય ત્યારે આપણે એકલા ડાહ્યા ન બનાય.’ શાસ્ત્રના નામે જ આવી વાતો કરે પછી ભલેને એ કપોળ પુરાણ હોય ! 1783 ૫ - ૧૨૧ બોલવાની જરૂર ક્યારે ? જે જમાનામાં લોકોને આ તરફની રુચિ નાશ પામતી હોય ત્યારે જ વધારે બોલવાની ખાસ જરૂર કે રુચિનો સંપૂર્ણ નાશ થયા બાદ ? એક ઘરને લાહ્ય લાગે ત્યારે બંબા બોલાવવાના કે આખા ગામને લાઘ લાગ્યા બાદ બોલાવવાના ? શેઠ પાસે નોક૨ મદદ માટે આવે ત્યારે શેઠ કહે કે, ‘ચાર દિવસ પછી આવજે, હમણાં નહિ.' પેલો કહે કે, ‘શેઠ ! લેણદાર તગાદો કરે છે, ચોવીસ કલાકમાં તો ઇજ્જત જાય એવું છે, ચાર દિવસ પછી જો મદદ ક૨વી છે તો મહેરબાની કરીને હમણાં જ કરો તો મારી આબરૂ રહી જાય.' તોયે શેઠ ઠંડે કલેજે કહે કે, ‘માટે જ કહું છું કે હમણાં ધીરજ ધર, પછી જોઈશું !' ત્યારે પેલો નિસાસો નાખીને કહે કે, ‘હે ભગવાન ! આવો કમઅક્કલ માણસ ક્યાંથી મળ્યો ?’ સામા પૂરે તરવા જ જૈનશાસન છે : મનુષ્યના હૈયારૂપી ભૂમિમાં દવ નથી લાગ્યો ત્યાં સુધીમાં આજુબાજુમાં પડેલો કચરો વાળી ચોળીને સાફ કરવો જોઈએ. ખેડૂત પણ પાક તૈયાર થતાં Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - - 17% પહેલા ખેતર ખેડી ઘાસ વગેરે બધો કચરો તિક્ષ્ણ હળ ફેરવીને સાફ કરે છે. રહી ગયેલો કચરો ઉખેડવા નોકર રાખી દૂર ફેંકાવે છે. એવું જો ન કરે ને દવ લાગે તો કચરો સળગે ને ભેગો તૈયાર થયેલો પાક પણ સળગી જાય. અભણ ખેડૂતમાં પણ આટલી સમજ છે. તમે તો બધા ગ્રેજ્યુએટ, પદવીધારી, શ્રીમાનું અને શેઠસાહેબ તરીકે દુનિયામાં ઓળખાતા આટલું ન સમજો ? જ્ઞાની કહે છે કે ધાડ આવે ત્યારે પૂંઠ બતાવનારા વીરોથી જો દુનિયાની રક્ષા થતી હોત તો દુશ્મન સામે સામી છાતીએ ઊભા રહેનારા વીરની કોઈ શોધ કરવા ન જાત. ખરાબ વસ્તુનો પ્રચાર થતો હોય ત્યારે સત્ય વસ્તુનો વિશેષ પ્રચાર કરાય કે એને ઢંકાય? સભા સામા પૂરે તરાય ? સામા પૂરે તરવા માટે જ જેનશાસન છે. દુનિયા સંસાર ભણી ધસી રહી છે. જૈનોએ સામા પૂરે તરી સંસાર પાર કરવાનો છે. નીતિ ધર્મને અનુકૂળ હોય તે જ માન્ય : સભા: પણ નીતિકાર સામા પૂરે જવાની ના કહે છે. આપણે કહી ગયા કે નીતિ પણ તેટલે અંશે જ માન્ય છે કે જ્યાં સુધી તે ધર્મને અનુકૂળ હોય. “શઠં પ્રતિ શાઠ્ય કુર્યાતું' - એ નીતિ, ધર્મને માન્ય નથી. અસત્યનો પડદો ચીરવા માટે પાસે શસ્ત્ર હોય તો પછી કોની રાહ જોવાની ? ખીસ્સામાં બેટરી હોય, અમાસની અંધારી રાત હોય, માર્ગ સૂઝતો ન હોય, તે વખતે બેટરીનો ઉપયોગ ન કરે એ ગમાર કહેવાય. શેરીની લાઈટનું બટન તો દૂર હોય. આ તો ખીસ્સામાં જ બટન છે. બેટરી બહાર કાઢી બટન દબાવે. લાઇટ થાય તો બે જણ પાસે પણ આવે, બેના ચાર થાય અને એમ ભેગા થઈ સૌ ઘેર પહોંચે. નવી પેઢી માંડો ત્યાં ગ્રાહક પહેલેથી જ નથી બંધાઈ જતા. પેઢી ખોલો, ગાદી પર બેસો, નીતિથી માલ વેચો, ગ્રાહક તમને ઓળખતો થાય, જરા વિશ્વાસ રાખો, થોડું થોડું ધીરો અને ગ્રાહકને વિશ્વાસ બંધાય, ફાયદો દેખાય તો બીજેથી છોડીને તમારે ત્યાં આવે. પણ, આ બધું કરવું તો પડે ને ? ગ્રાહકો ક્યાં આવવાના છે ? એમ માની બેસી જાઓ તો વેપાર ન થાય. ગાળોની પરવા કર્યા વિના સાચું સમજાવવું છે? કેટલાક કહે છે કે, “આજે લોકો મોજશોખમાં પડી ગયા છે. એ તમારી ત્યાગની વાતો સાંભળવાના નથી તો શું કામ નકામું ગળું ખેંચો છો ?” એ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫ ભાવ કરૂણાની ભવ્યતા - ૧૨૧ મોજશોખમાં દુઃખ છે એમ મારે એમને સમજાવવું છે. એમની ગાળની પરવા કર્યા વિના સમજાવવું છે. ભલે બધા ન સમજે પણ જેના કાનમાં સૂર પહોંચે અને હૈયામાં ધડાકો થશે તે આવશે. ચાર જણા પણ આવશે તો ચારના ચાલીસ, ચારસો અને પછી ચાર હજાર પણ થશે એમ ગાડી આગળ ચાલશે. 1785 સભા : એ લોકો કહે છે કે કેળવણીમાં અગ્નિ મુકાય છે. જૈનત્વ ઊડી ગયું છે માટે એમ કહે છે. તેઓ દયાપાત્ર છે. મારે એમનામાં જૈનત્વ રેડવું છે. જિનમંદિરે તો ઘણા જાય છે, હાથ જોડી પગે પણ લાગે છે પણ પરમાત્માને ઓળખતા નથી. માત્ર રૂઢિ છે માટે જવું, સાથીયા ક૨વા, ગ્રામોફોનની રેકોર્ડ માફક સૂત્રો બોલી જવાં, વ્યાખ્યાનમાં જવું, મહારાજ પાટેથી જીવ વગેરેનું વર્ણન કરે તે સમજાય તો સમજવું નહિ તો ‘હાજી’, ‘હાજી’ ક૨વું, વચ્ચે ઝોકાં પણ ખાઈ લેવાં, સામાયિક, નવકારવાળી ને વ્યાખ્યાન શ્રવણ ત્રણે કામ એક સાથે પતાવી લેવા, બાઈઓ બેનપણીને મળી લે, ભાઈઓ મિત્રોને મળી લે, આમ બધાં કામ થઈ જાય. આ એક ટેવ પડી ગઈ, રૂઢિ થઈ ગઈ. હવે મારા જેવો આવી ગતાનુગતિક રૂઢિની ટીકા કરે એટલે કહે કે, “મહારાજ અમારી નિંદા કરે છે, અમને ગાળો દે છે.' ૭૭ દેવ ગુરુને નમો છો શા માટે ? મંદિર ઉપાશ્રયમાં જવાનું શા માટે, એ સમજો. મંદિરમાં ફળ શું કામ મૂકો છો ? ભગવાન ફળના ભૂખ્યા છે ? વ્યાખ્યાનમાં જવાનું કામ શું ? આ બધી ક્રિયાના હેતુ વિચારો. તમે મંદિરમાં નહિ જાઓ તો વીતરાગ નારાજ નહિ થાય અને જશો તો રાજી નહિ થાય, એવા આ દેવ છે. એમને ભક્તિની ૫૨વા નથી અને ગાળ દે એનીયે પરવા નથી. દેવ વીતરાગ અને ગુરુ નિગ્રંથ, બેય પરવા વિનાના છે, એવો આ માર્ગ છે. આવો તોયે ઠીક અને જાઓ તોયે ઠીક, નમો તોયે ઠીક અને ન નમો તોયે ઠીક, એવી માન્યતાવાળા આ દેવગુરુ છે. છતાં તમે એમને નમો છો તો એમને નમવાનું કારણ કહો. સભા : કલ્યાણ માટે, એમ ગોળગોળ વાત ન કરો, ચોખ્ખું કહો કે ઘર, બંગલા, બગીચા, સાહ્યબી વગેરે નથી છૂટતું એ છોડવા માટે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –– - - 17es ભગવાનને કહો કે, “હે પ્રભુ ! તું અમને તાર.' ભગવાન તારવા તૈયાર છે પણ આજ્ઞા માને તેને તારે ને ? આજ્ઞા શી ? ઘરબાર છોડવાની. ત્યાં તમારે મોટો વાંધો. આજના લોકોને આવી વાતો ગમતી નથી અને ન જ ગમે, કેમ કે એમાં સ્વાર્થની હાનિ છે એમ મનમાં બેઠું છે. એથી નક્કી થાય છે કે હજી શ્રી જિનેશ્વરદેવ તથા સાધુને પછાણ્યા નથી. તો પણ તમને મિથ્યાદૃષ્ટિ કહેવા હું તૈયાર નથી. જો કે કહું તો પણ વાંધો નથી, છતાં આટલું બધું કહેવાની આવશ્યકતા નથી. બાકી શાસ્ત્ર તો કહે છે કે શુદ્ધ દેવ ગુરુ ધર્મને પિછાણે તે સમ્યગ્દષ્ટિ, ન પીછાણે તે મિથ્યાદષ્ટિ છે. દર્દી સેગ કાઢવાની ભાવનાવાળો હોવો જોઈએ : મંદિરમાં જવા નીકળતી વખતે આ ઘર મૂકવાનું છે એવું યાદ કેમ ન આવે ? મંદિરમાં પેસતી વખતે ઘર ખોટું છે એવું મનમાં કેમ ન થાય ? શ્રી જિનેશ્વરદેવ તુષ્ટમાન થયા ક્યારે કહેવાય ? સંસાર મોળો પડે તો. ધર્મ પામવા માટે ઊંધી માન્યતાઓની દીવાલો તોડવી જરૂરી છે. એ દિવાલો તોડતાં અમારે ગાળો ખાવી પડે, એ તૂટે ત્યારે તમને કારી ઘા લાગે. પણ દુનિયામાં કોઈ વૈદ્ય એવો નથી કે જે સાકર ખવડાવી દર્દ મટાડે. સાકરથી જો દર્દ મટતાં હોત તો વૈદ્યની જરૂર જ શી ? સાકર તો બજારમાં જોઈએ તેટલી મળે છે. વૈદ્યનાં આટલા પાટીયાં બજારમાં ન લટકતાં હોત. શરીરમાં એવા પણ રોગ થાય છે કે જ્યારે આખું શરીર ચિકિત્સકને હવાલે કરવું પડે. સગાવાલાએ વૈદ્યને લખી આપવું પડે કે ચિકિત્સા કરતાં કરતાં દર્દી મરે તો જવાબદારી આપની નહિ. જે માબાપ પોતાના બાળકના શરીર માટે આવું લખી આપે તે એના આત્મા માટે કાંઈ ન કરે ? સભા : વૈદ્યને શરીર સોંપતી વખતે સંઘની રજા ન લે? ના, ત્યાં રજા લેવાની જરૂર નહિ પણ સાધુને સોંપવો હોય તો રજા લેવી પડે એવો આજના બુદ્ધિમાનોનો દાવો છે. ત્યાં તો સંઘની સલાહ શું! માબાપની પોતાની સલાહ પણ કામ ન લાગે. વૈદ્ય કહે તેમ જ કરવાનું. વૈદ્ય પણ દર્દીની એક યોગ્યતા જુએ કે એ પોતે કહે તેમ કરશે. આ વાત કબૂલે તે દર્દી યોગ્ય. દર્દી ભલે ચીડીયો હોય, એની શારીરિક અને તેને કારણે માનસિક સ્વસ્થતા બગડી છે માટે તો આવ્યો છે. પણ રોગ કાઢવાની ભાવનાવાળો એ હોવો જોઈએ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૫ - ભાવ કરુણાની ભવ્યતા - ૧૨૧ શાસ્ત્રકાર કહે છે કે સંસારને ખરાબ માનનારા બધા દીક્ષા માટે યોગ્ય છે. અમારામાં સાચવવાની તાકાત નહિ માટે અમે વધારે ગુણોની યોગ્યતા તપાસીએ. નાનો ડાક્ટર પોતે જલદી ઓપરેશન ન કરે. નિષ્ણાતોનો અભિપ્રાય મેળવે, બીજા ડૉક્ટરોને સાથે રાખે, પછી કામ કરે. તેનો હેતુ એ કે પોતાને કલંક ન લાગે. જેને સંસા૨ની નિર્ગુણતા સમજાય, જેને આ રજોહરણમાં કલ્યાણ લાગે તે બધા દીક્ષા માટે યોગ્ય. આંધળો આવે તો ના પાડવી પડે કારણ તે ઇર્યાસમિતિ આદિનું પાલન ન કરી શકે. એ રીતે જે અન્ય પણ ગુણ-દોષ જોવાના છે, તેની પાછળનાં ચોક્કસ કારણો છે અને એમાં એના જ હિતની વિચારણા છે. 1787 શ્રાવકની કરણી : શ્રાવકની કરણી શી છે ! ‘નમો જિણાણં’ કહેતાં ઊઠે, અશુચિ ટાળી શુદ્ધ થઈ સામાયિકાદિ આવશ્યક કરે, પછી ઘરમંદિરમાં વાસક્ષેપ, ધૂપ, દીપ આદિ પૂજા કરી ચૈત્યવંદન કરે, પચ્ચક્ખાણ લે, ગુરુ પાસે જાય, તેમને વંદન કરી સંયમની સુખશાતા પૂછે, ત્યાં ફરી પચ્ચક્ખાણ લે, પછી પોતાથી ન રહી શકાય તેવું હોય અને નવકારશી પા૨વી પડે તો પોતાને સૂઝતું કરે, પછી વ્યાખ્યાન શ્રવણ ક૨વા જાય, ફરી મધ્યાહન પૂજા કરે, પછી તપ ન હોય અને ખાવું પડે તેમ હોય તો શ્રાવક જીવનની મર્યાદામાં રહીને ખાય. પછી અર્થચિંતા કરવી પડે તેમ હોય તો તે પતાવી બે ઘડી દિવસ બાકી હોયને ચોવિહાર થાય તે રીતે ઘેર આવી જાય અને ચોવિહાર કર્યા બાદ આવશ્યક ક્રિયા કરી સ્વાધ્યાય કરે. આટલું ક૨વા છતાં શ્રી જિનેશ્વરદેવ તથા નિગ્રંથગુરુને ન ઓળખે તો ઊંધું વાળે. ત્રણ ચાર કલાક કરવી પડતી અર્થચિંતા પણ ક્યારે ઘટે તે માટે આ બધી ક્રિયા છે. ‘ન્યાયસંપન્નવિભવ’નું રહસ્ય ઃ સભા : આજે તો પૈસા કમાવા એ પણ ગૃહસ્થનું કર્તવ્ય મનાય છે. ૭૯ એવું માનનારા અજ્ઞાન છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ સ્પષ્ટ લખી નાખ્યું છે કે, ‘ન્યાયસંપન્નવિભવ' એ માર્ગાનુસારીનો ગુણ પણ એમાં વિભવ એ ગુણ નથી, ‘ન્યાયસંપન્નપણું’ એ ગુણ છે. વિભવ તો હતો જ. વિભવ માટે તો દુનિયાની મહેનત ચાલુ જ છે. વિભવમાં જો યોગ્યતા હોત તો એને ન્યાયસંપન્નતાનું વિશેષણ લગાડવાની જરૂર શી હતી ? ન્યાય એ ગુણભાગ છે. શાસ્ત્રકારે જાણ્યું કે એવા પણ નંગ પાકશે જે વિભવને પકડી લેશે અને ન્યાયને છોડી દેશે. માટે Page #96 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ --- – 17e9 સાફ લખ્યું કે ન્યાય એ વિધાન, વિભવ તો અનુવાદ. વિભવના ઉપદેશની જગતને જરૂર જ નથી. વગર ઉપદેશે જગત એની પાછળ પડેલું જ છે. જૈનમુનિ ગામમાંથી ચાલ્યા જાય તો પેઢી રસોડા બંધ થઈ જાય ? સભા : ના, એ તો ઊલટા વધે. અમે તો એ ઘટાડનારા, છતાં તમે અહીં આવ્યા કેમ? તમારે અમારું કામ શું? અમારી પાસે આવો અને અમારું સ્વરૂપ અમે બતાવીએ નહિ તો એ ઠીક ન કહેવાય. શરૂઆતમાં તો અમે મીઠું બોલીએ પણ પછી કઠોર પણ બનવું પડે, કડકાઈની માત્રા વધે. જેમ જેમ અમારી વધુ નિકટ આવો તેમ વધારે સાંભળવું પડશે. સભાઃ નજીક આવીએ તેમ વાતાવરણ પણ ઠીક થતું જાય ને ? તેમ છતાં નવાને જરા વધુ કડક લાગે ! સમષ્ટિગત કહેવાય તેમાં કોઈને વધુ લાગવાનું કારણ નથી છતાં વધુ લાગે તો માનવું કે કદાચ એનામાં વધુ ખરાબી હશે ! અંધાપો એ મોટી વાત છે. શ્રી જિનેશ્વરદેવ પાસે અને એમના સાધુ પાસે આવવાનો હેતુ નક્કી કરો. જો ભગવાનને રાજી કરવા આવતા હો, સાધુને સારું લગાડવા આવતા હો તો લાભ નહિ મળે. દેવગુરુ પાસે આવવાનું કારણ નક્કી કરો. શ્રી જિનેશ્વરદેવ વીતરાગ છે, તારક છે, એમના પછી એમના પ્રતિનિધિ એમની આજ્ઞા મુજબ બોલનારા અને ચાલનારા ગુરુઓ છે. એ ગુરુ રાગના પડછાયાનો ઉપદેશ ન આપે. ત્યાં તો વૈરાગ્યના પડછાયા હોય. આ વાત સમજાય તો વૈરાગ્ય જાગૃત થાય. વૈરાગ્ય થાય તો અહીં પાઘડી ઉતરશે. પાઘડી ઉતરશે તો મોક્ષ મળશે માટે ઘેર કહીને જ આવવાનું કે જઈએ છીયે, આવ્યા તો આવ્યા, નહિ તો ત્યાં બેસી જઈશું માટે રાહ નહિ જોતા. સભા: અહીં તો બહાર નીકળેલો ટ્રામ, બસ કે મોટરમાં ક્યારે હડફેટે ચડી જાય તે કહેવાય નહિ, એટલે બૈરાં પણ કહે છે કે, “આ મુંબઈમાં તો ઘરના આદમી ઘેર આવ્યા ત્યારે આવ્યા કહેવાય. પણ ત્યાં તો ન આવે એ કમભાગ્ય કહેવાય. અહીંથી તો પાછા ન ફરો તો મહાભાગ્ય ગણાય. જેવો ધંધો તેવી ધમાલ : શ્રી જિનમંદિર અને ઉપાશ્રય એ બે તરવાની સ્ટીમરો છે. નાણાં ખર્ચવાની olri. Page #97 -------------------------------------------------------------------------- ________________ 10. – ૫ – ભાવ કરુણાની ભવ્યતા - ૧૨૧ - તાકાત હોય તે એમાં બેસે. એ બેમાં સિવાય ત્યાગ બીજું કાંઈ ન હોય. ત્યાગ વિરાગનાં જ ઝરણાં ત્યાં વહેતાં હોય. વિચાર એના, વાત એની અવાજ એના અને ઘોંઘાટ પણ એનો. પૈસા ટકા, માલ મિલકત, ઘરબાર, કુટુંબ પરિવાર એ બધાના ત્યાગની જ ત્યાં વાતો ચાલતી હોય. જ્યાં ભેગા કરાતા હોય ત્યાં ભેગા કરવાની ધમાલ, તેમ જ્યાં કાઢવાના, ત્યાં કાઢવાની ધમાલ. જેવો ધંધો તેવી ધમાલ. તમારા ઘર ચોટ્ટાઓ શાથી ફાડે છે ? એને જોઈએ છે માટે. એટલે તમે એ ચોટ્ટાઓથી કેટલી સાવચેતી રાખો છો ? તેમ અમારે પણ સંયમ સાચવવા બધું કરવું પડે. ચોટ્ટાની ધમાધમથી ડરીને તમે જેમ મીલકત ન મૂકી દો તેમ વિરોધીઓની ધમાલથી ડરીને અમે સંયમ ન મૂકીએ. રત્નત્રયી તો તમારી પણ મીલકત છે ને? તમે સમ્યગ્દષ્ટિ એટલે રૂપિયા, પૈસા, ટકાને તો કાંકરા જ માનો ને ? ઘરબારને પોતાના માનો એવા ગાંડા તમે તો ન જ હો, કારણ કે બધું મૂકીને જવાનું એ તો તમે પણ જાણો જ છો. તમે એ બધું પોતાનું નથી માનતા માટે તમારી પાસે આ બધી વાત કરી રહ્યો છું. પોતાનું જ માનતા હોય તેવાની પાસે આવી વાતો ન કરું. સભાઃ એમની પાસે પણ કરવી તો પડે. ના. એવાને તો ભાનભૂલા કહેવાય. વિષયાધીનો ભાન ભૂલેલા છે. આ વાતો તેમના પનારે ન પડે. રજોહરણ છકાય જીવનું રક્ષક છે ? વીતરાગની મૂર્તિ દેખતાં, ચૈત્યવંદન કરતાં, સંવેગ-નિર્વેદનાં કે હર્ષનાં આંસુ આવે, અપૂર્વ આનંદ થાય. આવું અનુપમ મળ્યું છે તે કદી ચાલ્યું ન જાય, એવા મનોરથ હોય. સ્તુતિ કરતાં કરતાં “જયવીયરાય'માં માગણીઓ કરે કઈ ? ભવનિવ્વઓ' વગેરે બધું માગે. પણ છેવટ માગણી કઈ ? એ જ કે ન ધન, ન ધાન્ય પણ “ભવે ભવે મુખ્ય ચલણાë.” માગે. શરીર, ઘર એ બધાને વીસરી જાય. શાસ્ત્ર કહે છે કે આ રીતે સમ્યત્વ નિર્મળ થાય. પછી સાધુ પાસે આવે તો રજોહરણ ગમે. રજોહરણ એ છકાય જીવનું રક્ષક છે. સાધુ પકાયને પોતાના છ પુત્ર સમ ગણે : આ ઓઘાવાળા પાસે ષકાયજીવની વિરાધનાની વાત ન હોય. ઓઘાવાળાથી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - ---- 170. એ વાત પણ ન થાય. એ તો ષકાયને પોતાના પુત્ર સમ ગણે. એકનો પણ ઘાત થાય તો એનો જીવ બળે. હું તો તમારી પાસે એ અમારા છયે પુત્રોની રક્ષા ઇચ્છું, એમાંના એક પણ પુત્રનો ઘાત કરવાની વાતમાં “હા' ન ભણે. પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છયે કાયની રક્ષા અમે કરીએ. એમાંથી એક પણ મરે તે અમને ન ગમે. સભા: પણ એ છયે કાયના આરંભથી બનાવેલા આહાર પાણી અમારી પાસેથી લો તો ખરા ને ? તમે તમારા માટે બનાવેલી ચીજમાંથી, અમને આપવાથી તમે તરી શકો અને અમારી તરવાની કાર્યવાહી ચાલુ રહે એવી અને એટલી વસ્તુ લઈએ. કલ્પનીય, એષણીય અને પ્રાસુક વસ્તુઓ અમારાથી લેવાય. કલ્પનીય ? એટલે કહ્યું એવું, વિકારવર્ધક ન બને, સંયમમાં બાધક ન બને એવું. એષણાય એટલે બેંતાલીસ દોષ વિનાનું. પ્રાસુક : એટલે નિર્જીવ - અચિત્ત. હિંસાથી નિપજેલી ચીજથી તમે ગભરાયેલા તો હો જ, તરવા માટે મુનિને શોધતા હો, મુનિ તમારા અને પોતાના સંયમદેહના ઉપકાર માટે એ લે, પણ તમે ફરી બનાવશો એવું લાગે તો એવી રીતે ન લે. આ રીતે અમે લઈએ ખરા પણ અમારા રોટલા માટે તમે સંસારમાં રહો, એવું કદી ન કહીએ. આ “નગીનદાસ' આજે આવતા હોય તો આવવાની ના ન કહું, તરત સ્વીકારી લઉં. તમે પકાયની હિંસાથી બચો એવું અમે ઇચ્છીએ : સભા: પણ અહીં રહે તો વધારે કામ થાય ને? ત્યાં રહેવાથી વધારે કામ થતું હોત તો અમે એ મૂકીને ભીખ માગવા અહીં શું કામ આવત ? મોટો ચક્રવર્તી તેની આખી જીંદગીમાં જે કરે, આખી પૃથ્વીને જિનમંદિરોથી મંડિત કરે, ઢગલાબંધ દાન દે છતાં એને જે લાભ થાય તેના કરતાં વધુ લાભ થાવાળાને એક અંતર્મુહૂર્તમાં થાય. અમારા ભલા માટે, અમારા પેટ ભરવા માટે અમે તમને ત્યાં રહેવાનું કહીયે તો તો પછી તમે માલિક અને અમે તમારા નોકર થયા. તમે જીવોને Page #99 -------------------------------------------------------------------------- ________________ 1791 - ૫ - ભાવ કરુણાની ભવ્યતા - ૧૨૧ - ૮૩ કાપનાર અને અમે કપાવનાર બન્યા. શેઠીયાના ઘરની કોઈ સારી ચીજ આવી અને વખાણીને ખાઈએ તો સંયમ ચિત્રશાળા ધુમાડાથી કાળી થાય. એ ધુમ્ર દોષ કહેવાય. તમારી વિરાધનામાં અમારી સહાનુભૂતિ ન હોય. - પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાઉકાય અસંખ્યાતા છે, વનસ્પતિકાય અનંતા છે. ત્રસકાય અસંખ્યાતા છે. એ બધાની હિંસાથી બચો એવું અમે ઇચ્છીએ છીએ. સર્વાશે ન બચાય તો જેટલા વધુ અંશે બચાય તેટલું બચો. શ્રી વીતરાગદેવનાં વચન ગમે તો અહીં બેસી જવાય. વિવેક ચક્ષુ ખુલશે ત્યારે એ બનશે. એ વિષયમાં હજી પણ જ્ઞાની ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી - Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬: દષ્ટાંતના દુરુપયોગથી ગયો ! 122 J-19 વિ.સં. ૧૯૮૭ કાર્તિક વદ૧૪, શનિવાર તા. ૩૦-૧૧-૧૯૨૯ ૦ મિથ્યાત્વની વ્યાખ્યા : • શાસ્ત્રનાં ગંભીર રહસ્યો સમજો ! • સમજવા માટે પ્રશ્ન થાય એ શંકા નથી : • આજના સુધારકોના કુતર્ક : • શાસનને સુધારવાની કાંઈ જરૂર નથી : • શાસ્ત્રના નામે લોકોને ઉન્માર્ગે દોરનારા : અહીં સંખ્યાનું મહત્ત્વ નથી : • વિશ્વાસુની ભયંકર કતલ : • જૈન થવાનો અધિકાર કોને ? ૦ આપત્તિમાં ટકે તે ધર અને ખસે તે કાયર : • “શાસન' એ જ આપણો શબ્દ : • કથામાંથી ઊંધું પકડનારા : • શાસન માને એની રક્ષા શાસન કરે : ૯ આણંદ કામદેવના જીવનમાંથી શું લેવાય? ૦ આ શાસન પડેલાને પાટું મારતું નથી : • ધર્મી શ્રાવક-શ્રાવિકા કેવાં હોય ? વિષયઃ શાસ્ત્રોમાં આવતા પ્રસંગોમાંથી ફાવતું પકડી લોકને ઊંધે રસ્તે દોરવા એ મહાપાપ છે. જૈન શાસન એ સમસ્ત લોકને સુધારનારું શાસન છે. એ શાસનને જ સુધારવાની વાત કરનારા પાગલ છે. સુધરવું જાતને પડે પણ શાસનને સુધારવા નીકળાય નહિ. આજે એ ધંધો લઈ બેઠેલા ઘણા છે. તેઓ શાસ્ત્રમાં બતાવેલાં અનેક દૃષ્ટાંતોમાંથી અર્થ-કામ પોષક અંશ જ પકડી મુગ્ધ લોકને ઊંધે રસ્તે દોરતા હોય છે. એમાં વેશધારી સાધુ પણ ભળી જાય તો કેવી પરિસ્થિતિ સર્જાય ? વિશ્વાસે ધર્મ સાંભળવા આવનારની ગર્દન કપાય. શાસનમાં રહેવા ઇચ્છનારે પાપનો પક્ષપાત છોડવો જ રહ્યો. આનંદ કામદેવનાં ગોકુળો-હળો, ચક્રવર્તીઓની સ્ત્રીઓ અને મહાપાપીઓનાં પાપાદિને આગળ કરી પોતાની પાપ કામનાઓ પોષવી અને અન્ય આત્માઓને તેમાં જોડવા એ તો કસાઈ કરતાંય ભૂંડો ધંધો છે, એ આ પ્રવચનનું હાર્દ છે. પૂ.આ. શ્રી હીરસૂરિજી મ. નો તેમજ જિનદાસ શેઠનો દાખલો આપી વસ્તુતત્ત્વ સમજાવેલ છે. મુવાક્યાતૃત • ભાવ અંધકારમાં પડેલા આત્માને વિવેકચક્ષુ આપી, તેનો એ અંધકાર દૂર કરી સન્માર્ગે વળાય તો જ સાચી શાસન સેવા થાય. • જે જ્ઞાનમાં ક્રિયાની અરુચિ તે અજ્ઞાન છે અને એકલી ક્રિયા કે જેમાં જ્ઞાન પ્રત્યે બહુમાન નથી તે પણ નકામી છે. • લોક આવીને શાસનમાં ભલે ભળે પણ શાસન લોકથી નોખું છે અને નોખું રહેવું જોઈએ. પાપને પાપ ન માને એ જૈન નથી. પૃથ્વી આદિ છકાયમાં જીવ ન માને તે જૈન નથી. • જે શાસિત હોય તે જ શાસન કરે, શાસન કરવાની તેનામાં જ લાયકાત. • શાસન એ એને માનનાર માટે જીવાદોરી છે અને એને ભાંગનાર માટે એ મૃત્યુજાળ છે. • લખી રાખો કે અમે તમારા પર જીવતા નથી. અમને આ ઓધા પર વિશ્વાસ છે. ખાતરી છે કે, એના યોગે આપત્તિ નહિ આવે અને આવે તો તે ભલા માટે જ હશે. • “શ્રાવકે હળ ચલાવવા” એમ કહેવું એ પાપોપદેશ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૬ઃ દષ્ટાંતના દુરુપયોગથી બચો ! અંધ અને અંધકારના બે બે પ્રકાર : અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે આ જગતમાં પ્રાણીઓ મોટે ભાગે અંધ છે અને પાછા અંધકારમાં ફસાયેલા છે. અંધ બે પ્રકારના હોય છે. બાહ્યચક્ષુ વગરના અંધ કહેવાય અને આંતરચક્ષુ એટલે વિવેક વગરના અંધ કહેવાય. એ રીતે અંધકાર પણ બે પ્રકારનો. દ્રવ્ય અંધકાર તથા ભાવ અંધકાર. બાહ્યચક્ષુ છતાં ન દેખી શકાય તે દ્રવ્ય અંધકાર અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગો એ ભાવ અંધકાર છે. આ દુનિયામાં વિવેકહીને આત્માઓ ઘણા છે અને તે આત્માઓ મિથ્યાત્વાદિ ભાવ અંધકારમાં ફસાયેલા છે. એ બધા જીવો જ્ઞાનીની દૃષ્ટિએ કેવળ દયાપાત્ર છે. એ જીવો ભૂલ કરે, આડાઈ કરે, અવળે માર્ગે જાય કે ન કરવાની કાર્યવાહી કરે તો એમાં કાંઈ નવાઈ નથી, કેમ કે એક તો વિવેક છે નહીં અને પાછા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગોમાં ફસાયેલા છે. એવી સ્થિતિમાં રહેલા આત્મા સારું કઈ રીતે કરે ? વિવેક વિનાના અંધ ભયંકર : આત્મામાંથી મિથ્યાત્વાદિ કાઢવા હોય તો તેનામાં પહેલો વિવેક પેદા કરવો પડે. ચક્ષુહીન અંધને દોરવા સહેલા, એ તો જેમ દોરો તેમ દોરાય કેમ કે પોતે સમજે છે કે આપણે આંધળા છીએ, આંખો નથી, માટે દેખતો લઈ જાય તે રીતે જ જવાય, પણ વિવેકચલું વગરના તો પોતાને આંધળા માનતા જ નથી એ એક મોટામાં મોટી પંચાત છે. જે આંધળા પોતાની જાતને દેખતા માને તેનો ઉદ્ધાર થાય શી રીતે ? પોતાની જાતને ડાહ્યો માનનારને સુધારવાનો કોઈ રસ્તો નથી. જાતને જ ડાહ્યો માનનારો કોઈ સાચા ડાહાને સાંભળે નહિ, કદાચ સાંભળે તો એની વાત હૃદયમાં ઊતારે નહિ અને કદાપિ સહેજ હૃદયમાં ઊતરી જાય તો તે મુજબ વર્તન તો કરે જ નહિ, કારણ કે એમ કરવામાં પોતે નાનમ માને છે, પોતાની જાતને લાંછન લાગે એમ સમજે છે. એટલે ચક્ષુહીન અંધ કરતા વિવેક વિનાના અંધ ઘણા ભયંકર છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૭ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 17% પ્રકાશના અભાવના અંધકાર કરતાં ધોળે દિવસે ગાઢ બની રહેલો મિથ્યાત્વાદિનો અંધકાર ઘણો ભયંકર છે. એ અંધકારને ટાળવા માટે જ શ્રી જિનેશ્વરદેવના શાસનની સ્થાપના છે. એ ભાવઅંધકારમાં પડેલા આત્માને વિવેકચક્ષુ આપી, તેનો એ અંધકાર દૂર કરી સન્માર્ગે વળાય તો જ સાચી શાસનસેવા થાય. એવી સેવા એ જ શાસનસેવા નહિ તો સેવાને નામે નાશની ક્રિયા પણ થઈ જાય. જે શાસનના યોગે વિવેક પામી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગોથી બચ્યા એ જ શાસનનો ઉપયોગ મિથ્યાત્વને વધારી વિવેકનો ધ્વંસ કરવામાં થાય તો એ શાસનની આરાધના છે કે શાસનના નાશનો પ્રયત્ન છે ? મિથ્યાત્વની વ્યાખ્યા : મિથ્યાત્વ એટલે શ્રી જિનેશ્વરદેવે કહેલા એક પણ વચનને ખોટું માનવું તે. આખી દ્વાદશાંગી માને પણ તેમાંના એક વચનને ખોટું માને તે મિથ્યાત્વ, અથવા તત્ત્વને અતત્ત્વ અને અતત્ત્વને તત્ત્વ માનવું તે મિથ્યાત્વ, અથવા વીતરાગને કુદેવ અને રાગીને સુદેવ માનવા, સુગુરુને કુગુરુ અને કુગુરુને સુગુરુ માનવા, સુધર્મને કુધર્મ અને કુધર્મને સુધર્મ માનવો એ બધું મિથ્યાત્વ છે. સભા બધું જ માને પણ ફક્ત એક વચન જ ન માને તો મિથ્યાત્વ? હા, એ તો દૂધના કુંડામાં વિષનો કણિયો પડ્યો. પછી તેમાંથી થોડું પણ દૂધ પીવા યોગ્ય રહેતું નથી. અમુક અંશે છોડવાનું અને અમુક અંશે પકડવાનું, એવું જૈનશાસનમાં નથી. જ્ઞાન-ક્રિયા બેય મુક્તિનાં સાધન છે. જે શાનમાં ક્રિયાની અરુચિ તે અજ્ઞાન છે અને એકલી ક્રિયા કે જેમાં જ્ઞાન પ્રત્યે બહુમાન નથી તે પણ નકામી છે. ક્રિયાની અરુચિવાળો જ્ઞાની મુક્તિ ન પામે તેમ જ જ્ઞાન પ્રત્યે બેદરકાર બનેલો ગમે તેવી ક્રિયા કરે અને સાથે જ્ઞાનની ઠેકડી ઉડાડે તો તેની ગમે તેવી ઉત્કટ ક્રિયા પણ તેને મુક્તિ ન પમાડે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે ભેગા થાય તો મુક્તિ મળે. એકલું જ્ઞાન, એકલું દર્શન કે એકલું ચારિત્ર એ મુક્તિનું સાધન નથી. સમ્યગ્દર્શન વિનાનું ચારિત્ર એ કુચારિત્ર છે. ભલે જ્ઞાન ન હોય પણ જ્ઞાનીની નિશ્રા હોય તો ચાલે. જેમ દેખતા પાછલ ચાલનારા આંધળા પણ દેખતા જ છે; તેમ જ્ઞાનીની Page #103 -------------------------------------------------------------------------- ________________ tes - ૬ - દાંતના દુરુપયોગથી બચો ! - ૧૨૨ - પાછળ ચાલનારા અજ્ઞાન પણ જ્ઞાની છે. જ્ઞાની બનવું અને ન બનાય તો જ્ઞાનીની નિશ્રાએ ચાલવું, એમાં જ આત્મકલ્યાણ માની વર્તે તો એ પણ જ્ઞાની છે. સમજવા માટે પ્રશ્ન થાય એ શંકા નથી : સભા સમજવા માટે શંકા કરે તો મિથ્યાત્વ લાગે ? સમજવા માટે ઊભો થતો પ્રશ્ન એનું નામ શંકા નથી. એથી મિથ્યાત્વ ન લાગે. સમજવા માટે તો અનેક પ્રશ્નો થાયએવા પ્રશ્નો કરવા એ તો ગુણ છે. સમજવાની તાલાવેલી બતાવે છે. પણ “આ તે હોય ? આવું વળી હોઈ શકે ?' આવા પ્રશ્નો આવે ત્યાં વાંધા. ત્યાં મિથ્યાત્વ આવતાં વાર ન લાગે. આનું જ નામ શંકા નામનો દોષ. પોતાને કોઈ વસ્તુ ન બેસે માટે જ્ઞાનીએ કહેલું ખોટું માનવું અને કહેવું, તે મિથ્યાત્વ. પ્રાણાતિપાત (હિંસા) મૃષાવાદ (અસત્ય) અદત્તાદાન (ચોરી) મૈથુન અને પરિગ્રહ એ અવિરતિ છે. ક્રોધ, માન, માયા ને લોભ તે કષાય છે. મન, વચન, કાયાની મરજી મુજબની ચેષ્ટા એ અશુભ યોગ છે. જ્ઞાનીની આજ્ઞા મુજબની ચેષ્ટામાં હરકત નહિ અને પાંચમો પ્રમાદ.આ પાંચને આધીન બનેલો આત્મા સત્ય વસ્તુ પામી શકે નહિ. મિથ્યાત્વ તો મહાગાઢ છે, અવિરતિમાં કમીના નથી, કષાયોનો પાર નથી, મન-વચન-કાયા મરજી મુજબ મહાલે છે અને પ્રમાદ ભારોભાર છે, આ દશામાં તરવાનો રસ્તો જ ક્યાં છે ? દુનિયાને સુધારવા માટે શાસન છે, શાસનને સુધારવાની કોઈ જરૂર નથીઃ સમ્યક્ત એ વિવેક છે. આત્મા વિવેકી બન્યો એટલે જાગૃત થયો, એનો અંધાપો મટ્યો. એ મટ્યા પછી અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભયોગો રૂપી અંધકાર ટકે ક્યાં સુધી ? દુનિયા જેમાં પડી છે, જેમાં અટવાઈ ગઈ છે, તેમાંથી એને બહાર કાઢવાનો જૈનશાસનનો પ્રયત્ન છે. માટે તો આ શાસન લોકોત્તર કહેવાય છે. આ શાસન લોકથી પ્રધાન છે, શ્રેષ્ઠ છે, એ જો લોક ભેગું ભળે તો એની દશા કઈ થાય ? લોક આવીને શાસનમાં ભલે ભળે પણ શાસન લોકથી નોખું છે અને નોખું રહેવું જોઈએ. લોકને શાસનમાં આવવું હોય તો તેમણે શાસનને અનુસરવું જોઈએ પણ શાસને લોકને અનુસરવાનું નથી. લોકમાં રહેવા માટે શાસન લોકને ન અનુસરે પણ લોકને આ શાસનમાં આવવાની ઇચ્છા હોય Page #104 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - 9 તો તે શાસનને અનુસરે. શિક્ષકને વિદ્યાર્થી અનુસરે એ વાજબી પણ શિક્ષક વિદ્યાર્થીને અનુસરે તો એ પતનની નિશાની. ૮. સભા : શાસનને વિશ્વવ્યાપી બનાવવું હોય તો કાંઈ કરવું પડે ને ? શાસનને દિગંતવ્યાપી તો અમારે પણ બનાવવું છે, એમાં જરા પણ મતભેદ નથી. દુનિયાના સઘળા પ્રાણીઓ પ્રભુનું શાસન પામે એ તો અમારો ખાસ ઇરાદો છે. એ શાસનથી કોઈ પણ વંચિત રહે એવી અમારી લેશ પણ ઇચ્છા નથી. અમને તો ઉલટો આનંદ થાય કે અમારી સર્વોત્તમ વસ્તુનો જનતાએ આદર કર્યો, એની સેવા કરી. પરંતુ શાસનને દિગંતવ્યાપી બનાવી દુનિયાનો ઉદ્ધાર કરવો હોય તો એવું કરો કે શાસન એવું ને એવું રહે ને દુનિયામાં સુધારો થાય. એ લોકો તો કહે છે કે દુનિયા તો એવી ને એવી જ રહે પણ તમે શાસનમાં સુધારો કરો. અમે શાસ્ત્રોની વાત કરીએ છીએ તેથી તેઓ અમને પુરાણપાઠી કહે છે. એ સુધારકો અને અમે પુરાણપાઠી, એમ બે વચ્ચે એક મોટી ખાઈ ઊભી થઈ ગઈ છે. અમે કહીએ છીએ કે શાસનમાં ખામી હોય તો બતાવો, સુધારવા તૈયાર છીએ. પણ એમાં ખામી શી શોધી શકે ? શાસન તો ખામીવાળી દુનિયાને સુધારવા માટે સરજાયું છે, માટે દુનિયામાં સુધારો કરો. શાસનને સુધારવાનું કહેનારાઓએ શાસનની ખામી બતાવવી જોઈએ ને ? હું દુનિયાને સુધારવા કહું છું તો દુનિયાની ખામી બતાવવા હું તૈયાર છું, શાંતિથી સાંભળવાની તૈયારી એમણે બતાવવી જોઈએ, પણ એ તૈયારી ક્યાં છે ? 1796 દુનિયામાં ક્યાંય આવો ન્યાય નથી : પૂર્વે વાદી સાથે વાદ થતા કેમ કે એ આવા ન હતા. આ તો બોલે પોતે ને સાબિત ક૨વાનું સભાના માથે નાંખે. પેલા વાદી તો પોતાનો પક્ષ પોતે જ સાબિત કરતા. આ તો કહે કે આગમો ખોટા. આપણે કહીએ કે એનો પુરાવો લાવો તો સામેથી આપણને કહે કે સાચા હોય તો તમે સાબિત કરી આપો. દુનિયામાં, આજની વીસમી સદીમાં પણ આ ન્યાય નથી, આવો કાયદો નથી. રાજ્યોમાં કે કોર્ટોમાં પણ આવું ક્યાંય નથી. આરોપ મૂકનારે આરોપ સાબિત ક૨વો જ જોઈએ, એવો કાયદો છે. આજના વિરોધીઓ માને છે તેવા કોઈ કાયદા નથી, કોઈ ધારાપોથી નથી કે સજ્જન સંપ્રદાયનો એવો નિયમ પણ Page #105 -------------------------------------------------------------------------- ________________ 1797 – – ૭ - દાંતના દુરુપયોગથી બચો ! - ૧૨૨ – - ૮૯ નથી. માટે આજના મતો મોટા ભાગે બનાવટી છે. સારામાં સારા માણસને કે સારામાં સારી વસ્તુને ખોટી કહેતાં તેમને જરાયે વાર ન લાગે. વર્ષો સુધી મહેનત કરી કલાકારીગીરીથી પીંછી વડે સુંદર રંગ પૂરીને ચિત્રકારે ચિતરેલા સુંદર ચિત્રોને બગાડતાં કેટલી વાર ? શાહીનો ખડીયો એના પર ટોળી દો એટલી જ. ઘોર ઉપસર્ગો અને પરીષહ સહીને કેવળજ્ઞાન મેળવી પરમાત્મા તીર્થંકરદેવોએ સારીયે દુનિયાનું સ્વરૂપ જોયું અને વર્ણવ્યું, ગણધર દેવોએ એ આગમોમાં ગુંથ્ય, એ આગમને આવા બેજવાબદારો ખોટા કહી દે એટલે પત્યું, એમ? પાપને પાપ માનો તો શાસનમાં રહી શકો : જ્ઞાનીએ જોયેલ, ગણધરે ગુંથેલ અને મહાપુરુષોએ સાચવેલ આગમોને ખોટાં કહી દેવા અને તેને માટે કોઈ દલીલ, યુક્તિ કે પ્રમાણ પણ ન આપવાં અને કોઈ પૂછે તો કહી દેવું કે “બસ ! અમે નથી માનતા,” તો આવાઓને કેમ પહોંચાય ? ભગવાનનું શાસન સર્વત્ર વ્યાપે ને બધા સુખી થાય એ ભાવના તો અમારી છે જ, પરંતુ દિગંતવ્યાપી બનાવવા એ શાસનને લોકને અનુકૂળ ન બનાવાય. લોક શાસનને અનુકૂળ થવા આવે તો છૂટ છે. આ શાસને છૂટ કાંઈ થોડી નથી આપી, ઘણી છૂટ આપી છે. બધા સાધુ જ થાય અથવા બધા જ શ્રાવક થાય અથવા બધા પાપના ત્યાગી જ થાય એવું શાસ્ત્રકારોએ ન કહ્યું, કારણ કે સમજતા હતા કે બધા એવા થાય એ અશક્ય છે પણ એવા થવું જોઈએ, પાપને ત્યાજ્ય માનવા જોઈએ, એ મુદ્દો છે. એની સામે દલીલ કરે એ ન ચાલે. મહાવ્રતો અથવા અણુવ્રતો કે સામાન્ય રીતે લઈ શકાય એવા નિયમો લેવા જોઈએ એમ માને અને અઢાર પાપસ્થાનકને છોડવા જેવા માને, એ ખુશીથી આ શાસનમાં આવે. બોલો ! આ છૂટમાં કાંઈ કમીના છે ? પણ આટલુંયે ન હોય ત્યાં શાસનમાં ઘલાય કઈ રીતે ? પાપને પાપ માનો તોય આ શાસનમાં રહી શકો છો. શંભુમેળો કાંઈ ન ઉકાળે ? પરંતુ, ધર્મને અધર્મ માને અને મહાવીરનું નામ દે તોય ચાલે એમ કહું ? એવો શંભુમેળો ઉકાળે પણ શું? એવા પાંચ પચાસ હજારથી પણ કલ્યાણ શું? Page #106 -------------------------------------------------------------------------- ________________ 13 આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - સેનાપતિ એવા સૈનિકની ભરતી જ ન કરે કે જે એમ કહે કે “ફાવશે તો રહીશું નહિ તો ભાગી જઈશું.” “કાં તો જીતીને આવશું નહિ તો ફના થઈ જઈશું.” એવી ભાવનાવાળાને જ રાખે અને તો જ ધાર્યું કામ થાય. મોટી સેના છે એમ બતાવવા ભાગાભાગ કરનારાને ભેળાં ન કરાય. એ તો અવસરે પોતેય ભાગે ને બીજાને પણ ભગાડે. હમણાં તો સભાનો પણ એક કાયદો થઈ ગયો છે કે સભામાંથી બે પાંચ ઊઠે એટલે એને જોઈને બધા ઊઠવા માંડે પણ એ જુએ નહિ કે આ ઊઠનારા પોતાના છે કે પારકા ? અહીં સભામાં બેઠેલા કહ્યા વિના કે પૂર્ણાહુતિ થયા વિના ઊઠે જ નહિ એ સારા. જે સભા ભેગી કર્યા બાદ એક કાંકરી ઊડતાં બધા ભાગવા માંડે એવી સભા કરતાં ઓછી સભા સારી. શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પ્રવેશ કરવાની શરતો સહેલામાં સહેલી છે કઈ ? આવનારો કહે કે “પાપ કરીએ છીયે, પાપ કર્યા વિના ચાલતું નથી.” તો શાસન એને કહે કે, “એની ફીકર નહિ પણ પાપને પાપ માનો તો ખુશીથી આવો. તમને અહીં પ્રવેશ કરવાની છૂટ છે.’ કેટલી છૂટી. કેટલી સહેલી શરત? જ્ઞાની કહે છે કે પાપને પાપ માનશો તો પાપ કરતા હૃદયમાં ચીરો પડશે. ખાડાને ખાડો જાણનાર કદાચ કામ પચ્ચે ખાડામાં ઊતરે ખરો પણ એકદમ વગર વિચાર્યે ભુસકો ન મારે, તેમ પાપને પાપ મારનારના હૈયામાં ભય પેદા થશે. ખાડો જાણનાર એમાં ઊતરવું પડે તો બહાર મજબૂત દોરડું બાંધી એ દોરડાના સહારે ઊતરે કે જેથી બહાર સહીસલામત પાછો આવે. દોરડા વિના ખાડામાં ઊતરનાર કરતાં દોરડું પકડીને ઊતરનાર બહુ સલામત છે. દોરડું પકડીને કોણ ઊતરે? જે ખાડામાં ઊતરવાનું જોખમ સમજતો હોય છે. પાપરૂપી ખાડાને ભયંકર માનો તો જો એમાં કદાચ ઊતરવું પડે તો પણ ‘પાપ ખોટું” એ મંતવ્યરૂપી દોરડું પકડીને એમાં ઊતરો. આવી સહેલી શરત કોઈ મૂકે ? શાસનમાં દરેકને આવવા દેવાની આ જ્ઞાનીઓની મરજી ન હોત તો આટલી છૂટ મુકત ? ન મુકત, ઘણી કઠણ શરતો કરત. આટલી પણ શરત સ્વીકારવાને લોક અનુકૂળ ન થાય તો એવાને આ શાસન આપવાની આપણને ગરજ પણ નથી અને આ શાસનને ગમે તે રીતે માનો જમાનો, એમ કોઈને વળગવાની જરૂર પણ નથી. Page #107 -------------------------------------------------------------------------- ________________ 1799 - ૬ - દાંતના દુરુપયોગથી બચો! - ૧૨૨ - ૯૧ અહીં સંખ્યાનું મહત્ત્વ નથી : પાંચમા આરાને અંતે શાસનનો નાશ કેમ ? એક પણ માનનાર નહિ રહે માટે ને ? પછીના બધાને જૈને કેમ ન કહ્યા? શાસન હૈયામાં નહિ માટે જ ને ? એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા પણ આજ્ઞામાં હોય તે સંઘ એમ શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને કહેવું પડ્યું. અહીં સંખ્યાનું મહત્ત્વ નથી વસ્તુની ગુણવત્તાનું મહત્ત્વ છે. આજના લોકો કહે છે કે, “વસ્તુ કોણ જોવા બેઠું છે, અમારે તો ખોખું સારું હોય તો ચાલે.' આવા બુદ્ધિશાળીઓનાં શા વખાણ કરવાં ? એકાવન ટકાથી ઓછા માર્કથી પાસ થયેલા વિદ્યાર્થીઓના ક્લાસને શિક્ષક પણ પસંદ નથી કરતો. એ કહે છે કે, “ભણે નહિ એ અને આબરૂ જાય અમારી એવો ધંધો કોણ કરે ?” જેન થવાનો અધિકાર કોને ? આજના લોકો કહે છે કે, “મહાવીરના માર્ગ પર પગ ભલે મૂકે પણ મહાવીરનું નામ લે, તો એવા વધતા હોય તો શો વાંધો ?' હું કહું છું કે એવાને વધારવાથી તો પગ પર કુહાડો મારવા જેવું થાય. પાપને પાપ ન માને એ જેને નથી. પૃથ્વી, પાણી, તેલ, વાઉ ને વનસ્પતિમાં જીવ ન માને તે જેન નથી. હિંસા, મૃષા, ચોરી, મૈથુન અને પરિગ્રહમાં પાપ ન માનનારને જેન થવાનો અધિકાર નથી. આરંભ સમારંભમાં દોષ નથી એમ માનનારને જૈન ગણાય નહિ, એવું જાહેર કરવામાં કાંઈ વાંધો ખરો? દુનિયા પણ સમજે કે આવાને જે ન કહેવાય, માટે તેનાથી ઠગાય નહિ. પશ્ચિમના લોકોની ધર્મ જાણવાની જિજ્ઞાસા વધી છે પણ એ જિજ્ઞાસા પર અગ્નિ મૂકનારા આપણા જ લોકો છે. એમના હૃદયમાં તો એવી છાપ પડી છે કે આવા જ્ઞાનીએ કહેલું વાજબી જ હશે. એ તો ત્યાં સુધી તૈયાર છે કે જેવા લખનાર છે તેવા સમજાવનાર મળી જાય તો તેમના શિષ્ય થઈ જઈએ. પણ આપણા ગણાતાઓ ત્યાં જઈને “આ બધું હંબગ છે' એમ તેમને કહે છે એટલે તેમને થયેલી જિજ્ઞાસા નષ્ટ થઈ જાય છે. આજના સુધારકો કહે છે કે જૈનચાર્યોએ કથા વાર્તાઓ લખવામાં તો કમાલ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 100 કરી છે પણ તેમાં ખામી એક મોટી છે કે ઠેકાણે ઠેકાણે તેમાં ત્યાગ ને વૈરાગ્ય જ ભર્યો છે. જો એ એમાંથી નીકળી જાય અને શૃંગાર બરાબર રેડાય, તો દુનિયા હોંશે હોંશે આ સાહિત્ય વાંચે. સંસાર ખીલી ઊઠે અને એ સાહિત્યની બોલબાલા થઈ જાય. એક જણ લખે છે કે - “આજે એવા લેખકની જરૂર છે કે જે જેનકથાઓમાંથી ત્યાગ વૈરાગ્યને દૂર કરી એ કથાઓને યોગ્ય રૂપે લોક સમક્ષ મૂકે તો એનાથી દુનિયાને મોટો ઉપકાર થાય.” પણ એનામાં અક્કલ નથી કે ત્યાગ વૈરાગ્ય નીકળી ગયા પછી એમાં રહે શું ? ખાલી પ્રાણ વિનાનું ખોખું. સભા : એમ કરવામાં તો ઇતિહાસનું પણ ખૂન થાય ને ? ઇતિહાસનું, સત્યનું કે જગતનું ખૂન થાય તો એની પરવા કોને છે ? એમને એની કાંઈ પરવા જ નથી. જીવન કોનાં લખાય ? પૂર્વના મહાપુરુષોએ વાસુદેવ-ચક્રવર્તીઓની સાહ્યબીનાં વર્ણન શા માટે લખ્યાં ? એ શલાકા પુરુષો હતા માટે. શલાકા એટલે અર્ધ્વપુદ્ગલ પરાવર્તમાં નક્કી મોક્ષે જનારા. એમના એકડા નિયત થયેલા હતા. ભયંકર કટોકટીના સમયે પણ જૈનશાસનનું જવાહિર એ બતાવતા. યુદ્ધભૂમિમાં વાલીએ રાવણને કહ્યું કે “નાનામાં નાના જંતુની વિરાધના ન કરનારા છતાં પેસેંદ્રિયની કતલ આપણે કરીયે તે વાજબી નથી.” હું અને તું બન્ને શ્રાવક', આ શબ્દો બોલતાં તો બન્નેયનાં હથિયાર નમી ગયાં. એ હતા તો આરંભી, યુદ્ધભૂમિમાં હતા, રાજ્યલોભ ગયો ન હતો, લડાઈ ન કરવી એવી પણ ભાવના ન હતી, પણ હું અને તે બન્ને શ્રાવક,' એ શબ્દ બોલતાં અરેરાટી થઈ ગઈ. ભયંકર અવસરે જૈનશાસનનું જવાહિર બતાવનારા એ મહાપુરુષો હતા, માટે એમનાં જીવન લખાયાં. બાકી ગમે તેના જીવન લખવાં હોય તો આજે માણસો ક્યાં ઓછા છે ? તમારામાંથી રોજ એક એકનું લખવા માંડીએ. શાસન એ જ આપણો શબ્દ : સંસારની કથા તો તમારા જીવનમાંથી મળે એવી એ પૂર્વ પુરુષોના જીવનમાંથી ન મળે. એમણે તો અવસર પામીને સંસારને લાત મારી છે, જ્યારે તમે તો Page #109 -------------------------------------------------------------------------- ________________ 1091 – ૬ – દષ્ટાંતના દુરુપયોગથી બચો! - ૧૨૨ – ૯૩ સંસારને જળોની જેમ વળગી રહ્યા છો. સંસાર ભાવનાને પોષવા આજના લોકોના જીવનમાંથી જે દૃષ્ટાંતો મળે તે એ પૂર્વપુરુષોના જીવનમાંથી નહિ મળે. આજના લોકો એમની કથાઓમાંથી મહત્ત્વની વસ્તુઓ કાઢી કેવળ ખોખાં રાખવાનું કહે છે. જૈનશાસનનો હેતુ નિશ્ચિત કરો તો આ બધું બરાબર સમજાય તેવું છે. વિવેકહીને એ આંધળા છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ ભયંકર અંધકાર છે. એમાંથી જીવોને બહાર કાઢવા શ્રી જિનેશ્વરદેવોઓ ઉપસર્ગ-પરીષહસહી કેવળજ્ઞાન મેળવી આશાસન સ્થાપ્યું છે.જગત જે માર્ગદોડી રહ્યું હતું, એના કરતાં સાવ જૂદી વાત ભગવાને કરી છે. કારણ કે, જગત જે માર્ગે દોડતું હતું, તે માર્ગ ખોટો હતો. સભા: તો એ રીતે તો ભગવાન પણ સુધારક જ કહેવાય ને ? ના, આપણે ત્યાં એ શબ્દ જ નથી. શાસન એ જ આપણો શબ્દ. જે શબ્દમાંથી પોતાની ચાલુ અસર કરવાની તાકાત ઊડી જાય તે શબ્દ ફેરવવો પડે. અહીં તો એવું છે જ નહિ. શ્રી જિનેશ્વરદેવ આપણા નાયક, તેમનું સ્થાપેલું શાસન એ આપણી સ્ટીમર અને સંઘ એટલે સાધુ અને શ્રાવક એ સ્ટીમરમાં બેસનારા. એ સિવાય કોઈ ત્રીજા એમાં ન પાલવે. આવા સાક્ષરો ! આજે પાક્યા છે ? નવકાર અનાદિકાળથી અનંતકાળ સુધી એનો એ જ, કેમ કે પંચ પરમેષ્ઠિ સદાય એ જ છે. છઠ્ઠો કોઈ પરમેષ્ઠિ છે જ નહિ. એ પાંચે શાશ્વત છે. “નમો અરિહંતાણં' એટલે અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ. અરિહંત તે કે જે કર્મરૂપી શત્રુને હણે. કર્મઅરિને સંપૂર્ણ હણી સર્વસિદ્ધિને પામે તે સિદ્ધ. શુદ્ધ આચાર પાળે પળાવે તે આચાર્ય. શાસ્ત્રનાં રહસ્ય સમજાવે તે ઉપાધ્યાય. આત્માનું કલ્યાણ સાધે અને બીજાને સાધવામાં સહાય કરે તે સાધુ. કોઈ પંડિતે તો એમ પણ કહ્યું હતું કે “અરિહંતે પણ શત્રુને હણ્યા હતા માટે જૈનદર્શનની ઉત્પત્તિ હિંસાથી છે. આવા સાક્ષરો ! આજે પાક્યા છે. શાસનના સાચા શ્રાવકો : જ્ઞાની કહે છે કે આવાઓએ તો હજી ભણવું પડશે. આ શાસનમાં તો Page #110 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ હણાય ને હિંસા ન થાય, ધોલ મરાય ને ગુનો ન થાય, તિરસ્કાર કરાય, કઠોર શબ્દો બોલાય તોય ક્રૂરતા ન કહેવાય, એ આ જૈનશાસન છે. આ બધું સમજ્યા વગર બોલનારા એ બોલનારા નથી પણ ખાલી બફાટ કરનારા છે. જિનેશ્વરદેવના શાસનને પામેલો વેપા૨ી દુકાને વેપાર કરતાં અને શ્રાવિકા ચૂલામાં લાકડાં સંકોરતાં કર્મનો ક્ષય કરે. કેમ કે એ શ્રાવક અને શ્રાવિકા પેઢીને અને ઘરને પોતાનાં માને જ નહિ ને ? એ તો એને ઉપાધિ માને, એને છોડવાની તૈયારીમાં હોય. જેમ દિવસ જાય તેમ પરસ્પર છોડવાની જ ચિંતા કરતા હોય અને એકબીજાને ‘હવે ક્યારે છૂટવું છે ?' એમ જ પૂછતાં હોય. શ્રાવક શ્રાવિકા પરસ્પર વાત કરે તો શી વાત કરે ? ૯૪ સભા : દીક્ષાની. તમે દીક્ષા શબ્દ ન બોલો. કોઈ નવા આવેલાને એ ખટકશે. મારી તો શ્રાવક-શ્રાવિકાની વ્યાખ્યા પણ જુદી છે. શ્રાવક શ્રાવિકા સંસારમાં રાચેલા માયેલા ન હોય, મોહમાં મૂંઝાયેલા ન હોય, વિષય કષાયમાં રંગાયેલાં રમકડાં જેવાં એ ન હોય, ‘મારું ઘર ને મારી પેઢી'માં જ જંગલમાં અથડાતા રોઝની જેમ એ અટવાતા ન હોય. એ તો કોઈ ઓર જ આત્મા હોય. 1802 જેને શ્રી જિનેશ્વ૨દેવની સેવા મળે, નિગ્રંથ ગુરુની નિશ્રા મળે, આગમરૂપી અરીસો જોવા મળે, તે શ્રાવક શ્રાવિકા ‘મારું ઘર ને મારી પેઢી' એમ કર્યા કરે ? શ્રાવક શ્રાવિકાનાં તો ઘર પેઢી, વેપાર ધંધા, માલ મિલકત આવક જાવક બધું જુદું જ હોય. આ તત્ત્વ તમને હૃદયમાં પરિણામ પામે તે દિવસે આ બધા ઊંધા વાયરા તમને નહિ વાય, વિષમકાળના વિષમ વાયરાની ઝાપટમાં તમે નહિ આવો, એ વા૨ા તમને કનડગત નહિ કરે પણ આજે કનડે છે કા૨ણ કે તમારો ખીલો પોલો થયો છે. વડના વૃક્ષને ઝંઝાવાતી પવન પણ અસર ન કરે કારણકે એનું મૂળિયું એક પણ તેના ફાંટા અનેક. વાવો એક જગ્યાએ પણ ફેલાઈ જાય ચારે તરફ. એને કાપો તોય મૂળમાંથી ન કપાય. કપાયેલાં વડને પણ ફરી ઊગતાં વાર ન લાગે કેમ કે એનાં મૂળ ઊંડાં. તેમ શ્રાવકનાં મૂળ પણ ઊંડાં હોય. ભલે માથાં કપાય પણ શાસન હૈયામાંથી ન જાય. માથું કપાતું હોય ત્યારે ય મોઢામાંથી ‘જૈનં જયતિ શાસનં’ નીકળે, પણ Page #111 -------------------------------------------------------------------------- ________________ 1:03. – ૬ – દષ્ટાંતના દુરુપયોગથી બચો ! - ૧૨૨ - ૯૫ બીજું કાંઈ ન નીકળે. આજના સુધારકોને “શાસન' શબ્દ બોલતાં નહિ આવડે. જે શાસિત હોય તે જ શાસન કરે. શાસન કરવાની તેનામાં જ લાયકાત. “શાસ્” ધાતુનો અર્થ જ હુકમ કરવાનો છે. શાસક સ્વયં સ્ફટિકવતું નિર્મળ છે, એ જ બીજાને નિર્મળ કરે. શાસ્ત્રનો અર્થ જ એ કે પહેલાં શાસન કરે અને પછી રક્ષણ કરે. જે શાસન માને તેનું એ રક્ષણ કરે. શાસન માને એની રક્ષા શાસન કરે ? સભાઃ શાસન એટલે નાદીરશાહી નહિ ? ના, શાસન એટલે શિક્ષા. એમાં નાદીરશાહી, પોપશાહી કે ઝારશાહી ચાલતી નથી. એ શિક્ષા કોને ? જે ભૂલ કરે તેને શાસન જે માને એની રક્ષાનું કામ શાસનનું. કાયદો માને એને કાયદાનું રક્ષણ મળે. કાયદો એ એને માનનાર માટે જીવાદોરી છે અને એને ભાંગનાર માટે એ મૃત્યુજાળ છે. કાયદાનું ધ્યેય રક્ષણ આપવાનું, પછી વચ્ચે અન્યાય બનતા હોય, વ્યક્તિની ભૂલના કારણે પરિણામ ખરાબ આવતાં હોય, એ વાત જુદી. કાયદાને અનુસરનારનું રક્ષણ કરનાર પણ કાયદો છે ને કાયદો ભાંગનારનું રક્ષણ ખૂંચવી લેનાર પણ કાયદો છે. ચોરી કરે એનો ફરવાનો હક નાબુદ પણ કાયદો કરે છે અને શાહુકારના ફરવાના હકનું રક્ષણ પણ કાયદો કરે છે. પહેરેગીરો ખૂનીને બંધનમાં નાંખે અને શાહુકાર મુક્તપણે ફરે તેનું રક્ષણ પણ કરે. છાના કાયદા પણ જો આવા હોય તો સર્વજ્ઞના તો કેવા હોય ? આ શાસન પડેલાને પાટું મારતું નથી : આ શાસન પાપને પાપ માનવાની જ શરત કરે છે, સાધુ ન થવાય, શ્રાવકન થવાય, પાપ ન તજાય તોયે છૂટ આપે છે પણ પાપને પાપ માનવાનું કહે છે. પડેલા, ગબડેલા પણ આવે તો એને ય અહીં આવવાની છૂટ છે. કહે છે કે, “પડાય, ગબડાય તેની ચિંતા નહિ, ટેકો આપશું પણ પશ્ચાત્તાપ જોઈએ. કોઈ કહે કે “મેં વ્રત લીધું પણ ભાંગી ગયું, પાળવાની ભાવના હતી પણ પળાયું નહિ.” તો શાસન કહે છે કે, “ફીકર નહિ, પડવાની તો અનાદિની ટેવ છે, પણ અહીં તમને રક્ષણ મળશે.” આ શાસન પડેલાને પાટું મારતું નથી. દુશ્મન પણ નમતો આવે તો ક્ષત્રિય Page #112 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ બચ્ચો એની પીઠ પર હાથ ફેરવે છે. શરણે આવેલાને એ કદી લાત ન મારે. શાસન તો કહે છે કે, ‘છદ્મસ્થ બુદ્ધિવાળો ભૂલો પડે પણ ખરો પરંતુ એમાં ગભરાવાનું નહિ, અહીં તમને રક્ષણ મળશે.' જેઓ એમ કહે કે, ‘પડ્યા તો શું થઈ ગયું ! એ તો ચાલે, એમાં વાંધો નહિ.’ એવાને આ શાસનમાં સ્થાન નથી. શાસ્ત્રનાં ગંભીર રહસ્યો સમજો : ૯૭ ખાતાં ખાતાં કુરગડુમુનિને કેવળજ્ઞાન થયું એ વાતનો નિષેધ નથી પણ ખાતાં ખાતાં કેવળજ્ઞાન થાય, તપની જરૂર નથી એમ માનવાનો નિષેધ છે. શાસ્ત્રનાં ગંભીર રહસ્યો સમજો, કુરગડુમુનિનો દાખલો આપી આજના લોકો કહે છે કે, ‘શાસ્ત્રમાં પણ ખાતાં ખાતાં કેવળજ્ઞાન થયાની વાત આવે છે.’ પણ જે શાસ્ત્રમાં આ વાત આવે છે તે જ શાસ્ત્ર કહે છે કે, 1804 “ખાવત પીવત મોક્ષ જે માને, તે સિરદાર બહુ ટમાં” (પૂ. પદ્મવિજયજી મ.) કુરગડુમુનિને ખાતાં ખાતાં કેવળજ્ઞાન થયું એ વાત સાચી પણ ખાતાં ખાતાં કેવળજ્ઞાન થાય એમ એ મુનિ માનતા ન હતા, માટે થયું. આજના સુધારકોના કુતર્ક : કહે છે કે – “આનંદ કામદેવ જેવા શ્રાવકોને ત્યાં પાંચસો પાંચસો હળ ફરે, દસ દસ હજાર ગાયોનું એક ગોકુળ એવાં સંખ્યાબંધ ગોકુળ હોય, વળી રિદ્ધિ સિદ્ધિનો તો પાર નહિ, એવા પણ ભગવાનના પહેલા નંબરના શ્રાવક કહેવાણા, શાસ્ત્રકારોએ એમની નોંધ લીધી, એકાવતારી થયા, તો પછી આજે આરંભ પરિગ્રહના પાપની આટલી બૂમો કેમ પડાય છે ? એમના આરંભ પરિગ્રહ પાસે અમારો આરંભ પરિગ્રહ તો કાંઈ વિસાતમાં નથી... શ્રી શાંતિનાથ ભગવાનને ચોસઠ હજાર રાણીઓ, એક લાખ બાણુ હજાર અંતઃપુરના એ સ્વામી, બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ એમની સેવામાં, ચોરાશી લાખ હાથી, ચોરાશી લાખ ઘોડા અને એક લાખ છઠ્ઠું હજાર પાયદળના એ સ્વામી, એવા પણ એ કેવળજ્ઞાન પામ્યા ને ?તો અમારે એક ઘરવાળાને કેવળજ્ઞાન શી રીતે અટકવાનું ? કે રોજ ઘડી ઘડી છોડવાની જ વાત કરો છો ?... દૃઢ પ્રહારી - સ્ત્રી, બાળક, ગાય અને બ્રાહ્મણ એ ચાર મહાહત્યા કરનારો, Page #113 -------------------------------------------------------------------------- ________________ 1905 – – ૬ દગંતના દુરુપયોગથી બચો! - ૧૨૨ - ૯૭ એ પણ કેવળજ્ઞાન પામ્યો, તો અમારાથી કોઈ બે પાંચ નાના જીવની હત્યા થાય એમાં કયું મોટું પાપ થઈ ગયું ?... રોહિણીયા જેવો ભયંકર ચોર, મંત્રીશ્વર અભયકુમારને પણ હંફાવે એવો, એ પણ મુક્તિએ ગયો, તો અમે ક્યારેક કરચોરી કે દાણચોરી જેવી મામુલી ચોરી કરીએ એમાં પાપ, પાપ શાનું કરો છો ?.... બાર બાર વર્ષ વેશ્યાને ત્યાં રહેનાર સ્થલિભદ્ર પણ ચૌદ પૂર્વને ધરનારા થયા ને ? તો વેશ્યાગમનમાં પાપ લાવ્યા ક્યાંથી ?.. આજના લોકો આવા આવા દાખલા આપીને શાસ્ત્રના નામે જગતને ઉન્માર્ગે દોરે છે. એ બધા દાખલાનું વિવરણ એક પછી એક પ્રસંગે કરીશું. શાસ્ત્રના નામે આવા દાખલા આપી આ રીતે જગતને ઉન્માર્ગે લઈ જનારા શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યાનો દાવો કરી અનેક આત્માઓના ભાવપ્રાણોને હણવાનો ધંધો કરનારા છે. વિશ્વાસુની ભયંકર કતલ : સભા: જૈનશાસનને આ રીતે તેઓ કાળું કરે છે. જૈનશાસન તો કાળું થતું જ નથી. આ શાસનનો પ્રભાવ એવો છે કે એની જ્યોતિને ઝળહળતી રાખનારા જીવતા છે. શાસન તો કાળું ન થાય પણ શાસનને કાળું કરવાનો પ્રયત્ન કરનારા તો કાળા બની ચૂકે છે. શાસ્ત્રના દષ્ટાંતોનો આ રીતે દુરુપયોગ કરનારા દુનિયાના ખૂની કરતાં પણ ભયંકર છે. કસાઈ તો બે પાંચ દશને મારે, મારવા લઈ આવેલાને મારે, ખુલ્લા હથિયારે મારે જ્યારે આ તો બચાવનાર છે એમ સમજીને આવેલા, તારનાર છે એવા વિશ્વાસથી આવેલા અને શિર નમાવીને ઊભેલા સંખ્યાબંધ વિશ્વાસુ આત્માઓની કતલ કરનારા કસાઈ કરતા પણ વધી જાય એવા મહાભયંકર ખૂની છે. ઘરના અને પેઢીના કામકાજ મૂકીને બાઈઓ અને ભાઈઓ આવે છે, તે તારક માનીને આવે છે. એમને આ રીતે ઉન્માર્ગે દોરનારાને કસાઈની ઉપમા પણ ઓછી છે. જે પગ પૂજે એના આત્માની જ કતલ ? કસાઈ તો એક જ દેહની કતલ કરે, આ તો અનંતા ભવોની કતલ કરે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૮ –– –– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 10. જેટલો બચ્ચાંને માતામાં વિશ્વાસ તેટલો લોકોને ધર્મગુરુઓમાં વિશ્વાસ. હજારો હાથના સ્પર્શથી છાનું નહિ રહેનારું બાળક માતાના હાથના સ્પર્શથી તરત રોતું બંધ થઈ જાય છે, પછી ભલે એ માતા કાળી કે કુબડી હોય. એ બાળક માતાના હાથના સ્પર્શના ભાવને પોતાનો બનાવે છે. માતાના હાથમાંથી જે પ્રેમના ફુવારા છૂટે તે બીજામાં ક્યાંથી છૂટે ? ગાંડા ઘેલાં કે કાળા કુબડા પણ પોતાના બાળકની સેવા એની જનેતા જ કરે. જનેતાને પોતાનું કાળું કુબડું બાળક પણ રૂડું રૂપાળું જ લાગે. બાળકની વિષ્ટા ને પેશાબ પણ હાથથી સાફ કરતાં માતા ન અચકાય. બીજાની વિષ્ટા હોય તો મોઢું બગડી જાય. કેમ ? વિષ્ટા ફરી ગઈ ? ના, બાળક પ્રત્યેનો પ્રેમ કામ કરે છે. જેટલા બાળકને માતામાં વિશ્વાસ એટલો જ ધર્મગુરુઓ પ્રત્યે એમના પાસે આવનારાઓને વિશ્વાસ. એવા વિશ્વાસુઓને શાસ્ત્રનાં આવાં દૃષ્ટાંતોથી ઉન્માર્ગે દોરવામાં આવે, આરંભ સમારંભના પાપમાં જોડવામાં આવે તો એના જેવી ભયંકર કતલ દુનિયામાં બીજી કઈ ? રક્ષકને બદલે ભક્ષક : આ દૃષ્ટાંતોમાંથી તો વૈરાગ્યના ફુવારા છોડવા હોય તેટલા છૂટે. આણંદ કામદેવ ગોકુળ કે હળના પ્રભાવે એકાવતારી થયા એવું કહી શકો છો ? સ્યુલિભદ્ર વેશ્યાને ત્યાં રહ્યા માટે ચૌદ પૂર્વધર બન્યા એમ ? ચિંતામણિથી અધિક કિંમતી એવું આ શાસન પામીને, જે શાસનના સ્પર્શથી પાપી પણ પુણ્યવાન બને છે એવું શાસન પામીને એનો દુરુપયોગ કરી ભયંકર ખૂની બનનાર, જગતના રક્ષકને બદલે ભક્ષક બનનાર માટે ક્યા શબ્દો વાપરવા તે જડતા નથી. જ્ઞાનીએ જે શબ્દો જેમના માટે વાપર્યા છે તે લોકો આટલી હદે પહોંચેલા ન હતા. શ્રી હિરસૂરીશ્વરજી મહારાજાએ નિહ્નવ શબ્દ વાપરવાનું બંધ કરાવ્યું છે. એ વાતને આગળ ધરીને આજના લોકો કહે છે કે “જુઓ ! હીરસૂરિજીએ નિહ્નવ કહેવાનું બંધ કરાવ્યું ને ?' પણ એ કેમ બંધ કરાવ્યું તે એ લોકો નથી જાણતા. શ્રી હીરસુરીશ્વરજી મહારાજા તો જાણતા હતા કે હવેના નિર્નવ નથી પણ નાગા છે. નિદ્ભવ તો અમુક વાત પકડે, તેનો પક્ષ માંડે, તેનું ખંડન થાય તે સાંભળે, સંઘ બહાર કાઢે તો બહાર જાય, પછી ભલે પોતાની શક્તિથી જુદું જમાવે. જુદું Page #115 -------------------------------------------------------------------------- ________________ 1907 – - દાંતના દુરુપયોગથી બચો! - ૧૨૨ - ૯૯ જમાવવાની એમનામાં તાકાત હતી. આ તો એવા કે બહાર જમાવી શકે નહિ, ત્યાં કોઈ એમને સાંભળે નહિ, એટલે અંદર રહીને નાગાઈ કરે. શ્રી હીરસૂરિજીને તો ઘણી તકલીફ પડી છે. આજે તો તકલીફ જ ક્યાં છે? ત્રણ ત્રણ મહિના ભોંયરામાં રહેવું પડ્યું છે. સભા ? કારણ ? કારણ દીક્ષા, અને એને અંગે ઊભા થયેલા દુશ્મનો. એને માટે માર પણ ખાવા પડે. મારી જાય એમાં નવાઈ પણ નહિ, કારણ ત્યાગી થોડા રાગી ઘણા, શાહ થોડા ચોટ્ટા ઘણા. ઘણા ચોટ્ટાઓ થોડા શાહનાં ઘર ફાડે એમાં નવાઈ નથી. આજના એ ચોટ્ટાઓ પાછા એવા છે કે જો એમને કોઈ કહેવા જાય કે તમે કેમ ઘર ફાડ્યું, તો સામે કહે કે - તમે એવું મકાન કેમ બંધાવ્યું? સાહ્યબીનું પ્રદર્શન શા માટે કર્યું ? આપત્તિમાં ટકે તે ધીર અને ખસે તે કાયર ઃ - શ્રી હિરસૂરિજી મહારાજાના સમયની વાતો કરવાનો આજે અર્થ નથી. તે કાળના સંઘો મજબૂત હતા. પ્રસંગે “છે શું ?' એમ કહીને ઊભા રહેતા. આજે એ દશ નથી. અહીં આટલા બેઠા છે પણ પ્રસંગ આવ્યે એમાંથી ચૌદ આની ઊઠી જાય. અહીં આવેલા બધાને હું મારા ન માનું. પાઘડી કે ટોપી સલામત રહે, ખીસા પર કાપ ન આવે ત્યાં સુધી એ આવે. ખીસે કાપ આવ્યો કે તરત “સ્વામી શાતા છે જી !” કહીને ચાલતા થાય એ મને ખાતરી છે. પણ લખી રાખો કે અમે તમારા પર જીવતા નથી. અમને આ ઓઘા પર વિશ્વાસ છે. ખાતરી છે કે એના યોગે આપત્તિ નહિ આવે અને આવે તો તે ભલા માટે જ હશે. મારા પગ પાસે બેસનારા એવા જોયા છે કે જે હવે આવતાં ગભરાય છે. હું કોઈને કટુ શબ્દો કહેતો નથી, પૂછનારને ઉતારી પાડતો નથી, કેમ પૂછ્યું, એમ પણ કહેતો નથી, આડું પૂછનારને પણ “હું થાક્યો' એમ કહું છું, છતાં કેમ ગભરાય છે તે સમજાતું નથી. અહીં મોટી સભા જોઈને અમે મૂંઝાતા નથી. હું આ વાત તમારી ટીકા માટે નથી કરતો. તમે કાચાપોચા ન હો ને પાકા હો તો હું રાજી. મરતાં સુધી માર્ગ સેવો, Page #116 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ માર્ગને વફાદાર રહો, માર્ગની સેવામાં ઘરબાર વેચવાં પડે તો વેચો એવા પાક્કા તમને જાણું તો મારા જેટલો આનંદ બીજાને નહિ થાય, પણ હું જાણું છું કે તમે એવા નથી. તમે તો વાતો કરવાથી કામ નભે ત્યાં સુધી તૈયાર પણ ખીસે વાત આવે ત્યારે એમાંથી પાંચ ઊભા રહે, એવી મારી માન્યતા છે. એ માન્યતાને કાલે સવારે જ ખોટી પાડો તો મને દુઃખ નહિ પણ આનંદ થશે. તરત મારી માન્યતા ફેરવીશ. બાકી એવી આપત્તિને હું ગણતો નથી. આપત્તિ વખતે ટકે તે ધીર અને ખસે તે કાયર. કાયર જૈનશાસન માટે નાલાયક પછી ભલે એ પોતાનું કરી ખાય. પણ એ કરી ખાનારોય શાસનની સેવા કરનારની અનુમોદના કરે તો ય ઘણું. ૧૦૦ થામાંથી ઊંધું પકડનારા ઃ જૈનશાસનમાં કથા બે જાતની. સારાની અને નરસાની. નરસાની પણ સારા થવા માટે અને નરસાથી બચવા માટે. આણંદ કામદેવની કથા શા માટે લખાઈ ? એમના હીરામાણેક પન્ના આદિના વર્ણન શા માટે લખ્યાં ? એ આવા હતા છતાં પ્રભુ મળ્યા પછી એ કેવા બન્યા, એ બતાવવા માટે. ભગવાનને સાંભળ્યાં કે તરત જે હતું તેમાં એક રતીભાર પણ ન વધારવાનો નિયમ કરી લીધો. કામદેવે તો એટલી ધીરતા કેળવી કે પૌષધમાં દેવતાએ એના પુત્રોને એની સામે ખડા કરી ભયંકર કદર્થના કરી દેખાડી છતાં ચલાયમાન ન થયા. આ કારણે એ એકાવતા૨ી થયા, પાંચસો હળ અને ગોકુળોના કારણે નહિ. છતાં આ વાતને આગળ કરી તમને કોઈ સાધુ એમ કહે કે, “આણંદ કામદેવને પાંચસો હળ, તો તમારે કેટલા ? એમની પાસે જમીન કેટલી હતી ? જમીનનો ત્યાગ તો અમારે સાધુને હોય, તમારે ગૃહસ્થને શું છે ? ત્યાગની વાતો સાંભળી ઘેલા ન બનો. જેના ઘરમાં હળ નહિ, જેના ઘરમાં ગાય નહિ તે શ્રાવક શાના ? શાસ્ત્રમાં આવતી કથાઓ સાંભળો.” તો એને તમે શું કહેવાના ? સભા : એને ગાંડપણ થયું છે એમ કહેવું પડે. 1808 કલ્પસૂત્રની વાત કરનારને પૂછો : કલ્પસૂત્રમાં સાધુએ ચાતુર્માસ ૨હેવા માટે ક્ષેત્રના જોવા જોઈતા ઉત્કૃષ્ટા Page #117 -------------------------------------------------------------------------- ________________ 1800 --- ૬ - દષ્ટાંતના દુરુપયોગથી બચો ! - ૧૨૨ - ૧૦૧ તેરગુણ કહ્યા છે. તેમાં એક ગુણ એ પણ છે કે, “જ્યાં શ્રાવકના ઘરો ધનધાન્યથી ભરપૂર હોય અને પ્રચૂર દૂધ દહીં ઉપલબ્ધ હોય.” આ વાત પકડીને કહે છે કે, જોયું! શ્રાવકનાં ઘર કેવા હોય ? ગોરસથી ભરપૂર હોય એમ શાસ્ત્ર કહે છે. ગાયભેંસ હોય તો ગોરસ થાય ને ? માટે જોડો હાથ ને પાંચ પાંચ ગાય રાખવાનો નિયમ કરો.' આવું બોલનારને તે વખતે ત્યાં કોઈ શ્રાવકે ઊભા થઈને પૂછવું જોઈએ કે “મહારાજ ! કલ્પસૂત્રમાં તો શ્રી જિનદાસ શેઠની વાત પણ આવે છે. પાંચમા પરિગ્રહ પરિમાણ વ્રતમાં એમને ચતુષ્પદ નહિ રાખવાનો નિયમ હતો તો એ ઊંચા કે પાંચ ગાયો રાખનાર શ્રાવક ઊંચો ?” તો એ જવાબ નહિ આપી શકે. વ્રતધારી જિનદાસ શ્રાવકને પાંચમા વ્રતમાં ચતુષ્પદ નહિ રાખવા એવો નિયમ હતો. ઘરે દૂધ આપવા આવતા ભરવાડના કુટુંબ સાથે એમને સંબંધ હતો. ભરવાડને ત્યાં લગ્નપ્રસંગે શેઠની ઘણી સામગ્રી એને વાપરવા મળી તેથી એનો પ્રસંગ બહુ દીપ્યો. ખુશ થયેલા એણે નવા તાજા બે બળદની જોડ શેઠને કહ્યા વિના એમને ત્યાં બાંધી દીધી. શેઠે વિચાર્યું કે હવે જો પાછા આપીશ તો બિચારા ધૂંસરીમાં જોડાશે અને દુઃખી થશે. તેથી શેઠે ઘરે રહેવા દીધા. એમને સૂકું ઘાસ અને પ્રાસક પાણી નિર્વાહ માટે આપતા. શેઠ સામાયિકમાં ધર્મ કથા મોટેથી વાંચતા અને બળદો પણ તે સાંભળતાં. આમ તે બળદો શેઠના સાધર્મિક બની ગયા, ભદ્ર પરિણામી થયા. શેઠ પર્વતિથિએ પૌષધોપવાસ કરે ત્યારે બળદો પણ ઘાસ પાણી ન વાપરતા ને ઉપવાસ કરતા. શેઠ જે કાંઈ સ્વાધ્યાય કરે તે સાંભળવામાં દિવસ પસાર કરતા. એવામાં એક દિવસ કોઈ તહેવાર પ્રસંગે ગાડા દોડાવવાની હરિફાઈ માટે શેઠનો કોઈ મિત્ર શેઠને પૂછ્યા વિના એ હૃષ્ટપુષ્ટ બળકોને લઈ ગયો અને ગાડામાં જોડીને ખૂબ દોડાવ્યા અને પછી ગૂપચૂપ પાછા મૂકી ગયો. કોઈ દિવસ ગાડામાં નહિ જોડાયેલા બળદો અત્યંત ત્રાસ પામ્યા અને તેમના સાંધા તૂટી ગયા. અત્યંત પીડાવા લાગ્યા. તેમની આવી હાલત જોઈને શેઠની આંખમાં આંસુ આવી ગયા. છેલ્લી ઘડીએ ચારે આહારના પચ્ચખાણ કરાવી નવકાર સંભળાવ્યો. બળદો શુભ ધ્યાનમાં મરીને દેવલોકમાં ગયા. ત્યાં ઉત્પન્ન થતાં જ ભગવાન મહાવીરદેવને નાવડીમાં થયેલો ઉપસર્ગ દૂર કર્યો. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –– – ૧કાળ સભા: જાનવર શેઠની ભાષા સમજતા ? જાનવરો પણ સંજ્ઞી છે. પરિચયથી માલિકના ભાવ અને તેના શબ્દ સમજે છે. આજે તો માણસો જ ભાવ નથી સમજતા તો જનાવરની શી વાત કરવી ? જાનવરોને પાળનાર માનવો જ જનાવર જેવા થાય ત્યાં શું થાય ? શાસ્ત્રમાં જ આવતી આ જિનદાસ શેઠની વાત તમે સાંભળીને ? હવે વિચારો કે શાસ્ત્રનો પણ કેવો દુરુપયોગ થાય છે? શ્રાવકે હળ ચલાવવા એ ધર્મોપદેશ કે પાપોપદેશ ? “આણંદ કામદેવ ચાલીસ ચાલીસ હજાર ગાયો રાખતા તો તમે બે ચાર રાખો તેમાં શો વાંધો?’ આમ કહેવું એનાથી વધુ પાપદેશના કઈ?' એમને ત્યાં ઢગલાબંધ હીરા માણેક મોતી હતા તો તમે થોડા ઘણા રાખો તેમાં વાંધો શો ?' આવું સાધુથી બોલાય ? આ બધી વાત જેને ન રુચતી હોય તે અહીં જ બોલજો. બોલવાની કોઈને પણ છૂટ છે. જે પૂછશો તેનો જવાબ આપવા હું તમારી સામે જીવતો જાગતો બેઠો છું, તેમ છતાં બહાર જઈને બોલો તો તે ઠીક નહિ કહેવાય. અહીં ઊલટી કરશો તો રૂમાલ આડો ધરીશ. આજુબાજુ કાંઈ બગડવા નહિ દઉં. હવા ખરાબ નહિ થવા દઉં અને ફરી ઉલટી ન થાય તે માટે પડીકી આપીશ. બહાર ઊલટી કરશો તો રસ્તો બગાડશો, હવા ખરાબ કરશો અને મરકી ફેલાવશો. સાચી વાત સંભળાવવા છતાં પોતાની ખોટી ઊલટીને બહાર કરી મરકી ફેલાવે એ તો પ્લેગના કીડા છે. સાધુ પ્લેગના કીડા નથી. આણંદ કામદેવના જીવનમાંથી શું લેવાય? આણંદ કામદેવના જીવનમાંથી શું લેવાય ? ભગવાન નહોતા મળ્યા ત્યાં સુધી તો એ પરિગ્રહી હતા. પરિગ્રહ વધાર્થે જતા હતા. પણ પ્રભુ મળ્યા, વસ્તુ સ્વરૂપ સમજ્યા કે તરત અંકુશ મૂક્યો. આ તો પરિમાણ કર્યું તે વખતે જે હતું તેની સંખ્યા બતાવી છે. ત્યાંથી લેશમાત્ર આગળ નહિ વધવા માટેની મર્યાદા બાંધી દીધી. ધીમે ધીમે એ એવા બન્યા કે શ્રાવકની અગીયારે પડિમા વહી. શ્રાવક છતાં લગભગ સાધુજીવન ગુજાર્યું. રાત્રે પૌષધમાં આખી રાત કાયોત્સર્ગમાં રહી દેવોના ઉપસર્ગ પણ સહ્યા, અવધિજ્ઞાન પામ્યા, આરાધના કરીને દેવલોકમાં ગયા, ત્યાંથી આવી મનુષ્ય થઈને મુક્તિમાં જશે. આ બધો પ્રતાપ તે પરિગ્રહનો કે ભગવાન પાસે લીધેલી વિરતિનો ? Page #119 -------------------------------------------------------------------------- ________________ 1911 – - ૬ - દષ્ટાંતના દુરુપયોગથી બચો ! - ૧૨૨ - ૧૦૩ ધર્મી શ્રાવક-શ્રાવિકા કેવાં હોય? શ્રી જિનેશ્વરદેવ આપણા નાયક છે, શાસન એ તેમણે આપણા માટે બનાવેલી સ્ટીમર છે, તેમાં બેસનારા આપણે સાધુ તથા શ્રાવક છીએ. શ્રી જિનેશ્વરદવના શાસનને પામેલો શ્રાવક પેઢી પર વેપાર કરતાં અને શ્રાવિકા રસોડામાં ચૂલો ફૂંકતા પણ કર્મક્ષય કરે એવું આ શાસન કહે છે. આ રીતે કર્મક્ષય કરનારની ભાવના કઈ હોય ? જીવન કેવું હોય ? આચાર વિચાર કેવા હોય ? બાળકને દૂધપાન કરાવતી માતા તે વખતે કોઈ અયોગ્ય વચન ન બોલે, દુઃખનાં રોદણા ન રુએ, વિલાપનાં ગીત ન ગાય, ઉત્તમ પુરુષોના ગુણગાનવાળા ઉત્તમ શબ્દો બોલે. ઘરની સ્થિતિ પ્રમાણે રહે. મોંઘુ મળે તો મોંઘુ પહેરે ને સોંઘુ મળે તો સોંઘાથી નિભાવે એવી શ્રાવિકા હોય. શ્રાવક પણ એવો હોય કે લાખો મળે તો તેને અનુરૂપ જીવન જીવે અને સો મળે તો સોમાં પણ મજેથી ચલાવે. ન મળે તો ય માને કે “વાંધો નહિ, પ્રભુનું શાસન તો મળ્યું છે ને ? પછી શી ચિંતા છે ?' શાસ્ત્રમાં દર્શાવેલી આ બધી વાતો છે. તમે એક વાર આ પ્રમાણે અનુભવ કરો. છ બાર મહિના આ અનુભવ કરવાનો નિયમ કરો. જીવનમાં ઘણી શાંતિ અનુભવાશે. આટલા વર્ષો સંસાર માટે આપ્યાં, સ્ત્રી પુત્રાદિ પરિવાર માટે આપ્યાં તો હવે ચાર છ મહિના તો શાસન માટે આપો! આ ભાવના ચાર છ મહિના માટે પણ હૈયામાં કેળવી જુઓ તો હાલ છતે પૈસે હૈયામાં જે સગડી સળગે છે તે શમી જશે. આજે તો એવી દશા છે કે પત્નીએ ચાર શાક બનાવ્યાં હોય પણ ચટણી ભૂલી ગઈ હોય તો પતિ થાળી પછાડે અને પતિ ગમે તેટલી ચીજ લાવ્યો હોય પણ પોતાને મનપસંદ એક ચીજ ન આવી હોય તો પત્ની પતિના આનંદમાં આગ લગાડે. પતિ પાટલે બેસે એટલે બધી રામાયણ માંડે. પતિને થાય કે બહાર બીજાની લાતો ખાવાની અને ઘરમાં ઘરનાની લાતો ખાવાની, પછી ભાઈનો પિત્તો જાય એટલે મા બેન કે પત્ની જે સામે આવ્યું તેનો વારો લઈ નાંખે. આજનો સંસાર આવી છે. તમારો એવો ન હોય તો સારી વાત. બાકી આજે તો નોકરો શેઠને ખાઈ જવા ઇચ્છે છે, તો શેઠ નોકરનું તેલ કાઢવા ઇચ્છે. સાસુ વહુને તો ઉંદર બિલાડી જેવા સંબંધ હોય છે. રોજ વહુને બે પાંચ વાર રોવડાવે તો જ સાસુને શાંતિ મળે. વહુ પાછી સાસુ બને Page #120 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ ત્યારે એ વાત યાદ કરી પોતાને જેમ દુઃખ થતું તેવું વહુને ન થાય એ પ્રમાણે કરે તો તરત બધું સુધરી જાય. આટલા વર્ષો સંસારમાં ગાળ્યા તેમ ચાર છ મહિના શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે જીવન જીવો તો વગર ઉપદેશે દીક્ષા માગતા આવશો. ૧૦૪ માતાપિતા, પતિપત્ની, ભાઈબહેન બધાની વાતો આજે જુદી જ છે. આજનું આખું વાજું જ જુદું છે. સૌ સૌની વાતો કરે છે. સૌને ખોખાનો પ્રેમ છે. આત્માનો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે. તાવ આવે તો ચાર ડૉક્ટર ભેગા કરશે પણ પાપરોગ માટે કોઈ ડૉક્ટર શોધવા નહિ નીકળે. કોઈએ આવીને એમ નથી કહ્યું કે મારા દીકરાને વ્યસનોથી છોડાવો, હિંસા જૂઠ ચોરી અનીતિ આદિથી બચાવો. તમે શાસ્ત્રવિહિત પ્રવૃત્તિમાં જોડાશો તો આપોઆપ સંસાર ઓછો ગમશે. 1812 ટીકાકાર ણાવે છે કે વિવેકહીન વધારે ભયંકર છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગ એ ભયંકર અંધકાર છે. એ અંધકારમાંથી બહાર કાઢી પ્રકાશમાં લાવવા માટે આ શાસન છે. એ વિષયમાં ગ્રંથકાર હજી પણ વિશેષ શું ફરમાવે છે તે હવે પછી - Page #121 -------------------------------------------------------------------------- ________________ ૭. પાપને પાપ માને તે જ જૈન શાસનમાં [123 J-120 વિ. સં. ૧૯૮૭ કાર્તિક વદ ૦)) રવિવાર તા.૧-૧૨-૧૯૨૯ • શ્રી જૈન શાસનની સ્થાપના શા માટે ? • એ વિરાગ નથી, દંભ છે : - આ માર્ગ જેટલો વિકટ, તેટલો જ સહેલો • સાધુ એ ત્યાગનો આદર્શ છે : • એ ધર્મકથા નથી, પાપકથા છે : • શ્રાવક એટલે મુનિપણાનો ઉમેદવાર : • મોક્ષાર્થે ક્ષમા કેળવો : તો સાધુ પણ પાપના સાથી : • મનુષ્ય જીવન એ ધર્મની મોસમ : માર્ગમાં સ્થાન કોને ? • હળ ફેરવવાથી શ્રાવક નથી બનાતું : ઘાતક વસ્તુના ભાગમાં પ્રતિજ્ઞા ન ભાંગે : • પાપની પ્રશંસા ન થાય : વિષયઃ પાપ કરવા માત્રથી જ જૈન શાસનમાં રહેવાપણું જતું નથી. માળ્યતાનું મહત્વ. હળ ખેડવાદિ આરંભનો ઉપદેશ એ પાપોપદેશ. જૈન ધર્મ પાળવાવાળાં કુળોમાં જન્મ મળવા માત્રથી જ જૈનપણું પ્રાપ્ત થતું નથી. જે પાપત્યાગના પાયા ઉપર જૈન શાસનનું મંડાણ થયું છે, તે પાપને પાપ માનવાવાળો જ તાત્વિક રીતે જૈન શાસનમાં ગણાય. કર્મોદયે, સત્ત્વની અલ્પતા, અશક્તિ કે આસક્તિવશ પાપને છોડી નહિ શકનારો પણ જો પાપને પાપ માને તો જરૂર શાસનમાં આવી શકે. હા, એ કબૂલાત સાચા અંતરની હોવી જોઈએ. દંભને અહીં સ્થાન નથી. આ મુખ્ય વાતની આસપાસ આ પ્રવચન મંડાયું છે. એમાં પાપને પાપ તરીકે માનવાની વાતના અનુસંધાનમાં આનંદ-કામદેવાદિ મહાશ્રાવકો અને સ્થૂલભદ્રજી જેવા મહાત્માઓના પૂર્વાવસ્થાના જીવનના હળ ખેડવા-ગોકુળ કરવાં-વેશ્યાવાસ સેવવા જેવાં મહાપાપોને આગળ ધરી એના ઓઠા હેઠળ સ્વયં મજેથી પાપને સેવવા છતાં વિરાગી-સ્થિતપ્રજ્ઞ હોવાનો ડોળ કરનાર બગલા-ભગતોની યુક્તિઓને તે તે દૃષ્ટાંતોનો પરમાર્થ પીરસી પરાસ્ત કરી જિનોક્ત સત્ય પ્રગટ કર્યું છે. સુવાક્યાતૃત. નેત્રહીન કરતાં વિવેકહીન ભયંકર એટલા માટે કે એ પોતે ખાડામાં પડેલો છે ને બીજાને પણ ખાડામાં પાડે છે. • પાપ કરે છે માટે પાપભીરુ નથી એમ ન કહેવાય. ૦ પાપને પાપ માન્યા પછી તો પાપ કરતાં આંતરડાં ઊંચાં આવશે. પાપ કરનારો પ્રભુના શાસનની બહાર નથી નીકળી જતો એ વાત નક્કી, પરંતુ પાપને પાપ નહિ માનનારો પ્રભુ શાસનમાં નથી રહી શકતો એ વાત પણ નક્કી. • ગ્રાહકની ગાળ સાંભળી વેપારી મૂછમાં હસે એ ક્ષમા નથી, ત્યાં લોભનું પ્રાબલ્ય છે. • ગુણના નામ પર મૂંઝાવાનો સમ્યગ્દષ્ટિ માટે નિષેધ છે. રોટલા માટે કેળવેલી ક્ષમા ખોટી છે, જ્યારે મોક્ષ માટે કેળવેલી ક્ષમા સાચી છે. • આત્માના ગુણોનું વર્ણન ગૌણ કરી બીજી વાતને મહત્તા આપે તો એ ધર્મકથા નહિ પણ પાપકથા છે. • આરંભ, પરિગ્રહ છોડ્યા વિના ન સાધુપણું આવે કે ન શ્રાવકપણું. ૦ આરંભ, પરિગ્રહમાં ધર્મ નથી પણ એના પર કાપ મૂક્યો એમાં ધર્મ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં : શ્રી જૈન શાસનની સ્થાપના શા માટે ? અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિશ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે, આ જગતના પ્રાણીઓ અંધ છે અને અંધકારમાં પડેલાં છે. અંધતા બે જાતની છે. દ્રવ્ય અને ભાવ. નેત્રનો અભાવ તે દ્રવ્ય અંધકાર, વિવેકનો અભાવ તે ભાવ અંધકાર. ભાવ અંધકાર ભયંકર છે. દુનિયાનાં મોટા ભાગમાં વિવેકહીન આત્માઓનો વાસ છે. એ બિચારા ભાવથી અંધ છે અને પાછા અંધકારમાં પડેલા છે. પ્રકાશનો અભાવ તે દ્રવ્ય અંધકાર, જ્યારે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, મન, વચન કાયાની સ્વચ્છંદ ચેષ્ટા અને પ્રમાદ એ ભાવ અંધકાર. એ અંધકાર ઘણો કઠિન છે. વિવેકહીન આત્માને વિવેકી બનાવી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગથી બહાર કાઢવા માટે શ્રી જૈન શાસનની સ્થાપના છે. વિવેકહીન ભયંકર શા માટે ? જીવો વિવેક ચક્ષુ વગર આંધળા તો છે અને પાછા મિથ્યાત્વાદિ અંધકારમાં પડેલા છે, માટે એ ઘણા દુ:ખી છે. મિથ્યાત્વનું જોર તો કાયમનું બેઠેલું છે; તેથી કહો ને કે મૂળમાં જ અંધકાર છે, અર્થાત્ સાચું સમજવાનો અભાવ છે. ચક્ષુહીનને તો ધારીએ એ માર્ગે લઈ જવાય. એમને દો૨વા સહેલા, કેમકે એ પોતાની જાતને આંધળા માને છે, પોતાને આંધળા તરીકે ઓળખાવે છે, બીજાની દયા યાચે છે, આશ્રય પણ માગે છે, રાજીખુશીથી બીજાની નિશ્રા સ્વીકારે છે. વિવેકહીન તો પોતાને આંધળો માનતો જ નથી, એટલે કોઈનું સાંભળતો નથી અને માનતો પણ નથી. પછી કોઈની પાછળ ચાલવાની તો વાત જ ક્યાં રહી ? જો કે અંધાપા તો બેય ખોટા, પણ સરખામણીમાં નેત્રના અભાવ કરતાં વિવેકનો અભાવ ભયંકર ખોટો. નેત્રહીન કરતાં વિવેકહીન ભયંકર એટલા માટે કે એ પોતે ખાડામાં પડેલો છે ને બીજાને પણ ખાડામાં પાડે છે. નેત્રહીનને તો સૌ ઓળખે એટલે એની પાછળ કોઈ જાય જ નહિ અને એ Page #123 -------------------------------------------------------------------------- ________________ 18ાક –– ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં - ૧૨૩ - ૧૦૭ પણ કહી દે કે, “જો જો ભાઈ ! હું આંધળો છું, કંઈ દેખતો નથી.’ વિવેકહીનને તો કોઈ ઓળખે નહિ અને પોતે પોતાને ઓળખાવે નહિ. એટલે પોતે પણ પટકાય અને બીજાને પણ પાડે. વિવેકહીનતામાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગરૂ૫ અંધકાર ભળે પછી કમીના શી રહે ? આત્માના ઉદ્ધારની અભિલાષાવાળા જ્ઞાનીઓએ શાસન સ્થાપ્યું, એ શાસન સ્થાપનાનો હેતુ એ છે કે જીવોને વિવેક નેત્ર આપી મિથ્યાત્વના અંધકારમાંથી ખેંચીને બહાર કાઢવા. આ હેતુ સમજાય તો સાચી શાસન સેવા થાય. એ ન સમજાય ત્યાં સુધી શાસન સેવા ન થાય, શાસનની પીછાન ન થાય. શ્રી જિનેશ્વર દેવના માર્ગની પ્રાપ્તિ ન થાય. સૂર્યોદય થતાં પહેલાં અરૂણોદય થાય છે. એ રીતે શ્રી જિનેશ્વર દેવ શાસનની પ્રાપ્તિ પૂર્વે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને મન, વચન, કાયાની સ્વચ્છંદ પ્રવૃત્તિ રૂપ યોગ, એ અંધકાર ૩૫ છે એવો ભાસ થવો જોઈએ, એ અરૂણોદય છે. આત્માને જ્યાં સુધી એ મિથ્યાત્વાદિ ભયંકર ન લાગે, એનાથી મૂકાવું જોઈએ એવું ન લાગે ત્યાં સુધી પ્રભુ શાસન તરફ સદ્દભાવ ન થાય. શાસનમાં કોણ આવી શકે ? શ્રી જિનેશ્વર દેવે જેટલી કઠિનતા બતાવી છે, તેટલી જ છૂટ પણ આપી છે. આ માર્ગ જેટલો કરડો છે તેટલો જ એમાં પેસનાર માટે સહેલો છે. સાધુ થાય તે જ અહીં આવે અગર બાર વ્રત લે તે જ આ માર્ગમાં દાખલ થાય, એવું ભગવાન કહેતા નથી. પાપ તથા વ્યસનને તજે તે જ આવે, એવું પણ ન કહ્યું. અનીતિ કરે તે ન આવે, એમ પણ નથી કહેતા; પણ કહે છે કે અનીતિ વગેરે પાપોને જે પાપ માને તે આવે. સઘળાં પાપ એકદમ તજાય તે ન બને પણ પાપને પાપ માને, ખોટાને ખોટું માને તે અહીં આવી શકે. પાપ કરે છે માટે પાપભીરુ નથી એમ ન કહેવાય. પાપ તો દુનિયાનો મોટો ભાગ કરે છે. પાપ ન કરે તે જ આ શાસનમાં આવે એવું કહે તો આવે કોણ ? પાપ નહિ કરવાની આજ્ઞા જરૂર બેઠી છે, પરંતુ પાપ ન કરે તે જ આવે, કરે તે ન આવે એવો કાયદો નથી. બધા પાપ કાંઈ એકદમ તજવાના છે ? સર્વથા પાપ તો ત્યારે તજાય કે જ્યારે સાધુ થવાય. શ્રાવક થવાય ત્યારે અંશે તજાય. પણ સાધુપણું કે શ્રાવકપણું ન લઈ શકે તે પણ શાસનમાં આવી શકે Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – - 1શાહ છે. ફક્ત શરત એટલી કે પાપને પાપ જ માને. મરતાં સુધીય પાપને પાપ કહેતાં અચકાય નહિ. ભલે પાપ ન કરતો હોય છતાં પાપને પાપ ન માનતો હોય તે આ શાસનમાં આવી શકે નહિ. આ માર્ગ જેટલો વિકટ, તેટલો જ સહેલો ? જે પાપને ત્યાજ્ય ન માને તેને આ શાસનમાં આવવાનો અધિકાર નથી. આ માર્ગ જેટલો વિકટ છે, તેટલો જ એમાં પ્રવેશ કરવા માટે સહેલો છે. અનંતજ્ઞાની વગર આટલી સહેલાઈ કોણ કરી આપે ? દુનિયાના સઘળાં પાપ તજવાનો ધોરી માર્ગ શ્રી જિનેશ્વર દેવે શરુ કર્યો; પણ સઘળાં પાપ તજે, તે જ આ માર્ગમાં આવે એમ કહ્યું હોત તો કોઈ આત્મા પાપ તજવા લાયક બનત જ નહિ. એનાથી એ નથી બને તેવું માટે તો બહાર રહ્યો છે. એ માર્ગ દેખાવે રૂડો થયો પણ એનો અમલ શી રીતે થાય ? માટે પાપ તજવાના માર્ગ સાથે એક માર્ગ ચાલુ રાખ્યો કે પાપને પાપ માને તે પણ આ શાસનમાં આવે. કારણ કે, જ્ઞાની જાણે છે કે પાપને પાપ માનીને આવેલો કાલે પાપ તજશે. આથી એમ ન માનતા કે પાપની છૂટ આપી. મુદ્દો એ છે કે પાપને પાપ માન્યા પછી પાપ કરવું કઠિન છે. ખાડો ઊંડો છે, એમાં પડ્યા તો હાડકા ભાંગે એવું છે, એ જાણ્યા પછી એમાં ભૂસકો નહિ મરાય. એમાં ઊતરવું પડે તો જાળવીને પગથીયેથી ઊતરે એમાં ફેર ખરો ને ? ભૂસકો મારે એ આંધળો કહેવાય. પગથીયેથી ઊતરે એ દેખતો અને સમજદાર કહેવાય. પાપને પાપ માન્યા પછી તો પાપ કરતાં આંતરડાં ઊંચાં આવશે. શ્રી જિનેશ્વર દેવ આપણા સુકાની છે. શાસન એ આપણી સ્ટીમર છે. સંસાર સાગર એ સ્ટીમરમાં બેસીને તરવાનો છે. સાધુ તથા શ્રાવક એ સ્ટીમરના બેસારું છે. પ્રભુનું શાસન પામેલા શ્રાવક શ્રાવિકા ભલે એ મોટી સ્ટીમરમાં બેસવાની તાકાત ન ધરાવે તો પણ પોતાના સ્થાને રહીને પણ ધાર્યું કામ સાધી શકે. એ ધર્મકથા નથી, પાપકથા છે : ગઈ કાલના દૃષ્ટાંતોનું વિવરણ બાકી છે ને ? આજે કહેવામાં આવે છે કે, “આણંદ કામદેવ જેવા ભગવાનના ઊંચામાં ઊંચા શ્રાવકો પણ આટલી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં - ૧૨૩ જમીન, આટલા હળ, સંખ્યાબંધ ગોકુલ (હજારો ગાયોનું એક ગોકુલ) અને પાર વગરની ઋદ્ધિ સિદ્ધિ ધરાવતા હતા. આવા મહાપરિગ્રહી છતાં એકાવતારી થયા ને ? તો અમને શો વાંધો ! નાહક ભય ન બતાવો. ત્યાગની વાતો એ ગાંડપણ છે. પ્રભુના શાસનમાં તો પરિગ્રહી પણ એકાવતારી થયા છે. ત્યાગની કાંઈ જરૂ૨ નથી. પ્રભુનું શાસન તો એવું મજેનું છે કે, મહાપરિગ્રહધારીઓ પણ મુક્તિએ જઈ શકે છે. ભગવાનશ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ તથા શ્રી અરનાથ ચક્રવર્તી હતા, છ ખંડ પૃથ્વીના માલિકો હતા, એક લાખ બાણું હજાર અંતઃપુરના સ્વામી હતા. એ બધું ભોગવીને પણ એ મુક્તિએ ગયા તો આજના શ્રાવકો થોડું ઘણું ભોગવે એમાં એની મુક્તિ અટકી જાય ? સ્થૂલિભદ્ર બાર બાર વર્ષ વેશ્યાને ત્યાં રહ્યા તોય ચૌદ પૂર્વી થયા, માટે વેશ્યાગમન એકાંતે પાપ નથી.” આવું આવું બોલાય તે ધર્મકથા કે પાપકથા ? ‘અમારા પૂર્વજોએ આટલું આટલું કર્યું તો અમે પણ એમાંનું થોડું ઘણું કરીએ તેમાં શો વાંધો ?' એવી ભાવના પ્રભુનું શાસન મળ્યા પછી ન આવવી જોઈએ. જ્ઞાનીઓએ કથાનકો શા માટે લખ્યા ? 1817 આણંદ - કામદેવ એકાવતારી કેમ થયા ? તેઓ પ્રભુના શ્રાવક ક્યારે બન્યા ? એ દૃષ્ટાંત પાછળ રહેલી ભાવના સમજવાની જરૂ૨ છે. એ ભાવનાને પોષવા માટે પૂર્વાચાર્યોએ ડગલે ને પગલે નિર્વેદ તથા વૈરાગ્યને ગોઠવેલ છે; પરંતુ આજે તો એ જ ખટકે છે. આજના લોકોને આણંદ-કામદેવની અઢળક લક્ષ્મી, બહોળો કુટુંબ પરિવાર એ બધાનું વર્ણન ચાલે એ ઈષ્ટ લાગે, ત્યાં સુધી રસપૂર્વક સાંભળે પણ પછી બીજું આવે એ ન પાલવે. જ્ઞાનીઓએ કથા લખી તે એ બધું જ કેવળ સંભળાવવા માટે નહિ, પરંતુ એ બધું હોવા છતાં એમણે જે નવું કર્યું તે સંભળાવવા માટે. કલ્પસૂત્રમાં સાધુના ચાતુર્માસ માટે ક્ષેત્રના તેર ગુણ જોવાના કહ્યાં. આમાં એક ગુણ એ પણ કહ્યો કે જ્યાં ગૃહસ્થો ધન-ધાન્ય, કુટુંબ પરિવારથી પરિપૂર્ણ હોય અને જ્યાં દહીં, દૂધ, છાશ વગેરે પ્રચુર પ્રમાણમાં મળતાં હોય. આવા ક્ષેત્રમાં સાધુએ રહેવું. હવે આ વાત પકડીને તેઓ કહે છે કે, ‘જોયું ! શ્રાવક કેવા જોઈએ ? દરેકના ઘે૨ ગાય, ભેંસ વગેરે હોય તેવા.’ હવે જેને ઘેર બે-પાંચ ગાય કે બે-પાંચ ભેંસ ન હોય તે શ્રાવક ખરો કે નહિ ? એની સામે આપણે એ જ કલ્પસૂત્રમાંથી ૧૦૯ Page #126 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ શ્રી જિનદાસ શ્રેષ્ઠીનું દૃષ્ટાંત ગઈ કાલે કહ્યું. એને પાંચમા વ્રતમાં ચતુષ્પદ નહિ રાખવાનો નિયમ હતો, તો એ શ્રાવક ખરો કે નહિ ? પેલો ભરવાડ, જે તેમને ત્યાં દૂધ આપતો હતો તે ખુશ થઈને પોતાના બે બળદ તેમને ત્યાં પરાણે છાનોમાનો આવીને બાંધી ગયો. શેઠની ના છતાં ન માન્યો, તો શેઠે એ બળદો પાસે કામ ન લીધું પણ તેમને સાધર્મિક બનાવ્યા. સૂકું ઘાસ પૂંજીપ્રમાર્જીને ખાવા માટે આપતા અને પ્રાસુક (ઊકાળેલું) પાણી પાતા. આજે તો છોકરો પણ ઊકાળેલું પાણી પીવા માંડે તો બાપને ધ્રાસકો પડે કે, ‘નક્કી કોઈ સાધુની પક્કડમાં આવી ગયો. કાંઈક છૂપું રંધાતું લાગે છે.' આનું નામ શ્રાવકપણાની દુર્દશા છે. ૧૧૦ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મિથ્યાત્વાદિને વધા૨વાની નથી પણ ઘટાડવાની છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ (મન, વચન, કાયાના મરજી મુજબના સ્વચ્છંદ વ્યાપારો) ન તજે તે શાસનમાં રહી શકે છે, પણ શાસન છે એ બધાને તજાવવા માટે, એમાં કોઈ ફેરફાર નથી. એ શેઠે પેલાં વાછરડાંને સાધર્મિક બનાવ્યા. શેઠ ધાર્મિક પુસ્તક મોટેથી પેલાં વાછરડાં સાંભળે એમ વાંચતા. પર્વ તિથિએ શેઠ ઉપવાસ કરે તો વાછરડાં પણ ઉપવાસ કરતાં, ઘાસ નીચે તો પણ ખાતા નહિ. એ રીતે વાછરડાં શેઠના સાધર્મિક બની ગયા. આજે જૈન શાસન પામ્યા છતાં શ્રાવકથી પોતાના સંતાનોને પણ સાધર્મિક બનાવાતા નથી ત્યાં શું થાય ? આ પણ એક સમય આવ્યો છે ને ? ઉત્તમ ક૨ણી પોતાની સંતતિ કરે એમાં માબાપ રાજી કે ન કરે એમાં ૨ાજી ? તમારો અનુભવ કહો ! 1818 આત્માના ઉદય માટેની વસ્તુ ન્યારી છે ઃ માન્યું કે પોતાનો દીકરો વેપાર ધંધામાં પારંગત થયો, સંસાર વ્યવહારમાં હોંશિયાર બન્યો, પણ તેથી એના આત્માને લાભ શો થયો ? બ્રહ્મદત્ત અને સુભૂમ છ ખંડના માલિક છતાં સાતમી નરકે ગયા. ચક્રવર્તીની સાહ્યબી પણ સાતમી ન૨કે ખેંચી ગઈ, કેમકે એ વસ્તુ આત્માના ઉદય માટેની ન હતી. આત્માના ઉદય માટેની વસ્તુ ન્યારી છે. ભગવાને જે વસ્તુને જે સ્વરૂપે કહી છે તેને તે સ્વરૂપે સમજવી જોઈએ. પાપ કરનારો પ્રભુના શાસનની બહાર નથી નીકળી જતો એ વાત નક્કી, પરંતુ પાપને પાપ નહિ માનનારો પ્રભુશાસનમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ 1919 – ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં – ૧૨૩ – ૧૧૧ નથી રહી શકતો એ વાત પણ નક્કી. પાપને પાપ માન્યા વિના પરિણામની શુદ્ધિ થાય જ નહિ. પરિણામની શુદ્ધિવાળો ચાલે ત્યાં સુધી પાપ કરે જ નહિ. પરિણામની શુદ્ધિવાળો ચાલે ત્યાં સુધી પાપ કરે જ નહિ, કરવું પડે અને કરે તો કંપતે હૈયે કરે, એ કદી પાપને વખાણે તો નહિ જ. એવા જીવોથી સમ્યગ્દર્શન સચવાય. પણ જેઓ પાપ રાચીમારીને કરે, પાપને પાપ જ ન માને અને ઉપરથી ભગવાનના શાસનમાં આવા પાપની તો છૂટ છે, એમ કહીને તેને મહોર મારે એ ચાલે ? ત્યાં અજ્ઞાનની ગુફામાં કષાયો છૂપાયેલા છે ? ભગવાનની આજ્ઞા મિથ્યાત્વાદિને વર્જવાની છે. કોઈ કહે કે; “ભલે વર્તે ગમે તેમ પણ કષાય ન હોય તો વાંધો શો ?' શાસ્ત્ર કહે છે કે, ત્યાં દેખીતા કષાય ભલે ન હોય પણ છૂપા તો રહેલા જ છે. જેના ખાવાપીવામાં, બોલવાચાલવામાં વિવેક ન હોય છતાં એનામાં કષાય નથી એમ મનાય ? માનાપમાનમાં ન સમજે એ તો મૂર્ખનું પણ લક્ષણ છે. એવા મૂર્ખને ગમે તેવું આકરું કહો તો પણ હસે. એ માનાપમાનમાં સમજે તો દુઃખી થાય ને ? એટલે એનામાં કષાય નથી ? ના, કષાય તો છે પણ અજ્ઞાનનું પ્રાબલ્ય છે. અજ્ઞાનની ગુફામાં કષાયો છૂપાયેલા છે. ગ્રાહકની ગાળ સાંભળી વેપારી મૂછમાં હસે એ ક્ષમા નથી; ત્યાં લોભનું પ્રાબલ્ય છે. લોભની જગ્યાએ ક્ષમા બેઠી છે. મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી ગુણો એ ગુણાભાસ છે. જેનની અને જગતની દયા : જીવનાં સ્વરૂપને, વખતો વખત થતાં પરિવર્તનને, શુભાશુભ કર્મની પરિણતિને ન સમજી શકે તે સાચી દયા ન પાળી શકે. ભૂખ્યાને ટૂકડો રોટલો આપવા માત્રથી દયા થતી હોત તો દયા માટે લાખો શ્લોકો ન લખવા પડત. ઠીક છે, એ પણ નામની દયા છે, એનાથી પણ પરિણામે સાચી દયા આવે પણ સાચી દયા એ આનાથી જુદી છે. જેને પોતાની દયા ન આવે એને પારકાની સાચી દયા ન આવે. એ સાચી દયા કઈ ? સમયસર ખાવું, પીવું, સુંવાળી તળાઈમાં સૂવું, ગરમી થાય તો પંખા ચાલુ કરવા, મરજી પ્રમાણે આઈસ્ક્રીમ ખાવો કે ઠંડા પીણાં પીવાં, ઇચ્છા મુજબ નાટક-ચેટક જોવા અને જ્યારે જે ઇચ્છા જાગે તેનો અમલ કરવો, એ આત્માની સાચી દયા કહેવાય ? Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ - - - 10 જેને પોતાના આત્માની સાચી દયા નથી એ પરની સાચી દયા કરી શકતો નથી. વાસ્તવિક સ્વ-પર દયા બતાવનાર જૈન દર્શન છે. ભૂખ લાગે ત્યારે કયો વિચાર આવે તો આત્માની દયા કહેવાય ? ગરમી લાગે ત્યારે કઈ રીતે રહેવાય તો આત્માની દયા કહેવાય ? કોઈ પણ પદાર્થની તીવ્ર ઇચ્છા જાગે ત્યારે શું કરીએ તો આત્માની દયા કહેવાય ? આ બધું સમજવું પડશે. ભૂખ લાગે ત્યારે ખાવું, ગરમી લાગે કે તરત પંખા ચાલુ કરવા, જરા ચાલવાની જરૂર પડી ત્યાં મોટર તૈયાર, જ્યારે જે ઇચ્છા થઈ તેનો તરત અમલ, આથી આત્માને સુખ થયું ને ? આ બધી વાતને આત્માની દયા માનનારો આ દુનિયામાં બહુ મોટો વર્ગ પડ્યો છે. જગતની આ જ સ્થિતિ છે, પરંતુ જગત ક્યાં કૂચ કરે છે અને જૈન દર્શન શું કહે છે ? જૈન દર્શનને પામેલા આપણી કઈ દશા છે ? એ બધું જરા ઊંડા ઊતરીને વિચારવાની જરૂર છે. મોક્ષાર્થે ક્ષમા કેળવો ! જ્ઞાની કહે છે કે, આંખ વિનાના કરતા વિવેક વિનાના ભંડા. પેલા તો બીજાની આંગળી પણ પકડે પણ વિવેકહીન કોઈની આંગળી ન પકડે. આંગળી આપવા આવે તેનો તિરસ્કાર કરે, તેને ગાળ પણ દે, વિવેકહીનને વિવેકી બનાવી મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભ યોગના અંધકારથી બહાર કાઢવા અને સિદ્ધિપદે લઈ જવા માટે શ્રી જિનેશ્વર દેવોએ શાસનની સ્થાપના કરી છે. સ્વ-પરનો, સાચા-ખોટાનો, હિતકર-અહિતકરનો ભેદ પાડી શકાય તેનું નામ વિવેક. મિથ્યાત્વ ન ગયું હોય ત્યાં સુધી અવિરતિ છે જ અને કષાયો પણ છે. ગ્રાહકની ગાળ વેપારી ખાઈ લે એ ક્ષમા નથી, ક્રોધનો અભાવ નથી પણ લોભનો તીવ્ર આવિર્ભાવ છે. ત્યાં ક્રોધ છૂપાઈને બેઠો છે. લોભની લાલસા પૂરી કરવા એણે ક્રોધને કાબૂમાં રાખ્યો છે. એ જાણે છે કે ગ્રાહક ઊઠી જાય તો ગલ્લો ખાલી રહે. ગલ્લો ભરવાનું એનું ધ્યેય છે. આ એક પ્રકારની દુર્દશા છે. આ દુર્દશામાંથી જનતાને ખસેડવી છે. ગુણના નામ પર મૂંઝાવાનો સમ્યગ્દષ્ટિ માટે નિષેધ છે. મોક્ષાર્થીને જેમ ગુણ કેળવવા પડે તેમ દુનિયાના સ્વાર્થીને પણ ગુણ કેળવવા પડે. ભિખારીને ટૂકડા રોટલા માટે કેટલી નમ્રતા Page #129 -------------------------------------------------------------------------- ________________ 1શ – ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં – ૧૨૩ –– ૧૧૩ કેળવવી પડે છે ? એ એવું એવું બોલે કે ન આપવાની ભાવનાવાળાનું પણ હૈયું પીગળે. ચાર ગાળ દે તો પણ ભિખારી “અન્નદાતા' કહે, પણ આંખમાં જરાય લાલાશ ન આવવા દે. ભિખારીને જો આટલી હદે ગુણ કેળવવા પડે તો તમારે અમારે મોક્ષ માટે ગુણ નહિ કેળવવા પડે ? અનંત સુખ મેળવવા ઇચ્છનારે ક્ષમા નહિ કેળવવી પડે ? પણ મુદ્દો એ છે કે એ ભિખારીને જેટલી રોટલાના ટૂકડાની કિંમત છે તેટલી આપણને મોક્ષની કિંમત નથી. રોટલા માટે કેળવેલી ક્ષમા ખોટી છે, જ્યારે મોક્ષ માટે કેળવેલી ક્ષમા સાચી છે. મનુષ્ય જીવન એ ધર્મની મોસમ : મુક્તિ જેનું ધ્યેય, તેને માટે સંસાર કેવો બને ? એને મન સંસાર ત્યાજ્ય જ હોય. એના બોલવા ચાલવામાં, એની રીતભાતમાં, એના વર્તનમાં સામાને દેખાય કે આને સંસાર ગમતો નથી. સંસારથી આ ઉદ્વિગ્ન છે. મોસમમાં વેપારીને ખાવું-પીવું કે ઊંઘવું એ કશું ગમતું નથી. ઘરના કહે કે, “બે ઘડી જંપો તો ખરા !” તો તરત ના પાડશે. કહી દેશે કે અત્યારે જંપીને બેસવાનો સમય નથી. મનુષ્ય જીવન એ ધર્મની મોસમ છે. ત્યાગને લઈને મનુષ્ય જીવન ઊંચું છે, ભોગને લઈને નહિ. માટે એ ભોગ જીવન નહિ પણ ત્યાગ જીવન છે. ભોગને લઈને ઊંચું કહેવું હોત તો ભોગ તો દેવ જીવનમાં ઘણાં છે. ભોગની મહત્તા હોત તો દેવજીવન જ ઊંચું ગણાત. ત્યાં જેમ ભોગ સામગ્રી પ્રચુર છે, તેમ અહીં ત્યાગ સામગ્રી ઘણી છે. દેવલોકમાં ત્યાગ સામગ્રી નથી માટે એ જીવન સારું છતાં નકામું. મનુષ્ય જીવન મળ્યા પછી માત્ર ભોગપરાયણ બનાય તો એ જીવન પામ્યા એ નકામું થયું ને ? આ જીવનના ધ્યેયને એટલી મક્કમતાથી વળગવું જોઈએ કે કોઈ એનાથી ચસાવી શકે નહિ. જિનદાસ શેઠ એટલા મક્કમ હૃદયના હતા કે, બળદોને સાધર્મિક બનાવ્યા. છેલ્લી ઘડીએ ચારે આહારનો ત્યાગ કરાવ્યો, ઉત્તમ પ્રકારે નિર્ધામણા કરાવી અને એ બળદોને દેવલોકમાં મોકલ્યા. એમનામાં એ ભાવના જીવતી જાગતી હતી કે, પોતાના આશ્રયે આવી ગયેલાં એ વાછરડાં પણ ધર્મહીન ન રહેવા જોઈએ અને દુર્ગતિમાં ન જવા જોઈએ. આજનાઓના કુતર્ક : સ્થૂલિભદ્રજી એ ભગવાનના શાસનમાં છેલ્લા ચૌદપૂર્વી થયા, અર્થાત્ છેલ્લા શ્રુતકેવલી થયા. આજનાઓ કહે છે કે : “એ વેશ્યાગામી હતા છતાં શ્રુતકેવલી Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 192 થયા ને ? માટે વેશ્યાગમન એ કાંઈ ખરાબ વસ્તુ નથી. જેના યોગે અને જેનો સહવાસ સેવ્યા છતાં સારી વસ્તુ પામ્યા તો તેને ખોટી કેમ કહેવાય ?' આ કેવો કુતર્ક છે? એમ તો જેટલાં સમ્યગ્દષ્ટિ તે બધાં પહેલા તો મિથ્યાદૃષ્ટિ જ હતા. સમ્યગ્દર્શનની ખાણ તો મિથ્યાદર્શન છે. સર્વવિરતિ તથા દેશવિરતિ એ બધા પહેલા અવિરતિ હતા. આ કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદને સારા કહેવાય ? શ્રી સ્થૂલિભદ્રજી શ્રુતકેવલી ક્યારે બન્યા ? આત્માના ગુણો પામ્યા ત્યારે ને ? આત્માના ગુણોનું વર્ણન કર્યું તેને ગૌણ કરી જો બીજી વાતને મહત્તા આપે તો એ ધર્મકથા નહિ પણ પાપકથા છે. પાપકથાનું એ રૂપક બની જાય છે. હળ ફેરવવાથી શ્રાવક નથી બનાતું ! આણંદ-કામદેવ કાંઈ પાંચસો હળ હોવાને કારણે પ્રભુના શ્રાવક નથી બન્યા કે એકાવતારી નથી થયા. એ પ્રભુના શ્રાવક કેમ કહેવાયા ? એમણે મમત્વનો ત્યાગ કર્યો, પૌષધમાં દેવોના ઉપસર્ગથી ન ચળ્યા, ભયંકર આપત્તિમાં પણ ન મૂંઝાયા માટે એકાવતારી બન્યા અને એ માટે જ મહાપુરુષોએ એમનાં જીવન લખ્યાં આજે કહેવામાં આવે છે કે, “ભગવાનના શ્રાવકને જો આટલા હળ હોય તો આજના શ્રાવકોને રાખવામાં શો વાંધો ? આપણા શાસનમાં હળ ફેરવવાનું તો સનાતન કાળથી ચાલ્યું આવ્યું છે. એમણે પાંચસો ફેરવ્યા તોય વાંધો ન આવ્યો તો આપણે પાંચ ફેરવીએ એમાં વાંધો શો ?” પરંતુ જો પાંચસો હળ ફેરવવાથી શ્રાવક બનાતું હોત તો હું તમને પાંચ હજાર હળ ફેરવવાની આજ્ઞા કરું. જો બાર વર્ષ વેશ્યાને ત્યાં રહેવાથી જ શ્રુતકેવળી થવાતું હોત તો હું તમને બાવીસ વર્ષ રહેવા ઉપદેશ આપત. પાપની પ્રશંસા ન જ થાય ? આણંદ-કામદેવના હળની,દઢપ્રહારીની હિંસાની, સ્થૂલિભદ્રજીના વેશ્યાગમનની, રોહિણીયા ચોરની ચોરીની જો પ્રશંસા થાય તો તો સત્યાનાશ વળે. હા, એમ કહેવાય કે ભયંકર ચોર પણ સદ્ગુરુના યોગે શાહુકાર બન્યા, વિષયમાં લીન પણ ઉત્તમ નિમિત્ત પામીને વિરાગી બન્યા, મહારંભી અને મહાપરિગ્રહ પણ ત્યાગીના યોગે આરંભ-સમારંભની મર્યાદા બાંધી શ્રાવક બન્યા, આ રીતે આરંભ-સમારંભપરિગ્રહ વગેરે પાપોની કિંમત ઘટી ગઈ. શ્રી જિનેશ્વર દેવના શાસનનો ઉપદેશ દેતાં, Page #131 -------------------------------------------------------------------------- ________________ te૨૩ – ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં – ૧૨૩ – ૧૧૫ ચર્ચા કરતાં, વાતો કરતાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, મનવચન કાયાનું ઉશૃંખલ વર્તન એવા કોઈ દોષને પોષણ મળે તે કામનું નથી. આવા પરિગ્રહધારી આણંદ-કામદેવ જેવા પણ ભગવાનનું શાસન પામી ચૌદ વર્ષમાં એવા મમતારહિત બન્યા કે પૌષધમાં દેવોના ઉપસર્ગથી પણ ચલિત ન થયા. પૌષધમાં આખી રાત કાયોત્સર્ગમાં ઊભા રહેતા. શાનીમાં સ્વેચ્છાચાર ન હોય ? આમ છતાં, “ભગવાનના શ્રાવક આટલું કરે, આટલા હળ ફેરવે, આટલી જમીન રાખે, આટલા ગોકુળ ધરાવે, તો તમારે શો વાંધો ? તમે પણ ગૃહસ્થ જ છો ને ?' એમ કહેવામાં આવે તો શું થાય ? ચપળ જાતને નીસરણી મળે, એવું થાય. કેટલાક વળી કહે છે કે, વીતરાગભાવે યથેચ્છ વર્તે તો શું વાંધો ? વીતરાગભાવ અને યથેચ્છ વર્તન એ બે ને વિરોધ છે. જ્ઞાની અને મરજી મુજબ વર્તાવ એ બે વાતને વૈર છે. જ્ઞાનીમાં સ્વેચ્છાચાર ન હોય. ડાહ્યો અને જેમ તેમ બોલે એ બને ? સમજદાર પણ આડું અવળું કરે એમ કહેવાય ? સાવધાનીથી ચાલ્યો અને પડ્યો એ બે વિરોધી વાત છે. જ્ઞાની તો જ્ઞાન તથા જ્ઞાનીની નિશ્રાએ જ ચાલે, મરજી મુજબ ન ચાલે. તીર્થકર દેવ ત્રણ જ્ઞાનના ધણી છે. એ પોતાના જ્ઞાનમાં જુએ તેમ વર્તે. એ પણ જ્ઞાનની નિશ્રાએ ચાલે છે. એને સ્વચ્છંદ ન કહેવાય. એ વિરાગ નથી, દંભ છે ? આણંદ-કામદેવે ભગવાન મળ્યા પછી એક પણ હળ વધાર્યું ? આરંભ પરિગ્રહ વધાર્યો કે ઘટાડ્યો ? આરંભ-પરિગ્રહનું પરિમાણ કર્યા વિના કે ઘટાડ્યા વિના તો શ્રાવકપણે પાળી શકતા ન હતા ને ? આરંભ-સમારંભનો ત્યાગ કર્યા વિના સાધુપણું પળાય ? તીર્થકર દેવના ગૃહસ્થપણાના વિરાગનો જગતમાં જોટો નથી. છતાં એમણે ગૃહસ્થપણામાં સાધુપણાનો ઈલકાબ ન લીધો. આરંભ-સમારંભ, પરિગ્રહ છોડ્યા વિના ન સાધુપણું આવે કે ન શ્રાવકપણું આવે. જો એમ આવતું હોત તો બધા સાધુ-શ્રાવક થઈ જાત. પાપમાં પડેલાને એમ કહેવામાં આવે કે કરે જાઓ તમે તમારે, માત્ર “અનિચ્છાએ કરું છું' એમ કહેવું, તો એમ કરવાની કોણ ના પાડશે ? બધા કહેશે કે, ખાઈએ છીએ પણ ન છૂટકે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 18 કયો ધર્મ મોક્ષનો ઉપાય ? જેનાથી વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ, ગુણનો અનુરાગ તથા એ ત્રણેની ક્રિયામાં અપ્રમાદ થાય છે. પહેલી ત્રણ વાત કહીને જ્ઞાની અટક્યા નહિ. કેમકે, બધા વિષય સેવતાં છતાં મોટું બગાડી વિરાગ બતાવત, કષાય કરવા છતાં હૈયામાં કાંઈ નથી એમ કહેત, મારા રોમરોમમાં ગુણાનુરાગ છે એમ પણ દેખાવ કરત. પણ જ્ઞાની કહે કે, “એમ અમે ન માનીએ. એ ત્રણેની ક્રિયામાં જાગૃતિ દેખાય તો માનીએ.' શ્રેણિક મહારાજા ભગવાન મહાવીરદેવને વંદન કરવા જતાં વચ્ચે માર્ગની એક તરફ પ્રસન્નચંદ્ર રાજર્ષિને જોઈ તરત હાથી પરથી હેઠે ઊતર્યા અને વંદન કર્યું. આનું નામ ગુણાનુરાગ. ગુણાનુરાગ છે એમ કહે અને ગુણવાન સામે આવે છતાં માથું ન નમે તો એને ગુણાનુરાગ કોણ કહે ? વિષયનો વિરાગી મનગમતી વસ્તુ મળે કે રાહ જોવા પણ ઊભો ન રહે એવો હોય? કષાયત્યાગી ખરો, પણ ક્યાં ? દેવ, ગુરુ, ધર્મ અને ધર્મશાસનનું અપમાન થાય ત્યાં, જાતનું અપમાન થાય ત્યાં નહિ. પારકું લાગે ત્યાં તો સૌ ક્ષમાશીલ રહે પણ પોતાનું લાગે ત્યાં કષાયનો અભાવ જોઈએ. “ફલાણો ભગવાન માટે જેમતેમ બોલ્યો, ગુરુને ગાળ દીધી, શાસનનું અપમાન કર્યું. એમ કોઈ કહે ત્યારે એને કહે કે, હશે ! કરશે તે ભરશે. આપણે કષાય કરી નરકના ખાતાં ક્યાં ખોલવા ?' પણ પોતાની જાતને કોઈ કહે કે તરત મોંનો રંગ બદલાય. ચાર સંભળાવે ત્યારે જ જંપે. દુનિયાની મામૂલી ચીજ જાય ત્યાં સમતા ન રહે અને દેવ, ગુરુ, ધર્મની બાબતમાં સમતાના સાગર ! આ કેવી સમતા ? વિરાગ તો ત્યારે કહેવાય કે લાખો જાય તોય કાંઈ ન થાય અને લાખો આવે તોય કાંઈ ન થાય. જાય ત્યારે કહે કે, “સાચવવા મટ્યા અને આવે ત્યારે કહે કે પુણ્યોદયે આવ્યા છે તો સવ્યય થશે, પ્રભુ શાસનની પ્રભાવનામાં કામ આવશે.” આ ભાવના લાવવા માટે જ જ્ઞાનીએ બાહ્ય ત્યાગને પ્રાધાન્ય આપ્યું છે. આજે તો લાખ આવે એટલે છાતી ઊંચી થાય, ચહેરો બદલાઈ જાય. પછી રહેવા બંગલો જોઈએ, પગે ન ચલાય માટે મોટર જોઈએ, હવા ખાવા વીજળીના પંખા જોઈએ. બટન દબાવતાં બત્તી થાય એવું જોઈએ, ગામમાં ઘર હોય છતાં બહાર બીજો બંગલો જોઈએ. શ્રીમંતાઈ આવે એટલે પોઝીશન વધી જાય. પેઢી, મોટર, નોકર, ચાકર બધું વધે પણ ઘરમાં જિનમંદિર Page #133 -------------------------------------------------------------------------- ________________ 1825 –– ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં - ૧૨૩ - ૧૧૭ કે પૌષધશાળા ન વધે. પાંચ સાધર્મિકની ભક્તિ ન વધે. આ તો એવા વિરાગી કે કહે કે, “પુણ્યયોગે મળ્યું છે તો ભોગવું છું, બાકી મને કાંઈ રાગ નથી.” કષાય ત્યાગી એવા કે કોઈ પૂછે કે “મીયાં ઠંડા કેમ ?” તો ઘરમાં હાંલ્લા કુસ્તી કરતા હોય ત્યાં ગરમી કાઢે ક્યાં? રોટલાની ચિંતામાંથી પરવારે ત્યારે ને ? આવા નમાલા શાંતિદારોની અહીં કિંમત નથી. સાધુ એ ત્યાગનો આદર્શ છે : શાસ્ત્ર કહે છે કે, ધર્મી લક્ષ્મીને ઇચ્છે જ નહિ, એ ઇચ્છે તો મુક્તિને જ. છતાં લક્ષ્મી મળી જાય તો શાસન પ્રભાવનામાં એ કમીના ન રાખે. જૈન શાસનનો ગૃહસ્થ તે કે જે પાંચ પચીસ સાધર્મિકને જમાડ્યા વિના ન જમે. એની ત્રિકાળ પૂજામાં કે ઉભયટંક આવશ્યકમાં ખાડો ન પડે. એ વ્યાખ્યાન કદી ન ચૂકે. જૈન શાસનના દરિદ્રી અને શ્રીમંત બેયની રીતભાત અને ભાવના સરખી. દરિદ્રી કહે કે, “મારે નાનું શું ઘર, ચાર-આઠ રોટલી ખાવા જોઈએ, એ મળી જાય એટલે બાકીનો ટાઈમ ધર્મ સાધન.' શ્રીમંત કહે કે, “મારે કાંઈ ખોટ નથી તો જેટલો બને તેટલો ધર્મ કેમ ન કરી લઉં ?” આજે તો દરિદ્રી કહે છે કે, “પેટમાં નાંખવાના ઠેકાણા નથી ત્યાં ધર્મની વાત શી ?' શ્રીમંત કહે છે કે, “તિજોરીના નાણાં ગણવામાંથી ઊંચો આવું ત્યારે ધર્મ કરું ને ?' આ બેયની ભાંજગડમાં આજના લોકો અમને વચ્ચે પડવાનું કહે છે અને આનું આના ઘરમાં અને આનું આના ઘરમાં અમારી પાસે કરાવવા માગે છે, તો અમે આવા કામ કરનારા દાડીયા કે મજૂર છીએ ? - સાધુ એ તો ત્યાગનો આદર્શ. શ્રીમંત અને દરિદ્રી એ બેય એના પગમાં ઝૂકે. એ બેયમાં ત્યાગના મનોરથની ભાવના સાધુ જાગૃત કરે. શ્રાવક-શ્રાવિકાને ત્યાગમાર્ગે લઈ જવા સાધુ પુલનું કામ કરે. એ એમાં આડી દિવાલરૂપ ન બને. સાધુ એમ ન કહે કે, “ત્યાગ તો અમારા માટે, તમે તો ગૃહસ્થ. તમે તો તેલ જુઓ, તેલની ધાર જુઓ અને તમારા સંયોગો જોઈ વિચારી બધું કરો.” પણ એમ તેલ ને તેલની ધાર જોતાં “ૐ ફુટુ ફુટુ સ્વાહા' થઈ ગયા તો શું થાય ? પાછા હતા એવાને એવા ઠંઠણપાળ થઈ જાય ને ? પ્રભુના માર્ગમાં અધિક ને અધિક આત્માઓને ખેંચી લાવવા સાધુ પુલનું કામ કરે. પરંતુ શ્રાવક એવા બળીયા છે કે એ પુલને ઊંચો કરી એની દિવાલ Page #134 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ બનાવી દે. નહિ તો પુલની દિવાલ થઈ જાય. પુલની દિવાલ કરનારા પાકે ત્યારે પુલનું મોં નીચું થઈ જવું જોઈએ. અમે પણ તમારી સાથે ભળી દિવાલરૂપ બની જઈએ તો તમારી મોક્ષની આરાધનામાં અમે સહાયકને બદલે વિઘ્નરૂપ થઈએ. તમારે અમને કહેવાનું શું, એ નક્કી કરો. અમને પુલ બનવા કહેશો તો એમાં બેયનું જીવન સલામત છે. પુલને દિવાલ બનાવવાની ક્રિયા બેયના જીવનને જોખમમાં મૂકવાની ક્રિયા છે. ૧૧૮ શ્રાવક એટલે મુનિપણાનો ઉમેદવાર : આણંદ-કામદેવે ગાયો રાખી, હળ રાખ્યા, એમાં ધર્મ નથી, પણ અધિક નહિ રાખવાના નિયમમાં ધર્મ છે - આરંભ-પરિગ્રહમાં ધર્મ નથી પણ એના પર કાપ મૂક્યો એમાં ધર્મ છે. અજ્ઞાની પણ બોલે છે કે, ‘ભગવાનનું નામ લીધું એ સાચું,' તો પછી એ સિવાયનું બધું ખોટું ને ? અજ્ઞાની પણ આમ કહે તો તમે તો એની અપેક્ષાએ મહાજ્ઞાની ને ? પ્રભુના શાસનનો શ્રાવક પેઢી પર અને શ્રાવિકા રસોઈમાં બેઠે બેઠે કર્મનિર્જરા કરે. પેઢી પર બેસવાની કે રસોડામાં પેસવાની છૂટ તો નથી જ પણ બેસવું પડે કે પેસવું પડે તો ત્યાં પણ કર્મનો ક્ષય કરે. કેમ ? શ્રાવક એટલે મુનિપણાનો ઉમેદવાર. પેઢી છૂટે એમાં શ્રાવક રાજી પણ પેઢી લંબાય તેમાં નહિ. ન છૂટકે પેઢી પર બેસે પણ ભાવના તો છૂટવાની જ. ત્યાગનું સામર્થ્ય આવ્યું નથી, પેઢી પર બેઠા વિના નભતું નથી માટે બેસે છે. શ્રાવિકા પણ સમજે છે કે મમત્વ મૂકાતું નથી માટે રસોડામાં પેસવું પડે છે. તો સાધુ પણ પાપના સાથી : ... 1826 કુરગડુ મુનિ ખાતાં ખાતાં કેવળજ્ઞાન પામ્યા એનો ઈન્કાર નથી પણ ખાતાં પીતાં કેવળજ્ઞાન થાય અને મુક્તિએ જવાય' એમ ન મનાય. માટે તો કવિએ કહ્યું કે; “ખાવત પીવત મોક્ષ જે માને, તે સીરદાર બહુ જટમાં.” પાપ કરવું અને પાપને કરવા જેવું માનવું એમાં ફેર છે ને ? ચોરીનો માલ લઈને ચોગાનમાં બેઠેલો કોઈ વેપારી સાંભળ્યો ? શાહુકાર તો કદી ચોરીનો માલ લે જ નહિ, પણ કદી લીધો તો મૂછે હાથ દઈને બહાર કહેતો Page #135 -------------------------------------------------------------------------- ________________ 17 –– ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં – ૧૨૩ – ૧૧૯ ફરે નહિ. માલમાં એવી ફેરફારી કરી નાંખે કે પોલીસ આવે તોય મુદ્દો હાથ ન આવવા દે. શાહુકાર તો ચોરીનો માલ રાખતો જ નથી. પચાસનો માલ પાંચમાં મળતો હોય તો એ સમજી જાય કે એમ શું કામ આપે ? કાઢી નાખવાનો હોય તો પણ બજારમાં લીલામ કરે પણ મારે ત્યાં શું કામ આવે ? ચોરીનો માલ લેનાર પણ ચોરનો સાથી ગણાય છે. એ જ રીતે છ-કાયની વિરાધનાનું કહેનાર મુનિ પણ વિરાધના કરનારના સાથી ખરા ને ? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ શા માટે જોવાના ? તાલીમબાજ વેપારી આજે હોંશિયાર મનાય છે. તાલીમબાજ એટલે જૂઠું બોલે પણ ખબર પડવા ન દે. પાંચના પચીસ કરે પણ ગ્રાહકને વ્યાજબી જ લાગે. ભારતીયમાં પણ કમીના ન રાખે અને એટલી ચાલાકી કર્યા પછી મૂછે હાથ દઈને કહે કે “વેપાર આમ થાય !” એવાને સાધુ પણ કાંઈ સમજાવવા જાય તો સાધુને કહે કે : “મહારાજ ! જમાનો જુઓ ! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ઓળખો.” શાસ્ત્રકારે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, સર્વસ્તુના પ્રચાર માટે નિયત કર્યા છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આજે ધર્મના નાશ માટે યોજાય છે. માર્ગમાં સ્થાન કોને ? વેપારી ભલે ગ્રાહકની બધી ચેષ્ટા જુએ. પણ તેમાં ખાસ મુદ્દો એ હોય કે એના ખીસામાં પૈસા છે કે નહિ ! ઘરાક કાણો છે કે કુબડો છે તે સામે એ જોતો નથી. આજનો વેપાર વેપાર નથી અને આજના વેપારી વેપારી નથી, એમ એક આજનો બહુ શાણો વેપારી કહે છે. અપવાદ તેમાં હોય. શ્રી જિનેશ્વર દેવનો માર્ગ તો એવો ઉત્તમ છે કે ન પૂછો વાત. અનીતિખોરને પણ સ્થાન આપવા એ તૈયાર છે. પણ અનીતિમાન નીતિવાનમાં ખપવા માગે એને અહીં સ્થાન નથી. આરંભ સમારંભ સેવે એને સ્થાન છે, પણ સેવવા યોગ્ય માને એને સ્થાન નથી. અનાદિકાળથી પાપનો અભ્યાસ છે તે એકદમ જાય નહિ એમ જ્ઞાની પણ માને છે. પણ પાપને પાપ માનનાર માટે સ્થાન છે. પાપને પાપ માનશે તે ઊંચો આવશે એમ જ્ઞાની કહે છે. શાસ્ત્ર કહ્યું કે, પોતાની પાસે આવનારમાં દોષ ન પણ હોય. પરંતુ, દોષની સંભાવના પણ હોય તો દોષ આવવાની કલ્પના કરીને પણ ચેતવણી આપવી. ઘણાં વિદ્યાર્થી Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -૭ – – રમતીયાળ નથી હોતા તો પણ “રમત એ અભ્યાસમાં વિઘ્નરૂપ છે' એમ બધા વિદ્યાર્થીને શિક્ષક કહે છે. ઘાતક વસ્તુના ત્યાગમાં પ્રતિજ્ઞા ન ભાંગે : સ્થૂલિભદ્રજી વેશ્યાગામી હતા ત્યારે એમની કિંમત ન હતી. રાજાની આજ્ઞાથી શ્રીયક બોલાવવા આવ્યો ત્યારે જતા ન હતા પણ વેશ્યાએ મોકલ્યા કે, “રાજા બોલાવે તે ન જઈએ તે ઠીક નહીં; પણ પાછા આવવાનો કોલ લઈને મોકલ્યા. રાજસભામાં આવ્યા ત્યારે રાજાએ મંત્રી મુદ્રા આપી. પોતે સમજી ગયા કે, આ મુદ્રાથી જ પિતાનો જાન ગયો છે. વિચાર કરવાનું કહીને પોતે બગીચામાં ગયા. વિચાર્યું કે, જે મંત્રી મુદ્રાએ પિતાને વગર વાંકે મૃત્યુની શયામાં સૂવાડ્યા તે મુદ્રા મારે શું કામ લેવી ? એવી મુદ્રા જ ન લઉં કે જેથી આત્માનો નિસ્વાર થાય ! વેશ્યાને કોલ આપ્યો હતો એ કોલનું શું? વેશ્યા પણ કેવી ? સ્થૂલિભદ્રની ગેરહાજરીમાં રડી રડીને દુઃખી થઈ જનારી ! અહિંસક બનનાર માટે કોઈ રુએ એ એને પાલવે ? વેશ્યા રુએ એનું શું ? રત્નકંબલની દશીનું રજોહરણ બનાવી લોચ કરી ત્યાં જ સાધુ વેષ લીધો. રાજસભામાં આવ્યા અને રાજાને ધર્મલાભ” આપીને કહ્યું કે, “આ વિચાર્યું.” રાજાને વિશ્વાસ નથી બેસતો. મંત્રી મુદ્રા ન લેવા માટે આ પ્રપંચ તો નહીં કર્યો હોય ? એમ થાય છે. તપાસ કરવા પાછળ સેવક મોકલ્યા તો ખાતરી થઈ કે આ તો વેશ્યાના ઘરનો માર્ગ મૂકી બીજે જ ચાલ્યા. શ્રી સંભૂતિવિજયજી મહારાજા ચૌદ પૂર્વધર હતા ને ? વેશ્યા ચોધાર આંસુએ રોવાની, એવી એમને ખબર હતી ને ? રોવાની, એટલે આર્તધ્યાન કરવાની, એ પણ જાણતા હતા ને ? છતાં દીક્ષા આપી ને ? કોલ ભાંગ્યો, પ્રતિજ્ઞા તૂટી, વિશ્વાસઘાત થયો, એનું શું ? અહીં પ્રતિજ્ઞાના અને કોલના મર્મને સમજો. કારણસર ગળે બાંધેલી શીલા નદીમાં ઊતરતાં પણ ન છોડે એ ડાહ્યો કે મૂર્ખ ? જે સમયે આત્માના ઉદયની તૈયારી હોય ત્યાં ઘાતક વસ્તુ ફેંકી દેવાય. તમને આ નહિ સમજાય. તમે તો ધાર્મિક નિયમમાં પણ પોલ રાખો ને ? સાજે માંદે, છૂટ, ગામ પરગામ છૂટ, અનુકૂળ વસ્તુ આવે ત્યાં પગ તૂટવા માંડે, માથું ભમવા માંડે અને છૂટ લઈ લો, એવા તમારા નિયમ ! જ્યાં પોલ નહિ ઘાલવાની ત્યાં ઘાલો, એવી તમારી પ્રતિજ્ઞા. Page #137 -------------------------------------------------------------------------- ________________ 1920 – ૭ઃ પાપને પાપ માને તે જ જૈનશાસનમાં - ૧૨૩ – ૧૨૧ શાસન સ્થાપનાનો હેતુ : પ્રભુના શાસનની સ્થાપનાનો હેતુ જગતના જીવોને વિવેકચક્ષુ આપી મિથ્યાત્વાદિ અંધકારમાંથી બહાર કાઢવાનો છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગો ઘટાડવાનો હેતુ છે. જો એ વધે તો એ દોષ પ્રભુના માર્ગનો નથી પરંતુ આત્માની અવળચંડાઈનો છે. તમારે બહાર જઈને કહેવાનું એ કે, “અમે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગમાં ફસાયેલા છીએ. એમાંથી નીકળવા શ્રી જિનેશ્વર દેવે શાસન સ્થાપ્યું છે. એમના પ્રતિનિધિ સાધુને ઓઘો આપીને અમારી રક્ષા કરવા એમણે મોકલ્યા છે. એ સાધુઓને દુનિયાની કાર્યવાહીમાં જોડીને શ્રાવકપણાના કપાળ પર મશીનું તિલક અમારે કરવું નથી.” આવું બહાર, ઘરમાં, બજારમાં, કુટુંબમાં બધે બોલો તો તરત નિખાર થાય. કેમકે, શ્રી જિનેશ્વર દેવને ઓળખ્યા. સાધુને ઓળખ્યા, માર્ગ સમજ્યા, કર્તવ્ય જાણ્યું. આ થાય તો પરિણામ થોડા દિવસમાં જરૂર આવે. હવે ટીકાકાર ધૂનનનો પ્રયત્ન કરવાના છે, તે વિષે હવે પછી. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૮ : પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય J-121 વિ.સં. ૧૯૮૬ માગસર સુદ-૨ મંગળવાર તા. ૩-૧૨-૧૯૨૯ અવિવેકી વિવેકી બની શકે છે : વિવેક આવે તો બધું સફળ : વેપારી જેટલી અક્કલ અહીં પણ ચલાવો ! અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર : બપ્પભટ્ટિસૂરિજી અને આમરાજા : ♦ વિવેકી રુએ તે પણ જુદું : ♦ પડેલાને પાટુ ન મરાય ઃ ♦ વિષયાધીનની હાલત કૂતરા જેવી છે : ♦ સિંહનો અને કૂતરાનો સ્વભાવ : ♦ પુંડરિક અને કંડરિક : ♦ વિવેકીને શિખામણના શબ્દો કડવા ન લાગે : ♦ લોભ આવે ત્યાં નીતિ જાય : નિસરણી શા માટે છે ? 124 હાલના આક્ષેપો નિંદકવૃત્તિને આભારી છે : વિષય : ધૂનન માટે વિવેક આવશ્યક, ચડવાની અનિવાર્યતા. વિવેકહીન એ અંધ સમાન છે. એ દુઃખી થવા જ સર્જાયા છે. આવા અવિવેકી પણ સારી સામગ્રીના યોગે વિવેકી બને તો પામી જાય. વિવેક આવે તો સંસારની સામગ્રી પણ સફળ બની જાય. વિવેકી ગમે તેમ બોલે નહિ. એની બધી કરણી ન્યારી, લાભદાયક. જ્યારે અવિવેકી તો વિષયાધીન બની કૂતરાની ઉપમાને સાર્થક કરે. ધર્મ પર ઘા પડ્યો ત્યારથી જ દુઃખની શરૂઆત થઈ. વિવેકીને હિતશિક્ષા ગમે, ભલે શબ્દ કડવા હોય છતાં એને એ મીઠા લાગે. આ બધી વાતોનો સુંદર સ્ફોટ કર્યા બાદ મોક્ષમાર્ગે ચાલતા પડી જાય એવા જીવોના દાખલા જોઈ એમના પર પાટુ મારનાર જીવોની કુવૃત્તિની બરાબર ખબર લીધી છે. વેપારી, નાના બાળકની મા અને પક્ષીના દાખલા પણ આપ્યા. પ્રાંતે પૂ. આ. શ્રી બપ્પભટ્ટીસૂરિજી મ. અને આમરાજા તેમજ કંડરિક-પુંડરિકનાં દૃષ્ટાંતો દ્વારા પૂરવાર કર્યું કે - પડેલાનો તિરસ્કાર ન કરાય પણ સુયોગ્ય ઉપાયે માર્ગે લવાય. સુવાક્યાત વિવેકહીનની સાહ્યબી બીજાના દુઃખ માટે અને પોતાની દુર્ગતિ માટે છે. ♦ ગમે તેમ બોલી નાખે તે બળવાન નથી. ♦ વાતવાતમાં રુએ, બૂમાબૂમ કરે એ અવિવેકી. ♦ સમ્યગ્દષ્ટિના રોવામાં, હસવામાં, બધી ક્રિયામાં સગુણ સિવાય કાંઈ નીકળે જ નહિ. ૦ પેટના ખાડાની વાત કરી ધર્મની અવગણના કરશો તો એ ખાડો વધારે મોટો થશે. ♦ જ્યારથી ધર્મ પર ઘા પડવા શરુ થયા ત્યારથી દુઃખ આવવા લાગ્યાં. ♦ દોષો સાંભળીને તજ્યા વિના ગુણો આવશે પણ નહિ, કદાચ હશે તો વધશે તો નહિ પણ દીપશે પણ નહિ અને હશે તે પણ નાશ પામશે. • તોડવાની બુદ્ધિથી નિયમ લે અને તોડે, એ તો પ્રપંચી અને મહાપાપી છે. ♦ એકને બદલે અનેકનો ઉદ્ધાર કરવાની વૃત્તિ એ શિષ્યલોભ નથી, પણ ‘હું અનેકનો ગુરુ કહેવાઉં’ એ ભાવનામાં શિષ્યલોભ છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૮ઃ પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય : દ્રવ્યઅંધ અને ભાવઅંધ : અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે આ જગતનાં પ્રાણીઓ અંધ છે અને અંધકારમાં પડેલાં છે. એ અંધતા બે પ્રકારની છે. ચક્ષુનો અભાવ તે દ્રવ્યઅંધતા અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગ તે ભાવઅંધતા. ચક્ષુ વિનાના દ્રવ્યઅંધ અને વિવેક વિનાના તે ભાવ અંધ. કેટલાક એકલા દ્રવ્યઅંધ જ હોય, કેટલાક એકલા ભાવઅંધ જ હોય તો કેટલાક બેય રીતે અંધ હોય છે. ચક્ષુ વિનાના અંધ ઘણા સારા. એ પોતાની જાતને આંધળા માને, કોઈના વાળ્યા વળે, પોતે કહે કે “ભાઈ ! હું દેખતો નથી,' કોઈ દોરી જાય તેમ જાય, પણ વિવેક વિનાના આંધળા તો પોતાને આંધળા માને જ નહિ, કોઈની શિખામણ પણ માને નહિ તો કોઈના દોર્યા તો જાય જ શાના ? વિવેકહીન સૌથી ભયંકર છે. સૂર્યના પ્રકાશમાં પણ એ જોઈ ન શકે. સૂર્યના પ્રકાશમાં પણ જમીન પર જંતુને જોઈ પગ મૂકે, પાપને પાપ ન માને, અવિરતિમાં મજા માને, પ્રમાદ અને કષાયમાં કાંઈ ખોટું છે એવું ન માને, મન-વચનકાયાની સ્વચ્છંદ ચેષ્ટામાં મહાલે, એમાં જ આત્માનો ઉદય માની વર્ચે જાય. વિવેકહીન આંધળાની આ દશા છે. ભાવઅંધકારમાં એ ફસેલા છે. વિવેક નથી ત્યાં ભાવઅંધકાર છે ? હવે આપણે ભાવઅંધકારની જ વાત કરીએ. ચક્ષુ વિનાના ભાવઅંધ ન પણ હોય. એકાંતે દ્રવ્યઅંધકાર તો નરકાદિમાં તથા મનુષ્યલોકની બહાર કે જ્યાં સૂર્ય ચંદ્રની ગતિ નથી ત્યાં છે. જ્યાં વિવેક નથી ત્યાં ભાવઅંધકાર નિયમા છે. આથી શાસ્ત્ર કહે છે કે સંસારમાં પડેલા જીવો બહુ દુઃખી છે. ચક્ષરહિત આંધળા જીવો તો યોગ્યની સલાહે ચાલે તો પ્રકાશમાં આવે પણ ખરા, કદી દેખતા થઈને સુખનો અનુભવ પણ કરે, પણ વિવેકહીનને એ લાભ ન થાય. એ દુઃખમાં પણ સુખ માને તે વાત જુદી. ભાવઅંધકારમાં પડેલા જીવો દુઃખી જ છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ –– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 18 અવિવેકી વિવેકી બની શકે છે : સભાઃ અવિવેકી વિવેકી ન બને ? અવિવેકીને વિવેકી બનાવવા માટે તો આ બધી મહેનત છે. જો અવિવેકી વિવેકી બનતા જ ન હોત તો આ મહેનત જ ન હોત. નહિ સમજનાર કદી નહિ જ સમજે એમ માનવાને કારણ નથી. માટે એની પાસે સારી સામગ્રી ધરવામાં હરકત નથી. ઘોર મિથ્યાદૃષ્ટિઓની ઘણી વસતિ છતાં એ ગામમાં રહેલા થોડા પણ જૈનો એવું જિનમંદિર બંધાવે કે જેથી બધાની દૃષ્ટિ ત્યાં ખેંચાય. જો ખોટા સારા ન જ થાય એમ હોત તો એ મંદિર ભોંયરામાં જ ન બનાવત ! બિચારા દેખીને બળતરા ન કરે માટે બહાર દેરાં ન કરત, પણ એ મંદિર દેખીને જેમ બળનારા છે તેમ પામનારા પણ છે, કે જેથી એ અનંત દુઃખથી છૂટીને અનંત સુખ પામે. ભવ્યઅભવ્યની પરીક્ષા : સભા : અભવ્યની ઓળખાણ કઈ ? એ જ્ઞાની કહી શકે. આપણાથી કોઈને નિશ્ચયથી અભવ્ય કે દુર્ભ ન કહી શકાય, તેની કાર્યવાહી પરથી અભવ્ય જેવો કહીએ એ વાત જુદી. પોતાની જાતને ભવ્ય કે અભવ્ય તરીકે ઓળખવા માટે શાસ્ત્ર એક પરીક્ષા કહી છે. ભવ્યઅભવ્યનું વર્ણન સાંભળી, પોતાની જાત માટે જેને વિચાર આવે કે “હું ભવ્ય હોઈશ કે અભવ્ય ? હું અભવ્ય તો નહિ હોઉં ને? મારો મોક્ષ થશે કે નહી તેને નિયમા ભવ્ય જાણવો. જે અભવ્ય હોય તેને “મારી મુક્તિ છે કે નહિ' એવો વિચાર ક્યારેય આવતો નથી, આ તો જાતની પરીક્ષા માટે ઉપાય છે પણ પારકા માટે તો નિશ્ચયથી જ્ઞાની જ કહી શકે. અભવ્યો ક્રિયા તો ભવ્યથી પણ વધી જાય એવી કરે કે જેથી ગીતાર્થો પણ અનુભવીને પરખી શકતા નથી. વિવેકહીન આત્માઓની સંસારમાં ભયંકર દુર્દશા છે. વિવેક આવે તો બધું સફળ ઃ સંસાર ચાલે છે અવિવેક પર. બધું દુઃખ જ અવિવેકનું છે. આત્માને એકેંદ્રિયાદિ અવસ્થામાં જવાનું, ઊંચાનીચાં સ્થાનોમાં ઉત્પન્ન થવાનું, તીવ્ર કે મંદ દુઃખો કાયમ ભોગવવાનાં, મનુષ્યભવમાં અનેક રોગોથી રિબાવાનું, આવી આ સંસારની દશા છે. આ સંસારસામ્રાજ્યમાં બળિયાના બે ભાગ છે. દુનિયામાં Page #141 -------------------------------------------------------------------------- ________________ 4 - પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય - ૧૨૪ હંમેશાં ફાવે બળવાન. અને બળિયો મોટે ભાગે નિર્બળને મારવાની જ પેરવીમાં હોય. બળિયો બળનો સાચો ઉપયોગ ક્યાં થાય એ જાણતો જ નથી. વિવેકહીન બધી સામગ્રીને ઊંધા રૂપે જ પરિણમાવે. વિવેકહીનની સાહ્યબી બીજાના દુઃખ માટે અને પોતાની દુર્ગતિ માટે છે. વિવેકહીનનું બળ બીજાના નુકસાન માટે તથા પોતાની દુર્ગતિ માટે છે. વિવેકહીનતા ભયંકર છે. પણ વિવેકહીનને ભયંકર માની એનો તિરસ્કાર કરવાનો નથી, પણ એની અનુકંપા ચિંતવવાની છે, કે એનામાં જો એક વિવેક આવી જાય તો એની બધી સામગ્રી સફળ થઈ જાય. એક વિવેક આવે તો નાશક ચીજો પણ ઉદય કરનારી થાય. તેથી જ્ઞાનીનાં કથન સમજી એનામાંથી અવિવેક જાય ને વિવેક આવે તો સારું, એવી અનુકંપા ચિંતવવાની છે. વિવેક વિના સાચું સત્ત્વ આવતું નથી. બૂમો મારવી, ગાળો દેવી, મારામારી કરવી, એલફેલ બોલવું એ સત્ત્વ નથી. 1833 સૈનિક એટલે કૂદી પડનાર અને સેનાપતિ એટલે નિયમસર કુદાવનાર. એકલા કૂદી પડનારથી વિજય ન થાય. એક સેનાપતિ વિના આખી સેના નકામી. જીતને સ્થાને હાર થઈ જાય. છતે સૈનિકે ઘણા રાજાઓ હાર્યા તે સેનાપતિની ખામીથી. વિવેકી પોતાના બળને સુવ્યવસ્થિત બનાવે. ગમે તેમ બોલી નાખે તે બળવાન નથી. શાસ્ત્રે કહ્યું કે બોલે નહિ પણ કરી બતાવે તે સાધુ. અસાધુ બોલે ઘણું પણ કરે કાંઈ નહિ. કેવળ બોલનારા મુક્તિ ન સાધી શકે. ‘હું આવો’ એવું પરાક્રમી બોલે જ નહિ. એનું લક્ષ્ય તો કાર્ય સન્મુખ હોય. સાધુપુરુષે આરંભેલા કાર્યની ખબર પણ ઘણાને ફળ આવે ત્યારે પડે. આ દશા ક્યારે બને ? વિવેકદીપક પ્રગટે ત્યારે. સમ્યગ્દષ્ટિ એટલે જગતનો દીવો. એના સહવાસમાં આવનારો પણ પામી જાય. હારી જનારો પણ કોઈ આવી જાય તો વાત જુદી. ૧૨૫ વિવેકી રુએ તે પણ જુદું : સમ્યગ્દષ્ટિ એવા સત્ત્વવાન હોય કે એ ગમે તેવા સંયાગોમાં પણ મૂંઝાય નહિ, કંપે નહિ. એની પ્રસન્નતામાં ખામી નહિ. વાતવાતમાં રુએ, બૂમાબૂમ કરે એ અવિવેકી. વિવેકી રુએ તે પણ જુદું. ભગવાન ગૌતમસ્વામી એવું રોયા કે એમાંથી કેવળજ્ઞાન પેદા થયું. મિથ્યાદ્દષ્ટિઓના તો રોવામાં પણ કેવળજ્ઞાનનો પણ નાશ થાય છે. સમ્યગ્દષ્ટિના રોવામાં, હસવામાં, બધી ક્રિયામાં સદ્ગુણ સિવાય કાંઈ નીકળે જ નહિ. આપણો શોક, આપણો આનંદ એ બધું ભયંકર. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ – – 18% આવી દશા છતાં કોઈ કઠિન શબ્દ કહેવાઈ જાય તો ખોટું લાગતાં વાર નહિ. દશા તો એવી છે કે બાંધીને ઓરડામાં પૂરવા પડે. આજના ધર્મીને ખુલ્લા મૂકવામાં જોખમ છે. અહીંથી બહાર જઈને કહે કે “મહારાજે અમને આવી ઉપમા આપી. પણ અહીં સામે બોલો ને !” શ્રી જિનેશ્વરદેવની રોજ સેવા કરે, છતાં વૈરાગ્યનો છાંટો પણ ન સ્પર્શ, વિષયવાસના ન ઘટે, વિષયવાસના વખતે દેવ-ગુરુ-ધર્મ ભુલાઈ જાય તો એવા જીવને શ્વાનની ઉપમા આપી છે. એ અપાયેલી જ છે અને એના કપાળે ચોંટેલી જ છે. હું તો અહીં એટલા માટે યાદ કરાવું છું કે જેથી એ વહેલી ભૂંસાઈ જાય. જાત પર નિયત થયેલા અનુચિત આક્ષેપો ભૂંસવા માટે યાદ કરાવું છું, વધારવા માટે નહિ. દીકરાને બાપ કહે કે તારા મોં પર ડાઘ છે, તો તે સાફ કરવા માટે કહે છે. એમાં છોકરો ગુસ્સો કરે તો એ મૂર્ખ છે. વિષયાધાનની હાલત કૂતરા જેવી છે : શાસ્ત્રકારોએ જે ઉપમા આપી છે તે એટલા માટે કે જેથી સાંભળનાર ધર્મ પામે અને એ ઉપમા ભૂંસવાના પ્રયત્ન કરે. મુસાફરીએ જનારને ઘરનાઓ યાદ કરાવે છે કે “અમુક લીધું ? અમુક મૂક્યું ?' વગેરે, જે એટલા માટે કે જનારો રસ્તામાં હેરાન ન થાય, એને તકલીફ ન પડે. હું પણ તમને આ બધું યાદ કરાવું છું કે જેથી મર્યા પછી રિબાઈ ન જાઓ, આ વાત ન બેસે ત્યાં સુધી મારા શબ્દો નહિ ગમે. મીઠા શબ્દો નહિ કહેવાની મેં પ્રતિજ્ઞા કરી છે તેથી હું મીઠા શબ્દો બોલતો નથી. મીઠા શબ્દો સંભળાવનારા તો તમને ઘણા મળ્યા. તમે જેવા હતા તેવા તમને ન ઓળખાવ્યા તેનું તો આ પરિણામ છે. મરતાંયે કપાળે કલંક ચોંટેલું રહે અને દુર્ગતિ થાય ત્યાં સુધી કહે નહિ એ ઉપકારી શાના ? તમને જે વાતો ખટકતી હોય તે અહીં જ બોલો. કહે છે કે “મહારાજે કૂતરાં ભેગાં થયાં છે' એમ અમને કહ્યું, પણ મેં એમ નથી કહ્યું. મેં તો કહ્યું કે વિષયાધીન આત્માઓની હાલત કતરા જેવી છે. જે વિષયાધીન નથી તે તો પુરુષસિંહ છે, એને કૂતરાં કહ્યાં કોણે ? સિંહનો અને કૂતરાનો સ્વભાવ : બેદરકારીથી ચાલનારો થાંભલે ટિચાય અને પછી થાંભલાને મુક્કા મારી ગુસ્સો ઠાલવે એને કેવો કહેવો ? આંખો મીંચીને ચાલ્યો એટલે ટિચાયો, કપાળ Page #143 -------------------------------------------------------------------------- ________________ 1935 – ૮ – પડવાનો ભય. છતાં ચડવું અનિવાર્ય – ૧૨૪ - ૧૨૭ ફૂટ્યું અને હવે મુક્કા મારી હાથ ભાંગે, એ કેવો બુદ્ધિનો નિધાન ? આ સ્વભાવ કૂતરા જેવો ખરો ને ? આ તો કહે છે કે બધાને કુતરા કહ્યા. હું તો કહું છું કે આ સ્વભાવ મનુષ્યનો તો નથી જ, કૂતરાનો છે. આ સ્વભાવ છોડવો તે વિવેકીનું કામ છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે સિંહ બાણ સામે નજર નથી કરતો પણ તીરછી નજરથી બાણની દિશા તરફ જુએ છે અને બાણ ફેંકનારો દેખાય કે સીધી ત્યાં તરાપ મારે છે. બાણને કરડવા જાય તો પ્રાણ ગુમાવે. કૂતરો તો આવેલા પથ્થરને બચકાં ભરે, એમ કરવાથી દાંતમાંથી લોહી નીકળે ત્યારે એ લોહી પોતાનું છતાં પથ્થરનું માની ચાટવા લાગે અને આનંદ પામે, એવી એ મૂર્ખ જાત છે. ડાહ્યો માણસ એવો ન હોય. દુઃખનું નિદાન શોધી લાવો : આજે ફરિયાદ છે કે વેપાર ધંધા નથી, પેટમાં ખાડો છે, તો ધર્મ શી રીતે કરીએ ? હું કહું છું પેટમાં ખાડાની વાત કરી ધર્મની અવગણના કરશો તો એ ખાડો વધારે મોટો થશે. દુઃખનું નિદાન શોધી લાવો. જ્યારથી ધર્મ પર ઘા પડવા શરૂ થયા ત્યારથી દુઃખ આવવા લાગ્યાં. ધર્મ તરફ બેદરકારી વધી તો પરિણામ એ જ આવવાનું છે. નિદાન સુધી પહોંચો નહિ અને વચ્ચે બાથોડિયાં મારો તો પરિણામ શું આવે ? ધર્મી ગણાતાને પણ આજે આ શિખામણના શબ્દો ખટકે છે એનું કારણ શું? કારણ કે એ નિર્વિવેકી બન્યા છે. પોતાની જાતને મહાધર્મી ગણાવી અહીં “હાજી, હાજી' કરી બહાર જુદું બોલે છે, એનું શું થાય ? આવાઓ પાછળ ગમે તેમ બોલે તેની દરકાર નથી. અહીં આવનારનું ભૂંડું ન થાય માટે આટલી સૂચના કરું છું. ભૂલ દેખાશે, ભૂલ સંભળાશે, ભૂલની સંભાવના જણાશે ત્યાં વીણી વીણીને બતાવીશ. હું માનું છું કે મારી પાસે આવનારા પોતાની ભૂલો તથા ખામીઓ તપાસરાવવા તો આવે છે. કલાકોનો ટાઇમ બગાડી અહીં આવનારાઓ એવા મૂર્ખ નથી કે પોતાની ભૂલો સમજવા ન માગતા હોય, એવું હું માનું છું. વિવેકીને શિખામણના શબ્દો કડવા ન લાગે : તમે ભૂલો સમજવાની બુદ્ધિએ અહીં આવો ત્યારે ભૂલો સમજાવવામાં કમી રખાય ? તમે અહીં ગુણ સાંભળવા આવો છો કે દોષ ? દોષો સાંભળીને તજ્યા વિના ગુણો આવશે પણ નહિ, કદાચ હશે તો વધશે તો નહિ પણ દીપશે પણ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો નહિ, અને હશે તે પણ નાશ પામશે. નિર્વિવેકી બધા અભવી કે દુર્ભવી છે એમ ન કહી શકાય. મોહના તીવ્ર ઉદયથી પણ વિવેકવિકલતા આવે. મોહનો તીવ્ર ઉદય ખસે કે વિવેક જાગ્રત થાય. ગોશાળાનો અવિવેક ગયો કે એ તે જ ભવમાં પામી ગયો. તીર્થંકરદેવ પાસે રહેવા છતાં તીર્થંકર દેવને જ કનડે એના જેવો બીજો અવિવેક કર્યો ? અમુક કર્મનો ઉદય કાયમ જ રહે એમ માનવાને કા૨ણ નથી. મનુષ્યલોક તેમાં આર્યદેશ, આર્યકુળ, આર્યજાતિ, તેમાંય શ્રાવકકુળ અને તેમાં પણ શ્રી જિનેશ્વરદેવના ધર્મના સંસ્કાર હોય ત્યાં તો વિવેક સહજ હોય. એ વિવેકીને શિખામણના શબ્દો કડવા ન લાગે માટે જ પંડિત શ્રી વીરવિજયજી મહારાજાએ કહ્યું કે - - ૭ 66 “રીસ કરે દેતાં શિખામણ, તસ ભાગ્યદશા પરવારી જી” બીજાને કદાચ રીસ ચડે પણ વિવેકીને ન ચડે. હું તો કહું છું કે તમને રીસ ચડે તો પણ સારું પણ એય ચડતી નથી. બાપ ઠપકો આપે ને છોકરાને રીસ ચડે ને એ કામ ફરી ન કરે, તો એવી રીસ ખોટી નથી. સાચી રીસ તે કે જે કામ માટે સાંભળવું પડે તે કામ ફરી કરે જ નહિ. આજે તો આવી રીસ પણ ક્યાં છે ? આજ તો કહે કે અમને કહે જ કેમ ? એ રીસ નહિ પણ ગુસ્સો છે. તમારી રીસ, તમારો ગુસ્સો એ બધું જુદું. જ્યાં અવિવેકનું સામ્રાજ્ય ત્યાં સુખનો છાંટો પણ નહિ. અવિવેક જ સંસારમાં રખડાવનાર છે. વિવેક વિનાના આંધળા ઘણા ભયંકર છે. ચક્ષુ વિનાના આંધળા તો કોઈના ટેકા વિના ન ચાલે. વિવેક વિનાના આંધળા તો અંધકારને પ્રકાશ માની આગળ ને આગળ દોડ્યા જાય. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગની એ ચિંતા ન કરે. એને અવિરતિમાં બહુ લહેજત આવે. 1838 આજે અમુક ચીજોનો ઉપભોગ નથી થવાનો છતાં એની પ્રતિજ્ઞા ન કરે. કહે છે કે, નિયમ કરીએ ને ભાંગે તો ? મરવાનું નિશ્ચિત છતાં જન્મ્યા ખરા ને ? જવાનું નિશ્ચિત છતાં મેળવો ખરા ને ? નિસરણી શા માટે છે ? ‘નિયમ ભાંગે તો !' એવી શંકાથી નિયમ ન લે એ કઈ દશા ? લક્ષ્મી જવાની છતાં કેમ લો છો ? નિયમ ભાંગે એ શંકા છતાં ન લે અને લક્ષ્મી જવાની નિશ્ચિત છતાં એ લે. લક્ષ્મી રોવરાવવાની નક્કી તોય લે. ધર્મના નિયમ માટે Page #145 -------------------------------------------------------------------------- ________________ 11 – ૮ – પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય - ૧૨૪ - ૧૨૯ કહે કે એ પળે નહિ, તટે તો પાપના ભાગીદાર થઈએ, માટે લેવા જ નહિ. ત્યાં આ રીતે જ વિચારે છે. પણ પાળનાર કરતાં ભાંગનાર ઘણા નીકળશે એ જ્ઞાની જાણતા હતા. ચડનારા બધા ચડવાના નથી એ પણ જ્ઞાની જાણતા હતા. ઘરનો માલિક નિસરણી બનાવતાં જાણે છે કે આ નિસરણી પરથી છોકરાં ક્યારેક પડવાનાં પણ ખરા, તોય નિસરણી કરે છે ને ? શું એ નિસરણી પાડવા માટે કરે છે ? ના, નિસરણી વિના બીજા માળે જવાય નહિ, માટે કરે છે. ત્યાં સમજણ છે કે એ તો પડાય પણ ખરું પરંતુ નિસરણી વિના ન ચાલે. પડાય છે માટે ચડવું ગેરવાજબી નથી : ચડીને પડે છે માટે ચડવું ગેરવાજબી હોત તો શ્રી જિનેશ્વરદેવો નિયમની વાત કરત ? અનંતજ્ઞાની જાણે છે કે પડનારા નક્કી છે. એક એકડો પાંચસો વાર ભૂંસાય ત્યારે આવડે. પહેલાં તો હાથ આડો જ જાય, સીધો જાય જ નહિ. બે-પાંચ દિવસ તો શિક્ષક કાંઈ કહે જ નહિ, હાથ પકડીને ઘુંટાવે. બાળકનો હાથ પર અંકુશ નથી, બાકી હાથ આડો જાય એમ બાળક ઇચ્છતો નથી. એ એ જ બાળક ધીરે ધીરે એવા અક્ષર કાઢતો થાય કે જાણે મોતીના દાણા જ જોઈ લો. શિક્ષક જાણે છે કે એક એકડો શીખતાં હેરાન કરી નાંખશે છતાં શીખવાડે છે. એકડો શીખતાં, કક્કો શીખતાં, જમીન પર પગ ગોઠવતાં કેટલી મુશ્કેલી પડે છે ? તો અનંતજ્ઞાનીએ કહેલા માર્ગે ચડતાં મુશ્કેલી ન પડે ? એકડો, કક્કો કે ચાલવું એ તો અનાદિકાળના અભ્યાસની વસ્તુ છે છતાં મુશ્કેલી પડે છે, તો આ તો તદ્દન અપરિચિત માટે એમાં પડાય પણ ખરું. પોતે ચડે નહિ અને બીજા ચડવા જતાં પડે એની મશ્કરી કરે તો તો દુર્લભબોધિ બનાય. વેપારી જેટલી અક્કલ અહીં પણ ચલાવો : કોઈ પડે તો કહે કે “જોયું અમે નહોતા કહેતા કે રહેવા દો ચડવું, કઠણ છે, પડી જવાશે.” શાસ્ત્રકાર કહે છે કે આવી વાત કરનારા મિથ્યાદૃષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ કદી આવું ન બોલે. બજારમાં કોઈ દેવાળું કાઢે તો વેપારી એમ જ કહે કે “હોય ભાઈ ! હમણાંની બજાર જ એવી છે.' પોતે મનમાં વિચારે કે મારે પણ સાવધ રહેવું પડશે. એ પેલાને એમ ન કહે કે કેમ, દેવાળું કાઢ્યું ને? શું કામ પેઢી ખોલીને બેઠા ?' વેપારી જેટલી અક્કલ અહીં પણ ચલાવો. કહે છે કે, “બહુ કઠણ છે, લોઢાના ચણા ચાવવાના છે, આ કાંઈ સહેલું નથી.' Page #146 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ જ્ઞાની કહે છે કે સહેલું નથી માટે તો અભ્યાસ પાડવાનું કહેવામાં આવે છે. પક્ષી પણ માળો કેવી રીતે બાંધે છે ? પચાસ વાર ઘાસનાં તરણા લાવે, પડી જાય, પાછાં લાવે પણ થાકે નહિ, ત્યારે માળો બંધાય. એવો બંધાય કે બે પોતે ને બે બચ્ચાં, ચાર અંદર રહે છતાં માળો પડે નહિ. તરણું પડ્યું ને ગુસ્સો કર્યો હોત તો માળો બંધાત ? પક્ષીમાં પણ અક્કલ છે તેટલી માણસમાં નથી ? છે, પણ ધર્મ પ્રત્યે રાગ નથી. એવી સમજ આવી ક્યાંથી ? પડવાની કે જવાની બીકે સારી વસ્તુનો સ્વીકાર ન કરવો એવી સમજ આવી ક્યાંથી ? સારી વસ્તુ આવી અને દુર્ભાગ્યે જતી રહે એ બને પણ એવો ડર રાખી એનો સ્વીકાર જ ન કરવો એવું હોય ? વ્યવહારમાં તો સારી વસ્તુ આવીને જાય પણ છે છતાં એને લેવા તનતોડ પ્રયત્ન કરો છો ને ? લાખ આવીને ગયા પણ જે પાંચ-દસ વરસ ભોગવ્યાં, મોટ૨માં ફર્યા, એ સ્વાદ ગયો ? ખાવાથી અજીર્ણ થાય છે માટે ન ખાધું એ બન્યું ? અહીં તો પડવાના ભયે ચડવું નહિ એ નક્કી કર્યું. શાસ્ત્ર કહે છે કે આ નિયમ જો રૂઢ થાય તો શું થાય ? એક આત્મા ધર્મ લેવા આવે, એને કહેવામાં આવે કે ધર્મ લઈને પાળવો ભયંકર કઠિન છે, કોઈ વિરલાનું જ એ કામ, તારા જેવાનું કામ નહિ.' આ સાંભળી પેલો ૨વાના થઈ જાય, એ માને કે મહારાજ પણ ભયંકર કઠિન કહે છે, માટે નક્કી કરે કે આપણાથી એ ન બને. શાસ્ત્રકાર કહે છે કે પોતાની પાસે આવનારને આવું કહેનાર એ પાપોપદેશક છે, ઘોર પાપાત્મા છે. બચ્ચું ચાલવાનું શરુ કરે ત્યારે પચીસ-પચાસ વાર પડે છે. મા જાણે છે કે એ પડશે જ. છતાં ‘કાંઈ નહીં’ એમ કરીને પડવા દે છે અને ધીરે ધીરે ચાલતું કરે છે. ‘પડી જશે’ એવી બીક રાખી બેસાડી રાખે તો ? બાળકની ચાલવાની ઇચ્છા હતી ? કેડે બેસતો બંધ કરવા કેટલી વાર રોવડાવવો પડે છે ? ધર્મ લેવા આવનારને કહીએ કે ‘તારું કામ નહિ,’ તો એને તો એટલું જ જોઈતું હતું, એને ફાવતું આવી ગયું. એને પહેલાં તો ધર્મની ઉત્તમતા સમજાવાય, આ બધું ખોટું છે એમ જણાવાય, પછી ધર્મ અપાય, ત્યાર પછી કહેવાય કે ‘જો ! લીધો એ બહુ સારું કર્યું પણ હવે લીધો છે તો બરાબર પાળજે. આ લીધેલો નિયમ તૂટે તો બહુ ભયંકર નુકસાન થાય. એમ વસ્તુ આપ્યા પછી કહેવાય. ૧૩૦ ... 1838 Page #147 -------------------------------------------------------------------------- ________________ 18૩૭ – – ૮ – પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય - ૧૨૪ –– ૧૩૧ ફસાવ્યો ક્યારે કહેવાય? સભા: એ તો ફસાવ્યો કહેવાય. ધર્મ એ ખરાબ પરિણામવાળી ચીજ હોત તો જરુર એમ કહેવાત. દુશ્મન મહેમાનગતિ કરવાના બહાને ઘરમાં લઈ જઈ ખાડામાં ઉતારે તો ફસાવ્યો એમ કહેવાય. બાળકના હાથમાં પતાસું આવે, મીઠું લાગે પછી એ મૂકે ? નાના બાળકને ‘ભણ્યા વિના ન ચાલે' એમ સમજાવવા ન બેસાય. એ તો સામું કહે કે રમ્યા વિના ન ચાલે.' બાળકને તો કહેવાય કે આ પતાસું લે અને ભણવા જા, નહિ જાય તો માર ખાવો પડશે. એ બાળક ત્યારે પરાણે ભણવા જાય પણ થોડા દિવસ પછી એ એવો બને કે ટાઇમસર જાય, જરા મોડું થાય તો એને ન પાલવે. પછી એને સમજાવાય કે ભણવાથી તો બહુ લાભ. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર : કઠિન ચીજો એક વાર તો હાથમાં મૂકવી જ પડે, પછી એની કઠિનતા બતાવાય. પહેલાં જ કઠિનતા બતાવવા જાય તો પેલો લેતાં જ અટકે. તોડવાની બુદ્ધિથી નિયમ લે અને તોડે, એ તો પ્રપંચી અને મહાપાપી છે, પણ નિયમ લેતી વખતે ઉત્તમ ભાવના હોય, સાચવવાની કાળજી હોય છતાં ખસી જવાય, તેને શાસ્ત્રકાર મહાપાપી નથી કહેતાં. તદ્દન નિયમ નહિ લેનારમાં તો અવિરતિનું મહાપાપ બેઠેલું જ છે. છોડેલી વસ્તુ ભોગવવાની ઇચ્છા માત્રથી શાસ્ત્ર નિયમભંગ નથી કહેતું. જે વસ્તુ ખાવાનો નિષેધ કર્યો, તે ખાવાની ઇચ્છા એ અતિક્રમ, એ ચીજ લેવા જાય તે વ્યતિક્રમ, હાથમાં લે ને મોંમાં મૂકવા જાય ત્યાં સુધી અતિચાર, મોંમાં નાંખતાં ત્રાસ છૂટે અને ઘૂંકી નાંખે તો પણ અતિચાર અને આનંદથી ખાય તો અનાચાર અને ત્યાં વ્રતનો ભંગ. વિવેક વિના સર્વ આવતું નથી : શાસ્ત્રકારો જાણતા હતા કે વિચાર માત્રથી નિયમભંગ થાય તો નિયમ પાળે કોણ ? વસ્તુ છોડવાનો જેમ જેમ અભ્યાસ થશે તેમ તેમ વિચારો બંધ થશે. વિચાર કાંઈ એમ ને એમ રોકાવાના છે ? જૈનશાસનનાં પ્રાયશ્ચિત્ત જુદાં, વિધિ જુદી, અતિચાર જુદા - એ બધું લોકોત્તર છે. બધા એકદમ નિયમ પાળે એમ જ્ઞાની નથી માનતા. શ્રીમંતાઈ ગયા પછી પણ માણસ ગર્ભશ્રીમંત કહેવાય છે. એ ખાનદાન રહ્યો હોય તો શ્રીમંતાઈના અભાવમાં પણ લોક એને Page #148 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ શેઠ કહે છે, નાગો થાય ને ન કહે એ વાત જુદી. સ્વભાવ ખાનદાન ન હોય તો નહિ પામેલા કદાચ ઋદ્ધિસિદ્ધિ પામે તોય મહાદરિદ્રી કહેવાય. ભયથી જેઓ નિયમ લેવા તૈયાર નથી તેઓ તો મહાદરિદ્રી છે. નિસરણીનાંદશ પગથિયાં જોઈને જ ‘મારાથી નહિ ચડાય' કહીને બેસી જાય એ કેવો ? ગળિયો બળદ, પરંતુ ‘કેમ નહિ ચડાય ?' એ ભાવનાવાળો આત્મા સત્ત્વશાળી, ધર્મ માટે ‘કેમ ન થાય ? કરવું એ ફરજ છે.' એવી ભાવનામાં સત્ત્વ છે. વિવેક વિના સત્ત્વ નથી આવતું. ૧૩૨ બપ્પભટ્ટીસૂરિજી અને આમરાજા : ગાંધર્વો ખેલ બતાવવા આવ્યા હતા, એમાંની એક નીચ જાતિની સ્ત્રીના રૂપરંગથી આમરાજા મોહ પામ્યો. પ્રજામાં કલંકિત ન બનાય માટે નગરની બહાર એક મહેલ બંધાવ્યો, જેથી ત્યાં રહીને એની સાથે કામભોગ થાય. મંત્રી તથા સામંતોએ રાજાને ઘણા સમજાવ્યો પણ રાજા ન માન્યો. અંતે એ બધાએ શ્રી બપ્પભટ્ટીસૂરિજીને વાત કરી કે રાજાની આ હાલત છે, હવે તો આપ સમજાવો અને સમજે તો સારું. શ્રી બપ્પભટ્ટીજી તે નવા બંધાતા મહેલના ભારવટિયા પર એક શ્લોક લખી આવ્યા. शैत्यं नाम गुणस्तवैव तदनु स्वाभाविकी स्वच्छता, किं ब्रूमः शुचितां व्रजन्त्यशुचयः सङ्गेन यस्यापरे । किं वातः परमस्ति ते स्तुतिपदं त्वं जीवितं देहिनां, त्वं चेन्नीचपदेन गच्छसि पयः केस्त्वां निषेद्धुं क्षमः ।। 1840 प्रभावकचरित्र | “રે પાણી ! શીતળતા તારો ગુણ છે. તે પછી તારામાં સ્વાભાવિક સ્વચ્છતા છે વધુ શું કહીએ ? જેના સંગથી અપવિત્ર પદાર્થો પણ પવિત્ર બને છે. સર્વ જીવોનું તું જીવન છે. આથી વધારે તારી સ્તુતિનું કયું પદ છે ? આમ છતાં જો તું નીચા રસ્તે જાય છે તો તને રોકવા કોણ સમર્થ છે ?” શ્લોકનો સાર એ હતો કે પાણી સ્વભાવે નિર્મળ છે, બીજાને નિર્મળ કરનાર છે પણ એનામાં દુર્ગુણ એક જ છે કે જ્યાં ઢાળ હોય ત્યાં ઢળે, રાજા જે દિવસે મહેલમાં પહેલો જ પ્રવેશ કરવાનો હતો તે જ દિવસે એણે આ શ્લોક વાંચ્યો. પાણીને ઉદ્દેશીને કહેવાયેલી આ વાત એને પણ એટલી જ લાગુ પડતી હતી Page #149 -------------------------------------------------------------------------- ________________ 1941 - ૮ - પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય - ૧૨૪ –– ૧૩૩ એટલે આ શ્લોક વાંચીને એ ચોંક્યો, આત્મા જાગ્રત થયો, પૂછ્યું કે આ કોણે લખ્યું ? જાણ્યું કે શ્રી બપ્પભટ્ટસૂરિજીએ. તરત થયું કે એ મહાપુરુષ સિવાય આવો ઉપકાર કોણ કરે ? રાજા ત્યાંથી પાછો ફર્યો. એને ખેદ થયો. પ્રાયશ્ચિત્ત માટે એના બધા ધર્મગુરુઓને ભેગા કર્યા. મૂર્ખના પ્રાયશ્ચિત્ત પણ કેવાં ? પેલાઓએ પ્રાયશ્ચિત્ત આપ્યું કે સ્ત્રીભોગની અભિલાષા થઈ માટે તપાવેલી લોઢાની પૂતળી સાથે આલિંગન કરવું. રાજા તો એમ કરવા તૈયાર થયો. મંત્રીઓ કહે, “મહારાજા ! આમ ન થાય.” પણ રાજા તો પાપ ધોવા તૈયાર થયો હતો, એ હવે માને ? મંત્રીઓ પાછા ગયા શ્રી બપ્પભટ્ટીજી પાસે જઈને અથેતિ વાત કરી. શ્રી બપ્પભટ્ટીજીએ કહ્યું કે ગાંડાના ગુરુ પણ ગાંડા હોય. પાપની શુદ્ધિ કાંઈ સળગવાથી ન થાય. સળગી મરવાથી ભાવનાની શુદ્ધિ ક્યાંથી આવવાની હતી ? મંત્રીઓને કહ્યું – ફિકર ન કરો, અવસરે હું ત્યાં આવીશ. પાપનું પ્રાયશ્ચિત્ત : અવસરે સ્થાને આવીને ઊભા રહ્યા. પ્રાયશ્ચિત્ત આપનાર ગુરુએ રાજાને વેગપૂર્વક દોડી લોઢાની તપાવેલી પૂતળીને ભેટવા કહ્યું. રાજા પણ દોડ્યો. જેવો નજીક આવ્યો કે શ્રી બપ્પભટ્ટસૂરિજીએ કાંડું પકડ્યું અને કહ્યું કે “રાજનું ! પ્રાયશ્ચિત્ત પૂરું થયું. પૂછ તારા ગુરુને - પાપ તેટલું પ્રાયશ્ચિત્ત હોય ને ? તે સ્ત્રીને શું તેં આલિંગન કર્યું હતું ?' ત્યાં તો લોકોમાંથી અવાજ આવ્યો “સાચી વાત - બરાબર છે' વગેરે, વગેરે. આ ક્યારે બને ? શાસ્ત્રનો મર્મ હાથમાં આવે ત્યારે. પછી બધાની વચ્ચે શ્રી બપ્પભટ્ટસૂરિજીએ કહ્યું કે, “રાજનું ! બળી મરવાથી શદ્ધિ ન થાય. એ તો આત્મઘાત કહેવાય. આવું પ્રાયશ્ચિત્ત કોણે બતાવ્યું?' બધા ગુરુઓનાં મોઢાં શ્યામ થયાં. પડેલાને પાટું ન મરાય : જૈનશાસનમાં પાપની તથા પાપના પ્રાયશ્ચિત્તની વ્યાખ્યા જુદી છે. આજે તો કહે છે કે પડવાની બીકે ચડવું જ નહિ, અને પડી જાય તેની નિંદા-મશ્કરી કરવી. પચાસ ચડવા જાય તેમાં પાંચ પડે તો પાંચના પ્રસંગને ગીધની જેમ ચૂંથે. હમણાં કહેશે કે “મહારાજે અમને ગીધ કહ્યા.' એક પણ મડદું દેખે કે ગીધ એને ન છોડે. હજારો ચડેલા, ચડતા, પ્રભુમાર્ગને આરાધતા એને ન દેખાય, પણ એક મડદું દેખાય કે ચૂંથવા લાગે. એ કોણ કરે ? ગીધ, હજારો ધર્મ આરાધે એનાં Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - ૧૭ માન-સન્માન કરવાનું, એમની સેવાભક્તિ કરવાનું, એમનાં ગુણગાન ગાવાનું એ હીણભાગીને ન સૂઝે પણ કર્મોદયે કોઈ ગબડે તો એ ગબડેલાના મડદાને ચૂંથવાનું ગીધની માફક એને આવડે છે. ત્યાં એને એમ નથી થતું કે બિચારો પડી ગયો. પહેલાની મશ્કરી હોય ? ક્ષત્રિય બચ્ચો પડેલાને પાટુ મારે ? પડેલાની નિંદા ન હોય પણ ત્યાં જઈને ન ચડેલા તો એ પડેલાને એમ કહે કે “ભાઈ ! તું તો ધન્ય છે કે સ્વાદ ચાખી આવ્યો, અમે તો પામ્યા જ નહિ, ઘણા જ કમનસીબ, પણ તારા જેવાને પડવું ન પાલવે.” આમ બોલે તો પડેલો પણ નીચું જુએ. પુંડરિક અને કંડરિક : કંડરિક સંયમ મૂકીને આવ્યો. પુંડરિકની ના છતાં સંયમ લીધું હતું. ભગ્ન પરિણામ થયાં. પતિત થયો. પાછો આવ્યો. પુંડરિકે સમજાવ્યો પણ ન માન્યો. નગર બહાર જઈને બધાં ઉપકરણો ઝાડ પર લટકાવ્યાં. લોકોએ જઈને રાજા પુંડરિકને વાત કરી. પુંડરિક ત્યાં ગયો. મુનિને પ્રદક્ષિણા કરી. પગે લાગીને કહે છે કે “ધન્ય છે મહાભાગ ! પામેલું હાર નહિ. માન, સમજ.' પણ એ ન સમજ્યો. એટલે પુંડરિકે એના સંયમનાં ઉપકરણો પોતે ધારણ કર્યા. મુદ્દો એ છે કે પુંડરિકે પણ કંડરિકનો તિરસ્કાર ન કર્યો. વિવેકીની દશા જુદી છે : જે સંયમ પામ્યા નથી એના તો એકડા જ નક્કી નથી. જ્યારે ભગવાન ગૌતમસ્વામીએ પ્રતિબોધેલો ખેડૂત સંયમ લઈ ભગવાનને જોઈ તરત ભાગી ગયો, એના માટે ભગવાને કહ્યું કે, “એ પામી ગયો.” ચડીને કર્મવશ પડે એના કરતાં નહીં ચડનારા ઊતરતા છે. જેઓ પડવાની બીક બતાવી ન ચડવું એમ કહે છે તેઓ ઘોર મિથ્યાત્વના પ્રચારક, પાપોપદેશક છે. આ બધું વિવેકહીન માટે કહેવાય છે. વિવેકી આત્માની દશા જુદી છે. વિવેક આવે એટલે ધૂનન શરુ થાય. વિવેકી તજવા યોગ્ય તજવાનો પ્રયત્ન કરે. લોભ આવે ત્યાં નીતિ જાય ? સાધુ પણ સ્વાર્થભાવનાથી દીક્ષા આપે તો પાપ છે. ખોટી વાતના બચાવમાં જરા પણ ઊતરવું નહિ. કેવળ પરના ઉદ્ધારની વાત હોવી જોઈએ, ત્યાં પોતાનો સ્વાર્થ સાધવાની વૃત્તિ એ નીચતા છે. લોભ આવે ત્યાં નીતિ જાય. એકને બદલે અનેકનો ઉદ્ધાર કરવાની વૃત્તિ એ શિષ્યલોભ નથી, પણ “હું અનેકનો ગુરુ Page #151 -------------------------------------------------------------------------- ________________ 194s ૮ - પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય – ૧૨૪ – ૧૩૫ કહેવાઉં” એ ભાવનામાં શિષ્યલોભ છે. પારકાના ઉદ્ધાર માટે કરાતી ક્રિયા એ લોભ નથી. અમારે એવો બચાવ નથી કરવો કે જેથી અમારા ઘરમાં જ આગ લાગે. દોષ હોય એની ના નહિ પણ શાસ્ત્ર કહે છે કે દોષવાન પણ દોષને ટાળવા પ્રયત્ન કરે, દોષની જાહેરાત કરે, દોષ છુપાવે નહિ, દોષને વખાણે નહિ, દોષ વધારવાના પ્રયત્ન ન કરે. આજે જે શ્રાવકો શિષ્યલોભનો આક્ષેપ કરે છે તે કોઈકને માટે કદાચિત સાચો પણ ગણાય. પાંચ આંગળી સરખી હોતી નથી. માટે એ આક્ષેપ આક્ષેપ નથી. જૈનશાસનમાં તો વિધિ છે કે હજારો શિષ્યો છતાં ગુરુતા ન હોય તો ગુરુ નરકે જાય અને શિષ્ય વગરનો જો એકલો પણ શુદ્ધ સંયમી હોય તો કેવળજ્ઞાન પામે. શિષ્યો કેવળજ્ઞાન પમાડતા નથી અને શિષ્યો વિના કેવળજ્ઞાન અટકતું નથી. હાલના આક્ષેપો નિંદકવૃત્તિને આભારી છે ? હજારો, લાખો શિષ્યના ગુરુએ પણ પશુ પંડગ વર્જિત સ્થાનમાં રહેવાનું છે. એ જ ઉઘાડે માથે અને ઉઘાડે પગે વિચરવાનું છે. એમ તો નથી કે હજારો, લાખો શિષ્યના ગુરુને ગાદી મળે, એટલે શિષ્યના લોભનો સંભવ ઓછો છતાં કદાચ એ દોષ આવે તો તત્કાલ સુધારવા જેવો. પરના કલ્યાણની દૃષ્ટિએ સંયમ આપવામાં વાંધો નથી. “સંસાર અસાર છે” એટલું સામાને લાગે એટલી યોગ્યતા એનામાં જોવી જોઈએ. હાલના આક્ષેપો તો નિંદકવૃત્તિને આભારી છે. છોકરાની વહુના અનાચાર બેંડ વગાડીને જાહેર ન કરાય. છાપામાં મોટા મોટા અક્ષરે ન ચિતરાવાય. જો સસરો સમજદાર હોય તો એવું ન કરે. સાસુ-સસરો તો માબાપ જેવાં કહેવાય. જો એ એવું કરે તો પહેલાં તો પોતાની જ ભવાઈ થાય. ફલાણાના દીકરાની વહુ' એટલે તરત પોતાનું જ નામ આવે, પણ નિર્લજ્જ બને એને ભવાઈનું ભાન ન હોય. એટલે ડહાપણ એ છે કે સડે ત્યાંથી કાપવું. તમારાં કે મારાં પરિણામ ખરાબ થાય ત્યાં કાતર મૂકવી એમાં નિષેધ નથી પણ ભવાઈ ન થાય. વિવેકહીન અવસ્થાની આ બધી ધમાલ છે. અહીં ધૂનનની વાત ક્રમસર કરવાની છે તે હવે પછી - Page #152 -------------------------------------------------------------------------- ________________ ૯ : સેવા કરવાની, પણ કોની ? 125 J-122 વિ. સં. ૧૯૮૬ માગસર સુદ-૭ બુધવાર તા. ૪-૧૨-૧૯૨૯ • ઉદયને આધીન ન થાઓઃ • સંસારમાં પણ એવાં દુઃખ તો આવે છે: • વારંવાર દુઃખની વાત કેમ ? સડો પેસે કે તરત કાપવો જોઈએ ? • મરનાર કરતાં મારનાર નબળો છે : • કીમતી વસ્તુના રક્ષણ માટે વાડ જોઈએ : ૦ પ્રમાદીને સાવધ કરવાના છે : • પાપને સારું માને તેને અહીં સ્થાન નથી : • સંસારને કોઈએ સુરતરુ ન કહ્યો : • સામાચારીની ભિન્નતા દેખી મૂંઝાવું નહિ : • ધર્મક્રિયામાં પણ પુદ્ગલસેવા વધારે થાય છે : : રત્નત્રયી એ જ મોક્ષ માર્ગ : ૦ આસક્તિ દુઃખને દુઃખ લાગવા દેતી નથી : • ઉદારતામાં ઉડાઉગીરી આવે તે ન ચાલે : • - તો લોકો ધર્મ તો માગતા આવે : વિષયઃ સદુપુરા ગંતવો... સૂત્રની વિચારણા. પ્રાંતે ગચ્છ વ્યવસ્થાનો હેતુ. જીવોને નિર્વેદ પેદા થાય અને સંયમમાં અપ્રમત્ત બની અન્ય જીવોની હિંસાથી એ અટકે, એ હેતુથી શાસ્ત્રકારે વારંવાર સંસારી જીવોના દુઃખોનું વર્ણન કર્યું છે. ધૂતાધ્યયનના પહેલા ઉદ્દેશાના ત્રીજા સૂત્રની વિચારણા આ પ્રવચનમાં આગળ વધી છે. સર્વત્ર મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તે છે. નબળાને સબળો મારે છે. સર્વત્ર ભય છે. નિર્ભય તો ધમાં જ છે. માટે ધર્મની જરૂ૨. સંસારની જરૂર પડે તોય એ સારો નહિ જ. આ બધી વાત કર્યા બાદ સંસારનાં દુઃખો પણ આસક્તિવશ દુઃખ લાગતાં નથી. એ જો દુઃખરૂપ લાગે તો જીવ ધર્મ માગતા આવે. વસ્તુ જેટલી કિંમતી તેટલી રક્ષણની જરૂર. ધર્મ કિંમતી માટે તેની રક્ષા કરવી અનિવાર્ય. ગચ્છા વ્યવસ્થા સામાન્ય મતભેદો નભાવવા માટે છે. સિદ્ધાંતનો ભેદ માન્ય ન રખાય વગેરે બાબતોને ખૂબ જ સારી રીતે સમજાવેલ છે. મુવાક્યાતૃd. • બચવું હોય તો કર્મના ઉદય વખતે સાવધ થાઓ. ઉદયને આધીન ન થાઓ. આધીન થનાર ગબડે, સ્વાધીન રહેનાર બચે. ૦ આત્માના ભલા માટે વારંવાર એકની એક વાત કહેવા છતાં પુનરુક્તિ દોષ લાગતો નથી. • મરનાર કરતાં મારનાર વધુ નબળો છે. મારનાર મારવાની ભાવનાથી પહેલાં તો પોતે જ મરાય છે, પછી બીજાને મારે છે. • પોતાનું સાચું સાબિત કરવા મથનારા સાચું-ખોટું ન જૂએ. ૦ શક્તિ સંપન્ન આત્મા નવકારવાળી ગણવા બેસી જાય, હાથ જોડે અને શાસન પર આફત આવવા દે, તો એ ગુનો છે. • ધર્મ સારો છે તો એને શી આંચ આવવાની છે ? એમ માની એનું રક્ષણ ન કરે તે લૂંટાય. • રત્નત્રયી એ જ મોક્ષમાર્ગ, એ સિવાય બીજું કાંઈ ઇચ્છાય નહિ. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૯ઃ સેવા કરવાની, પણ કોની ? સંસારી જીવોની સ્થિતિ : અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા ફરમાવે છે કે, આ સંસારનાં પ્રાણીઓ અંધ છે અને પાછા અંધકારમાં પડેલાં છે. એને લઈને તેઓ અનેક પ્રકારની વેદનાઓ ભોગવે છે. વિવેકહીન હોવાથી સાચી વસ્તુ સમજી શકતાં નથી. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગમાં એવા ગૂંચવાયેલાં છે કે સુખદુઃખનો રસ્તો પરખી શકતા નથી. તેથી કર્માધીન બનીને અનેકવાર ઊંચીનીચી ગતિઓમાં પરિભ્રમણ કરતાં કરતાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે. આ રીતે ભગવાન શ્રી તીર્થંકરદેવો જે ઉપદેશ ફરમાવી ગયા તે શ્રી સૂત્રકાર મહર્ષિ અત્રે જણાવી રહ્યા છે. જ્ઞાનીએ કહ્યું તે સાચું ઃ જ્ઞાનીઓ કહે છે કે જગતના ચક્ષુહીન જીવો તો પોતાને અંધ માને છે અને કહે છે, દેખતાની સલાહ મુજબ તેઓ ચાલે છે, પણ વિવેકહીન આત્માઓ તો એવા અંધ છે કે તે પોતાને અંધ જાણતા જ નથી અને કોઈનું માનતા પણ નથી. કોઈની સાચી પણ સલાહ સ્વીકારવા એ તૈયાર નથી. સ્થાવર નામકર્મના ઉદયથી એકંદ્રિય બનેલા જીવોનું હલનચલન દેખાતું નથી તેથી તેની વાત બાજુએ રાખી, જે જીવોનું હલનચલન દેખાય છે તેવા બેઇંદ્રિયથી પંચેદ્રિય જીવોનાં દુઃખો પ્રત્યે હવે ધ્યાન ખેંચે છે. છદ્મસ્થતાને કારણે જે તદ્દન સૂક્ષ્મ વસ્તુઓ ઇંદ્રિયોને ગ્રાહ્ય નથી તે તો શાસ્ત્રથી જ મનાય. જો કે ત્યાં પણ હેતુ, દલીલ, યુક્તિઓ છે પણ જે ન સમજે તેણે “જ્ઞાનીએ કહ્યું તે સાચું' એમ માનવું પડે. દરેક દર્શનકારને આ વિના ન ચાલે. ઉદયને આધીન ન થાઓ ! ભાષાવર્ગણાને લઈને મૂકવાની શક્તિવાળા સંજ્ઞી પંચેંદ્રિય જીવોની દુર્દશા તો દેખાય તેવી છે. બીજા મત્સ્ય વગેરે પાણીના જીવોમાં બળવાન નબળાને ખાય છે. મત્સરથી, ઇર્ષ્યાથી, પૂર્વના વૈરથી, ખાવાની અભિલાષાથી પરસ્પર મારામારીના Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 1845 ધંધા આ સંસારમાં સર્વ જીવોના ચાલુ જ છે. જેમ માછલાંઓ એકબીજાને ખાય છે, તેમ ઊડતાં પક્ષીઓમાં પણ મોટું નાનાને પકડે છે. માંસાહારી મનુષ્યો પશુપક્ષીઓને મારીને ખાય છે. સંસારમાં પ્રાણીઓ સુખી દેખાતાં નથી. શાથી? કર્મોદયે. જે જીવોનો ઘાત થાય છે તેના કર્મનો ઉદય છે. ઘાત કરવાની તૈયારી કરે છે તેની અશુભ ભાવના છે. એનો અશુભોદય પાપના માર્ગે જવા પૂરતો છે. જે ઘા સહે છે તે અશુભોદયને ભોગવે છે. દુષ્ટ વાસનામાં પડેલા જીવો બીજાને તકલીફ આપી પોતાની જાતને તકલીફમાં મૂકે છે. અનાદિ કાળથી જીવોની આ કાર્યવાહી ચાલુ છે અને અનંતકાળ સુધી ચાલુ રહેવાની છે. એ કદી મટવાની નથી. તમારે એમાંથી બચવું હોય તો બચો. એ સમજાવવા જ્ઞાનીઓની આ મહેનત છે. જ્ઞાની આ રીતે સંસારનું સ્વરુપ કહે તેથી દુનિયા બધી આ કાર્યવાહીથી અટકી જાય તેમ નથી. તીર્થકર દેવોએ કોઈને દુઃખી ન જ થવા દેવાનો ઇજારો નથી રાખ્યો. એ કહે છે કે બચવું હોય તો કર્મના ઉદય વખતે સાવધ થાઓ. ઉદયને આધીન ન થાઓ. આધીન થનાર ગબડે, સ્વાધીન રહેનાર બચે. વારંવાર દુઃખની વાત કેમ ? ત્રીજા સૂત્રની શરૂઆત કરતાં પણ સૂત્રકાર મહર્ષિ કહે છે કે, बहुदुक्खा हु जन्तवो सत्ता कामेसु माणवा अबलेण वहं गच्छंति सरीरेणं पभंगुरेण ભાવાર્થ (આ સંસારમાં) પ્રાણીઓ નિશ્ચયથી ઘણા દુઃખી છે. મનુષ્યો કામભોગમાં આસક્ત છે. તે ક્ષણભંગુર (નશ્વર) એવા શરીરને કારણે (જીવોનો) વધ કરે છે. बहूनि दुःखानि कर्मविपाकापादितानि येषां जन्तूनां ते तथा, हुर्यस्मादेव तस्मात्तत्राप्रमादवता भाव्यम् । किमित्येवं भूयो भूयोऽपदिश्यत इत्यत आह यस्मादनादिभवाभ्यासेनागणितोत्तरपरिणामाः 'सक्ता' गृद्धाः 'कामेषु' इच्छामदनरूपेषु 'मानवा' पुरुषा इत्यतो न पुनरुक्तदोषानुषङ्गः । જે કારણથી પ્રાણીઓને કર્મના વિપાકથી પ્રાપ્ત થયેલા અનેક દુઃખો હોય છે તે કારણથી અપ્રમાદી બની કોઈ પણ જીવોની હિંસા ન કરવી જોઈએ. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ ૧w – ૯ - સેવા કરવાની પણ કોની ? - ૧૨૫ – આ રીતે વારંવાર ઉપદેશ કેમ આપો છો ? એવા પ્રશ્નના જવાબમાં કહે છે - અનાદિ ભવોના અભ્યાસથી અસંખ્યવાર સેવવાથી પ્રાપ્ત નિર્વસ પરિણામને કારણે મનુષ્યો ઇચ્છા અને મદન સ્વરૂપ એવા કામભોગને વિશે આસક્ત થાય છે માટે એ ઉપદેશમાં પુનરુક્તિ દોષનો પ્રસંગ આવતો નથી. જગતનાં પ્રાણીઓ બહુ દુઃખી છે. ટીકાકાર પ્રશ્ન કરે છે કે વખતોવખત દુઃખની વાત કેમ લાવો છો ? સૂત્રકાર મહર્ષિ કહે છે કે બહુ દુઃખ છે, એમ જાણવા છતાં પણ પ્રમાદી આત્મા સંસારમાં લીન થાય છે, માટે દુઃખ જાણવા છતાં વિષય કષાયમાં મગ્ન રહે છે. દર્દી સમજે છે કે કુપથ્ય વ્યાધિને વધારનાર છે છતાં નજર કુપથ્ય તરફ જ જાય છે. આટલું વારંવાર સમજાવવા છતાં પ્રમાદીઓ સંસારની આસક્તિથી ખસતા નથી. આત્માના ભલા માટે વારંવાર એકની એક વાત કહેવા છતાં પુનરુક્તિ દોષ લાગતો નથી. રોજ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, પૂજા, સામાયિકાદિ ધર્મક્રિયાની વાત પ્રમાદીઓને સાવધ કરવા માટે છે. વિષયાધીનોની હાલત કફોડી છે. વિષયને ખરાબ કહે અને પાછો ત્યાં જ જાય, માટે વારંવાર કહેવું પડે. ભયંકર જોખમી રસ્તે સમુદાય ચાલતો હોય ત્યાં આગેવાન “સાચવજો, સાચવજો' એમ વારંવાર કહે છે. જેનાથી દુનિયાને બચાવવી હોય તે ચીજોને દુનિયાની આંખ સામે જીવતી જાગતી રહ્યા કરે એમ કરવું જ પડે. મરનાર કરતાં મારનાર નબળો છે : જળચર જીવો જળચરને, સ્થળચરો સ્થળચરને અને ખેચરો ખેચરને પરસ્પર હણ્યા જ કરે છે. બીજાઓ તો એકબીજાને મારે છે પણ પરસ્પર પણ મારપીટ ચાલુ જ છે. માછીમાર તો માછલાંને મારે, પણ માછલાંઓ પણ એકબીજાને પરસ્પર મારે. પારધી પક્ષીઓને મારે, શિકારી પશુઓને મારે અને પાછાં એ પક્ષીઓ અને પશુઓ પરસ્પરને મારે. જે બળવાન હોય તે નબળાને મારે. બળવાનની દરેક જગ્યાએ જીત. દુનિયા આમ જ ચાલે છે. મોટો નાનાને મારે એમાં મોટાની મહત્તા મનાય છે. જીવ માત્રમાં આ દશા છે. પણ જ્ઞાની કહે છે કે મરનાર કરતાં મારનાર વધુ નબળો છે. મારનાર મારવાની ભાવનાથી પહેલાં તો પોતે જ મરાય છે, પછી બીજાને મારે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 149 નિર્ભય અને બળવાન કોણ ? દુનિયાનો વ્યવહાર છે કે જે બીજાથી મરાય તે નબળો, બીજાનો માર ખાય તે નબળો, બીજાને આધીન થાય તે નબળો. એ દૃષ્ટિએ પણ વિચારીએ તો જે મારવાની ભાવનાને આધીન થયો તે નબળો ગણાય. ત્યારે સબળ કોણ ? જે મારનારથી મરે તે. હા, પણ મારવાની ભાવનાથી ન જ મરે, મારવાની ભાવનાને આધીન ન થાય તે નિર્ભય અને તે જ બળવાન. એવા બળવાન જગતમાં જીવે, બાકીના બધા મરેલા છે. એટલે જીવતો એ છે કે કોઈને મારવાની ભાવના જેના હૃદયમાં સ્પશે જ નહિ. પ્રમાદીને સાવધ કરવાના છે : અહીં જે દુઃખની વાત ચાલે છે તે કાયબળને ઉદ્દેશીને છે. જેનામાં કાયબળ વધારે તે બીજાને મારે. આ રીતે આખા જગતનું વાતાવરણ ભયંકર છે. નિર્ભય તે કે જે કોઈને મારવાની ભાવનાથી રંગાયેલો નથી. સંસારીના દુઃખની સીમા નથી એમ વારંવાર કહેવાનો હેતુ એ છે કે, પ્રમાદીને સાવધ કરવા. આ વાત ન સમજાય ત્યાં સુધી ધર્મમાં દિલ લાગવાનું નથી. સંસાર દુઃખરૂપ ન સમજાય ત્યાં સુધી ધર્મ ન રુચે, ધર્મની વાતો કરનારા નવરા જ લાગે. દુઃખનાં સ્થાન તે સુખનાં સ્થાને માને ત્યાં સુધી એ સ્થાનમાંથી નીકળવા રાજી કોણ થાય ? વિષ્ટાના કીડાને બહાર કાઢો તો તરફડીને મરી જાય. જે વસ્તુઓ તમે જોઈ પણ ન શકો એમાં એ રહી શકે અને જીવી શકે, એટલું જ નહીં પણ ત્યાં એ મોજ કરે. તમને જે જોવાથી ગંછા ઊપજે તેને એ ઉપભોગમાં લે. જે સ્થાનમાં જીવ જાય તે સ્થાનમાં આનંદ માનવો એવી એની અનાદિની દશા છે. સંસારનો અનાદિસિદ્ધ ગુણ : સંસાર દુઃખમય ન સમજાય ત્યાં સુધી ધર્મ કરવાની ઇચ્છા થાય ? ન જ થાય. માટે ધર્મની ઇચ્છા ન થાય એમાં આશ્ચર્ય ન પામો, પણ થાય તેમાં આશ્ચર્ય. ધર્મ પામીને કોઈ જીવ પડી જાય એમાં નવાઈ નથી. ધર્મ ન પામવો, પામીને ફેંકી દેવો એ તો સંસારનો અનાદિસિદ્ધ ગુણ છે. ધર્મને પામવો, ટકાવવો, ખીલવવો એ આત્માનો ગુણ છે. સંસારી આત્મા ધર્મ ન પામે કે પામીને ફેંકી દે એમાં આશ્ચર્ય શું ? તીર્થંકરદેવોના આત્માઓ તો ઊંચી કોટિના, છતાં એમના જીવે પણ ધર્મને કર્મવશાત્ મૂક્યો છે. દરેક ભવમાં બધે ઉત્તમતા જાળવવા છતાં પતિત થયા છે. મરિચીએ ધર્મ મૂક્યો ને ? એમના જીવોની આ સ્થિતિ તો બીજા Page #157 -------------------------------------------------------------------------- ________________ દ સેવા કરવાની પણ કોની ? ૧૨૫ માટે શું કહેવું ? માટે કોઈ ધર્મ ન પામે, પામીને ફેંકી દે તેમાં આશ્ચર્ય ન પામો. એ વાતને લાંબીચોડી ન બનાવો. આજે તો એ જ ધમાલ ચાલુ છે. 1849 આથી જ ધર્મની સામે આ કાળમાં પ્રતિબંધ ન મુકાય તેટલા ઓછા અધર્મની સામે દરેક કાળમાં પ્રતિબંધ ઓછા મુકાય છે. આજે તો ધર્મની સામે મોટી દીવાલ ઊભી થઈ રહી છે, જેને લઈને ધર્મ પામવાની યોગ્યતાવાળા પણ ધર્મ ન પામે, એ સ્થિતિ ઊભી થઈ છે. ૧૪૧ સંસારને કોઈએ સુરતરુ ન કહ્યો : દરેક શ્રી જિનેશ્વરદેવોની અને મહાપુરુષોની દેશનાની શરુઆતમાં એક જ વાત આવે કે 'સંસારે વસ્તુ માલુવમ્ ।' સંસારને જ્ઞાનીઓએ સાગરની, અટવીની, અગ્નિની, દાવાનળની, અંધારા કૂવાની, એમ જાતજાતની ઉપમા આપી છે. કોઈએ સંસારને સુરતરુ ન કહ્યો. સંસાર સુરતરુ હોત તો મોક્ષને કોણ ઇચ્છત ? આવી નકામી મહેનત કોણ કરત ? સંસારમાં સુખ નથી અને દુઃખ છે તે જ્ઞાની વારંવાર કહે છે, એ એમની ફરજ છે. જો ધર્મ જીવતો જાગતો રાખવો હોય તો એ ધ્વનિ એકસરખો ચાલુ રાખવો જોઈએ, માત્ર ઉપાશ્રયમાં જ નહિ, ઘરમાં પણ એ જાપ ચાલુ જ જોઈએ. ધર્મ જીવતો રાખી ધર્મનું ફળ મેળવવું હોય તો એકેએક ધર્મીના હૈયામાં ‘સંસારમાં સુખ નથી અને એકાંતે દુઃખ છે’ એ ૨ટણ અખંડ ચાલુ રહેવું જોઈએ. માટે જ જ્ઞાની સંસારમાં મહાદુ:ખ છે એમ વારંવાર કહે છે. સભા : માટે જ વિપ્લવવાદીઓ સંસારમાં સુખ મનાવવા મથી રહ્યા છે. એ ભલે મથે. એમ તો વેપા૨ી બેના બાર કરવા ક્યાં મથતા નથી ? ગ્રાહકને વિશ્વાસ બેસાડવા ખોટાં ભરતિયાં પણ કાઢી બતાવે. પોતાનું સાચું સાબિત કરવા મથનારા સાચું-ખોટું ન જુએ. સંસારનાં દુઃખ તથા આપત્તિઓ તો એ પણ વેઠે છે પણ એને ગૌણ બનાવી, નહિ જેવા સુખને એ લોકો પ્રધાનપદ આપે છે અને પોતાના અજ્ઞાનને મજબૂત કરે છે. એનો હેતુ હૃદયની ઇચ્છા પૂરવાની ભાવના પ્રબળ છે, એ છે. સેવા તો અહીંનાની જ કરો : શાસ્ત્રકારો પહેલી વાત ‘સંસારમાં બહુ દુઃખ છે' એ સમજાવે છે, સમ્યક્ત્વ, દેવતિ, સર્વવિરતિ આદિ ધર્મ આપવાની વાત પછી. જ્યાં સુધી સંસારમાં Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 10 સુખ દેખાય ત્યાં સુધી ધર્મની સામે જોવું એ અશક્ય છે, કદી જુઓ તો પણ જે રીતે જોવું જોઈએ તે રીતે ન જોવાય. શાસ્ત્રકાર એક જ વાત ઠસાવે છે કે તમે જ્યાં બેઠા છો ત્યાં સુખ નથી, દુ:ખ છે. જે સુખ દેખાય છે તે પણ વસ્તુતઃ દુઃખ છે, દુઃખમાં લઈ જનાર છે. તમે કદાચ ત્યાંથી નીકળી ન શકો અને ત્યાં જ રહો તો પણ સેવા તો અહીંનાની જ કરો. ત્યાં રહીને ત્યાંનાની સેવામાં ન પડો. સેવા તો શ્રી જિનેશ્વરદેવની, નિગ્રંથ ગુરુઓની અને શ્રી જિનેશ્વરદેવના આગમની કરો. ત્યાં રહો જ નહિ તો સારી વાત, પણ રહેવું જ પડે તો પણ એની સેવા ન કરો. જે આવે એને સાચવી લો, રાખી લો, ઉપભોગમાં લેવું પડે તો લઈ લો પણ એની સેવામાં તો ન જ પડો. ધર્મક્રિયામાં પણ પુગલસેવા વધારે થાય છે ? શ્રી જિનપૂજા માટે સ્નાન કરવાનું પણ સ્નાનમાં કેટલો ટાઇમ અને જિનપૂજામાં કેટલો ? એ સ્નાન તો શરીરશુદ્ધિ પૂરતું જ છે ને ? કપાળમાં તિલક કેવી રીતે કરો ? દર્પણમાં બરાબર જોવાય અને જરા વાંકુંચૂકું થાય તો ભૂંસી નખાય. ભગવાનને તિલક કેવું કરો ? ઝપાટાબંધ, બધા વતી એકસાથે ઉપરાઉપર ચાંલ્લા થાય, ભલે રેલા ઊતરે એની પરવા નહિ. મુદ્દો એ છે કે આજની ધર્મક્રિયામાં પણ પુદ્ગલસેવા બહુ સ્થાન રોકે છે. કોઈ મોટો માણસ મંદિરમાં આવે તો બધાનું ધ્યાન ત્યાં ખેંચાય, જે શાંતિ, લઘુતા, નમ્રતા જોઈએ તે મળે નહિ. આસક્તિ દુઃખને દુઃખ લાગવા દેતી નથી : સંસારમાં દુઃખ છે, એ ખાતરીપૂર્વક માન્યું નથી. સંસારમાં દુઃખ છે એ વાત શાસ્ત્રથી સાંભળે પણ બહાર જઈને કહે કે “દુઃખ છે ક્યાં ? આપણે તો લહેર છે. જ્ઞાનીએ કહ્યું છે તો કદાચ હશે ક્યારેક ! પણ અત્યારે તો સુખ છે ને ?' પણ જો સંસારમાં દુઃખ ન હોત તો જ્ઞાની ગાંડા ન હતા કે દુ:ખ ગણાવ્યા કરત. અમુક ચીજ મેળવવાની આસક્તિ થાય પછી એ મેળવવામાં થતું દુઃખ, દુ:ખ નથી લાગતું. જેઠ માસની ગરમી અને નાટકશાળાનું મકાન, (એરકંડિશન આવ્યું તે પહેલાના જમાનાની વાત છે) એ સંયોગો વિચારો, લાઇટોની ગરમી, માનવમેદનીની ગરમી, અને ઋતુની ગરમી, પડદો ન ઊંચકાય ત્યાં સુધી તો હાથનો પંખો હલાવ્યા કરે પણ જેવું નાટક શરુ થાય એટલે આંખો ત્યાં ચોંટે, જોવાના આનંદમાં પડી જાય, ગરમી ભૂલી જાય. શું ગરમી નહોતી ? હતી, પણ Page #159 -------------------------------------------------------------------------- ________________ સેવા કરવાની પણ કોની ? ૧૨૫ વિષયાધીન જીવોને વિષયવાસનાને લઈને દુઃખ નથી દેખાતાં. બંગલા મોટ મેળવવાની ભાવનામાં અનેકની ગુલામી કરતાં આંચકો આવતો નથી. ત્યાં સ્વતંત્રતા હણાતી નથી. પણ સાધુની વાત આવે ત્યાં કહે કે ‘અમે એ ન માનીએ.' અમે ગુલામ નથી કે ત્યાં માથાં નમાવીએ. પણ એ મોટર અને બંગલાના જાપે બધું ભુલાવ્યું. અનેકની ગુલામી કરે, અનેકને સલામો ભરે અને અનેકના ધપ્પા પણ ખાય, છતાં દુઃખ ન માને. - તો લોકો ધર્મ તો માગતા આવે : ‘સંસારમાં બહુ દુઃખ છે’-એ જ્ઞાનીની વાત બરાબર ઠસી જાય તો લોકો ધર્મ તો માગતા આવે. નિયમો લો, સાધુપણું લો, એવું અમારે કહેવું ન પડે. તમે સંયમ કેમ નથી લેતા ? સાધુ બરાબર સમજાવતા નથી માટે ? ના, કોઈ પૂછે તો કહેજો કે જ્ઞાનીએ સંસારને જે રીતે દુ:ખમય કહ્યો છે, તે રીતે હૃદયમાં હજી ઊતર્યો નથી માટે. અત્યારે તો જેવી હાલત અશ્રદ્ધાળુઓની છે તેવી જ હાલત લગભગ વિષયાધીન શ્રદ્ધાળુઓની છે. શ્રદ્ધાળુ છે ઊંચા પણ સ્થિતિ લગભગ એવી છે. અશ્રદ્ધાળુ તો જાણતો નથી, જાણવાની બુદ્ધિ નથી માટે એવો છે, પણ શ્રદ્ધાળુ તો વિષયાસક્તિને લઈને એ દશાને ભોગવે છે. અશ્રદ્ધાળુ તો શાસ્ત્રને માનતો જ નથી પણ શ્રદ્ધાળુ તો માને છે ખરો, છતાં શાસ્ત્રની એટલી વાત એણે યાદ રાખી કે સંયમ ખાંડાની ધાર જેવું, લોઢાના ચણા ચાવવા જેવું અને રેતીના કોળિયા કરવા જેવું છે. ખાંડાની ધાર પર ચાલવું સારું, લોઢાના ચણા ચાવવા સારા, રેતીના કોળિયા ક૨વા સારા પણ સંયમને તો હાથ જોડીએ. સંસારમાં પણ એવાં દુઃખ તો આવે છે : 1851 e આમ કહેનારને મારે પૂછવું છે કે સંયમમાં બહુ બહુ તો દુ:ખ કેટલું ? ભગવાન મહાવીરદેવ જેવા ઉપસર્ગ તો હાલ નથી આવતા ને ? એમના કાનમાંથી ખીલા ખેંચાયા એ ભયંકર ઉપસર્ગ. આવો ઉપસર્ગ અત્યારે નથી આવતો, છતાં માનો કે આવે તો એ જ દુઃખ ને ? ૧૪૩ સભા : સંસારમાં પણ એવાં દુ:ખ તો આવે છે. - તો પણ સંસારને તલવારની ધાર માની કદી હાથ જોડ્યા ? ભગવાનને કાનમાંથી ખીલા ખેંચાયા એ દુઃખ, પણ પહેલી નારકીના પહેલા પાટડામાં જઘન્ય આયુષ્યવાળા નારકીના જીવના દુઃખથી એ દુ:ખ અનંતમાં ભાગે છે. નાકીમાં કોણ જાય ? બહુ આરંભી, બહુ પરિગ્રહી, માંસાહારી, પંચેંદ્રિય Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 180 જીવના ઘાતક, રૌદ્ર પરિણામી થઈ નરકે જાય. લોઢાના ચણા માની સંયમને હાથ જોડનારે નરકે લઈ જનાર આરંભ પરિગ્રહને હાથ જોડ્યા ? આજે શ્રદ્ધાળુની હાલત લગભગ અશ્રદ્ધાળુ જેવી થઈ પડી છે. જેને વૈરાગ્ય થાય તે સંસારી નથી : સંયમનાં પરિણામ થાય ત્યાં શ્રાવકથી આ ન બોલાય. હા, સંયમમાં સ્થિર કરવા માટે લોઢાના ચણા ચાવવા જેવું છે એમ સમજાવાય પણ સંયમના પરિણામમાં અગ્નિ મૂકવા માટે એવું બોલવાનું નથી. આજે તો સંયમ લેવા તૈયાર થયેલાને સલાહ આપવા જાય કે સંયમ તો લોઢાના ચણા ચાવવા જેવું કઠિન છે, તારા જેવાનું એ કામ નથી, માટે સમજી જા. હવે તો જૈનો તરફથી દયાના યોગે કેટલાકો તરફથી રાજાઓને કાયદો કરવાની વિનંતિ થાય છે કે સગીરને દીક્ષા આપનારનો દંડ કરો. સભા: એ લોકો સમજતા નથી. - વ્યવહાર પણ કહે છે કે ન સમજતા હો તો ન બોલો. કાપડિયાને ગાંધીની દુકાને જઈને એના વિષયમાં બોલવાનો હક નથી. સંસારીઓ સંયમી થવા જનારની પંચાતમાં શું કામ પડે ? જેને વૈરાગ્ય થાય તે સંસારી નથી. ધર્મા પક્ષે હવે વ્યવસ્થિત બનવાની જરૂર છે. હવે ઘર સંભાળી બેસી રહ્યું કે માત્ર નવકારવાળી ફેરવ્યું નહિ ચાલે. શાસ્ત્ર કહે છે કે શક્તિસંપન્ન આત્મા નવકારવાળી ગણવા બેસી જાય, હાથ જોડે અને શાસન પર આફત આવવા દે તો એ ગુનો છે. સડો પેસે કે તરત કાપવો જોઈએ ? એક શેઠને ત્યાં ચોર આવ્યા. શેઠાણીએ શેઠને કહ્યું કે ભીંત કોચાતી લાગે છે, શેઠ કહે જાણું છું. ફરી કહ્યું કે આ તો બાકોરું પાડી અંદર પેઠા, શેઠ કહે જાણું છું. પાછું કહ્યું કે તિજોરી ખોલી માલ લઈને ચાલવા માંડ્યા, તોયે શેઠે કહ્યું કે જાણે છે. ત્યારે શેઠાણીએ કહ્યું કે “ધૂળ પડી તમારા જાણવામાં.” મને પહેલેથી તમારી આવી ખબર હોત કે, તમે આટલા ડરપોક છો તો હું જ બૂમાબૂમ કરત. તોયે ચોર નાસી જાત અને માલ બચી જાત. મને તો લાગ્યું કે તમે કાંઈક ઉકાળશો. અત્યારે પણ હાલત આવી જ છે માટે ધર્મા પક્ષે વ્યવસ્થિત બનવું જોઈએ. સામા પક્ષનો એ પ્રયત્ન છે કે જનતાના હૃદયમાં ધર્મની વાતો પ્રવેશતી અટકે અને પ્રવેશેલી હોય તે નીકળી જાય. આપણે એ વસ્તુ લોકોના હૈયામાં જચાવવા અને સ્થિર કરવા પ્રયાસ કરવો જોઈએ. પેઢીમાં કે ઘેર બેઠે એ નહીં થાય. એમાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૯ સેવા કરવાની પણ કોની ? - ૧૨૫ તો તન-મન-ધન એ ત્રણે ખરચવાં જોઈએ. ત્રણે અપાય તો ઉત્તમ પણ એક પણ ન આપે તેને શાસનસેવક કેમ મનાય ? કૂચકદમ હવે ચાલુ થઈ જવી જોઈએ. ‘પછી જોઈશું’ એમ ન રખાય. પછી શું જોશો ? આગ લાગ્યા પછી કૂવો ખોદવા બેસશો એ ડહાપણ નહિ કહેવાય. જેમ જેમ શાંતિ ધારણ કરી, જેમ જેમ પ્રવૃત્તિ મંદ પાડી તેમ તેમ સામું જોર વધ્યું. દસ વરસ પહેલાં પણ આવી ચેતવણી અપાતી હતી, ધ્યાન ન અપાયું તો આ પરિણામ આવ્યું. સુંદર આંગળીને પણ સર્પદંશ થાય તો તરત ચપ્પુ લઈને આંગળી કાપવી પડે. મારી આંગળી કેમ કપાય ! એમ વિચાર કરવા ૨હે તે મરે. 1853 સભા : ત્યાં તો નાકે કરડે તો નાક પણ કાપવું પડે. હવે સમજ્યા. એ ન કાપો તો આખા શરીરમાં ઝેર વ્યાપે. પછી તો ગારુડી આવે અને ઝેર ઉતારે ત્યારે બચે. સડો પેસે કે તરત કાપવો જોઈએ. ધર્મના નાશ વખતે ધર્મીએ બચાવ માટે સઘળા પ્રયત્ન કરવા જોઈએ. ૧૪૫ કીમતી વસ્તુના રક્ષણ માટે વાડ-વાડા જોઈએ : પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે સમ્યક્ત્વ એ તો સમસ્ત ગુણોનું નિધાન છે. એ નહિ સચવાય તો મૂળ ગુણો અને ઉત્તર ગુણોના ચોટ્ટાઓ ચારે ત૨ફ ફરે છે. એક ગુણને પણ એ નહિ ટકવા દે માટે નાશ થાય તે પહેલાં ચેતો. એવા સાવધ બનો કે તમારા કિલ્લામાં કોઈ પ્રવેશી જ ન શકે. લોક ભલે એને વાડો કહે. સિંહ પણ પોતાના વસવાટ માટે ગુફા રાખે છે. એમાં કાંઈ શરમ નથી. મેદાનમાં તો પ્રસંગે જવાય. કિલ્લા વગરની રાજધાની કોઈ રાજાએ વસાવી સાંભળી ? પોતે બલે બળવાન હોય પણ પેલો ઊંઘતાં ઝડપે તો ? કિલ્લામાં મહેલ ફરતે પણ પાછું કમ્પાઉન્ડ હોય. ફ૨તા ચારે તરફ ઊઘાડી તલવારવાળા પહેરગીરો હોય એવા મહેલમાં એ સૂએ છે. બળવાન પણ ઊંઘમાં હોય ને કોઈ ઘુસે તો ?માટે ચોકસાઈ પૂરી રાખે. કોઈ કહે કે સા૨ી ચીજને વળી કિલ્લા શા ? હું કહું છું કે સારી ચીજો માટે જ કિલ્લા જોઈએ. ફેંકી દેવા જેવી ચીજો કિલ્લામાં રાખવાની જરુર નથી. ધર્મ સારો અને કીમતી માનતા હો તો એની ફરતે વાડ, કિલ્લો બધું જોઈએ. ફેંકી દેવા જેવી ચીજો કિલ્લામાં રાખવાની જરુર નથી. ધર્મ સારો અને કીમતી માનતા હો તો એની ફરતે વાડ, કિલ્લો બધું જોઈએ. ધર્મ સારો છે તો એને શી આંચ આવવાની છે ? એમ માની એનું રક્ષણ ન કરે તે લુંટાય. માટે ધર્મના રક્ષણ માટે એની ફરતે કિલ્લો-વાડ બધું જોઈએ. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 18ા વસ્તુ ઊંચી તેમ પ્રતિબંધ વધારે ? બધું છોડીને આવ્યા છતાં શાસ્ત્રકારોએ અમારા પર બહુ અંકુશ મૂક્યા છે. જેમ વસ્તુ ઊંચી તેમ પ્રતિબંધ વધારે. કોઈ કહે કે ધર્મમાં વાડા શા? તો એવાની વાત સાંભળતા નહિ. ધર્મમાં ક્ષુદ્રતા ન હોય એ સાચું. ઉદારતા એ ગુણ છે, ઉડાઉપણું એ દુર્ગુણ છે. ઉદાર ગુણવાનમાં ખપે, ઉડાઉ તો ભીખ માગે. દુનિયામાં ગૃહસ્થ પ્રસંગે લાખો ખર્ચ. વગર પ્રસંગે પાઈ ન ખ. હજારોની સખાવત કરનારો હિસાબમાં આઠ આનાનો ફરક ન ચલાવે. નોકર પણ સમજે કે શેઠ પૂછ્યા વિના નહિ રહે. ઉદારતા પૂરી જોઈએ. કોઈ આવેલો ખાલી પાછો ન જાય. પણ એવા ભોળા ન થવાય કે ત્યાં લૂંટારા પણ ઘૂસી જાય. અધર્મીને ધર્મી બનાવાય, અયોગ્યને યોગ્ય બનાવાય પણ ઉઠાઉગીર આવીને ઉઠાવી ન જાય તેની કાળજી તો રાખવી જોઈએ. આપણી ઉદારતાથી ઉઠાઉગીર ફાવે છે. આપણી શાંતિમાં શેતાનો કામ કરી જાય છે. સમતા એટલે આ પણ ઠીક અને તે પણ ઠીક, એવું નથી. સભા: આ વિચારોવાળાના નામોનું લિસ્ટ બનાવવું જરૂરી છે. આજે તો પોતાના અને પારકાને ઓળખવાની ભાંજગડ મોટી છે. ઘરના કોણ, અને બહારના કોણ એ ન જણાય ત્યાં હાલત શી થાય ? નામો નોંધાવ્યા પછી એ નામ નોંધાવનારનો પણ પત્તો ન લાગે એવી હાલત છે. ઘેર પ્રસંગ આવે ત્યારે રસોડાની ચાવી અમુકને, અમુક કામ અમુકને એમ બધું નક્કી કરાય છે, પરંતુ તેમાંય બધું સોંપાય તો જે પોતાના હોય તેને જ. દુનિયાની નાનીશી કાર્યવાહીમાં પણ બધું આટલું ચોક્કસ કરાય છે, તો અહીં પણ હવે પોતાના કોણ એ નિશ્ચિત કર્યા વિના છૂટકો નથી. પાપને સારું માને તેને અહીં સ્થાન નથી : પૂર્વે નામધારી જૈનોને પણ જૈનત્વની દાઝ હતી, ભગવાન મહાવીરદેવની આજ્ઞા તરફ વફાદારી હતી, એમાં બહુ મહેનત નહોતી કરવી પડતી. રામાયણમાં આવે છે કે સાતેય વ્યસનમાં પૂરા, બધા પાપ સેવનારને કામ પડે તો જૈનશાસનમાં નિભાવાય, કેમ કે એ બિચારા વિષયાસક્ત છે પણ પાપને સારું નથી માનતા. પાપને સારું માને તેને અહીં સ્થાન નથી. પહેલાં તો પાણીમાં જીવ છે એમ કહો તો તરત કબૂલ કરે. આજે કોઈ પાણી ઢોળતો હોય ને કહો તો કહેશે આ Page #163 -------------------------------------------------------------------------- ________________ 18 – ૯ - સેવા કરવાની પણ કોની? - ૧૨૫ - ૧૪૭ જમાનામાં એવાં ગપ્પાં ન ચાલે. આટલો પરિસ્થિતિમાં આજે ફેર પડ્યો છે. અમુક ચોક્કસ વિચારના માણસોએ એકત્રિત થવાની જરૂર છે. નામ નોંધાવ્યા પછી શું? નામ નોંધાવનારા પણ પછી શોધ્યા હાથ નથી આવતા. માટે હવે આ વિષયમાં ઉપેક્ષાવૃત્તિ ખંખેરી નાંખો અને સાવધાન બનો. સભા સાધુઓએ પણ સંગઠિત થવું પડશે ને ? એક જ વસ્તુના એકસરખા અમલની વાતને હમણાં બાજુએ રાખો. અત્યારે તો એક માન્યતાવાળાના ઐક્યની વાત છે. ઘરના પાંચ પણ બરાબર સુસ્થિર બને તો બહારના પંદરને સાથે લેવાય ને તાકાત વધારાય. એક સિદ્ધાંત માનનારાઓની સ્થિરતામાં ઠેકાણું ન હોય તો ? તેઓ જ અરસપરસ એક ન હોય તો ? આ શાસનમાં એવું ચાલવા ન દેવાય. નિહ્નવો એટલે ભગવાનના એક જ વચનમાં ફેરફાર કરી જુદો માર્ગ કાઢનારા વિદ્વાનો. એવાને પણ સંખ્યામાં ઘટાડો થશે એવા ભયથી સાચવી લેવાનો કાયદો આ શાસનમાં નથી. ગમે તેવો સારો અને વિદ્વાન પણ જો એનામાં મૂળ વસ્તુમાં પરિવર્તન દેખાય તો તે વખતે એવા વિદ્વાનની પણ ખોટ વેઠી લઈને એને દૂર કરવામાં આવતો. એવાને દૂર કરવા એ જ ફરજ. આ પરંપરા હતી માટે તો આગમની મર્યાદા અખંડ રહી. પ્રાણપ્રિય શિષ્યો, વિદ્વત્તામાં જેનો જોટો નહિ, એવા શિષ્યો પણ જ્યારે માર્ગથી વિમુખ થયા ત્યારે સમજાવવા પ્રયત્ન કર્યો પણ ન સમજ્યા તો એનો ત્યાગ કરવામાં વાર ન લગાડી. ધર્મી માતાપિતા પણ અધર્મ દીકરાને કહી દેતાં કે હવે તું અહીં નહિ, અમે તારા વિના ચલાવી લઈશું. શોભાના ગાંઠીયા શા કામના ? એક વિચારમાં સ્થિર હોય તેમણે વ્યવસ્થિત કાર્ય કરવું જોઈએ. વ્યવસ્થિત વાતો વિના કાંઈ ન થાય. કેવળ ઘોંઘાટ કરવાથી અથવા બસો-પાંચસો ખર્ચ નાખવાથી કે સામાને જેમ તેમ ગાળો દેવાથી કામ ન થાય. થોડું પણ વ્યવસ્થિત ખર્ચાય તો જ કામ થાય. જે કાંઈ લખાણ બહાર મુકાય તેનું વજન પડવું જોઈએ. જે વાંચે તે વિચાર કરતો થઈ જાય. સામેથી જેટલું પ્રચારકાર્ય થાય છે તેટલું જ તેની સામે અહીંથી પણ થવું જોઈએ. તનવાળા તનનો ઉપયોગ કરે, મનવાળા મનનો ઉપયોગ કરે અને ધનવાળા ધન આપે તે માટે બધાએ એકત્રિત થવાની જરુર છે. કેવળ નામો નોંધાવવા માટે નહિ. એવા શોભાના ગાંઠિયા શા કામના ? Page #164 -------------------------------------------------------------------------- ________________ - - 1 ૧૪૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ સભાઃ એકત્રિત થવામાં ગચ્છના ભેદ પણ આડા આવે ને ? ગચ્છભેદ કે સામાચારી ભેદ નિભાવવા માટે તો શ્રી જેનશાસન એ રત્નાકર છે. સિદ્ધાંતના ભેદ ન નિભાવાય. ભગવાનના વખતમાં એવી સ્થિતિ હતી. ભગવાન પાર્શ્વનાથના સંતાનિયામાં પણ કેટલાક એવા પાક્યા હતા કે ભગવાન મહાવીરદેવ સામે પોતાનું ટટ્ટુ જુદુ ચલાવતા હતા. વેષધારીઓએ સમર્થ જ્ઞાનીઓને નગરપ્રવેશ બંધ કરાવ્યો હતો. આ બધું ગચ્છભેદ કે સામાચારી ભેદના કારણે નહિ પણ સિદ્ધાંતભેદના કારણે. બધાના હૈયામાં આ સિદ્ધાંત તારણહાર મનાવો જોઈએ, તો એકત્ર થવાય. સામાન્ય ત્રુટક માન્યતાઓ કે અમુક ક્રિયાના મતભેદો નિભાવવા તો જૈનશાસન એ રત્નાકર સમાન છે. સામાચારીની ભિન્નતા દેખી મૂંઝાવું નહિ ? રત્નત્રયી એ જ કલ્યાણનું સાધન છે, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે, એ જ સિદ્ધાંત અનુસાર ઉપદેશ તે શ્રી જૈનશાસનમાં નિયત છે. તે માટે એકત્ર થવાની જરૂર છે. પૂજ્ય આનંદઘનજી મહારાજને જે પોકાર કરવો પડ્યો છે, તે તો અડીંગો જમાવીને બેઠેલા હઠાગ્રહી માલધારીઓ માટે. બાકી તો જ્ઞાનીઓએ કહ્યું કે સામાચારીની ભિન્નતા દેખી મૂંઝાવું નહિ. છબસ્થ જીવોમાં એવું તો બની શકે છે. હઠાગ્રહીઓ માલધારી બન્યા અને પાછા મઠાધીશ પણ બન્યા માટે પૂજ્ય આનંદઘનજી મહારાજે પોકાર પાડ્યો છે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાને પણ પોકાર કરવો પડ્યો કે - ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાન મારગ રહ્યો દૂર રે.” પ્રભુમાર્ગને આઘો મૂકી આપવડાઈ કરનારાઓ માટે આ શબ્દો છે. ઉપાધ્યાયજી મહારાજા શ્રી સીમંધર સ્વામીને કહે છે કે “ભગવન્! આ પાપાત્માઓને તો હવે પહોંચાય તેમ નથી. આ ભરતના તે હું કેટલા રાસડા ગાઉં?” રત્નત્રયી એ જ મોક્ષ માર્ગ : નાની નાની માન્યતાના ભેદને નિભાવવા માટે તો આ શાસન ગંભીર રત્નાકર છે. તપગચ્છના આચાર્યોએ પણ લખ્યું કે સામાચારી ભેદમાં ન મૂંઝાઓ. બધા છદ્મસ્થ છે માટે એવું તો બને. સિદ્ધાંત પુસ્તકારુઢ થયાં ત્યારે પણ મતભેદ પડ્યો ત્યાં નામવાર લખ્યું કે 'एके एवं वदन्ति, एके एवं वदन्ति, तत्त्वं तु केवलिगम्यम् ।' Page #165 -------------------------------------------------------------------------- ________________ 15 - ૯ - સેવા કરવાની પણ કોની ? – ૧૨૫ – ૧૪૯ અમુકને આ યાદ છે, અમને આ યાદ છે અને એમને આ યાદ છે, તત્ત્વ કેવળી જાણે. આવી તો તે મહાપુરુષોની સમતા હતી. સામાન્ય વાતોને અત્યારે ગૌણ બનાવો. રત્નત્રયી એ જ મોક્ષમાર્ગ. એ સિવાય બીજું કાંઈ ઇચ્છાય નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. એની પુષ્ટિનો ઉપદેશ જોઈએ. આશ્રવ પાપ છે, એનો ત્યાગ કરવાનો છે, સંવર એ ધર્મ છે, એનો સ્વીકાર કરવાનો છે. આ આવશ્યક છે, એ ન બને તો લાચાર. આ ભાવના અસ્થિમજ્જા થવી જોઈએ. અમે પણ કહીએ કે બકુશ, કુશીલ છીએ નિગ્રંથ, સ્નાતક નથી. મુદ્દો એ કે મૂળ વસ્તુને સ્થિર કરવા વ્યવસ્થિત પ્રયત્ન કરવા જોઈએ. એ બને તો શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા લખે છે કે આ કલિકાળમાં પણ શ્રી જિનેશ્વર દેવનું શાસન એકછત્રી થાય. ઉદારતામાં ઉડાઉગીરી આવે તે ન ચાલે ? પ્રતિક્રમણ ઊભાં ઊભાં થાય પણ માંદો માણસ સૂતાં સૂતાં કરે તો શાસ્ત્રકાર કબૂલ રાખે છે. કારણે સૂતાં સૂતાં ન જ થાય એમ નહિ. કાયબળની ખામીને કારણે એમ થાય છે પણ ‘સૂતાં સૂતાં પણ થાય, એમાં વાંધો નહિ.” એમ કહે એ ન પાલવે. આજે તો ઉદારતામાં ઉડાઉગીરી આવી ગઈ છે, એ ન ચાલે. છોકરું દવા ન પીવે તો હજી ચાલે પણ તાવ વધારે એવી ચીજ ખાય તો એ ચાલે ? મા કહી દે કે દવા ન ખાવી હોય તો તું જાણે પણ મિષ્ટાન્ન તો નહિ જ મળે. આ તો એવા કે દવા ન લઉં, મિષ્ટાન્ન ખાઉં અને બહાર જઈને કહ્યું કે મને તો માએ મિષ્ટાન્ન આપ્યું હતું. સંસાર નથી છૂટતો એમ કહો ત્યાં સુધી ઠીક પણ “સંસારમાં રહેવાથી પણ કલ્યાણ થાય એમ ભગવાન મહાવીરે કહ્યું છે,' એમ કહો તે ન પાલવે. શાસ્ત્ર કહ્યું કે સંસારમાં રહેલા મુક્તિની અભિલાષાવાળાથી, કદાચ સંસાર ન છૂટ્યો અને વૈરાગ્ય વધ્યો તો કેવળજ્ઞાન પણ થઈ જાય, તેમ છતાં સંસારમાં રહેવાથી કેવળજ્ઞાન થાય એમ નહિ. “સંસારમાં રહેવાથી કલ્યાણ છે, મહારાજ પણ એમ કહેતા હતા,” આવો પ્રચાર આજે ચાલી રહ્યો છે તે બંધ કરવો જોઈએ. એ બંધ ન થાય તો તેની સામેનો સત્ય પ્રચાર બરાબર થવો જોઈએ. આ વિષયમાં હજી પણ શાસ્ત્રકાર ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી - Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૦ઃ સંસાર દુઃખમય લાગે તો બસાયઃ 126, J-i23 વિ. સં. ૧૯૮૬ માગસર સુદ-૪ ગુરુવાર, તા. પ-૧૨-૧૯૨૯ • વિષયાક્તોનો દુર્ગુણ : તમારો ધર્મ કાંઈ અસ્થિમજ્જા નથી બન્યો : • નરકાયું એ પાપ-આયુ છે : • સાધુપદ એ સુરક્ષિત સ્થાન છે : • ઓદારિક શરીરથી જ મુક્તિ મળે : • જૈનશાસનની શૈલી અનુપમ છે : • વિષયો પાછળ જીવો ખુવાર થાય છેઃ • આ શાસનમાં પદની પૂજા છે, વ્યક્તિની નથી : • ગુણવાન જ્યાં ત્યાં ન ભટકે : ૦ આજ્ઞા ક્યા મા બાપની મનાય? • ધર્મના મિત્રો પણ ધર્મી હોય : • સોળ વર્ષની મર્યાદા શા માટે ? • જતિ થાય તો દેખીને દઝાય કે પરમ શાંતિ થાય : વિષય : સંસારની દુઃખમયતાનું વર્ણન વારંવાર શા માટે ? માતા-પિતાની સંવા અને આજ્ઞા. વિષયાધીન જીવો વિષયભોગમાં મસ્ત બનીને ભાવિ અપાયોનો વિચાર કરી શકતા નથી. પરિણામે નરકાદિ દુર્ગતિઓના કારમાં દુઃખોના ભોગ બને છે. એ જીવોને વિષયોથી વારવા કરુણાનિધિ જિનેશ્વર દેવો તેમજ તેમના અનુયાયી મહાપુરુષો રોણીયાની જેમ વારંવાર “જાગતા રહેજો” ની બૂમ પાડ્યા જ કરે છે. ધર્મ જેને અસ્થિમજ્જા બન્યો હોય તે વ્યક્તિ કોઈ એકાદ ધર્મ કરનાર વ્યક્તિના દુર્ગુણો જોઈ સમગ્ર ધર્મ-ધર્મને કલંક ન આપે. શ્રેણિક મહારાજાનો દાખલો આ બાબતનો આપી એ વિષય સુંદર રીતે સમજાવ્યો છે. સંસારથી બચવા માટે સુરક્ષિત સ્થળ સાધુપણું છે અને એ વાત રજૂ કર્યા બાદ અંતમાં કયા મા-બાપની આજ્ઞા મનાય - ન મનાય ? એ વિષયને વિસ્તારથી ખોલ્યો છે. મરુદેવા માતા, પુંડરિક - કંડરિકના દૃષ્ટાંતોનો સમ્યફ ઉપયોગ કર્યો છે. મુવાક્યાત • ભવિષ્યનો વિચાર કર્યા વિના જ પ્રવૃત્તિ કરવી એ તો મૂખનું કામ છે, શાણાનું નહિ, • જેમ આહાર વધે તેમ પ્રમાદ વધે, ઇચ્છાઓ વધે, દુઃખ વધે. આહાર પરિમિત હોય, રસ વિનાનો અને શુષ્ક હોય તો ઇચ્છાઓ ઘટે. તમને ખોટી જગ્યાએ ઘસડી જાય એવાની મૈત્રી શા માટે ? તમારી પાછળ ખેંચાઈને સારા સ્થાનમાં આવે એવા મિત્ર બનાવો. • સિદ્ધાંતની રચના તો નબળાને સબળા બનાવવા, પાપીને પુણ્યવાન બનાવવા, અધર્મીને ધર્મ બનાવવા માટે છે. • તારે છે કે જે તરવાના માર્ગમાં સ્થિર રહે. • પાપોદયે ધમ પણ અધર્મ કરે તો ડાહ્યો માણસ તેથી સિદ્ધાંત પર પ્રહાર ન કરે. • સાચો ગુણ, સાચો ધર્મ હાથમાં આવે એટલે એક પદની આરાધનામાં બધાની આરાધના થાય છે. વ્યક્તિ પૂજાની આ શાસનમાં ના પાડી છે. વ્યક્તિનો પૂજારી તો ભગવાનને પણ ભૂલે. ગુણને લઈને વ્યક્તિની પૂજા થાય તો એમાં વાંધો નથી. • હાથ ક્યાં જોડાય ? ઔચિત્ય હોય, ધર્મપ્રાપ્તિ એમનાથી દેખાય, આત્મકલ્યાણ દેખાય ત્યાં. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : સંસાર દુઃખમય લાગે તો બયાય : સંસારના દુઃખની વાત વારંવાર કેમ? અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા ફરમાવે છે કે આ સંસાર દુઃખમય છે. જીવોને કર્મના વિપાકથી આવી પડતાં અનેક દુઃખો સંસારમાં ભોગવવાં પડે છે. સંસાર દુઃખથી ભરેલો છે માટે જ્ઞાની કહે છે કે સંસારના જીવોએ જરા પણ પ્રમાદ કરવો વાજબી નથી. અહીં ટીકાકાર મહર્ષિ પ્રશ્ન ઉઠાવે છે કે વારંવાર દુઃખની વાત કેમ યાદ કરવામાં આવે છે? તો સૂત્રકાર કહે છે કે સંસારનાં પ્રાણીઓને જાગ્રત કરવા માટે. અનાદિકાળના અભ્યાસથી કામાસક્ત પુરુષો ભવિષ્યના પરિણામની દરકાર રાખ્યા વિના એવી એવી પ્રવૃત્તિ કરે છે કે જેથી સંસારમાં રવડ્યા કરે. વિષયસેવામાં પડેલાઓ ભવિષ્યના પરિણામનો બિલકુલ વિચાર કરતા નથી, તેથી એવા જીવોને વારંવાર સંસારનાં દુઃખોને જણાવી તે દુઃખો તેમના ધ્યાનમાં લાવવાની જરૂર છે. પરિણામને વિચારીને કાર્યને અમલમાં મૂકવાની ટેવ પડી હોત, યથેચ્છ પ્રવૃત્તિ કરવાની ટેવ ન પડી હોત તો આ દશા ન હોત. અનાદિ કાળના ભવના અભ્યાસથી જીવોને ભવિષ્યના પરિણામનો વિચાર કરવાની ટેવ ન પડી હોવાના કારણે જ સંસાર દુઃખમય, દુઃખફલક અને દુઃખાનુબંધી એટલે કે દુ:ખની પરંપરાવાળો છે, એવી ઉદ્દઘોષણા વારંવાર કરવાની જરૂર પડે છે. વિષયાસકોનો દુર્ગુણ : ઇંદ્રિયાધીન આત્માઓ ભવિષ્યના પરિણામનો વિચાર કરતા નથી એ તો અનુભવસિદ્ધ વાત છે. વિષયાસક્તમાં એ દુર્ગુણ છે કે ભવિષ્યની ફિકર ન કરવી. અમુક દર્શનવાળાનો એ મત છે કે મળેલું કેમ ન ભોગવવું ? ભવિષ્યનો વિચાર કરી મળેલાને છોડી દે એ તો મૂર્ખ છે. વિષયાસક્તિના કારણે કે એવાઓના સહવાસના કારણે આ દુર્ગુણ કેળવાય છે કે, “ભવિષ્યની ચિંતા ન કરવી !” એને લીધે જ્યાં બેઠા છે તે સ્થાન દુઃખરૂપ છે એવું બળપૂર્વક ન સમજાવાય, એ બતાવવામાં પ્રમાદ કરાય તો પેલો પ્રમાદી તો છે જ, પછી Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1900 કમી શી રહે ? દરેક કાર્ય કરતાં તેનું ફળ શું આવશે એનો વિચાર કરાય તો એ સેવતાં, પરિણામમાં અરધો ફરક પડી જાય. જે વસ્તુ ઇંદ્રિયને ખેંચે છે તેનો ઉપભોગ કરતાં પહેલાં વિચારો કે “આ વસ્તુ કેવી છે ? અને એનું પરિણામ શું ?' આટલું વિચારાય તો મનોવૃત્તિમાં અરધો પલટો આવે. આ તો દશા એ છે કે સારું દેખાય કે ત્યાં અંધાપો આવી જાય છે. જોતાંવેંત જ સારી ચીજ હાથમાં લઈને મોંમાં મૂકવાનું મન થઈ જાય છે. પછી એ ચીજ સજીવ છે કે નિર્જીવ છે ? ઘણા જીવવાળી છે કે થોડા જીવવાળી ? એનાથી વિકાર થશે કે નહિ ?' રસનાને આધીન બનેલા જીવો આ વિચાર કરવા થોભતા નથી. આ ચીજ વિકૃતિ કરનાર છે, અભક્ષ્ય છે, ભોગવવા યોગ્ય નથી, આટલું વિચારે તો પણ એટલા રસપૂર્વક ઉપભોગ નહિ જ થાય કે જેટલા રસપૂર્વક વિચાર્યા વિના ઉપભોગ થાય છે. મનુષ્યપણાનું કલંક : ભવિષ્યના પરિણામને વિચાર્યા વિના કાર્યનો અમલ કરનારા મનુષ્યો પોતાના મનુષ્યપણાને કલંક લગાડે છે. ભવિષ્યનો વિચાર કર્યા વિના જ પ્રવૃત્તિ કરવી એ તો મૂર્ખનું કામ છે, શાણાનું નહિ. પરિણામ ધાર્યું ભલે ન પણ આવે પણ પરિણામ કલ્પવું તો જોઈએ ને ? યોગ્ય સ્થાને જવાનું લક્ષ્ય તો નક્કી હોય ને ! પછી ભલે દૃષ્ટિદોષથી કે અજ્ઞાનદોષથી ત્યાં ન પહોંચાય કે મોડે પહોંચાય. અનાદિ ભવના અભ્યાસથી, વિષયાધીન જીવો ભવિષ્યનો વિચાર જ નથી કરતા. તેમને જાગ્રત કરવા માટે જ “સંસારમાં મહાદુઃખ છે' એવો પોકાર વારંવાર જ્ઞાની કરે છે. ભલા માટેની પ્રવૃત્તિમાં પુનરુક્તિ દોષ નથી. એકની એક વાત હિત માટે વારંવાર કહેવામાં વાંધો નથી, પછી ભલે એમાં રૂપક બદલાય, વર્ણન કરતાં દલીલ બદલાય, હેતુ ફરે પણ ધ્યેય તો એક જ ને ! એ ધ્યેય એક જ હોય તો જ તે સ્મૃતિમાં રહે. વારંવાર કહેવા છતાં પણ જો વિષયાધીન આત્મા જાગ્રત નથી થતા, તો ન કહેવાય અથવા જુદું કહેવાય તો એ શાના જાગે ? નરકાયું એ પાપ-આયુ છે : મનુષ્યનું શરીર ઔદારિક છે. એમાં પહેલું સંઘયણ અથવા બળવાન કાયા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ - ૧૦ - સંસાર દુઃખમય લાગે તો બચાયઃ - ૧૨૫ – ૧૫૩ તો મહાપુણ્યવાનને મળે, મોટા ભાગનાને તો સત્વહીન કાયા મળે. અનાજની મુઠ્ઠી તો પેટમાં નખાય પણ ફોતરાં મુઠ્ઠી ભરીને હોય તોય નકામાં. આ શરીર ફોતરા જેવું છે, નિર્બળ છે, નાશ પામવાના સ્વભાવવાળું છે. દેવોનું શરીર તો આયુષ્યના અંત સુધી પણ વાંધો ન આવે એવું. એના ટુકડા કરવામાં આવે તોય પાછું ભેગું થઈ જાય. નારકીનું શરીર પણ એવું જ. એનું માથું કોઈ કાપે તોય એ મરે નહિ. જો મરાતું હોય તો મરવા એ ખુશી છે. એ જીવો એક ક્ષણ પણ ત્યાં રહેવા ઇચ્છતા નથી. ચાર ગતિમાં એક નરકની ગતિ જ એવી છે કે જ્યાં જીવો જીવવા ઇચ્છતા નથી પણ મરવા ઇચ્છે છે. માટે નરકાયુને પાપ આયુષ્ય કહ્યું છે. એ બેડીમાં રહેવા કોઈ રાજી નથી. દેવ, મનુષ્ય, તિર્યંચના જીવો વેદના ભોગવે પણ મરવા ન ઇચ્છે. એ વેદના એવી નહિ કે જેથી જીવવા જ ન ઇચ્છે. એમની જીવવાની આશા ક્યારેય નાશ નથી પામતી. નારકીના જીવોના તો રાઈ રાઈ જેવા ટુકડા કરવામાં આવે તોય પાછા ભેગા થઈ જાય. જો મરાતું હોત તો એ જીવો રાઈ રાઈ જેવા ટુકડા કરાવવા પણ જાત. દારિક શરીરથી જ મુક્તિ મળે : આ દારિક શરીરમાં તો કપાયા પછી સંધાવું પણ ભારે. સડવું, પડવું, નાશ પામવું એ આ શરીરનો ગુણ છે. ઔદારિક શરીરથી સારભૂત તત્ત્વ સધાય તો સર્વથી પ્રધાન શરીર એ છે. ઔદારિક શરીરથી જ મુક્તિ મળે પણ સાધતાં આવડે તો. આ શરીરવાળા તો કંઈક સડી ગયા, પડી ગયા અને કંઈક એવી દશા પામ્યા કે જીવતાં છતાં એની સામે પણ ન જોવાય. મોટા ચમરબંધી પણ ચાલ્યા ગયા તે અહીં અનુભવસિદ્ધ છે. નજરે દેખાય છે તો પણ કામાધીન આત્માઓ ક્ષણિક સુખ ખાતર ભવિષ્યના બધા વિચાર ભૂલી જાય છે. વિષયો પાછળ જીવો ખુવાર થાય છે ? વિષયો વ્યાધિના કારણ છે. ચિંતા, રોગ, ઉપાધિ આદિ બધું સહીને પણ જીવો વિષયની ઇચ્છા પૂરી કરવામાં જરા પણ આંચકો ખાતા નથી. પોતાના શરીરને પણ વિષયો પાછળ ખુવાર કરે છે. શરીરરક્ષા તો મોક્ષમાર્ગના મુસાફરને પણ કરવી પડે, પણ એ કેટલી ? એની પાસે કામ લેવાના ટેકા પૂરતી જ. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 19 આહાર એવો નહીં લેવાનો કે જેથી ખાધા પછી સૂઈ જવું પડે કે બીજી બીજી ઇચ્છાઓ પૂરી કરવી પડે. શાસ્ત્ર કહે છે કે જેમ આહાર વધે તેમ પ્રમાદ વધે, ઇચ્છાઓ વધે, દુઃખ વધે. આહાર પરિમિત હોય, રસ વિનાનો અને શુષ્ક હોય તો ઇચ્છાઓ ઘટે. સરસ આહારથી વિકાર પેદા થાય છે. વિકાર પેદા થવાથી ઇચ્છાઓ જાગે છે. માટે આહાર એવો લેવો કે ઇચ્છા આપોઆપ શમે. પિંડ શરીરને આપવો પડે પણ તે એવો નહિ કે જે ડખો પેદા કરે. કામાધીન જીવો એવા હોય છે કે શરીરને નિર્બળ જાણવા છતાં, નિયમા નાશ પામનાર જાણવા છતાં, તે શરીર દ્વારા એવાં કામ કરે છે કે જેથી અનેક વાર વધ, બંધન અને તાડન તર્જનાદિ પામે છે. વિષયેચ્છા પૂર્ણ કરવા તેઓ એવાં સ્થાનોમાં જાય છે કે જ્યાં ડંડાના માર ખાય છે, અપમાન અને ફિટકાર પામે છે, આમ છતાં પાછા હતા એવા ને એવા રહે છે. એક વાર માર ખાય તોય બીજી વાર જાય, પાછા માર ખાય તોય ત્રીજી વાર જાય. અનાદિના અભ્યાસથી જે આત્માઓ ભવિષ્યના પરિણામને વિચારતા નથી, જાણતા નથી, તેમને વારંવાર “સંસારમાં બહુ દુઃખ છે એમ જણાવ્યા વગર છૂટકો નથી. “સંસાર દુઃખમય છે' એવો પ્રઘોષ એમના કાને પડ્યા જ કરવો જોઈએ. એ પ્રઘોષ તેના મગજમાં જચે તો એ જાગ્રત થાય અને ચોંકે. જીવોને ઊંઘવાની ટેવ પડી ગઈ છે ? રોણીયા “જાગતા રહેજોની બૂમ માર્યા જ કરે. નિરાંતે ઊંધો' એવી બૂમ ન મારે. લોકોને ઊંઘવાની ટેવ પડી છે માટે એમને “જાગતા રહો' એવી બૂમ સંભળાવ્યા કરવી પડે. એ જ લોકોને જિવાડવાનો રસ્તો છે. વિષયાધીનો દુનિયાના દુઃખને સુખ માનવા ટેવાયેલા છે, દુનિયાની આપત્તિને એ સંપત્તિ માને છે. છોકરાની લાત પણ માબાપને મિઠ્ઠી લાગે છે. પ્રિય વસ્તુ અયોગ્ય હોય તોય લેતાં આનંદ અનુભવે છે. કેટલાક મિત્રો એવા પણ હોય છે કે જે ભેગા થાય ત્યારે પરસ્પર બે-પાંચ ગાળ આપે ને ખાય ત્યારે જ એમને આનંદ આવે. શાહુકાર સમજે છે કે રાત્રે નિરાંતે ઊંઘીએ તો ચોર ચોરી કરી જાય, છતાં ઊંધે છે. જાગવું ઠીક માને છતાં ઊંધ્યા વગર ન રહે, કારણ કે ઊંઘવાની ટેવ પડી ગઈ. એવી જ રીતે વિષયાધીનોને દુઃખમાં સુખ માનવાની ટેવ પડી છે, એ ટેવ ન પડી હોત તો દુઃખમાં સુખ ન લાગત. ચોરને ચોરી કર્યા બદલ Page #171 -------------------------------------------------------------------------- ________________ 10s - ૧૦ - સંસાર દુઃખમય લાગે તે બચાય ? - ૧૨૫ – ૧૫૫ ફટકા પડે ત્યારે તે માને કે ફટકા ભલે પડ્યા પણ પાંચ રૂપિયા તો હાથમાં આવ્યા ! કેટલાક માને છે કે દુનિયા ભલે આપણને સારા ન કહે પણ પૈસા તો આપણી પાસે છે ને ? પછી ચિંતા શી છે ?' કૃપણો આવું જ માને છે. એને મોઢે કોઈ એને કૃપણ કહે તો એ હસે છે. એ માને કે પાસે પૈસા છે તો બધા આંટા ખાય છે, પૈસા ન હોત તો કોઈ ન આવત. એટલે એને કૃપણ કહેવાથી એ ગુસ્સે નથી થતો. માગવા આવેલાને ના કહી દેવામાં એ આનંદ માને છે. આવું જ વિષયાધીનોનું છે. એને ગમે તેવા શબ્દો કહો તોય એ હસે, ગુસ્સે ન થાય. ગુસ્સે થાય તો ક્યારેક વિષયોથી છૂટે, પણ થાય જ શાનો ? એ દુઃખમાં પણ સુખ જ માને છે. ગુણવાન જ્યાં ત્યાં ન ભટકે : વર્તમાનનાં દુઃખોને જે ન ગણે એ વળી ભવિષ્યના દુઃખોનો વિચાર કરે ? એ વિચાર જાગ્રત કરવા માટે પુનરુક્તિ દોષ વેઠીને પણ “સંસાર દુઃખમય છે” એ એકની એક વાત જ્ઞાની સંસારીઓના કાનમાં ફૂંકવાનું ફરમાવે છે. સંસારમાં ત્યાગીના વેષમાં પણ પાપ થાય છે ને શાહુકારના વેષમાં પણ લૂંટ ચલાવાય છે. એનું કારણ અનાદિનો અભ્યાસ છે. જ્ઞાની કહે છે કે હવે ગુણ મેળવવા સાવધ થાઓ, યોગ્યનો સહવાસ કરો, અયોગ્ય સ્થાનોમાં જવાનું બંધ કરો. ગુણહીન અવસ્થામાં જ્યાં ત્યાં ભટકનારને ગુણવાન થયા પછી એ નહિ પાલવે. ગૃહસ્થ રાત્રે ગમે ત્યાં નીકળે તો કોઈ ન પૂછે પણ સાધુ નીકળે તો અનેકને શંકા થાય. કેમ ? સાધુ કાંઈ ચોર છે ? એની કિંમત ઓછી છે માટે ? ના, એની કિંમત વધારે છે માટે. તમને કોઈ પૂછે કે “તમે ઊઠીને જુઠું બોલો છો? તમે અહીં આવા સ્થાનમાં ભટકો છો ?” તો માનવું કે તમારી કિંમત વધી. બીજાને નહિ અને તમને કેમ પૂછે ? માટે તમારી કિંમત વધારે છે. ધર્મના મિત્રો પણ ધર્મી હોય ? કપાળમાં કરેલા તિલકમાં ચોકી કરવાનો ગુણ છે. એ તિલક કહે છે કે તારાથી જુઠું ન બોલાય, વિષયાધીન ન થવાય. સાધુ સાધુપણાની મર્યાદા ન જાળવે તો અનેક શંકા થાય, કેમ કે એનું સ્થાન ઊંચું છે. જેમ જેમ આત્મા આગળ વધે તેમ તેમ એની કિંમત વધે. એનાથી પછી નચિંત ન બનાય. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ —— - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - 18% પછી તો એને સાવધ બનવું પડે. અનાદિનો અભ્યાસ આવીને મૂંઝવે. પણ સાવધ રહેનારને વાંધો ન આવે. પૂર્વના સંસ્કારો પણ નિમિત્ત પામીને ઉદયમાં આવે છે. પાપબંધ થઈ ગયો હોય તો પણ નિમિત્તો સારાં મળે તો એ શુભ રૂપે પલટાઈ જાય છે. માટે જ્ઞાની કહે છે કે સારા વાતાવરણમાં રહો, ખોટાના સહવાસમાં ન રહો. ફલાણા પાંચ ભાઈ આવ્યા માટે અમુક સ્થાને જવું પડ્યું એમ ન કહેવાય. એવાની સોબત જ ન રાખો. તમને ખોટી જગ્યાએ ઘસડી જાય એવાની મૈત્રી શા માટે ? તમારી પાછળ ખેંચાઈને સારા સ્થાનમાં આવે એવા મિત્ર બનાવો. ધર્મીના મિત્રો ધર્મી હોય. એ મંદિર, ઉપાશ્રયે જવાની વાત કરે, સાધુ પાસે જવાની વાત કરે, ધર્માનુષ્ઠાનોની વાત કરે પણ નાટક ચેટકની કે જ્યાં ત્યાં હરવા ફરવા જવાની વાતો ન કરે. એવા મિત્રો ધર્મીને ન જોઈએ. એવાને કહી દેવાનું કે તમારે ને અમારે મેળ નહિ જામે. પ્રસંગે મૈત્રી સાચવી લેવી પડે એ વાત જુદી, પણ “મારી ભાવના ન હતી છતાં મિત્રો ખેંચી ગયા', એવું ધર્મીથી ન બોલાય. તમારો ધર્મ કાંઈ અસ્થિમજ્જા નથી બન્યો? ધર્મી આત્મા, સ્નેહી કે મિત્રો પર પણ એવી છાપ પાડી દે કે એવા હેતુ માટે તેઓ એની પાસે આવી શકે જ નહિ. મહામુશીબતે તો તમે ધર્મસ્થાનમાં આવો છો. તમે કાંઈ તમારા બળે નથી આવતા પણ એવા સંયોગો તમને મળી ગયા છે માટે આવો છો. હવે એ ચાર દિવસના સંયોગોને પેલા વર્ષોના સંયોગો બાજુ પર ધકેલી દે તો તમને ફરી જતાં વાર શી ? ધર્મ કાંઈ તમારામાં હજી અસ્થિમજ્જા નથી બન્યો. કલ્યાણ આમાં જ છે એવું હજી નથી મનાયું. રાજા શ્રેણિક ભલે અવિરતિ હતા પણ કલ્યાણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ છે એ વાત એમને નિશ્ચિત હતી. માછલાં મારતા સાધુને અને ગર્ભવતી સાધ્વીને જોયા છતાં એમને ભગવાનના માર્ગ માટે અયોગ્ય વિચાર ન આવ્યો. મનમાં એમ થયું કે આ નાલાયકો વેષને લજવે છે, પણ બધાં સાધુ-સાધ્વી આવાં ખરાબ છે એવો વિચાર ન આવ્યો. જુઠું બોલવાની શાસ્ત્ર છૂટ આપી નથી : દુર્ભાગ્યવશાત્ કોઈ પડે તેથી સમગ્ર જૈન ધર્મ પર કુઠારાઘાત ન કરાય. જેનો Page #173 -------------------------------------------------------------------------- ________________ 15 – ૧૦ – સસાર દુઃખમય લાગે તો બચાય ? – ૧૨૫ - ૧૫૭ પણ જુઠું બોલે છે એમ કોઈ કહે તો એ વાત ખરી, પણ જુઠું બોલવાનું શાસ્ત્ર કહ્યું છે ? જે જમાનામાં જુઠું બોલ્યા વિના ન ચાલે તે જમાનામાં જુદું પણ બોલાય, એવી શાસ્ત્ર છૂટ આપી હોત તો શાસ્ત્રને નીચું જોવું પડત. અમે સાધુ પણ શિથિલ હોઈએ તો કહીએ કે પાપી છીએ, પણ શાસ્ત્રના નામે ખોટો બચાવ તો ન જ થાય. આપણા બચાવ માટે સિદ્ધાંતમાં બાંધછોડ ન કરાય. આપણે જેવા નબળા તેવા સિદ્ધાંત ઢીલા ન બનાવાય. સિદ્ધાંતની રચના તો નબળાને સબળા બનાવવા, પાપીને પુણ્યવાન બનાવવા, અધર્મીને ધર્મ બનાવવા માટે છે. લોકો કેવા છે? દેશ, સમય કેવો છે ?' વગેરે શાસ્ત્રકાર ન જુએ. આ અવસર્પિણી કાળ તો પડતો કાળ છે જ, પતનદશાનો એનો ગુણ છે જ. એ પતનદશા જોઈને, એને આંખ સામે રાખીને શાસ્ત્રો લખાય ? નહિ જ. સાધુપદ એ સુરક્ષિત સ્થાન છે : આ શાસ્ત્રો તો કહે છે કે “અહિંસા પરમો ધર્મઃ' હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, ખાવા ન મળે તો પણ ચોરી ન કરવી, અનાચાર ન સેવવા, પરિગ્રહની મૂર્છા ન રાખવી. શાસ્ત્રો એ જ કહે. અયોગ્ય માર્ગે ચાલનારાના ઉદ્ધાર માટે યોગ્યથી અયોગ્ય બનાય ? શાસ્ત્રોમાં પરિવર્તન થાય ? વિષયાધીનો જેને દુઃશક્ય માને છે તેને શક્ય મનાવવા માટે સિદ્ધાંત છે. સમજાવાય કે આ વસ્તુ આ રીતે શક્ય બને. એવાને સમજાવીને ખેંચી લાવવા માટે સિદ્ધાંત છે પણ જમાનાવાદીઓની પાછળ ઘસડાવા માટે સિદ્ધાંત નથી. તારે તે કે જે તરવાના માર્ગમાં સ્થિર રહે, ત્યાંથી જરા પણ ખસે નહિ. પોતે બચેલો રહે એ બીજાને બચાવી શકે. સાધુપદ એ સુરક્ષિત સ્થાન છે. સાધુ એ સ્થાન પર એવા સ્થિત હોય કે હજારોને ખેંચીને ત્યાં લાવે પણ પોતે એ હજાર પાછળ ન ખેંચાય. પેલા હજારમાં એ ભળી જાય તો શું થાય ? હજાર ખાડામાં પડ્યા હોય, એક બહાર કિનારે ઊભો હોય, તો કિનારે ઊભેલો બીજાઓને મદદ બોલાવીને હજારને બહાર કાઢવાનો પ્રયત્ન કરે, પણ એ પણ હજાર ભેગો ખાડામાં પડે તો ખાડામાં એક હજાર ને એક થયા અને બહાર બીજાને ખબર આપનાર કોઈ રહ્યો નહિ પછી એ બધા નીકળે ક્યારે ? શ્રેણિક મહારાજાની અરિહંત પદની આરાધના : અયોગ્યના ઉદ્ધાર માટે યોગ્યે અયોગ્ય કાર્યવાહીમાં ભળવું એવું ન કહેતા. કોઈ અધર્મ કરે, પાપોદયે ધર્મી પણ અધર્મ કરે તો ડાહ્યો માણસ તેથી સિદ્ધાંત Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ પર પ્રહાર ન કરે. શ્રેણિક મહારાજાએ તમામ સાધુ-સાધ્વી પર અપ્રીતિ ન કરી. ગર્ભવતી સાધ્વીને તરત પ્રસૂતિ કરાવવાનો પ્રબંધ એ માટે કર્યો કે લોકો એને જોઈને અધર્મ ન પામે. પોતે શ્રદ્ધામાંથી લેશ પણ ડગ્યા નથી. તીર્થકર નામકર્મ બાંધ્યું તે અરિહંતપદની આરાધનાથી. એ આરાધનામાં એમણે જરાય કમી નથી રાખી. ભગવાન મહાવીર દેવ ક્યાં વિચરે છે એના રોજ સમાચાર મેળવતા. એ માટે એમના ચરપુરુષો સઘળી દિશાઓમાં ગોઠવાયેલા હતા. સમાચાર મળે એટલે તરત સિંહાસન પરથી ઊભા થઈ, જે દિશામાં ભગવાન હોય તે દિશામાં પાંચ-સાત કદમ જઈને, પંચાંગ પ્રણિપાત કરી ચૈત્યવંદન કરી પછી સિંહાસન પર બેસતા. આ તેમનો રોજનો ક્રમ હતો. પ્રભુ પોતાના નગરમાં પધારે ત્યારે રાજસભા બંધ રાખતા અને પ્રભુની સેવામાં હાજર થતા. નિરંતર ત્રિકાળપૂજા કરતા. અરિહંતના ગુણગાન કરતા. ભગવાને કહ્યું તે જ સાચું બાકી બધું મિથ્યા, એ શ્રદ્ધામાં જરા પણ કચાશ ન હતી. ચોવીસે કલાક અરિહંતનો જાપ હૃદયમાં કરતા. ભગવાન વીરનું નામ સાંભળતાં રોમરાજી વિકસ્વર થતી. પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ કાયમ હૈયામાં ઉલ્લાસાયમાન હતો. જૈનશાસનની શૈલી અનુપમ છે ? વિસ સ્થાનક પદની આરાધનાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. કોઈ વીસ પદ આરાધે, કોઈ ઓછાં આરાધે, કોઈ એક આરાધે. એકની આરાધનામાં પણ વીસેયની આરાધના બેઠી છે. જૈનશાસનની શૈલી અનુપમ છે. સાચી રીતે દાન કરનારો શીલ, તપ અને ભાવ ત્રણે પાળે છે. શીલ પાળનારો દાન. તપ અને ભાવ પણ આરાધે છે, તપ કરનારો દાન, શીલ, ભાવ આરાધે છે અને ભાવના ભાવનારમાં દાન, શીલ, તપ ત્રણે ધર્મ વિદ્યમાન છે. મોક્ષની આરાધનાના અસંખ્ય યોગ છે, જેમાં આ વીસ તો મુખ્ય છે. એક એક યોગથી અનંતાનંત આત્માઓ મુક્તિએ ગયા છે. એક યોગને આરાધનારો અસંખ્ય યોગનો આરાધક છે. એ અંતર્મુહૂર્તનો તપ અત્યંત કઠિન : સભા : મરુદેવા માતાએ પૂર્વે તપ નહોતો કર્યો? - પણ અંતર્મુહૂર્તમાં એવો કર્યો કે જે સંસારના બધા તપને ભુલાવી દે. Page #175 -------------------------------------------------------------------------- ________________ 1887 – ૧૦ – સંસાર દુઃખમય લાગે તો બચાય : - ૧૨૫ - ૧૫૯ એ અંતર્મુહૂર્તનો તપ અત્યંત કઠિન. ભુજાથી સ્વયંભૂરમણ તરવો સહેલો પણ આ તપ કરવો અઘરો. છઠ્ઠા સાતમા ગુણઠાણાથી આગળ વધવું એ મહાભારત કામ છે. બારમું ગુણઠાણું એ વિશ્રાંતિનું સ્થાન ગણાય છે. જબરદસ્ત પુરુષાર્થ કરીને આવેલો આત્મા, કર્મપ્રકૃતિઓને જડમૂળથી નાશ કરતો કરતો આવેલો આત્મા ત્યાં વિશ્રાંતિ લે છે. કેવળજ્ઞાનના પ્રકાશ પહેલાં ત્યાં પ્રાભિજ્ઞાન થાય છે. તેરમા ગુણઠાણે કેવળજ્ઞાનનો સૂર્યોદય થતાં પહેલાંનો એ અરુણોદયનો કાળ છે. અંધારેથી એકદમ અજવાળે આવતાં આંખો અંજાઈ જાય તેથી અનાદિકાળના અંધારામાંથી લોકાલોક પ્રકાશક કેવળજ્ઞાન થતાં પહેલાં આ પ્રાભિજ્ઞાન થાય છે. એનો કાળ અતિ અલ્પ છે. અનુભવરૂપ એ પ્રતિભજ્ઞાન થયું કે તરત કેવળજ્ઞાન પેદા થઈ જાય છે. બીજા કોઈ તપમાં નિકાચિત કર્મોને ખપાવવાની તાકાત નથી. આ શુક્લધ્યાનરૂપ તપ નિકાચિત કર્મોને ખપાવી શકે છે. સાચો ગુણ, સાચો ધર્મ હાથમાં આવે એટલે એક પદની આરાધનામાં બધાની આરાધના થાય છે. એકની આરાધનામાં પણ અન્ય સર્વ પ્રત્યે સભાવ છે, કોઈની અવગણના નથી. આ શાસનમાં પદની પૂજા છે. વ્યક્તિની નથી : સાચું દાન દેનારો શીલ, તપ, ભાવને પણ માને છે. કોઈ કહે કે હું તો અરિહંત પદને પૂજું, બીજાં પદોને ન માનું, તો શાસ્ત્ર કહે છે કે એ અરિહંતની પૂજા નથી. કોઈને પૂજામાં બહુ આનંદ આવે તો ભલે એ પૂજા કરે પણ એને બીજી ક્રિયા પર અનાદર ન હોય, આદર હોય. એ ક્રિયાઓમાં પણ મન ક્યારે સ્થિર થાય એ ભાવના એના મનમાં હોય.જેને અરિહંત ગમે તેને સિદ્ધ ન ગમે ? સાધુ ન ગમે? સાધુ પર પ્રેમ હોય એને અરિહંત પર પ્રેમ ન હોય ? આ શાસનમાં પદની પૂજા છે, વ્યક્તિની પૂજા નથી. પરમેષ્ઠી પદ પાંચ છે. વ્યક્તિપૂજાની આ શાસનમાં ના પાડી છે. વ્યક્તિનો પૂજારી તો ભગવાનને પણ ભૂલે. ગુણને લઈને વ્યક્તિની પૂજા થાય તો એમાં વાંધો નથી. તમે અમારા ક્યારે ? ભગવાન મહાવીરદેવના હો તો. ભગવાન મહાવીર દેવના ન હોય ને અમારા થાય તો અમને અધવચ્ચે લૂંટાવે અને કદાચ એમના ભેગા ઘસડી પણ જાય. અમારી પાસે આવનારા ભગવાનના હોય જ. અમે પણ ભગવાન મહાવીરદેવના માર્ગ સામે આંખ ઊંચી કરીએ તો અમારો પણ વિરોધ કરનારા જોઈએ. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ------- સભા : એ અવિનય ન કહેવાય ? એવા અવિનયની શાસ્ત્ર છૂટ આપી છે, એમ તમારે કહેવાનું. તમારો અમારો સંબંધ દઢ શાથી? તમે સાધુનો વિનય શા માટે કરો છો ? ભગવાન મહાવીરદેવની આજ્ઞા તમારાથી વધુ નથી પળાતી અને તમારા કરતાં સાધુ કાંઈક અંશે વધારે પાળે છે માટે તમે એમનો વિનય કરો છો. પણ વિપરીત જણાય તો વિનય કરવાની, હાથ જોડવાની શાસ્ત્ર ના પાડી. હાથ કયાં જોડાય ? ઔચિત્ય હોય, ધર્મપ્રાપ્તિ એમનાથી દેખાય, આત્મકલ્યાણ દેખાય ત્યાં. તમારું તથા અમારું અંતર ભગવાન મહાવીરદેવ તરફ જ ઢળેલું હોય, અને એથી જ તમારો અમારો સંબંધ દૃઢ હોય, એ વાત નિશ્ચિત સમજવી. આજ્ઞા કયા માબાપની મનાય ? અનાદિ ભવના અભ્યાસથી વિષયાધીને વિષયમાં સુખ માની ભવિષ્યના પરિણામનો વિચાર કરતા નથી. માટે જ્ઞાની કહે છે કે “સંસાર દુઃખરૂપ છે' એવો જાપ એમની પાસે જપાવો. સંસાર એકાંતે દુઃખરૂપ નહિ લાગે ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા નહિ રુચે. રાગદ્વેષ સર્વથા જીતનાર તે શ્રી જિનેશ્વર દેવ. ક્રોધ, માન, માયા, લોભ જેમના નાશ પામ્યા છે, જેમની લેવડદેવડ સંસાર સાથે નથી તે શ્રી જિનેશ્વર દેવ.પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું કે “શ્રી જિન ને જિનમત વિના, જૂઠ સકળ એ બુદ્ધિ રે, આ સમ્યક્ત્વની મનઃશુદ્ધિ છે. સકળમાં માબાપ પણ આવે ને ? શ્રી જિન, જિનમત, જિને કહેલા અનુષ્ઠાનો સિવાય બધું જુઠું, તો હવે એની વિરુદ્ધ જે જાય તેની સાથે મેળ મળે ? કે એનાથી અલગ થવું પડે ? લૂંટારા પીઠમાં છરી ક્યારે ખોસી દે તે કહેવાય નહિ. હવે માબાપની આજ્ઞા કઈ માનવી તે સમજાવવું પડશે ? આગળની વાત તો દૂર રહી, સાદી ભાષામાં પણ મહાપુરુષોએ સ્પષ્ટ સમજાવ્યું છે. ભગવાનની આજ્ઞાને અનુસરનાર માબાપની આજ્ઞા મનાય. જૈનકુળનું નાનું બાળક પણ બોલે કે જે બાપ ભગવાનને ન માને તેને અમે ન માનીએ. ભગવાનને ન માનનાર બાપને ન માનવો એ ગુણ કે ગુનો ? આપણે જેને તારક માનીએ તેની આજ્ઞા ન માને એને માનવાનું કારણ શું ? Page #177 -------------------------------------------------------------------------- ________________ 1869 ૧૦ સંસાર દુ:ખમય લાગે તો બચાય ઃ – ૧૨૫ - સરકારનો વાલીપણાનો કાયદો : બાળક હિતાહિત ન સમજી શકે અને માતાપિતા બાળકનું હિતાહિત સમજી શકે માટે બાળકે માબાપની આજ્ઞામાં રહેવાનું છે. સરકાર પણ વાલી નીમે છે, પણ વાલી નીમ્યા બાદ કોઈ અરજી કરે કે એ વાલી તો બાળકનું અનિષ્ટ કરે તેવો છે તો સરકાર પણ એનું વાલીપણું ખૂંચવી લે છે. સરકારનો આ કાયદો છે, તેમ જૈનશાસનમાં પણ એ જ કાયદો છે. સભા : સરકારનો કાયદો માનવો પડે પણ આ ન માને. આ કાયદા મનાવવા આપણે પ્રયત્ન નથી કર્યો. હવે એ પ્રયત્ન કરો. દીક્ષા ‘હાઉ’ મનાય છે એ ‘હાઉ’ કાઢી નાખો. દીક્ષા કોઈને ફસાવવાની જાળ નથી. દીક્ષા તો બહુ ઉમદા ચીજ છે. દીક્ષામાં કોઈનું અહિત થાય એવું શું છે, એ તો બતાવો ? અરે દીક્ષાનું સાચું સ્વરૂપ સમજાવાય તો દીક્ષા તો કાયદામાં રૂઢ થઈ જાય. માબાપ ચોરી કરવાનું કહે કે કાંઈ અયોગ્ય કરવાનું કહે તો તે ન મનાય. દીક્ષામાં તો હિંસા નહિ કરવાની, જુઠ્ઠું નહીં બોલવાનું, ચોરી નહીં કરવાની, અબ્રહ્મ નહીં સેવવાનું અને પરિગ્રહ તથા મૂર્છા નહીં રાખવાની, આ નિયમો છે. આ નિયમો જાણ્યા પછી કઈ સરકાર દીક્ષાની ના પાડશે ? એ તો સમજશે કે આવી દીક્ષા તો સારી કે જેથી ગુના ઓછા થાય, પોલીસ ઓછી રાખવી પડે. જૈનદર્શનના સિદ્ધાંત જો બધા માને તો પંદર આની ગુના ઘટી જાય, પણ નથી માનતા માટે એ મનાવવાનો આ પ્રયત્ન છે. જૈનદર્શનનો નાનામાં નાનો સાધુ, જેને કાંઈ ન આવડતું હોય પણ માત્ર નવકાર ગણી જાણતો હોય, તે પણ સામાને પૂજા, સામાયિક, પડિક્કમણું કરવાનું કહે, કંદમૂળ ન ખાવાનું કહે પણ ચોરી કરવાનું કે કોઈના ઘર ફાડવાનું તો ન કહે ને ? દુનિયાના વાલીપણા માટે સ૨કારે આવો કાયદો રાખ્યો છે, તો જૈનશાસનમાં વાલીપણા માટે શો કાયદો ? જૈનશાસનનાં માબાપ સાચાં વાલી ક્યારે ? ત્યારે જ કે જે જન્મતાં જ એવા સંસ્કાર નાખે કે જેથી યોગ્ય વયે આવતાં જ બાળક મહાવ્રતધારી થાય, એ ન બને તો વ્રતધારી શ્રાવક થાય, એ પણ ન બને તો છેવટ સમ્યગ્દષ્ટિ બને પણ પાપમાં કે કોઈના અહિતમાં તો ન જ ઊભો રહે. આ જાતનું વાલીપણું ન સ્વીકારે તે જૈનશાસનનાં માબાપ ન બની શકે. - ૧૭૧ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો સોળ વર્ષની મર્યાદા શા માટે ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ જતી માબાપની આજ્ઞા માનવામાં પાપ અને ભાંગવામાં પુણ્ય છે એમ જૈનશાસન કહે છે. સભા : પણ માબાપ કાઢી મૂકે તો ? તો માને કે ‘ભલું થયું ભાંગી જંજાળ.' છૂટવું હતું તે છૂટવાની તક મળી. લલિતાંગકુમારને બાપે દેશવટો દીધો ત્યારે એ ખુશ થયો હતો. સભા : સોળ વર્ષની ઉંમર પછી આ કાયદો ને ? 1870 સોળ વર્ષ સુધી ગમે તેવું શિક્ષણ આપવાનો તમને હક છે, એમ ? ઝેર પણ પાવાનો હક ? જો પાડોશી સરકારને એ જાતની અરજી કરે તો હાથકડી પહેરાવીને લઈ જાય. સોળ વર્ષ સુધી સમજની પરિપક્વતા આવતી નથી માટે હિતાહિતની ચિંતા અર્થે માબાપના વાલીપણાનો કાયદો સરકારે કર્યો પણ માબાપ જ એને મા૨વાની પેરવી કરે છે એવી અરજી કરવામાં આવે તો સરકાર પણ વાલીપણું ખૂંચવી લે. ચોરી કરનારને ટેકો આપનાર શાહુકાર નથી : જૈનશાસનમાં માબાપનું વાલીપણું ક્યાં સુધી ટકે ? બાળકને સન્માર્ગે જતાં રોકે નહિ ત્યાં સુધી. માબાપ તો બાળકને સન્માર્ગે જવામાં પ્રેરણા કરે. વ્યવહારકુશળ બનાવવા માટે બાળકને પાંચ-છ વર્ષની ઉંમરે તેની અનિચ્છા છતાં નિશાળે બેસાડાય છે, ન જાય તો લાલચ આપીને પણ મોકલાય છે, એથી પણ ન માને તો તમાચો મારીને, હાથપગ બાંધી ટીંગાટોળી કરીને પણ મોકલવામાં આવે છે. એ જ રીતે નાની વયમાંથી સન્માર્ગે ચડાવવાની પ્રેરણા હોય તો સોળ વર્ષની વયની અંદરનામાં બુદ્ધિ નથી એવું નથી. બાળકને ધર્મના કે દીક્ષાના ભાવ થાય ત્યારે માબાપ એને કહે કે ‘ભાઈ ! તારાથી એ નહિ બને,’ એ સમજાવવાની દૃષ્ટિએ કહે પણ પાડવાની દૃષ્ટિએ નહિ. અરે ! એ સંસારમાં રહી જાય તો ઠીક, એમ મોહના જોરથી થાય પણ જો એ મક્કમ દેખાય તો પછી માબાપ એની આડે ન આવે. સભા : આડે આવનારને પુષ્ટિ આપે એ જૈન કહેવાય ? - ચોરી કરનારને ટેકો આપે એ શાહુકાર કહેવાય ? Page #179 -------------------------------------------------------------------------- ________________ 181 – ૧૦ – સંસાર દુઃખમય લાગે તો બચાય ? - ૧૨૫ - પુંડરિક અને કંડરિક : પુંડરિક રાજા રાજસિંહાસન પર હતો અને કંડરિક એનો નાનો ભાઈ હતો. કંડરિકને ત્યાગનાં પરિણામ થયાં. પુંડરિકની રજા માગી. પુંડરિકને મોહથી ભાઈને સંસારમાં રાખવાની ભાવના છે પણ રાખવો એ ધર્મ નથી એમ સમજે છે. ધર્મદષ્ટિએ એમ કરવું યોગ્ય નથી એમ માને છે. એણે વિચાર્યું કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને બાધ તો ન આવવા દેવાય, તેથી કંડરિકને કહે છે કે “ભાઈ ! તું જે માર્ગે જવા માગે છે એ માર્ગ તો હિતકર છે, મોક્ષદાયક છે, પણ સંયમ પાળવું કઠિન છે, તલવારની ધાર પર ચાલવા જેવું છે, તારાથી એ બને તેવું નથી.' આમ પહેલાં તો પ્રભુઆજ્ઞાને માન્ય રાખી અને પછી મોહની વાત બોલ્યો. સમ્યગ્દષ્ટિ છે કે જે ધર્મને ગૌણ ન થવા દે. કંડરિકે કહ્યું કે મારાથી બનશે, હું ક્ષત્રિય છું, ક્ષત્રિયથી શું ન બને ?' પુંડરિકે તરત રજા આપી. માબાપ મોહથી ના પાડે પણ પહેલાં તો એમ જ કહે કે “ભાઈ ! તારું અહોભાગ્ય ! તું પુણ્યવાન ! અમે નિષ્પણિયા, અમે નથી લઈ શકતાં અને તને ભાવ થયો !” અને પછી એમ કહે કે “પણ સંયમ કઠિન છે, તારાથી પળાશે નહિ.”એમ મોહથી કદાચ બોલે છતાં પેલો ન માને અને રજા માગે તો પછી મોહથી એને લલચાવવા માટે રમકડાં બતાવે છતાં ન માને તો પછી જવા દે ને? વજસ્વામી માટે રાજાએ પણ એ જ ન્યાય આપ્યો ને ? માનો હક પહેલાં કાયમ રાખ્યો. બાળકને ખેંચવા મા પહેલી મહેનત કરે એમ કબૂલ્યું, પણ બાળક જેની પાસે જાય એનો ગણાય એ ચુકાદો રાખ્યો. પરંતુ, જેની પાસે જાય તે ઘાતક કે ખૂની ન જોઈએ એ તપાસાય અને એવો છે એમ માલૂમ પડે તો પડાવી લેવાય. આ તો કહે છે કે “જમને દઈએ પણ જતિને નહિ. જમ સારો પણ જતિ ભંડો.” આ કહેવત જો જૈનોમાં હોય તો એ જૈનત્વનું લિલામ છે. જતિ થાય તો દેખીને દઝાય કે પરમ શાંતિ થાય ? સભા જમ લઈ જાય તો પછી દેખવું નહિ ને દાઝવું નહિ. - અને જતિ થાય તો દેખીને દઝાય એમ ? કે એ દેખીને પરમ શાંતિ થાય ? જૈનશાસનમાં માબાપની સેવા તો જીવતાં સુધી કરવાની કહી છે. ચંદને અર્ચા કરવાની મના નથી પણ મર્યાદામાં. એંસી વરસનો દીકરો પણ સો વરસનાં માતાપિતાની સેવા કરે. ત્રિશલા માતા આવતાં ત્યારે ભગવાન મહાવીર પણ હાથ જોડી ઊભા થતા. પણ એ જ માબાપ જો ત્યાગમાર્ગમાં Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ વિઘ્ન કરે તો ? આજે તો ધર્મ રુચ્યાની વાત બાળક કરે તો એવાં પણ માબાપ છે, જે મારવા ઊઠે, ઓરડીમાં પૂરે અને મારપીટ પણ કરે. આ સ્થિતિમાં રજા માગવાની કોની પાસે ? સિંહના મોંમાં હાથ ઘાલીને જાચવું એમ ? માબાપ જો માબાપ બને તો રજા વિના કોઈ સંયમ ન લે. માબાપને જાણ કેમ નથી કરતા ? આજે તો માબાપોએ એવો ભય પેદા કર્યો છે કે વૈરાગ્ય થવાની વાત માબાપને કાને ન જાય એની બાળકે કાળજી રાખવી પડે. એ બાળક અમને પણ કહે કે મારાં માબાપ જાણશે તો મને પૂજા પણ નહિ કરવા દે, ને ઉ૫૨થી મારશે, પીટશે. વિરોધી વલણ ધરાવતાં માબાપે દીક્ષાના ઉમેદવાર બાળકનો પગ ભાંગી નાંખ્યાના દાખલા છે અને બિચારો જિંદગી સુધી રિબાઈ રિબાઈને મર્યો. સ્થિતિ એવી છે કે સંયમના અર્થીએ ઇરાદાપૂર્વક માબાપથી છૂપું રાખવું પડે. દુનિયાના વાલીપણાનું જ્યાં ઠેકાણું નથી ત્યાં શાસ્ત્રદૃષ્ટિના વાલીપણાની વાત શી કરવી ? નહિ તો સંયમ લેનાર માબાપની ૨જા કેમ ન લે ? અરે, હું તો કહું છું કે માબાપને સાથે લઈને જ સંયમ લે. માબાપમાં એ કૌવત ન હોય તો માબાપ બાળકને મૂકવા આવે. પણ આ તો કહે છે કે ‘જઈએ નહિ ને જવા દઈએ પણ નહિ, તેમ છતાં જાય તો જોવા જેવું કરીએ.' આથી સંયમના અર્થી પણ માબાપને જાણ કર્યા વિના જ પોતાનું કામ કાઢી લે છે. દુનિયામાં પણ શેઠ જો નોકરને નિયમસર રજા ન આપે તો નોકર ઉઘરાણીએ જાય ને પોતાનું કામ કરતો આવે. આવીને કહી દે કે અહીં ગયો હતો ને તહીં ગયો હતો. માબાપે તો બાળકને કહેવું જોઈએ કે વૈરાગ્ય થાય તો વાંધો નહિ. અમે તને ક્યાંય નડીશું નહિ પણ મદદ કરીશું. માબાપ જો સંસ્કાર નાંખશે તો બાળક શાસનદીપક થશે, છેવટ કુળદીપક થશે પણ સંસ્કાર નહિ નાખે તો ઘરદીપક પણ નહિ થાય, ઊલટા કદાચ અંગારા પાકશે ને સામા થઈને ઊભા રહેશે. શાસ્ત્રકાર આ વિષયમાં વિશેષ શું કહે છે તે હવે પછી - 1871 Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે ? 127| J-124 વિ.સં. ૧૯૮૬ માગસર સુદ-૫ શુક્રવાર તા. ૭-૧૨-૧૯૨૯ • અજ્ઞાન જગતની માન્યતા સામે જ્ઞાનીનો હમલો :૦ પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ : • સ્વાતંત્ર્ય શબ્દ ફક્ત બોલવા માટે છે : • સાંભળે અરધું અને ડહોળે બમણું : • અમારી લડત જ્ઞાનીઓના મત માટે છે : ૯ નિયમ જુઠું ન બોલવાનો હોય : « જ્ઞાનીઓને ઇતિહાસના અંગારા કહે છે : • સાચું પણ હિતકર જ બોલાય : ૦ જમાનાવાદીઓના વિરોધનો મુદ્દો : ૦ મુનિ અને જંગલનો ભીલ : • જ્ઞાનીઓનો હેત તમારા ભલા માટેનો છેઃ ૦ શાસન રક્ષા માટે થશે તેટલું કરશું : ૦ ઇચ્છા તો તમારી અમારી એક જ છે : • શ્રાવકકુળનો પ્રભાવ : ૦ દીક્ષા એ જેલ નથી : ૯ • શાસનની પેઢી તો દુનિયાનો આધાર છે : • ઇચ્છાઓ આકાશ જેટલી છે : ૦ દીક્ષામાં બળાત્કાર ન હોય : • વિષયોમાં ન ફસાયા તે અનુભવી : • સમ્યક્તનો મહિમા અપૂર્વ છે : વિષય જ્ઞાનીઓનો વિરોધ જગતની મિથ્યા માન્યતા સામે છે. કારણ કે, એ મિથ્યા માન્યતા જગતના જીવને દુઃખી બનાવે છે. વહુલુલ્લાહુ ગત્તવો અને સત્તા મે માવા જેવાં સૂત્રોના આધારે ફરી ફરીને જ્ઞાની ભગવંતો જગતના જીવોની દારુણ દુઃખાવસ્થા વર્ણવે છે. એની પાછળનું કારણ એક જ છે અને તે એ કે – એ જીવો એ સંસારથી વૈરાગ્ય પામે, દિક્ષાને અનુસરે ને શાશ્વત સુખાત્મક મોક્ષ પામે. પણ સંસારના અર્થ-કામમાં જ મિથ્યાત્વના યોગે સુખની કલ્પના કરી બેઠેલા મોહાધીન જીવોને એ ચીજ સમજાતી નથી અને તેથી એ પરમસુખનો માર્ગ બતાવનાર પરમતારક દેવ-ગુરુઓની સામે હુમલો લઈ આવે છે. મુગ્ધ લોકોને અવળા માર્ગે ચડાવે છે અને બને તેટલું ડહોળાણ પેદા કરી આત્મહિતનો પંથ શોધવાનો પ્રયત્ન કરે છે. એ દરેક પરિસ્થિતિનું ખૂબ જ રોમાંચક વ્યાન આ પ્રવચનમાં કરાયું છે. • કામાધીન આત્માઓને દુઃખ પણ એક પ્રકારના સુખરૂપ ભાસે છે. • પોતાના શરીર, ઈન્દ્રિયો અને વિચારો પર નો કાબૂ નથી અને સ્વતંત્ર કહે કોણ ? • “મને તો અમુક ચીજ વગર ચાલે જ નહિ' એવું ધર્મીને ન હોય. • પંચમકાળના જીવોને હિત પણ અહિત માટે થાય છે. • જીભ મળી છે માટે બોલવું જ એમ નહિ. • જે સાચું હિતકર હોય એ તો અવશ્ય બોલાય પણ જેમાં હિત ન હોય તે સાચું છતાં ન બોલાય. • સારી ચીજ સમજીને લે તોય ફળે અને અણસમજે શ્રદ્ધાથી લે તોય ફળે. • શ્રાવક કુળ એ પણ સમ્પત્વનું કારણ છે. • શાસનની પેઢી તો આખી દુનિયાનો આધાર છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે ? અજ્ઞાન જગતની માન્યતા સામે શાનીનો હુમલો : અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા ફરમાવે છે કે, આ સંસારમાં કર્માધીન પ્રાણીઓ અત્યંત દુઃખી છે. ત્યારે ટીકાકાર પૂછે છે કે, વારંવાર આ વાત આપ કહો છો તેનું પ્રયોજન શું છે ? સૂત્રકાર કહે છે કે સંસારમાં મનુષ્યો એવા કામાસક્ત છે અને વિષયમાં એવા લીન છે કે સંસારના દુઃખમાં પણ તેઓ સુખની કલ્પના કરે છે. આથી વારંવાર સંસારને દુઃખમય સૂચવ્યા વિના છૂટકો નથી. કામાધીને આત્માઓને દુઃખ પણ એક પ્રકારના સુખરૂપે ભાસે છે, જેને લઈને તેઓ સંસારથી છૂટી શકતા નથી. નાશવંત શરીરથી પણ એવી કાર્યવાહી કરવાને એ પ્રાણીઓ ઇચ્છે છે કે જેના કારણે અનેક પ્રકારનાં દુઃખોને પોતાની જાત માટે તેઓ વહોરી લે છે. ક્ષણિક સુખ માટે એ પ્રાણીઓ પાપ-પુણ્યનો વિચાર કરતા નથી. આ શરીરનું બંધન તો આત્માને માટે દુઃખરૂપ છે, છતાં એ દુઃખરૂપ શરીરની સેવા માટે આ બધી મહેનત એ જીવો કર્યા કરે છે અને પોતાની બંધનની બેડીને મજબૂત કરે છે. એ બેડીને મજબૂત કરવામાં સુખની માન્યતા એટલે સુધી કલ્પી કે ધર્મને વેચીને પણ શરીરને સુખી કરવાના પ્રયત્નો કરાય છે. આવાને ડાહ્યા કહેવા કે મૂર્ખ ? પોતાને મનગમતી વસ્તુ મેળવવામાં ગમે તેટલું પાપ કરવામાં પણ હરકત નથી, એ આજના લોકોની માન્યતા છે. એ માન્યતા સામે આ જ્ઞાનીઓનો હલ્લો છે. જમાનાવાદીઓને એ ફાવતું નથી. આજના સાધુઓ તો આંખ સામે હોવાથી કદાચ તેમને ભારરૂપ લાગે. કોઈ સાધુ કરડા શબ્દો કહે એમ પણ બને, પરંતુ પૂર્વના મહાપુરુષોની સામે પણ એમને ફાવટ નથી આવતી કારણ કે જેના પર એ જમાનાવાદીઓ પોતાના દેહ સંબંધી સુખોનો મદાર બાંધે છે તેની પર એ જ્ઞાનીઓનો હલ્લો છે. જમાનાવાદીઓ કહે છે કે દુનિયાના જીવોની માન્યતા છે કે શરીરસુખ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧ms -- ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે? - ૧૨૭ - ૧૦૭ માટે કોઈ પણ વસ્તુ મેળવવામાં પાપ શું ? આ જ્ઞાનીઓએ કહ્યું છે કે જેટલી શરીરની અનુકૂળતા તેટલો તમારા આત્માનો વિનાશ. જે મહાપુરુષોએ ઘરબાર, કુટુંબ-પરિવારનો ત્યાગ કરી જ્ઞાન પ્રાપ્ત કરી આટઆટલા ગ્રંથો લખ્યા, એવા નિષ્કારણ ઉપકારીઓ પ્રત્યે પણ દુર્ભાવનાનું કારણ શું? આજના સાધુઓને તો માનો કે રોટલા પણ આપવા પડે છે પણ આ તો વિદાય થઈ ગયા છે, છતાં તેમના પ્રત્યે પણ દુર્ભાવ ? પોતાનો પાડોશી દાન દે તોય કૃપણને દુઃખ થાય. એને થાય કે ભલે હું કાંઈ ન ઘસાતો હોઉં, મારો ઓટલો તો ઘસાય છે ને ? કારણ કે ઓટલો બેયનો મજિયારો હોય. દાતારને ત્યાં આવનાર ઓળખીતો હોય તોય ચા ભલે ન પાય. પણ ઓટલે બેસે ત્યાં તો ના ન પડાય ને ? એ રીતે મુનિને રોટલાનો ટુકડો ન આપવાની ભાવનાવાળાને આપવો પડે ત્યારે બોજારૂપ લાગે એમ માની લઈએ પણ ભૂતકાળના મહર્ષિઓને એ પણ નથી આપવાનો છતાં એમના પ્રત્યે અણગમો કેમ ? જો કે જૈનશાસનનો કાયદો અનુપમ છે. મુનિ રોટલા માટે કોઈને ત્યાં ધામા નાંખતા નથી, ન આપે એની ફજેતી કરતા નથી પણ માનો કે એનાથી શરમના માર્યા ના નથી પડાતી અને રોટલા દેવા પડે છે પણ પૂર્વના મહર્ષિઓને તો કાંઈ આપવાનું નથી ને ? તેમ છતાં એમના પ્રત્યે પણ અરુચિભાવનું કારણ એક જ છે કે એમની માન્યતા સામે એ જ્ઞાનીઓનો હલ્લો છે. આ લોકો જ્યાં પુણ્ય માને ત્યાં જ્ઞાની પાપ માનવાનું કહે છે, એ જેને લેવાનું કહે છે તેને જ્ઞાની છોડવાનું કહે છે. વર્તમાનના સાધુઓ કાંઈ બોલે તે એમને ઘોઘાટરૂપ લાગે છે પણ પૂર્વના મહર્ષિઓ પ્રત્યે તો દુર્ભાવનું કારણ એક જ કે જગતની માન્યતા ઉપર એ મહર્ષિઓ આક્રમણ લાવે છે. સ્વાતંત્ર્ય શબ્દ ફક્ત બોલવા માટે છે : સભાઃ આજના સ્વાતંત્ર્યના યુગમાં મહર્ષિઓના વિચારો પ્રત્યે દુર્ભાવના એ એમના સ્વાતંત્ર્ય પર તરાપ નથી ? - એ વાત ભૂલી જાઓ. આ વાતો કરનારા ખરેખર કાંઈ સ્વાતંત્ર્યના અર્થી નથી. સ્વાતંત્ર્ય શબ્દ એ તો માત્ર બોલવા માટેનું ઓઠું છે. એકને પણ હું સ્વતંત્ર ભાળતો નથી. સ્વાતંત્ર્યને એ સમજ્યા જ નથી, માત્ર સ્વાતંત્ર્ય શબ્દની ચોરી છે. એ લોકો સરકારને કહે છે કે “અમને બોલવાનો હક છે, અમને ન ગમે તેમને Page #184 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ ગાળો પણ દઈએ, એમાં ગુસ્સો થવાનો કોઈને અધિકાર નથી.' સામે ગવર્નમેન્ટ પણ કહે છે કે, ‘વારુ, અમને રુચે તે અમે કરીએ.' ત્યારે તેની સામે આ લોકો કહે છે કે ‘એમ નહિ, તમે અમને અનુકૂળ રીતે વર્તો.' સરકાર કહે છે કે ‘તમે અમને અનુકૂળ રીતે વર્તો તો અમે તમને અનુકૂળ રીતે વર્તીએ.’ ૧૭૮ માટે સમજો કે આ તો સ્વાતંત્ર્ય શબ્દનો દુરુપયોગ છે. આજે તો સત્તા નથી, તાકાત નથી છતાં આટલો ઉધમાત છે તો સત્તા મળે તો શું થાય ? કૂતરું હજી તો કરડવાં આવ્યું નથી, માત્ર ભસે છે, છતાં વગર સત્તાએ સોટી ફટકારવાનું મન થાય છે તો સત્તા હોય તો શું ન કરે ? તમને જીવવાનો હક છે અને કૂતરાને મરવાનો હક છે એમ ? સ્વતંત્રતા શબ્દને તો ફક્ત પોતાની ચળવળનું સાધન બનાવ્યું છે. બુદ્ધિવાદના જમાનામાં તો શબ્દ કરતાં એના ભાવને જ પકડવો જોઈએ પણ તે દૃષ્ટિ જ નથી. અમારી લડત જ્ઞાનીઓના મત માટે છે : સભા : સાચું સ્વાતંત્ર્ય તો મોક્ષ જ છે ને ? - હા, પણ એ મગજમાં ઊતરવું જોઈએ ને ? પોતાનું શરીર પણ જેના તાબામાં નથી, ઇંદ્રિયો પોતાના તાબામાં નથી, વિચારો ઉપર પોતાનો કાબૂ નથી એને સ્વતંત્ર કહે કોણ ? આજના સ્વતંત્રવાદીને સાત વાગે ચા ન મળે તો માથું ભમવા માંડે, ઊંઘ ઊંડે જ નહિ, આને સ્વતંત્ર કોણ કહે ? ધર્મી તો જાગવું હોય ત્યારે જાગે અને ઊઠવું હોય ત્યારે ઊઠે. ‘મને તો અમુક ચીજ વગર ચાલે જ નહિ' એવું ધર્મને ન હોય. શરીર માટે એ આહાર લે પણ એટલી પણ પરાધીનતા એને ખટકે. જમાનાવાદીઓને, સ્વતંત્રતાવાદીઓને પરાધીનતાનો પાર નથી પણ એ એમને ખટકતી નથી. જ્ઞાની એને પાપ કહે તે એમને ખટકે છે. ફલાણા વિના ન ચાલે એવી પામરતા ખટકવી જોઈએ. શરીરની ખાતર એવી ચીજોને આધીન થવું એને જ્ઞાની પાપ કહે છે તે એમને ખટકે છે. આ બધી વાત સમજાય તો એવા સ્વતંત્રતાવાદીનું બજાર વચ્ચે કાંડું પકડીને એને ઊભો રખાય. એકેય સ્વતંત્રતાવાદી એવો નથી કે જે કલાકભર શાંતિપૂર્વક સભ્યતાથી વાત કરે. જરાક એને અણગમતી વાત આવે ત્યાં હાથ હાથ ઊછળવા માંડે. જ્યારે જ્ઞાનીના વચન પર હલ્લો લાવે અને અમે જરા કાંઈ કહીએ તો કહેશે સાધુથી આમ ઊંચાનીચા થવાય ? કહે છે કે સાધુએ તો પરમ 1876 Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧n – ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે? - ૧૨૭ – ૧૧૯ સહિષ્ણુ બનવું જોઈએ, પણ અમારી લડત કાંઈ અમારા મત માટે નથી, જ્ઞાનીઓના મત માટે છે. શાનીઓને ઇતિહાસના અંગારા કહે છે : આજનાઓ જ્ઞાનીઓને ઇંદ્રજાળિયા, પ્રપંચી અને માયાવી કહે છે, ઈતિહાસના અંગારા કહે છે. એવાઓ તો ભગવાન મહાવીરને માને તોય નામના જ, કામના નહિ. જમાનાવાદીઓ જ્યાં સુખ કહે ત્યાં આ જ્ઞાનીઓ દુઃખ બતાવે છે. એમની વાતનો આ જ્ઞાનીઓ વિરોધ કરે છે માટે એ એમને અંગારા કહે છે. એ કહે છે કે આ અંગારા પાક્યા ન હોત તો અમારા સુખમાં ક્યાંય વિક્ષેપ ન આવત. અમારે તો એવું સુખ છે કે આજના જમાનાવાદીઓના એક એક વિચારનું ખંડન આ શાસ્ત્રમાં તૈયાર છે. વીસમી સદીમાં ઉત્પન્ન થનારી દલીલો એ જ્ઞાનીઓએ જાણી હતી. એ તમામ દલીલોના ઉત્તર શાસ્ત્રોમાં લખેલા છે. એવા સર્વા બાપના અને દીકરાઓ છીએ. અમારે ચિંતા શી છે ? આજના જમાનાવાદીઓને ચૂપ કરવા માટે કાંઈ નવું જાણવાની અમારે જરૂર નથી. નવાં તૂત શોધી કાઢનારાને એ બધી પંચાત હોય. અમારી એક વાતનું ખંડન કરવા એમને સો બસો લેખ લખવા પડે. જમાનાવાદીઓના વિરોધનો મુદ્દો : આ બુદ્ધિવાદીઓએ એક દીક્ષા-પ્રકરણની વાત અંગે વર્ષોથી કાગારવ કરી મૂક્યો. દીક્ષાને ખોટી તો કહેવાતી નથી. ખોટી કહેવા જાય તો કોઈ સાંભળે તેમ નથી. એટલે પીઠિકામાં તો “દીક્ષા સારી છે' એમ જ કહે છે અને પછી તેના માટે એલફેલ વાતો ગોઠવી કાઢે છે. કોઈ રીતે ફાવટ ન આવવાની મૂંઝવણમાંથી ઊભી થયેલી આ બધી ધમાલ છે. તમારી માન્યતામાં તમે દઢ બનો તો તમને ખાતરી થાય કે આજના એ લોકોની માન્યતામાં કોઈ તાત્ત્વિક વિરોધ નથી. જવાબ આપવા માટે એક મિનિટ પણ વિચારવા થોભવું પડે એવો એમના વિરોધમાં કોઈ મુદ્દો જ નથી. એમના વિરોધનો મુદ્દો એ છે કે એમની ઇચ્છાઓની આડે આવે, એમની શરીરસેવાની આડે આવે એવી જે વાત હોય તેને આઘે ફેંકી દેવી. શાનીઓનો હેતુ તમારા ભલા માટેનો છે? આપણા ત્યાગી ઉપકારીઓનો તો ચોવીસે કલાક જાપ કરવા જેવો છે. જીવોનાં સ્વરૂપ બતાવવાની, તેમની ઉત્પત્તિ તથા તેમના મરણના હેતુ વગેરે Page #186 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ બતાવવાની, ‘આમાં આટલા જીવ અને તેમાં આટલા જીવ' વગેરે વાતોની ઝીણવટ આ જ્ઞાનીઓએ કરી એનો હેતુ, માત્ર તમને હિંસાથી બચાવવાનો છે. સંસારી જીવો અજ્ઞાનથી પાપો આચરી દુર્ગતિમાં ન જાય એ જ તેમનો હેતુ છે. પણ જેમ ‘દુ’ ધાતુનો ગુણ કરવાથી ‘દોષ’ થાય છે; તેમ પંચમકાળના જીવોને હિત પણ અહિત માટે થાય છે. ૧૭૦ ઇચ્છા તો તમારી અમારી એક જ છે : કહે છે કે આવી કાચી ઉંમરનાને ત્યાગ શા ? પણ એવાને રાગમાં કેમ ધકેલો છો, એમ કોઈ પૂછતું નથી. તમે તમારી જાતને, તમારાં સંતાનને, તમારા સ્નેહીને સુખી કરવા ઇચ્છો છો કે દુ:ખી ? તમારી વર્તમાન કાર્યવાહી સુખદાયક છે કે દુ:ખદાયક ? એમાં જો સુખ ન દેખાય તો તમારે અમારી સલાહ માનવાની ખરી ને ? અમારા માટે આ જમાનાવાદીઓનો વિરોધ ક્ષણભર માનીએ કે અમે રોટલા માટે ભારે પડતા હોઈએ તે પણ હોઈ શકે, જેમ કૃપણની કૃપણતા એને ઉદાર પાડોશીનો પણ વિરોધ કરાવે છે, પણ આ પૂર્વના મહાપુરુષોનો વિરોધ શા માટે ? એનું કારણ એક જ છે કે એમની માન્યતા પર એ મહર્ષિઓ આક્રમણ કરે છે. તમારી કાર્યવાહીથી તમારી જાતને કે તમારા સંતાન વગેરેને સુખ થતું હોય તો અમારે કાંઈ કહેવાનું જ નથી. તમારી એ પ્રવૃત્તિના ખંડનની કે એના પ્રતિપક્ષી ઉપદેશની પણ જરૂર નથી, કેમ કે તમારા માટે તમે જે ઇચ્છો છો તે જ અમે પણ ઇચ્છીએ છીએ. તમારી ઇચ્છા સુખની છે તો અમારી પણ તમને સુખી કરવાની જ ઇચ્છા છે. ઇચ્છા તો બેયની એક જ છે પણ કાર્યવાહીમાં ભિન્નતા છે, કારણ કે તમે દુઃખમાં સુખ માન્યું છે. અમારી મહેનત શા માટે ? માટે, સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે ‘સંસારમાં મહાદુઃખ છે' એવી બૂમ વારંવાર પાડવાની જરૂર છે. વર્તમાન વાતાવરણનો એવો અભ્યાસ ક૨વો જોઈએ કે જેથી બરાબર સ્થિર થઈ જવાય અને માર્ગથી કોઈ જરાય ચલાવી ન શકે. એ હેતુને સફળ કરવા આ બધી મહેનત છે. અનાદિ કાળથી આ આત્મા સંસારમાં અનંત દુ:ખો ભોગવી રહ્યો છે તે હવે ભોગવવાં ન પડે તે માટે જૈન શાસ્ત્રકારોએ દીક્ષા ઊભી કરી છે. રોગીએ નીરોગી બનવા માટે દવા ખાવી પડે અને કુપથ્યનો ત્યાગ કરવો પડે. વૈદ્ય પણ એમ જ સમજાવે છે. શાસ્ત્ર પણ કહે છે કે 1878 Page #187 -------------------------------------------------------------------------- ________________ 179 --- ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે ? – ૧૨૭ - ૧૭૧ જેના કારણે દુઃખ થાય છે તે રોગનું જ ઔષધ કરવું જોઈએ. નાશવંત શરીરના રોગ માટે ઔષધ કરવાનું તો શાશ્વત્ત આત્માના અનંતા રોગો માટે ઔષધ નહિ કરવાનું ? ઔષધ કડવું ભલે લાગે પણ હિતેષી પાયા વગર રહે નહિ. એ રીતે દીક્ષા પાળવી કઠિન તો લાગે છતાં તમને એ આપવી જ જોઈએ. દીક્ષા એ જેલ નથી : દીક્ષા ક્યારે અપાય, એ માટે આજનાઓ શું કહે છે? કેટલાક તો કહે છે કે વાળ ધોળા થઈ જાય, દાંત પડી જાય, સંસાર સંગ્રામ ખેલવાની શક્તિ ન રહે, બધા કામથી નવરો થાય ત્યારે દીક્ષા અપાય. આવાને શું કહેવું ? દીક્ષા એટલે આવા ગળિયા બળદોને ભેગા કરવાની પાંજરાપોળ છે ? આજની બાળદીક્ષા સામેની ઝુંબેશ આ માન્યતાની પ્રતીતિ કરાવે છે. જો તેઓ એટલું સમજતા હોત કે દીક્ષા એટલે ખોડા ઢોરની પાંજરાપોળ નથી, તો બાલદીક્ષા સામે તેમનો વિરોધ ન હોત. તેઓ માને છે દીક્ષા તો દુનિયામાંથી ખાઈ-પી ઊતરેલા ઘરડા લે. તો શું ઘરડાને ખાવા પીવાનું મન નથી થતું? એક કવિ “માયાનું વર્ણન કરતાં કહે છે કે “ઘરડાને ઝાઝરી'. ઊલટી ઘરડાને ઝાઝી ઇચ્છાઓ થયા કરે છે. જન્મની ટેવો બધી ઘડપણમાં બહાર આવે. ઘણા ઘરડા એવા છે કે છોકરાઓ ના પાડે તોય પેઢી પર આવીને બેસે. દીક્ષાનું સ્વરૂપ સમજાયું નથી તેની આ બધી ધાંધલ છે. પણ દીક્ષા એ જેલ નથી. વગર ઇચ્છાએ ટિંગાવાનું એ દોરડું નથી. આત્મકલ્યાણ કરવાની આ તો ઉત્તમ ચીજ છે. ચીજ સારી હોય તો સમજીને ખાઓ કે વગર સમયે ખાઓ તોય સારી જલાગે. ચીજ સારી છે એ નક્કી થાય પછી મન હોય કે ન હોય તોય ખવાય. વૈદ્ય પણ રોગ મટ્યા પછી દરદીને કહે છે કે થોડું થોડું ખાવા માંડો તો શક્તિ આવશે. રુચિ થાય કે ન થાય છતાં થોડું ખાવું ખરું. નહીં ખાઓ તો પથારીમાંથી ઊભા નહિ થઈ શકો. વ્યવહારનો એ કાયદો કે ચીજ સારી સાબિત થઈ પછી રુચિ ન હોય તોય દેવી, કેમ કે પરિણામ સારું છે. સારી મનાતી ચીજ ગમે ત્યારે દેવાય. ઇચ્છાઓ આકાશ જેટલી છે ? જમાનાવાદીઓ કહે છે કે બધી લાલસાઓ પૂરી થાય પછી ત્યાગ કરાય. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે કોઈ એવો જમ્યો નથી કે જેની બધી લાલસા અખંડિતપણે પૂરી થઈ હોય. પૂજ્ય આનંદઘનજી મહારાજ કહે છે કે Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ 1880 આશા આકાશ જેટલી છે અને આકાશનો તો ક્યાંય અંત નથી. આશા પૂરી કર્યા પછી વિરાગી થવાશે એવું કહેનારને માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે એનો પ્રયત્ન ઈંધણ નાંખી, ઘાસલેટ છાંટી ભૂંગળીથી ફૂંકી અગ્નિને બૂઝવવાની ઇચ્છા રાખનારા જેવો છે. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા અનુભવી હતા કેમ કે એમણે આઠ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. શ્રી માનવિજયજી વગેરે ઉપાધ્યાયપદ વિભૂષિત મહાત્માઓ પણ લખે છે કે, હાલ પૂર્વધરો તો નથી પણ પૂર્વધર કેવા હોય તેની ઝાંખી પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કરાવે છે. અમે પણ એમના આલંબને જ ચાલીએ છીએ. અમારું લખેલું સાહિત્ય પણ એમની જ પ્રસાદી છે. પોતાનું લખેલું પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાને બતાવ્યા વિના પોતે મંજૂર નહોતા કરતા. વિષયોમાં ન ફસાયા તે અનુભવી : આ મહાપુરુષોની અનુભવની વ્યાખ્યા જુદી છે. વિષયોમાં જે ન ફસાયા એ અનુભવી, આવી એમની વ્યાખ્યા હતી, જ્યારે આજનાઓ અનુભવીની વ્યાખ્યા જુદી કરે છે. ‘વધુ ખાઈ-પી, પહેરી ઓઢી, સંસારમાં બરાબર મહાલી લે તે અનુભવી’. એવી આજની વ્યાખ્યા છે. દીક્ષા માટેની કઈ વય યોગ્ય, એ એમને પૂછો તો શું કહેશે ? એ કહેશે કે બાલવય તો અજ્ઞાન વય, એ દીક્ષામાં સમજે શું ? યૌવન એ ભોગની વય છે, એ દીક્ષામાં ટકે શી રીતે ? પ્રૌઢ વયમાં તો છોકરાંના છોકરાને રમાડવાના, પાળવા પોષવાના અને મોટા કરવાના અને વૃદ્ધાવસ્થામાં મોંમાંથી લાળ પડતી હોય, અંગોપાંગ ધ્રૂજતાં હોય, એવો ત્યાં જઈને શું ઉકાળવાનો ? આ રીતે એ દીક્ષાના વિરોધીઓને ‘દીક્ષા સારી' એમ મોઢેથી કહેવું પડે, છતાં દીક્ષા એમને એકે વયમાં માન્ય નથી. દીક્ષા ક્યારે ? એવો સવાલ પૂછો તો એમની પાસેથી જવાબ જ નહિ મળે. ‘દીક્ષા અમને માન્ય છે’ એમ કહે પણ સાથે સાથે ‘લઈએ નહીં અને લેવા દઈએ નહિ’ એ વાત પણ ભેગી. પંચ એ પરમેશ્વર, પંચ માબાપ, પણ મારી ખીલી ખસે નહિ, એવી એમની વાત છે. દીક્ષાને પરમ તારક કહે ખરા, કેમ કે એવું ન કહે તો એમને કોઈ સાંભળે પણ નહિ. પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ : દીક્ષા સારી છે, તારક છે, એવી પીઠિકા તો એમને પણ ક૨વી પડે પણ Page #189 -------------------------------------------------------------------------- ________________ 1991 – ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે? - ૧૨૭ - ૧૭૩ પછી આખા લખાણનો નિષ્કર્ષ કાઢો તો એક જ નીકળે કે દીક્ષા જોઈએ નહિ. કોઈપણ વ્યક્તિની વાત વાંચતાં પહેલાં, એનું લખાણ કે ભાષણ વાંચતાં પહેલાં એ વ્યક્તિને ઓળખો. જૈનદર્શનનો કાયદો છે કે પુરુષવિશ્વાસે વચન વિશ્વાસ.” તમારો વ્યવહાર પણ એ વાત કબૂલ રાખે છે. મરી ગયેલા નામની પેઢીના ચેક કે હૂંડી કબૂલ રાખો છો પરંતુ કોઈ દમામદાર પણ અપરિચિત કે શંકા પડતી વ્યક્તિ સાથે પૈસાનો વ્યવહાર નથી કરતા. વ્યવહારમાં પણ તમે વ્યક્તિને માનો છો. શ્રી જિનેશ્વરદેવે કહ્યું કે પુરુષ વિશ્વાસે વચનવિશ્વાસ, એ કાયદો. જ્ઞાની ખોટું કહે જ નહિ. સ્નેહીની ધોલ પણ મીઠી લાગે કેમ કે ત્યાં વિશ્વાસ છે. દુમન પંપાળે તોય ભય લાગે, કારણ કે એનો વિશ્વાસ નથી. સ્નેહીની ધોલમાં પણ હિત લાગે છે. દુશ્મન પંપાળે ત્યાં શંકા પડે કે રખે ઘા મારશે ! દીક્ષાને સારી માની, કલ્યાણકાર કહી, પછી વાંધો શો ? એમ ન વિચારતા આખું લખાણ બરાબર વાંચો એટલે લખનારનું માનસ સમજાઈ જશે. સાંભળે અરધું અને ડહોળે બમણું ? બનેલા બનાવોને પૂરા વાંચવાની લોકોને ટેવ નથી, સાંભળેલું ઝટ માની લેવા ટેવાયેલા છે. સાંભળે અરધું અને ડહોળે બમણું, જ્ઞાની કહે છે કે પાયા વિનાની વાત ડાહ્યો માણસ સાંભળે નહિ, સાંભળે તો ધ્યાનમાં લે નહિ અને ધ્યાનમાં લે તો મોઢામાંથી જ્યાં ત્યાં બહાર તો ન જ કાઢે. સાપની ગરલ પાણીના કુંડમાં ન પડતી હોય તો તો કશી મહેનત ન કરીએ, પણ હજારો લોકો જેમાંથી પાણી પીતા હોય એવા કુંડમાં પડશે એવું લાગે તો આડું વાસણ ધરી ઝીલી લેવી પડે. કુંડમાં નાંખવા માટે નહિ પણ જ્યાં કોઈને નુકસાન ન થાય એવા સ્થાનમાં ફેંકી દઈને કુંડના પાણીને ઝેરી બનતું બચાવવા માટે. આવી ગરલ જેવી વાતો ડાહ્યા માણસો સાંભળે નહિ, સાંભળે તો હૈયામાં ઉતારે નહિ, હૈયામાં ઊતરે તો બહાર કાઢે નહિ. આજે તો દશા એવી છે કે હૈયામાંથી વાત બહાર નીકળે નહિ ત્યાં સુધી ચેન પડે નહિ. નિયમ જુઠું ન બોલવાનો હોય ? કહેવાય છે કે મનુષ્યોમાં એક હજામની જાત એવી છે કે એના પેટમાં વાત ટકે નહિ. તમને હજામ કહેવા નથી માગતો પણ એવો દુર્ગુણ હોય તો કાઢવો જોઈએ. કોઈની વાત કરવા આવે એને પૂછો કે તને કહી કોણે ? ત્યાં Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 10 જ એ ગલ્લાતલ્લાં કરવા માંડશે. જેને વાત પણ પૂરી યાદ નથી અને વાત કરનાર પણ કોણ હતું એ યાદ નથી, એવાની વાત પર મદાર બંધાય ? શાસ્ત્ર કહે છે કે ધર્મ તે જ વાત કરે કે જેમાં સ્વપરનું હિત હોય. સ્વપરનો ઘાત થાય એવી વાત ધર્મ ન કરે. વાત કરવા માટે વાત કરવાની નથી પણ જરૂર હોય તો વાત કરવાની છે. જીભ મળી છે માટે બોલવું એ કાયદો નથી. બોલવા માટે જીભ છે એ વાત સાચી પણ જીભ છે માટે બોલવું જ એમ નહિ. જ્ઞાનીએ નિયમ પણ એવો ઘડ્યો કે જુઠું ન બોલવું. બોલવું પડે તો સાચું બોલવું પણ બધું સાચું બોલી દેવું એમ નહિ. નિયમ જુઠું નહિ બોલવાનો છે. જ્ઞાની જો સાચું બધું કહેવા માંડે તો દુનિયામાં ઉલ્કાપાત મચી જાય. આ સંસારમાં તો બાપ દીકરાને મારવા તૈયાર હોય ને દીકરો બાપને મારવા તૈયાર હોય. દેશના દેનારા જ્ઞાની આ બધું જાણે તો પણ કહે ખરા ? કહે તો શું થાય ? માટે સાચું બધું કહેવું જ એવો કાયદો નથી. સાચું પણ હિતકર જ બોલાય ? બે ડાહ્યા ભેગા થાય તો તત્ત્વગોષ્ઠિ કરે પણ આજે એ તો આવડતું નથી. ધર્મની વાતો કરવી ગમતી નથી. ભેગા થાય એટલે વાતો તો કરવી જ જોઈએ. પછી કરે શું? પંડિત પંડિત ભેગા થયા હોય તો તત્ત્વગોષ્ઠિ કરે અને મૂર્ખ ભેગા થાય, એ એવી વાતો કરે કે બોલતાં બોલતાં ઝઘડી પડે અને પછી જીદ પર મામલો ચડે એટલે મારામારી સુધી પણ પહોંચી જાય. જે સાચું હિતકર હોય એ તો અવશ્ય બોલાય પણ જેમાં હિત ન હોય તે સાચું છતાં ન બોલાય. એક ભાઈએ બીજો જે હાજર નથી તેને ગાળ દીધી તો એ ભાઈને કહેવાય કે આ રીતે કોઈને ગાળ દેવી એ પાપ છે. એ કહેવામાં એમને ખોટું લાગે તો પણ વાંધો નહિ પણ જેને ગાળ દીધી તેની પાસે જઈને એમ ન કહેવાય કે ફલાણાએ તમને ગાળ દીધી. જોકે વાત સાચી છે છતાં કહેવામાં હિત નથી. એ તો સામાને ઉશ્કેરવાની વાત થઈ. જ્યારે ગાળ દેવી એ પાપ છે એમ કહેવું એ સામાને પાપથી બચાવવાની વાત છે. ગાળ દેવામાં પાપ છે એમ સમજાવવામાં કદી બે કડક શબ્દ કહેવા પડે તોય વાંધો નહિ. મુનિ અને જંગલનો ભીલ : સાચી અને સારી કલ્યાણકર વસ્તુ કાયમ અને અખંડપણે સેવાય તો નિયમ Page #191 -------------------------------------------------------------------------- ________________ 1989 – ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે ? - ૧૨૭ – ૧૭૫ મુક્તિ આપે, કદી અતિચારાદિ લાગે તો પણ તેનું નિવારણ થઈ શકે તેથી એ નિયમા સ્વર્ગ આપે. અંગીકાર કરેલ વસ્તુ થોડીવાર પળાય પછી કારણવશાત્ વમી જવાય તો પણ ભવાંતરમાં એનો સ્વાદ ઉદયમાં આવતાં વાર ન લાગે. સારી ચીજ સમજીને લે તોય ફળે અને અણસમજે શ્રદ્ધાથી લે તોય ફળે. જંગલનો ભીલ જેવો વગર સમજે નવકાર ગણીને સ્વર્ગે ગયો. મુનિ ધ્યાનમાં હતા ત્યાં ભીલ આવ્યો. ભીલની અનાડી જાત, કદાચ સંયમમાં વિઘ્ન કરે એમ ધારી મુનિએ ત્યાંથી જતા રહેવાનો વિચાર કર્યો. ધ્યાન પારવા “નમો અરિહંતાણનો ઉચ્ચાર કર્યો, અને આકાશમાર્ગે ચાલ્યા ગયા. ભીલ સમજ્યો કે “નમો અરિહંતાણં' બોલવાથી આકાશમાં ઉડાય તથા બીજા પણ કૈક લાભ થશે, માટે જરૂર આ કોઈ ઉત્તમ મંત્ર છે. “નમો અરિહંતાણં'નો જાપ કરી એ ભીલ સ્વર્ગે ગયો. “નમો અરિહંતાણં' એ કાંઈ આકાશગામિની વિદ્યા ન હતી. ભલે કાંઈ પણ સમજ્યા વગર એ પદ ગોખ્યું અને સ્વર્ગે ગયો. એને વગર સમયે આટલો લાભ થયો તો સમજે એને કેટલો થાય ? આને અશાન દીક્ષા કહી કોણે? - તમારાં સંતાન સાધુને જુએ અને સાધુપણાના ભાવને ન સમજે એ સંભવિત છે ? તમે જ એને બાલ્યવયમાં સમજાવો કે “આ આપણા મહારાજ, એ ઉઘાડે પગે ચાલે, એમને પગે લગાય, જે જે કરાય, એમને વહોરાવીએ તો લાભ થાય.” બાળકને પણ થાય કે બાપાજી જેમના પગ પૂજે તે પૂજ્ય જ હોય, હું પણ એવો થાઉં તો કેવું સારું ? એને પણ દીક્ષા લેવાના ભાવ થાય. આને અજ્ઞાન દીક્ષા કહી કોણે ? આવી ભાવનાવાળો લાયક કે નાલાયક ? કહેવાતા શ્રાવકના કોઈ અધમ કુળની વાત જુદી છે કે જ્યાં કેવળ વિરુદ્ધ સંસ્કારો હોય. જે જાતથી પણ ગયા હોય એવા બહુ થોડા, બાકી સામાન્ય લોકો તો સાધુને હાથ જોડે જ. એ એમ જ કહે કે ગમે તેવા તોય આપણાથી ઊંચા તે ઊંચા જ. શાસનરક્ષા માટે થશે તેટલું કરશું: બાળક માને કે બાપાજીએ મહારાજને સારા કહ્યા અને મને પણ સારા લાગ્યા માટે એમની પાસે જવામાં વાંધો નથી. આવું સમજી બાપાજી પાસે રજા માગે ત્યારે મોહના કારણે બાપાજી કદી આડુંઅવળું સમજાવે તોય એ બાળક Page #192 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ --- કહે કે “તમે જ પહેલાં સારા કહેતા હતા તો હવે કેમ ના પાડો છો ?” આવો બાળક કેવો ગણાય ? સભા : સમજદાર ! - જે સાધુને સારા માને છતાં બાપાજીથી ભોળવાય, ત્યાં સુધી અમે એને અયોગ્ય માનીએ. એવાને તો આજે લાવીએ ને કાલે બાપાજી આવે એટલે એમની સાથે જવા તૈયાર થઈ જાય. એવાને યોગ્ય ન ગણીએ. બાપાજીની આંખમાં આંસુ જુએ છતાં પોતે આંખમાં આંસુ ન લાવે એને યોગ્ય માનીએ. રાજ્યના કાયદા અમે પણ ભણ્યા છીએ. અહીં બધા ભોટ ભેગા નથી થયા. અમે અનેક ગામ ફર્યા છીએ. સભાઃ કાયદાને સુધારવાની કોશિશ થાય છે. - અમે પણ એવું ન થવા દેવાની જ ત્રેવડમાં છીએ. બનશે તેટલી ફરજ બજાવીશું. ભાવિ ગમે તે થાય. પાંચમા આરાના છેડે તો શાસન પણ જવાનું છે એ વાત જુદી પણ અત્યારે તો એને બચાવવા માટે પ્રયત્ન તો એવો કરીશું કે પાછળ ઓરતો ન રહે. પાંચમા આરાના છેડે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા એ ચારનો સંઘ રહેશે. ઘસાતો ઘસાતો એટલે પહોંચશે અને પછી એ પણ જશે એટલે ભરતક્ષેત્રમાં શાસનનો નાશ થશે. છેલ્લા દુપ્પસહસૂરિ થશે. એમનો સ્વર્ગવાસ થશે એટલે શાસનનો નાશ થશે. ઘસાતામાંથી કઢાય તેટલું કાઢવું એ આપણી ફરજ. વખારમાંથી જેટલો માલ નીકળ્યો એ આપણા બાપનો. દુપ્પસહસૂરિ યુગપ્રધાન શાયિક સમકિતી, એકાવતારી પણ જ્ઞાન માત્ર દશવૈકાલિકના ચાર અધ્યયનનું. આજના નાનામાં નાના સાધુને પણ એટલું જ્ઞાન હોય એ ચાર અધ્યયન ભણાવ્યા પછી તો વડી દીક્ષા અપાય. શ્રાવક કુળનો પ્રભાવ : સભા : બાપ ઠગે છતાં બાળક દઢ રહે એ પૂર્વભવની આરાધના ખરી ને ? - પૂર્વભવની આરાધના પણ હોય અગર મુનિના સંસર્ગથી, શ્રાવક કુળના સંસ્કારથી નવો ક્ષયોપશમ પણ થાય. શ્રાવકકુળ એ પણ સમ્યક્તનું કારણ છે. શ્રી જિનેશ્વરદેવની પૂજા, નિગ્રંથોની સેવા અને આગમોનું શ્રવણ હોય, એ કુળમાં બાળક ધર્મ ન પામે તો પામે ક્યાં ? એ કુળમાં ધર્મ પામે એમાં કાંઈ નવાઈ છે ? ન પામે ત્યાં નવાઈ ખરી પણ આજના કેટલાક Page #193 -------------------------------------------------------------------------- ________________ 1885 -- ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે ? ૧૨૭ -- બુઢાઓને તો ત્યાં ધર્મ પમાય એમાં નવાઈ લાગે છે. શ્રીમંતોના છોકરા મેવા મીઠાઈ ન ખાય તો ખાય કોણ ? ઝવેરીના છોકરા રત્નના ઘૂઘરે ૨મે એમાં કાંઈ નવાઈ છે ? શ્રાવકના દીકરા ઓઘાના અર્થી થાય એમાં કાંઈ નવાઈ નથી, ન થાય તો નવાઈ. લક્ષ્મીવાન બાપ દીકરાને કહે કે ‘તું આવા ધૂધરે ૨મે છે, અમે તો જોયો પણ ન હતો' તો દીકરો પણ કહી દે કે ‘મને મળ્યા તેવા બાપ તમને મળ્યા નહિ હોય અને મારા જેવા પુણ્યવાન પણ તમે નહિ હો'. એ રીતે બાપ દીકરાને પૂછે કે ‘મને વૈરાગ્ય નહિ અને તને કેમ ?' તો દીકરો કહે કે ‘તમે કમનસીબ કે ન થયો, હું નસીબદાર છું માટે મને થયો.' શ્રાવકના દીકરાને નાની વયમાં દીક્ષાનું મન થાય એમાં નવાઈ શી છે ? શાસનની પેઢી તો દુનિયાનો આધાર છે ઃ શ્રાવકના કુળમાં તો બાળકને જ દીક્ષાના ભાવ થાય. મોટાને સંન્યાસના ભાવ થાય એ ઇતર કુળોમાં. તમે પેઢી પર કયા દીકરાને બેસાડો ? વીસ વસે નિશાળે ભણવા જવાનું શરુ કરે એને ? તમે એક હોશિયાર દીકરાને શાસનની પેઢીને સોંપો એ તમારી ફરજ છે. શાસનની પેઢી તો આખી દુનિયાનો આધાર છે. તમારી પેઢી પાંચ-પચીસને નિભાવે, આ પેઢી તો જગતનું કલ્યાણ કરે. દીક્ષામાં બળાત્કાર ન હોય : આ દીક્ષાની વાત જેને ગમે એના માટે છે. જેના ભાવ થાય તે લે. એમાં બળાત્કાર ન હોઈ શકે. બળાત્કારથી અપાય તે બધા સચવાય ? આ ઉપાશ્રયનાં મકાનો તો તમારાં છે ને ? અમે ક્યાંય તાળાં મારીએ છીએ ? બળાત્કારથી પાંચ-પચાસ ભેગા કરીએ તો એને ભાગી જતાં વાર શી ? જે ટકે એવા હોય એને જ અમે લઈએ. ભાગી જાય તેવાને લેવામાં અમે કદી રાજી ન હોઈએ. તમને આબરુ વહાલી છે તો શું સાધુ આબરુ વગરના છે, એમ ? જેમ બજારમાં પણ કોઈક દેવાળિયો નીકળે તેમ અહીં પણ કોઈક પાપોદયે એવો આવી જાય તેનો ઇન્કાર નથી. પાપનો ઉદય ન જ આવે એવો ઠેકો રાખ્યો નથી પણ બહુલતયા એવું ન બને. 361 Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - 13 સમ્યક્તનો મહિમા અપૂર્વ છે : કોઈ એક-બે વેપારી દેવાનું કાઢે તેથી આખી બજારના વેપારીઓને દેવાળિયા ન કહેવાય. એ જ રીતે અહીં એક-બે ખામીવાળા હોય તેથી બધા પર એવો આરોપ ન મુકાય. વિચારો કે જેને તારક માનીએ તે એવા તો ન જ હોય કે જવા માટે આવનારાને પણ રાખે. એક દિવસ પણ સમ્યક્ત સ્પર્શી જાય તો સંસાર નિયત થઈ જાય. સમ્યક્ત અસંખ્ય વાર આવે અને જાય પણ એ પામેલો નિગોદમાં જાય. તોયે અર્ધપુદ્ગલપરાવર્તમાં મુક્તિએ જાય. પડેલાને પણ ધર્મી તો કહે કે “ભાઈ, તું ભાગ્યવાન ! કે સ્વાદ ચાખીને આવ્યો ! ખીર ખાધેલી નીકળી જાય તોયે એનો સ્વાદ રહી જાય. સમ્યત્વનો મહિમા અપૂર્વ છે. હજી પણ શાસ્ત્રકાર ભગવંત આ વિષયમાં વિશેષ શું ફરમાવે છે તે હવે પછી - Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! 128 J.125 વિ. સં. ૧૯૮૬ માગસર સુદ-૭, શનિવાર, તા. ૭-૧૨-૧૯૨૯ ૦ ધર્મ બીજાના રક્ષણમાં છે, ભક્ષણમાં નથી : • હિંસા, એ પાપ દરેકને માટે છે : • જીવઘાતથી બચવા ત્યાગમાર્ગ છે : • ઉસૂત્રભાષી મહાહિંસક છે : સમ્યક્તની રક્ષાના ઉપાય એટલે જયણા : • અપવાદ બધે છે : • પ્રભુનું શાસન અપવાદથી જ ચાલે છે : • શ્રાવક મંત્રી કેવો હોય ? ૦ આજે દરેક વાતમાંથી ઊંધું લેનારા છે : • આંધળાં અનુકરણમાં લાભ નથી : • સાવધ નહિ રહો તો માર ખાશો : • મુનિનો વિહાર બહુલતયા ક્યાં હોય ? • શુદ્ધિ-અશુદ્ધિનું સ્વરૂપ સમજો ! • જાત ઓળખીને ભાત પાડો! વિષયઃ અપવાદનું મહત્ત્વ. એકલા ઉત્સર્ગથી નહિ પણ બહુલતયા અપવાદથી શાસન ચાલે છે. અપવાદ, અપવાદમાં ફરક હોય છે. વિષયાધીન જીવો રોગાદિ દુઃખ પામે અને ધર્મ નહિ પામવાને કારણે એ રોગોને દૂર કરવા હિંસક ઉપાયો કરી નવો કર્મબંધ અને પરિણામે નવનવાં દુઃખો પામે છે. હિંસા એ પાપ છે અને દરેક પાપોમાં અનંતર પરંપર હિંસા રહેલી છે. એથી બચવા ત્યાગ માર્ગ છે. આ વાત રજૂ કર્યા બાદ “ઉસૂત્ર ભાષણ' પાપમાં મહાહિંસા કેમ છે, એ વાત સુંદર રીતે સમજાવી છે. એના જ અનુસંધાનમાં જયણા અને અપવાદ માર્ગની સુંદરતમ વાતો રજૂ કરી છે. અન્ય સાધર્મિક આપત્તિમાં હોય ત્યારે એની મદદે ધાવવું એ ધર્મ છે, પાપ કરવું પડે તોય પાપને પાપ જ માનવું પડે એ વાતને પુષ્ટ કરવા વસ્તુપાલ-તેજપાલ અને શ્રાવક મંત્રીની વાત પણ રજૂ કરી છે. જિનપૂજા વગેરે અનેક બાબતો અંગેના ઉત્સર્ગ-અપવાદ આ પ્રવચનમાં રોચક શૈલીમાં રજૂ કરાયા છે. મુવાક્યાત • બીજાને દુઃખ આપનારો સુખે જીવે એ આશા જ ખોટી. • અનેકને ભય પેદા કરવાથી, એવી કાર્યવાહી યોજવાથી, નિર્ભયતા મળે એ આશા ખોટી છે. • અકસ્માત થયેલું પાપ મોટું હોય તોય બંધ અલ્પ થાય. નાનામાં નાનું પાપ પણ ઈરાદાપૂર્વક કઠોર હૈયે થાય તો કર્મબંધ વધારે થાય. • ઉસૂત્રભાષી માહિંસક છે, કેમ કે એ અનેકને હિંસાના માર્ગમાં જોડનાર અને સ્થિર કરનાર છે. • જે અપવાદમાં પાપ સેવવું પડે તે અપવાદ ક્વચિત્ સેવાય; પણ જે અપવાદ પાપ ખસેડી ધર્મને લાવે તે અપવાદ રોજ સેવાય. પશ્ચિમના આંધળા અનુકરણમાં લાભ નથી. • શ્રાવક તે ગામમાં રહે જ નહિ કે જ્યાં જિનમંદિર તથા મુનિનું આવાગમન ન હોય. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજે ! વિષય રોગનાં કારણ છેઃ અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા ફરમાવે છે કે આ સંસારમાં જીવો ઘણા દુઃખી છે, છતાં મોહવશ દુઃખને પણ સુખ માની રહ્યા છે, માટે તેમને વારંવાર સંસારનાં દુઃખો જણાવવાની જરૂર છે. કામાસક્ત પ્રાણીઓને ભવિષ્યના દુઃખનો વિચાર નથી હોતો. એ વિચારવાની એમને ફુરસદ પણ નથી હોતી. નિઃસાર શરીરથી એ જીવો એવાં કાર્યો કરે છે કે જેના પરિણામે અનેકવાર તાડન તર્જન અને વધુ પર્વતની પીડા પામે છે. મોહના ઉદયથી પીડાતા જીવોને કાર્યાકાર્યનો વિવેક નથી હોતો. એવા એ જીવો વર્તમાનમાં પણ દુઃખી થાય છે અને ભવિષ્યમાં પણ દુઃખી જ થવાના. પોતાના અલ્પ પણ સુખ માટે બીજા જીવોને ગમે તેટલી હાનિ પહોંચે તેની તેમને ચિંતા નથી હોતી. રાગ અને દ્વેષને આધીન બનેલા આત્માઓ કર્મના વિપાકને ભોગવે છે અને દુઃખનો અનુભવ કરે છે. વિષયોના સેવનથી ક્ષય, શ્વાસ આદિ વ્યાધિને પામે છે. વિષયો રોગનાં કારણ છે. રોગ તથા અલ્પાયુ એ ભવાંતરમાં કરેલી હિંસાનાં પરિણામ છે. વળી એ રોગને મટાડવા પ્રાણીજન્ય હિંસક દવાઓ વાપરી જીવો નવી હિંસા આચરે છે. આ રીતે બીજાને દુઃખ આપનારો સુખે જીવે એ આશા જ ખોટી. બીજાને દુઃખ આપીને જીવવું એ વસ્તુતઃ સુખે જીવવાનો રસ્તો નથી. ધર્મ બીજાના રક્ષણ માં છે, ભક્ષણમાં નથી : હિંસાજન્ય ઔષધોથી રોગ મટાડવો એ પેટ ચોળીને શૂળ ઊભું કરવા જેવું કામ છે. શ્રી જિનેશ્વરદેવના માર્ગને સમજેલો તો માને કે પૂર્વના પાપના યોગે વ્યાધિ થાય. માટે શાંતિથી સહે કે જેથી પાપકર્મો ખપે અને ભવિષ્યમાં વ્યાધિ ન આવે પણ વ્યાધિ મટાડવા ફરીથી હિંસાજન્ય પાપ ન કરે. રોગ મટાડવા પાપ કરે તો ભવિષ્યમાં પણ એ રોગ તો ઊભા જ છે, ભલે હાલ કદાચ શમી જાય. જીવિતની આશાથી ક્ષયના દર્દીઓ લાવા પક્ષીનું માંસ વગેરે ખાય છે. તેઓ પોતાના રોગ ઘટાડતા નથી પણ વધારે છે. આજના લોકો કહે છે કે શરીર માટે હિંસા-અહિંસા ન જોવાય. શરીર માટે હિંસા કરવી પણ પડે. Page #197 -------------------------------------------------------------------------- ________________ 1980 –– ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! - ૧૨૮ - ૧૮૧ પણ આ વાત બરાબર છે ? જાતને જીવાડવાના ધર્મમાં અન્યને મારવાની કરણી હોય ? “જીવતો નર ભદ્ર પામે” એમ કહેવત છે પણ તેથી પાપની કરણીને પુણ્ય કહેવાય ? રક્ષણમાં ધર્મ કહ્યો છે પણ ભક્ષણમાં ધર્મ મનાય ? કર્મવિપાકે રોગ થાય તે કર્મવિપાક શમવાથી મટે. પ્રાણીઓનો નાશ કરી રોગ મટાડાય નહિ. એવું કરનાર માટે શાસ્ત્ર કહે છે કે એ કર્મોદયને ભોગવે છે અને હિંસાથી ડર્યા વિના હિંસામય ઔષધો કરી નવાં પાપકર્મોને મજબૂતપણે બાંધે છે, જે ભવિષ્યમાં ભોગવવા પડશે. અશુભોદય જાગતો રહે અને વ્યાધિ મટે એ માનવું જ નહિ. હિંસા, એ પાપ દરેકને માટે છે : બાહ્ય ઉપચારો તો નિમિત્ત છે. એ નિમિત્તોના સેવનથી વધુ ઘાતક બનાતું હોય તો એવાં નિમિત્તો વર્ષો. એવા સમયે કર્મોદય ચિંતવી શાંતિ રાખવી એ જ ધર્મ છે. મુનિને ઉપદેશ દેતાં શાસ્ત્રકાર કહે છે કે સત્-અસતુના વિવેકવાળા જાગ્રત આત્માઓ અનેક પ્રાણીઓના ઘાતવાળી ચિકિત્સા ન કરે. આ મુનિને ઉદ્દેશીને કહેલ છે, માટે બીજાને નહિ એમ ન સમજવું. હિંસા એ પાપ એ તો દરેકને માટે છે. મુનિના ઉપદેશમાં ગૃહસ્થને પણ ઉપદેશ છે જ. મુનિનું શરીર ઉપકારી છે, સંયમનું આરાધક છે અને અન્યને સંયમમાં જોડનાર છે. એવા શરીરની રક્ષા માટે પણ જો જીવઘાતનો નિષેધ છે, તો જે શરીરથી અનેક જીવોનો ઘાત થાય એવા માર્ગો યોજાતા હોય એવા શરીર માટે હિંસા કરવાની છૂટ હોય ? શાસ્ત્રકારો મુનિને કહે છે કે “ત્રણે જગતના સ્વરૂપના જ્ઞાતા હે મુનિ ! હિંસાથી મોટો ભય પેદા થાય છે માટે તારી જાતના રક્ષણ માટે તું મોટા ભયને પેદા ન કર.” કોઈના જીવનો ઘાત એ એના માટે નાનો ભય છે ? નાનામાં નાનું જંતુ કે જેને કશું જ્ઞાન નથી તે પણ જરા અવાજ માત્ર થતાં ભાગવા માંડે છે. પશુ, પંખી પણ મારનારને નજરે જોતાં કંપે છે. સામાના હાથમાં હથિયાર જોઈ ભાગવા પ્રયત્ન કરે છે અને બંધનમાં હોય તો આંખો ફાડી દયામણા ચહેરે તેની સામે જુએ છે. મરણનો ભય સૌને છે. જેને સંસારની અસારતા સમજાય તેને એ ભય નથી. અનેકને ભય પેદા કરવાથી, એવી કાર્યવાહી યોજવાથી, નિર્ભયતા મળે એ આશા ખોટી છે. જીવાતથી બચવા ત્યાગમાર્ગ છે : એક પણ પ્રાણીને મારવાથી બધાં કર્મોનો બંધ ઉત્કૃષ્ટ પડે છે. આયુ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ 1 કર્મનો બંધ થાય તે વખતે આઠે કર્મોનો બંધ, નહિ તો સાત કર્મનો બંધ તો છે જ. આવા કર્મથી વિટાયેલો આત્મા અપાર સંસારસાગરનો પાર પામી શકતો નથી. આત્માઓને જીવઘાતથી બચાવવા માટે આ ત્યાગમાર્ગ છે. ગૃહસ્થ ગમે તેવો ધર્મી તોયે એના કપાળમાં છ કાયની વિરાધના તો લખાયેલી જ, ચોંટેલી જ છે. ત્રિકાળપૂજન, ઉભય ટંક આવશ્યક, બાર વ્રત વગેરે બધું કરનાર શ્રાવકના ધર્મને શાસ્ત્ર સરસવ જેટલો કહ્યો છે. ગમે તેવો ઊંચો ધર્મ શ્રાવક પણ છે કાય જીવની વિરાધના કરે, કરે નહિ તો કરાવે; ન કરે, ન કરાવે તોયે અનુમોદના તો બેઠી જ છે. ઘરમાં રહ્યો કાંઈ ન કરે પણ ઘરની ભીંત પડે ત્યાં મનમાં અરેરાટી થાય. ઘર મારુ, એ ભાવ તો બેઠો જ છે ને ? હિંસામાં ધર્મ શાનો ? હિંસામાં પડેલો હિંસાથી બચી શકે તે માટે જિનપૂજાદિ વિધાન છે, જેથી આત્મા જાગ્રત થાય અને અશુભ ક્રિયાના વિપાકથી બચે. મરિચીને આટલું બધું પાપ શા માટે ? સભાઃ એક જીવ બીજાને માટે અને પછી બીજો એને મારે, તો વાત પતી જાય ને ? - એમ પતતું હોત તો ધૂળ નાંખી, પણ આ તો લાંબું ચાલે છે. આત્મામાં ભયંકર ક્રરતા પેદા થાય, ધર્મવિમુખ બને, દરેક ગુણો દબાઈ જાય ત્યારે જ વ્યક્તિ હિંસા કરી શકે છે. “કપિલ ! અહીં પણ ધર્મ અને ત્યાં પણ ધર્મ' એટલું બોલવામાં મરિચીને આટલું બધું પાપ શા માટે ? કારણ કે આટલા વાક્યમાં તો શ્રી જિનેશ્વરદેવના આખા માર્ગની અરુચિ છે. હિંસામાં ધર્મ કહેવાય ક્યારે ? અનંતજ્ઞાનીએ કહેલી વાતને ઠોકરે મરાય ત્યારે. અકસ્માત થયેલું પાપ મોટું હોય તોય બંધ અલ્પ થાય. વગર ઇચ્છાએ પાપ થાય તે પણ જુદી કોટિનું નાનામાં નાનું પાપ પણ ઇરાદાપૂર્વક કઠોર હેયે થાય તો કર્મબંધ વધારે થાય. જેનશાસન કહે છે કે “પાપ માત્ર ખોટું’ એ વાત ખરી પરંતુ પાપ માત્ર ખોટું' એ માન્યતાનો નાશ એ સૌથી મોટું પાપ. પાપ કરનારા ઘણા છે તો એમને માટે નિગોદ નરકાદિ સ્થળ પણ ઘણાં છે. ઉસૂત્રભાષી માહિસક છે : દુનિયામાં સુખી થોડા દેખાય છે એનું કારણ પાપી ઘણા અને પુણ્યવાન થોડા માટે જ ને ? સાચું બોલવું જોઈએ એમ બધા કહે પણ સાચું બોલનારા કેટલા? તમે ગૃહસ્થ છો, છકાયની વિરાધનામાં બેઠા છો, વિરાધના કરો છો પણ એ ખોટી છે, ન છૂટકે કરવી પડે છે એમ માનો, અને અનિવેષમાં રહેલો Page #199 -------------------------------------------------------------------------- ________________ 18ા – ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! - ૧૨૮ - ૧૮૩ મુનિ એ ભાવનાથી ખસે અને કહે કે ગૃહસ્થને છકાયની વિરાધના વગર ન ચાલે, તો એ મુનિ ડૂબે અને તમે તરી જાઓ. નાનામાં નાનું પાપ નિઃશંકપણે, ધર્મનાં પરિણામ નાશ પામે ત્યારે થાય. શાસ્ત્ર કહે છે કે જુઠ્ઠા, ચોર, અબ્રહ્મચારી તથા પરિગ્રહના રસિયા એ બધા હિંસક છે. એક પણ પાપ હિંસા વિના થતું નથી. ઉસૂત્રભાષી મહાહિંસક છે, કેમ કે એ અનેકને હિંસાના માર્ગમાં જોડનાર અને સ્થિર કરનાર છે. ઘણા જૈનો આજે એમ બોલતા થઈ ગયા છે કે નાની નાની વાતોમાં પાપ શું ? આ સંસ્કાર તેમનામાં ઉત્સુત્રભાષીઓએ પાડ્યા છે, નહિ તો જૈનનો દીકરો એવું બોલે ? એને ગુરુ તરફથી શિક્ષણ મળ્યું હોય કે “આ ન થાય અને આ ન ખવાય તથા ન પીવાય. પૂર્વે જૈનો કદી પાપ કરતા પણ એમાં પુણ્ય મનાવવાનો આગ્રહ નહોતા રાખતા, આજે તો પાપને પુણ્ય મનાવવાનો આગ્રહ થાય છે. એ પ્રતાપ ઉસૂત્રભાષીનો છે. પહેલાંના જૈનો પાપ કરતાં છતાં પાપથી ડરતા, કોઈ ઠપકો આપે તો શરમાતા. આજે તો પરિણામ એ આવ્યું છે કે નઠોર થયા છે, કેમ કે જ્યાં જરૂરત ત્યાં પાપ નહિ, એવું સમજાવવામાં આવ્યું છે. સભ્યત્વની રક્ષાના ઉપાય એટલે જયણાઃ શાસ્ત્રકાર ભગવંતે સમ્યક્તની છ જયણા ક્કી છે. સમ્યક્તની રક્ષાના ઉપાય એટલે જયણા. એનું નિરૂપણ કરતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા કહે છે કે – વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણ કાંતાર; લલના. તે હેતે દૂષણ નહિ, કરતા અન્ય આચાર, લલના.” પહેલાં એમ કહ્યું કે “પરતીથી પરના સર તેણે, ચેત્ય ગ્રહ્યા વળી જેહ; વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જયણા ષટ ભેય રે, ભવિકા.” એટલે પરતીર્થીને ન મનાય, પરસુરને ન નમાય, પરે ગ્રહણ કરેલી શ્રી જિનમૂર્તિને પણ ન નમાય, એને વંદનાદિ ન થાય, કુગુરુ તથા કુમતિ સાથે આલાપ-સંલાપ ન થાય, એનું માન-સન્માન ન થાય, આ બધું કહ્યું પણ એ બધું ન કરે તો આજીવિકા ન ચાલે તેમ હોય તો એને અન્ય આચાર સેવન કરવો પડે. તો એના સમન્વને દૂષણ ન લાગે. આનો અર્થ આજનાઓ એમ કરે છે કે આજીવિકા માટે અનાચાર સેવવામાં પાપ નહિ. શાસ્ત્રકાર તો ત્યાં એમ કહે છે કે સમ્યક્તને દૂષણ નહિ. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ -- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ 1522 અપવાદ બધે છે : ગૃહસ્થ માટે જ્યાં જ્યાં ધર્મનું વિધાન, ત્યાં ત્યાં રક્ષાની બારી શાસ્ત્રકારોએ રાખી છે. બધે અપવાદ છે. ત્રિકાળપૂજા કહી પણ એ શક્તિ સંપન્ન માટે, શક્તિહીન માટે તો દુનિયાની કાર્યવાહી નીપટતાં જે ટાઇમ મળે તે ટાઈમે પૂજા થાય. રાજાનો કે શેઠનો નોકર હોય, એને યોગ્ય ટાઇમ ન મળે તો ફાજલ પડતા ટાઇમે પૂજા કરે. શાસ્ત્ર કહે છે કે એનો પણ વિચાર કરવો પડે. એને જો એમ જ કહેવામાં આવે કે અમુક ટાઇમે જ પૂજા થાય તો એટલો પણ ધર્મ એને છોડી દેવો પડે. કરતો હોય એ પણ છોડી દે. કોઈનામાં કૌવત હોય એ વાત જુદી, મક્કમ હોય એની વાત જુદી, બાકી વિધિપૂર્વક કરનારા કેટલા ? બહુ સુખી હોય એ વિધિપૂર્વક દરેક ટાઇમે ધર્મ કરી શકે પણ બહુ સુખીને ધર્મ કરવાની પરવા જ નથી, અને બીજા તો કરવી હોય તોય કરે શી રીતે ? આમાંથી સાધર્મિક ભક્તિ પણ સૂચિત થાય છે. જ્ઞાનીએ દૃષ્ટિ બધે દોડાવી છે. પ્રભુનું શાસન અપવાદથી જ ચાલે છે? ધ્યાનના વર્ણનમાં જ્ઞાનીએ કહ્યું કે ધ્યાન એવું કરવું કે શિકારી જાનવર આવીને ફાડી ખાય તો પણ વાંધો નહિ. આ વાત સાચી માનનારા ઘણા હોય પણ એ કૌવત બધા લાવે ક્યાંથી? આજે ખાધા વિના કેટલા દિવસ ચાલે? કોઈ અભ્યાસી બેચાર દિવસ ચલાવે પણ પછી ? જો મુનિ માટે ભિક્ષાની વિધિ ન હોત તો બધા અનશન તો ન કરત પણ ઓઘા મૂકી દેત. અમે પણ ન રહેત કેમ કે એ કૌવત નથી. એવા કૌવત વિના પરિણામ ખરાબ થયા વગર રહે નહિ. આવા પ્રસંગના અપવાદ એ વિધિરૂપ છે, રોજ સેવવા યોગ્ય છે. પ્રભુનું શાસન અપવાદથી જ ચાલે છે. કોઈ જિનેશ્વરદેવનું શાસન ઉત્સર્ગમાર્ગથી ચાલ્યું નથી. ઉત્સર્ગમાર્ગ તો એ કે મુનિથી આંગળી પણ ન ચલાવાય, પણ એવા કેટલા ? પ્રભુની હયાતીમાં પણ એવા કેટલા ? એમના વખતમાં પણ નિરતિચાર ચારિત્ર પાળનારા કેટલા ? જે અપવાદમાં પાપ સેવવું પડે તે અપવાદ ક્વચિત્ સેવાય પણ જે અપવાદ પાપ ખસેડી ધર્મને લાવે તે અપવાદ દરરોજ સેવાય. નોકરિયાત માણસ પોતાને જે મળે તે ટાઇમે પૂજા કરે પણ પૂજા વિના ન રહે તો એ અપવાદ રોજ સેવવા યોગ્ય. એ વિધિરૂપ અપવાદ છે એને કોઈ ઠપકો આપે તો એ પાપી છે. માબાપની રજા વિના દીક્ષા લેવી એ અપવાદ પણ એ અપવાદ Page #201 -------------------------------------------------------------------------- ________________ 1899 - ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજે ! - ૧૨૮ –– ૧૮૫ રોજ સેવવા યોગ્ય. તેમાં વિધિ એ કે માબાપ અનુમતિ આપે તો લેવી, ન આપે તો વિના અનુમતિએ પણ દીક્ષા લેવાય. આ વાત ૧૬ વર્ષથી ઉપરની વય માટે છે. સોળ વર્ષની વય સુધી તો સમજાવવાનો પ્રયત્ન કરાય. ત્યાં અપવાદ સેવવો પડે એ ક્વચિતું કેમ કે એમાં આપત્તિ મોટી અને ધર્મને હાનિ ઘણી. શાસ્ત્રકારે બધી મર્યાદા બાંધી છે. ચોથ, પાંચમે, છ - દરેક ગુણઠાણે આજ્ઞા જુદી જુદી આપી. તમને વનસ્પતિને ન અડવાની આજ્ઞા કરે તો તમે એ સ્વીકારો ? પછી શ્રાવક તરીકે રહો કે સાધુ બની જાઓ ? અર્થનો અનર્થ ન કરો ? (અત્રે એક ભાઈએ જામનગરની વાત છેડી કે ત્યાં વ્યાખ્યાનમાં જનારને ન્યાત બહાર મૂકવાનો પ્રયત્ન થાય છે, એવા વખતે ધમની દશા કફોડી થાય છે.) આપતું કાળમાં ધર્મીની કનડગત થતી હોય ત્યારે બીજા ધર્મીઓ એની ખબર ન લે તો એ ભૂલ કહેવાય. આજે અર્થનો અનર્થ બહુ થાય છે. પૂરું સમજ્યા વિનાની મૂંઝવણ ઘણી છે. પોતે અમુક કામને પાપ માને છે છતાં એના વિના ચાલતું નથી, સામો પણ પાપ માને છતાં એને પણ ચાલતું નથી, તો બે ભેગા મળી લાભ કેમ ન લે ? બ્રહ્મચર્ય પાળવું એ ઉત્તમ પણ પોતાનાં સંતાન બ્રહ્મચર્ય ન પાળે તો ભટકવા ન દેવાય, ઉન્માર્ગે ન જવા દેવાય. એટલા માટે માબાપ સમાન કુળ, શીલ અને વયવાળા સાથે એનો સંબંધ યોજે. આ વાત બરાબર સમજો. જોડવા પડે અર્થાત્ સંબંધ યોજવો પડે તો આવા સાથે યોજાય. શ્રાવકને પૈસા વિના ચાલતું નથી, ત્યાગી થવાય તો સારી વાત પણ થવાતું નથી, સંસારમાં રહ્યો માટે પૈસો જોઈએ. માટે શાસ્ત્ર કહ્યું કે પૈસો નીતિથી મેળવવો. આમાં શાસ્ત્રકારનો ઉપદેશ પૈસા મેળવવાનો નથી પણ નીતિના પાલનનો છે. એ જ રીતે વ્રત પાળી શકો તો સીધા અહીં જ આવો, ત્યાગી બનો, પણ ન પાળી કો, તમારા સંતાન વ્રત ન લઈ શકતા હોય તો સમાન કુળ, શીલ, વયવાળા સાથે જોડો કે જેથી ધર્મ કલંકિત ન થાય. જ્યાં વિચારભિન્નતા ત્યાં રોજ મારામારી મ કે દિશા જુદી છે. માધર્મિક પણ વેપારને પાપ માને છે ? શાસ્ત્ર કહે છે કે શક્તિ ગોપવવી નહિ, તેમ જ શક્તિનો અતિરેક કરવો હિ. તમારી ઉદારતા હોય તો સાધર્મીને લાખો આપો પણ એ ન હોય તો Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 18 બીજાને જે કામ સોંપો છો તે સાધર્મિકને સોંપો. તમે કામ લેવાના અર્થી છો, સાધર્મિક કામ કરવાનો અર્થ છે તો તમે કામ એને આપો. આથી એવું ન કહેતા કે મહારાજ વેપારની વાતમાં પડે છે. હું તો કહું છું કે લાખોની પહેરામણી કરો. આવનારો સાધર્મિક પણ વેપારને પાપ તો માને જ છે. વસ્તુપાળ તેજપાળે રાજાને કહ્યું કે “અમે સંસારમાં રહ્યા છીએ એટલે દુનિયાની સેવા કર્યા વિના છૂટકો નથી માટે નોકરી કરીએ છીએ, ધર્મ માનીને કરતા નથી. રાજસેવા આત્મકલ્યાણ માટે કરતા નથી. નોકરી તો આપની અમારે સંસારમાં રહેવું છે માટે કરીએ છીએ, પણ પહેલા શ્રી જિનેશ્વરદેવ, પછી નિગ્રંથ ગુરુ, પછી દયામય ધર્મ, આ ત્રણની સેવા પછી ચોથી સેવા આપની અને તે પણ પેલા ત્રણની સેવામાં બાધ ન આવે તે રીતે.' આવું તો વસ્તુપાળ તેજપાળ કહી શકે. બીજામાં આ તાકાત ન હોય તો ન કહે, રાજા કહે તેમ “હા એ હા કરે પણ મનથી પોતાની પામરતા માને તોયે શ્રાવકપણું ન જાય. શ્રાવક મંત્રી કેવો હોય ? એક મંત્રીને રાજા પોતાનું રાજ્ય સોંપી રાજ્ય બહાર ગયો. મંત્રી શ્રાવક હતો. કોઈ દુશ્મન રાજાની સેના તક જોઈને ચડી આવી. રાણીએ મંત્રીને લડવા હુકમ કર્યો. લડાઈની તૈયારી થઈ. સામસામી છાવણીઓ પડી. રાણી પણ સૈન્ય સાથે આવી હતી. સવારે મંત્રી પ્રતિક્રમણ કરે છે. તેમાં એચિંદિયા, બેઇંદિયાનો પાઠ બોલે છે. સેનાપતિ આ સાંભળે છે એટલે વિચાર કરે છે કે આ એગિદિયા બેઇદિયા કરનારા યુદ્ધમાં શું કરશે ? સેનાપતિએ રાણીને વાત કરી, ત્યારે રાણીએ કહ્યું કે જે થાય તે ખરું, બાકી અત્યારે કાંઈ ફેરફાર ન થાય. યુદ્ધમાં મંત્રીએ દુશ્મનને હરાવ્યો. બાંધીને રાણી પાસે હાજર કર્યો. રાણીએ કહ્યું કે એચિંદિયા બેઇંદિયાનો પાઠ ભણનાર આવું યુદ્ધ કઈ રીતે કરી શકે ? મંત્રી કહે હૃદય શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં છે અને શરીર આપની સેવામાં છે, કેમ કે આજીવિકા એમાં છે. કામ પડે ત્યારે કાયા એનું કામ બજાવે પણ હૃદય તો એમાં પાપ માને છે. આ મંત્રી જો યુદ્ધમાં ન જાય તો શું કરે ? દીક્ષાની તો તાકાત નથી, એવી મનોવૃત્તિ જાગી નથી. એવી મનોવૃત્તિ જો બધાની જાગે તો જોઈએ શું? આજે દરેક વાતમાંથી ઊંધું લેનારા છે : સંયમનાં પરિણામ એકદમ જાગતાં નથી. સંસારમાં રહે અમુક ક્રિયા વિના Page #203 -------------------------------------------------------------------------- ________________ 1895 – ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! - ૧૨૮ –– ૧૮૭ ન ચાલે એ વાત જુદી પણ એ મનાય કેવી ? મન, વચન અને કાયા એ ત્રણે યોગ સમાન. ઉત્તમ બને તો શ્રેષ્ઠ પણ છેવટ મન વચનથી તો પાપની પ્રશંસા ન જ થાય. પાપને પાપ માનવા છતાં જીવને વળગેલાં શરીરરૂપી ભૂતને સાચવવા કાયાથી અધમ આચાર આચરવો પડે એ વાત જુદી પણ મન, વચન એ આચારને વખાણે તો નહિ જ. આજે તો દરેક વાત સમજાવતાં ભય લાગે છે. આ વાતમાંથી પણ લેનાર એવું લે કે મન સાફ હોય તો ગમે તે કરવામાં વાંધો નહિ. હવે આનો શો ઉપાય ? જેનું મન સાફ હોય તે આવું બોલે જ નહિ. લડાઈમાં લડનારા પણ એવા નિર્ણયવાળા હોય છે કે દુશ્મનનો પ્રહાર આવ્યા વિના પોતે પ્રહાર ન કરે. પ્રહાર આવ્યા પછી કદાચ મૂર્શિત થાય તો ભાનમાં આવે એટલે સંથારો કરે, ચારે આહારનો ત્યાગ કરે અને નવકાર શ્રવણ કરાવવાની માગણી કરી શુભ ધ્યાનમાં મરી સ્વર્ગે જાય. એ બધા યુદ્ધ કરવા છતાં યુદ્ધને ખોટું માનતા. આજે તો કહે છે કે “મન ચંગા તો કથરોટમેં ગંગા.” આ વાત ખોટી છે. આ દેશમાં છૂટાછેડાનો કાયદો હોય? બેયને જે ક્રિયા વિના ન ચાલે તે ભેગા થઈ એમાંથી લાભ મેળવે એ વાત જુદી. પરણવાની કે પરણાવવાની વિધિ નથી પણ તેમ કરવું જ પડે તો, કન્યા લેવી દેવી પડે તો, એવા સંબંધ યોજે કે જેથી ધર્મહીનતા ન થાય. આજે તો એ દશા છે કે ફાવ્યું ત્યાં સુધી એક અને પછી જુદા. આમ લાંબુ ચાલ્યું તો પરિણામ એવું આવશે કે તમારે બજારમાં જવું ભારે પડશે. ઘરમાંથી ક્યારે અને કઈ વસ્તુ લઈને ભાગશે તેની ખબર નહિ પડે. આ તો હવે છૂટાછેડાનો કાયદો કરવા માગે છે. પાશ્ચાત્યોને ધર્મની પરવા ન હોય તેથી એને ત્યાં એ ચાલે, હિંદુસ્તાનની તો એમાં પાયમાલી છે. આંધળાં અનુકરણમાં લાભ નથી : છૂટાછેડાના કાયદાથી આજે જે શાંતિ છે તે નહિ રહે. પશ્ચિમના આંધળા અનુકરણમાં લાભ નથી. મનુષ્ય મટી વાનર બનવાની વિદ્યામાં ફાયદો શું છે ? ત્યાંનું ત્યાં રહેવા દો. અહીંયાં તેનું કાંઈ કામ નથી. આજે પાપમાં પાપ નહિ એમ સમજાવવાની મહેનત થાય છે. એમાં તમારો ફાળો ન આવી જાય એટલી કાળજી રાખવાની છે. તમારે બીજાને પણ પચાસ આપીને અમુક કામ લેવાનું છે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ – – આચારસંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ -- - 1895 તો સાધર્મિકને કેમ ન સંભારો ? કન્યા બીજે દેવી હોય તો યોગ્યને ત્યાં કેમ ન દેવી ? આથી વેપાર કરવાનું કે કન્યા દેવાનું હું તમને નથી કહેતો હોં! મુદ્દો એ છે કે બેયનો ધર્મ સચવાય એવું કેમ ન કરો ? સંયોગો એવા મેળવો કે બેય ધર્મી થાય અને તમારો અંકુશ પણ રહે. આજે તો મોટરગાડીની ફિકર છે પણ સંતાનના ધર્મ અધર્મની દરકાર નથી. સંતાનને અરધો રોટલો મળે એનાથી પેટ ભરે એ સારું પણ ધર્મહીન થઈ મોટરો ફેરવે એમાં તો એના આત્માની અધોગતિ થાય. પોતાનું સંતાન મંદિરે ન જાય, સાધુ પાસે ન જાય તો માબાપને દુઃખ થાય. બધી વાતો અણિશુદ્ધ પૂરેપૂરી સાંભળજો. બહાર જઈને એમ ન કહેતા કે મહારાજ સંસારની વાત કરતા હતા. અનેક ગ્રંથોમાં એમ લખ્યું કે કન્યા આને અપાય. આ આને અપાય એમ કહ્યું એનાથી લઈ પડ્યા કે શાસ્ત્રમાં પણ લગ્ન કરવાનું કહ્યું છે, પણ એ નથી સમજતા કે કન્યા આપવી પડે તો આને અપાય કે જેથી ધર્મને બાધ ન આવે. શાસ્ત્ર કહ્યું કે જેને વચન, વિભક્તિ તથા શબ્દનું જ્ઞાન ન હોય એને બોલવાનો અધિકાર નથી. જેને બોલવાનો અધિકાર ન હોય એને પાટે બેસવાનો અધિકાર હોય ? સાવધ નહિ રહો તો માર ખાશો? સાધર્મિકને ન્યાત તરફથી આપત્તિ અપાતી હોય તો અન્ય ધર્મીઓએ એની સંભાળ લેવી જોઈએ. સાવધ નહિ થાઓ તો માર ખાશો. આવા વખતે સાધર્મિક સાધર્મિકને આશ્રય આપે એમાં દોષ નથી, લાભ છે. ન્યાતનાં બંધન ત્યાં ન જોવાય. બાળક બેઠાં બેઠાં મોજથી ખાય એમાં માબાપ રાજી હોય પણ એવું બને ક્યાંથી ? પછી મોટો થાય એટલે બાર કલાકની મજૂરી (નોકરી) પણ કરાવો છો ને ? કમાવા માટે વિલાયત પણ મોકલો છો ને ? અમુક ક્ષેત્રની મર્યાદાની પ્રતિજ્ઞા કરી હોય એ વાત જુદી. શાસ્ત્ર વિધિ બાંધી પણ મર્યાદાપૂર્વક ત્રિકાળ પૂજાનો અમુક નક્કી સમય, પણ જેને અમુક સમય ન મળે તે પોતાને મળતા સમયે પૂજા કરે. ભલે રોજ એમ કરે તોય એ કાયમી વિધિ છે. માબાપ અનુમતિ આપે તો અનુમતિ લઈને દીક્ષા લેવી, ન આપે તો વગર અનુમતિએ પણ દીક્ષા લેવી એ શાસનની અખંડિત વિધિ છે. પ્રતિક્રમણ મોડું થાય એ વાત ખરી પણ તે સમયના અભાવે, નોકરી વગેરેની પરાધીનતાના કારણે, પણ ગપ્પાં મારો, હરવા ફરવા જાઓ, નાટક સિનેમામાં જાઓ અને મોડું કરો તો એ ન ચાલે. Page #205 -------------------------------------------------------------------------- ________________ 1897 – ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! - ૧૨૮ - ૧૮૯ નોકરિયાત છે અને શેઠ સાંજે વહેલા ન છોડે તો રાતે બાર વાગ્યા સુધી પણ કરે. સવારે પાંચ વાગે શેઠ બોલાવે તો બપોરે બાર વાગ્યા સુધી પણ પ્રતિક્રમણ થાય. આ સ્થિતિ રોજ હોય તો રોજ એ છૂટ પણ ગપ્પાં મારો અને મોડું કરો તો છૂટ નહિ. અતિથિસંવિભાગ વતનો કાયદો કે ઉપવાસ સાથે પૌષધ કરી બીજે દિવસે એકાસણું કરી મુનિને બોલાવી પોતા માટે બનાવેલી ચીજોમાંથી મુનિને વહોરાવે અને પછી મુનિએ જે વહોર્યું હોય તે જ વાપરી એકાસણું કરે, પણ મુનિ ન હોય અથવા મુનિ ઉપવાસી કે બીમાર હોય ને ન આવી શકે તેમ હોય તો શ્રાવકને જમાડીને પારણું કરે. પણ મુનિને બોલાવવા જવાની આળસે વાણિયાને જમાડીને પતાવે તો ? એ ન ચાલે. શ્રાવક તે ગામમાં રહે જ નહિ કે જ્યાં જિનમંદિર તથા મુનિનું આવાગમન ન હોય. મુનિનો વિહાર બહુલતયા ક્યાં હોય ? સભા: એવા ગામમાં મુનિથી જવાય કે નહિ? - વિહારમાં રસ્તામાં આવે એ વાત જુદી, કારણે જવું પડે એ વાત જુદી. એમ તો મુનિ અટવીમાં પણ લાભ દેખે તો રહે પણ બહુલતયા જિનમંદિર હોય ત્યાં મુનિનો વિહાર વિશેષ હોય. શ્રાવક એવા ગામમાં ન રહે કે જ્યાં શ્રી જિનમંદિર કે મુનિનો વિહાર ન હોય. કદાચ રહેવું પડ્યું હોય તો પોતાના અતિથિ-સંવિભાગ વ્રતના પાલન ખાતર શક્તિ હોય ત્યાં સુધી મુનિ હોય ત્યાં જાય. શક્તિ ન હોય તો શ્રાવક જમાડે. શ્રી જિનેશ્વરદેવની પૂજામાં શક્તિ હોય તો ચંદન, કેસર, બરાસ, કસ્તૂરી બધું જોઈએ. શક્તિ ન હોય તો એક ચીજથી પણ ચાલે. એક ફૂલથી પૂજા કરે તોય વિધિભંગ નથી પણ છતી શક્તિએ ન ઉમેરે તો શું માનવું ? ચંદન છે એટલે હવે કેસરનું શું કામ ! એમ કહે તો વિરાધક ભાવ આવે. તાકાત હોય ને બધી જાતનાં ફૂલ મળતાં હોય છતાં એકલા ગુલાબથી ન ચલાવાય. ફૂલ ન જ મળે ત્યાં ફૂલ વિના ચલાવાય ત્યાં વિધિભંગ નથી. આજે તો “એમાં શું ?” એમ થઈ ગયું છે. ચોખાને બદલે કણકીથી પણ યેલાવાય છે. મહેમાન આવે તેને કણકી નથી પીરસાતી. ત્યાં બાસમતી લવાયા છે. ધર્મનો રસ નહિ જાગે, શ્રી જિનેશ્વરદેવનો માર્ગ નહિ સમજાય, પૂજાનું રહસ્ય નહિ જાણવામાં આવે ત્યાં સુધી આ વાતોની અસર નહિ થાય. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - શુદ્ધિ-અશુદ્ધિનું સ્વરૂપ સમજે ! પૂજા શા માટે ? બાલજીવોને આકર્ષણ માટે, પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટ થવા માટે. હીરામોતીની આંગી કાંઈ ભગવાન નથી માંગતા. એ નિમિત્તે હજારો જીવો વીતરાગનાં દર્શન પામે અને એમનું કલ્યાણ થાય. દેવતાઓ તો ક્ષીર સમુદ્રનાં પાણી લાવતા. પૂર્વે ગોશીર્ષ ચંદન વાપરતા અને એમાં પણ ઉત્તમ દ્રવ્યો મેળવતા. આજનું ચંદન એવું કે દૂરથી પ્રભુના અંગ પર ચાંદા પડ્યા હોય એવું લાગે. શુદ્ધિ-અશુદ્ધિનું સ્વરૂપ સમજો. કસ્તૂરી એ હરણની ફૂટીનો મેલ છે. છતાં ભગવાનને એ ચડે છે ને ? કંઈ ચીજ ઉત્પત્તિ-અવસ્થામાં શુદ્ધ છે ? શુદ્ધિ-અશુદ્ધિની વાત અવસરે ચર્ચીશું પણ આજના લોકોની વાહિયાત દલીલોના વાયરે ન ચડશો. એ તો કહેશે કે આજે કેસર બંધ તો કાલે ચંદન બંધ, વળી પરમ દિવસે તો કહેશે કે દેરાસર જ બંધ કરો. દેશનું કલ્યાણ એમને ગળે વળગ્યું છે, એવું ન માનતા. ઈરાનીની હોટલની ચહા પીનારા એ નામદારો છે. કોડલીવર ઓઇલ પણ પીનારા એ લોકોને શુદ્ધિની પડી છે એવું ન માનતા. જાત ઓળખીને ભાત પાડો ! શુદ્ધિના વિચારનું તો એમને સ્વપ્ન પણ નથી. જીવનમાં પણ શુદ્ધિ ક્યાં છે ? ભગવાનને અશુદ્ધ વસ્તુ ધરાય તેમાં એમને દુઃખ થાય છે એવા એમના શબ્દોથી ઠગાતા નહિ. એ તો કહે છે કે સિદ્ધગિરિ ખોલ્યો શું કામ ? બંધ હતો તો અઢી લાખનો ખર્ચ બચતો હતો. અબજો ખર્ચીને ભાગ્યશાળીઓએ સ્થાન ઊભાં કર્યાં અને આ હીણભાગીઓને એમનાં દર્શન કરવા કોઈ જાય એ ખટકે છે. કહે છે કે “આપણે જીવતા હોઈશું તો હજારો શત્રુંજય ઊભા કરશું.” મૂખ ! એક તો કર, ઘરમાં બગડતું હોય તે તો સુધાર ! સિદ્ધગિરિને નવો કરનારો જન્મ્યો છે કોણ ? એનો તો અણુએ અણુ પવિત્ર છે. જેની જીભમાં પવિત્રતા નથી, જેના હૈયામાં સુંદરતા નથી એ સિદ્ધગિરિ બનાવશે ? એવા વાયડાઓની વાતોમાં તમે તણાતા નહિ. ઘરડાઓ પરિપક્વ બુદ્ધિવાળા બનો, યુવાનો તેજ બુદ્ધિવાળા બનો, બાળકો શરણે આવો પણ આવા ગમારોની પૂંઠે કોઈ ન જાઓ. શુદ્ધિની ચર્ચા કરનારાઓના ઘરની વાત તો જાણો ! અમે Page #207 -------------------------------------------------------------------------- ________________ 1899 - ૧રઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! - ૧૨૮ - ૧૯૧ સાધુ એટલે અમારાથી વધુ ન બોલાય. પણ તમે જાત ઓળખીને ભાત પાડો, મોં જોઈને તિલક કરો, જેવો માણસ તેવો પાટલો અપાય. વ્યવહારમાં ચાંલ્લો ઘર તેવો કરો કે તમે હો તેવો કરો ? જ્યાંથી રૂપિયો આવ્યો હોય ત્યાં રૂપિયો જ કરો ને ? તમે જાણો છો તો બધું પણ તાણો છો ઘણું. જેમ જેમ દિવસ જશે તેમ તેમ હું કરવું કહેવાનો. તમે નહિ સહો તે નહિ પાલવે. ડાહ્યા છોકરાને શિખામણ બહુ દેવાય, તેમ વધુ પરિચિતને હું વધુ કડક કહેવાનો. આ વિષયમાં શાસ્ત્રકાર વિશેષ શું કહે છે તે હવે પછી - Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૩: હિંસકની પણ હિંસાનો નિષેધ : 129 J.126 વિ. સં. ૧૯૮૭ માગસર સુદ-૭ રવિવાર, તા. ૮-૧૨-૧૯૨૯ • ગૃહસ્થ પણ મુનિ થવાનું છે : • હિંસકને હણવાનો નિયમ ન હોય : • ભાવનાના ફરકથી કર્મબંધમાં ફરક : • જૈનશાસનમાં તો દરેકના ભલાની જ વાત છે : • હિંસાના પ્રતાપે રોગ થાય છે ? • હિંસક પ્રત્યે પણ દાંત ન પીસો ! ૦ ધર્મ શક્તિ મુજબ હોય : • પાપમાં પ્રવર્તવું એ તો અનાદિનો અભ્યાસ છે : ગુણરૂપ અપવાદ કાયમ સેવાય : • માતાપિતાની ભક્તિ પણ કલ્યાણ માટે : ૯૦ શાસન બકુશકુશીલથી ચાલે છે : • બાલ્યવય દીક્ષા માટે બહુ યોગ્ય છે ? • ભયંકર સ્થાનમાં કોઈને બેસાડી ન રખાય : વિષયઃ ગુણરૂપ અપવાદ રજ સેવવા યોગ્ય, હિંસકની હિંસા કરવાનો નિયમ ન હોઈ શાર્ક અને બાળદીક્ષા આવકારદાયક. સૂત્રકાર અને ટીકાકાર મહર્ષિના વિધાનોના આધારે આ પ્રવચનમાં જીવોના દુઃખોની વિચારણા આગળ વધી છે. પાપ કરવા છતાં એને ખોટું માનનારને કર્મબંધ નજીવો જ્યારે પાપની સૂગ ન હોય તેવાને કારમો બંધ થાય છે એમ જણાવી હિંસાના પ્રતાપે રોગ થાય એમ જણાવતાં ઉત્સર્ગ અપવાદની ચર્ચા કરી છે. એમાં જિનપૂજાનો દાખલો આપી ગુણરૂપ અપવાદ રોજ - જીવનપર્યત પણ સેવી શકાય. પણ દોષરૂપ અપવાદ તો ક્વચિત્ જ સેવાય. ગુણરૂપ અપવાદનો ઉપદેશ આપી શકાય વગેરે શાસ્ત્રોક્ત વાત સમજાવી છે. ત્યાર બાદ જગતના દરેક જીવો એક યા અન્ય રીતે હિંસા કરે છે. હિંસકને હણવાનો નિયમ કરાય તો કોઈ જીવતો ન રહી શકે. માટે જીવને નહિ મારવા આદિનો નિયમ થાય. છેવટે બાળદીક્ષિતો કઈ રીતે શાસન માટે ઉપકારક છે, તે વાત સુંદર રીતે સમજાવી વ્યાખ્યાન પૂર્ણ કર્યું છે. મુવાકાત • ભાવનાના ફરકથી કર્મબંધમાં પણ ફરક પડે છે. • એકલી ઉત્સર્ગ વિધિ બતાવાય તો કોઈ ધર્મ જ ન રહે. ઉત્સર્ગ રક્ષક વિધિરૂપ અપવાદ કાયમ સેવાય. • અપવાદ-વિધિ પણ ઉત્સર્ગ જેવી જ. એનો નિષેધ કરનારા મૂળને નિષેધે છે. • અહિતકર હોય તો એ મીઠું હોય, પ્રમાણોપેત હોય તથા સત્ય પણ હોય તો પણ એ ખોટું. • બધાને બચાવવાની ભાવના હોય પણ એવો નિયમ ન હોય. નિયમ તો નહિ મારું, નહિ મરાવું, મરતાને નહિ અનુમોદું એવો હોય. ૦ સમ્યગ્દષ્ટિને મરનાર પ્રત્યે દ્રવ્યદયા અને મારનાર પ્રત્યે ભાવદયા હોય, પણ મારનાર પ્રત્યે ગુસ્સો ન હોય. • મા-બાપને પણ ધર્મ માર્ગે યોજવાં તે માતાપિતાના ઉપકારનો સાચો બદલો છે. • પતિને ધર્મમાં સહાયક બને તે ધર્મપત્ની. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૩: હિંસકની પણ હિંસાનો નિષેધ : જમાનાવાદીઓની માન્યતા : અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા ફરમાવે છે કે, દુહા હું ગત્તાવો ! ભાવાર્થ (આ સંસારમાં) જીવો નિશ્ચયથી ઘણા દુઃખી છે. बहूनि दुःखानि कर्मविपाकापादितानि येषां जन्तूनां ते तथा, हुर्यस्मादेव तस्मात्तत्राप्रमादवता भाव्यम् । ભાવાર્થ એ કારણથી પ્રાણીઓને કર્મના વિપાકથી પ્રાપ્ત થયેલા અનેક દુઃખો હોય છે, તે કારણથી અપ્રમાદી બની કોઈ પણ જીવોની હિંસા ન કરવી જોઈએ. किमित्येवं भूयो भूयोऽपदिश्यत इत्यत आह - ભાવાર્થ આ રીતે વારંવાર ઉપદેશ કેમ આપો છો ? એવા પ્રશ્નના જવાબમાં કહે છે - सत्ता कामेसु माणवा अबलेण वहं गच्छंति सरीरेणं पभंगुरेण । ભાવાર્થ : મનુષ્યો કાપભોગમાં આસક્ત છે, તે ક્ષણભંગુર (નર) એવા શરીરને કારણે (જીવોનો) વધ કરે છે. यस्मादनादिभवाभ्यासेना-गणितोत्तरपरिणामा: 'सक्ता' गृद्धाः ‘कामेषु' इच्छामदनरूपेषु 'मानवा' पुरुषा इत्यतो न पुनरुक्तदोषानुषङ्गः । ભાવાર્થ અનાદિ ભાવોના અભ્યાસથી અસંખ્યવાર સેવવાથી પ્રાપ્ત નિર્બસ પરિણામને કારણે મનુષ્યો ઇચ્છા અને મદન સ્વરૂપ એવા કામભોગને વિશે આસક્ત થાય છે, માટે એ ઉપદેશમાં પુનરુક્તિ દોષનો પ્રસંગ આવતો નથી. कामासक्ताश्च यदवाप्नुवन्ति तदाह - ભાવાર્થઃ કામાસક્ત જીવો જે ફળ પ્રાપ્ત કરે છે, તે કહે છે. बलरहितेन निःसारेण तुषमुष्टिकल्पेनौदारिकेण शरीरेण प्रभङ्गुरेण' स्वत एव भङ्गशीलेन तत्सुखाधानाय कोपचित्याऽनेकशो वधं गच्छन्ति । Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1002 ભાવાર્થ: તુષ ડાંગરના ફોતરાથી ભરેલી મુઠ્ઠી જેવા બળરહિત, નિસાર પોતે જ નાશ પામવાના સ્વભાવવાળા એવા દારિક શરીરથી તે સુખને મેળવવા માટે (પાપ કરવા વડે) ભેગા કરેલા કર્મના જથ્થાના કારણે અનેકવાર વધુ પામે છે. (અર્થાતુ અનેકવાર જીવોનો વધ કરવા વડે સ્વયં અનેકવાર વધુ પામે છે.) कः पुनरसो विपाककटुकेषु कामेषु यो रतिं विदध्यादित्याह । ભાવાર્થ કટુરિપાક (ફળ)વાળા કામભોગમાં રતિ ધરનાર કોણ છે, તે કહે છે – अट्टे से बहुदुक्खे, इइ बाले पकुव्वइ । ભાવાર્થ આપીડા અને ઘણો દુઃખી અજ્ઞાની પ્રાણી આ રીતે અન્ય પ્રાણીઓને પીડા પહોંચાડે છે. मोहोदयादातः अगणितकार्याकार्यविवेक सोऽसुमान्बहुदुःखं प्राप्तव्यमनेनेति बहुदुःख इत्येनं कामानुषङ्गं प्राणिनां क्लेशं वा 'बालो' रागद्वेषाकुलित: प्रकर्षण करोति प्रकरोति । तजनितकर्मविपाका अनेकशो वधं गच्छति । મોહના ઉદયથી કાર્ય અને અકાર્યનો વિવેક નહિ કરી શકતો આત્મા આર્ત-દુઃખી હોય છે. બહદુઃખને પમાડે છે, એટલે રાગ-દ્વેષથી આકળ બનેલો અજ્ઞાની જીવ કામભોગોને અથવા જીવોના ક્લેશને પ્રકર્ષે કરીને કરે છે. તે કામભોગ અને વક્લેશના ફળરૂપે અનેકવાર મૃત્યુને પામે છે. (પમાડે છે). एए रोगा बहू नया आउरा परियावए नालं पास, अलं तवेएहिं । ભાવાર્થ આ પૂર્વે કહેલા) રોગોને (ઉત્પન્ન થયેલા) જાણીને આતુરઅસહનશીલ બનેલા જીવો (અન્ય) પ્રાણીઓને ખૂબ પરિતાપ પહોંચાડે છે. પરંતુ એ (રોગનો ઉપચાર) (કર્મને શાંત કરવામાં સમર્થ નથી, એ તું જો ! તારે આ બધાથી (શરીર માટે કરાતી હિંસક ચિકિત્સાથી) સર્યું. यदि वा रोगेषु सत्सु इत्येतद्वक्ष्यमाणं बालोऽज्ञः प्रकरोति तदाह - ભાવાર્થ : જ્યારે રોગો ઉત્પન્ન થાય છે, ત્યારે અજ્ઞાની જીવ પ્રકૃષ્ટ કરીને શું કરે છે, તે કહેવાય છે - एतान् - गण्डकुष्ठराजयक्ष्मादीन रोगान् बहुन्नूत्पन्नानिति ज्ञात्वा तद्रोगवेदनया आतुरा: सन्तः चिकित्सायै प्राणिनः परितापयेयुः, लावकादिपिशिताशिनः किल क्षयव्याध्युपशमः स्यादित्यादि वाक्याकर्णनाजीविताशया गरीयस्यपि प्राण्युपमर्दे प्रवर्तेरन्, नैतदवधारयेयुः Page #211 -------------------------------------------------------------------------- ________________ 190 – – ૧૩ઃ હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ - - ૧૫ यथा - स्वकृतावन्थ्यकर्मविपाकोदयादेतत्, तदुपशमायोपशमः, प्राण्युपमर्दचिकित्सया च किल्बिषानुषङ्ग एवेति, एतदेवाद - पश्यैतद्विमलविवेकावलोकनेन यथा 'नालं' न समर्थाः चिकित्साविधयः कम्मोदयोपशमं विधातुं । यद्येवं ततः किं कर्त्तव्यमिति दर्शयति - 'अलं' पर्याप्तं तव' सदसद्विवेकिन: ‘एभिः' पापोदानभूतैश्चिकित्साविधिभिरिति । ભાવાર્થ આ ગંડ, કોઢ, ક્ષય વગેરે ઘણા રોગોને ઉત્પન્ન થયેલા જાણીને તે રોગોની વેદનાથી વિહ્વળ બનેલા એની ચિકિત્સા માટે જીવોને પરિતાપ પહોંચાડે છે. “લાવક પક્ષીનું માંસ ખાવાથી ખરેખર ક્ષયનો રોગ શાંત થાય' વગેરે વાક્યોને સાંભળી જીવવાની આશા-ઇચ્છાથી પ્રાણીની મોટી પણ હિંસા માટે પ્રવર્તે. પરંતુ આવું માનવું જોઈએ નહિ. કેમકે - પોતાનાં કરેલાં અને અવશ્ય ફળદાયક એવા કર્મ-ફળનાં ઉદયથી જ રોગો ઉત્પન્ન થાય છે અને તે કર્મોના ઉપશમથી એ રોગોનો ઉપશમ થાય છે. એ માટે પ્રાણીઓની હિંસા થાય એવી ચિકિત્સા કરવી એ અત્યંત હલકાઈ-કિલ્શિષપણું જ છે. માટે જ કહે છે કે – વિમલ વિવેક રૂપી દષ્ટિથી આ તું જો. કારણ કે, ચિકિત્સા-ઉપચારની વિધિઓ કર્મોદયનો ઉપશમન કરવા માટે સમર્થ નથી, તેથી એવા ઉપાયો કરવાથી સર્યું. જો આમ છે, તો પછી શું કરવા યોગ્ય છે તે જણાવે છે - સારાં-નરસાંનો વિવેક ધરાવનાર એવા તારે પાપનો આશ્રવ કરાવનાર આ ચિકિત્સા પ્રકારો વડે સર્યું. અર્થાત્ એવી ચિકિત્સાઓ ન કરવી. આ સંસારના જીવો ઘણા દુઃખી છે અને કામાસક્તિને લઈને દુઃખમાં સુખ માને છે. તેમની એ ભ્રાંતિ ટાળવા માટે દુઃખનો પોકાર વારંવાર કરવો પડે છે. આ વાત હૃદયમાં સ્થિર ન થાય ત્યાં સુધી આત્મા ધર્માભિમુખ ન થાય. કામાધીન આત્માઓ આ નાશવંત શરીર માટે એવી કાર્યવાહી કરે છે કે જેના પ્રતાપે આ લોકમાં અનેક પ્રકારની આપત્તિઓ વેઠે છે અને પરલોકમાં તો તેમના માટે દુઃખ નિયત છે. કામાસક્તોને કાર્યાકાર્યનો વિવેક હોતો નથી. ભવિષ્યના પરિણામની દરકાર એ કદી રાખતો નથી. કામાસક્તિના યોગે કરેલી હિંસાના કારણે જીવને અનેક વ્યાધિ થાય છે. એ વ્યાધિના નાશ માટે એ ફરીથી જીવઘાત કરે છે. પરિણામે પોતાના રોગને સ્થાયી કરે છે અને વધારે છે. શરીરના રોગ માટે બીજા જીવોની હિંસા થતી હોય તો તે કરવામાં વાંધો નથી એમ આજના જમાનાવાદીઓ કહે છે. પોતાના જીવ માટે અન્ય જીવોનો નાશ એ ધર્મ નથી, એ વાત જમાનાવાદીઓ સમજવા તૈયાર નથી. પૂર્વે કરેલી હિંસાથી રોગ થાય, Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ 10 એને શમાવવા ફરી હિંસા કરે, પરિણામ એ આવે કે જેનાથી રોગને શમાવવા હતા એ જ આચરણાથી રોગને મજબૂત બનાવ્યા. ગૃહસ્થ પણ મુનિ થવાનું છે ? મુનિને ઉદ્દેશીને શાસ્ત્રકાર કહે છે કે, - ___एवं पास मुणी ! महन्भय नाइवाइज कंचणं । ચિ- “પત'ચુનરિ “રા' નવઘાર “મુજે' !ાત્રિ - મારિ, महद्-बृहद्भयहेतुत्वाद्यं, यद्येवं ततः किं कुर्यादिति दर्शयति - 'नातिपातयेत्' न हन्यात् कञ्चन प्राणिनं, यत एकस्मिन्नपि प्राणिनिहन्यमानेऽष्टप्रकारमपि कर्म बध्यते, तझानुत्तारसंसारगमनायेत्यतो महाभयमिति, यदिवा एए रोगे बहू णचेत्यादिको ग्रन्थः कामानधिकृत्य नेयः, एतान् रोगरूपान् कामान् बहून् ज्ञात्वा आसेवनाप्रज्ञयेति आतुरा:-कामेच्छान्धा अपरान् प्राणिनः परितापयेयुः इत्यादिना प्रक्रमेणेति ।। ભાવાર્થ: હે મુનિ ! તું આ પ્રાણીઓની હિંસા આદિને જો ! એમાં ઘણું ભય હોવાથી કોઈ પણ પ્રાણીને મારવું ન જોઈએ. વળી - આ પ્રાણીઓની હિંસા વગેરે પાપોને ત્રણે જગતના સ્વભાવને જાણનારા હે મુનિ, તું જો ! કારણ કે, એ મોટા ભયનું કારણ છે. કોઈ પણ પ્રાણીને નહિ મારવું. કારણ કે, એક પણ પ્રાણીને મારવાથી આઠેય પ્રકારનાં કર્મ બંધાય છે. એ નહિ ઉગારી શકાય એવા સંસાર પરિભ્રમણ માટે થાય છે, તેથી એમાં મહાભય છે. અથવા જો “આ પૂરો વહૂનમ્રા' વગેરે ગ્રંથ (પાઠ) કામભોગની બાબતમાં ઘટાવવામાં આવે તો – રોગરૂપ એવા ઘણા કામભોગોને જાણીને આસેવન કરવાની બુદ્ધિથી આતુર એટલે કે કામભોગોની ઇચ્છા વડે અંધ બનેલા એવા જીવો અન્ય પ્રાણીઓને અત્યંત પરિતાપ પહોંચાડે છે. એવો અર્થ કરી શકાય. મુનિને ઉદ્દેશીને શાસ્ત્ર કહે છે કે “હે મુનિ ! ત્રણ જગતના સ્વભાવના જાણકાર મુનિ ! એક પણ પ્રાણીને હણવામાં મહાપાપ છે માટે કોઈ જીવનો ઘાત ન કર.” એક પ્રાણીના ઘાતથી ઉત્કૃષ્ટ આઠે કર્મોનો બંધ થાય છે. રોગના સ્વરૂપને તથા રોગના કારણભૂત કામના સ્વરૂપને સમજનાર તો કામાસક્તિનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરે કે જેથી રોગ આપોઆપ શમી જાય. મુનિને ઉદ્દેશીને Page #213 -------------------------------------------------------------------------- ________________ 1:05. – – ૧૩ઃ હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ - ૧૯૭ કહેવાયેલો આ ઉપદેશ ગૃહસ્થ પણ સાંભળવાનો છે, કેમ કે ગૃહસ્થ પણ મુનિ થવાનું છે. કયો દરિદ્રી શ્રીમંત થવા ન ઇચ્છે ? તેમ કયો ધર્મી પોતાનામાં સાધુતા લાવવા ન ઈચ્છે ? એક પણ પ્રાણીનો ઘાત કર્યા વિના જિવાય એ સાધુથી જ બને. ઊંચામાં ઊંચા ધર્મી ગૃહસ્થને પણ છકાય જીવની વિરાધના બેઠી જ છે, કરવા રૂપે, કરાવવા રૂપે કે અનુમોદના રૂપે. મુનિપણામાં એક પણ જીવનો ઘાત ન થાય એ સ્થિતિ છે. છકાયના વિરાધકને પણ કોઈ પ્રાણીના ઘાતની છૂટ નથી. આ વાત ન હસે તે ઊંચે ન ચડી શકે. સૂત્રકાર તથા ટીકાકાર મહર્ષિ કહે છે કે એક પણ પ્રાણીના ઘાતમાં સાતેય કર્મોનો અને આયુષ્યનો બંધ પડે તો આઠેય કર્મોનો બંધ પડે છે, જેથી આ દુસ્તર સંસાર સાગરનો પાર પમાતો નથી. ભાવનાના ફરકથી કર્મબંધમાં ફરક : એક જીવનો ઘાત કર્યા પછી ભવાંતરમાં સામો જીવ એનો ઘાત કરે એટલાથી કામ અટકતું નથી. પાપ નાનું હોય પણ પાપ થવા પૂર્વે અને કરતી વખતે પરિણામ થાય છે તે જોવાનું છે. કોઈ જીવ મરી જાય એ વાત જુદી પણ ઇરાદાપૂર્વક મારવાની ક્રિયામાં પરિણામ ભયંકર છે. એક જીવ મરી જાય ત્યારે “બહુ ખોટું થયું” એ ભાવનામાં તથા “એમાં શું' “મરી પણ જાય એ ભાવનામાં બહુ ફરક છે. સમકિતની વાત પછી, પણ તે વિના પણ ભાવનાના ફરકથી કર્મબંધમાં પણ ફરક પડે છે. બહુ ખોટું થયું એ ભાવનાવાળાને લાગેલું પાપ મંદ હોય, જે સહજમાં છૂટે, નહિ જેવા પ્રાયશ્ચિત્તથી એનો નાશ થાય, સામાન્ય પશ્ચાત્તાપના પરિણામથી એ પાપ મટે, જ્યારે, “એમાં શું! મરે પણ ખરું, એમ કેટલું સચવાય !” એ ભાવનાવાળો પરિણામે નિકાચિત કર્મ બાંધે. સાધુધર્મ તથા ગૃહસ્થ ધર્મના અંતરને સમજીને તેવાં તેવાં વિધાન શાસ્ત્રકારોએ કર્યો પણ ત્યાં હેતુ ન ચૂક્યા. વિધાન સિવાયનું બધું છૂટું એવી આજે માન્યતા થઈ પડી છે તે યોગ્ય નથી. મુનિ માટે ત્રસ અને સ્થાવરના ઘાતનો નિષેધ છે. ગૃહસ્થને સ્થાવરની હિંસા વિના નભી શકતું નથી. ત્રસમાં પણ ગૃહસ્થને નિરપરાધીને સંકલ્પપૂર્વક હણવાનો નિષેધ. એનો અર્થ એ નથી કે એ સિવાયના માટે હણવાની છૂટ. હિંસા માત્રનો નિષેધ જ છે, એ ભાવના નાશ પામી એના પરિણામે એ દશા થઈ કે પ્રસંગે ત્રસને હણવામાં પણ વાંધો શો ?” થોડી પણ છૂટ દુઃખરૂપ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - 101 માની હોત તો આ વિચાર ન આવત. ત્રસની હિંસાને પણ સ્વરૂપહિંસામાં ગણાવવાના આજે પ્રયત્ન થાય છે. આરંભાદિકમાં ત્રણ આવી જાય અને મરી જાય એ વાત જુદી. ત્યાં પરિણામનો નાશ નથી થતો. પણ ઇરાદાપૂર્વક ત્રસનો ઘાત થાય ત્યાં પરિણામની જરૂર નાશ થાય છે. સ્થાવરની હિંસામાં પરિણામનો નાશ થવાનો તેટલો સંભવ નથી, કારણ કે એનામાં હલનચલનની ક્રિયા નથી, એના ત્રાસનો સાક્ષાત્કાર નથી. તરફડતા જીવને તો ક્રૂરતા આવે તો જ મરાય કારણ કે આંખથી, મોંથી, આકૃતિથી ત્રસ તો ના પાડે છે, દયા યાચે છે, ભાગાભાગ કરે છે. તેથી ક્રૂરતા વિના એના પર ઘા નહિ થાય. પરિણામ જરૂર નિર્વેશ થાય. સ્થાવરમાં તેના પરિણામ કરવા ન ધારે તો બચી શકે છે. હિંસાના પ્રતાપે રોગ થાય છે? શાસ્ત્રકાર મુનિને કહે છે કે ત્રણે જગતના સ્વરૂપને જાણનાર મુનિએ પ્રાણીનો ઘાત ન થાય તેની કાળજી રાખવી જોઈએ. હિંસાના પ્રતાપે રોગ થાય છે. એ રોગને મટાડવા પાછી હિંસાને આચરવી એ અજ્ઞાન છે. સામાન્ય ઉપચારોની વાત જુદી છે. શાસ્ત્ર તો કહ્યું કે તાકાત હોય, દુર્બાન થાય તેવું ન હોય, સંયમમાં બાધ ન આવે તો મુનિ ઔષધ પણ ન લે, પણ જ્ઞાની ત્યાં તાકાત જોવાનું ન ચૂક્યા. શ્રી જિનેશ્વરદેવની પૂજાના વિધાનમાં ત્રણે કાળ નિયત કર્યા પણ એ ત્રણે સંધ્યાના સમયમાં પૂજા ન થાય તો બીજા ટાઈમે કરે કે નહિ ? જ્ઞાનીએ કહ્યું કે જે ત્રણ સંધ્યા ન સાચવી શકે તે જ્યારે ટાઈમ મળે ત્યારે કરે. એવા પણ પરાધીન જીવો હોય કે જે ટાઇમસર છૂટા ન થઈ શકે, તે પોતાને મળતા ટાઈમે પણ રોજ પૂજા કરે. જો એમ ન કહે તો એ બીલકુલ ધર્મ કરી શકે જ નહિ. માટે શાસ્ત્ર એની પણ ચિંતા કરી કેમ કે એ ધર્મમાં રહે તો એના આત્માનું થાય ને ? હવે આ અપવાદ પણ વિધિરૂપ, એ રોજ સેવાય. ધર્મ શક્તિ મુજબ હોય ? આજનાઓ કહે છે કે અપવાદ એક જ વાર સેવાય. શાસ્ત્ર કહે છે કે ઉત્સર્ગવિધિમાં વિધિરૂપ અપવાદ યાને અપવાદવિધિ તો ચાલુ જ રહે. એકલી ઉત્સર્ગવિધિ બતાવાય તો કોઈ ધર્મ જ ન રહે. ઉત્સર્ગરક્ષક વિધિરૂપ અપવાદ કાયમ સેવાય. દરેક વિધિનો મર્મ સમજો. શક્તિ છુપાવાય નહિ તેમ શક્તિનો અતિરેક પણ ન થાય. શક્તિ છુપાવે તે છતી શક્તિએ ધર્મ ન કરે. અને શક્તિ Page #215 -------------------------------------------------------------------------- ________________ 1901 --- ૧૩ : હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ - ૧૯૯ લંઘે તે પરિણામે ધર્મથી ખસે. ખાવું એ આત્માનો ધર્મ નથી છતાં મુનિ કેમ ખાય છે? અનશન કેમ કરતા નથી ? જો મુનિ માટે અનશન જ કરવાનું રાખ્યું હોત, ભોજનનો સર્વથા નિષેધ કર્યો હોત તો મુનિ જ જોવા ન મળત. બધા જ ઓઘા મૂકી દેત. ઋષભદેવ સ્વામીની સાથે દીક્ષા લેનાર ચાર હજાર ભૂખ્યા ન રહી શકવાથી ચાલ્યા ગયા. તાપસ બની ગયા. જ્ઞાનીએ બાંધેલી વિધિનો હેતુ સમજો. શક્તિ હોય, દુર્બાન ન થાય, સમાધિ સચવાય તો અનશન કરે, પણ શક્તિ ન હોય છતાં ફરજિયાત અનશનની વિધિ હોય તો સાધુ જ ન રહે. ગૃહસ્થને પણ શક્તિ બહારનું કહેવામાં આવે તો એનો એ સ્વીકાર ન કરી શકે. તાકાત હોય તેની વાત જુદી. ગુણરૂપ અપવાદ કાયમ સેવાય ? આજનાઓ કહે છે કે મૂળ વિધિ ખરી, બાકીના અપવાદ અને અપવાદ તો એક જ વાર સેવાય. તો મૂળ વિધિપૂર્વક જે ધર્મ ન કરી શકે તેણે શું ધર્મ ન જ કરવો ? ના, એમ નહિ. તે આમ પણ કરે ને આમ પણ કરે. મૂળ વિધિ કરવાની ભાવનાપૂર્વક કરે તે અમુક રીતે પણ કરે. એ બધી અપવાદવિધિ, એ કાયમ ચાલે અને એમાં જ ધર્મ ટકે. જે અપવાદમાં ધર્મરક્ષા માટે પાપ સેવવું પડે તે અપવાદ ક્વચિત્ સેવાય. જે અપવાદોથી ધર્મ સેવાય, જે અપવાદમાં ગુણ મેળવવાના તે અપવાદ કાયમ ખાતે સેવાય. જે અપવાદમાં દોષ સેવી ધર્મરક્ષા કરાય તે ક્વચિત્ અને ન છૂટકે સેવાય. મૂળવિધિ ન બની શકે તે બધાને માટે અપવાદવિધિ ચાલુ જ છે. ત્રણે સંધ્યાકાળે જે પૂજા ન કરી શકે તે મળતા ટાઇમે કરે. રોજ એ સ્થિતિ હોય તો રોજ પણ એ અપવાદ સેવાય. એ અપવાદ સેવનારા પણ પ્રભુશાસનમાં છે. આળસુ માટે અપવાદવિધિ નથી : પૂર્વે હજારો અને લાખ્ખો શ્રાવકોમાં પણ રીતસર વિધિપૂર્વક નિયત સમયે ત્રણે કાળ પૂજા કરનારા તો થોડા પણ ગમે ત્યારે ટાઈમ કાઢી પૂજા કર્યા વિના ભોજન નહિ કરનારા સંખ્યાબંધ નીકળતા. ગૌતમસ્વામી જેવું સંયમ તો એ જ પાળે, બીજા બધાનું સંયમ એમનાથી ઊતરતું. આમ ન બને તો આમ પણ થાય એ અપવાદવિધિ પણ ઉત્સર્ગ જેવી જ. એનો નિષેધ કરનારા મૂળને નિષેધે છે. ઉત્સર્ગવિધિ પળાય તો તો અપૂર્વ પણ ટાઈમ ન મળે તે મળતા ટાઈમે કરે. Page #216 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ પડિક્કમણું પણ છેવટ બાર વાગ્યા સુધી કરવાનું કહ્યું. સવારનું અને રાત્રિનું : બેય પડિક્કમણાં માટે કહ્યું પણ એમાં એક વાત ધ્યાનમાં રાખવાની કે એદી, પ્રમાદી, આળસુ તથા ગપ્પાં મારનારા વગેરે માટે આ અપવાદ વિધિ નથી. જેને ટાઇમ ન મળે તે રોજ આમ કરે તો પણ એ વિધિ. શાસ્ત્રકારો વિધિ બાંધે ત્યાં ઊંચામાં ઊંચી બાંધે અને પછી આમ નહિ તો આમ, એ પણ સાથે જ હોય. ૨૦૦ રુચિ વિના પણ પથ્ય ખવાય ઃ દીક્ષાની યોગ્યતામાં પણ કહ્યું કે આપનાર તથા લેનાર બેય રાજમાન્ય હોય. પણ એવા કેટલા ? ક્વચિત્ અને કોઈક જ. જો એમ હોય તો મજાનું, એમાં પૂછવાનું જ શું ? પણ એમ ન હોય છતાં આપે તથા લે તો વિધિભંગ નથી. માતાપિતાની આજ્ઞાથી દીક્ષા લેવી એ બહુ મજેનું. એમાં સોનું અને સુગંધ જેવું થયું પણ આજ્ઞા ન મળે, સમજાવાય છતાં આજ્ઞા ન આપે તો વગર આજ્ઞાએ પણ દીક્ષા લેવાય. આ અપવાદ વિધિ કાયમની, કાયમ સેવવાની અને એના કાયમના સેવનમાં જ શાસન છે. ગુણ માટે વિધિરૂપ અપવાદ કાયમ સેવાય. મૂળરક્ષા માટે દોષ સેવવો પડે એવો અપવાદ ક્વચિત્ સેવ્ય, રોજ નહિ. રુચિ વિના પણ પથ્ય વસ્તુ કાયમ ખવાય, અરુચિથી પણ કુપથ્ય ખાવું પડે તો ક્વચિત્, રોજ ખાય તો મરે. રુચિ વિના પથ્ય ખાય તો તાજો થાય. ગુણરૂપ અપવાદ કાયમ સેવાય, દોષરુપ અપવાદ સેવવો પડે તો ક્વચિત્ સેવાય. તમારી પાસે અપવાદની વાત કરનારને પૂછો કે કયા અપવાદની વાત કરો છો ? ગુણરૂપ અપવાદની કે દોષરુપ અપવાદની ? ગુણરૂપ કહે તો કાયમી સેવવા યોગ્ય જણાવજો. શાસન બકુશકુશીલથી ચાલે છે : 1908 દરેક શ્રી જિનેશ્વરદેવનું શાસન બકુશકુશીલ સાધુથી ચાલે છે. ઉત્તમ તો નિગ્રંથાવસ્થા છે પણ શાસન બકુશકુશીલથી ચાલે, કહોને, અપવાદથી ચાલે છે. બધાથી નિગ્રંથ નથી બનાતું માટે એ એવા બને છે, બાકી, અખંડિતપણે નિગ્રંથપણું પળાય તો ઉત્તમ. બકુશકુશીલનું પણ ધ્યેય તો નિર્પ્રથાવસ્થાનું જ છે. ગુણરૂપ અપવાદ તો જ્ઞાની તથા ગીતાર્થ પોતે પણ સેવે. દોષરૂપ અપવાદ ગીતાર્થ પોતાની જાતે કદી ન સેવે, કદી સેવાય તો એનો પોતે બચાવ તો ન જ કરે. કોઈએ એવો અપવાદ સેવ્યો હોય તો એનો એ બચાવ કરી લે. પોતાની જાતે સેવે અને બચાવ કરે તો પરિણામે નાશ થાય. ગુણરૂપ અપવાદ તો પોતે સેવે અને સેવવા ઉપદેશ Page #217 -------------------------------------------------------------------------- ________________ 19૦૭ – ૧૩ : હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ - ૨૦૧ પણ છે કે, આમ ન થાય તો આમ પણ થાય. આ રીતે અપવાદનો તો ઉપદેશ હોય છે. અપવાદ સેવનારની ભાવના ઉત્સર્ગ વિધિની જોઈએ. ભયંકર સ્થાનમાં કોઈને બેસાડી ન રખાય ? દોષરૂપ અપવાદ સેવવાનો ઉપદેશ ન હોય. ગુણના માર્ગે ચડાવવાના હેતુએ ગુણરૂપ અપવાદનો ઉપદેશ હોય જ. એક કલાકે દસ માઈલ ચાલનારને તથા એક માઈલ પણ કલાકોએ ચાલનારને જવાનું જ કહેવાય, બેસી રહેવાનું ન કહેવાય. તાકાત વિનાનાને પણ બેસી બેસીને પણ જવાનું કહેવાય પણ બેસી રહેવાનું ન કહેવાય. ભયંકર સ્થાનમાં કોઈને બેસાડી રખાય? બેસી બેસીને થાક ખાતાં ખાતાં પણ આગળ વધવાનું જ કહેવાય. કોઈ બેસી રહેવાનું જ પૂછે તો મૌન જ રહેવું પડે. જીવવાના માર્ગે જવા માટે બધું કહેવાય. એટલે તો સત્યને જ્ઞાની હિતકર કોટિ સુધી લાવ્યા. સત્ય હોય, મધુર હોય, પ્રમાણોપેત હોય અને હિતકર હોય તો ઉત્તમ, પણ એવું તો ક્વચિત્ હોય. ત્યારે જ્ઞાનીએ કહ્યું કે પ્રમાણાધિક નભે, કડવું પણ નર્ભ, અરે અસત્ય પણ નભે પણ હિતકર તો જોઈએ જ. અહિતકર હોય તો એ મીઠું હોય, પ્રમાણોપેત હોય તથા સત્ય પણ હોય તો પણ એ ખોટું. હરણિયાને જતાં જોયા અને શિકારી આવીને પૂછે કે હરણિયાં કઈ દિશામાં ગયાં, તો જુદી દિશા બતાવી હરણિયાં બચાવવામાં જ સત્ય છે. કદાચ મૌન રહે પણ પેલો પૂછ્યા જ કરે, અગર મૌનથી પણ તે સાચી દિશામાં જ જાય છે તો એને એ દિશામાં જતો અટકાવવા માટે જુઠું બોલવું પડે તો પણ એ સત્ય છે. હિતકર એટલે પૈસા ટકાથી હિતકર એમ ન માનતા. પૈસા મેળવવાની ઇચ્છા એ તો પાપ છે. સ્વપર રક્ષા થાય, આત્મગુણો વધે ત્યાં આ છૂટ છે. ખૂનીને બચાવાય ? સભા: ખૂનીને બચાવાય ? બચાવાય તો એને સહાય કઈ રીતે થાય ? - પાપીને બચાવાય જ નહિ, એવો કાયદો છે ? જ્ઞાનીએ તો ઉપદેશ રક્ષા કરવાનો આપ્યો છે. રક્ષા સ્વની જ કરવી અને પરની નહિ એવું કહ્યું નથી. અહિંસકની જ કરવી, હિંસકની નહિ, એવું પણ નથી કહ્યું. સર્વની રક્ષાનો જ ઉપદેશ આપ્યો, કેમ કે સર્વ જીવો જીવવા ઇચ્છે છે. કોઈના ઘાતનો પ્રયત્ન ન કરાય. બધાને બચાવવાનો જ્ઞાનીએ નિયમ ન બાંધ્યો પણ “હણું નહિ, હણાવું Page #218 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - 9 નહિ, હણતાને સારા માનું નહિ' એ નિયમ બાંધ્યો. જો બધાને બચાવવાનો નિયમ હોત તો કોઈ મરે એની જોખમદારી આપણા શિરે રહેત. દરેકને બચાવવાની કોઈની તાકાત નથી. શ્રી તીર્થંકરદેવ પણ બધાને બચાવી નથી શક્યા. દરેકને ન મારવાનું બને. ૨૦૨ સભા : ન્યાયાધીશ શું કરે ? એ મુદ્દો જુદો થયો. ન્યાયાધીશ કાંઈ ઈશ્વરનો અવતા૨ કે દયાની મૂર્તિ નથી - એ મૂર્તિ જુદી છે. 1910 કોઈને હણવા નહિ, હણાવવા નહિ, હણતાને સારા માનવા નહિ એ બને પણ સર્વને બચાવવાનું ન બને. તીર્થંકરદેવથી પણ નથી બન્યું. સમગ્ર લોકમાં જીવોની કતલ ચાલુ છે, માટે તો લોકને મહાભયંકર કહ્યો છે. ખાબોચિયામાં પડેલાં માછલાં પણ પરસ્પરને ખાય છે. પક્ષી પક્ષીને ખાય છે, જંતુ જંતુને ખાય છે, માણસ માણસને મારે છે ને માણસ પશુ પક્ષીને પણ મારે છે. આ રીતે કતલખાનું ચાલુ જ છે. એક ક્ષણ એવી નથી કે જેમાં છકાય જીવોનો ઘાત ચાલુ નથી. ન હણવા, ન હણાવવા, હણનારને ન અનુમોદવાના સાધુને તિવિહં તિવિહેણનાં પચ્ચક્ખાણ છે; જ્યારે ગૃહસ્થને દુવિહં તિવિહેણનાં પચ્ચક્ખાણ છે. એમાં બચાવવાની શક્તિ હોય ત્યાં બચાવ પણ કરે. સાધુને ભાવદયા, તમને દ્રવ્યદયા તથા ભાવદયા ઉભય. તમે દ્રવ્યના ધણી માટે તમારે દ્રવ્યદયા. દ્રવ્યાર્થીપણું છોડો તો તમને પણ માત્ર ભાવદયા. ભાવના એક જ કે સર્વે સુખી થાઓ. તીર્થંકર નામ કર્મ પણ ‘સવિજીવ કરું શાસનરસી' એ ભાવનાથી નિકાચિત થાય છે. હિંસકને હણવાનો નિયમ ન હોય ઃ ગૃહસ્થ બચાવવાની ક્રિયા કરે. કોઈ પૂછે કે એક જંગલી જાનવર છે, માણસને પણ મારી ખાય છે, તો એને મારું ? તો ત્યાં શી સલાહ અપાય ? જૈનશાસ્ત્ર કહે છે કે હિંસક માત્રને હણવાની ભાવના કરાય તો કોઈ જીવ એવો નથી કે જે હિંસકની કોટિમાં ન જાય. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ તથા વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ એ વિષય ખૂબ ચર્ચ્યા છે ઉમાસ્વાતિજી મહારાજા એ તત્ત્વાર્થ સૂત્રના કર્તા, ‘શ્રાવક પ્રજ્ઞપ્તિ’ના બનાવનાર, પાંચસો ગ્રંથોના રચનાર, દશપૂર્વધર હતા. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ Page #219 -------------------------------------------------------------------------- ________________ 1911 – ૧૩ઃ હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ - ૨૦૩ શ્રાવપ્રજ્ઞપ્તિની ટીકા રચી છે. શ્રાવક પ્રજ્ઞપ્તિમાં આ બેય મહર્ષિઓએ આ વિષય સારી રીતે ચર્યો છે. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ૧૪૪૪ ગ્રંથોના રચયિતા હતા. આ બેય મહર્ષિઓએ કહ્યું કે દુનિયામાં કોઈ જીવ એવો નથી કે જે હિંસક ન હોય માટે હિંસકને હણવાનો નિયમ ન હોઈ શકે. સભા : શ્રી હરિભદ્રસૂરિજીએ ૧૪૪૪ બૌદ્ધાચાર્યોને મારી નાંખ્યા હતા ને? . - એવું કોણે કહ્યું? આવી ને આવી અધ્ધર વાતોથી પરિણામ ખરાબ આવે. ત્યાં તો બૌદ્ધો સાથે શાસ્ત્રાર્થ હતો અને એમાં શરત હતી કે જે હારે તે ઊકળતા તેલના કડાયામાં પડીને બળી મરે. બૌદ્ધો હાર્યા. એમણે તળાવું જોઈએ. હરિભદ્રસૂરિજી આવેશમાં આવ્યા હતા. ગુરુને ખબર પડી. સાધુઓ મોકલીને કહેવરાવ્યું કે તારા જેવાને આ ન શોભે. આવેશ ઊતરી ગયો. તરત બધાને છોડી મૂક્યા. મારી નાંખવાના વિચાર માત્રથી ૧૪૪૪ ગ્રંથો રચવાનું પ્રાયશ્ચિત્ત ગુરુએ એમને આપ્યું. પ્રાયશ્ચિત્ત પણ એવું આપ્યું કે જે ગ્રંથો વાંચી – ભણીને લોકો બીજાને મારતા બંધ થઈ જાય. હિંસકને હણવામાં વાંધો નહિ એવો કાયદો કરવામાં આવે તો કોઈ જીવ એવો બાકી નહિ રહે કે જે હણવા જોગો નહિ રહે. જેનશાસનમાં તો દરેકના ભલાની જ વાત છે : ધર્મીને છોડીને મનુષ્ય જેવો હિંસક કોઈ નથી. યોજનાપૂર્વક જો કોઈ હિંસા કરતું હોય તો માનવી જ કરે છે. તિર્યંચ તો હડફેટે ચડે એને મારે. સિંહ ભૂખ્યો હોય તો જ બીજાને મારે. એ ધરાયેલો પડ્યો હોય ત્યારે સુદ્ર પ્રાણીઓ એની પાસે થઈને જતા હોય તોય સામું પણ ન જુએ. એનાથી ભય પામીને પાસે ન જાય તે વાત જુદી. ઝેરી નાગ પણ પગમાં આવે તો ડસે છે. ઇરાદાપૂર્વક સતા નથી. સાપ જો ઇરાદાપૂર્વક ડસવા માટે ફરતા હોત તો માનવીને જીવતા ન રહેવા દેત. જંગલી જાનવરો ઇરાદાપૂર્વક માનવીને મારવા ફરતાં હોત તો માનવીને જીવવું ભારે થઈ પડત. હિંસકને હણવાની છૂટ જૈનશાસનમાં નથી, બચાવવાની વાત છે. અહીં તો દરેકના ભલાની જ વાત છે. તિર્યંચો હિંસા કરે છે તે તો ક્ષુલ્લક છે, પરિણામમાં તીવ્રતા વિનાની છે. માનવી તો ઇરાદાપૂર્વક અને યોજના કરી કરીને હિંસા કરે છે. ગાંડાના હાથમાં તલવાર હોય તો એ તલવાર છોડાવાય, રાખવા દેવામાં દયા નથી. એને Page #220 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ પકડીને ઓરડામાં પુરાય. એમ કરતાં વાગી જાય એ વાત જુદી પણ એને મારી નાખવાની ભાવના ન થાય. ૨૦૪ વિચારશુદ્ધિના યોગે આજે કેટલાક અનાર્યોમાં પણ વિચાર ફરતા જાય છે. એ લોકો પણ હવે કહે છે કે ગુનેગાર શિક્ષાથી ન સુધરે. એ બદમાશોને જેલમાં પણ એવું શિક્ષણ દેવું કે જેથી બદમાશી જાય. આ શ્રી જિનેશ્વરદેવના વિચારની છાયા છે. મનુષ્યપણું ખીલે તેમ સદ્ગુણો આવે. સમ્યગ્દષ્ટિ એટલે ઊંચામાં ઊંચો મનુષ્ય. એની ભાવના તો બધાને બચાવવાની હોય. ખૂનીને મારવાથી જો એની મુક્તિ થતી હોત તો એને મારવાનું વિધાન હોત. સભા : પોતે એના ભયથી છૂટે માટે મા૨વાની ભાવના છે. ત્યાં સ્વાર્થવૃત્તિ છે, પરમાર્થની ભાવના નથી. હિંસકોને પણ હિંસાથી બચાવવા પ્રયત્નો આદરાય. બધી વાતોમાં મર્યાદા સમજો. હિંસક મારવા યોગ્ય નથી. ભયંકરને પણ સમજાવાય પણ ત્યાં કેવળ છરો જ ઉગામાય એવો કાયદો નથી. - 1912 હિંસક પ્રત્યે પણ દાંત ન પીસો ! ક્ષત્રિયની વ્યુત્પત્તિ શી ? ‘ક્ષતાત્ ત્રાયતે ઇતિ ક્ષત્રિયઃ' પ્રહારથી, આપત્તિથી બચાવે તે ક્ષત્રિય, દુશ્મનને મારે તે નહિ. રાજનીતિ પણ એ છે કે દુશ્મનને જીવતો પકડાય ત્યાં સુધી મારવો નહિ. શ્રી જિનેશ્વરદેવના શાસનને નહિ જાણનારા પણ આમ કહે છે તો જાણે તેને હિંસકને મારવાનો પ્રશ્ન ઊઠે ખરો ? વર્તમાન હવાની મગજ પર અસર થાય છે તેથી જ આવા પ્રશ્નો ઊઠે છે. આ કાળમાં શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેવું કઠિન બને એવી બાજી ગોઠવાયેલી પડી છે. સમ્યગ્દષ્ટિની ભાવના તો મરનાર અને મારનાર બેયને બચાવવાની છે. એક પંથ એવો પણ છે, જે કહે છે કે બિલાડી ઉંદર પકડે તો ઉંદરને બચાવાય નહિ કેમ કે બિલાડીને અંતરાય પડે છે. શાસ્ત્રકાર એને મિથ્યા ભાવના કહે છે. ત્યાં સમ્યગ્દષ્ટિની ભાવના ઉંદરને દ્રવ્યપ્રાણથી બચાવવાની છે અને બિલાડીને હિંસા કરતી અટકાવીને ભાવપ્રાણથી બચાવવાની છે. તમને હજી સમ્યગ્દષ્ટિની ભાવનાનો પણ ખ્યાલ નથી આવતો. બચાવનારને મરનાર પ્રત્યે દયા છે અને મારનાર પ્રત્યે ગુસ્સો છે એમ નથી. જો એ મારનારને મારવાની ભાવના કરે Page #221 -------------------------------------------------------------------------- ________________ 1913 –– – ૧૩ઃ હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ – ૨૦૫ તો એ પણ હિંસક. ઉંદરને મારનાર બિલાડી, તો બિલાડીને મારનાર કૂતરું, એવી એની હાલત થાય. સારી ચીજનો પણ અમલ કરતાં ન આવડે તો પરિણામ સારું ન આવે. શાસ્ત્ર કહ્યું કે ઉપયોગે ધર્મ અને પરિણામે બંધ છે. જો ઉપયોગ કરતાં ન આવડે તો શુભ ક્રિયામાં પણ અશુભ બંધ થાય. હિંસક પ્રત્યે પણ દાંત ન પીસો, પરિણામ ન બગાડો. પાપમાં પ્રવર્તવું એ તો અનાદિનો અભ્યાસ છેઃ સભા : ઉંદરને બિલાડીનો ભક્ષ્ય કોણે નીમ્યો? - બાળકને જુઠું બોલતા કોણે શીખવ્યું ? તમે લોકોને લૂટો છો તો એ અધિકાર તમને કોણે આપ્યો ? સ્વાર્થી બધી વાત પોતાની મેળે જ નીર્મે છે. કર્મોદય, અનાદિનો અભ્યાસ, એ બધાં એમાં કારણો છે. શ્રી જિનેશ્વરદેવ કહે છે કે બધા પાપની પાછળ કાંઈ ને કાંઈ હેતુ તો છે. આણે આને કેમ માર્યો? એનું કારણ તો અનંત જ્ઞાની કહે અને પૂર્વનું વૈર હોય તો જણાવે. પરંતુ જ્ઞાની પણ કેટલાં વૈર જણાવે ? હજારોને મારે ત્યાં કેટલાં વૈર કહે ? વૈર યોગે, દુષ્ટ સ્વભાવના યોગે, લાલસાના યોગે પણ જીવો મરાય છે. જીવો જીવોને મારે છે ત્યાં નવાં વૈર પણ બંધાય છે. પાપમાં પ્રવર્તવું એ તો અનાદિનો અભ્યાસ છે. જૂઠું બોલવાની, કપટ કરવાની શાળા કોઈ જોઈ છે ? ઘોડિયામાં બાળક પણ જુઠું રોઈ જાણે છે. એ પણ જાણે છે કે રોયા વિના માં આવશે નહિ. આંખમાં આંસુ ન હોય, હૈયામાં દુઃખ ન હોય છતાં “ઊં ઊં' કરે, કેમ કે જાણે છે કે એ વિના ઠેકાણું પડશે નહિ. માતાપિતાની ભક્તિ પણ કલ્યાણ માટે : જીવો જો પાપમાં ટેવાયા ન હોત તો સંસારમાં રહેત ? એમને રખડતા બચાવવા અને પાપ પુણ્ય સમજાવી માર્ગે લાવવા માટે આ મહેનત છે. સ્વાર્થ વૃત્તિને આધીન થવાનો આ શાસનનો કાયદો નથી. કોઈનું હિત બગડે એવી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ન હોય. માતાપિતાની ભક્તિ પણ કલ્યાણ માટે છે. ઉપકારીના ઉપકારનો બદલો વાળવાનો પણ કલ્યાણ માટે છે, અકલ્યાણ માટે નથી. “લજ્જા' એ મોટો ગુણ, વડીલની આજ્ઞા માનવી એ ગુણ, પણ બધે મર્યાદા ખરી. મર્યાદા કચાં સુધી ? ધર્મઘાત ન થાય ત્યાં સુધી. સુલસને માતા વગેરે કુટુંબીઓએ કુળધર્મ સમજાવીને પાંચસો પાડા મારવાનું ચાલુ રાખવા Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 1914 કહ્યું. સુલસે ના પાડી. એણે સાફ જણાવ્યું કે હિંસા કરનાર મારા પિતાની દશા મેં નજરે જોઈએ છે. હું હવે હિંસા ન કરું. માએ પાળી પોષીને મોટો કર્યો હતો, તોયે ના પાડી ને ? બાપના કહેવાથી ચોરી કરનાર દીકરાને પોલીસ પકડે કે નહિ ? સભા : બાપ એવું કહે શાનો? - તો એવું કહે એ બાપ જ નહિ, એમ નક્કી થયું ને ? માતાપિતાની ભક્તિ એ ધર્મ પણ સ્વાર્થાધીન બની આત્માને ડુબાવવો એ ધર્મ નથી. માતાપિતાને ઉપકારનો સાચો બદલો : શ્રી સુયગડાંગ સૂત્રમાં શ્રી સુધર્માસ્વામીજી મહારાજા છ વાત જણાવે છે, તે યાદ રાખો : ૧. પ્રાણીઓને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. ૨. આયુષ્ય ચંચળ છે માટે ધર્મની વાત કાલ પર ન રખાય. ૩. માતાપિતાના મોહમાં પડી અહિતકર આજ્ઞા માની કરેલું પાપ સંસારમાં લાવશે. ૪. જેની આજ્ઞા માની પાપ કર્યું તે પાપના વિપાકથી બચાવવા નહિ આવે. ૫. જે ચીજ માટે પાપ કરો છો તે ચીજ તમારી નથી, તમારી પાસે રહેવાની નથી, જવાની છે. ૭. કદી પુણ્યોદયે જીવનભર ટકશે તો તમારે એને છોડીને જવું પડશે. - માબાપના ઉપકારનો બદલો ક્યારે વળાય ? સૂત્રકાર પણ કહે છે કે એ સહેજે ન વળાય. જન્મતા જ ગળે ટૂંપો દીધો હોત તો ? વ્યવહારદૃષ્ટિની આ વાત છે, નિશ્ચયદષ્ટિએ તો કહી શકાય કે પુણ્ય હતું તો બચ્યો. માબાપને પણ ધર્મમાર્ગે યોજવાં તે માતપિતાના ઉપકારનો સાચો બદલો છે. માતાપિતાની ધર્મઘાતક આજ્ઞા માનનારા માતાપિતાના સેવક નથી પણ ઘાતક છે એમ જૈનશાસ્ત્રો પણ કહે છે ને ઇતર દર્શનો પણ કહે છે. સ્વાર્થાધીન માતાપિતાની આજ્ઞાએ ચાલવાથી પરમાત્માની ભક્તિ ન થાય. માતાપિતા ગમે તેવાં તોય પહેલું પોતાનું જુએ. પણ, આથી માતાપિતાની ભક્તિનો નિષેધ કરું છું એવું ન સમજતા. Page #223 -------------------------------------------------------------------------- ________________ 1915 – ૧૩ઃ હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ - ૨૦૭ સ્વાર્થીના સ્વાર્થને આધીન થઈ સ્વધર્મ ન ગુમાવાય. સંતાન પર માતાપિતાનો અધિકાર ક્યાં સુધી ? વૈરાગ્ય ન થાય ત્યાં સુધી. પછી અધિકાર માતાપિતાનો નહિ પણ ભગવાનનો. સભા પણ માબાપ થોડો વખત ટકવાનું કહે તો ? - તો બાળક કહે કે મારો ભાવ એવો છે કે સારા સંયોગોમાં જ ટકે. ત્યાં પછી માબાપ શી સલાહ આપે ? એવા સંયોગોમાં શિખામણ દેવા આવે એને જ ગળે પડવાનું. સ્વાર્થીને આધીન ન થવાય એ મર્યાદા સમજો. અનંતજ્ઞાની માતાપિતાની ભક્તિનો નિષેધ કરે ? આજનાં પતિપત્નીના સંવાદો : આજે પતિપત્ની પરસ્પરની આત્મચિંતા નથી કરતાં પણ પોતપોતાના હક માટે પરસ્પર લડે છે. કહેવાય ધર્મપત્ની પણ રહે અધર્મમાં સાથે. ઘરમાં કોઈએ કહ્યું કે આ પાપપ્રવૃત્તિ ક્યાં સુધી ? પાપમાં જ રચ્યાપચ્યાં રહે એ તે ધર્મપત્ની કે પાપપત્ની ? પતિને ધર્મમાં સહાયક બને તે ધર્મપત્ની. તમે પણ એના આત્માની ચિંતા નથી કરતા. તમે અલંકાર એના ભલા માટે નથી લાવી આપતા અને એ રસોઈ તમારા ભલા માટે નથી કરી આપતી. અજ્ઞાનતાના યોગે બેય પોતપોતાના સ્વાર્થમાં રમે છે. પરસ્પરની ફરજ સમજાય તો બધો ફરક પડી જાય. શ્રાવિકાના રસોડે કંદમૂળ રંધાય ? પણ આ તો ભાવના એ કે ધણીને ખુશ કરીશ તો અલંકાર મળશે. પરસ્પરના આત્માની ચિંતા કરનારા આજે વિરલા. શ્રાવક કુળના આચારવિચાર ગયા તેનું આ પરિણામ છે. શ્રાવિકાનું બાળક શ્રી જિનેશ્વરદેવની પૂજા કર્યા વિના ખાય ? જે શ્રાવિકા દેરાસરમાં સાથીયો કરી ચાર ગતિનો છેદ માગે એનું બાળક પૂજા કર્યા વિના રહે ? એનો પતિ કંદમૂળ ખાય એ બને ? પણ આજે તો પરસ્પરની આત્મચિંતા છે જ નહિ. પોતાનું બાળક મરીને નરકમાં જશે એની તો ફિકર જ નથી. જીવે ત્યાં સુધી સંસારના લહાવા લેવાની જ ભાવના છે, બાકી સંતાન પાપ કરે એની ચિંતા નથી. સંતાન દેરાસર ન જાય, સાધુ પાસે ન જાય, શાસ્ત્રશ્રવણ ન કરે તો લોહીનાં આંસુ આવવાં જોઈએ. ન આવે તે માબાપ કહેવાય ? સંતાનની સદ્ગતિ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1916 દુર્ગતિની ચિંતા માબાપને ન હોય ? આજે તો બધી આ ભવની જ પંચાત ચાલે છે. આજે તો સ્ત્રીઓ ધણીને કહે છે કે બસ ! અલંકાર લાવો.” ઘણી કહે છે કે “ક્યાંથી લાવું ?' તો કહે છે કે “પરણ્યા તો શું કામ ? ગમે ત્યાંથી લાવો, ઊંધાચત્તા કરીને પણ લાવો, નમાલા શું થાઓ છો ?' પરસ્પર આવા સંવાદો આજે ચાલે છે. સભાઃ અમે પોતે સ્ત્રીઓનાં હક અપાવવા નીકળ્યા છીએ. સારું, અપાવો. આજે તો બોલે છે પણ કાલે તમારી કાનપટ્ટી પકડશે. સભા: અમારી ઇચ્છા જ કાનપટ્ટી પકડાવવાની છે. - તો હવે અમારે તમને કાંઈ કહેવાનું રહેતું નથી. હાથે કરીને તમારે દુર્ગતિની ટિકિટ ફડાવવી હોય તો કોણ રોકી શકે ? જગતમાં ફૂંકાઈ રહેલા આજના પવનની આ વાત છે. બેયને માટે અમારી આ શિખામણ છે. પરસ્પરની ફરજ બેયે સમજવાની છે. પતિએ પત્નીની અને પત્નીએ પતિની આત્મચિંતા કરવાની. સાધુએ શ્રાવકની અને શ્રાવકે સાધુની ફિકર કરવાની, પણ ધર્મની હોં ! ખોખાની નહિ. સભા : દીક્ષામાં આઠથી સોળ વર્ષની વયમાં ગુણરૂપ અપવાદ છે, કે નહિ? - નથી એમ નથી. ગુણરૂપ અપવાદ ઘણા છે, છતાં નુકસાન પણ ઘણું જોયું, માટે નિષેધ કર્યો. અપવાદ તો આઠની અંદર પણ છે. જ્ઞાનીએ તો આઠ વર્ષની વયની અંદરનાને પણ દીક્ષા આપી છે. સોળની ઉપરના અપવાદ જેવા રૂઢ તેવા રૂઢ આ અપવાદ નહિ. કેટલાક અપવાદ એવા છે કે જેનું નિરાકરણ પ્રસંગે જ થાય. વગર પ્રસંગે કહું તો તમે માર્ગમાં દીવાલ બનીને ઊભા રહો. દરવાજા બંધ કરવા બેઠા છો તો બારી બંધ ન કરો ? ઘણી વાતો ને પણ કહેવાય. તમે પણ સ્નેહીને બધી વાત નથી કહેતા. બધી વાત કહેવાથી ખરાબી થયાના પણ દાખલા છે. પાપમાં જતાં પતિને પત્ની અને પત્નીને પતિ રોકે એ પરસ્પરની ફરજ છે. પ્રભુના માર્ગે જતા સંતાનને માબાપ આડા પડે ? સંતાનને પ્રભુના માર્ગે જાતે મોકલવાં એ તો દૂર રહ્યું પણ કોઈ મહાત્માએ ઉપકાર કર્યો, એના કાનમાં મંત્ર ફેંક્યો, ત્યાં રોષ હોય ? સંતાનને કોઈ ગાદીએ બેસાડે ત્યાં પણ Page #225 -------------------------------------------------------------------------- ________________ છin - - ૧૩ : હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ –– ૨૦૯ વાંધો હોય ? દુનિયાની બધી ગાદી જેના પગ નીચે ચંપાય એવી ઉન્નત દશાએ પુત્રને જોવામાં કાંઈ વાંધો છે ? દુનિયામાં પણ વ્યવહાર એવો છે કે પિતા પોતાના પુત્રને પોતાનાથી સવાયો જોવાને ઇચ્છે. પિતા પુત્રથી પરાજય ઇચ્છે. બાલ્યવય દીક્ષા માટે બહુ યોગ્ય છે : જે સંસ્કારો શ્રાવકકુળમાં ઘટે તે તો જોઈએ. પ્રભુમાર્ગમાં વિઘ્ન ન નખાય. કુમળો છોડ જેમ વાળો તેમ વળે. સંતાન ઊંધા માર્ગે જાય તો હાલત કફોડી થશે. સીધા માર્ગે જાય તો શાસનને દીપાવે. કોરા ઘડા વાસિત થાય. રીઢા ઘડામાં પાણી ઠંડું ન થાય, કોરામાં ઠંડુંગાર થાય. બાલ્યવયમાં વિષયના અંકુર ફૂટવાની જગ્યા નથી. બળી ગયેલી જમીનમાં બીજ ઊગતા નથી. બાલ્યવયમાં સંયમી થનારની હૃદયભૂમિ બળી જાય છે કે જ્યાં વિષયના અંકુર ઊગતાં નથી, અર્થાતુ. વિષયભૂમિ બળી જાય છે. ઋષભદેવ ભગવાનથી માંડીને આજ સુધી મોટી ઉમરના દીક્ષિતોમાં પતિત ઘણા થયા, પણ બાલ્યવયના દલિતોમાં પતિત ઘણા થોડા. તીવ્ર પાપોદય હોય તો જ એ પડે. મહાલીને આવ્યો હોય એની ચોકી કરવી પડે. બ્રહ્મચર્યની નવે વાડોનું બંધન એના માટે મજબૂત, બાળક માટે એટલું સખત બંધન નથી. પૂર્વના ભોગનું સ્મરણ એ બ્રહ્મચર્યમાં બાધક છે. નાનાને એ નિમિત્ત નથી, કારણ કે એણે ભોગ ભોગવ્યા જ નથી. વિષયની એને ખબર જ નથી. નાના તો એવા બ્રહ્મચારી બન્યા છે કે રૂપરંગ જોવા એની દૃષ્ટિ ઊંચી ન થાય, મન પણ ન થાય. જોઈને આવેલાની આંખ ઝટ જાય. બાલ્યવય દીક્ષા માટે બહુ યોગ્ય છે. પ્રભાવકો મોટા ભાગે બાલ્યવયના દલિતો થયા છે. અન્ય દર્શનમાં તો આચાર્ય બાલબ્રહ્મચારી હોય. સામાન્ય દૃષ્ટિએ બાળક અજ્ઞાન પણ એને વૈરાગ્ય થાય તો એ મહાજ્ઞાની. શાસનના મહાનું કાર્યો બહુલતયા બાલદીક્ષિત પ્રભાવકોએ કર્યો છે. એમને સંયમમાં સુખ રહેવાનો સંભવ એટલો બીજાને નહિ. બાલદીક્ષિતો પર મદાર બંધાય ? પડેલા તમારા સંસ્કાર ભૂસાતા નથી. છ મહિનાથી મથું છું પણ ફાવતો નથી. ઘરબાર, કુટુંબ પરિવાર, પૈસાટકાને મારા માનીને બેઠા છો એ Page #226 -------------------------------------------------------------------------- ________________ - The ૨૧૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - મારાપણું મટાડવાની મહેનત કરું છું છતાં તમે એટલા પક્કા છો કે મારી મહેનત નિષ્ફળ બનાવો છો. એ જ રીતે મારી પાસે આવેલાં બાળકો એવાં પકા થાય કે તમારા ફંદામાં ન આવે. મોટાને અહીં આવવાનો ઇનકાર નથી પણ નાના ખાસ આવકાર્ય છે. એના પર મદાર બંધાય. એ ધારે તો પોતાના વૈરાગ્યની છાયા બીજે પાડી શકે. મોટા તો દુનિયામાં શક્તિ ખરચીને આવેલા હોય તેથી તેના ચહેરા પર એવું તેજ ન હોય. મોટા પણ પ્રભાવ ન જ પાડે એવો નિયમ નહિ પણ જેણે જિંદગીમાં વિષયસેવન ન જ કર્યું હોય એનું તેજ, એની બુદ્ધિ, એની ભાવના અને વૈરાગ્ય ઊંચા હોય એમાં નવાઈ શી ? કર્મયોગે પડે તો બાળક પણ પડે, યુવાન પણ પડે અને વૃદ્ધ પણ પડે, એ જુદી વાત છે. બાકી આઠ વરસનાને દીક્ષા તરત આપીએ જ્યારે પચાસ વરસનાને આપતાં વિચાર થાય. આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું કહે છે તે હવે પછી - Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : જાણ્યા વિના બોલવાનો અધિકાર નહિ : J-127 વિ. સં. ૧૯૮૬ માગસર સુદ-૮ સોમવાર તા. ૯-૧૨-૧૯૨૯ ધૂનન માટે સંસારસ્વરૂપનું દિગ્દર્શન : શાસનનું સંચાલન ત્યાગીને સોંપ્યું : ભગવાન પણ પચ્ચક્ખાણ કરે છે : ઋષભદેવ ભગવાન એમના કલ્પ મુજબ વર્તે છે : ધર્મના રસિયાનો વિરોધ ક્યાં હોય ? ઈરાદાપૂર્વક ખોટું કરે તે ખોટા : ♦ પચ્ચક્ખાણ, એ ઇચ્છાનિરોધનું સાધન : કષાયો ક્યારે જાય ? ૦ ડહાપણ ડહોળવું રહેવા દો ! વસ્તુનું રૂપક ફરે ત્યારે અશુદ્ધિ ન મનાય : બોલવાનો અધિકાર કોને ? ૭ ♦ 130 વસ્તુ હોય તે જ હોય, નવી ક્યાંથી આવે ? દીક્ષા કોઈને ન ગમે તો એ દીક્ષાનો દોષ નથી : ૭ વિધિની ભાવનાએ થતી અવિધિ ઘાતક નથી : ♦ જૈનેતર પત્રકાર શું કહે છે ? ♦ સાધુ કે આગમ માટે ગમે તેમ ન બોલાય : વિષય : ત્યાગનું મહત્ત્વ, પચ્ચક્ખાણની આવશ્યકતા, વસ્તુને જાણ્યા વિનાનો વિોધ નકામો. સંસારી જીવ ધૂનન ન કરે ત્યાં સુધી તેના દુર્ગુણો જાય નહિ અને સદ્ગુણો ખીલે નહિ. માટે શાસનનું સંચાલન ત્યાગીના હાથમાં. ત્યાગની ખૂબ કિંમત છે. ભગવાન પણ તે માટે જ પચ્ચક્ખાણ કરે છે. આ વાત જણાવી શ્રી ઋષભદેવ પ્રભુએ રાજા તરીકે જે સાવઘ શિલ્પાદિ શીખવાડેલ એ એમના કલ્પ તરીકે જ. અન્યથી એનું આલંબન લઈ સાવઘ પ્રવૃત્તિની પ્રેરણા - ઉપદેશાદિ કરાય જ નહિ. પ્રભુએ પોતે દીક્ષા લેતાં જ એ સાવઘનાં પચ્ચક્ખાણ કર્યા છે અને ઉપદેશમાં એનો નિષેધ કર્યો છે. ત્યાર બાદ દીક્ષામાર્ગ જેવા તારક ધર્મ પ્રત્યે અને દીક્ષા લેનાર – આપનાર માટે ટકાની ય કિંમત ન હોય એવા માણસો એલફેલ અભિપ્રાયો ફાડે છે. તે કેવા ખતરનાક છે એ આ પ્રવચનમાં ખૂબ જ જોશીલી શૈલીમાં વર્ણવવામાં આવ્યું છે. સુવાક્યાતૃત ♦ નાનું પણ પાપ ઈરાદાપૂર્વક થાય ત્યાં પરિણામની ભયંકર તીવ્રતા થાય છે. ♦ સંસારનું દિગ્દર્શન કરાવવાનો હેતુ ધૂનનની ક્રિયાની નિકટમાં લાવવાનો છે. ♦ દુર્ગુણોથી ટેવાઈ ગયેલો આત્મા ધર્મસ્થાનમાં પણ એ દુર્ગુણોને તજી શકતો નથી. ♦ સર્વ સાવઘના ત્યાગીથી હવે પૂર્વની કોઈ પણ સાવધ પ્રવૃત્તિની અનુમોદના પણ ન થાય. શ્રી જિનમંદિર અને ઉપાશ્રયોનું વાતાવરણ કલુષિત કરનારા સંસારના રસિયાઓ છે. ઈરાદાપૂર્વક ખામી કરે તે ખોટા પણ ખામી થઈ જાય તેટલા માત્રથી ખોટા ન કહેવાય. સર્વજ્ઞના માર્ગે ચાલવું હોય તો આપતિ આથી મૂકો. વિધિની ભાવનાએ થતી અવિધિ ઘાતક નથી. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : જાણ્યા વિના બોલવાનો અધિકાર નહિ ? ધૂનન માટે સંસારસ્વરૂપનું દિગ્દર્શન : અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા ફરમાવી ગયા કે આ સંસાર દુઃખમય છે. લોકમાં સર્વત્ર મહાભય પ્રવર્તે છે, કેમ કે બળવાન નબળાને મારે એ ક્રમ ચાલુ છે. જીવો સૌ પોતાના સ્વાર્થમાં રત છે. “સંસાર દુઃખમય છે' એ વાત વારંવાર કહેવાનું પ્રયોજન જણાવતાં એ મહાપુરુષ કહી ગયા કે જગતના વિષયાસક્ત જીવોએ દુઃખમાં પણ સુખની કલ્પના કરી છે. જેનાથી નિયમા દુઃખ છે ત્યાં લાલસાના યોગે વિષયાસક્તોએ સુખની ઇમારત ચણી છે. માટે સંસાર દુઃખમય છે એ ભાવના જાગ્રત રાખવા એ વાત વારંવાર યાદ કરાવવાની પરમ આવશ્યકતા છે. સંસાર દુઃખમય ન ભાસે ત્યાં સુધી ધર્મની ઇચ્છા જાગ્રત ન થાય. જેને સંસારમાં ફાવે તેને ધર્મ કદી ન ગમે. એક મ્યાનમાં બે તલવાર ન રહે. સંસારના એક એક વિષયની આગળપાછળ દુઃખ છે. વિચારે તેને સમજાય તેમ છે પણ વિષયાસક્તો વિચાર કરે જ નહિ. કરે તો ઊંધો કરે, એટલે એ દુઃખમાં પણ સુખ માને છે. વિષયોના ભોગવટાથી રોગ થાય છે. રોગ એ પૂર્વે કરેલી હિંસાનું ફળ છે. દુનિયામાં અકસ્માત કાંઈ થતું નથી. દરેક પ્રસંગ પાછળ નિમિત્ત તો હોય છે. મૂઢ જીવો જેના યોગે રોગ થાય છે તે રોગને શમાવવા તે જ આચરે છે જેથી રોગ કાયમી થાય છે, ભલે તત્કાલ કદાચ શમતો હોય. દેવાદાર એકના લાવીને બીજાને આપે પણ પરિણામે દેવું કાંઈ મટતું નથી. એ તો થીંગડાં કહેવાય. બધા લેણદારો એકીસાથે આવે ત્યારે શી દશા થાય? શાસ્ત્રકાર ભગવંત કહે છે કે વસ્તુના મૂળ સુધી પહોંચો. એની જડને પકડો. દુઃખમય વસ્તુમાંથી સુખ મેળવવા ઇચ્છતા હો તો એવી રીતે વાત કે જે વર્તાવથી અયોગ્ય સાધન આપોઆપ ખસે. એક જીવનો ઘાત આઠે કર્મનો બંધ પાડે છે, જો આયુષ્ય કર્મ પણ તે જ વખતે બંધાય તો ! એક જીવને આપણે મારીએ ને બદલામાં તે આપણને મારે, એટલાથી વાત પતતી નથી. આપણાથી કોઈ પ્રાણી Page #229 -------------------------------------------------------------------------- ________________ 191 – ૧૪ઃ જાણ્યા વિના બોલવાનો અધિકાર નહિ : ૧૩૦ – ૨૧૩ મરી જાય અને કોઈને ઇરાદાપૂર્વક મારીએ, એ બેમાં ફરક છે. મરી જાય એ અજ્ઞાનથી, પ્રમાદથી કે બેદરકારીથી. પ્રમાદ પણ બેદરકારીથી આવે છે. પગ નીચે જંતુ આવી જાય, મરી જાય, ત્યાં અરેકારો થાય, અરેરાટી પેદા થાય એ સ્થિતિ જુદી પણ ઇરાદાપૂર્વક હણીએ ત્યાં વાત જુદી. નાનું પણ પાપ ઇરાદાપૂર્વક થાય ત્યાં પરિણામની ભયંકર તીવ્રતા થાય છે. અનેક દુષ્ટ વિચારોથી પરિણામ અત્યંત કલુષિત થાય ત્યારે એક પ્રાણીને મરાય. એક મનુષ્યનો ઇરાદા પૂર્વક ઘાત ત્યારે જ થાય. જીવોની કરેલી હિંસા આત્મા માટે ઘણી ભયંકર છે. સૌ સૌની જાત માટે આ વાત છે, બાકી સંસારમાં પરસ્પર કતલ તો ચાલુ જ છે. બળવાન નબળા પર પ્રહારો કરી જ રહ્યા છે. હિંસાની ક્રિયાથી જો પોતે બચે તો પોતાના તરફથી બીજાને થતી હાનિ તથા એના યોગે બીજાના તરફથી પોતાને થનારી હાનિને અટકાવી, પરિણામે એ આત્મા એવા સ્થાને પહોંચે છે કે જ્યાં આ ધમાચકડી જ ન હોય. આ બધી વાત સૂત્રકાર ધૂનન માટે કહે છે. ધૂનન કરાવતાં પહેલાં સંસારનું સ્વરૂપ બતાવ્યું પણ સંસારથી જેને છૂટવું જ ન ગમે તેને આ વાતની અસર ન થાય. જે દરદીને પથારીમાં જ પડી રહેવું હોય તે દવા ન પીએ. પરાણે પાવા જાઓ તો નવાજૂની કર્યા વિના ન રહે. સંસારનું દિગ્દર્શન કરાવવાનો હેતુ ધૂનનની ક્રિયાની નિકટમાં લાવવાનો છે. સંસાર દુઃખથી ભરેલો છે, એકે ગતિમાં સુખ નથી એ નક્કી થાય તો ધૂનનનું કામ ચાલે. શાસનનું સંચાલન ત્યાગીને સોંપ્યું? સંસારમાં આસક્ત પ્રાણી નાશવંત શરીર માટે એવી કરણી કરે છે, એટલાં પાપ કરે છે કે જેનો સુમાર નથી. શરીર નાશવંત છે તેવું બધા જાણે છે છતાં એના માટે હિંસા કરવામાં, જુઠું બોલવામાં, ચોરી કરવામાં, અબ્રહ્મ સેવવામાં, પરિગ્રહના રસિયા બનવામાં, મોટાઈમાં, ક્રોધાદિમાં કોઈ કમી રાખતા નથી. એ દુર્ગુણોથી ટેવાઈ ગયેલો આત્મા ધર્મસ્થાનમાં પણ એ દુર્ગુણોને તજી શકતો નથી. ત્યાં પણ એની છાયા એ સાથે લાવે છે. જ્યાં દુર્ગુણ તજવાના ત્યાં પણ એ સાથે. પરિણામે પોતે ધર્મ આરાધી શકતો નથી અને સહવાસીને પણ ધર્મ આરાધવો કઠિન થાય છે. દોષોની માત્રા વધેલી હોય ત્યાં ધર્મની છાયા પડે કઈ રીતે ? માટે તો સંઘના આગેવાન તરીકે, શાસનના સંચાલક તરીકે કેવળ ત્યાગીને Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 192 નિમ્યા. એ ત્યાગી પણ એવા કે જેને બધાનો ત્યાગ, સાવદ્ય ક્રિયા કરવાકરાવવાની તો નહિ પરંતુ અનુમોદનાનો પણ ત્યાગ. ભગવાન પણ પચ્ચખાણ કરે છે ? તીર્થ સ્થાપતાં પહેલાં શ્રી જિનેશ્વરદેવે પણ બધું તર્યું. જીવનભર મન વચન કાયાથી પાપ ન કરવાં, ન કરાવવાં, ન અનુમોદવાનું પચ્ચખાણ લીધું. એ તો બળવાન હતા છતાં એમણે પણ પચ્ચખાણ લીધું ને ? આજે તો કહે છે કે નિયમ તો નબળા કરે, બળવાનને નિયમના બંધન શા ? શ્રી ઋષભદેવ ભગવાને પૂર્વાવસ્થામાં રાજકારભાર કર્યો. એમને સંયમ લીધા પછી બાર મહિના સુધી આહાર પાણી ન મળ્યાં, એનું કારણ શું ? લોકો દાતાર ન હતા ? દાતાર તો હતા પણ ભગવાનને દેવાય શું, એ જાણતા નહોતા. પ્રભુ આવે ત્યારે હીરા, માણેક, પન્ના, સ્ત્રીઓ એ બધું ધરતા પણ ભગવાન એ કાંઈ લીધા વિના ચાલ્યા જતા, એટલે એ દુ:ખી થતા. પોતાની ભક્તિમાં ખામી હશે એમ માની બળાપો કરતા, પણ પ્રભુએ એમને કાંઈ કહ્યું ? કેમ ન કહ્યું ? કારણ સર્વ સાવદ્ય યોગનાં પચ્ચખ્ખાણ છે. પ્રભુની સાથે દીક્ષા લેનારા ચારે હજાર ગયા છતાં ભગવાન કાંઈ ન બોલ્યા. ભગવાને આહાર પાણીની વિધિ કેમ ન કહી ? સાવદ્ય વ્યાપારનો સર્વથા ત્યાગ ન થાય ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સંપૂર્ણ ન પળાય, તીર્થ પણ ન સ્થપાય અને શાસન પણ ન ચલાવાય. સભા : ભગવાને આહારપાણીની વિધિ કેમ ન જ્હી ? - કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી શ્રી જિનેશ્વરદેવો ધર્મોપદેશ આપતા નથી. પોતાને ધર્મ સ્થાપવો છે માટે પ્રભુ છબસ્થાવસ્થામાં દેશના ન દે. છબસ્થાવસ્થા અને કેવલી અવસ્થામાં ફરક છે. બીજી વાત, પેલા તો યુગલિયા હતા, કશું જાણતા ન હતા, એમને તો ખુલ્લું સમજાવવું પડે. સભા : એ સ્થિતિ તો કેવળજ્ઞાન થયા પછી પણ ખરી ને ? તીર્થ સ્થપાય ત્યારે જનતામાં એ યોગ્યતા આવી જાય છે. તીર્થ ભગવાને સ્થાપ્યું પણ દાન દેવાની વિધિ તો શ્રેયાંસકુમારે બતાવી ને ? પછી સ્વરૂપ ભગવાને કહ્યું, પણ બતાવી શ્રેયાંસકુમારે. તીર્થ સ્થાપતાં પહેલાં બધાં કારણ આવી જ મળે છે. પ્રભુમાર્ગનું સર્વથા પાલન સર્વથા ત્યાગીવર્ગ કરી શકે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ 123 –– ૧૪ઃ જાણ્યા વિના બોલવાનો અધિકાર નહિ ઃ ૧૩૦ – ૨૧૫ સાવઘ યોગનો સંપૂર્ણ ત્યાગ જોઈએ, નહિ તો આ શાસનની વસ્તુ પરિણમે જ નહિ. ઋષભદેવ ભગવાન એમના કલ્પ મુજબ વર્તે છે: ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીએ પૂર્વાવસ્થામાં બધું કર્યું પણ પછી કેવળજ્ઞાન પામી જનતા સામે ધર્મ મૂક્યો ત્યારે સર્વ સાવઘ યોગના પચ્ચખ્ખાણનો અમલ પૂરો કે અધૂરો ? આજે તો ફાવતી વાત લેવી એ માન્યતા થઈ છે. એને લઈને શ્રી જિનેશ્વર દેવનું સ્વરૂપ પમાતું નથી. પહેલા તીર્થંકરનો કલ્પ પણ કળી શકતા નથી. પહેલા તીર્થંકર કઈ રીતે વર્તે તે જોવાની દૃષ્ટિ એમની પાસે નથી. ઋષભદેવ સ્વામી આ અવસર્પિણીના પહેલા તીર્થકર, એ થયા ત્યારે જનતાની સ્થિતિ કઈ હતી ? શું ખાવું, શું પીવું, શું કરવું એ કાંઈ લોકો જાણતા ન હતા. એ વખતે ભગવાન એમના કલ્પ મુજબ વર્તે છે, તો પણ એ બધાને શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સર્વ સાવદ્ય કહે છે. એ જીવન જો પાપવાળું ન હોત તો, નિરવઘ હોત તો સર્વસાવદ્ય યોગનું પચ્ચખ્ખાણ ભગવાન શું કામ કરતા ? એ પચ્ચખાણ કર્યું ત્યારથી પાપ તો કબૂલ્યું ને ? પચ્ચખ્ખાણ પછીની કાર્યવાહી વિચારવાની કે નહિ ? એમાં કમી ન રાખી તો કેવળજ્ઞાન પામ્યા, ધર્મ સ્થાપ્યો અને એના સંચાલન માટે ત્યાગીને નીમ્યા. સર્વ સાવધના ત્યાગીથી હવે પર્વની કોઈ પણ સાવદ્ય પ્રવૃત્તિની અનુમોદના પણ ન થાય. અનુમોદનાથી કરવું-કરાવવું પણ આવી જાય છે. ધર્મના રસિયાનો વિરોધ ક્યાં હોય ? સર્વ સાવદ્ય યોગના અનુમોદનનો પણ ત્યાગ હોય એને જ શ્રી જિનેશ્વરદેવના નિગ્રંથ પ્રવચનનો અધિકાર છે. સર્વ પ્રકારે સંયમનો પ્રચાર કરવો હોય એનામાં જો એ છાયા ન હોય તો આજના સંસારના રંગની છાયા એને જરૂર સ્થાનેથી ખસેડી દે એવી છે. એ છાયા તો આજે ધર્મસ્થાનમાં પણ પ્રસરી છે. શ્રી જિનમંદિર અને ઉપાશ્રયોનું વાતાવરણ કલુષિત કરનારા સંસારના રસિયાઓ છે. ધર્મના રસિયાનો વિરોધ ક્યાં હોય ? અવિધિ સામે, પાપની સામે, પણ યોગ્ય વસ્તુની સામે તો નહિ ને ? અવિધિ પણ શાસ્ત્ર માનેલી, પોતે માનેલી નહિ. પોતે માનેલી અવિધિ શાસ્ત્રસંમત છે કે નહિ તે તો જોવું જોઈએ ને ? અવિધિના નામે વસ્તુને ન ભુલાય. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - શાસ્ત્રસિદ્ધ વાતને પણ ન માની મનઃકલ્પિત વાતને ગોઠવે તો વિધિનો નાશ થાય. વિધિની ભાવનાથી અવિધિએ થતી ભક્તિને પણ શાસ્ત્ર મુક્તિની દૂતી કહી છે. સંપૂર્ણ વિધિ તો કોઈક જ પાળે અને તે છેલ્લી હદે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાએ કહ્યું, વર્ષો સુધી નાચનારની નૃત્યકળામાં પણ ખામી તો હોય જ, પણ, નાચતાં નાચતાં એક દિવસ એવો આવે કે શોધનારને એમાં ખામી શોધવી ભારે પડે. ખામીને એ એવી કુશળતાથી પાર કરી જાય કે શોધનારના હાથમાં આવવા જ ન દે. ખામીના સ્વરૂપને જાણનારને પણ અંગની શિથિલતાના કારણે ખામી આવ્યા વિના રહેતી નથી. ખામીથી એ પોતાને બચાવી ન શકે પણ ખામી કોઈને કળાવા ન દે, એવો એ હોશિયાર થઈ જાય. શરૂશરૂમાં તો કાંઈ ન આવડતું હોય. પગ જ્યાં ધીમો મૂકવાનો હોય ત્યાં ધબ દઈને પછાડતો હોય. હવે તે જ વખતે “તને કાંઈ નથી આવડતું' એમ કહીને કાઢી મૂક્યો હોત તો હોશિયાર થાત ? એને કશું આવડત જ નહિ. એ જ રીતે આમાં પણ સમજવું. ઇરાદાપૂર્વક ખોટું કરે તે ખોટા : અવિધિના અંશ વિનાનો કોઈ છે જ નહિ. વિતરાગને મૂકીને દોષ વિનાના લાવવા ક્યાંથી ? છબસ્થને તો અનુપયોગ હોય. છદ્મસ્થ જ્ઞાનીની નિશ્રા વિના બોલવું જોઈએ નહિ. મતિકલ્પનાનો ઉપદેશ કદી ન દેવાય. એમાં ભૂલ આવે જ. છદ્મસ્થ તો સર્વજ્ઞની નિશ્રામાં રહીને જ ચાલવાનું છે. જ્યાં ન સમજ પડે ત્યાં મૂંગા રહો પણ ડહાપણ ન ડહોળો. ડહાપણનો ડોયો જેમ તેમ હલાવવામાં નુકસાન છે. આજે તો નથી વિધિનું ભાન, નથી અવિધિનું ભાન, નથી યોગ્યયોગ્યતાનું જ્ઞાન, નથી શુદ્ધાશુદ્ધની સમજ અને એવા લોકો પાછા કહે છે કે અમે અવિધિના તથા અયોગ્ય દીક્ષાના વિરોધી છીએ, પણ વિધિ અવિધિનું જ્ઞાન જ તમને ક્યાં છે ! વસ્તુની ખામીથી વસ્તુને ખોટી ન કહેવાય. ઇરાદાપૂર્વક ખામી કરે તે ખોટા પણ ખામી થઈ જાય તેટલા માત્રથી ખોટા ન કહેવાય. એવાને ક્રિયા કરવાની ના કહેવાય તો માર્ગ જ સાફ થઈ જાય. ઇચ્છાનિરોધ એ તપ છે પણ એ ન થાય ત્યાં સુધી નવકારશીનું પચ્ચખાણ ન થાય ? એમ જે ન કરવાનું નક્કી કરે તે માર્ગથી ગયો. પચ્ચખાણ, એ ઇચ્છાનિરોધનું સાધન : જ્ઞાની કહે છે કે તપનું નિશાન ઇચ્છાનિરોધ, પણ એ ન આવે ત્યાં સુધી નવકારશીનું પચ્ચખ્ખાણ વગેરે ઇચ્છાનિરોધનું સાધન છે. ઘરમાં સ્ત્રીઓ તથા Page #233 -------------------------------------------------------------------------- ________________ 1925 - ૧૪ : જાણયા વિના બોલવાનો અધિકાર નહિ : ૧૩૦ - ૨૦૧૭ નોકરોને પૂછો કે વાસણ ઉજાળવામાં ઢેખાળામાં હાથ નાખવો પડે ? હાથ ન નાખે તો ચળકાટ આવે ? ઇચ્છાનિરોધ આવ્યા વિના કાંઈ કરું જ નહિ, એની મેળે ઇચ્છા શમે ત્યારે વાત ! એમ નક્કી કરો તો સાધ્ય કદી સધાય ? મોતીના દાણા જેવા અક્ષર પહેલેથી જ આવે કે ઘણા અભ્યાસ પછી ? એકડો વાંકો ઘૂંટવો એ અવિધિ છે છતાં શરુમાં વાંકો ઘૂંટાય ત્યાં સ્લેટ છીનવી લેવાય ? શાસ્ત્ર નિષેધ કરેલી અવિધિ ઇરાદાપૂર્વક કરાય ત્યાં વિરોધ થાય પણ ગીતાર્થે માન્ય કરેલી, શાસ્ત્ર નહિ અવગણેલી અવિધિ થતી હોય તો તે અવિધિ નથી. તમે તમારી રીતે અયોગ્યતા માપો છો તે ખોટી છે. કષાયો ક્યારે જાય ? કોઈ ત્યાગી થવા જાય ત્યારે આજે કહે છે કે “ત્યાગી થવા નીકળ્યા પણ કષાય તો ગયા નથી, ગુસ્સાનો તો પાર નથી!” એમ બોલનારાને ક્યાં ખબર છે કે ગુસ્સો ક્યારે જાય ? સર્વવિરતિ જોગી ક્ષમા દેશવિરતિમાં આવે ? બારે કષાયનો ક્ષય કે ક્ષયોપશમ તો સર્વવિરતિપણામાં આવે, પહેલાં તો કષાયો હોય. પહેલાં કષાયો જાય શી રીતે ? જે ધોરણમાં ભણવા જવું હોય તેનું જ્ઞાન પહેલાં આવે કે જઈને ભણ્યા પછી આવે ? આ તો કહે છે કે જે ધોરણમાં ભણવા જેવું હોય તેનું જ્ઞાન પહેલાં જોઈએ. ઠરાવ કરો કે છોકરાને બે ચોપડીનું જ્ઞાન થાય પછી જ પહેલી બીજી ભણવા મોકલવો. આવો કાયદો કોઈ કરે ખરા ? ત્યાં દિક્ષા લેનાર માટે બોલે કે “હજી કપડાનો મોહ તો ગયો નથી!” પણ ત્યારે ગૃહસ્થ ઉઘાડા ફરે ? સંસારમાં રહે ત્યાં સુધી કપડાં તો પહેરવાં પડે ને ? માથે પાઘડી પહેરી હોય ત્યાં સુધી તમારે બધાની શરમ રાખવી પડે. પાઘડી કાઢો તો અહીં આવીને માટે બેસાય. પણ પાટે બેસીને પછી પાઘડી કાઢવાની વાત કરો તો પાટે કોણ બેસવા દે? જ્યાં હો ત્યાંનું ઔચિત્ય સેવ્યા વિના છૂટકો થતો નથી. મુનિ માથાના વાળ જેમ તેમ ઊડતા રાખીને જતા હોય તો કોઈ ન કહે, તમે જાઓ તો ? ભલે રૂપરંગની લપ્પન-છપ્પન તમે ન કરો પણ વાળ તો વ્યવસ્થિત રાખો ને ? જેમ તેમ ઊડતા તો ન રાખો ને ? ડહાપણ ડહોળવું રહેવા દો : જે ક્લાસમાં જવાનું હોય એનું જ્ઞાન ઘેર થયા પછી પણ એ જ ક્લાસમાં ભણવા બેસે, એવો બેવકૂફ કોણ હોય ? એક વરસમાં ત્રણ ચોપડી જાણે એ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ 1925 બીજા જ વરસે ચોથીમાં જાય કે નહિ ? વ્યવહારમાં જે રીતે વર્તી રહ્યા છો તે રીતે અહીં પણ વિચારો તો જરા પણ વાંધો ન આવે. મુનિપણાની યોગ્યતા ઘેર રહેલા પાસે માગવી તે મૂર્ખતા છે. વેશ્યાના નિવાસમાં જઈને વિરાગ મગાય ? હિંસક કતલખાનામાં દયાનાં દર્શન થાય ? જુઠું બોલીને પણ હરિશ્ચંદ્ર થવાતું હોય તો તેવા હરિશ્ચંદ્રનો આજે ક્યાં તોટો છે ? ખોટું ન બોલવા માટે તો હરિશ્ચંદ્ર રાજ્યનો ત્યાગ કર્યો હતો, સાચું ન બોલવા માટે આજે ધર્મનો ત્યાગ કરનારા છે, તો એ કેવા ત્યાગી ! ઓછા ત્યાગી છે ? શુદ્ધ ધર્મના જ્ઞાતા તો જાણે એ લોકો જ છે, શાસ્ત્રકારોને તો જાણે કશી ખબર જ ન હતી એમ ? શુદ્ધિઅશુદ્ધિનું સાચું ભાન એ લોકોને જ છે ? શાસ્ત્રકારોને નહિ ? એમના જેટલી ભક્તિ શાસ્ત્રકારોમાં ન હતી ? પ્રભુની આશાતના માટે એ લોકોને દુઃખ થાય છે, અને સાધુ અહીં આંધળુકિયાં કરે છે એમ ? આજે લોકોમાં આ માન્યતા ઠસાવવી છે. એવાઓને પોતાનું ડહાપણ ડહોળવાની ટેવ પડી છે. શાસ્ત્રકાર કહે છે કે એવાઓ ધર્મ પામવા માટે નાલાયક છે. આવાઓ જેટલું ડહાપણ અહીં ડહોળે છે તેટલું કોઈની પેઢી પર જઈને ડહોળવા જાય તો પેલા એમને લાત મારીને કાઢી મૂકે. વ્યવહારમાં આ રીતે બધે પોતાનું ડહાપણ ડહોળવા જાય તો હમણાં ખબર પડે ! વસ્તુનું રૂપક ફરે ત્યારે અશુદ્ધિ ન મનાય : ધર્મ કરવાનું કહે અને કોઈ ધર્મીની નિશ્રા ન લેવી એમ કહે, એ કેમ બને ? ભક્ષ્યાભઢ્યનું, પયાયિનું, શુદ્ધાશુદ્ધનું, પુદ્ગલના સ્વરૂપના પરિવર્તનનું જ્ઞાન કોને વધારે ? આજના ખરાબ પુદ્ગલ કાલે સારાને પણ ટક્કર મારે તેવા થાય છે. નદી, નાળાં, સરોવરનું પાણી પવિત્ર કે અપવિત્ર? પવિત્ર શાથી? એમાં તો કોઈ પેશાબ કરે, કોઈ સ્થડિલ કરે, કોઈ ધૂકે છતાં પાણી વહેતું હોવાથી સારું થઈ જાય છે માટે પવિત્ર નદી સુકાઈ જાય ત્યારે ત્યાં કોઈ અશુચિ કરે તો બધા તેનાથી દૂર ચાલે. પણ પાણી વહે ત્યારે બધું સાફ થઈ જાય છે. વસ્તુનું રૂપક ફરે ત્યારે અશુદ્ધિ ન મનાય. સર્વજ્ઞના માર્ગે ચાલવું હોય તો આપમતિ આઘી મૂકો. બુદ્ધિનો ઉપયોગ સમજવામાં કરો પણ બુદ્ધિનો ડોયો ખોટી રીતે ન હલાવો, નહિ તો પામશો તો નહિ પણ પામેલું પણ હારી જશો. વગર જ્ઞાન લવરી કરવી એ મોટી ખોડ છે. વીસમી સદીના પણ સમજદાર જમાનાવાદીઓએ એવી લવરી નથી સ્વીકારી, પણ રખડતા લોકોએ એ ઉપજાવી કાઢેલી છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ 11 – ૧૪ઃ જામ્યા વિના બોલવાનો અધિકાર નહિ : ૧૩૦ - ૨૧૯ બોલવાનો અધિકાર કોને ? જે વિષયનું જાણપણું ન હોય ત્યાં ડહાપણ ડહોળવાની પદ્ધતિ સમજદારે નથી સ્વીકારી, પણ જેમને ઘરમાં કે બજારમાં કોઈ સ્થાન નથી તેવા લેભાગુ લોકોએ ઉપજાવી કાઢી છે. ધારાસભામાં પણ અમુક પ્રશ્ન ઉપર બધા ન બોલે. એ વિષયના જે જાણકાર હોય તે જ બોલે. ખાતા ખાતાના નોકરો પણ સરકારી તંત્રમાં જુદા હોય. વાઇસરોય પણ જે ખાતા માટે બોલવા ઊભા થાય, તે તે ખાતાના સેક્રેટરીએ લખી આપેલ પોઇન્ટ ઉપર બોલે. આજના સ્વરાજ માગવા નિકળેલા, જે વિષયનું તેમને સ્વપ્ન પણ જ્ઞાન ન હોય તે વિષયમાં બોલવા ઊભા થાય તો ત્યાં તેમનું અપમાન થાય. કોઈ પણ વિષય પર બોલવા માટે તેનો અભ્યાસ જોઈએ અને દિવસો સુધી તેની તૈયારી કરવી પડે છે. બોલો તે સમજીને બોલો ! અહીં તો રસ્તાનો રખડતો માણસ પણ બોલી નાખે કે દીક્ષા અયોગ્ય છે. સાગરજી મહારાજ એવી દિક્ષા આપે છે માટે એ પોતે પણ અયોગ્ય છે. “અરે ભાઈ ! તું કયા પાગલખાનામાંથી આવ્યો? તને આવું બોલવાનો અધિકાર કોણે આપ્યો ? વ્યવહારમાં આવું સમજ્યા વગર બોલો તો ભીખ માગો. સભા : આમેય ભીખ માગતા તો થયા જ છે ને? - એ એમને ક્યાં દેખાય છે? છોકરી પહેલા રસોડામાં પેસે ત્યારે કપડું પણ દઝાડે, કાચું પાકું પણ રંધાય, પણ અભ્યાસથી ઠેકાણે પડે. ઘઉંની રોટલી પણ એમ ને એમ થાય છે? સીધી તાવડીમાં નંખાય છે ? ઘઉં વીણવા પડે, દળાવવા પડે, લોટ બાંધવો પડે, કણેક કેળવવી પડે, ત્યારે રોટલી બને. અહીં તો દશા એવી કે સમજે કાંઈ નહિ, સમાજમાં કિંમત કશી નહિ. નહિ ત્રણમાં, નહિ તેરમાં અને નહિ છપ્પનના મેળમાં, એમ છતાં બધી વાતમાં ડહાપણ ડહોળ. શેઠ જેને ગણે નહિ, મુનીમ પાસે બેસવાની પણ જેને જગા નહિ, કચરો કાઢવાનું કે એથી પણ હલકું કામ કરતો હોય, તે પણ પોતાનો અભિપ્રાય આપે કે “દીક્ષા અયોગ્ય છે.” “અમુક સાધુ તો લુચ્ચા છે” એમ પણ કહે. એને પૂછો કે “તું કેવો ? સમાજમાં તારું વજન શું?' આવા માણસો જેમ તેમ ભરડ્યા કરીને નવરા બેઠા નખ્ખોદ વાળે છે. તમે બોલો ભલે પણ જરા સમજીને બોલો. તમારી બુદ્ધિનો ઇનકાર નથી પણ એ બુદ્ધિને કેળવો. જેના વિષે વાત કરો એમની દલીલ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 1928 સાંભળો. કહે છે કે “અમે તો ખોટું પણ કહીએ, તમે સાચું સાબિત કરો.” પણ જેને સાચા ખોટાની સમજ જ નથી ત્યાં સાચું સમજાવવું કોને ? ભૂગોળનું જેને જ્ઞાન નથી એને નકશો સમજાવાય શી રીતે ? યોગ્યાયોગ્યની ચર્ચા કોણ કરી શકે ? એકડો આવડ્યા વગર, આંક શીખ્યા વગર સરવાળા આવડે ? દીક્ષા માટે યોગ્ય અયોગ્યની ચર્ચા કોણ કરી શકે ? વીસમી સદીના વિદ્વાનો પણ બુદ્ધિનો યથેચ્છ ઉપયોગ કરવાનું નથી સ્વીકારતા. પશ્ચિમના વિજ્ઞાનવાદીઓ પણ પોતાના જ્ઞાન બહારના વિષયોમાં માથું નથી મારતા. ન્યાયાધીશે કોઈની નાડી તપાસી? ધારાશાસ્ત્રીએ કોઈનું ઓપરેશન કર્યું ? કોઈ સર્જને કોર્ટમાં આર્ગ્યુમેંટ કરી ? જ્યારે આ બધા તો ન્યાયાધીશ પણ ખરા, ધારાશાસ્ત્રી પણ ખરા, સર્જન પણ ખરા અને ધોકાશાસ્ત્રી પણ ખરા. બધી વાતમાં સમજે કે ન સમજે પણ અભિપ્રાય આપવામાં પહેલા ઊઠાં સુધી ભણેલા નહિ છતાં છાપાં વાંચી હૂંડિયામણની ચર્ચા કરવા લાગી જાય. રામાયણનો કક્કોય ન જાણે છતાં રામની વાતો કરે. આ બધું કેમ ચાલે ? ભણેલા અને સમજદાર બોલે તો તેની સાથે વાત કરતાં પણ આનંદ આવે. વિદ્યાર્થી પણ શિક્ષક શીખવે તેમ ભણે પણ “આ આમ કેમ!અને તેમ કેમ !” એવું ડહાપણ ન ડહોળે. ન સમજે ત્યાં પૂછે ભલે, ત્યાં પણ શિક્ષક કહે કે “હમણાં સમજવાને વાર છે, હું કહું તેમ કરતો એ વિદ્યાર્થી ત્યાં હઠ નથી કરતો. શિક્ષકના કહેવાથી ગોખી જાય છે અને એ રીતે ભણેલા આજે ખુરસી શોભાવે છે. પણ પોતે ભણે નહિ, બીજાને ભણવા દે નહિ અને ભણનારને કનડગત કરે તેવાઓ રખડે છે. ઠોઠ નિશાળિયાનું લક્ષણ જ એ કે સમયસર વર્ગમાં આવે નહિ, પોતે ભણે નહિ, બીજાને ભણવા દે નહિ, તોફાન કરે અને માસ્તરને પણ હેરાન કરે. વસ્તુ હોય તે જ હોય, નવી ક્યાંથી આવે ? પોતાની બુદ્ધિનો યથેચ્છ ઉપયોગ શાણાઓ નથી સ્વીકારતા પણ રખડતા લોકોએ ઉપજાવી કાઢેલી વીસમી સદીની સ્વચ્છંદતાની એ ભેટ છે. વ્યવહારમાં, બજારમાં, રાજ્યમાં, ક્યાંય પણ વસ્તુના અભ્યાસ વગર બોલાતું નથી. આપણો કેસ જાણીએ આપણે પણ, તે અંગે બોલવા કોર્ટ આપણને ઊભા ન રાખે. વકીલનું બોલેલું કબૂલે, કેમ કે કાયદાની બારીકીને અનુસરીને એ બોલે, જેથી કોર્ટની મહેનત બચે. આજના તો આગમ હાથમાં લઈને પણ કહે કે “આ તો Page #237 -------------------------------------------------------------------------- ________________ fees –– ૧૪ઃ જાણ્યા વિના બોલવાનો અધિકાર નહિ ઃ ૧૩૦ – ૨૨૧ ઇંદ્રજાળિયા, ગાયું તેવું ગાનારા ! આમાં કાંઈ નવું કહ્યું ? એકની એક વાત વારંવાર આવ્યા કરે ! એમને પૂછો કે માણસ પણ એનો એ જ રહ્યો કે બે હાથને બદલે ચાર હાથવાળો થયો ? પૂંછડા વગરનો હતો તે હવે પૂંછડાવાળો થયો ?' વસ્તુ હોય તે જ હોય, નવી ક્યાંથી આવે ? એ લોકો કહે છે કે “બુદ્ધિમાં બેસે નહિ તે શાસ્ત્ર નહિ, પણ કોની બુદ્ધિમાં ? બુદ્ધિ તો સૌની જુદી. પછી તો છગનભાઈનું આગમ જુદું અને મગનભાઈનું આગમ જુદું. બજારમાં દુકાન ભલે નાની મોટી, કમાય ભલે ઓછુંવતું પણ ગજકાતર તો બધા કાપડિયાની સરખી જ હોય. મોટી પેઢીવાળાનાં ગજકાતર કાંઈ મોટા નથી હોતા. સાકર બધાને મજેની અને મિઠ્ઠી લાગે પણ ગધેડો ખાય તો મરે, તેથી સાકર મિઠ્ઠી મટી જાય ? સૌની બુદ્ધિને બધું એકસરખું અનુસરતું આવે એવું તો કાંઈ હોઈ શકે નહિ. દીક્ષા કોઈને ન ગમે તો એ દીક્ષાનો દોષ નથી : જે દીક્ષાથી અનંતા પોતાના આત્માનું સાધી ગયા, સંખ્યાબંધ સાધે છે અને ભવિષ્યમાં અનંતા સાધશે, તે દીક્ષા આવા કેટલાકને ન ગમે તો તે દીક્ષાનો દોષ? દુનિયાની કઈ સારી ચીજ એવી છે કે જે કોઈકને પણ અણગમતી ન હોય ? દ્રાક્ષ બધાને ભાવે પણ ઊંટને ન ભાવે. માટે કહેવત છે કે ઊંટના અઢારે વાંકાં, જેને સૌ હોંશે હોંશે ખાય તેવી દ્રાક્ષને ઊંટ ન ખાય અને જેને કોઈ ન ખાય તેવો લીંબડો એ ખાય. અહીં પણ એવા કંઈક છે કે જેને આત્માનું હિત કરનારી દીક્ષા ન ગમે પણ અહિત કરનાર કૂકા બહુ ગમે. જે વિષયમાં ન જાણતા હોય છતાં તે વિષયમાં ગમે તેમ બોલાય એ વ્યવહાર પણ માનતું નથી. બોલવાનો હક ડિગ્રી મળ્યા પછી છે. કોર્ટમાં કાળા કોટવાળાને બોલવાનો હક, બીજાને નહિ. માસ્તર પણ નવા આવનાર વિદ્યાર્થી પાસે જ્યાંથી આવ્યો હોય ત્યાંનું સર્ટિફિકેટ માંગે છે. યુનિવર્સિટીમાં દાખલ થવું હોય તો ત્યાંનું ફોર્મ ભરી પહેલાં બધી વિગત જણાવવી પડે છે ત્યાં બધે લાયકાત તપાસાય અને અહીં ગમે તેને ગમે તેમ લવારો કરવાનો હક એમ ? વિરોધીને સાચું સમજાય જ નહિ ? જીવવિચારનું જ્ઞાન નહિ, કરેમિ ભંતેનો પાઠ પણ બોલતાં ન આવડે, પૂરા નવકાર પણ શુદ્ધ ન આવડે તે દીક્ષાને અયોગ્ય કહી દે છે, એ કઈ જાતની Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – – 1900 લાયકાત ? આને હક કહેવાય કે હડકવા ? તમારા ઘરમાં કોઈ પેસી શકે? છોકરાં, છોકરાની વહુઓ, કુટુંબીઓ, સ્નેહીઓ અને તમારા નોકરચાકરો, પરંતુ પાડોશી પણ તમારો વિરોધી હોય તો એને પેસવાનો હક ખરો ? વિરોધી ડાહ્યો પણ હોય તોયે ઘરમાં નહિ. એ કહે કે “હું તો પાડોશી છું, કેમ ન આવું?” તો કહેવું પડે કે “પહેલાં પ્રેમી થા, વિરોધ કાઢી નાખ, પછી આવવાની વાત કર.” વિરોધીને સાચું સમજાય જ નહિ. દીક્ષાના વિરોધીને દીક્ષા સોના જેવી છતાં ખોટી જ લાગે. દાતારના દાનમાં પણ વિરોધી ચાંદાં જ કાઢે. વિરોધી તો સાક્ષાત્ શ્રી જિનેશ્વરદેવને પણ ન માને. એમાં પણ એને પરાધીનતા લાગે. પરંતુ, રમતમાં પણ પાસા પડે તેમ સોગઠી ફેરવવી પડે છે. ત્યાં પણ પાસાની પરાધીનતા છે, માટે તમે રમતા નહિ. પાસા તો જડ છે. આગમો તો શ્રેષ્ઠ ચેતનવંતા ગણધર ભગવંતોએ રચેલા છે. એવા આગમોની વાતમાં પણ આ નહિ, તે નહિ કરે એવા બુદ્ધિના નિધાનોને તો જોઈને હસવું આવે છે, તેમની દયા આવે છે. ચર્ચા કરવાની લાયકાત કેળવો ! તરવું હોય તો જ્ઞાનીના કહ્યા મુજબ ચાલો. શુદ્ધાશુદ્ધ, ભસ્યાભઢ્ય, પયારેય વગેરે જ્ઞાની કહે તેમ માનો. જાણકારની પાછળ જનારા અજ્ઞાન પણ તરે છે, મતિ પ્રમાણે ચાલનારા ડાહ્યા પણ ડૂબે છે. ગમે તેટલું ભણેલો પણ સ્ટીમરના કપ્તાનને કહે કે “તું ખસી જા, હું તારા કરતાં વધારે ભણેલો છું, માટે મને જગ્યા આપ.” તો કપ્તાન કહી દે કે અહીં તારું કામ નહિ.” છતાં પેલો ન માને અને કપ્તાનને ખસેડવા જાય તો કદાચ એને જ દરિયામાં ફેંકાઈને ડૂબી જવું પડે. રૂપિયા ગણતાં આવડે, ખાવાના શોખે ગમે તે ખાતાં આવડે, એવાને પણ દીક્ષાની યોગ્યાયોગ્યતાની ચર્ચા કરવાનો અધિકાર નથી. એવી ચર્ચા કરવાની એ રખડતાઓમાં કોઈ લાયકાત નથી. વેપારી બન્યા તે પણ પહેલાં વેપારીને ત્યાં શીખવા બેઠા હતા. તમારે પણ જે વિષય પર બોલવું હોય તે વિષયનો પહેલાં અભ્યાસ કરો, એ વિષયના નિચોડ સુધી પહોંચતાં શીખો. દુનિયામાં બધે ધોલ ખાઈને, અપમાનો સહીને શીખવું પડે એ કબૂલ રાખો છો તો અહીં કેમ નહિ ? આ રીતે યથેચ્છ વર્તશો તો છતી સામગ્રીએ રખડશો અને વગર મોતે મરશો. હું ભારપૂર્વક કહું છું કે વગર જાણ્ય અને વિના અધિકારે ડહાપણ ડહોળો નહિ. Page #239 -------------------------------------------------------------------------- ________________ 1931 ૧૪ : જાણ્યા વિના બોલવાનો અધિકાર નહિ : ૧૩૦ — ૨૨૩ વિધિની ભાવનાએ થતી અવિધિ ઘાતક નથી : સંપૂર્ણ વિધિ શરુઆતમાં કદી ન થાય. વિધિની ભાવનાએ થતી અવિધિ ઘાતક નથી. અભ્યાસ વગર દુનિયાની એક પણ કળા શિખાતી નથી. કચરો કાઢતાં પણ શીખવો પડે છે, નહિ તો કાઢે થોડો અને ભરે ઘણો. બધામાં શિક્ષણ જોઈએ અને અહીં જ નહિ ? વગર ભણ્યું અને વગર જાણ્યે આ બધી ધમાલ કેમ કરી રહ્યા છે તે સમજાતું નથી. બંધારણ નાશ પામ્યાં છે. જો એ જીવતાં હોત તો આ બધાને વીણી વીણીને બહાર કરાયા હોત. કચરો કાઢવાનું કામ પણ ‘આવડે છે’ એમ કહે તો શેઠ નોકરીએ રાખે અને મહિને પાંચ પચાસનો પગાર આપે, પણ તેમાંયે હાથનો ચોખ્ખો જોઈએ, નહિ તો ન ચાલે. કચરામાંથી મળેલી એક પાઈ પણ ખીસામાં ન મૂકે એવો જોઈએ. આજે તો જેને ખાતાં પીતાં કે બોલતાં પણ આવડતું નથી એ પણ દીક્ષાનો વિરોધ કરે છે. નોકારશીમાં જમવા જાય તે પણ જાણે ‘બાપાનો માલ' એ રીતે બગાડ કરે. ઘરે શાક કેટલું ફેંકી દો છો, અને નોકારશીમાં કેટલું છાંડો છો ? ખાય એનું જ ખોદે એમાંની જમાત છે. એક મોટા નળામાં પાણી ભર્યું હોય એમાં એઠા પ્યાલા પણ બોળે. આ પાણી પીતાં આવડ્યું કહેવાય ? આ રીતે એમાં લાળિયા જીવો ઉત્પન્ન થાય, એવાં રોજ વર્ણન થાય છતાં સુધારો નથી થતો. શ્રાવકો જમતા હોય ત્યાં દેખાવ કેવો હોય ? આ બધા પાછા દીક્ષાના વિરોધી. તેમની ફિલોસોફી સાંભળીને હસવું ન આવે તો શું થાય ? આ ચેપી રોગનો તો આજે મેનિયા ફાટ્યો છે. મરકી તથા પ્લેગથી પણ એ ભયંકર છે. પ્લેગના ઉંદરની હવાથી તો નસાય અને બચાય, પણ આ પાપાત્માઓની હવાથી કેમ બચાય ? કારણ કે આ હવા તો ઠામ ઠામ અને ગામેગામ ફેલાયેલી છે. ભાગીને જાઓ પણ ક્યાં ? ગામડાનો એક માણસ શહેરમાં આવે એટલે એ પણ બોલવા મંડી પડે કે ‘દીક્ષા અયોગ્ય અને પૂજાબૂજા આ જમાનામાં પાલવે નહિ.’ જૈનેતર પત્રકાર શું કહે છે ? જાણ્યું એટલું જ બોલવું આ સૂત્ર માન્ય હોય તો તો સાચા સુધારક માનું. જે વાત વિષે બોલવું હોય એનો અભ્યાસ કરો. પ્રામાણિક જૈનેતર પત્રકાર પણ હવે તો કહે છે કે ‘ચર્ચા કરનારા આવા બાલિશ અને અયોગ્ય હશે તે અમે નહોતા જાણતા. એમને ડાહ્યા માનીને એમના લેખોને સ્થાન આપતા હતા. આ તો Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - 1 પાગલો ભેગા થયા હોય એવું લાગે છે. અમે તો એમની વાતોથી માનતા કે સાધુઓ ચોટા હશે પણ હવે સમજાય છે કે એવું નથી. એ લોકોને દીક્ષાનો વિરોધ નથી પણ એમને ધર્મ જ જોઈતો નથી.” એમને પણ આ વાત સમજાઈ છે. થોડે ઠેકાણે એ નામદારોનું સ્થાન હશે તે પણ પરપોટો ફૂટે એટલી વાર છે. કોઈ જગ્યાએ ઊભા રહેવાનું સ્થાન નહિ રહે. સાધુ કે આગમ માટે ગમે તેમ ન બોલાય : આજના એ લેખકોમાં દલીલોનાં દેવાળાં છે. જે હોય તે દિક્ષા વિરુદ્ધ જેમ ફાવે તેમ લખે. લખે કે – “સાગરજી આવા અને તેવા. પણ કોઈ પૂછે કે તમે એમને જોયા ? એમને મળ્યા ? એમની વાત જાણી ?' તો કહે ના. ‘ત્યારે શું જાણીને લખો છો ? તો કહે “અમે તો ફલાણાના કહેવાથી લખીએ છીએ.” આવી એમની દશા છે. એને કોઈ એમ કહે કે “તારા બાપ આવા હતા તો એ માની લે ? ના. જો એ પિતાનો ભક્ત હોય તો સામે થાય, નહિ તો હશે !” કહીને સાંભળી લે પણ એની જાત માટે કોઈ કહે તો શું થાય ? લાલચોળ થઈ જાય ને ? તો ભલા આદમી ! તારી જાત માટે તું સહન નથી કરતો તો મહાપુરુષો માટે, શાસ્ત્ર માટે, આગમો માટે બોલવાનો તને હક શો છે ? લેભાગુઓની વાત સાંભળીને શાહુકારને ત્યાં મૂકેલા પૈસા ઉપાડી લેનારને પછી મૂકવાનું સ્થાન નથી મળતું. વ્યવહારમાં પણ આ કાયદો છે. માટે અહીં સાધુ માટે કે આગમો માટે ગમે તેમ ન બોલાય. આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી - Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક ? 131 J.128વિ. સં. ૧૯૮૭. માગસર સુદ-૯. મંગળવાર તા. ૧૦-૧૨-૧૯૨૯ • જ્ઞાનીની આજ્ઞામાં મતિની સ્વચ્છંદતા ન ચાલે : ૦ ચારિત્રમાં વિલંબ કરવાનું ન કહેવાય : • ભૂલને સુધારવા માટે તો અભ્યાસ છે : • સ્થાન, વસ્તુ, આકારનો પ્રભાવ : ૦ કરણીય અકરણીયનો વિવેક કરો ! • વૈરાગ્યના અભ્યાસની જરૂર બાળકને જ? • ખરાબ ચીજ સેવવાની રજા ન મંગાય : ૭ દીક્ષા યોગ્યને જ આપીએ : ૦ અતિમુક્તકના ઉદ્ગારો : • વૈરાગ્ય લૂંટાઈ જાય એવી શાળા ન હોય : • દેશનામાં મુખ્ય ધ્વનિ દીક્ષાનો જ હોય : ૭ શ્રાવકનાં ઘરો એ જ વૈરાગ્યની શાળા : • જેવી વ્યક્તિ તેવી સમજાવવાની રીત : • બાળકમાં ધર્મસંસ્કાર જ નખાય : વિષયઃ અભ્યાસની મહત્તા, બાળદીક્ષા માટે જરૂરી બાબતો. ભૂલને સુધારવા અભ્યાસ કરનારની ભૂલ ઠપકાને પાત્ર નથી. તેમ વિધિના લક્ષ્યવાળાની અવિધિ પણ ક્ષમ્ય છે. અભ્યાસ કરતાં કરતાં જ ઉપર ઉપરની ભૂમિકાએ જવાની યોગ્યતા આવે.ખરાબ ચીજ સેવ્યા બાદ જ સારી ચીજ કરવાની યોગ્યતા આવે એવી માન્યતા ખોટી છે. સારું તો ગમે ત્યારે કરાય. આ પ્રધાન સૂર સાથે શરૂ થયેલ આ પ્રવચનમાં આજના જમાનાવાદી સુધારકો (!) ઉપર તેજાબી ચાબખાં ફટકારાયાં છે. બાળદીક્ષાર્થીને અમુક વર્ષ શાળામાં મૂકી પછી દીક્ષા આપવાનું કહેતા સુધારકોની દરેક દલીલોના જડબાતોડ જવાબો અપાયા છે અને પ્રશ્ન કરાયો છે કે, માત્ર બાળકો માટે જ શું કામ યુવાનો ને બુઢાઓ માટે પણ એવી શાળા કેમ નહિ ? આ પ્રવચનનો ખરો આસ્વાદ આ સમરીમાં નથી, પરંતુ એને વાંચવામાં જ આવે તેમ છે. • ભૂલને સુધારવા માટે અભ્યાસ કરનારની ભૂલ એ દોષપાત્ર નથી. • ખરાબ વસ્તુને છોડવા માટે એવી વિધિ ન હોય કે જીવનમાં એનો અનુભવ લઈને જ છોડાય. • ઈન્દ્રિયો તો આત્માના ગુણો પર અગ્નિ મૂકે છે. • સર્વવિરતિના ધ્યેયને ભૂલાય એ રીતે દેશવિરતિ તથા માર્ગનુસારિતાના ગુણો પેદા કરાવવાનો પ્રયત્ન ન કરાય. • જેમાં દીક્ષાનો મુખ્ય ધ્વનિ નથી તે શ્રી જિનેશ્વર દેવની દેશના નથી. • અમારી બુદ્ધિ જો શાસ્ત્રથી આગળ જવા માગે તો એના પર અંકુશ મૂકવા અમે તૈયાર છીએ. • સંસારીને સુખ પણ ચિંતામગ્ન છે, જ્યારે સંયમીને કદાચ દુઃખ હોય તો તે પણ ચિંતારહિત છે. • ધર્મનાં, દીક્ષાનાં પરિણામ આવે એને વિલંબ કરવાનું કહેનારા, એ આત્માના ભાવધનની લૂંટ ચલાવનારા ભયંકર લૂંટારા છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક ? દુખની પરંપરા કેવી રીતે સર્જાય છે ! અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા શ્રી આચારાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશામાં એ વાત ફરમાવી ગયા કે સંસારનાં પ્રાણીઓ ઘણાં દુઃખી છે અને એ દુઃખની વાત તેમને વારંવાર જણાવવાનો હેતુ એ છે કે દુનિયાના એ વિષયાસક્ત જીવોએ દુઃખમાં પણ સુખની કલ્પના કરી છે. સંસાર દુઃખમય છે એ ભાવના જાગ્રત રહે તો ધર્મરસિક બનાય અને સંસારના અંતને સાધી શકાય. સંસારમાં દુ:ખની પરંપરા કેવી રીતે સર્જાય છે તે બતાવવા માટે કહ્યું કે સંસારી જીવને વ્યાધિ વગેરે પૂર્વની હિંસાના પ્રતાપે આવે છે અને એ વ્યાધિના પ્રતિકાર માટે ફરી હિંસાનું સેવન કરે એટલે દુઃખને વધારવાનું કારણ બને છે. આ નાશવંત શરીર માટે એક પણ પ્રાણીનો ઘાત કરવો યોગ્ય નથી. એક પ્રાણીના ઘાતથી સાત કે આઠ પ્રકારના કર્મનો બંધ પડે છે. માટે પ્રાણીનો ઘાત ન કરવા માટે સતત કાળજી રાખવી જોઈએ. જ્ઞાનીની આશામાં મતિની સ્વચ્છંદતા ન ચાલે ? આત્મા વસ્તસ્વરૂપને સમજ્યા વિના મરજી મુજબ વર્તવાનું ચાલુ રાખે તો એનો ઉદય કદી થાય નહિ, કેમ કે એ તો દુઃખને સુખ અને હાનિકરને હિતકર માની રહ્યો છે. એમાં એને સુખસામગ્રી મળે એ આશા જ ખોટી. જે વસ્તુનો જે જ્ઞાતા હોય તે જ તેનો નિષ્કર્ષ લાવી શકે. બીજાઓ જો એમાં પોતાનું ડહાપણ ડહોળે તો તે પામી ન શકે પણ ઊલટા પામવાની સ્થિતિથી પરામુખ થાય. માટે જ્ઞાનીની આજ્ઞામાં મતિનો સ્વછંદ ઉપયોગ ન ચાલે. ભૂલને સુધારવા માટે તો અભ્યાસ છેઃ ખામી કે અવિધિના કારણે ધર્મક્રિયા જ ન થાય એવો જો નિયમ થાય તો કોઈ આત્મા કોઈ કાળે ધર્મ ન બની શકે. શરુઆતમાં અવિધિ કે ખામી તો નિયત છે. તીર્થંકરના આત્માથી પણ પૂર્વભવોમાં ત્રુટિ વિના ક્રિયાનું આરાધન બન્યું નથી. ત્રુટિ ત્રુટિ માને, ત્રુટિ નીકળી જાય તેવી ભાવના કરે Page #243 -------------------------------------------------------------------------- ________________ 1935 – ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક? ૧૩૧ ૨૨૭ તો એ ત્રુટિ ત્રુટિની ગણનામાં નથી. ભૂલને સુધારવા માટે અભ્યાસ કરનારની ભૂલ એ દોષપાત્ર નથી. ભૂલને સુધારવા માટે તો અભ્યાસ છે. ભૂલ ન થવા દેવાની એ કાળજી રાખે. એવી કાળજી રાખી ક્રિયા કરનારની ભૂલને પણ શાસ્ત્ર સંતવ્ય કોટિમાં લખી છે. વિધિ પામવાની ભાવનાવાળાથી અવિધિ થાય તો એ અવિધિ ધર્મક્રિયાને કલંકિત કરતી નથી. જો એમ ધર્મક્રિયાને કલંકિત મનાય તો કોઈ કાળે કોઈ આત્મા મોક્ષ સાધી શક્યો ન હોત, સાધી શકે પણ નહિ અને ભવિષ્યમાં પણ સાધી શકત નહિ. વળી વિધિને પણ મનઃકલ્પિત રીતે અવિધિ માનવી એ ખોટું છે. ઉપલક ઉપલક સાંભળે કે વાંચે કે ત્રિકાળ સંધ્યાએ પૂજન થાય અને પછી કોઈને આઠ વાગે કે બપોરે એક વાગે પૂજા કરતા જોઈ એને કહે કે “આવી અવિધિ થાય ?' આના કરતાં તો બહેતર છે કે તમે પૂજા ન કરો.” શાસ્ત્રકાર કહે છે કે આવા અજ્ઞાન દોઢ ડાહ્યાઓથી છેટા રહેવું સારું છે. આજે તો આ વિષયમાં દશા ભયંકર છે. ત્રિકાળ સંધ્યાએ પૂજન થાય એ વાત તો સાચી પણ બીજા ટાઈમે ન જ થાય એ કયા આધારે કહે છે? અધ્ધર સાંભળેલી કે વાંચેલી વાતોના આધારે આવી વાતો કરે અને વસ્તુને સાંગોપાંગ દૃષ્ટિએ ન વિચારે એ ચાલે ? શાસ્ત્રકારે જે ક્રિયા નિયત કરી તે એકદમ ઊંચી સ્થિતિની કરી. મુનિ કેવા હોય ? તો કહ્યું કે ગૌતમસ્વામી જેવા. એવા હોય તો ઉત્તમ પણ એવા ન હોય તે બધા મુનિ જ નહિ ? એ વાત ખરી કે નિગ્રંથાવસ્થા વિના, સ્નાતકાવસ્થા વિના, ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયા વિના કેવળજ્ઞાન ન થાય, એમાં કોઈ મતભેદ નથી, પણ આ તો કહે છે કે આવા હોય તે જ મુનિ, બાકીના મુનિ નહિ, તો આ રીતે પ્રભુનું શાસન ચાલે ? હું તો કહું છું કે ગૌતમસ્વામી જેવા મુનિ આજે એક પણ નથી. તે સમયે, પ્રભુની હયાતીમાં પણ એવું સંયમ પાળનાર બધા ન હતા. છબકાળમાં પ્રભુએ જે સંયમ પાળ્યું છે તે કોઈએ નથી પાળ્યું, ગૌતમ મહારાજે પણ એવું નથી પાળ્યું. કરણીય અકરણીયનો વિવેક કરો : છબસ્થકાળમાં શ્રી જિનેશ્વર દેવો નથી બેઠા કે નથી સૂતા. એવું સંયમ કોણે પાળ્યું ? ક્યા છvસ્થ પાળ્યું ? એવું પાળે તે જ મોક્ષે જાય એમ ? Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ----- 190. સભાઃ એમની આજ્ઞા પાળે તે મોક્ષે જાય. માટે ભગવાનની આજ્ઞા બરાબર સમજવી જોઈએ. અરધું સાંભળેલું કે અરધું વાંચેલું એ શાસ્ત્રીય વિધાન નથી. એક વિધાનની આજુબાજુની બધી, વાત જાણવી જોઈએ. ગઈકાલે કહ્યું હતું કે જે ધોરણ ભણવા જવું હોય તે ધોરણના વર્ગમાં ભણવા જવાય. ત્યાં જ એ ધોરણનું જ્ઞાન મળી શકે. આ ઉપરથી કોઈ એમ કહે છે કે એણે પૂર્વના ધોરણનો અભ્યાસ ન કરવો ? અર્થાત્ સાધુપણું લેવા જનારે સંસારીપણાના ધોરણનો અભ્યાસ પૂરો કરવો જોઈએ ને ? આવી વાતો કરનારા કરણીય શું અને અકરણીય શું, એ પણ સમજતા નથી. બાળક રમ્યો હોય એ વાત જુદી પણ કોઈ શિક્ષક એવો કાયદો ન કરે કે જે બાળક રમ્યો ન હોય તે વર્ગમાં ભણવા ન જ આવે. કરણીય અકરણીયનો વિવેક પણ એ લોકો ભૂલી ગયા છે. ખરાબ વસ્તુને છોડવા માટે એવી વિધિ ન હોય કે જીવનમાં એનો અનુભવ લઈને જ છોડાય. પહેલા અને બીજા બેય ધોરણમાં ક્રિયા તો ભણવાની જ છે માટે ત્યાં કહેવાય કે બીજા ધોરણમાં આવવા ઇચ્છનારે પહેલા ધોરણનો અભ્યાસ કરવો, કેમ કે બેય ક્રિયા કરણીય કોટિની છે. ખરાબ ચીજને એનો અનુભવ લઈને જ છોડવી એ વાત આ ભણવાના દૃષ્ટાંતથી સાબિત ન થાય. ખરાબ ચીજ સેવવાની રજા ન મંગાય : બ્રહ્મચારી બનવું હોય તેણે વ્યભિચારી બનીને જ બનવું એવો કાયદો હોઈ શકે? જેને કરણીય અકરણીયનો વિવેક નથી એવાઓ શાસ્ત્રની વાતમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કઈ રીતે કરે છે તે જ સમજાતું નથી. વસ્તુ ખરાબ નક્કી થઈ, પછી એને તજવામાં એનો અનુભવ કરીને જ તજવી, એવી દલીલ હોય ? અનુભવ લીધા વિના તજાય જ નહિ એમ કહેવાય ? જેનામાં સર્વ ત્યાગની શક્તિ નથી તેને માટે દેશયાગનો અનુભવ જરૂરી ખરો પણ એ સર્વત્યાગ માટે છે. પરંતુ, સર્વત્યાગી બનનારે પહેલાં દેશત્યાગી જ બનવું, એ વિના સર્વત્યાગી ન જ બનાય એ કાંઈ દલીલ છે ? કોઈ એમ કહે કે, અમારાથી એકદમ સંપૂર્ણ બ્રહ્મચર્ય નહિ લેવાય પણ ક્રમે ક્રમે પાલન કરીશું, તો એ ચાલે; પણ અબ્રાનો અનુભવ લેવાની છૂટ મગાય? શાસ્ત્રકાર તો સમજાવે કે એમાં હાનિ છે, છતાં અનુભવ કરવાની રજા માગે તો શાસ્ત્રકાર આપે ? એ તો કહે કે વિષયમાં તારું તું જાણે, પણ એમાં અમને તારી સાથે ખાડામાં ક્યાં ઊતારે છે ? Page #245 -------------------------------------------------------------------------- ________________ 19 - ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક ? ૧૩૧ ૨૨૯ ભેજું ઠેકાણે રાખી દલીલો કરો ! અનુભવનું જ નાડું પકડી રાખવા માગતા હો તો પછી બધે જ પકડો. દુનિયાના વ્યવહારમાં પણ એમ જ વર્તો. દુનિયાના શિષ્ટ પુરુષોએ મનાઈ કરેલી ચીજોનો પણ અનુભવ કરો ને ? ઝેરનો અનુભવ કર્યા વિના ઝેર શું કામ તજો છો ? પૈસે પૈસે રૂપિયો આવે તોય લેવાય, પાઈએ પાઈએ આવે તોય લેવાય અને એક સામટો દલ્લો મળી જાય તોય લેવાય ને ? સામટો આવે તેણે પણ પાઈએ પાઈએ જ લેવો એવો કાયદો હોઈ શકે ? સામટી સોનામહોરો મળે કે, હજારની થેલી સીધી મળી જાય તો ન લ્યો ? શક્તિ ન હોય તો ભલે પૈસે પૈસે ભેગું કરો તેની ના નથી. વ્યવહાર પણ પાઈના માલિક થયા વિના રૂપિયાના માલિક ન થવાય એવો કાયદો માન્ય રાખતો નથી, તો શાસ્ત્રકારો રાખે ? દુનિયામાં અનેક પ્રકારના બનાવો બને છે. વેપારીમાં પણ કંક એવા પણ છે કે, જે ચાર દિવસમાં જ લક્ષાધિપતિ બની ગયા હોય અને બીજા અનેક એવા છે કે જે વર્ષો સુધી મહેનત કરે છતાં ભિખારીના ભિખારી જ રહે. અહીં પણ પૂર્વના અભ્યાસથી, આરાધનાથી, સંસ્કારથી એવા પણ આત્માઓ છે કે જે વાતવાતમાં સારું પામે. પાંચ ગાથા ન ભણી શકે તે ભલે ચાર ગોખે પણ સો ગોખી શકનારો પણ ચાર જ ગોખે એવો કાયદો હોય? માટે દલીલો કરતાં પહેલાં ભેજું ઠેકાણે રાખો. વિષયને અનુસરતું પૂછો ! જે બોલવું હોય તે અહીં બોલજો. બહાર જઈને વાટતા નહિ. અહીં બોલવાની છૂટ છે. ન બોલો તો મને તમારા રોગની ખબર પણ શી પડે ? ચિકિત્સક નાડી હાથમાં લઈને પૂછે ત્યારે જે થતું હોય તે બધું બોલી નાંખો છો, કાંઈ છૂપાવતા નથી, તો અહીં પણ એમ કરો તો કાંઈ વાંધો નથી. અહીં કોઈ તમને દબાવી દેતું હોત તો વાત જુદી હતી. અહીં તો પાછળ બેઠેલો આગળ આવી પૂછી શકે છે, ઊભો થઈને પણ પૂછી શકે છે. ગમે તે રીતે પૂછવાની છૂટ છે, પણ સીધું બોલતાં શીખો. વિષયને અનુસરતી વાત પૂછો. કેવળ ગોળા ન ગબડાવો. જૈન શાસનમાં બાંધી મારવાનો કાયદો નથી. શાસ્ત્રકાર તો બતાવે કે, આ માલ છે, રુચે તો લે; નહિ તો બળાત્કાર નથી. બળાત્કારે પણ હિતકર વસ્તુ વાલીયે, પણ બળાત્કાર સહે તેવો જોઈએ ને?માબાપ ગુણ પેદા કરવા દીકરાને ધોલ પણ મારે પણ એ પોતાના દીકરાને, પાડોશીના દીકરાને નહિ, કેમ કે એ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ -આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ it? તો વખતે ફરિયાદ પણ કરે. અમારા પોતાના બનવા આવે તેના પર બળાત્કાર પણ કરીએ પણ મોટા ભાગે બળાત્કારનો કાયદો નથી. જેની વાત સાંભળતાં જે પ્રશ્ન ઊઠે તે ત્યાં જ પુછાય, બહાર જઈને જેમ તેમ ન વટાય. સાચું લાગે તો કબૂલવામાં ગભરામણ ન હોવી જોઈએ. સભા: બી.એ. થવા માટે અમુક વર્ષ અભ્યાસ કરવો પડે તો ચારિત્ર માટે અભ્યાસ જ નહિ ? અભ્યાસ બે રીતે થાય. સંયમ લેવા જોગી મનોવૃત્તિ થવી જોઈએ એ નિયમ રાખ્યો. બાકી અમુકમાં અમુક જ જોઈએ તે નિયત નથી. સ્કૂલમાં જવા માટે યોગ્યતા કેટલી જોઈએ ? નિશાળે જવામાં બાપાજી શ્રેયઃ કહે છે માટે એમ જ હોવું જોઈએ, એમ માને એટલી. એ બાળક સ્કૂલમાં દાખલ થવા માટે લાયક. હવે જરા આગળ વધો. પકડીને લઈ જનારને પથરો ન મારે એ બીજી યોગ્યતા, ગુસ્સાના આવેશમાં આવીને છરી-ચપ્પ મારવાની ભાવનાવાળો નાલાયક ન હોય તો એને ટીંગાટોળી કરીને પણ લઈ જવાય અને એ રીતે પણ નિશાળે જતો થાય એ પણ લાયક. શાત્રે જરૂરી યોગ્યતાનાં બધાં ધોરણ રાખ્યાં છે. વાત પણ કોની સાથે થાય ? આપણે આ સંસારમાં નવા ઉત્પન્ન થયા એવું માનતા નથી. અનાદિ કાળથી છીએ એવું માનીએ છીએ. ઘણી વાર જન્મ્યા અને ઘણી વાર મર્યા, એ પણ ખાતરી છે. વળી અનંતી પુણ્યરાશિથી આવી સામગ્રી મળી એ પણ ખાતરી છે. આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ મળ્યું એ બધું જરૂર પૂર્વની આરાધનાથી જ મળ્યું છે એમાં જરા પણ શંકા નથી. હવે જેના યોગે જે કર્મ આપણને આવા ઉત્તમ સ્થાનમાં સ્થાપે, તે કર્મ જો આપણને આથી પણ ઊંચે લઈ જાય તો ના પડાય ? આવો શુભ વિચાર કોને આવે ? જે પરલોક ન માને, સંસારમાં પોતે પહેલી જ વાર જન્મ્યો એમ માને, અમારા સંસારના લહાવામાં લૂંટ પડાવનાર લૂંટારા છે એમ માને, એની સાથે વાત કરવા હું માગતો નથી. એની સાથે વાત કરવા નવી શીકલ ગોઠવવી પડશે. અતિમુક્તકના ઉદ્ગારો : મુનિપણું કાંઈ એકદમ નથી આવતું. કંઈક વાર ભાવનાએ ચડ્યા, અથડાયા, પછડાયા, પાછા ચડ્યા ત્યારે આ ભાવના આવી. અથડાતાં, ટિચાતાં, ભાગતાં Page #247 -------------------------------------------------------------------------- ________________ ૧૭ - ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક? ૧૩૧ - ૨૩૧ કોઈ એવી શેરીમાં ઘૂસ્યા કે જ્યાં લૂંટારાને બદલે મળી ગયા મહાત્મા. એમણે આપણું ગુમ થયેલું ધન બતાવ્યું, એટલે ત્યાં પ્રેમ થયો અને એ લેવાનું મન થયું. આ યોગ્યતા ઓછી છે ? ખોવાયેલી ચીજ મહિને મળે તોય તેના પર પોતાનો દાવો કરે, અને એ ચીજને પોતાની સાબિત કરે. મહાપુરુષના પ્રતાપે આવી ઝાંખી થઈ એ યોગ્યતા કમ છે ? એને હવે કયો સ્ટડી એટલે અભ્યાસ કરાવવો છે ? અતિમુક્તકે પણ એની માને કહ્યું કે, “હું જે સમજ્યો છું તે કહેવાની મારામાં તાકાત નથી, શી રીતે કહું! ગૌતમસ્વામી મળ્યા, એમની સાથે ગયો, એમણે કરેલી વાતો મને ગમી ગઈ, ભગવાનને જોયા. હવે મેં જે જોયું, સાંભળ્યું અને સમજ્યો તે બધું મા ! હું તને સમજાવી શકું તેમ નથી. મેં બહુ દીઠું, જોતાં આંખોમાં ન સમાય અને મોંએથી કહી ન શકાય એવું મેં ભાળ્યું, એટલું જ તને કહી શકું એમ છું.' દેશનામાં મુખ્ય ધ્વનિ દિક્ષાનો જ હોય ? જો આત્માના ગુણો ઇંદ્રિયોના પ્રભાવે આવતા હોત તો બધા ગુણથી સમૃદ્ધ હોત. ઇંદ્રિયો તો આત્માના ગુણો પર અગ્નિ મૂકે છે. તમારે અભ્યાસ વૈરાગ્યનો કરાવવો છે કે ખાવાપીવાનો? ખાવાપીવાના અભ્યાસ વડે વૈરાગ્ય પેદા કરાવવો છે ? બીજને શેકીને વાવો તો ઊગે ? સંસારઅગ્નિમાં હૃદયરૂપી ભૂમિને શેકો પછી એમાંથી વૈરાગ્યની આશા રખાય ? ઉખર ભૂમિમાં અનાજ વવાય ? જેવું સાધ્ય એવું સાધન સ્વીકારો. “સાધ્ય ઊંચું અને સાધન નીચાં - એ ન ચાલે. શરીર અને આત્માના ગુણો તથા એ બંનેના ધર્મો જુદા છે, એ પ્રકારનો વિવેક નથી એની આજની અથડામણ છે. ગમે તેવો ઘેલો પણ જૈન, આત્મગુણની વાતમાં શરીરની દલીલ વચ્ચે ન લાવે. સભામાંથી એક દીક્ષાની વાત વધુ આવે છે. તેને બદલે શ્રાવકપણાની તથા માર્ગનુ સારીપણાની વાત વધુ આવવી જોઈએ. સભામાંથી અન્ય : જેનો વિરોધ વધારે થતો હોય તે વાત તો ખાસ કહેવાવી જોઈએ. - જૈનશાસનમાં દીક્ષા એ મુખ્ય છે. એને અવાંતરમાં દેશવિરતિ તથા માર્ગાનુસારીપણાની વાત આવે છે. એના પર પણ અહીં વર્ણન ઘણું કર્યું છે, જરા પણ છોડ્યું નથી છતાં મુખ્ય તો આને જ રખાય. પતંગ ચગાવનાર પણ પોતાનો પતંગ કપાતો જુએ કે તરત દોરી ખેંચે પણ પતંગને કપાતો બચાવે. એ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1940 જ રીતે સર્વવિરતિના ધ્યેયને ભુલાય એ રીતે દેશવિરતિ તથા માર્ગાનુસારિતાના ગુણો પેદા કરાવવાનો પ્રયત્ન ન કરાય. સર્વવિરતિના ધ્યેય વિના બધા ગુણો રાખમાં ઘી ઢોળવા જેવા છે. એ ધ્યેય ન રહ્યું માટે તો આજ સુધીની જિનપૂજા ન ફળી. રોજ શ્રી જિનેશ્વરદેવને પૂજનારા, સાધુને ગોચરીએ ખેંચી જવા માટે હેરાન કરનારા પણ હજી સુધી એના એ રહ્યા. સાધુપણું હજી કેમ ઉદયમાં નથી આવતું, એવો પ્રશ્ન કદી થયો ? પોતાના સંતાનોને કલ્યાણ માર્ગે વાળવા માટે એક પણ પ્રયત્ન કર્યો ? વીતરાગને સેવનાર, નિગ્રંથ ગુરુઓની ભક્તિ કરનાર દીક્ષાની વાતમાં આવી દલીલ કરે ? આવી ક્રિયાઓથી સ્વર્ગ મળી જશે, બિલકુલ નિષ્ફળ નહિ જાય પણ આ રીતે મુક્તિ તો નહિ જ મળે એ નક્કી. શાસ્ત્ર કહે છે કે જેમાં દીક્ષાનો મુખ્ય ધ્વનિ નથી તે શ્રી જિનેશ્વરદેવની દેશના નથી. જમણમાં ઢગલાબંધ વાનગીઓ હોય, જાત જાતનાં શાક અને અનેક જાતનાં ફરસાણ હોય, ચટણી અથાણાં પણ ભાત ભાતનાં હોય, છતાં પંગતમાં બૂમ શાની સંભળાય ? મિષ્ટાન્નની. બધી ચીજ એક વાર પીરસાય તો ચાલે પણ માલ વારંવાર ન કાઢે તો આબરૂ ગુમાવે. બહાર જઈને કોઈ પૂછે કે જમણ શાનું હતું? તો ભજિયાનું કે અમુક શાકનું ન કહેવાય. મુખ્ય માલનું જ નામ દેવાય. માલ પીરસનારા થાળા લઈને પંગતમાં ફર્યા જ કરતા હોય. આગ્રહ કરી કરીને માલ પીરસતા હોય. માલનો અવાજ જરાય મંદ ન પડે. શાક વગેરે માલ આરોગવામાં મદદગાર છે માટે વપરાય છે. શાક થઈ રહ્યું હોય તો પીરસવું બંધ કરાય પણ લાડુ પીરસવા બંધ કર્યો ન ચાલે. એ જ રીતે દેશનામાં મુખ્ય ધ્વનિ દીક્ષાનો સંભળાયા જ કરે. એ શબ્દ આવ્યા કરતો હોય તો જ બોલતા આવડ્યું કહેવાય. જે દેશનામાં દીક્ષાનો મુખ્ય ધ્વનિ નથી, તે દેશના શ્રી જિનેશ્વર દેવની દેશના જ નથી. જે ખીલો મૂકે એ ઢોર દુધાળું નહિ. પછી એ ઢોર કેવું કહેવાય ? સભા : હરાયું. એમ કહો ને કે દુધાળું તો નહિ જ. દુધાળાં ઢોર માટે ખીલો અખંડ રાખવાનો જ. દેશવિરતિ અને માર્ગાનુસારિતાના ગુણોને પણ જો બરાબર વળગ્યા હોત તો આજે છે તેવી હાલત ન હોત. હજી પણ આવી અભ્યાસ કરાવવાની વાતો કરવી ન પડત. મુંબઈ જેવા ધમાલિયા શહેરમાં, મોટર વગેરે Page #249 -------------------------------------------------------------------------- ________________ 11 – ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક? ૧૩૧- ૨૩૩ અનેક વાહનો વચ્ચે પણ બરાબર જાતને સાચવીને જીવી શકનારા બુદ્ધિના નિધાનો અહીં આ વાતમાં હજી અટવાય છે. સભા : જેમ મોટરની હડફેટમાં નથી આવતા તેમ દીક્ષાની હડફેટમાં પણ નથી આવતા ને? મોટરની હડફેટે આવતાં મરવાનું છે જ્યારે ચારિત્રની હડફેટે ચડે એનું કલ્યાણ થવાનું છે, પણ મોહાધીન જીવો ચારિત્રની હડફેટે ક્યાંથી ચડવાના ? શાસ્ત્રદષ્ટિ તમે કહો છો તેવી નથી : સભા : આઠથી સોળ વર્ષ સુધી, દીક્ષાની ભાવનાવાળા માટે શાળા રાખવી અને તેમાં તૈયાર કરવા એ ઠીક નહિ ? એટલે એમ જ ને કે આઠ વર્ષનાને ભાવના થાય તેને દીક્ષા ન આપવી અને સંસારમાં જ રાખવો ? સભા: ના, એમ નહિ, શાસ્ત્ર કહ્યું એ માન્ય, પણ અમને આમ કરવું ઠીક લાગે છે. શાસ્ત્ર કહ્યું એ માન્ય પણ અમને.. આમ.” એ બે વાત ટકતી નથી. શાસ્ત્રષ્ટિ તમે કહો છો તેવી નથી. શાસ્ત્રદૃષ્ટિનો અમલ ન થતો હોય ત્યાં બોલો. શાસ્ત્ર ના પાડે ત્યાં તેવી પ્રવૃત્તિ અને સારી લાગે તો પણ એને ગૌણ જ રાખીએ. શાસ્ત્રકારોની બુદ્ધિ કરતાં અમે અમારી બુદ્ધિને અધિક નથી માનતા. અમારી બુદ્ધિ જો શાસ્ત્રથી આગળ જવા માગે તો એના પર અંકુશ મૂકવા અમે તૈયાર છીએ. જેવી વ્યક્તિ તેવી સમજાવવાની રીત : સભા : બાળદીક્ષાની વાત જનતાને નથી બેસતી. ન બેસતી હોય તો જનતાને સમજાવાય પણ જનતાને ન ગમે માટે શાસ્ત્ર ડેલી અને આપણને ગમી ગયેલી સાચી વાત મૂકી દેવાનું ગાંડપણ આપણાથી થાય. સમજાવાય બધી રીતે પણ કોઈ એવો જડ આવે કે જે મુક્તિ માટે જ હિ, દલીલ સાંભળે જ નહિ અને ઉપરથી અમને કહે કે “તમારા જેવા રૂડા વાળા, દેખાવે રંગીલા, શરીરે સશક્ત છતાં આ ભીખ માગવાનો ધંધો કેમ કિાર્યો ? સંસારમાં હોત તો રાજા મહારાજા કે દેશનાયક બની ગયા હોત. ૫ પુણ્ય અને સ્વર્ગ નરકની ભ્રમણામાં પડી ભીખ માગવાનો ધંધો અંગીકાર વા જેવું ગાંડપણ શા માટે કરો છો ?' હવે આવા વિચારવાળાની સાથે વાત Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ----આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –– –– 12 શી રીતે થાય ? એને પુણ્ય પાપ સમજાવવા બેસાય ? એ બધી વાતો તો એ સાંભળવા માગતો જ નથી. ત્યારે અમારે એને જુદી રીતે સમજાવવો પડે. અમે એને કહીએ કે “તારી વાત મજેની, અમને પણ એ ગમી, શાસ્ત્રને બાજુએ રાખી તારી વાત સ્વીકારી લઈએ પણ ખરા પરંતુ બીજી રીતે પણ તે વિચાર કે લોકના સુખની તે વાત કરે છે તો લોકમાં પણ તું સુખી કે અમે સુખી, એની તું તપાસ કર. અમારે આગળ ઉલાળ નહિ ને પાછળ ધરાળ નહિ, ઘરબારની કોઈ ઉપાધિ નહિ, મુંબઈ ન સંઘરે તો પરામાં ચાલ્યા જઈએ, પરું ન સંઘરે તો બીજે જતા રહીએ. ન લેવા કે ન દેવા. કશી ચિંતા જ નહિ. વળી દુનિયામાં કહેવાઈએ પણ જગમૂજ્ય અને તારી કઈ દશા, તે વિચારી જો. તારાથી આખો દિવસ અહીં બેસવું હોય તો બેસાય ? તરત ના પાડી દે, કેમ કે અહીં બેસી રહે તો ત્યાં કાંઈક બગડે. ચિંતાઓ મગજમાં બેઠેલી જ હોય. અમારે તો આટલાથી જ ચલાવવાનું, બાકીનાનો ત્યાગ, એ ત્યાગથી જ આ સુખ. તારી ચિંતાનો પાર નહીં. રોજ તારે કેટલાને સલામ કરવાની ? અને તું જેને સલામ કરે તે પણ અમને નમે.” આ રીતે સમજાવીએ એટલે એ પણ કહે કે, “વાત તો આપની ખરી.' પછી આગળ વધીને એને સમજાવીએ કે “શાસ્ત્ર જે સ્વર્ગ નરકની વાત કરે છે તે તારા કહેવા મુજબ નથી એમ માની લઈએ તો પણ માનો કે એ કદી સાચું હોય ને સ્વર્ગ નરક નીકળે તો તું ક્યાં જાય ? અને અમે ક્યાં જઈએ ? ભલે કદાચ ન હોય તો ઠીક પણ હોય તો શું ? આ લોકમાં તો અમને સુખ છે જ, ઉપરાંત શાસ્ત્ર કહેલ સ્વર્ગ નરક નીકળે તો ત્યાં પણ પ્રાયઃ અમારે માટે સ્વર્ગ છે, અને અહીં પણ તું જેની ઠોકરો ખાય છે તેને અમે ઠોકરે મારીએ છીએ, એ અમારી દશા છે. તારું સુખ પણ ચિંતામગ્ન છે, જ્યારે અમારે કદાચ દુઃખ હોય તો તે પણ ચિંતારહિત છે. ઉપરાંત સ્વર્ગ નરક નથી એમ તું માને છે એ ઠીક છે પણ કદાચ નીકળી પડ્યા તો તારી શી હાલત? આ રીતે સમજાવાય તો તે પણ તરત વિચારમાં પડી જાય અને ગભરાય. સામાને ધ્યેય સમજાવી માર્ગે વાળવા પ્રયત્ન કરીએ પણ એ ન માને માટે આપણે માર્ગથી ખસીએ ? Page #251 -------------------------------------------------------------------------- ________________ 19s - ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક ? ૧૩૧- ૨૩૫ ચારિત્રમાં વિલંબ કરવાનું ન કહેવાય ? જેનું શાસન માનીએ તેના કાયદા માન્ય જ હોય. વિશ્વાસ જ હોય કે મહાપુરુષો ખોટું ન કહે. આઠ વર્ષની દીક્ષામાં લાભ હોય તો જ ભગવાને આજ્ઞા આપી હોય, બાકી વધારે સાધુ કરવાથી કોઈ વિશિષ્ટ પદવી કે કોઈ રાજગાદી મળી જવાની નથી. વળી એના યોગે સંસારનું ભ્રમણ મટી જાય એવી પણ સ્થિતિ નથી. જૂનું સરોવર, ગાઢ લીલફૂલથી સંપૂર્ણ છવાયેલું, આસો માસની પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં ઊગ્યો હોય, તે વખતે પવનની લહેરથી જરાક લીલ ખસી ને કાચબાનું ડોકું બહાર નીકળ્યું ત્યારે એને અપૂર્વ દશ્ય નજરે પડ્યું. એ ખુશ થઈને મિત્ર કાચબાને એ દશ્ય બતાવવા પાણીમાં ડૂબકી મારી અંદર ગયો અને અહીં ખસેલી લીલ પાછી ભેગી થઈ ગઈ. હવે એ શરદ પૂર્ણિમાનો નિર્મળ ચંદ્રમા, વાદળા વિનાનું સ્વચ્છ આકાશ, લીલફૂલ વગરનું વિવર અને પોતાની આંખે અંધાપાનો અભાવ, આ બધું ફરી ક્યારે મળે ? એ માટે કોઈ નક્કી સમય કહેવાય ? જ્ઞાની કહે છે કે ધર્મનાં, દીક્ષાનાં પરિણામ આવે એને વિલંબ કરવાનું કહેનારા, એ આત્માના ભાવધનની લૂંટ ચલાવનારા ભયંકર લૂંટારા છે. “ઉપમિતિ ભવ પ્રપંચા કથામાં આવે છે કે, રાજાને દીક્ષા લેવાનો ભાવ થયો ત્યારે મંત્રી ગુરુને પૂછે છે કે, આઠ દિવસનો શાસનપ્રભાવક મહોત્સવ કરીને રાજા નીકળે તો ? ત્યાં ગુરુ મૌન ધારણ કરે છે, કેમ કે એક તરફ પ્રભાવનાની વાત છે અને બીજી તરફ સંયમના વિલંબની વાત છે. ક્રિયા બેય ઊંચી માટે મૌન. બધે સારી-નરસી બે વાત હોય ? વારુ ! ગૃહસ્થવેષ અને મુનિવેષમાં ફરક ખરો કે નહિ ? હું જાતવાનની વાત કરું છું, ભવૈયાની નથી કરતો. પાઘડી પહેરી શેઠ કહેવરાવીને ફરનારા શઠ ઘણા છે, તેમ સાધુવેષમાં પણ શયતાન ફરતા હોય તેનો ઇન્કાર નથી. બધે સારી-નરસી બે વાત હોય છે. શાહ લખાતા જો બધા શેઠ હોત તો આજના બજારોની આ સ્થિતિ ન હોત. શાહ થોડા અને ચોર ઘણા. આ સાધુ વેષમાં પણ શયતાન ન હોય એમ નહિ. પાંચે આંગળી પણ સરખી નથી એમાં ઉપાય શો ? બાકી જાતવાન આત્મા માટે વેષનો ફરક ખરો ને ? ગૃહસ્થના વેષમાં રહેલું બાળક વાજાં વાગે તો મોટું બહાર કાઢી જોવા દોડે, અને આ વેષમાંનો બાળક ન જાય. ભાવના થાય તો પણ ન જાય. સિનેમાની મોટી જાહેર ખબર વાંચી Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ——— — 1944 તમારું બાળક જાય, આ ન જાય. એને વેષ મર્યાદામાં રાખે. ઉતાવળ હોય તો રસ્તામાં તમે દોડો, અમારાથી ન દોડાય. ભલે જાતે તરકડો હોય પણ પોલીસનો પટ્ટો પહેરેલો હોય તો માનો કે નહિ ? ન માનો તો દંડો બતાવે ને ? વેષમાં અને વગર વેષમાં જમીન આસમાનનું અંતર છે. સ્થાન, વસ્તુ, આકારનો પ્રભાવ : કસાઈખાનામાં કોઈ દયાળુ રહે એ અપવાદ પણ દયાળુ બનવા કસાઈખાને જવાય ? ત્યાં જઈને રહેવાય ? નહિ, કેમ કે સ્થાનફેર છે. અહીં તમે આટલું સાંભળો છો કેમ કે હવા જુદી છે. સ્થાન, વસ્તુ, આકાર વગેરે જેવાં હોય તેવાં પરિણામ નિપજાવી શકે છે. પથ્થર ખેંચાણ ન કરે પણ ભગવાનની મૂર્તિ તમને કાંઈક પણ ખેંચી શકે છે. જે લાકડાં ચૂલામાં મુકાય તે જ લાકડાં મકાનની શોભા માટે વપરાય. લાકડું તો બેય કહેવાય પણ કારીગરની કારીગીરીથી કેટલો ફરક પડે ? ચાર રૂપિયે આખું ગાડું લાકડાં મળે અને મકાનના લાકડાનો થાંભલો કેટલા રૂપિયાનો બને ? જૈનશાસનમાં આવેલો સ્થાનની આટલી મહત્તા ન સમજે ? અનુકૂળ પરિણામ આવ્યા પછી ચાર વરસ રહેવાનું કહેનારા શ્રી જિનેશ્વરદેવના શાસનના સ્વરૂપને સમજ્યા જ નથી. પાડોશમાં શ્રી જિનમંદિરમાંથી આવતો અવાજ અને પેઢી પર કાને પડતો બજારનો ઘોંઘાટ એ બે સરખા છે? શાસ્ત્ર કહે છે કે એક દિવસનું ભાવથી સંયમ પાળનાર પણ મરીને અવશ્ય વૈમાનિક દેવ થાય છે. વૈરાગ્યના અભ્યાસની જરૂર બાળકને જ? દશાર્ણભદ્ર રાજા પોતાની સંપત્તિના ગર્વમાં હતો. ભગવાનને વંદન કરવા આવ્યો ત્યારે કોઈ એવો વૈરાગ્ય ન હતો. “કોઈએ ન વાંઘા હોય, એ રીતે વાંદું” એવી ભાવના હતી. સામે ઇંદ્ર જે ઋદ્ધિપૂર્વક આવ્યો તે જોઈ પોતાના મનોરથ ન ફળ્યા એમ લાગ્યું. તરત મુગટ ઉતાર્યો ને ભગવાનના ચરણોમાં બેસી ગયા, બતાવો !એણે વૈરાગ્યનો અભ્યાસ ક્યાં કર્યો ? આટલાં વર્ષના રાગના અભ્યાસીને આ રીતે ત્યાગ કરાય ? વૈરાગ્યનો અભ્યાસ કરાવવાનું માત્ર નાના બાળકને જ કે મોટાને પણ ખરું ? દોષો સેવીને રીઢા થયેલા માટે શાળા નહિ ? દોષ વિનાના બાળકે ગુનો કર્યો એમ ? જે ક્ષણે વૈરાગ્ય થાય તે જ ક્ષણે ઘરથી નીકળી જવાનું જ્ઞાનીએ કહ્યું. 'यदहरेव विरजेत तदहरेव प्रव्रजेत ।' Page #253 -------------------------------------------------------------------------- ________________ 1945 - ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક ? ૧૩૧- ૨૩૭ સભા : આ કાળમાં વૈરાગ્ય કેટલા પ્રકારના ? દરેક કાળમાં વૈરાગ્ય ઘણા પ્રકારના. જ્ઞાનગર્ભિત, દુઃખગર્ભિત, મોહગર્ભિત વગેરે. જ્ઞાનગર્ભિત કોને કહે ? દુઃખ બધે હોય કે નહિ ? વગેરે બધું પહેલાં સમજાવાયું છે, વળી પ્રસંગે કહેવાશે. અહીં તો વાત એ છે કે શાળા કાઢવાની વાત બાળક માટે જ કેમ ? વિષયાંધ યુવાનો અને વિષયમાં જ ખલાસ થયેલા વૃદ્ધો માટે નહિ અને જેને વિષયની ખબર જ નથી એવા બાળક માટે ખરી, એનું કારણ શું? માબાપ ખવરાવે તેમ ખાય, પીવરાવે તે પીએ, ઉઠાડે તેમ ઊઠે, જેમ કહે તેમ કરે, એવા બાળક માટે શાળા ખોલવાની વાત કરનારા, જેનો કોઈ ધણી જ નહિ, જેમને કશી મર્યાદા જ નહિ, એમના માટે કેમ કશું વિચારતા નથી ? ગમે ત્યારે ભટકીને ઘેર આવનારાઓને વૈરાગ્ય થવા માટે કોઈ શાળાની જરૂર નથી ? એવાઓ પાછા બાળકના વૈરાગ્યની પરીક્ષા કરે ? જ્યાં ત્યાં આંખો ફેરવ્યા કરે એને પેઢી પર બેસાડાય ? કરો કાયદો અને કાઢો સંઘની શાળા કે જ્યાં બધા ફરજિયાત ભણે, ન્યાયસંપન્ન વિભવનો ગુણ કેળવે, નીતિ ચૂકે નહિ તેવું શિક્ષણ લે અને તેનું પ્રમાણપત્ર મેળવે એવાને જ પેઢીએ બેસાડવો, અને નોકર તરીકે પેઢીમાં રાખવો. જેમની નજરોનાં ઠેકાણાં નહિ, જેમને ભક્ષ્યાભણ્યનું ભાન નહિ, એવાઓ બાળક માટે વૈરાગ્યની શાળા ખોલવાની વાતો કરે, તેમને શું કહેવું? દીક્ષા યોગ્યને જ આપીએ : બાળક તો ગ્રામોફોનની ચાવી જેવો છે. એને જેમ ફેરવો તેમ ફરે, જેમ બોલાવો તેમ બોલે, ચલાવો તેમ ચાલે. એને પૂછો કે તું કેવો ? તો કહેશે કે જ્યાં લઈ જાઓ ત્યાં આવું એવો. એનામાં અયોગ્યતા દેખાય ત્યાં તો અમે પણ દીક્ષા ન આપીએ પણ એની જાહેરાત ન કરીએ. જ્યાં તોફાન થવાનાં હતાં ત્યાં લાયકાત દેખી તો આપી અને જેનાં માબાપ આપવા આવ્યાં એવા કંઈકને ના પાડી. જે વસ્તુ જે સ્વરૂપે હોય તેને તે સ્વરૂપે છણાવટ કરીએ તો મજા આવે. જેને વૈરાગ્ય થયો એને તો વેષનું પરિવર્તન અને ઉત્તમ સંયોગો મળે એવું સ્થાન એ જ એના વૈરાગ્યને પ્રબળ બનાવનારાં પુષ્ટ સાધનો છે. એને વળી સંસારમાં લઈ જવાનો હોય? ત્યાં તો એના વૈરાગ્યને લૂંટનારા ચારે તરફ ફર્યા જ કરે છે. વ્યવહારમાં પણ દાગીના પહેરાવેલા બાળકને રમવા ન મોકલાય કેમ કે એ તો કોઈ પતાસું બતાવે ત્યાં ભોળવાઈ જાય, લૂંટાયા વગર રહે નહિ. બાળક તો કમળો છોડ છે, એને જેમ વાળો તેમ વળે. એને જે રંગ લગાડો તે લાગે અને મરતાં સુધી તે ન ભૂંસાય. તીવ્ર કર્મોદય જાગે તો વાત જુદી. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - 1946 વૈરાગ્ય લૂંટાઈ જાય એવી શાળા ન હોય ? ધોળે દિવસે લૂંટ ચલાવવાની કળા શીખેલાને પેઢી પર બેસાડાય ? છતાં બેસાડો છો ? ગાડીએ બેસનારા બધા નીતિસંપન્નો છે, એમ કહી શકશો ? ન્યાયસંપદ્મવિભવ એ માર્ગાનુસારીનો પહેલો ગુણ છે. એ ગુણ છે કે નહિ એની પરીક્ષા કદી કરી ? સંઘ એવી શાળા કાઢે, એવું શિક્ષણ આપે અને એ ગુણમાં પાસ થયાનું પ્રમાણપત્ર ધરાવનારને જ પેઢીએ બેસાડવો એવા કાયદો કરો કે જેથી અનેકના ત્રાસ મટે, હજારો વિશ્વાસુ ગ્રાહકોના ગળે છરી ફરતી અટકે. પાપના માર્ગો બંધ કરવાના અભ્યાસની શાળા હોય પણ વૈરાગ્ય લૂંટાઈ જાય એવી શાળા હોય ? સંયોગવશાત્ તો તમારો કે મારો પણ વૈરાગ્ય ટકવો કઠિન, તો બાળકનો ટકે ? નિમિત્ત પામીને પૂર્વકાળમાં મોટા મોટા પણ પતિત થયા છે તો બાળકની શી વાત ? બાળકને તો તરત યોગ્ય માર્ગે વાળવાની વાત હોય, યોગ્ય વાતાવરણમાં મૂકવાના પ્રયત્ન હોય. ભિક્ષામાં આધાકર્મી આહાર પણ વૈરાગ્યનો ઘાતક છે. આધાકર્મી દોષ ન લાગે એવી શાળા નીકળશે ? ધર્મની ક્રિયા પર બંધન ન હોય ? જેને આયુષ્યનું જ્ઞાન નથી એને ધર્મમાર્ગે જતાં કોઈથી ના ન પડાય, પાપમાં જતા અટકાવાય. પરણનારે કદી જોષીને પૂછ્યું કે મને પરણનારી રાંડશે તો નહિ ને ? માંદા પણ પરણે છે ને ? મુદ્દો એ કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુકૂળ હોય તે બધી વાત કબૂલ. સંસારની ક્રિયા પર બંધન હોય, ધર્મની ક્રિયા પર ન હોય. ચડે એને ચડાવાય, પડતાને ટેકો દેવાય, પડેલાને ફેર ચડાવવાની ગોઠવણ થાય. ભાવના થાય એને યોગ્ય સામગ્રી જલદી પૂરી પડાય પણ “જરા રહી જા' એમ ન કહેવાય. શ્રાવકનાં ઘરો એ જ વૈરાગ્યની શાળા : શરીર બગડે તો હવા ખાવાના સ્થળે જવાય છે ને ? બંગલા, બગીચા, કુટુંબ પરિવાર બધું મૂકીને જાઓ છો ને ? અમુક દર્દમાં તો ડોક્ટર કહે કે, એકલા જાઓ” તો તે પણ કબૂલ કરો. પોતાની વહાલામાં વહાલી સ્ત્રીને પણ ઘેર રાખીને જાઓ છો ને ? શા માટે ? શરીરરૂપી ખોખા માટે. તો આત્માને માટે શું ? તમારા દીવાનખાનામાં આત્માને સુધારવાના સંયોગો છે ? ત્યાં દીવાલ પર કેવાં ચિત્રો હોય ? તમારી ભાવના એ ચિત્રોમાં વ્યક્ત થાય છે. વસ્ત્ર વિનાનાં પૂતળાં પણ ત્યાં જોવા મળે ? શ્રાવકનાં તો ઘરો એ જ Page #255 -------------------------------------------------------------------------- ________________ 1947 ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક ? ૧૩૧ — વૈરાગ્યની શાળાઓ છે. રસોડામાં બેઠેલી શ્રાવિકા પણ નવતત્ત્વની વિચારણા કરતી હોય. બાળકમાં ધર્મસંસ્કાર જ નખાય ઃ ઘરમાં કાયદો કરો કે બાળક પાસે અયોગ્ય વાત ન કરવી. એનામાં ધર્મસંસ્કાર જ નખાય. ‘રોયો પીટ્યો' એવા શબ્દો બાળકને ન કહેવાય. અમુક વય સુધી પરણવાની વાત એની પાસે ન થાય. ધર્મક્રિયામાં માતાપિતા બાળકને પોતાની પાસે બેસાડે એ જ શાળા. અઢાર, વીસ કે પચીસ વર્ષ સુધી બાળક બ્રહ્મચારી જ ૨હે, સંસ્કાર પોષાય, ભાવના થાય તો સહાય કરવી, ‘ખુશીથી જાઓ' એમ કહેવું અને મોકલી દેવો. આટલું છતાં નીકળવાની ભાવના ન થાય તો ભલે ત્યાં રહી ધર્મ સાધે, ત્યાં વાંધો નથી. શ્રાવકનાં ઘરો કેવાં હોય ? શ્રાવકોનાં ઘરોમાં રોજ જિનપૂજાના જાપ હોય, ઉભય ટંક આવશ્યક થતાં હોય, સાધુ મહારાજ આવે ત્યારે ‘એ આવા હોય' એમ બાળકોને સમજાવાય, કબાટમાં ઓઘો અને સાધુનાં ઉપકરણો રખાય અને રોજ એનાં દર્શન કરાવાય. બાળક પૂછે કે બાપાજી ! આ શું છે ? તો માબાપ એને કહે કે એ ઓઘો કહેવાય, એ લેવાથી આત્માનું કલ્યાણ થાય, આવું શિક્ષણ અને સંસ્કાર અપાય એ શાળા નથી ? આટલું છતાં એને ભાવના ન થાય તો પછી ત્યાં બળજોરી કરાતી નથી. દસકા વીસકા પહેલાં એ હાલત હતી કે પર્વદિવસે વનસ્પતિ ખુલ્લી ન લવાય, આજે કંદમૂળ પણ ઉઘાડે છોગ લાવે છે. એ વિષયમાં કોઈ લજ્જા કે શરમ રહી નથી. આ વાતાવરણમાં તમે બાળકને રાખવા માગો છો ? રહેતો હોય તોયે કહો કે ‘દીકરા ! તારે જવું હોય તો ખુશીથી જા, બાકી અહીં તો માર્યો જઈશ. અમારી ઝાળમાં તું ભળવા ન આવ.' હવે ધૂતવાદ એટલે ઝાટકણીવાદ ચાલે છે, એ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત વિશેષ શું કહે છે તે હવે પછી - ૨૩૯ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : આગમ એ જ આધાર : 132 J-129 વિ. સં. ૧૯૮૭. માગસર સુદ-૧૦ બુધવાર તા. ૧૧-૧૨-૧૯૨૯ • શુભ ભાવને ટકાવવા શુભ કરણી જોઈએ જ: o શાસ્ત્રની ચાવી ગીતાર્થોના હાથમાં : 0 સાચી શ્રદ્ધા ક્યારે કહેવાય ? « શ્રી જિનેશ્વરદેવનું દૃષ્ટાંત ન લેવાય : • વ્યાખ્યાનમાં વિરતિની ઊંચી વાતો આવે : ૯ વ્યવહારનું ઉલ્લંઘન ન થાય : • અમારો જાન અમે આગમને વેંચેલો છે ? • સત્ય સામે ધાંધલ ન થાય : • આશ્રવ સંવરની મજેની વ્યાખ્યા : ૭ ધર્મમાં એકચક્રી સામ્રાજ્ય થાય, પણ ક્યારે ? • ગુરુનિશ્રા વિના વાંચવાની મનાઈ : ૯ ધર્મસત્તા આગળ પોલ ન ચાલે : • વિકારીને આગમ ન જચે : • સાચું હોય ત્યાં તો શિર ઝુકાવાય : વિષય વિરતિનું મહત્ત્વ, આગમ એ જૈન શાસનનો આધાર, ગીતાર્થ નિશ્રા. પ્રાપ્ત ગુણઠાણાને ટકાવવા એ સ્થાન યોગ્ય ઉચિત ક્રિયા કરવી જ પડે. જિનપૂજા ન કરે, ગુરુ પાસે ન જાય, વ્યાખ્યાન ન સાંભળે એનામાં સમ્યક્ત કઈ રીતે મનાય. આ પીઠિકા બાંધ્યા બાદ મુનિ એક માત્ર આગમને જ વળગીને કેમ ચાલે ? એ વ્યાખ્યાનમાં કઈ વાત કરે? કર્મ ખસેડવા શું કરવું? એના જવાબો આપી પ્રવચનકારશ્રી ખૂબ જ સ્વાભિમાનપૂર્વક પોતે આગમને જ વેચાણ હોવાનું જણાવી રહ્યા છે. સામાન્ય મતભેદોને બાજુએ મૂકી મુખ્ય રત્નત્રયીની વાતને પકડવાની છે. આશ્રવ અને સંવરની ખૂબ જ શાલીન વ્યાખ્યા અત્રે અપાઈ છે. ખોટું સાહિત્ય તો ન જ વાંચવું પણ સારું ય ગીતાર્થ ગુરુ નિશ્રા વિના વાંચવામાં નુકસાન છે, વિગઈ પ્રતિબદ્ધો અને ગુરુનિશ્રા વિનાના આગમો વાંચીને ય પટકાણા વગેરે અનેકાનેક શાસ્ત્રીય વાતોના અત્રે ખુલાસા અપાયા છે. મુવાક્યાત • અમે તો આ આગમને વળગીને ચાલીએ. આના માટે કોઈ અમને લકીરના ફકીર કહે તો તેનો એ ઈલકાબ અમને એક લાખ વાર મંજૂર છે. મળેલા પદાર્થો પાછળ ભટક્યા કરવાથી કર્મ નહિ ખસે. - સાધુઓ સંસારીની આજ્ઞા મુજબ ન ચાલે, આગમની આજ્ઞા મુજબ જ ચાલે. એમનો જાન એમણે એ આગમને વેચેલો છે. • પ્રમાદાધીન થઈને પ્રમાદને પોષવા માટે કરવામાં આવતી બધી ક્રિયા એ આશ્રવ છે. વિષય-કષાયને આધીન થઈ વિષય-કષાયની સિદ્ધિ માટે, પોતાના કે પરના અર્થે થતી સારી કે નરસી ક્રિયા એ બધી આશ્રવ છે. • સારું પણ સાહિત્ય ગુરુનિશ્રા વિના શાત્રે વાંચવાની મના કરી છે. • વિગઈથી વિકારી બનાય ને વિકારીને આગમ ન જચે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : આગમ એ જ આધાર : શુભ ભાવને ટકાવવા શુભ કરણી જોઈએ જ અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા શ્રી આચારાંગ સૂત્રના ચોથા ઉદ્દેશામાં ધૂનનની શરુઆત કરે છે. અત્યાર સુધી તો ધૂનન માટે પીઠિકાનું વર્ણન કર્યું, ધૂનન કેમ કરવું તે કહ્યું, હવે તો ધૂનન કરવાની જ વાત છે. કર્મથી ભારે બનેલા આત્માની હાલત કેવી ભયંકર છે તે બતાવી ગયા. એનો હેતુ એક જ છે કે સાધ્ય તરફ જનતા આકર્ષાય. મહત્ત્વ માન્યતાનું છે, પછી પ્રયાણ તો શક્તિ મુજબ કરે. સમ્યગ્દષ્ટિને એકલી માન્યતા જ હોય અને કશી કરણી હોય જ નહિ એમ ન માનતા. વિરતિ સંબંધમાં માત્ર માન્યતા હોય એ ખરું પણ જિનપૂજાદિ સમ્યક્તની કરણી તો એને હોય જ. પાંચમા તથા છઠ્ઠા ગુણઠાણાની ક્રિયા માટે ચોથા ગુણઠાણાવાળાની માત્ર માન્યતા હોય એ નભે પણ ચોથા ગુણઠાણાની ક્રિયા તો જોઈએ ને ? શેઠ ન થવાય ત્યાં સુધી શેઠ થવાની ભાવના ભલે રાખે પણ નોકરપણાની ક્રિયા તો કરે ને ? નહિ તો ભૂખે જ મરે. એ જ રીતે ચોથાવાળો ચોથાની પણ ક્રિયા ન કરે તો એ ત્યાં પણ ન ટકે અને ત્યાંથી પણ ખસે. શુભ ભાવને ટકાવવા શુભ કરણી બતાવ્યા વિના શાસ્ત્રકાર રહ્યા નથી. ગુણવાનને જોઈ હાથ જોડાય જ જેવો શુભભાવ હોય, તેવી તે ભાવને છાજતી ક્રિયા તો જોઈએ. એક શુભભાવ આવે એટલે એની છાયા પાડે એવી ક્રિયા આપોઆપ થાય. અમુક વ્યક્તિ ગુણવાન છે એમ ખબર પડે એટલે એને જોતાં હાથ જોડાય જ. એ વ્યક્તિ નજરે ચડે, સામે મળે છતાં હાથ ન જોડાય, હૃદય ન નમે, મસ્તક ન ઝૂકે અને મને એમના તરફ પૂજ્યભાવ છે એમ કહે તો એ બનાવટી પૂજ્યભાવ સમજવો. શુભભાવને છાજતી ક્રિયા થાય જ. “સંસાર દુઃખમય અને ધર્મ સુખમય' - એ સમજાયા પછી, એ નક્કી થયા પછી એને સંસારની કોઈ પણ ચીજ ત્રાસરૂપ જ લાગે, ભલે તજી ન શકે, એને ધર્મની ચીજ આનંદરૂપ જ લાગે, ભલે લઈ ન શકે. સંસાર દુઃખમય મનાય એટલે દેખાવ, રીતભાત, વચન, ક્રિયામાં ભેદ પડે જ. Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૨ ————- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –– –– 100 સાચી શ્રદ્ધા ક્યારે કહેવાય ? દેવ વીતરાગ અને ગુરુ નિગ્રંથ છે, એટલું કહેવા માત્રમાં સમ્યક્ત નથી, શ્રદ્ધા નથી, પણ એ ઉપરાંત એમની આજ્ઞાના અમલ વિના કલ્યાણ નથી એમ માનવું તે શ્રદ્ધા છે. એવી શ્રદ્ધાવાળો એ શ્રદ્ધાળુ અને સમકિતી. ઇતિહાસ લખનારા પણ એમ તો લખે કે ચોવીસસો વર્ષ પહેલા થયેલા મહાવીર આવા હતા અને એમના સાધુઓ આવા હોય, એટલે એનામાં સમ્યક્ત છે એમ ન કહેવાય. વીતરાગ એ જ દેવ, નિગ્રંથ એ જ ગુરુ અને એ બેની આજ્ઞાના અમલમાં જ કલ્યાણ, આવી માન્યતા શ્રદ્ધાળુની હોય. સમકિતીની આ શ્રદ્ધા હોય, દેશવિરતિનો એ પ્રમાણે દેશથી આજ્ઞાનો અમલ હોય અને સર્વવિરતિ સર્વથી અમલ કરે. શ્રદ્ધાળુમાં માન્યતા પરમ શુદ્ધ હોય પણ એ માન્યતા અમલમાં આવે તે માટે શ્રદ્ધાને અનુરૂપ હોવી જોઈએ. માન્યતા મક્કમ હોય તો કરણી સ્વયં આવે. જેટલા પ્રમાણમાં ગુણ થયો એમ માનીએ તેટલા પ્રમાણમાં કાર્યવાહી થતી નથી એટલે દુર્દશા છે. રોજ જિનપૂજન ન કરે, ગુરુ પાસે ન જાય, જિનવાણી ન ગમે, ત્યાં ચારિત્ર મોહનીય નહિ પણ દર્શન મોહનીયનો ઉદય છે. વ્યાખ્યાનમાં વિરતિની ઊંચી વાતો આવે : શાસ્ત્ર સમ્યત્વનાં ત્રણ લિંગ કહ્યાં. શુશ્રુષા, ધર્મરાગ અને વૈયાવચ્ચ. એનામાં જિનવાણી સાંભળવાની ઇચ્છા તો અથાગ હોય. જિનવાણી સાંભળ્યા વિના એને ચેન ન પડે. સાંભળવાનો એક પણ પ્રસંગ એ ચૂકે નહિ. પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ સક્ઝાયમાં કહ્યું કે – “તરુણ સુખી સ્ત્રી પરિવર્યા રે, ચતુર સુણે સુરગીત, તેહથી રાગે અતિ ઘણે રે, ધર્મ સુણ્યાની રીત.” નર ચતુર હોય, શરીરે નીરોગી હોય, ઇંદ્રિયો પરિપૂર્ણ હોય, રૂપરંગાદિ વિષયોનો જાણ હોય, દેવાંગના જેવી સ્ત્રીઓથી પરિવરેલો હોય, એવો યુવાન દેવી ગીતગાન જે એકતાનપૂર્વક સાંભળે તેનાથી પણ અધિક પ્રતિપૂર્વક ધર્મદેશના સાંભળવી એ શુક્રૂષા. વ્યાખ્યાનમાં વિરતિની ઊંચી વાત આવે ત્યાં “આ શું? વારંવાર દીક્ષાની ત્યાગની વાત કેમ ?' એ પ્રશ્ન સમ્યગ્દષ્ટિને હોય? સમ્યત્ત્વનું ઠેકાણું નથી માટે આ ભાંજગડ થાય છે. સોનામહોર મળતી હોય તો ક્યો દરિદ્રી એ લેવા હાથ લાંબો ન કરે ? સારી વસ્તુ બતાવનાર તો ઉપકારી મનાય. નાણાં Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ 195 – ૧૭ : આગમ એ જ આધાર – ૧૩૨ - વગર ન લેવાય તો નાણાં ન હોવાનું દુર્ભાગ્ય મનાય. “એકલા ત્યાગની જ વાત કેમ ?' એવા વિચાર હોય ત્યાં સમ્યક્તનું ઠેકાણું નથી. ભગવાન પણ એવાને ન પહોંચે ? સભા : સમ્યક્ત કઈ વાડીનું ચીભડું ?' એમ બોલનારા કેવા કહેવાય? એ તો બધી રીતે ગયેલા, વીતેલા સમજવા. એવાની વાત જ જવા દ્યો. એ તો ધર્મની કોટિથી બહારના જ છે. એવામાં તો મોં એટલાં વચન અને માથાં એટલી મતિ. ભગવાન પણ એને ન પહોંચે. સંશય હોય તે છેદાય પણ શત્રુતા ન છેદાય. ભગવાનની વાણી સમકાળે સર્વના સંશય છેદે પણ “આ આમ જ' એવું નક્કી કરીને જ જે આવે તેના વિચાર ન છેદે, ભગવાનની દેશનાને સર્વ સંશયછેદિની કહી પણ મૂર્ખાઓના નિશ્ચયછેદિની ન કહી. એવાની સાથે તો વાત પણ ન કરાય. અમે તો આ આગમને વળગીને ચાલીએ. આના માટે કોઈ અમને લકીરના ફકિર કહે તો તેનો એ ઇલકાબ અમને એક લાખ વાર મંજૂર છે. એ આગમોના આધારે તો અમે આ વેષ લીધો. માબાપ અને ઘરબાર એના ભરોસે મૂક્યાં. અમે એની પાછળ મરવાના. મરીએ તે હા, પણ એને છોડીએ નહિ. એ અમને કૂવામાં ઉતારે તો કૂવામાં પણ ઉતરીએ કારણ કે અમને વિશ્વાસ કે એ કૂવામાં ઉતારે તો ત્યાં પણ લાભ જ હોય. એ ખાવાપીવાની ના કહે તો ત્યાં પણ લાભ જ હોય. ઘરબાર છોડવામાં એણે લાભ કહ્યો, અમે તે માન્યો, માટે જ ઘરબાર મૂક્યાં. મુનિ વ્યાખ્યાનમાં શું કહે ? જેના વિશ્વાસે જેણે માબાપ અને ઘરબાર છોડ્યાં તે એવું માને કે તમારું માને ? અમારું કામ હવે એ કે જે અમને ગમ્યું તે તમને કહેવું. એ તમે કદાચ સીધા ન પણ પામો તો એવી ભાવનાવાળા તમને બનાવવા. વ્યાખ્યાનમાં અમે કાંઈ તમને ગમતી વાતો જ ન કરીએ. તમને કોઈ પૂછે કે શું સાંભળી આવ્યા વ્યાખ્યાનમાં? તો કહેવું કે “જે એમની પાસે હતું તે. અમે કાંઈ અમારી પાસેનું સાંભળવા એમની પાસે નહોતા ગયા. એ એમની પાસેનું સંભળાવે તે જો અમને ન ગમે તો અમે મિથ્યાદષ્ટિ, ગમે છતાં પળાય નહિ તો અવિરતિનો ઉદય પણ એ કહે તો જે એમની પાસેનું હોય તે જ.' જેને શાસ્ત્ર ન ગમે તે અહીં ન આવે ? જેનો જે વેપાર તેને ત્યાં તે ચીજ મળે. કાપડિયાને ત્યાં ગંધિયાણું ન મળે Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 1952 અને ઝવેરીને ત્યાં મીઠુંમરચું ન મળે. પ્રશ્ન કરવાનો અહીં નિષેધ નથી પણ પ્રશ્ન મુદ્દા બહારનો ન હોવો જોઈએ. વાત કાંઈ ચાલતી હોય અને પ્રશ્ન હોય કાંઈ ઈદ તૃતીય' જેવો તો એ ન ચાલે. શાસ્ત્રકારોની વાતોનું સમર્થન કરવા તો અહીં બેઠા છીએ, પણ અહીં આવનારને શાસ્ત્ર શિરસાવંદ્ય હોવું જોઈએ. જેને શાસ્ત્ર ન ગમે તે અહીં ન આવે, જેને શાસ્ત્ર ગમે તે જ આવે. જેને આગમ ન ગમે, ભગવાન ન ગમે, ભગવાનની આજ્ઞાપાલનની વાત ન પાલવે, તેને અમારી સાથે શી રીતે પાલવે ? અમે જેને માનીએ તેને માનનારા અહીં આવે તો જ વાતનો મેળ જામે. વસ્તુ પમાશે ત્યારે જ મોક્ષ મળશે, બાકી મોક્ષ કાંઈ રસ્તામાં નથી પડ્યો. એના માટે તો ખૂબ પ્રયત્નો કરવા પડશે. આખી દિશા ઉલટાવવી પડશે. લોકભાષા રૂઢ એવી છે કે ચાલીને જાય પોતે અને બોલે કે ગામ આવ્યું. ગામ આવ્યું કે પોતે આવ્યો? પણ ત્યાં અર્થ એ છે કે પોતે ચાલી ચાલીને ગામની નિકટ આવી પહોંચ્યો. એ રીતે મોક્ષ માટે પણ ચાલવું પડશે. કર્મના અણુ ક્યારે ખસે? મોક્ષ માટે એવી તાકાત કેળવવી પડશે કે એક સમયમાં સીધા ત્યાં પહોંચાય. એ તાકાત આવે ક્યારે ? આત્મા પર જડનો એક પણ અણુ ન રહે ત્યારે. અત્યારે તો અનંતાનંત અણુઓ આત્મા પર છે, તે ખસેડવા પ્રયત્ન તો કરવા પડશે ને ? મોક્ષે ન જવું હોય અને સંસારમાં જ જેને રખડવું હોય તેને માટે ચૌદ રાજલોક પ્રમાણ સંસાર મોટો છે અને એક રાજલોક અસંખ્યાત કોટાકોટિ યોજન પ્રમાણનો છે. જૈનશાસનમાં અસંખ્યાત અને અનંતની વાતો છે. કર્મના અણું ક્યારે ખસે ? હાલતા ચાલતા રમકડામાં રાચીએ અને ઈંટ માટીના ઢગલામાં મૂંઝાઈએ તો ખસે ? મળેલા પદાર્થો પાછળ ભટકચા કરવાથી કર્મ નહિ ખસે. મળેલી સામગ્રી એ તો કર્મની લીલા છે. એને આધીન થાઓ તો કર્મના અણુ ખસે કે વધે ? અમારો જાન અમે આગમને વેચેલો છે : અહીં ધૂનનમાં પહેલું સ્વજનધૂનન આવશે. જ્યાં સ્વબુદ્ધિ છે તે બધી કાપવી પડશે. તમે નિશ્ચય કરો કે આગમે કહેલું જ પામવું છે. સાધુઓ આગમની પાછળ પડ્યા છે એવો આરોપ મૂકનારાને કહું છું કે અમે સત્તર ફેરી એની પાછળ છીએ, અને હોઈએ એમાં નવાઈ પણ શી છે ? એની Page #261 -------------------------------------------------------------------------- ________________ 19. - ૧૭ : આગમ એ જ આધાર - ૧૩૨ ૨૪૫ પાછળ ન પડીએ તો અમારી કિંમત પણ શી? સાધુઓ તમારી આજ્ઞા મુજબ ન ચાલે, આગમની આજ્ઞા મુજબ જ ચાલે. અમારો જાન અમે એને વેચેલો છે. સભા : તો તમે પણ સ્વતંત્ર નહિ ને ? જરાયે નહિ, બલકે મહાપરતંત્ર. જ્યારે કર્મનો એક પણ અણુ ન રહે ત્યારે સ્વતંત્ર. બેડીમાં પડ્યા પડ્યા સ્વતંત્ર કહેવરાવવું એ તો બેવકૂફી છે. મન, વચન, કાયા એ ત્રણમાંથી એકે કાબૂમાં નહિ, એને સ્વતંત્ર કોણ કહે ? એ ત્રણને અહીં સોંપીએ પછી કોઈ ભય જ નહિ. દાદર ઊતરતાં કઠેડો પકડવામાં શરમ શી? કઠેડો પકડયો હોય તો ખસે તો પણ ટેકો છે. કઠેડાને તો સબળ પણ પકડે અને નિર્બળ પણ પકડે. સંસાર તરવો છે તો આગમની આજ્ઞાને પકડવી જ પડશે. ભલે ન પડીએ પણ પડવાનો સંભવ છે, માટે ટેકો જોઈએ. કાંટા વાગશે જ એવું નક્કી નથી છતાં ડામરની સડક પર પણ બૂટ પહેરીને ફરો છો ને ? એ રીતે શાસ્ત્ર પણ કહે છે કે આત્મા વખતે ગબડે પણ ખરો, માટે ટેકો જોઈએ. મુખ્ય વાત રત્નત્રયીની છે ? જે મુનિઓએ આગમ માટે માબાપને છોડ્યાં તે હવે તમારી આજ્ઞા માને ? જો પાઘડીવાળાની આજ્ઞા માનવી હોત તો એમના બાપ ક્યાં પાઘડી વગરના હતા? તમે સંઘરૂપ થાઓ તો તમારી આજ્ઞા માનીએ, કેમ કે પછી તો તમે પણ વળગો તો આગમને જ ને ? મુખ્ય વાત રત્નત્રયીની છે. અમુક વિષયોના મતભેદને આઘા રાખવાના છે. આશ્રવ એ બાધક અને સંવર એ સાધક, આ બે વાત મહત્ત્વની છે. આશ્રવને સંવર ને સંવરને આશ્રવ મનાય, મનાવાય એ ન ચાલે. સામાન્ય મતભેદમાં મૂંઝાવાની શાસ્ત્રકાર ના કહે છે, કેમ કે છબસ્થમાં અજ્ઞાનતાના યોગે અનુપયોગ હોય. આખી દ્વાદશાંગીનો સાર જ આ છે કે આશ્રવ સર્વથા તજવા યોગ્ય અને સંવર સર્વથા આદરવા યોગ્ય છે. આશ્રવ એ ભવનો હેતુ છે અને સંવર એ મોક્ષનો હેતુ છે. આ જ આહતી દ્વાદશાંગીનું મૂળ છે અને બીજું જેટલું લખાયું એ બધો એનો વિસ્તાર છે. આશ્રવ સંવરની મજેની વ્યાખ્યા : પ્રમાદાધીન થઈને પ્રમાદને પોષવા માટે કરવામાં આવતી બધી ક્રિયા એ આશ્રવ છે. વિષય કષાયને આધીન થઈ વિષય કષાયની સિદ્ધિ માટે, પોતાના કે પરના અર્થે થતી સારી કે નરસી ક્રિયા એ બધી આશ્રવ. વિષય કષાયથી વિરક્ત બની વિષય Page #262 -------------------------------------------------------------------------- ________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ----- ૧૦૦ કષાયના સાધનો તજવા-તાવવાની બધી ક્રિયા એ સંવર. જરાયે મૂંઝવણ ન થાય તેવી મજેની આ વ્યાખ્યા છે. ચાલતાં ઠોકર વાગે, ચામડી છોલાય, પડી જવાય એ બધું સંભવિત છે પણ એને એમ જ કહેવાય કે દવા લગાડો, પટ્ટી મારો, પાટો બાંધો પણ આગળ ચાલો. થાક્યા હો તો થોડો આરામ લઈને પણ ચાલવાનું ચાલુ રાખો, તો જ સ્થાને પહોંચાશે. એ જ રીતે ધર્મક્રિયામાં દોષ સંભવિત પણ એને દોષરૂપે શાસ્ત્ર લેખ્યા નથી. નિરતિચાર વ્રત પાળવું એમ કહ્યું પણ અતિચાર લાગી જાય તેથી મૂંઝાવાનું નહિ. અતિચારવાળા વ્રતપાલન વિના નિરતિચાર વ્રત આવે જ નહિ. શરીરના પ્રેમીઓ પણ વૈદ્ય પડીકીમાં શું આપ્યું છે એ વૈદ્યને પૂછતા નથી. એ તો જે આપે તે વગર જાયે પણ ફાકી જાય. એ વાત ખરી કે વૈદ્ય ઊંટવૈદ્ય ન હોવો જોઈએ. ઊંટવૈદ્યના ઉપચાર કરી જીવવું પણ ખોટું. તપાસ બરાબર કરવી, બોર્ડ બરાબર વાંચી આજુબાજુ પૂછપરછ કરવી.સેંકડે કેટલા ટકા કેસ સુધરે છે તે જાણવું, પછી દવા લેવી. એ પછી દવામાં શું છે, એ ભાંજગડમાં પડાય નહિ. પછી પણ જાણવા મળે કે વૈદ્ય બરાબર નથી, અખતરા કરે છે, તો એ દવા ન લેવી પણ ફેંકી દેવી. ગુરુનિશ્રા વિના વાંચવાની મનાઈ : સભા: આજે તો ખોટું સાહિત્ય પણ બહુ વધી ગયું છે. સારું પણ સાહિત્ય ગુરુનિશ્રા વિના શાસ્ત્ર વાંચવાની મના કરી છે. એમ.એ.નો વિદ્યાર્થી ઘેર ભલે વાંચે પણ બે કલાક કોલેજમાં પ્રોફેસરનું ભાષણ સાંભળવા તો જાય, કારણ કે વિષયને સમજવાની ચાવી ત્યાંથી મળે. એ ચાવીથી વિષય બરાબર સમજાય અને પાસ થાય. વજસ્વામી ઘોડિયામાં અગિયાર અંગ ભણ્યા હતા. શક્તિ એવી કે સાધુઓને ગુરુ કરતાં એમની વાચના વધારે ગમી. આટલું છતાં ગુરુએ વાચના માટે અયોગ્ય કહ્યા કેમ કે એ કાને સાંભળીને ભણેલ છે, ગુરુ પાસે સમજીને નહિ. એ વાત ખરી કે હવે એમના માટે ભણવામાં મહેનત ઘણી ઓછી. આગમો વાંચીને પણ પડી ગયા : ખોટા સાહિત્યની તમે તો વાત કરો છો પણ સારું સાહિત્ય પણ ગુરુનિશ્રા વિના વાંચવાથી કંઈક પડી ગયા, અરે આગમો વાંચીને પણ પડી ગયા. આગમો વાંચી વાંચીને સાર એમણે એ કાઢ્યો કે “આગમના લખનારા મૂર્ખ હતા. માખી પર માખી બણબણે એવું એમણે લખ્યું છે. જે એકે કહ્યું તે બીજાએ અને બીજાએ Page #263 -------------------------------------------------------------------------- ________________ 195 - ૧૭ : આગમ એ જ આધાર – ૧૩૨ - ૨૪૭ કહ્યું તે ત્રીજાએ. બધાએ એકસરખી જ વાતો લખી છે. કોઈએ નવું તો લખ્યું જ નથી. આગમના રચનારા મહાપુરુષોને એ લોકોએ આવો ચાંદ આપ્યો. કોઈ આગમના રચયિતાએ નવું ન લખ્યું કે આ લોકોને ખટકે છે. એ કહે છે કે આપણે લખીએ એમાં આપણું કેમ ન ઉમેરીએ ? આપણી બુદ્ધિને તાળું મારીને લખવું?' શાસ્ત્ર કહ્યું કે ગીતાર્થના હાથમાં મિથ્યાશાસ્ત્ર પણ સમ્યકુશાસ્ત્ર બની જાય છે. ડાહ્યાના હાથમાં ખોટી વાત પણ સારી બને છે, ગાંડાના હાથમાં સારી વસ્તુ પણ ભયંકર બને છે. વિકારીને આગમ ન જશે? સાધુ પણ દીક્ષા લઈને તરત આગમ ન વાંચી શકે. અમુક વર્ષ પછી અમુક તપ કર્યા પછી જ ગુરુની આજ્ઞાપૂર્વક વાંચી શકે. વાંચે ત્યારે પણ વિગયનો ત્યાગ હોય. વિનયથી વિકારી બનાય ને વિકારીને આગમ ન જચે. ઘેર લગ્નોત્સવ હોય, વાજાં વાગતાં હોય પણ પેટમાં શૂળ ઊપડે તેને એ સારાં ન લાગે. શૂળ મટે નહિ ત્યાં સુધી બહાર જવાનું એને મન ન થાય. એ જ રીતે વિકાર ન જાય ત્યાં સુધી આગમ ન જશે. વૈદ્ય માત્રા પણ પહેલાં ન આપે. પેટમાંથી મળ નીકળ્યા પછી, રોગ ગયા પછી શક્તિ માટે માત્રા આપે. એ રીતે અહીં પણ વિગય ત્યાગ થાય, વિકાર ઘટે, પછી માત્રા અર્થાત્ આગમ અપાય, એટલે પછી તો એ જેમ વાંચે તેમ રાચે. વિકારી વાંચે એને તો એમ થઈ જાય કે “અરરર ! આવું !” અને પછી મરતાં સુધી એને એમ જ રહે અને એવું જ જગતમાં પણ ફેલાવે. શાસ્ત્રની ચાવી ગીતાર્થોના હાથમાં ખરાબ સાહિત્ય તો વાંચવું જ નહિ. સારું પણ ગુરુનિશ્રાએ વાંચવું, તો જ લાભ થાય. હું પ્રત્યક્ષ તમને જે રીતે સમજાવી શકું, આકૃતિથી, ઈશારાથી બરાબર ભાવ ઠસાવી શકું તે કાગળમાં લખી ન સમજાવી શકાય. પાસે આવેલામાં તો પા કલાકમાં પણ પલટો થાય પણ કાગળથી એમ ઓછું બને. પાસે તો સાંભળનાર પૂછવું હોય તે પૂછે અને એને યોગ્ય ઉત્તર પણ દેવાય. શાસ્ત્રો વાંચવાનો અધિકાર ગીતાર્થોનો, તમારે સ્વયં વંચાય નહિ. ધાવણા બાળકને માતાનું ધાવણ જ અપાય, ફીઠું તો પણ એ જ અપાય, દૂધપાક ન અપાય. દૂધપાક તો એને માંદો પાડે અને કદાચ મારી પણ નાખે. શાસ્ત્રની ચાવી ગીતાર્થોના જ હાથમાં હોય. Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - 153 શ્રી જિનેશ્વરદેવનું દષ્ટાંત ન લેવાય ? ગીતાર્થે સેવેલા અપવાદની નોંધ ન હોય, હોય તો તે પણ જાણવા પૂરતી, એનો ઉપયોગ ન થાય. કોઈ દરદીને ઓપરેશન કર્યા છતાં અમુક સર્જને પાણી પાયું પણ એટલા પરથી જો બીજો પણ પાય અને એ દર્દી મરે તો ડૉક્ટર પર ખૂનનો ચાર્જ લાગુ થાય. “અમુક સર્જને પાયું હતું માટે મેં પાયું' એવો બચાવ ન ચાલે. દરદી જીવી જશે એમ એ સર્જને પોતાના લાંબા અનુભવથી જાણ્યું હશે માટે પાયું હશે! પણ તેં કેમ પાયું ? એમ કોર્ટ પૂછે. એ જ રીતે શ્રી જિનેશ્વરદેવની કાર્યવાહી દૃષ્ટાંતરૂપ નથી. એ તો છ વર્ષની વયે પણ દીક્ષા આપતા, વિશિષ્ટ જ્ઞાની પૂર્વાચાર્યો પણ આપતા, પરંતુ અમારાથી ન અપાય. એ પરિણામના જ્ઞાતા હતા, અમે નથી. આઠ વર્ષ પછી દીક્ષા આપવામાં અમારે વાંધો નહિ. એમાં કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે અવધિજ્ઞાન ન જોઈએ. અરે, કાલે શું થશે, એ જ્ઞાનની પણ જરૂર નથી. એની ચેષ્ટા, વાતચીત, રીતભાત ઉપરથી સંયમનો અનુરાગી છે, એ યોગ્યતાની ખાતરી થવી જોઈએ. સમજદાર પુરુષાર્થ કરે જ ઃ સભા: આજ્ઞા બહાર કરેલા મુનિ માટે વધુ કાંઈ ન થાય ? બધું થાય. તમારી પેઢીનો મુનીમ નાલાયક છે એમ ખબર પડી છતાં એને કાઢવાની તમારી તાકાત ન હોય તો એમાં કોઈ શું કરે ? માટે બધા મુનીમ એવા, એવો આરોપ ન મુકાય. ઘર અને પેઢી ચલાવતાં ન આવડે એ ભીખ માગે. ઘરને પણ તાળાં તો વાસો છો ને ? નશીબમાં હશે તો ક્યાંય જવાનું નથી એવું માની ડાહ્યો માણસ પેટીપટારાને તાળાં વાસ્યા સિવાય અને પછી પણ ઘર બંધ કર્યા સિવાય સૂતો નથી. ભાગ્યની વાત જુદી પણ સમજદાર પુરુષાર્થ કરે જ. ન કરે તો એને શાસ્ત્રકાર ગાંડો કહે છે. એટલે મુનિ પણ માર્ગમાં ન હોય તો એમને માર્ગમાં લાવવાનો શક્ય પુરુષાર્થ કરવો જ જોઈએ. વ્યવહારનું ઉલ્લંઘન ન થાય ? એક આચાર્યે પોતાના બધા શિષ્યોને અમુક યોગક્રિયામાં પ્રવેશ કરાવ્યો. યોગ ચાલુ હતા એવામાં આયુષ્ય પૂરું થવાથી આચાર્ય કાળધર્મ પામ્યા અને સ્વર્ગે ગયા. યોગ આગાઢ હતા એટલે અધવચ્ચે છોડાય નહિ. સ્વર્ગમાં ગયેલા આચાર્યો ઉપયોગ મૂક્યો, સ્થિતિ જોઈ એટલે તરત જ પોતાના શરીરમાં પ્રવેશ કર્યો. મરી Page #265 -------------------------------------------------------------------------- ________________ 1951 ૧૬ : આગમ એ જ આધાર - ૧૩૨ - ૨૪૯ ગયા એવું કોઈએ જાણ્યું પણ નહિ. યોગ પૂરા કરાવી પોતે પ્રગટ થયા, બધી વાત કરી અને પોતે અવિરતિ છતાં વંદનાદિ કરાવ્યા તેની ક્ષમા યાચી દેવલોકમાં ગયા. પણ પછી પરિણામ એ આવ્યું કે મુનિઓને હવે પરસ્પરમાં શંકા થવા લાગી કે સાથેના મુનિ મુનિ હશે કે દેવ હશે ? મુનિ જ છે એવી ખાતરી શી ? એટલે પરસ્પર વંદન વ્યવહાર બંધ કર્યો. અમુક સાધુ છે કે અમુક શ્રાવક છે તે નક્કી કેમ થાય ? માટે વંદનાદિ વ્યવહાર બંધ કરી એવા પ્રકારની દેશના પણ આપવા માંડી, અને એવા પ્રકારનો એક માર્ગ ચાલુ થયો. મુનિઓ વિહાર કરતા એક નગરમાં આવ્યા. ત્યાંનો રાજા શ્રાવક હતો. તેને આ વાતની ખબર પડી. આવો ઉન્માર્ગ ચલાવનારા ટોળાને પાઠ ભણાવવો જ જોઈએ એમ વિચારી સૈનિકોને આજ્ઞા કરી કે બધાને પકડી બાંધીને લઈ આવો અને હાથીના પગ નીચે છુંદી નાંખો. આવો હુકમ સાંભળી મુનિઓએ રાજાને કહ્યું કે તારા જેવો ધર્માત્મા શ્રાવક રાજા સાધુઓ પર આવો જુલમ કરે ? રાજાએ કહ્યું, ‘તમે સાધુ છો અને હું શ્રાવક છું એની ખાતરી શી ? તમે પરસ્પરને સાધુ ક્યાં માનો છો ? પરસ્પરને વંદનાદિ ક્યાં કરો છો ? સાધુના વેષમાં તમે ચોર લૂંટારા ન હો તેની ખાતરી શી ?' મુનિઓ તરત ઠેકાણે આવી ગયા, માફી માગી માર્ગે આવી ગયા. વ્યવહારનું ઉલ્લંઘન થાય ? રાજાને મારવાનો ઇરાદો ન હતો પણ એવો ભય બતાવ્યા વિના કામ થાય એવું ન હતું. સત્ય સામે ધાંધલ ન થાય ? તમે તમારી સત્તાનો, લાગવગનો આ રીતે વાજબી ઉપયોગ ન કરી શકો એ બને પણ તેથી ગેરવાજબી ઉપયોગ કરવાની છૂટ નથી. ખોટાને કાઢી ન શકો માટે સારાને કાઢી મૂકવા એ ન્યાય નથી. અત્યારે તો હજી સારું છે પણ પૂર્વે તો એવા સમર્થ નિહ્નવો હતા કે જેમની સામે મીટ પણ ન મંડાય. પોતાની વાતનું સબળ સમર્થન કરી શકે એવા એ વિદ્વાનો હતા, પણ એને લઈને શુદ્ધ માર્ગને પલટી નાખવાનું કોઈએ ન કહ્યું. એ નિહ્નવોનો સામનો ન કરી શકાય તો જેવાં જીવોનાં ભાગ્ય એમ રાખ્યું પણ સત્ય સામે કોઈએ ધાંધલ ન કર્યું. તમે તમારી ફરજ સમજો અને એને અમલમાં મૂકવાની તાકાત કેળવો, પણ એવી તાકાત ન આવે માટે સાચાને ન સતાવાય. ચોરોને કાઢી ન શકો માટે કોઈએ શાહુકાર ન રહેવું, અનાચારી અને વ્યભિચારીઓ ન પકડાય માટે સતીઓએ ગામ છોડી જવું, એવો કાયદો કોઈ રાજા કરે તો ? તો સજ્જન માણસો એને કહી દે કે Page #266 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1958 “સારું, તારા રાજ્યમાં ચોટ્ટાઓ, અનાચારીઓ અને વ્યભિચારીઓની ભરતી કર, અમે ચાલ્યા જઈશું બીજા કોઈ રાજ્યમાં.” આમ કહી હિજરત કરી ચાલી નીકળે. એ જ રીતે સાધુઓ પણ જ્યાં આવો જ ન્યાય હોય ત્યાંથી ચાલી નીકળે. પાડાનાં વાંકે પખાલીને ડામ ન હોય ? જે નગરના લોકોને સંયમ ન ગમે તે નગરનો સાધુ ત્યાગ કરે. તમને વિષય કષાય છોડવા ન ગમે તો તમારા માટે અમારે ખરાબ થવાનો મોખ નથી. વિરાગી થાય એની પરીક્ષા આવા લોકો કરે એમ? યુનિવર્સિટીની પરીક્ષા જેને એ.બી.સી.ડી. પણ ન આવડતી હોય એવા લોકો લે ? કે પછી, મોટી પરીક્ષામાં પાસ થયેલા મોટી ડિગ્રીવાળા પરીક્ષકો લે ? એ પાસ કે નાપાસ કરે તેની સામે કોઈથી કાંઈ ન બોલાય. એ પણ કાંઈ પૂર્ણ નથી. એનાથી ફેરફાર થઈ ગયો હોય તોય મોટે ભાગે કબૂલ કરવો પડે. નાનો પણ વર્ગ જો મક્કમ હશે તો મરતાં સુધીયે અમે ત્યાં જ રહેવાના, બાકી અમને જો ટોળામાં ભળવાનું મન થશે તો અમે પણ ખતમ થવાના. ન્યાય એવો કરો કે બહારના ચાર સજ્જનો સાંભળે તો ખુશ થાય. પાડાનાં વાંકે પખાલીને ડામ ન હોય. શાસનને ડહોળે પાડા અને માર ખાય બિચારી ગાયો, એ ક્યાંનો ન્યાય ? આશ્રવના માર્ગ ખુલ્લા કરે અને સંવરના માર્ગ બંધ કરે બીજા અને ખુંદાય બીજા, એ વાજબી વાત છે? ધર્મમાં એકચક્રી સામ્રાજ્ય થાય પણ ક્યારે ? શાસ્ત્ર મુનિને કહે છે કે, જે દેશ આર્ય છતાં અનાર્યનું રૂપક લે, ત્યાં તો જો સમજાવવાની શક્તિ હોય તો જ જવું પણ પોતાના સંયમ પર ઘા પડતો હોય તો ન જવું. આર્ય અનાર્ય થાય અને અનાર્ય આર્ય થાય એ બને. ખોટામાં આપણે તથા આપણા સાથીઓ ન ફસાય એની કાળજી રાખવાની. સારાના માર્ગમાં આડખીલી રૂપ ન બનાય અને આશ્રિતને બચાવાય. કોઈ કાળ એવો નથી કે ધર્મશાસનમાં એકચક્રી સામ્રાજ્ય થાય. રાજસત્તા પાસે તો કોરડો છે છતાં એકછત્રી સત્તા નથી ચાલતી, તો ધર્મસત્તા પાસે તો કોઈ પ્રત્યક્ષ કોરડો નથી તો એકચક્રી સામ્રાજ્ય ક્યાંથી થાય ? આ માટે તમારે બધાએ શ્રદ્ધાળુ બનવું જરૂરી છે અને દરેક ધર્મોપદેશકોએ આગમાનુસારી મતિવાળા બનવું જરૂરી છે. તો આ સારું પરિણામ જોવા મળે. એકચક્રી સામ્રાજ્ય કરવું હોય તો જરૂર થાય. પણ એ માટે શ્રોતાઓએ Page #267 -------------------------------------------------------------------------- ________________ 10. - ૧૬ આગમ એ જ આધાર -- ૧૩૨ ૨૫૧ શ્રદ્ધાળુ બનવું પડે અને ઉપદેશકોએ આગમાનુસારી મતિવાળા બનવું પડે. જો આવું થાય તો જૈન શાસનનું સામ્રાજ્ય એકછત્રી જરૂર બની શકે. કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે એટલે જ લખ્યું કે, श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश तत् । त्वच्छाशनस्य साम्राज्यमेकछत्रं कलावपि ।। હે નાથ ! જો શ્રદ્ધાળુ શ્રોતા અને સુધી વક્તાનો યોગ મળે તો આ કળિયુગમાં પણ તારા શાસનનું સામ્રાજ્ય એકછત્રી બની જાય. ધર્મસત્તા આગળ પોલ ન ચાલે ? શાસ્ત્ર તો દિશા બતાવે. રાજસત્તાનું ફળ પ્રત્યક્ષ છતાં એમાં ચોટ્ટાઓ, બદમાશો, વ્યભિચારીઓ, જુગારીઓ, દારૂડિયાઓ જીવી શકે છે, મોજથી ફરી શકે છે. અનેક વાર ગુના કરનાર ન પકડાય, પકડાયા પછી ચાર ખોટા પુરાવા ઊભા કરી બચી પણ જાય, ખૂનીને પણ જોરદાર ધારાશાસ્ત્રી મળે તો કાયદાની છટકબારી કાઢી બચાવી લે અને એ છૂટીને ઘેર પણ આવે, પણ ધર્મસત્તા એવી નથી. એમાં તો ગુનો કર્યો કે ફસાયા. પછી તો જ્યાં જવાનું નિયત થયું હોય ત્યાં જવું જ પડે. એનો કેસ પણ ન ચાલે, કોઈ દલીલ પણ ન ચાલે. ત્યાં કોઈ વકીલ પણ નહિ અને કોઈની લાગવગ પણ નહિ. ક્ષાયિક સમ્યત્વ પામેલાને પણ પહેલાં નરકાયું બંધાઈ ગયું તો નરકે જવું પડ્યું. કૃષ્ણ મહારાજા અને રાજા શ્રેણિક જેવા પણ નરકના સંકટ ભોગવી રહ્યા છે. એમના જેવાને પણ ત્યાં ગયા વગર છૂટકો ન થયો. બેય જણાએ ભગવાનને કહ્યું પણ હતું કે “ભગવાન ! આપ જેવા તારકના અમે સેવકો છતાં અમારે નરક ! એ તો શરમની વાત નથી ?' ભગવાને પણ સાફ કહી દીધું કે “જરાયે નહિ, નરકાયુનો બંધ થાય એવી ક્રિયા કરતી વખતે પૂછવા આવ્યા હતા ? નાથપણું સ્વીકાર્યા પછી નરકાયુનો બંધ થયો હોય તો વાંધો, સારાના સહવાસ પછી ખરાબ પરિણામ આવે તો વાંધો, પણ પૂર્વે કરી આવ્યા એ ભોગવ્યા વિના છૂટકો જ નથી. બાકી તમે પણ અમારા જેવા થશો, પણ હમણાં નહિ, હમણાં તો નરકમાં ફરી આવો, ત્યાં પીડા ઘણી છે પણ સમજપૂર્વક સહન કરી આવો.” રાજસત્તાની સજા પ્રત્યક્ષ છે છતાં રાજ્યમાં લુચ્ચા લફંગાઓ ફરે છે, તો ધર્મસત્તાને કોણ ગણે ? કેદમાં મજા માનનારા, ચાબખા પડે ત્યારે મૂછે હાથ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - દેનારા, માર ખાતાં ખાતાં પણ ખોંખારા ખાનારા, સુરંગમાં પણ આનંદ માનનારા, ચારે તરફ ગોઠવાયેલા સિપાઈઓને પોતાના સેવક માનનારા, ફટકા પડે ત્યારે વાંસો હલકો થયો એમ માનનારા નંગો પણ ઘણા પડ્યા છે, તો આ આગમની સામે લાલ આંખ કરનારા હોય એમાં નવાઈ શી ? પરંતુ તેમને ખબર નથી કે આ ધર્મસત્તા જબરી છે. આ મનુષ્યલોકમાં તો સજા સહન થાય તે માટે શરીર ટેવાઈ પણ જાય, અંગ રીઢું થઈ જાય અગર ખોટું પણ પડી જાય કે જેથી માર વાગે જ નહિ પણ ધર્મસત્તાની અવગણનાના યોગે જ્યાં જવું પડશે, ત્યાં શરીર એવું મળશે કે એ અંગ રીટું નહિ થાય અને તકલીફ કોઈ રીતે નહિ શમે. રાડો પાડવા છતાં કોઈ સાંભળશે નહિ, કોઈ આશ્વાસન પણ નહિ આપે અને આપશે તો તે ત્યારે ગમશે પણ નહિ. બળદેવે કૃષ્ણજીને નરકમાંથી બહાર લઈ જવા ઉપાડ્યા તોયે કૃષ્ણજીએ ના કહી કે “ભાઈ ! રહેવા દો, તમે ઉપાડો છો તેથી મારી વેદના ઊલટી વધી જાય છે. કારણ કે ત્યાં શરીર જ એવું છે. અરે, મનુષ્યલોકમાં પણ ધાતુવિપર્યયનો રોગ થાય ત્યારે દશા ઊલટી થઈ જાય છે. એને મીઠું તે કડવું લાગે અને કડવું તે મીઠું લાગે, મિષ્ટાન્ન ન ભાવે ને કડવો લીંબડો ભાવે, ચંદનના લેપ દાહ ઉપજાવે અને વિષ્ટાના લેપ શાંતિ આપે, પુષ્પની શયા ખૂંચે અને બાવળના કાંટાની શય્યા સુખ ઉપજાવે. સભા; આવું કોઈ દષ્ટાંત છે ? શાસ્ત્રમાં કાલ સૌકરિકનું દૃષ્ટાંત તો છે જ, બાકી વર્તમાનમાં આપણે બધા દરદીઓને જોવા ગયા નથી, પરંતુ અમુક દર્દોમાં સામાન્ય રીતે સારી ચીજો પણ જોવીયે ન ગમે, એ તો બધાને અનુભવ છે. એવા પણ રોગી છે કે જે દૂધ પીએ કે તરત ઝાડા થઈ જાય. શ્રીમંતો તો કઢેલાં દૂધ પીએ પણ એને જ એવો રોગ હોય કે છાશ પીને જ રહેવું પડે, બાકી છાશ તો ગરીબો પીએ, એ શું કામ પીએ ? દાહવરમાં જેમ પાણી આપો તેમ તૃષા વધે અને ચંદનના લેપ દાહ વધારે. કાલ સૌકરિકમાં સંપૂર્ણ ધાતુ વિપર્યય માનો તો આમાં આંશિક માનો. સભા : મેં એક એવો દર્દી જોયો હતો કે જેને દર બે મિનિટે ઊંચું થવું જ પડે. એને માટે એ યુરોપ અમેરિકા જઈ આવ્યો પણ કાંઈ ન વળ્યું. એ પણ બને. ધર્મે નિષેધેલી કાર્યવાહી કરીને કર્મસત્તાના પંજામાં ફસાયેલાના શરીરની હાલત એવી બને કે ત્યાં સર્જનો પણ હાથ ખંખેરે. મુદ્દો એ છે કે Page #269 -------------------------------------------------------------------------- ________________ 1C 1 – ૧૭ : આગમ એ જ આધાર - ૧૩૨ – ૨૫૩ રાજસત્તાનું પ્રત્યક્ષ ફળ છતાં બદમાશો બદમાશી કરે જાય છે, તો એવાઓ ધર્મસત્તાના પરોક્ષ પરિણામને ગણે? પાપીઓ માટે એ આશા જ ન રખાય. સાચું હોય ત્યાં તો શિર ઝુકાવાય ? ખોટાના કારણે સાચા તરફ પણ કરડી નજર ન કરાય. સાચું હોય ત્યાં તો શિર ઝુકાવાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મનાય. એમની દ્વાદશાંગી ભણેલા અને ન ભણેલા પણ એમના શાસનમાં રહી શકે છે, માત્ર આશ્રવ સંવરનો વિવેક જોઈએ. વિષય કષાયની પ્રવૃત્તિ તે આશ્રવ, એ ઘટે તેવી પ્રવૃત્તિ તે સંવર. તમારી તથા મારી પ્રવૃત્તિ એવી જોઈએ કે પોતાના તથા સાથીઓના વિષય કષાય ઘટે. વિરાગીની પરીક્ષા વિષયાધીનો કરે ? એ તો જે કરતા હોય તે જ કરે. મોક્ષે જવું હોય તો મોક્ષમાર્ગે ચાલવું પડશે, યોગ્યતા મેળવવી પડશે. હવે ધૂનનમાં દીક્ષાની વાત આવશે. અત્યાર સુધી દીક્ષાની વાત તો કરી જ નથી. આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું કહે છે, તે હવે પછી - Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૭: સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ વાળી તળાવ : 133 J-130 વિ. સં. ૧૯૮૭ માગસર સુદ-૧૧ ગુરુવાર તા. ૧૨-૧૨-૧૯૨૯ • સમકિતીની શક્તિ ક્યાં ખર્ચાય ? • જેને આશ્રયે રહો તેની આજ્ઞા ઉઠાવો : • ભૂમિકાને યોગ્ય કરણી જોઈએ જ : ૯ ધૂનનમાં તો બધાને જ મૂકવાના : • વિનીત, ગુરુને હાથ જોડે જ : છોડવું પડે તે પહેલાં છોડી બતાવો : • જેવા હો એવા દેખાઓ : • દાતાર પાત્ર શોધે : કર્મસત્તાનાં ઊંડાં ગણિત : ૦ ગુણને યોગ્ય ક્રિયા જોઈએ જ : ૦ તારકની સામે તરંગ કે મન:કલ્પના ન હોય : ૭ પડિક્કમણું કરનારા નવરા નથી : ૦ સમ્યક્તની કરણી : • ધર્મક્રિયામાં માન ન હોય : • ઘરનું કહેવાની શાસ્ત્ર ના કહી છે : • બોલો થોડું અને કરો ઘણું : વિષયઃ ગુણસ્થાનકને યોગ્ય દિશાની અનિવાર્યતા. સર્વવિરતિની ઇચ્છા છતાં શક્તિ સંયોગની વિપરીતતા વશ સર્વવિરતિ ન લઈ શકે, એ જ રીતે દેશવિરતિ પણ ન લઈ શકે. એવા શ્રાવકો અવિરતિ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. એમના જીવનમાં પણ જિનેન્દ્ર પૂજા, ગુરુની સેવા અને જિનવાણીનું નિત્ય શ્રવણ આવા આચારો હોવા અનિવાર્ય છે. આચારો આચરે નહિ અને જાતને સમકિતી ઓળખાવે એ તો દંભ જ છે. એવા દંભીને આ શાસનમાં સ્થાન નથી. આ વાતને ઘૂમેડી ઘૂમેડીને અનેક નાના-મોટા રોજીંદા જીવનના દાખલાઓ આપીને આ પ્રવચનમાં પીરસવામાં આવી છે. સમ્યગ્દષ્ટિ શ્રાવકનો અને અવસરે શાસનસ્થ સાધુનો વ્યવહાર કેવો હોય એનું આમાંથી સુંદર જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેવા હોઈએ તેવા જ દેખાવાની વાત આ પ્રવચન કરે છે. મુવાવાઝુત સુશ્રુષા, ધર્મરાગ તથા દેવ-ગુરુની ભક્તિ એ તો સમ્યગ્દષ્ટિને માટે માના ધાવણ જેવું છે. • કષાય અને ઈન્દ્રિયો જેમ જીતાય તેમ ગુણ વધે. • જે સ્થાનમાં બેઠા હો અને જે સ્થાનમાં જવું હોય તેને યોગ્ય ગુણો કેળવો. • આ દેવ, ગુરુ અને આગમને તારક માન્યા પછી એની સામે તરંગ કે મનકલ્પના ન હોય. • વૈયાવચ્ચ કરનારને આળસ ન પાલવે. • જે ધર્મમાર્ગમાં સાથે જોડાય તે સાધર્મિક. ૦ આચાર પાળે નહિ, પળાવે નહિ, એ સંસાર સાગર તરે શી રીતે ? અને જે પોતે જ ન તરે એ બીજાને તારે પણ શી રીતે ? • શરણે આવેલાનું ભક્ષણ થતું હોય છતાં રક્ષણ ન કરે એનામાં ક્ષાત્રવટ નથી. ૦ આશ્રિતનો એ ધર્મ કે જેનો આશ્રય હોય એની આજ્ઞા ઉઠાવે. • ગુણને યોગ્ય ક્રિયા વિના ગુણીને ચેન ન પડે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ : સમકિતીની શક્તિ ક્યાં ખર્ચાય ? અનંત ઉપકારી સૂત્રકા૨ ૫૨મર્ષિ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા સંસારની અસારતા અને એમાં જીવોની દુઃખમય હાલતનું વિસ્તારથી વર્ણન કરી ગયા, અને હવે શિષ્યને સાવધાનીથી સાંભળવાનું કહે છે, કેમ કે સાંભળવામાં સાવચેતી ન રાખે તો તત્ત્વનું પ્રદાન ન થઈ શકે. સંસાર સંપૂર્ણપણે દુઃખમય ભાસે ત્યારે ધર્મનો રસ જાગે અને ધર્મનો રસ જાગે તો અર્થીપણું આપોઆપ આવે. જ્યાં બેઠો છે ત્યાં લાભ શી રીતે થાય ? અને આત્મકલ્યાણ માટે ધર્મનો આશ્રય લેવો જોઈએ, એવું ન થાય ત્યાં સુધી ધર્મનું અર્થીપણું જાગ્રત થતું નથી. તે તે ગુણસ્થાનકની ક્રિયા તે તે ગુણસ્થાનકે જરૂર હોવી જોઈએ. એકલી માન્યતા ત્યાં ન ચાલે. ચોથા ગુણઠાણાવાળાને સર્વવરિત તથા દેશિવતિપણા માટે ભાવના એટલે માત્ર માન્યતા હોય એ માન્યું, ‘એ ક્યારે આવે !’ એવી ઉત્કટ અભિલાષા હોય એ માન્યું પણ જિનપૂજનાદિની માત્ર ભાવના રાખી, એ ન કરે તો એ ચાલે ? તો તો કહેવું પડે કે એને ચોથા ગુણઠાણાની પ્રાપ્તિ થઈ જ નથી. સર્વદેવ, સર્વગુરુ, સર્વધર્મ, એ માન્યતા માર્ગાનુસારીપણામાં હતી પણ સમ્યક્ત્વ આવ્યા પછી એ ન હોય. માર્ગાનુસારીપણામાં તો હજી મિથ્યાત્વ હતું. ‘સુ’ અને ‘કુ’નો સમ્યક્ પ્રકારે ત્યાં વિવેક ન હતો. સભા : છતાં એ માર્ગાનુસારી ? હા, માર્ગમાં તો છે ને ? દેવ ગુરુને નહિ માનનારો એ માનતો થાય એટલે માર્ગસન્મુખ તે થયો ને ? જ્યાં જ્યાં દેવપણું, ગુરુપણું કે ધર્મ સાંભળે ત્યાં એ દોડે, પણ સમ્યક્ત્વ થયા પછી સર્વદેવ, સર્વગુરુ, સર્વધર્મને નમવાનું ચાલુ ન રખાય. પછી તો સુદેવ, સુગુરુ, સુધર્મ જ મનાય, બીજા તો નામના, એ માન્યતા હોય. એ ન આવે તો એટલી વિવેકહીનતા ગણાય. એ વિવેકહીનતા ચાલુ રહે તો માનવું કે ત્યાં સમ્યક્ત્વ નથી અને કદાચ આવેલું હોય તો જવાનું. સમ્યક્ત્વ આવ્યા પછી સુદેવની, સુગુરુની સેવા વિના એને ચેન જ ન પડે. શ્રી જિનેશ્વરદેવની Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ E વાણી સાંભળ્યા વિના પણ એને ચેન ન પડે, એનું તો એને વ્યસન લાગેલું હોય. ધર્મ સાંભળવાની એની ઇચ્છા તેજ હોય, એનો ધર્મરાગ પણ તેજ હોય અને એની દેવગુરુની વૈયાવચ્ચ પણ તેજ હોય. એની તમામ શક્તિ ત્યાં જ ખર્ચાય. ગુણ પ્રત્યે રાગ અને ગુણવાનને હાથ ન જોડાય એ બને ? નાણાનાં અભાવે સોનું ન લેવાય, એ રીતે તાકાતના અભાવે વિરતિ ન લેવાય એ માન્યું, સમ્યગ્દષ્ટિને પણ અંગોપાંગ રહી ગયાં હોય તો જિનપૂજનાદિ ન કરે તો કહેવાય કે એની પાસે માલનાં નાણાં ચૂકવવાની શક્તિ નથી, પણ હાલી ચાલી શકતો હોય છતાં જિનપૂજન ન કરે, ગુણવાનને હાથ ન જોડે, એ બને ? એનો અર્થ તો એ થાય કે એ રુચ્યું જ નથી. શ્રી જિનેશ્વરદેવનું પૂજન, દેવગુરુની ભક્તિ અને ધર્મશ્રવણ, આ તો સમજ્યની કરણી છે. કઠોર અવિરતિના ઉદયવાળા પણ શ્રી જિનપૂજનથી વંચિત નહોતા રહેતા. એનાથી કોઈ વંચિત રહે તો માનવું કે એ હજી સમ્યક્ત પામી શક્યો નથી. શ્રી જિનેશ્વરદેવને તથા નિગ્રંથગુરુને જાણ્યા ઓળખ્યા પછી અને ધર્મ સમજ્યા પછી જિનપૂજા તથા ગુરુભક્તિ ન કરે અને ધર્મ ન સાંભળે એનો અર્થ એ કે એ એમને માનતો જ નથી. જેને માનીએ ત્યાં તો હૈયું ઊછળે જ, મસ્તક નમી જ જાય. અપ્રાપ્ય ની કે દુઃશક્યની માન્યતા હોય પણ પ્રાપ્ય તથા શક્ય માટે માત્ર માન્યતા ન ચાલે. દૂધપાક ન પચાવે એ સમજ્યા પણ માનું ધાવણ પણ ન પચાવે એ બાળક જીવે ? શુશ્રષા, ધર્મરાગ તથા દેવગુરુની ભક્તિ એ તો સમ્યગ્દષ્ટિને માનાં ધાવણ જેવું છે. એ ન લે તો સમ્યક્ત પામ્યો નથી અગર પામ્યો છે તો એ રહેવાનું નથી. ભૂમિકાને યોગ્ય કરણી જોઈએ જ. સમ્યક્ત ટકાવવા વસ્તુનો રાગ હોવો જોઈએ. સમ્યગ્દષ્ટિને તો જિનપૂજા વિના, ગુરુના યોગે એમનાં દર્શન વિના અને સંભળાવનાર મળે તો જિનવાણી સાંભળ્યા વિના ખાવું ન ભાવે. વ્યવહારમાં જેનું અર્થીપણું હોય તે થોડું પણ મળતું હોય તો લેવા જાય. બે પતાસાં મળતા હોય તોય બધા લેવા દોડે અને આ જિનવાણી લેવા ન આવે એનું કારણ શું? મુદ્દો એ કે એની કિંમત સમજાઈ નથી તેથી દિલને રુચ્યું જ નથી. જમીન ફળદ્રુપ, વરસાદ શ્રીકાર, હવા સારી, છતાં મોલ ન ઊગે તો માનવું કે વાવેલું બી શેકેલું હોવું જોઈએ. સમ્યક્તની કરણી Page #273 -------------------------------------------------------------------------- ________________ 1905 ૧૭ઃ સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ - ૧૩૩ ——– ૨૫૭ માટે આ દશા હોય અર્થાત્ એ કરણી ન કરે તો કહેવાય કે સમ્યક્ત નથી. એમ કહે કે દેરે જવાની ભાવના તો ઘણી છે પણ દેરું સો ડગલાં દૂર છે એટલે લાચાર ! આમ કહેનારો બજાર હજાર ડગલાં દૂર હોય ત્યાં પહોંચી જાય અને વચમાં દેરું આવે તો ભૂલથી પણ ત્યાં ન જાય. એને ભગવાન પર રાગ છે એમ કહેવાય ? પાડોશમાં મુનિ આવે તોય ઘરે લાવવાની દરકાર નહિ અને કહે કે મને વહોરાવવાની ભાવના ઘણી, એ મનાય ? મંદિરમાં પેસતાં ભગવાનનાં દર્શન થાય એટલે મસ્તકે બે હાથ ભેગાં કરી પગે લગાય, એ વિધિ, જ્યારે આ તો ગભારા સુધી પહોંચે ત્યાં સુધી હાથ ન જોડાય, એનો અર્થ એ કે પરમાત્મા પર તેવો પ્રેમ નથી. ઓફિસમાં પેસતાં જ ઑફિસરને સલામ ભરે અને અહીં દેવ, ગુરુ, ધર્મ પાસે છાતી અક્કડ રાખે ત્યારે માનવું પડે કે એની છાતીમાં કાંઈક રોગ થયો છે. પછી એમાં પરિણમન ક્યાંથી થાય ? ઠીક છે રૂઢિ ખાતર આવે છે. મોઢે એ ગમે તેટલી ડંફાસ મારે પણ શાસ્ત્ર એની મોઢાની એકે વાત માની નથી. શાસ્ત્ર તો દરેક પાસે એની ભૂમિકાને યોગ્ય કરવા જોગી કરણી માગે જ. શાસ્ત્ર તો એવું બોલો તેવો અમલ માગે છે. સર્વવિરતિધરને પૂછે કે, “તારે ઘર છે? જો હા કહે તો શાસ્ત્ર કહી દે કે “તું સર્વવિરતિધર નહિ.' ગૃહિલિંગમાં પણ કેવળજ્ઞાન થાય, છતાં દેવ આવીને મુનિવેષ ન આપે ત્યાં સુધી એ આત્મા પોતાને કેવલી તરીકે ન જણાવે. દેવ ન આવે તો લોક જાણે પણ નહિ કે આ કેવલી છે. દેવ આવીને વેષ આપે અને એ વેષને ધારણ કરીને મહાત્મા ચાલે, ત્યારે લોક જાણે કે આ કેવલી ભગવંત છે. સભા: રસ્તામાં કોઈ સાધુ એમને મળે તો એ નમે ખરા? એ અનંતજ્ઞાની છે, યોગ્ય રીતે જ વર્તે, વ્યવહારનું ઉલ્લંઘન થાય ત્યાં જાય જ નહિ. જૈનશાસનની વિધિ એવા પ્રસંગે જુદી છે. કોઈ શિષ્યને કેવળજ્ઞાન થાય પણ ગુરુ એ જાણે નહિ ત્યાં સુધી શિષ્ય વંદન, ભક્તિ વગેરે તમામ વ્યવહાર સાચવે. વ્યવહારને એ લંધે નહિ. ટૂંકમાં તે તે ગુણસ્થાનકની ક્રિયા તે તે ગુણસ્થાનકે જોઈએ. વિનીત. ગુરુને હાથ જોડે જ : સર્વવિરતિધરે ઘર છોડવું જ પડે. ઘેર બેઠે જો સર્વવિરતિધર કહેવરાવાતું હોય તો કોણ ન કહેવરાવે ? સમ્યગ્દષ્ટિએ પણ સમ્યક્તની કરણી તો કરવી Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ –– – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1998 જ પડે. આ તો કહે છે કે વર્તીએ મરજી મુજબ પણ શાસ્ત્ર કહેલો ઇલ્કાબ જોઈએ, તો એ મળે ? તે તે સ્થાનને અનુરૂપ ક્રિયા કરવી જોઈએ. વિનીત થનારો ગુરુને હાથ જોડે જ, તહત્તિ કહે જ. મરજી મુજબ ચાલનારો વિનીત કહેવાય ? પચીસ રૂપિયાના પગારદાર પોલીસ ઉપર પણ કેટલી જોખમદારી ! ગમે તેવા સંયોગોમાં પણ ઊભો હોય ત્યાંથી ખસાય નહિ. સૂર્યનો તાપ હોય, લલાટ તપતું હોય પણ મોં ફેરવાય નહિ. ફેરફાર કરે તો પટો જાય અને ઘેર બેસવું પડે. પચીસ રૂપિયાના પટાની જો આટલી કિંમત તો આ સમત્વ વગેરે ધર્મના પટાની કિંમત જ નહિ ? જો એમ જ હોય અને માથે કોઈ ફરજ જ ન હોય, તો માનો કે એ પટો જ નથી. સંસારમાં રખડવું હોય તેને માટે આ વાત નથી, સંસારસાગર તરવો હોય તેના માટેની વાત છે. જેવા હો એવા દેખાઓ : જે ગુણ પામ્યા કહેવરાવવા, તેને અનુરૂપ કરણી કરવી જોઈએ, એમાં પોલ ન ચાલે. કષાય અને ઇંદ્રિયોને આધીન થાય તે સંસારી અને એને જીતે તે મુક્તિમાં જવાના. કષાય અને ઇંદ્રિયો જેમ જીતાય તેમ ગુણ વધે. કરણીની દરકાર વિના પોતાની જાતને ગુણવાન મનાવનાર ભલે મનાવે પણ લાભ નહિ મળે. શાસ્ત્ર કહે છે કે એ રીતે પાંચ-પચીસ વરસ ખોટું મનાવવામાં ભવિષ્યમાં તેલ નીકળશે. દંભથી ગુણવાન બનાવવાનો નતીજો ભયંકર આવશે. ગુણ ન હોય તો “ગુણ નથી' એમ કહી દો અને ગુણીના શરણે જાઓ, અને ગુણી કહેવરાવવા માગતા હો તો તેવો વર્તાવ કરો. ખાય રોજ બદામનો શીરો અને હું તો એ કડવો કરીને ખાઉં ' એમ કહે એ મનાય ? ભડકું ખાતાં પણ એટલો જ આનંદ માને તો એ મનાય. જે વખતે જે ચીજ મળે તેમાં બરાબર સમભાવ રહે, ઇંદ્રિયો ફંટાય નહિ, મોં બગડે નહિ, ગળામાં પેસતાં અટકે નહિ તો તો એ વાત મનાય પણ એમ ન થતું હોય છતાં એવા વિરાગનો દાવો કરે તો શાસ્ત્ર કહે છે કે “તું કોને ઠગે છે? આ તારા બાપ સર્વજ્ઞ છે. મોક્ષે જવામાં પોલ નહિ ચાલે.' કેવળજ્ઞાન પામવાની તદ્દન યોગ્યતાવાળાને પણ માત્ર સાત લવના આયુષ્યની ખામીને લઈને તેત્રીસ સાગરોપમ સંસારમાં વધારે રહેવું પડ્યું તો મારી તમારી કઈ હાલત ? પોતાની જાતે જ પોતાને ઊંચા મનાવવું હોય તો Page #275 -------------------------------------------------------------------------- ________________ 1991 – ૧૭ઃ સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ - ૧૩૩ – ૨૫૯ મનાવો, અજ્ઞાન જગતથી પૂજાવાના લહાવા લઈ લો પણ શાસ્ત્રકાર કહે છે કે પછી અટવી બહુ મોટી છે, ચોરાશી લાખ જીવાયોનિ છે, તેત્રીસ તેત્રીસ સાગરોપમોનાં મોટાં આયુષ્ય છે, અનંતો કાળ પસાર કરવો હોય તો જગ્યા છે. ગુણવાન બની ગુણી તરીકે ઓળખાય એના માટે મોક્ષ છે, ગુણહીન બની ગુણી કહેવરાવનાર માટે સંસાર છે. તિજોરીમાં કાણું છતાં પાઘડી લાલચોળ રાખનાર માટે એક દિવસ દેવાળિયાનો ચાંદ નિયત છે. જોઈ જોઈને ચાલશે તો સચવાશે. જૈનશાસને કોઈની શરમ નથી રાખી. ભગવાન મહાવીરદેવના આત્માને પણ છૂટ ન આપી. “હશે હવે ! તીર્થંકર દેવનો જીવ છે માટે જવા દો' એ વાત ત્યાં ન હતી. તીર્થંકર થશે ત્યારે નહિ કનડીએ, ત્યારે તો પૂજીશું, હાથ જોડીશું પણ વાંકા ચાલે ત્યાં સુધી તો એ પણ રખડે. જે સ્થાનમાં બેઠા છો અને જે સ્થાનમાં જવું હોય તેને યોગ્ય ગુણો કેળવો. તમને અને અમને બેયને સરખો ઉપદેશ છે. અનંતજ્ઞાનીએ ન તમારી કે ન અમારી બેમાંથી કોઈની જરાયે શરમ રાખી નથી. બેય માટે ચીલો સરખો જ રાખ્યો. કર્મસત્તાનાં ઊંડાં ગણિત : સભા: પાપનો નતીજો તરત ન મળે અને પછી મળે એનું કારણ ? તરત નતીજો પૂરો ન અપાય. તરત સજા તો અજ્ઞાની કરે, ડાહ્યો તો પછી જ કરે. ગૂમડું પણ પાક્યા પછી જ બૂમરાણ કરાવે. પાપ બંધાતાંની સાથે સ્થિતિ બંધાય છે. સ્થિતિ પ્રમાણે અબાધાકાળ નક્કી થાય છે. અબાધાકાળ પૂરો થાય ત્યારે જ કર્મસત્તાને મઝા આવે. તરત સજા થાય એ એવો અનુભવ ન આપે. ઉતાવળ તો અજ્ઞાન કરે. કર્મસત્તા તો જાણે છે કે બચ્ચો હવે ક્યાં જવાનો છે? ભાગી જવાનો ભય હોય એ ગુનેગારને તરત પકડે. કર્મસત્તા તો માને છે કે દીકરો બરાબર સાણસામાં આવ્યો છે. એ શું કામ ઉતાવળ કરે ? પાપાનુબંધી પુણ્ય બહુ ભયંકર છે. એ સુખ-સાહ્યબીમાં જીવને બરાબર મહાલવા દે, લોકો એનાં વખાણ કરે, એ સાંભળીને એ ખૂબ ફુલાય, એને ખૂબ ઊંચે ચડાવે અને પછી એ એવો ખાડામાં ગબડે કે એક હાડકું સાજું ન રહે. એ ફરી ઊંચો આવે જ નહિ. જે પુણ્યના ભોગવટામાં આત્મા પર પાપનો ધસારો ચાલુ જ છે, એ પાપાનુબંધી પુણ્ય. સાચો વીર કાયરને પહેલાં દોરી ખૂબ ખેંચવા દે પણ પછી એવી ઢીલી મૂકી દે કે પેલાના હાથમાંથી દોરી તો છૂટી જાય પણ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૦ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - ૧૦૭ એવો પછડાય કે બધાં હાડકાં ભાંગે. કર્મસત્તાનાં ગણિત બહુ ઊંડાં છે, જે એને સમજે તે જ બચે. બાકી બધા મટે. માટે કહું છું કે, ગુણવાન દેખાવા કરતાં ગુણવાન બનવાની મહેનત કરો. જેવા હો તેવા દેખાવાનું નક્કી કરો ઉત્તમ એવા જૈનશાસન સમજનારને ગુણવાન બનાવવાનો દંભ કેમ ગમે ? ગુણહીન છતાં ગુણવાન કહેવરાવવાનું મન થાય ત્યારે આત્માને કહેવું કે તું ચોટ્ટો છે. છબસ્થો પાસે પોલ ભલે ચાલે પણ જ્ઞાની પાસે પોલ ચલાવવા જઈશ તો શાસ્ત્ર કહે છે કે “મુખ ! મરી જઈશ. કોઈ એવી જગ્યાએ ફેંકાઈ જઈશ કે પત્તો પણ નહિ લાગે.' જૈનશાસનમાં એક એક કર્મના સ્વરૂપનું બારીક વર્ણન કર્યું છે. નાના અશુભ કર્મનો બંધ પણ કેટલો મોટો પડી શકે છે તેનું ઝીણામાં ઝીણું ધ્યાન આપ્યું છે. ઘોર તપસ્વીને પણ કેવા પપ્પા પડી શકે છે, એ એમાં જણાવ્યું છે. એવું શાસન પામ્યા છતાં ગુણહીન ગુણી મનાવવાનો દાવો કરે તો એનો અર્થ એ કે એ જૈનશાસન પામ્યો જ નથી. જેવા હો તેવા દેખાવાનું નક્કી કરો. આપણે ખરાબ હોઈએ ને કોઈ ખરાબ કહે તો એટલેથી જ પત્યું, પરંતુ ખરાબ છતાં સારા દેખાવાનો દંભ અહીં ભલે નભે પણ કર્મ નહિ છોડે. તારકની સામે તરંગ કે મનકલ્પના ન હોય ? જે સ્થાને રહ્યા છો તે સ્થાનની ફરજ બજાવો. આ દેવ, ગુરુ અને આગમને તારક માન્યા પછી એની સામે તરંગ કે મન કલ્પના ન હોય. શાસ્ત્ર કહે તે ગુણ ખરો માનવો અને વર્તાવ તેવો ન કરવો એનું કારણ? નંદીષેણ સાચા વૈયાવચ્ચી હતા. એ ગુણથી તો દેવલોકમાં ઈન્દ્રને પણ એમની પ્રશંસા કરવી પડી. પણ એ તો એમ જ માનતા હતા કે મારામાં વૈયાવચ્ચની જોઈએ તેવી તાકાત નથી. વૈયાવચ્ચ ગુણ જેવો પ્રગટ થવો જોઈએ તેવો થયો નથી. વૈયાવચ્ચ કરનારને આળસ ન પાલવે. જેને જે જે ગુણના અધિકારી થવું હોય તેણે આજુબાજુની બધી સામગ્રી મેળવવી જોઈએ. શ્રી ગૌતમ મહારાજ વિનીત હતા, ચાર જ્ઞાનના ધણી અને પોતે જ દ્વાદશાંગીના રચનાર હતા, છતાં પ્રભુને પૂછ્યા વિના એક કદમ પણ નહોતા ભરતા. એમણે કદી એમ ન વિચાર્યું કે દ્વાદશાંગી તો મેં રચી છે પછી મારે પૂછવાની જરૂર શી ? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ગણધરદેવોએ સૂત્રમાં ગૂંથી અને પાળી. “ભગવાને કર્યું Page #277 -------------------------------------------------------------------------- ________________ 19 - ૧૭ : સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ - ૧૩૩ - ૨૦૧ તેમજ કરવું, એવો આગ્રહ એમણે પણ ન રાખ્યો, કેમ કે એથી હાલત કફોડી થાય, એમ જાણતા હતા. તેઓ હૃદયથી એમ જ માનતા કે ભગવાન તે ભગવાન અને અમે તે અમે, અમારે તો તેમની આજ્ઞા જ પાળવાની. સમ્યની કરણી : સાચું માન્યું ત્યાં સદ્ભાવ અને એ જોગી કરણી જોઈએ. ગુણવાનનો ભેટો થાય અને ગુણાનુરાગીથી હાથ ન જોડાય ? એમ છતાં એ ગુણાનુરાગી કહેવરાવે તો માનવું કે એ માનપાનનો ભૂખ્યો છે, બાકી વસ્તુતઃ ગુણનો રાગ નથી. જૈનશાસનનો વ્યવહારથી એ કાયદો કે જેના હાથમાં ઓઘો તે સાધુ, વ્રતો સ્વીકારે તે દેશવિરતિ અને પ્રભુની આજ્ઞા પર અખંડ પ્રેમ હોય તથા દેશવિરતિધર અને સર્વવિરતિધરને હાથ જોડે તે સમ્યગ્દષ્ટિ, બાકીના બધા મિથ્યાદૃષ્ટિ. હાથમાં ઓઘો દેખાય છતાં એના પ્રત્યે સભાવ ન હોય, બેદરકારી કે ઉપેક્ષા હોય તો એ પણ મિથ્યાષ્ટિ. એમ માલૂમ પડી જાય તો એ સાચું હોય તો પણ એને વંદન ન થાય. મુનિને મહાવ્રતની પરવા ન હોય ? ગુણી કહેવરાવનારને ગુણનો ખ્યાલ જ ન હોય ? વ્રતધારી કહેવરાવે અને ફરજનું બિલકુલ ભાન નહિ એ નભે ? પોતે ભણેલો નથી એમ કહેતો હોય તો પછી ગુરુ કહે તેમ વર્તે અને ગુરુના કહ્યા મુજબ વર્તુ છું એમ કહે. પૂજા કોઈક દિવસ કરું છું, એવું સમ્યગ્દષ્ટિ બોલે ? ખાય રોજ, પીએ રોજ, ઊંઘે રોજ અને પૂજા કોઈક દિવસે ! આ તો દંભ નથી ? શાસ્ત્ર કહે છે કે જિનપૂજા વિના, ગુરુસેવા વિના, ધર્મશ્રવણ વિના સમ્યગ્દષ્ટિ ન રહે. એના હૈયામાં ધર્મ ન હોય એ બને ? આપતું કાળે કોઈ વખત ન બને તો પણ એને ભયંકર પશ્ચાત્તાપ થાય. શુશ્રુષા, ધર્મરાગ અને દેવગુરુની ભક્તિ એ સમ્યક્તની કરણી. ઘરનું કહેવાની શાસ્ત્ર ના કહી છે : સભા : જ્યાં બીજું કહેવાતું હોય ત્યાં સુશ્રુષા હોય ? એમાં તો વાંકું થયું. એ જિનવાણી ન રહી પણ ઘરવાણી થઈ. આ તો જિનવાણીની વાત ચાલે છે. ઘરવાણી તો તમારી પાસે પણ ક્યાં નથી ? ઘરવાણી સૌ સૌની જુદી. હોશિયાર હોય તે બહુ બોલે, બીજો થોડું બોલે. પેલો વધારે પ્રપંચી, બીજો ઓછો. પરંતુ અહીં પ્રપંચની વાત નથી. અહીં તો જિનવાણીની Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ વાત છે. ઘરનું કહેવાની શાસ્ત્ર ના કહી છે. ગણધરદેવોએ પણ કહ્યું કે, ‘અમે ભગવાન મહાવીરદેવે જે કહ્યું તે કહીએ છીએ.' નથી કહ્યું તે કહેવા એ પણ તૈયાર નથી. જ્યાં વાંકું થયું, ઘરવાણી થઈ ત્યાં તો એ સાંભળવાથી શ્રાવકપણું કલંકિત થાય છે. જે ગુણસ્થાનકે રહ્યો એની કરણી વિના ન ચાલે. ઉત્કટ વિનય ન બને પણ હાથ જોડાય, હૈયું ઊછળે, શિર ઝૂકે, એ તો બને ને ? મુનિને છેલ્લી હદનું ઊંચું સાતમાની નિકટનું છઠ્ઠું ગુણઠાણું ન હોય એ માની શકાય પણ પ્રારંભનું છઠ્ઠું તો હોય ને ? ત્યાં પણ મર્યાદા તો ખરી ને ? મર્યાદા નાશ પામે તો ? તે તે સ્થાને રહેલા આત્મા માટે તે તે ક્રિયા જ્ઞાનીએ નિયત કરી છે. મુનિને દેખીને શ્રાવક હાથ જોડે. ઘેર સાધર્મિક પધારે તો ગાદી ન હોય તો કોથળો પાથરે, હાથ જોડી ‘પધારો, ઘર પાવન કરો’ એમ કહે, સાધર્મિકના યોગને સારો માને. તમે જેને પૂજો એને પૂજનારો તમારા ઘેર આવે, તો એને સામે લેવા જવાનું મન ન થાય ? એકસરખી વસ્તુનો વેપાર કરનારા પરસ્પર કેવો પ્રેમ રાખે છે ? સાધર્મિકે મળે ત્યાં જયજિનેંદ્ર ન બોલાય ? હાથ ઊંચા ન થાય ? ધર્મચર્ચા ન થાય ? દુનિયાનો સાચો સ્નેહી, સંબંધી, ને સાથી તો શાસ્ત્ર એને કહ્યો છે. માબાપને સાચા સંબંધી માનવાની શાસ્ત્ર ના કહી. આચાર્ય, ઉપાધ્યાય ને સાધુનું કર્તવ્ય : અરિહંત તથા સિદ્ધને તો દેવકોટિમાં મૂક્યા. આચાર્ય કોણ ? તો કહ્યું કે પાંચે આચાર પાળે અને બીજાને પળાવે તે. એ પાંચ આચાર કયા ? જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આમાં હવે કાંઈ બાકી રહ્યું ? એ પાંચે આચાર પોતે પાળે, બીજાને પળાવે અને પાળવાના રસિયા બનાવે એ આચાર્ય. એ પાંચે આચાર આવે તો સંસાર છૂટી જાય. 1970 પાંચે આચારમાં પોતે પ્રવીણ બને, પાલન કરે, બીજાને પળાવે તે જૈનશાસનના આચાર્ય, પણ એ પાંચે આચારનું જે ખંડન કરે, એ માર્ગ ૫૨ અરુચિ થાય તેવું બોલે તે આચાર્ય નથી. ‘ધર્મ ન થાય તો વાંધો નહિ' એમ કહેવું તે વીર્યાચારનું ખંડન છે. કોઈ એમ કહે કે મારાથી પૂજા નથી થતી તો આચાર્ય પૂછે કે કેમ ન થાય ? પણ એમ ન કહે કે ‘કાંઈ નહિ, ન થાય તો ચાલે.’ સામાના રોદણામાં એ ભેગા ન ભળે, કાણ ભેગી કાણ એ ન માંડે. આચાર્ય તો કહે કે આવી સશક્ત કાયા છે અને પૂજા ન બને એનું કારણ ? વિદ્યાર્થી કહે કે દાખલો નથી Page #279 -------------------------------------------------------------------------- ________________ 1971 - ૧૭ઃ સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ – ૧૩૩ - ૨૬૩ આવડતો, તો માસ્તર કહે કે બતાવ ! શું નથી સમજાતું ? પણ એમ ન કહે કે કાંઈ નહિ ત્યારે, મૂક એને એક બાજુ.” ઉપાધ્યાય પોતે આગમના પારગામી હોય અને બીજાને એ જ્ઞાનનું પ્રદાન કરે. સાધુ પોતે મોક્ષમાર્ગને સાધે અને સાધનારને સહાય કરે. અદિઠ્ઠકલ્યાણકા' : આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણમાં સંસારપોષણની વાત ન આવે. સાધુ તમને ઘરમાં પુરાઈ રહેવામાં સહાય ન કરે પણ કાઢવામાં સહાય કરે. કૂવામાં ઉતારે નહિ પણ કૂવામાંથી બહાર નીકળવામાં સહાય કરે. એ જ રીતે જે ધર્મમાર્ગમાં સાથે જોડાય તે સાધર્મિક. જેનામાં આ ગુણો ન હોય તે નામથી ભલે કહેવાય પણ ગુણથી ન કહેવાય. આચાર પાળે નહિ, પળાવે નહિ, અને આચાર્ય કહેવરાવે તો શાસ્ત્ર કહે છે કે એવા આચાર્ય તો ઘણા થયા, થાય છે અને થશે પણ એ પોતેય ડૂબે અને બીજાને પણ ડુબાવે. બીજાને પીઠ પર લઈ નદીમાં ઝંપલાવે અને પછી હાથ પગ ન હલાવે તે પોતેય ન તરે અને બીજાને પણ ન તારે, પરંતુ બેય ડૂબે. આચાર પાળે નહિ, પળાવે નહિ, એ સંસારસાગર તરે શી રીતે ? અને જે પોતે જ ન તરે એ બીજાને તારે પણ શી રીતે ? આવી રીતે જે ડૂબે અને ડુબાવે તેને તો શાસ્ત્ર “અદિઠકલ્યાણકરા' કહ્યા છે. સભા: એટલે? એટલે એવાને ન જોયા સારા. એવાનું દર્શન ન કરવામાં જ કલ્યાણ. સાચી ક્ષાત્રવટ : શાહુકારનો સાથ મળે તો ઠીક નહિ તો એકલા જવું સારું પણ ચોરનો સાથ સારો નહિ કેમ કે એ તો સીટી વગાડી એના સાથીઓને બોલાવે અને સાથે રહીને લૂંટાવરાવે. પોતે આઘે જઈને ઊભો રહે ને કોઈ પૂછે તો કહે કે હું ક્યાં લૂંટું છું !” શાહુકાર તો પોતે લૂંટે નહિ અને પોતાનું ચાલે ત્યાં સુધી બીજાને લૂંટાવા દે નહિ. મારવાડના વળાઉ એવા કે પોતાના પ્રાણના ભોગે પણ જેનો વળાઉ થઈને નીકળ્યો એને લૂંટાવા ન દે. શરણે આવેલાનું ક્ષત્રિય બચ્ચો રક્ષણ કરે જ. શરણે આવેલાનું ભક્ષણ થતું હોય છતાં રક્ષણ ન કરે એનામાં ક્ષાત્રવટ નથી. તાજા બનાવની વાત કરું. એક શેઠનો નોકર જાતનો ક્ષત્રિય હતો. શેઠના દિકરાની વહુને તેડવા ગયો. લઈને આવતો હતો ત્યાં માર્ગમાં લૂંટારા મળ્યા. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 192 પોતે એકલો હતો, પેલા વધારે હતા. લૂંટ ચલાવી ત્યારે છેટે જઈને ઊભો રહ્યો. શેઠના દીકરાની વહુ અને તેની સાથેની સ્ત્રીઓએ છુપાવાય તેટલું છૂપાવ્યું, બાકીનું લૂંટીને પેલા ચાલવા માંડ્યા, ત્યારે પેલા ક્ષત્રિયને વિચાર આવ્યો કે આમ મારા દેખતાં લૂંટીને જાય અને હું લૂંટાવા દઉં તો ક્ષત્રિય શાનો ? એણે બાઈઓ પાસે બચેલા દાગીના બહાર કઢાવ્યા અને પેલા લૂંટારાઓને દેખાડી કહ્યું કે મૂર્ખાઓ ! હજી માલ ઘણો બાકી છે માટે પાછા આવો. પેલા આવ્યા અને બાકીનો માલ લેવા ત્રાટક્યા એટલે તરત પેલો આડું લઈને ફરી વળ્યો. ધીંગાણું મચ્યું, બૂમરાણ થઈ, નજીકના લોકો ભેગા થઈ ગયા, લૂંટારા ભાગ્યા અને માલ બચી ગયો પણ પોતે બરાબર ઘાયલ થયો. લોકો ગાડામાં નાંખી લઈ ગયા પણ એને પોતાની ફરજ બજાવ્યાનો આનંદ હતો. જેને આશ્રયે રહો તેની આશા ઉઠાવો ? જૈનશાસન મળ્યા છતાં લુંટાઈએ એ બને ? સાથ વગરના હોઈએ ને લૂંટાઈએ તો ઓરતો નહિ, પણ છતે સાથે લુંટાઈએ તો ? ગુણવાનમાં તે તે ગુણોની કરણી જોઈએ. તો જ જૈનશાસન પામ્યા એ સાર્થક. કહે છે કે “અમે તમારે શરણે આવ્યા પછી વર્તનની જરૂર શી ?” આ તો શ્રી જિનેશ્વરદેવને ઠપકો આપવા જેવી વાત થઈ. મંદિરમાં આવ્યા એટલે અમે શ્રાવક પણ શાસ્ત્ર પૂછે છે કે આવીને તેં ઉકાળ્યું શું? આ દેવ ગુરુ તો કહે છે કે અમે કહીએ તેમ વર્તે પછી વાંધો આવે તો કહેવું. પણ કહ્યાથી ઊલટા ચાલો ત્યાં શું થાય ? વ્યવહારમાં છોકરાને તમે તો સાચવો પણ પેલો રાત્રે ઊઠીને ભાગી જાય તો શું કરવું ? આશ્રિતનો એ ધર્મ કે જેનો આશ્રય હોય એની આજ્ઞા ઊઠાવે. ચોથા ગુણઠાણે જિનપૂજનાદિ ક્રિયા ન કરે, શુશ્રુષા-ધર્મરાગ અને દેવગુરુની ભક્તિની કરણી ન હોય તો શાસ્ત્ર કહે છે કે ચોથા ગુણઠાણાના સ્પર્શનની શંકા. ઉદારતા પણ છાજતી હોય ? સભા: અનંતજ્ઞાની સામાન લાયકાત કેમ જુએ ? એ તો આપવા જ બેઠા છે પછી જોવાનું શું ? આપવાથી જ સામો મરી જાય તો ? ધર્માદા દવાખાનામાં બધાને માત્રા આપે ? ન આપે, કેમ કે બધાને જીવાડવા છે, મારવા નથી. મહેમાન ઘરે આવે તો તમે ભલે ગમે તેટલા ઉદાર હો પણ ઘી પાઓ છો ? કેમ પાતા નથી ? અને Page #281 -------------------------------------------------------------------------- ________________ 1973 ૧૭ : સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ ૨૬૫ દાળભાતના ડૂચા શા માટે ખવડાવો છો ? માટે ઉદારતા પણ છાજતી હોય, મૂર્ખાઈ ભરેલી ન હોય. સાચી ઉદારતા તે કે જેને જે યોગ્ય હોય તેને તે આપે. કાયરની કેડે તલવાર ન લટકાવાય, એ તો વગર મોતે મરે. અનંતજ્ઞાની પણ લાયકાત મુજબ જ સૌને આપે. - ૧૩૩ ધૂનનમાં તો બધાને જ મૂકવાના ઃ ભગવાનની વાણી એ તો સિંહનાદ છે. સિંહનાદ થાય એટલે શિયાળિયાં નાસભાગ કરે. સિંહનાં દર્શન તો દૂર રહો પણ અવાજ થતાં જ બધાં ભાગાભાગ કરે છે. અમને પણ કહ્યું કે આ સિંહનાદ સાવધાનીથી કરજો નહિ તો આવતાવેંત ખા લોકો ભાગવા માંડશે. હજી તો દીક્ષા માટે બોલ્યો પણ નથી ત્યાં તો ઘોંઘાટ પાલુ થઈ ગયો છે. હવે ધૂનનમાં તો દીક્ષા જ આવશે. આટલા વખતથી હજી પીઠિકા ચાલે છે, ધૂનનની વાત તો આવી જ નથી, છતાં કહે છે કે, મહારાજ દીક્ષા વિના કાંઈ બોલતા જ નથી. આઠ વર્ષની દીક્ષાની વાત કરી પણ કોઈને ખાપી ? તેમ છતાં ઘોંઘાટ શાથી ? ધૂનન તો હજી હવે થવાનું છે. ઑપરેશન ૫રુ થતાં સુધી ડૉક્ટર દરદીને શાંતિ રખાવે પણ ચીરો મૂકવાનો આવે ત્યારે પગાંસંબંધીને બહાર કાઢે. પછી ત્યાં ઊભા રહેવાનું કોઈ કહે તો એ ચાલે ? ખ઼રીર તો દરદીનું પણ સોંપ્યું ડૉક્ટરને. ધૂનન ચાલુ થાય ત્યાં મા, બાપ, બૈરી, છોકરાં વગેરે કાંઈ ન જોવાય. ત્યાં તો સહુ માટે એક છોડવાની જ વાત. બધાને ૪ છોડવાના. પછી તો દેવ, ગુરુ અને આગમ એ ત્રણનું જ શરણ. છોડવું પડે તે પહેલાં છોડી બતાવો : ધૂનન ખોટું નથી. એક યા બીજી રીતે એ થવાનું તો છે જ. કમને અને પરાધીનપણે પણ જવાનું તો નક્કી જ છે. સ્નેહીને છોડીને તમે અગર તમને છોડીને સ્નેહી જવાના તો છે જ. ધૂનન થવાનું તો નક્કી જ છે તો આપણે જાતે ૬ કેમ ન કરવું ? ધૂનન ક્યારે થવાનું એ નક્કી હોત તોય ધૂળ નાંખી. એ માજેય થાય ને કાલ પણ થાય અને અત્યારે પણ થાય છતાં એને અંગે કાંઈ પણ રવું નહિ એનું કારણ ? જે નક્કી રહેવાનું નથી એની આશા અને જે ટકવાનું છે તેની આશા નહિ, એ મહામૂર્ખતા છે. જવું પડે એના કરતાં સ્વેચ્છાએ જવું, નીકળવું એ શું ખોટું ? ઉદાર થઈને આપે એ દાતાર, પણ લુંટાઈ જાય તો ? લૂંટ ાવાની એ નક્કી છતાં દાતાર ન બને તે કેવો ? છોડવું પડે તે પહેલાં છોડી Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –– - 1 બતાવો. તમારા પૂર્વજોને જેમ જવું પડ્યું તેમ જ તમારે જવું છે ? જો આ સમજાય અને ભાવના આવે અને એ ભાવનાનો શક્તિ મુજબ અમલ થાય તો એક પણ ધર્માદા ખાતું સિદાતું ન રહે. આ તો કોઈક સારા કામ માટે લેવા આવે તો કહે કે મારું કાંઈક રહેતું હોય તો આપું. ત્યાં શાસ્ત્ર કહે છે કે એને દાનની ભાવના જ નથી, એ તો નામનાનો ભૂખ્યો છે. દાતાર પાત્ર શોધે? દાતાર તો પાત્ર શોધે. એ તો બજારમાં મળે તો ત્યાં પણ આપે અને અટવીમાં મળે તો ત્યાં પણ આપે. અટવીમાં આપું તો કોઈને ખબર પડે નહિ માટે હું તો બજારમાં આપીશ, એવી ભાવનાવાળાથી દાન ન થાય.એ બજારમાં આવે ત્યાં તો પાત્ર ચાલ્યું જાય. આ તો નામના થતી હોય, પોઝીશન વધતું હોય, ચાર મોટા ગણાતાની સાથે ગાદીએ બેસવા મળતું હોય, આગળ પડતા ગણાતા નહોતા તે ગણાવાતું હોય તો આપવું, એ ઉદારતા નથી, એ તો વેપાર છે. દાતાર તો પાત્ર શોધતો ફરે. ક્યાં ખરચું ! એ કોઈને પૂછતો રહે. શ્રાવક માટે વિધિ બાંધી કે ગોચરી સમયે મુનિને બોલાવવા જાય, મુનિ ન આવે તો આંખમાં આંસુ આવે, આવે તો પાત્રમાં દેતી વખતે પણ આંખમાં હર્ષનાં આંસુ આવે. રબારીના દીકરાએ ખીર આપી તો શાલિભદ્ર થયો, સર્વાર્થસિદ્ધ ગયો અને મોક્ષ મેળવશે. તમે તો ઘણી ખીર આપો છો પણ એણે ખીરની થાળી ઊંધી વાળી એ ભાવના જુદી. એને પણ આડો હાથ રાખી માપસર દેતાં આવડતું હતું. પણ એમ ન કર્યું. ધર્મ માટે કેસરિયાં કરવાં પડશે : - શ્રી જિનેશ્વરદેવનો ધર્મ ક્ષત્રિયોનો છે, વાણિયાનો નથી. કેસરિયાં કરવાનાં છે. કપડાં સંકોરે એનાથી ધર્મ ન થાય. ક્ષત્રિયો તો ધર્મ જતાં પહેલાં પોતે ખપી જાય. એ તો “યા હોમ' કરીને તૂટી પડે. રાજ્ય ગુમાવવાનું બને તે પહેલાં એ પ્રાણની આહુતિ આપી દે. રાજ્ય રાખવા માટે એ પ્રાણની બાજી ખેલે. ક્ષાત્રવટ ક્ષત્રિયોમાં જ આવે એવો નિયમ નથી. વસ્તુસ્વરૂપ સમજાય તો બધામાં આવે. રબારીના દીકરામાં ક્ષાત્રવટ આવી. ખીર આપીને પણ એને થાય છે કે આ જ અમૃત આહાર છે, જે કદાપિ ક્ષય પામે તેવો નથી. મુનિ ગયા પછી એ રબારીનો દીકરો થાળી ચાટે છે. માં આવીને પૂછે છે કે “દીકરા ! બધી ખાઈ ગયો ?' ત્યારે બોલતો નથી. માએ બીજી આપી એ ખાય છે પણ પહેલી મેં મુનિને આપી દીધી Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૭ : સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ - ૧૩૩ એમ કહેતો નથી, એ કેટલી ગંભીરતા ? મુનિને આપેલા દાનના આનંદમાં એ એટલો તરબોળ છે કે બીજું કાંઈ કહેવાની એને ફુ૨સદ જ નથી. રંકને ઘેર મુનિ આવ્યા એ મહાન ભાગ્યોદય, એમ એ વિચારી રહ્યો છે. આજની વાત તો થાય તેમ નથી. શેર આપીને મણની વાત ન કરે ત્યાં સુધી જીવને ઠંડક ન વળે. વાતવાતમાં એ બોલે કે અમે છીએ માટે આ સાધુઓ જીવે છે. 1975 ભગવાનના અગિયાર ગણધરોએ એમ ન કહ્યું કે ‘અમે ન હોત તો ભગવાનની દ્વાદશાંગી કોણ રચત ?' પણ એમણે એમ કહ્યું કે ‘ભગવાન ન હોત તો અમે દ્વાદશાંગી પામત ક્યાંથી ?' એ વાત આજનાઓને ગળે નહિ ઊતરે. ઉદાર તો પોતાની ઉદારતાને સફળ કરવા પાત્ર શોધે. પાત્ર મળે ત્યાં ઝૂકે. મુનિપણામાં, દેશવિરતિપણામાં અને સમ્યગ્દષ્ટિપણામાં રહેલાઓમાં તે તે ભૂમિકાના ગુણો જોઈએ અને તેને અનુરૂપ કરણી જોઈએ. એ પણ પ્રભુના શાસનમાં રહેલા ગણાય અને તે જ સંઘ. એ સંઘ પચીસમો તીર્થંકર. એની આજ્ઞા એ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાતુલ્ય માન્ય. એની આજ્ઞા ન માને તે વિરાધક પાપાત્મા. પણ કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી, એવું ટોળું ન પાલવે. સંસારીનું ટોળું મોટું અને ત્યાગી થોડા. તમે તમારું જ ખેંચો તો અહીં શું રહે ? આ સ્થાનને અમારે તમારે બેયે દીપાવવાનું. આ સિવાયના આજ્ઞા બહારના તે સંઘ બહાર. આપણે મૂકતા નથી પણ આ તો સમજવાની વાત છે. ૨૭૭ સભા : આપોઆપ મુકાયેલા છે. ગુણને યોગ્ય ક્રિયા જોઈએ જ : મુનિવેષ રાખવો અને મુનિપણું વેચી ખાવું એ કેમ ચાલે ? સભા : એ તો મુનિપણાનું ખૂન કહેવાય. તુંબડીનો ગુણ પાણીમાં તરવાનો પણ માટી અને કાદવવાળી થાય કે તરત નીચે જ જાય. કાદવ વગરની હોય તો જ ઉ૫૨ ૨હે. ધર્મી કહેવરાવનારે ધર્મ કરવો જ જોઈએ. રોજ માલ ખાવા અને વિરાગી કહેવરાવવું એ નભે ? પૂર્વના મહાપુરુષોમાં વૈરાગ્ય હતો છતાં પોતાને રાગના બંધનમાં માનતા હતા. આજે રાગમાં પડ્યા છતાં વિરાગી કહેવરાવનારા વસ્તુતઃ વિરાગી નહિ પણ ઢોંગી છે. છ ખંડના માલીક ચક્રવર્તીને જૈનશાસનમાં સ્થાન શાથી ? છ ખંડની Page #284 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ માલિકીમાં કલ્યાણ માનવાથી નહિ પણ ન માનવાથી. શ્રી જિનેશ્વરદેવની સેવામાં ફાળો આપ્યો માટે એ સમ્યગ્દષ્ટિ કહેવાણા. ગુણને યોગ્ય ક્રિયા વિના ગુણીને ચેન જ ન પડે. ૨૭૮ પડિક્કમણું કરનારા નવરા નથી : વેપારી રોજ સાંજે મેળ મેળવે. પેઢી માત્ર કાચે ખરડે ન ચાલે. પાકા ચોપડા, ખાતાવહી એ બધું જોઈએ. બાપદાદાની પેઢી અને માત્ર કાચે ખરડે ચાલે ? ઝાંખી પેન્સિલ અને સડેલા કાગળ અને કાચે ખરડે ચલાવે તો એ પેઢી થોડા સમયમાં ભીખ માગે. કાચો ખરડો તો માત્ર યાદી પૂરતો, બાકી સાંજ પડ્યે પાકા ચોપડામાં કાળીભમ્મર શાહીથી બધું પાકું લખાઈ જાય. નામું લખનારા પણ સારા પગારદાર હોય. ખાતાવહીમાં, નામવાર, તાલુકાવાર, લત્તાવાર ખાતાં રાખે. દીવાળી આવતાં સરવૈયું તૈયા૨. ત્યાં જેમ આ બધું છે તેમ અહીં કાંઈ છે ? કાચો પાકો કોઈ મેળ રાખ્યો છે ? બે વખત પડિક્કમણું એ પણ જીવનનો મોટો મેળ છે પણ એ તો નવરા કરે એમ માન્યું. ન કરે છતાં કરતાં હોય તેને હાથ જોડે તોય ધૂળ નાંખી પણ આ તો પોતે કરે નહિ અને કરનારને નવરાનો ઇલકાબ આપે, ભગતડો કહે અને પોતાને શ્રાવક તથા સમ્યગ્દષ્ટિ કહે તો એ મનાય ? ક૨ના૨ને અંધશ્રદ્ધાળુ કહે અને પોતાને સમજદાર ગણાવે એ ચાલે ? 1976 સભા : વ્યવહારમાં પોતાની શાખ રાખવા એ લોકો બધું કરે છે. હવે અહીં ધૂનન આવે છે. અત્યાર સુધી આછો ત્યાગ હતો હવે કઠિન ત્યાગ આવશે. સભા ઃ આછો ત્યાગ હતો માટે આટલા ભેળાં થાય છે. આછા ત્યાગે ભેળા તો કર્યા પણ પાકા ત્યાગે એ ટકે તો ખરા, અત્યાર સુધી માનવાની વાત હતી હવે તો કહે છે કે માનો છો તો અમલમાં મૂકો. નથી મુકાતું તેને મુકાવવાનો પ્રયત્ન છે. આચારાંગમાં ધૂનનનો ક્રમ છે. કર્મધૂનન માટે બધાં ધૂનન છે. ધૂનન મોક્ષે જવા માટે છે. સંસારમાં દુઃખ છે માટે મોક્ષે જવું છે. સંસારમાં સુખ હોય તો સાબિત કરો. સંસારની ચારે ગતિનું દુઃખ ગ્રંથકાર પહેલાં બતાવી ગયા. સંસારમાં સુખ હોય તો બતાવવાનું આહ્વાન કર્યું હતું અને છે એમ માનનારા કોઈએ બતાવ્યું નહિ, હોય તો હજી પણ બોલો. માટે સાબિત થાય છે કે તમે પણ સંસારમાં સુખ તો માનતા નથી. Page #285 -------------------------------------------------------------------------- ________________ 19m - ૧૭ : સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ - ૧૩૩ - ૨૦૯ ઘર્મક્રિયામાં મૌન ન હોય ? આજે મૌન એકાદશી છે. મૌન પાપક્રિયામાં હોય, ધર્મક્રિયામાં મૌન ન હોય. જ્ઞાની તો સંસાર દુઃખમય છે એટલું જ કહીને અટકતા નથી પણ પરિણામે દુઃખફલક છે અને પરંપરાએ પણ દુઃખ જ છે. એમ કહે છે. વસ્તુ કાળી છે, એનું ફળ કાળું છે અને એની પરંપરા પણ કાળી છે. સંસાર દુઃખમય છે, એના સેવનથી પરિણામ દુઃખનું છે અને એ દુઃખ કાઢવા પાપ કરવાથી પરંપરા પણ દુઃખની છે. લક્ષ્મીનો મોહ એ પાપ છે, એનો સહવાસ એ પાપ છે અને એની આસક્તિમાં રહીને મરે તો દુર્ગતિ જ થાય. મમ્મણશેઠને ઘેર એટલી લક્ષ્મી હતી કે જેના સુવર્ણમય બળદનાં રત્નમય બે શીંગડાં બનાવવા માટે શ્રેણિકના ભંડારમાં લક્ષ્મી નહોતી. એ બળદને ભોંયરામાં રાખ્યો હતો. પોતે તેલ ને ચોળા ખાઈને જીવન પૂરું કર્યું અને મરીને સાતમી નરકે ગયો. એની એટલી અઢળક લક્ષ્મીએ પણ એને સ્વર્ગે ન પહોંચાડ્યો, તો તમારી આટલીશી લક્ષ્મી તમને સ્વર્ગે પહોંચાડશે ? રબારીના છોકરાની થોડીશી ખીરે એને શાલિભદ્ર બનાવ્યો. શાસ્ત્ર એના દાનની નોંધ લીધી. એ શાસ્ત્રકારોને કહેવા નહોતો ગયો છતાં એની નોંધ લેવાઈ. તમારે પણ શાસ્ત્રના પાને નામ લખાવવું છે ? માન પણ અહીં મળશે તે દુનિયામાં બીજે નહિ મળે, પણ માન મળવાની આશાએ કરશો તો કોઈ ઊભા રહેવા નહિ દે. બોલો થોડું અને કરો ઘણું : આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ તેમાંયે શ્રાવકનું કુળ મળ્યું છે તે નિષ્ફળ જાય અને છતી સામગ્રીએ ભીખ માગવી પડે એવું જીવન જીવવું એ મોટી મૂર્ખતા છે. આવી સામગ્રી ફરી ફરી નહિ મળે, આવા ટોણા મારનાર ફરી ફરી નહિ મળે, અને ગુસ્સો ખમીને તથા ગાળો ખાઈને પણ સાચું સંભળાવનાર ફરી ફરી નહિ મળે. આ વાત જચે તો અંગીકાર કરો, ન જચે તો ઉપાય નથી. આવી સામગ્રી મળ્યા છતાં ન સાધો તો વાતોડિયા વહીવંચા કહેવાશો. બોલો થોડું અને કરો ઘણું પણ બોલવું ઘણું અને કરવું કાંઈ નહિ એ સજ્જનનું ચિહ્ન નથી. જૈનશાસન પામ્યાનું એ ફળ નથી. ફળ ભાગ્યાધીન છતાં ધર્મ સાચવવા બધું થાય. શક્તિ, સંયોગ, સામગ્રી તથા સાધન છતાં પ્રયત્ન ન કરીએ તો પ્રયત્ન ન Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 1978 કરવાના પાપના ભાગીદાર આપણે છીએ. એ પાપની ભાગીદારી આપણા ખાતે ન ઊધરે એની કાળજી રાખો, નહિ તો એ ઊધરેલું પછી પૂરું કોણ કરશે ? થોડેથી પતાવો નહિ તો લાંબું થયે લાંબા થવું પડશે. ધૂનનમાં સૌ પ્રથમ સ્વજન ધૂનન : સંસારનું દુઃખ મટાડવા માટે ધૂનન છે. એમાં સૌ પ્રથમ સ્વજન ધૂનન છે, કેમ કે બાંધીને પકડી રાખનારા તો એ છે. મરુદેવા માતાએ જ્યારે ભરતને કહ્યું કે “મારો ઋષભ અટવીમાં ગયો, ત્યાં રખડી રખડીને દુઃખ વેઠે છે, છતાં તે એની ખબર લેતો નથી,” ત્યારે ભરતે કહ્યું કે “સંસારસાગર તરવામાં ગળે શિલા જેવા આપણો એમણે ત્યાગ કર્યો એમાં ખોટું શું કર્યું?” અતિ વહાલી શિલા પણ તરનારે તો છોડવી જ પડે. વાલની વીંટી તથા માતાપિતા, કાકા મામા વગેરે બધા સંબંધો છોડાય તો ધૂનન થાય. આ વિષે ગ્રંથકાર આગળ શું ફરમાવે છે તે હવે પછી - Page #287 -------------------------------------------------------------------------- ________________ ૧૮ઃ જ્યાં ભાવના લુકની ત્યાં સમ્યગ્દર્શન નહિઃ 1134 J-131 વિ. સં. ૧૯૮૭ માગસર સુદ-૧૨ શુક્રવાર તા. ૧૩-૧૨-૧૯૨૯ • ગુણ ગમે તો ગુણીની પૂજા થાય : • એ અધ્યાત્મભાવ નહિ પણ અંધાત્મ-ભાવ છેઃ • ઘસડાવું અને ધસવું એ બેમાં ફેર છે : • આગમ વાંચવાની તમને મનાઈ કેમ ? • ધર્મીનો ગમો એ અધર્મીનો અણગમો : ૯ ધૂનનમાં કચરો કાઢવાનો છે : • સારી ચીજ આંખો મીંચીને પણ લેવાય : ૭ શાસ્ત્રો ને ચરિત્રોમાંથી ઊંધું શોધનારા : • ઘસડાય જાય એ ઉકાળે શું? ૦ એ ભગવાનની આશાતના છે : • વાંઝણી ભાવના નકામી : ૧ કરડા શબ્દો કોને કહ્યા છે ? • સમ્યગ્દષ્ટિ ક્રિયાને વર્ષે નહિ : ૦ બાળકોમાં સંસ્કાર ન પાડો એ તમારી ખામી : વિષયઃ સમ્યગ્દર્શનની સાથે આચાર જરૂરી. કોરી ભાવના કામ ન લાગે. ભાવના ખૂબ સારી હોય પણ એ સારી ભાવના પણ જો આચરણમાં ન મૂકાય તો. ભલીવાર ન આવે. ગુણ ગમે તો ગુણીને જોઈ તરત શિર ઝૂકવું જોઈએ, એની હૈયાથી અનુમોદના થવી જોઈએ અને શક્તિ પ્રમાણે એ ગુણને સ્વ-જીવનમાં અપનાવવા માટે જરૂરી પ્રયત્ન તો થવો જ જોઈએ. જિનેશ્વર દેવ અને સદ્ગુરુની પૂજા-સેવા તેમજ જિનવાણીનું શ્રવણ જેવા આચારો તો અનિવાર્ય છે. એ ન કરે અને એમાં “ચાલે' એમ બોલે એને સમકિતી કઈ રીતે કહી શકાય ? આ પ્રધાન સૂર સાથે વણાયેલ આ પ્રવચન જેમ જેમ આગળ વધે છે, તેમ અનેક અવાંતર પ્રશ્નોનાં સમાધાન પણ સમર્પે છે. ક્રિયા ન કરવી અને ધ્યાનનો ડોળ લઈ બેસવું એ અધ્યાત્મ નથી, પણ અંધાત્મ છે. એવા સુંદર શબ્દોની રમઝટથી આ પ્રવચન ખૂબ જ રમણીય બન્યું છે. ଏଯାଏ । • જે ગુણને ચાહો તે ગુણને જીવનમાં ઉતારો તો જ ગુણ ખીલે, નહિ તો આવેલો ગુણ ચાલ્યો જાય. • માન્યતા દિવસે દિવસે વર્તનમાં ન આવે તો એને સાચી માન્યતા કોણ કહે ? • નિશ્ચયનયની ભાવનાવાળો વ્યવહાર ક્રિયાનો કદી ઉચ્છેદ ન કરે. • છ ગુણઠાણે આવશ્યકને કોરાણે મૂકી ધ્યાનનો ડોળ કરે, એ મિથ્યાદષ્ટિ છે. • પ્રભુપૂજા પણ વિધિપૂર્વક કરે એ અધ્યાત્મ છે. આત્માને નિર્મળ કરે એવી બધી ક્રિયા અધ્યાત્મ છે. • શ્રી જિનેશ્વર દેવની મૂર્તિને જો ભગવાન માનો તો એને પૂજાય પણ રમાડાય નહિ. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : જ્યાં ભાવના લુખી, ત્યાં સમ્યગ્દર્શન નહિ ? ગુણ ગમે તો ગુણીની પૂજા થાય ? અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા સમજાવી ગયા કે સંસાર દુઃખમય છે અને વિષયાધીન આત્માઓ દુઃખમાં પણ સુખની કલ્પના કરીને વધુ ને વધુ દુઃખી થાય છે. હવે ધૂતવાદની શરૂઆત કરતાં પહેલાં માયા ભો ! શુસૂરત મો ! - એમ કહીને શિષ્યને આમંત્રણ કરીને સાંભળવાનો અર્થી બનાવે છે અને સાવધાન બનીને સાંભળવાનું કહે છે. અર્થીપણું ન આવે ત્યાં સુધી વસ્તુનો સ્વીકાર થઈ શકતો નથી. આ બધી વાતોનું વર્ણન કરતાં આપણે એ મુદ્દા પર આવ્યા કે સમ્યગ્દષ્ટિને સર્વવિરતિપણાના અને દેશવિરતિપણાના મનોરથ હોય પણ છતી સામગ્રીએ જિનપૂજા, ગુરુભક્તિ તથા જિનવાણી શ્રવણના માત્ર મનોરથ કરે એ ન ચાલે. એ બધું કરવું સારું માને છતાં શક્તિ મુજબ કરે નહિ તો વસ્તુતઃ એનામાં સમ્યક્ત નથી એમ કહેવાય. ગુણીના ગુણનો સ્વીકાર કઠિન પણ ગુણનું અનુમોદન કઠિન હોય ? અનુમોદન, નમન અને પ્રસંગે પ્રસંગે પ્રશંસા, એ કેમ ન બને ? સુધર્મા ઇંદ્ર તો અવિરતિ હતા ને ? પ્રભુના સંયમ, તપ, ધ્યાન વગેરેનું પાલન કરવાની એમનામાં શક્તિ ન હતી પણ પ્રશંસાદિ કરવાની શક્તિ તો હતી ને ? તો પ્રસંગે પ્રસંગે એ કરતા ને ? સમ્યક્તની કરણી કરવામાં ધીરતા તો હોય ને ? વ્રતો લેવાની શક્તિ ન હોય, સંસારનો ત્યાગ કરી સાધુપણું લેવાની શક્તિ ન હોય એ મનાય પરંતુ શ્રી જિનપૂજનાદિ કરણીમાં પણ માત્ર મનોરથ કરે એ મનાય ? આ તો ખૂબી એ છે કે ગુણની અનુમોદના કરવી નહિ, ગુણીને દેખીને ઝૂકવું નહિ અને ગુણાનુરાગી કહેવરાવવું એ બને ? શ્રેણિક મહારાજા ગુણાનુરાગી હતા. જ્યાં ગુણ દેખાય ત્યાં ઝૂકતા. પ્રભુને વાંદવા જાય પણ માર્ગમાં પ્રભુના શિષ્ય મળે તો એમને પણ વાંઘા વિના એ આગળ વધતા નહિ. માર્ગમાં સામે મળતા ગુણીની ઉપેક્ષા કરનારો ત્યાં જઈ પ્રભુનું બહુમાન શી રીતે કરે ? મંદિરમાં એકદમ ઉતાવળથી પેસનારો, પગ Page #289 -------------------------------------------------------------------------- ________________ 1991 – ૧૮ ઃ જ્યાં ભાવના લુખી ત્યાં સમ્યગ્દર્શન નહિ - ૧૩૪ - ૨૭૩ નીચે જંતુ આવી જાય તેનો પણ ઉપયોગ નહિ રાખનારો, પ્રભુની આજ્ઞા શી રીતે પાળવાનો ? શ્રી જિનેશ્વરદેવનો ભક્ત છે કે જે માર્ગને યોગ્ય ક્રિયા જીવનમાં ઉતારે. ગુણીને હાથ પણ ન જોડે એ ભગવાનનો ભક્ત ગણાય ? પ્રભુને વાંદવા જતાં શ્રેણિક રાજાએ પ્રસન્નચંદ્ર રાજર્ષિને ધ્યાનસ્થ દશામાં ઊભેલા જોયા. એમને તરત વિચાર થયો કે આ પરમ મહર્ષિને વંદન કર્યા વિના આગળ ન જવાય. એ રાજર્ષિ પ્રભુના શિષ્ય હતા. શ્રેણિક રાજા તરત હાથી પરથી નીચે ઊતર્યા. પાંચસાત કદમ ચાલીને મુનિ સમીપે ગયા. વંદના અને સ્તુતિ કરીને પછી આગળ ચાલ્યા. આ ગુણનું બહુમાન છે. ઘસડાવું અને ધસવું એ બેમાં ફેર છે ઃ આજે પોતાને ગુણાનુરાગી, સગુણાનુરાગી અને સજ્જનોના સાથી કહેવરાવનારા ઘણા છે પણ એને સજ્જનની દરકાર પણ હોતી નથી, એ કેમ ચાલે ? ગુણને અનુસરતી ક્રિયા ન હોય અને પોતામાં ગુણ છે એમ બોલ્યા કરે એ તો મૂર્ખ ગણાય. તિજોરીનું તળિયું સાફ હોય છતાં પોતાને લક્ષાધિપતિ માનેમનાવે એ તો ગાંડામાં ખપે. સંસાર ખોટો માન્યા પછી ત્યાં રહેતાં હૃદયમાં ચીરો કેમ ન પડે ? એ નિરાંત કરીને ત્યાં બેસી રહે ખરો ? કરિયાતાનો ઉકાળો કડવો જાણ્યા પછી પીવો તો દૂર રહ્યો પણ મોઢા પાસે લાવતાં પણ ત્રાસ થાય છે. એની ગંધથી પણ મોઢું બગડી જાય છે. જે ચીજ ખોટી માની ત્યાં વલણ કેવું હોય ? કર્મોદયથી પાપ કરવું પડતું હોય પણ હૃદયથી ન કરતા હો તોયે ઠીક. સમ્યગ્દષ્ટિ પાપકરણીમાં બંધ ઓછો કરે અને મિથ્યાદષ્ટિ વધારે કરે. સમ્યગ્દષ્ટિ પણ હિંસાદિ કરણી કરે છે પણ ઘસડાયા કરે છે જ્યારે મિથ્યાદૃષ્ટિ ધસતો કરે છે. ઘસડાવું. અને ધસવું એ બેમાં ફેર છે. વેઠિયો વેઠે જાય પણ હૈયાથી ન જાય, જવું પડે માટે ન છૂટકે જાય. ધર્મીનો ગમો એ અધર્મીનો અણગમો : પેઢીમાં શેઠને લાખ આવે કે જાય એ વખતે શેઠના હૃદયની સ્થિતિ અને નોકરના હૃદયની સ્થિતિમાં ઘણો ફેર હોય છે. નોકર તો પચાસનો ગ્રાહક. નોકર જેવી સ્થિતિ સમ્યગ્દષ્ટિની સંસાર પ્રત્યે હોય. સંસાર ખોટો લાગે તો હૈયાની સ્થિતિ ફરી જાય. જે ગુણને ચાહો તે ગુણને જીવનમાં ઉતારો તો જ ગુણ ખીલે, નહિ તો આવેલો ગુણ ચાલ્યો જાય. ગુણની પ્રાપ્તિ તો કઠિન છે પણ એનું Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1990 રક્ષણ કરવું એ તો એથી પણ કઠિન છે, અને એને ઠેઠ સુધી ટકાવવો એ તો વળી મહામુશીબતની વાત છે. સંસારમાં રહીને ધર્મ સાધવો, અઢાર પાપસ્થાનકના કિલ્લામાં રહીને આત્માને બચાવવો એ કાંઈ નાનીસૂની વાત નથી. મોહની પ્રકૃતિ એવી છે કે પહેલાં મીઠું બતાવે અને પછી ફટકા મારે. ધર્મ પહેલાં કડવું બતાવે પણ પછી મીઠાં ફળ ચખાડે - માટે જ ભવાભિનંદી જીવોને ભવ ભદ્રંકર લાગે છે અને ધર્મ ભયંકર લાગે છે. સંસારના પિપાસુને સંસાર સારો લાગે કેમ કે ખાવું, પીવું, પહેરવું, ઓઢવું એ એને ગમે છે. ભવાભિનંદીને ભવ ગમે, ધર્મ ન ગમે. ભવને મીઠો માન્યો છે માટે એ ગમે છે. વિષયનું સુખ એણે મીઠું માન્યું છે, ભલે ભવિષ્યમાં એ ઝેરમાં પરિણમે, નસો ખેંચાય અને પ્રાણ જાય. ત્યારની વાત ત્યારે. ધર્મ કરવામાં નસો પહેલાં ખેંચાવાની પણ પછી શાંતિ. સમ્યક્ત માત્ર માન્યતામાં જ છે અને એના માટે કરણી જ નથી એમ ન માનતા. માન્યતા દિવસે દિવસે વર્તનમાં ન આવે તો એને સાચી માન્યતા કોણ કહે ? સમ્યક્તની સ્પર્શના કબૂલ્યા પછી ગુણમાં વાંધો હોય ? દુન્યવી પદાર્થો અસ્થિર છે, શરીર અનિત્ય છે, નક્કી જવાનું છે, રંગરાગ, મોજમજા વગેરે આત્મા માટે અનિષ્ટ છે, લાભકર નથી, આવું જેને અસ્થિમજ્જા થાય એનું જીવન સંસારમાં કેવું લખ્યું હોય ? રખ્યામાં ઘી જેવું હોય. રખ્યામાં ઘી પડે તો પણ એનો પિંડો ન વળે. આટામાં ઘી પડે તો પિંડો વળે. તમે રખા જેવા નથી, આટા જેવા છો. સમ્યગ્દષ્ટિ સંસારમાં ન લેવાય. સમ્યગ્દષ્ટિ તો એવો બની જાય કે ઘરનાને ભારરૂપ લાગે, અને એવું થાય તો જ મનાય કે ધર્મ પરિણમ્યો. આમ બને તો જ સહવાસીઓનો મોહ પણ આપોઆપ છૂટે, અને તો એનો છૂટવાનો માર્ગ પણ સહેલો થાય. જે ક્ષણે સંસાર છોડી નીકળવું હોય તે ક્ષણે તરત નીકળી શકાય. સારી ચીજ આંખો મીંચીને પણ લેવાય : શાસ્ત્ર કહે છે કે વૈરાગ્ય ન આવે તો સંસારના વિષયકષાયથી છૂટવા જે પણ કરવા જેવું હોય તે બધું જ કરાય. ચીજ સારી માન્યા પછી આંખો મીંચીને પણ લેવાય. ઔષધ તો કમનથી પણ સેવાય. ખોટું લાગ્યું તેને છોડવામાં અને સારાના સ્વીકારમાં જરૂર પડે તો ઝપાપાતની પણ છૂટ છે. શ્રી નંદિષણમુનિને દેવીએ પણ ભોગાવલી બાકી છે એમ જણાવ્યું, ભગવાને પણ એમ જ કહ્યું હતું પણ શ્રી નંદિષેણે ભોગાવલીને ગણ્યા નહિ. વ્રતને જાળવવા માટે ઝપાપાત Page #291 -------------------------------------------------------------------------- ________________ 1983 — ૧૮ : જ્યાં ભાવના લુખ્ખી ત્યાં સમ્યગ્દર્શન નહિ - પણ કર્યો. મતલબ ઝંપાપાત પણ થાય. પણ માનો કે એવી તૈયારી ન હોય તો પણ વૈરાગ્ય આવે ત્યારે તરત નીકળી શકાય એવી સ્થિતિ તો કરો ! વગ૨ ઇચ્છાએ પણ સાકર મીઠી જ લાગે. ઇચ્છા થાય ત્યારે એકદમ નીકળાય એવી સ્થિતિ કેળવો, એવું જીવન જીવો કે લોક પણ જાણી જાય કે ન માલૂમ આ ક્યારે ચાલ્યો જાય તે કાંઈ કહેવાય નહિ. ધારો ત્યારે નીકળી શકો એવો વર્તાવ રાખો. ૧૩૪ - ૨૭૫ એક જ દેશનામાં પલટો : સંસાર ખોટો માન્યા પછી વૈરાગ્ય આવવાનો એ તો નક્કી છે. વૈરાગ્ય કેમ જલદી આવે એ ભાવના તો એની છે. એ ભાવનાવાળાની કુટુંબમાં, ઘરમાં, બજારમાં, દુનિયાનાં વ્યવહારમાં વાતચીત કઈ હોય એ નક્કી કરો, એટલે ધૂનન ચાલે. ચોમાસામાં પાણી પાવાનું અને હવે પાક લણવાનો. લણવામાં દાતરડું જોઈએ. એ ધારદાર હોય, બુઠ્ઠું ન ચાલે, તમે એવી તૈયારી કરો કે જ્યારે ચાલ્યા આવો ત્યારે પાછળના સહાયક થાય. પરદેશી રાજા એવો મોહાંધ હતો કે અટવીમાં પોતાની રાણી સૂર્યકાંતાની ક્ષુધા અને તૃષા પોતાના શરીરના માંસથી અને પોતાની નસ કાપીને એના લોહીથી છિપાવી હતી. એવો રાજા પણ કેશી મહારાજાની એક જ દેશનાના પ્રભાવે એવો પલટાઈ ગયો કે ઘરે આવ્યો ત્યારે સૂર્યકાંતાને થઈ ગયું કે આ રાજા હવે આપણા કામનો નહિ. ત્યારે એનો કેવો વર્તાવ હશે ? એક જ દેશનામાં આટલું પરિવર્તન. રાણીને એમ થઈ ગયું કે હવે તો આ મરે તો ઠીક. તમે જો ઉપયોગી ન હો તો તમને કોઈ ન સંઘરે. ઘરનાની વેઠ કરો, એમની ઇચ્છિત વસ્તુઓ લાવી આપો તો તમે એમના અને તમારાં ઉપયોગી કામ એ કરે તો એ તમારા. તમારા પરસ્પરના વ્યવહારમાં તમે એટલા પાક્કા છો. ઘસડાયો જાય એ ઉકાળે શું ? ‘અમે ન હોઈએ તો કોઈ જીવી ન શકે, બધા મરી જાય' એવું ન માનતા.તમારા જેવા ઘણા મરી જાય તોય પાછળ કોઈ મ૨વાનું નથી. પોતાનું મોત ન આવે ત્યાં સુધી સૌ જીવવાના જ છે. કોઈની પાછળ કોઈ મરી ગયો સાંભળ્યો નથી. તમે એવા લુખ્ખા થાઓ કે બધાને એમ લાગે કે હોય તોય ઠીક અને ન હોય તોય ઠીક, એટલે આપોઆપ પ્રેમ ઘસાશે અને જ્યારે જવા નીકળશો ત્યારે કોઈ રોકશે નહિ, સમ્યગદૃષ્ટિ આત્મા સંસારની વાતોમાં, સંસારના રંગરાગમાં લહેરી બને ? એનો Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 19w આત્મા એમાં લેપાય ? એ તો સંસારથી લુખ્ખો હોય. પાપક્રિયામાં જવું પડે તો ઘસડાયો જાય, ધસ્યો ન જાય અને ઘસડાયો જાય એ ઉકાળે પણ શું ? વાંઝણી ભાવના નકામી : तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागादिगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ।। તે જ્ઞાન જ નથી કે જે જ્ઞાનનો ઉદય થતાં તેમાં રાગાદિગણ ઝળકે, કારણ કે સૂર્યના કિરણો આગળ અંધકારની રહેવાની શક્તિ જ નથી. એના રાગાદિ ઝળકે નહિ, હોય તો ખરા, ન હોય તો વીતરાગ ન હોય ? ભલે એ સંસારથી નીકળ્યો ન હોય પણ દેખનારને એનામાં સંસારનો રસ ન દેખાય. સમ્યક્ત આવ્યું એટલે વિરતિના ભાવ તો છે ને ? એ ભાવના એવી બનાવો કે સામાને પરિણામરૂપ દેખાય. ફળ વિનાની વાંઝણી ભાવના નકામી. નિશ્ચય નય તો ચોથ, પાંચમે, છછું ગુણઠાણે સમ્યક્ત માનતો જ નથી. એ તો કહે છે કે જાણે અને પાપ કરે એ સમ્યગ્દષ્ટિ શાનો ? એ તો મિથ્યાદૃષ્ટિ જ છે. ઊંઘવું ખોટું માન્યા પછી ઊંઘાય કેમ ? વ્યવહાર નય કહે છે કે એમ નહિ, પ્રમાદી પણ ધર્મી હોઈ શકે છે. સમ્યગ્દષ્ટિ ક્રિયાને વર્ષે નહિ ? દુનિયાએ અત્યારે નિશ્ચય વ્યવહાર જુદાં માન્યાં છે. દુનિયાએ તો ઓઘાને નિશ્ચય માન્યો અને પાઘડીને વ્યવહાર માન્યો. ધર્મની ક્રિયા એ નિશ્ચય અને સંસારની ક્રિયા એ વ્યવહાર, એવી અજ્ઞાન દુનિયાની વ્યાખ્યા છે. “ઘરે લગ્ન હોય તો ઉપાશ્રયે ન જવાય એમ શાસ્ત્ર કહે છે, કેમ કે વ્યવહાર પહેલો,' એમ એ લોકો બોલે છે. પરંતુ, શાસ્ત્રકાર એવા ગાંડા ન હતા. ઊંચી દૃષ્ટિના નિશ્ચયની ભાવના રાખી ધર્મક્રિયાના વ્યવહારને શાસ્ત્રકારોએ પોપ્યો છે. પરિણામ ભલે છઠ્ઠા ગુણઠાણાનાં હોય પણ ચોથે ગુણઠાણે તેને લગતી ક્રિયા તો બધી હોય. મનોરથ એવા હોય કે “એવો ધ્યાનમગ્ન બનું કે જંગલી જનાવર આવીને મને થાંભલો જાણી પોતાની ખણજ મટાડવા એની કાયા મારી સાથે ઘસે, છતાં હું જરા પણ હાલું નહિ.” પણ એવી શક્તિ ન આવે ત્યાં સુધી જિનપૂજન, સામાયિક આદિ બધી ક્રિયા કરે, એમાં જરા પણ ખામી ન આવવા દે, ક્રિયાને એ વર્ષે નહિ. નિશ્ચયનયની ભાવનાવાળો વ્યવહાર ક્રિયાનો કદી ઉચ્છેદ ન કરે. Page #293 -------------------------------------------------------------------------- ________________ 1es - ૧૮ : જ્યાં ભાવના લુખી ત્યાં સમ્યગ્દર્શન નહિ - ૧૩૪ - ૨૭૭ ઇંદ્રિયો રખડતી હોય અને સંયમનું ઠેકાણું ન હોય એને ધ્યાન આવે ? વીતરાગની મૂર્તિ સામે છતાં આનંદ ન આવે, પ્રતિક્રમણમાં રસ ન આવે, સામાયિકમાં મજા ન આવે એને ધ્યાનમાં મજા આવે ? મજા આવવાને બદલે ઊંઘતો હોય તો ભલે. છદ્દે ગુણઠાણે આવશ્યકને કોરાણે મૂકી ધ્યાનનો ડોળ કરે, એ મિથ્યાદષ્ટિ છે. એ અધ્યાત્મભાવ નહિ પણ અંધાત્મભાવ છે : સભા: એનામાં અધ્યાત્મભાવ આવી ગયો હોય તો ? એ અધ્યાત્મભાવ નહિ પણ અંધાત્મભાવ છે. પરમાત્માએ બતાવેલી કઈ ક્રિયામાં અધ્યાત્મ નથી ? પ્રભુપૂજા પણ વિધિપૂર્વક કરે એ અધ્યાત્મ છે. આત્માને નિર્મળ કરે એવી બધી ક્રિયા અધ્યાત્મ છે. અધ્યાત્મભાવના નામે પૌદ્ગલિક લાલસા પોષનારો તો મિથ્યાદૃષ્ટિ છે. શરીરની નસને કૂણી રાખવા ત્રણ શેર દૂધ પીવે અને ધ્યાન કરે એ અધ્યાત્મી છે ? એ શાનું ધ્યાન કરે ? નિશ્ચયના ધ્યેયવાળો વ્યવહાર ક્રિયાને લંઘે એમિથ્યાદષ્ટિ છે. કેટલાક કહે છે કે -મૂચ્છમાં પરિગ્રહ છે, રાખવામાં નથી, માટે એકને બદલે દશ રાખવામાં વાંધો નથી, પરંતુ એ દશ એ દશ રાખવા એ જ મૂચ્છ. ગૃહસ્થ કહે કે મારી પાસે લાખ રૂપિયા છે પણ મને એના પર મૂચ્છ નથી, તો એ મનાય ? જ્ઞાનીએ ફરમાવેલી વિધિ મુજબ રાખેલી ચીજમાં મૂચ્છ ન રાખે તે અપરિગ્રહી, પણ વિધિ કરતાં અધિક રાખે તો? આગમ વાંચવાની તમને મનાઈ કેમ ? શાસ્ત્ર તો કહ્યું કે હૃદયમાંથી રાગ નીકળી જાય તો પછી દુનિયાની કોઈ ચીજ બંધનરૂપ નથી, પરંતુ આ તો એવું લઈ પડ્યા કે સંસારમાં રહેવાય અને સાધુથી ઊંચા કહેવરાવાય તો વાંધો શો ? વિરતિના પરિણામવાળા ગૃહસ્થને પણ શાસ્ત્ર વિરતિધર તરીકે પુજાવા નથી દીધો. સભા : આ તો સંસારમાં રહેવામાં કાંઈ હરકત ન નડે એવું શોધાય છે. કારણ, પોતે પોતાને જાણકાર માને છે, પરંતુ સદ્ગુરુ મળે તો જાણપણાની સાચી ખબર પડે. દરેક આત્માને સારા કહેવરાવવું ગમે છે. કોઈને સંસારનો પિપાસુ કહું તો તરત ખોટું લાગે છે. કહેવાનું વિરાગી છતાં રાગની ક્રિયામાં વાંધો ન આવે એવું શોધવું છે. આગમ વાંચવાની તમને મનાઈ કરી એનો હેતુ એ કે શાસ્ત્રકારો જાણતા હતા કે આધિ, વ્યાધિ, ઉપાધિમાં પડેલા અને અર્થકામના સંગી જ્યાં જાય ત્યાં શોધવાના શું ? શાસ્ત્રમાં એક ઠેકાણે કહ્યું કે અર્થકામ અનર્થના Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ——— આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ::: કરનાર છે અને બીજે ઠેકાણે એમ પણ કહ્યું કે યોગ્ય ભૂમિકામાં રહેલાને અર્થકામ લાભદાયી પણ છે. અનર્થ કરનારા છે એમ ચોથા પાને કહ્યું તો લાભદાયી છે એમ છઠે પાને કહ્યું. હવે છઠું પાનું વાંચે અને ચોથું મૂકી દે તો શું થાય? આગમ કોને અપાય ? રોગી ગમે તેવો ડાહ્યો પણ વૈઘ રૂપિયાભાર કોઈ ચીજની છૂટ આપે અને પેલો પાંચ રૂપિયાભાર લે તો ? વૈદ્યના કહ્યામાં એનું ડહાપણ કામ ન લાગે. આપવામાં રૂપિયાભારનું પોણો રૂપિયાભાર અપાય પણ પાંચ રૂપિયાભાર કદી અપાય ? રોગી ડાહ્યો, પણ વસ્તુનું અથાણું હોય તે ડાહ્યું નથી. શાસ્ત્રમાં તો સમ્યક્ત કરતાં મિથ્યાત્વનું અનેકગણું વર્ણન છે. સત્યને સાચવવા માટે અસત્યથી બચવા અસત્યનું ભારોભાર વર્ણન છે. હવે આમાંથી અસત્યનો અર્થ તો અસત્યને જ પકડે. માટે આગમ કોને અપાય ? પંચ મહાવ્રત ધારણ કર્યો હોય, ગુરુનિશ્રામાં સર્વસ્વ સમર્પણ કર્યું હોય અને વિગઈનો ત્યાગ કર્યો હોય એને અપાય. એ તો વાંચીને સાર કાઢે કે મારામાં અસત્યનો દોષ ન આવે માટે આ બધા અસત્યના પ્રકારો સમજાવ્યા. શ્રાવકનાં વ્રત આપ્યાં પછી દોષ ન લાગે માટે અતિચારો સમજાવતાં ઝીણામાં ઝીણી વાત કરી. એ બધી બારીઓ તમે વાંચો તો તમારે તો બારે ભાગોળ મોકળી થાય. મુનિને માટે પણ મર્યાદા કે અમુક આગમ અમુક દિક્ષાપર્યાય પછી અપાય, અમુક યોગ્યતાવાળાને અપાય અને અમુક જ આપે. આજે તો આ માટે આચાર્યો પર ભયંકર આરોપ છે કે પોતાની પોલ પકડનારા પેદા ન થાય માટે આગમોની ચાવી પોતાના હાથમાં રાખી. શાસ્ત્રકારે ઉત્તર આપ્યો કે તમારે મુનિપણામાં જોવા જોગું તો બધું તમારી પાસે છે. એક પ્રકરણ એવું નથી કે જેમાં દેવ ગુરુ જોવા જાણવાનાં સાધન ન હોય. પણ એ ભણવું નથી અને જેની ના કહે એ ખાસ ભણવું છે. મૂર્નાની એ ટેવ કે ના પાડો એ દિશામાં ખાસ જાય, જવાનું કહે ત્યાં ન જાય. ધૂનનમાં કચરો કાઢવાનો છે? શાસ્ત્ર નિષેધેલી ક્રિયાને મિથ્યાદષ્ટિ ભવાભિનંદી ખાસ વળગે. રત્ન જડેલી સોનાની કટારી બાળકને ન અપાય, કે પેટમાં ન પોસાય પણ ભેટમાં ખોસાય. તે પણ ખુલ્લી નહીં પણ કવર ચડાવેલી: મુકવી હોય તો જ્યાં મુકાતી હોય ત્યાં મુકાય પણ સોનાની છે માટે આંગળી પર ન મૂકાય, નહિ તો આંગળી Page #295 -------------------------------------------------------------------------- ________________ 199 – ૧૮ઃ જ્યાં ભાવના લુખી ત્યાં સમ્યગ્દર્શન નહિ - ૧૩૪ – ૨૭૯ કપાઈ જાય. એ રીતે આગમ પણ પચે એના માટે છે. જેટલા ગુણ જોઈએ તેની આજુબાજુની સામગ્રી દૃઢ બનાવવી જોઈએ. તો ધૂનન થાય. ધૂનનમાં તો કચરો કાઢવાનો છે. તંબોલી સડેલાં પાન કાતરવાનું ચાલુ ન રાખે તો પાનનો આખો કરંડિયો સડી જાય. અત્યાર સુધી કાતર સજાવાતી હતી, પાણી ચડાવાતું હતું, સરેણી પર તણખા પણ ઝરતા હતા, ત્યાં તમને વાંધો ન હતો. હવે તો કાતર ચલાવવાની તૈયારી થઈ. કાપકામમાં તો ગુણવાન હોય તે સ્થિર થઈને ટકે. સંસારની અસારતા અસ્થિમજ્જા સમજાઈ ગઈ હોય તે ટકે. ઊંઘમાં પણ સંસારની અસારતાનાં સ્વપ્નાં આવે અને ઝબકીને જાગે ત્યારે પણ એવા જ ઉદ્ગાર નીકળે. શાસ્ત્રો ને ચરિત્રોમાંથી ઊંધું શોધનારા : કહે છે કે ભગવાન પણ પરણ્યા હતા ને ? કલ્પસૂત્રમાંથી આ વાત લઈ આવ્યા. પણ યશોદાને દેવા એમના પિતા આવ્યા ત્યારે સિદ્ધાર્થ રાજા કહે છે કે “અમારો વર્ધમાનકુમાર જન્મનો વિરાગી છે, એની સાથે લગ્નની વાત પણ કેવી રીતે કરવી ?' મિત્રો પાસે વાત કરાવે છે પણ મિત્રોય નાસીપાસ થાય છે. મિત્રોને પણ ભગવાન કહે છે કે “મૂર્ખાઓ ! ભવમાં ભટકવાના કારણભૂત લગ્ન માટે આવો ખોટો આગ્રહ કેમ ?” ત્યારે સિદ્ધાર્થ રાજા મૂંઝાય છે. આખરે ત્રિશલા માતા આવે છે અને ભગવાનને કહે છે કે – “હે વત્સ ! તું જન્મથી વિરાગી છે તે અમે જાણીએ છીએ પણ અમારી ખાતર માન.” ભગવાન પણ જ્ઞાનથી એવી સ્થિતિ જાણીને “ભલે માતા પણ તુષ્ટમાન થાઓ' એ રીતે સંમત થાય છે. આ બધી વાત ન લીધી અને માત્ર લગ્નની વાત પકડી, શાથી ? લગ્ન પાપ છે એ જગ્યું નથી. અબ્રહ્મ એ પાપ છે, એ વાત રોમરોમમાં પરિણમી નથી. બ્રહ્મચર્ય વિના કલ્યાણ નથી એ વાત મગજમાં ઠસી નથી. ભગવાને કર્યું તેટલું બધું કરવાનું કહેતા હોય તોય ધૂળ નાંખી, પણ આ તો વર્તમાનમાં જેટલી હિલચાલ ચાલે છે એના ટેકામાં ભગવાનના જીવનમાંથી પ્રસંગો શોધાય છે, ગોઠવાય છે. સત્યાગ્રહનો પવન ચાલતો હતો ત્યારે એક શોધ કરી કે, ભગવાન મહાવીર ચંડકોશિયાના સ્થાન પર ગયા. લોકોએ ત્યારે તેમને ના કહી હતી છતાં ભગવાન ગયા. ત્યાં એ સંશોધક લખે છે કે “લોકને માટે બંધ થયેલો માર્ગ ખુલ્લો કરવા મહાવીર ત્યાં સત્યાગ્રહ કરવા ગયા.” શાસ્ત્ર કહે છે કે ભગવાન ચંડકોશિયાને પ્રતિબોધ કરવા ગયા. ભગવાને તો ચંડકોશિયાને ફક્ત “બૂઝ, બૂઝ' કહ્યું Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ - - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ -- - 1998 ત્યારે આ લેખક ત્યાં ભગવાનના મોઢે મોટું ભાષણ કરાવે છે. ચંદનબાળાના પ્રસંગમાં આ લેખક લખે છે કે ભગવાને સ્ત્રીસ્વાતંત્ર્યનું શિક્ષણ આપ્યું. સભા: આવી વાતો એ લેખક ક્યાંથી લઈ આવ્યા ? પોતાના ઘરની. ભગવાન જેવું ઉત્તમ પાત્ર અને ચંદનબાળા જેવી મહાસતી, આ બે પાત્રની આસપાસ ઘરની વાતો ગોઠવી ફાવે તેવું નાટક રચી રહ્યા છે. નાટક રચનારા પણ પ્રામાણિક હોય છે. જેનો સ્વાંગ ધારણ કર્યો તેનો વેષ બરાબર ભજવે. લેખક એવા હોય કે જે પાત્રનો ચિતાર આપે તેમાં તન્મય બનાવે. આ તો જેવા પોતે તેવા પાત્રને બનાવે છે. નાટકનું પણ આ ધોરણ નથી. જેનો પાઠ તેવું જ પાત્ર ભજવનારે બનવું, એ કાયદો. આ પાઠ ભજવનારા તો એવી હલકી વૃત્તિના છે કે પોતાના નબળાઈઓનો આરોપ ઉત્તમ પાત્રમાં કરે છે. વિદૂષકનો પાઠ ભજવનારો પણ રાજાનો પાઠ ભજવે ત્યારે એ પાઠનું એવું ગૌરવ સાચવે કે જોનારને સાચો રાજા જ જણાય. મહાવીરના સંયમી જીવન માટે પણ એ લેખક પોતાની પ્રતિકલ્પનાથી લખે છે કે મહાવીર જ્યારે ચાલતા ત્યારે ધરતી ધ્રૂજતી. લેખકને ભગવાનનું બળ બતાવવું છે પણ સંયમીનું બળ કેવું હોય ? ભગવાન જેવા મહા ઊંચી કોટિના યોગી ચાલે ત્યારે ધરણી ધ્રૂજે કે ધરણી પ્રસન્ન થાય ? ઇર્યાસમિતિનું ઉત્તમ પ્રકારે પાલન કરનારા ભગવાન ધીમે પગલે ચાલે કે ધબાધબ કરે એ લેખકને જ્યારે પૂછ્યું કે આવું વર્ણન કેમ ? ત્યારે કહે કે તમારી અમારી દૃષ્ટિ જુદી, માટે આપણો મેળ નહિ મળે. એ ભગવાનની આશાતના છે? ભગવાન કાંઈ રમકડું છે કે તમારી અમારી મરજી મુજબ એમને રમાડાય ? શાસ્ત્ર કહે છે કે ભગવાનને સેવવા હોય તો લાયક થઈને આવો. શ્રી જિનેશ્વરદેવની મૂર્તિને જો ભગવાન માનો તો એને પૂજાય પણ રમાડાય નહિ. નાના બચ્ચાને રોવે તેમ ન પકડાય, બહુ સાચવીને લેવાય. તરતના જન્મેલા બાળકને હાથ પકડીને ઉપાડવા જાઓ તો હાથ ઊતરી જાય, બાળક પડી જાય. એને તો કપડામાં વીંટાળીને લેવાય. કારણ કે, સ્પર્શની પણ એનામાં સહનશક્તિ નથી. ત્યાં તો પ્રેમ છે, માટે બરાબર સાચવો છો. ભગવાનની મૂર્તિ પાસે કયે દિવસે સાક્ષાત્ ભગવાન છે એવો ભાવ દેખાડ્યો ? ભગવાનના અંગલુહણા કેવા અને તમારો રૂમાલ કેવો ? ભગવાનની મૂર્તિને ફાવે તેમ ઉપાડાય ? સિદ્ધચક્રજીની થપ્પી થાય ? Page #297 -------------------------------------------------------------------------- ________________ 1989 -- ૧૮ : જ્યાં ભાવના લુખી ત્યાં સમ્યગ્દર્શન નહિ – ૧૩૪ - ૨૮૧ આ બધી આશાતના છે. કહે છે કે “જૈનો વધારો' પણ “જે છે તે તો સુધારો !! ખાલી શંભુમેળો ભેગો કરવો છે? વાળાકુંચી કેવી રીતે કરાય? શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ વર્તવાની લગનીવાળા હોય તે જૈન એક એક જણ શાંતિપૂર્વક પૂજા કરે તો કેવી થાય ? આ તો મરજીમાં આવે તેમ કરે, તો ભગવાનની મૂર્તિ એ કાંઈ રમકડું છે ? વાળાકુંચી શા માટે છે ? કોઈ ભાગમાં વાસી કેસર રહી ગયું હોય તે આસ્તેથી સાફ કરવા માટે છે. તમારા દાંતમાં કાંઈ ભરણું હોય તો સળી કેવી લો ? અને કાઢો કેવી રીતે ? ચામડીને જરાય સળી અડવા નથી દેતા. આજે વાળાકુંચી કઈ રીતે થાય છે? જાણે કૂચાથી વાસણ ઉટકવા બેઠા. આ હસવાની વાત નથી, આ તો ભયંકર પાપ છે. ભગવાનની ઘોર આશાતના છે. પ્રભુને તિલક કેમ થાય ? ભગવાનને નખ ન અડે અને પોતાના નખમાં કેસર ન ભરાય તે રીતે. તારકને તારક માનો તો બધી ક્રિયા શુદ્ધ થાય. ખાનપાન, રીતભાત બધું શુદ્ધ જોઈએ. કરડા શબ્દો કોને કહયા છે ? અભક્ષ્ય ખાય, અપેય પીએ, અગમ્ય ગમન કરે અને આત્મા નિર્મળ થાય એ કદી બને ? ઉટકેલું વાસણ ધૂળમાં રગદોળાય ? મંદિરમાં જરા વાર જઈ આવો, જરા વાર સાધુ પાસે જઈ આવો અને પાછા સંસારની ધૂળમાં રગદોળાઓ તો નિર્મળતા આવે ? ખાવાપીવામાં વિવેક ન રાખો, વાસી, કંદમૂળ, દ્વિદળનો ઉપયોગ ન રાખો અને જે આવે તે ખાઓ તો નિર્મળતા આવે ? આવો જ વર્તાવ ચાલુ રહે તો આત્મગુણ કઈ રીતે ખીલે ? એના કારણે જ બુદ્ધિ બગડી છે. ભાણે બેઠા પછી ભાણામાં કોઈ અયોગ્ય ચીજ આવે તો બીજે દિવસે ફરી તે ન આવે એવી કાળજી રાખે અને તે દિવસે આવી ગઈ તેનો પશ્ચાત્તાપ થાય. આ તો મરજી મુજબ મહાલવું હોય ત્યાં સડેલું કાપવા માટે કાતર પણ શી રીતે ફેરવવી ? સભા: કાતર તો આપના પર ફેરવાય છે અને ગાળો દેવાય છે. એની ચિંતા નહિ. અહીં મેં કરડા શબ્દો પણ કહ્યા છે, પરંતુ તે તમને નહિ, જે એવા દુર્ગુણોથી ટેવાયેલા હોય તેમને. ત્યારે મૂર્ખને ડાહ્યો કોણ કહે ? ગમે તેવી સભ્ય ભાષા બોલનારો શિક્ષક પણ મૂર્ખ વિદ્યાર્થીને કહ્યો ન કહે. ગમે તેવું સંસ્કારી વચન બોલનારો ઝવેરી પથરાને હીરો ન કહે. જેનામાં શ્રાવકપણાનું Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 10 ઠેકાણું ન હોય અને દુરાગ્રહનો પાર ન હોય એને સમ્યગ્દષ્ટિ શી રીતે કહું ? એને તો મિથ્યાદૃષ્ટિ કહેવો પડે ને એ પાછો પોતાને ગુણવાન મનાવે તો એને દંભી પણ કહેવો પડે. તમને કોઈએ કાંઈ કહ્યું? જૈનકુળમાં જન્મેલા સમજવા છતાં અધમ આચારો આચરે એને તો કહેવાય ને ? કદાચ કોઈ સંયોગવશ રાત્રે બાય એ વાત જુદી પણ રાત્રે ખાવાથી કાંઈ મુક્તિ અટકી જવાની નથી એમ બોલે તેને શું કહેવું ? મુક્તિ શાથી અટકે ? સંયમથી અને અસંયમથી એમ બેયથી મુક્તિ થાય એવો કોઈ સ્યાદ્વાદ છે ? બાળકોમાં સંસ્કાર ન પાડો એ તમારી ખામી : કહે છે કે છોકરાં રાત્રે દૂધ પીવે એમાં શો વાંધો ? પણ એ ટેવ પડી ગયા પછી મોટો થયે પણ શાનો છોડે ? રાતે દૂધ ન પીવે તો છોકરાં મરી જાય ? જેના ઘરમાં કંદમૂળ બિલકુલ ન આવે અને રાત્રિભોજન ન હોય એવાં ઘર કેટલાં ? શ્રાવકથી રાત્રે પાણી ન પીવાય, એ તો એના જીવનમાં સિદ્ધ વસ્તુ હોય. પૂર્વે તો કુળની વ્યવસ્થા ન હતી ત્યારે ઘરમાં એક જૈન હોય અને બીજા અર્જન હોય. ક્ષત્રિય હોય તો માંસાહારી પણ હોય. ત્યારે વાત જુદી હતી. આજે તો દસા વીસાના ભેદ હોય છતાં બધા વાણિયા એમાં ભેદ નહિ. એટલે તમારાં બચ્ચાંઓમાં તમે સંસ્કાર પાડી શકો. સંસ્કાર ન પાડો તો એ તમારી ખામી. એ ખામીવાળાને ખામી બતાવું તેમાં બિનખામીવાળા શું કામ કૂદે ? છતાં કુદે તો એમને પણ ખામીવાળા માનું. અહીં ચોરનું વર્ણન કરું તો તમને ગુસ્સો આવે કે, કોઈ ચોર બેઠો હોય તો તેને આવે ? કંદમૂળની વાત કરું એમાં તમને શું લાગે ? કોઈ કંદમૂળ ખાતો હોય તો એને જરૂર લાગે. અભક્ષ્ય ભક્ષણથી તો બુદ્ધિ બગડી છે, માટે એને સુધારવા માટે એવી પ્રવૃત્તિ પર બંધન મૂકો. એવી પ્રવૃત્તિઓ ઉપર કાપ મૂકશો તો સ્વજન ધૂનન થશે. એ વિષયમાં હજી પણ ગ્રંથકર્તા વિશેષ શું ફરમાવે છે તે હવે પછી - Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૯: “સંઘ” વગેરે શબ્દોના અર્થ સમજો ! 135. - J-132લિ. સં. ૧૯૮૬ માગસર સુદ-૧૨ રાનિવાર, તા. ૧૪-૧૨-૧૯૨૯ • ધર્મા જાગતા ભલા, પાપી ઊંઘતા ભલા : ૯ ધૂનનની આડે આવે તે સંધ નથી : તજવાની વાત આવે ત્યાં ટકનારા ઓછા : છે આપણે ત્યાં પદની પૂજા માની છે : • માર્ગાનુસારી પણ સત્યનો ગવેષક છે : છે ભગવાન માલકોશ રાગમાં દેશના દે : • દેશકાળ પ્રમાણેનાં શાસ્ત્રો તો નિસ્પ્રાણ છે . • ટોળું અને સંઘનો ભેદ સમજો ! • એ વાતો સાંભળવા જેવી નથી : ૦ શબ્દના ભાવ સુધી પહોંચો : • શાસનમાં રહો તો શાસનના કાયદા માનો! • સ્વરૂપદર્શન એ નિંદા નથી : • સંઘનું સ્વરૂપ સમજાવવા હવે સંઘસૂત્ર : વિષય : શાસનમાં રહેવા માટે શાસનના કાયદા માનવા જરૂરી, ત્યાગ વૈરાગ્યની બાબતમાં સંઘની ફરજ. પદ અને વ્યક્તિનો ભેદ. ધૂતવાદનું નિરૂપણ કરતાં શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ સાવધાનીથી સાંભળવા અંગે ટકોર કરી. કારણ કે, પ્રમાદી ત્યાગની તકોને ગુમાવી દે છે. અન્ય ધર્મોમાં પણ તપ-ત્યાગ તો છે, પણ ખરું ધ્યેય નથી તેથી ઊંધે રવાડે ચડી ગયેલા છે. શાસ્ત્રને અનુસાર જાતને ઢાળીએ તો જ શ્રેય, બાકી શાસ્ત્રને પોતાની કે દેશકાળની જેમ ઢાળવા જનાર તો સ્વ-પરનો નાશ નોંતરે શાસનમાં રહેવા શાસનના કાયદા માનવા જરૂરી છે. ત્યાગની વાતમાં આડે આવે તે સંઘ ન કહેવાય, તેનામાં પૂજ્યત્વ ન રહે. તીર્થંકરો પણ જે સંઘને (તીર્થને) નમે અને આચાર્ય પણ જે પદને નમે તેનું પૂજ્યત્વ કયા કારણે? એ સંઘની ફરજ શી ? સંઘના નામે આજે કેવું ડીંડવાણું ચાલે છે? એ અને એવી અનેક બાબતોને અત્રે સુંદરતમ શબ્દોમાં વણી લેવામાં આવેલ છે. મુવાક્યાત • દુરાગ્રહીને તો સર્વજ્ઞો પણ સમજાવી શકતા નથી. • ધ્યેય વગર બળવાન પણ માર્ગથી ખસી જાય. • સ્વદયામાં પરદયા ક્યારે આવે ? પરના ઘાતમાં પોતાનો ઘાત માને તો ! • સંઘ જ ધૂનનની આડે આવે એ ન ચાલે. સંઘથી કેવળજ્ઞાનીએ કહેલા ધૂનનની આડે ન અવાય. જે એની આડે આવે તે સંઘ જ નથી. ૦ પદ તથા વ્યક્તિમાં ભેદ છે, વ્યક્તિમાં નાના-મોટાપણું જોવાય, પદમાં તો બધાને નમવાનું. • નાથ તે કે જે આશ્રિતનું યોગક્ષેમ કરે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ન પામ્યા હોય તેને પમાડે અને પામ્યા હોય તેની રક્ષા કરે. , સર્વસ્ત પાસે ઝૂકો તો સંઘત્વ ટકશે, નહિ તો સળગી જશે. » પૂજ્ય અને પૂજાના વિરોધીનું ટોળું તે સંઘ નથી, એ તો હાડકાંનો ઢગલો છે. , અસત્યને પંપાળે તે સત્યનો સેવક નથી. Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૯ : “સંઘ' વગેરે શબ્દોના અર્થ સમજો ! ધર્મી જાગતા ભલા : પાપી ઊંઘતા ભલા : અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજા સંસારની અસારતા તથા એમાં પડેલાં પ્રાણીઓની દુ:ખમય સ્થિતિનું વર્ણન કરી ગયા બાદ ગાયો મા ! સુસૂસ મો ! બૂથવાયં પવેફિસમા આ સૂત્ર દ્વારા હવે ધૂતવાદનું નિરૂપણ કરે છે અને શિષ્યને સાવધાનીથી તે સાંભળવા આમંત્રણ કરે છે. કોઈ પણ વસ્તુની જિજ્ઞાસા અને ઇચ્છા વિના આપનારથી આપી શકાય નહિ અને સમજાવી શકાય પણ નહિ. દુરાગ્રહીને તો સર્વજ્ઞો પણ સમજાવી શકતા નથી. દરેક વાતમાં “ઊંહું” જ કરે એનું ઓસડ નથી, પરંતુ એથી સમજાવનારની હાર થઈ અને શ્રોતાની જીત થઈ એવું પણ નથી. સૂત્રકાર કહે છે કે સાંભળવામાં જરા પણ પ્રમાદ ન કરવો. સાવધાનીથી સંભળાય તો જ લાભ થાય. જેટલી યોગ્યતા પોતાનામાં કલ્પો તેટલા ગુણો કેળવવા જોઈએ. સભા : સાંભળવા આવે એ તો સાવધાન જ હોય ને ? સાંભળવા અનેક રીતે આવે. કોઈ ખરેખર સાંભળવા આવે, કોઈ કુતૂહલથી પણ આવે, ધાંધલ ધમાલ કરવા પણ આવે અને કોઈ પોતાને ફાવતું લેવા પણ આવે. ઊંધે તે જ અસાવધ અને જાગે તે બધા સાવધ એવી અહી માન્યતા નથી. શાસ્ત્રકાર તો કહે છે કે ધર્મી જાગતા ભલા અને પાપી ઊંઘતા ભલા. એ ઊંઘતા હોય તો સત્યાનાશની યોજના ઓછી કરે. પાપીની જાગૃતિ પણ ભયંકર છે. દક્રાંક દેવે ભગવાનને “મરો' કહ્યું અને કાલસૌકરિકને “ન જીવ, ન મર' કહ્યું, કેમ કે કાલસૌકરિકને તો બેય બાજુ આપત્તિ હતી. તજવાની વાત આવે ત્યાં ટકનારા ઓછા : પાપી ઊંઘતા હોય તો અજ્ઞાનતાથી એકલો પોતાનો જ દાટ વાળે પણ જાગતો હોય તો અનેકનો દાટ વાળવામાં મચ્યો રહે છે. મદ્ય એટલે નશામાં પડેલા, વિષયકષાયમાં પડેલા, નિદ્રા તથા વિકથામાં પડેલા પ્રમાદી છે. એમાં ચકચૂર હોય તે આ શાસ્ત્ર ન સાંભળે. વિકથા ચાર જાતની છે. રાજકથા દશકથા, સ્ત્રીકથા અને ભોજનકથા. Page #301 -------------------------------------------------------------------------- ________________ 19 - ૧૯ : “સંઘ વગેરે શબ્દોના અર્થ સમજો ! - ૧૩૫ – ૨૮૫ સભા : ફિજુલ સાહિત્ય વિકથામાં જાય ? નામ જ ફિજુલ સાહિત્ય, પછી એમાં પૂછવાનું શું ? પ્રમાદથી દૂર રહીને આ શાસ્ત્ર સાંભળવાનું છે. એમાં તજવાની વાત આવે ત્યાં ટકનારા ઓછા. સમ્યક્ત દૃઢ કરવાની જરૂરત છે. ખરા સમયે ભાગે તે સુભટ નહિ. ચુનંદા સુભટ હોય છે એ જ સમયે ટકે. અવસરે ઊભો ન રહે તેવા નોકરને પગાર અપાય ? સભા : સમ્યક્ત થયા પહેલાં સુભટપણું આવે? હા, આવે. સત્યનો ખ્યાલ નથી એટલે મિથ્યાત્વ હોય પણ શૌર્ય ન હોય એમ નહિ. શૌર્ય ઝળકે, ઊછળે એટલે એકીસાથે મિથ્યાત્વ અને અવિરતિ પણ ચાલ્યાં જાય. નદીમાં પૂર વેગથી આવે તો કિનારો તોડીને ઝાડ પણ ઉખેડી નાખે. સન્માર્ગ આરાધવાની લગની ઉત્પન્ન થવી જોઈએ. ઇતરનું ધ્યેય પોલું છે ? માર્ગાનુસારીમાં સન્માર્ગની લગની કમ નથી. ઇતરમાં પણ ત્યાગ નથી ? મિથ્યાષ્ટિમાં પણ એવા ત્યાગી પડ્યા છે, એવા તાપસો હોય છે, જે પંચાગ્નિ તપ કરે છે, પણ એમના તપ ત્યાગનું ધ્યેય ખોટું છે. વીર્યનું ફોરવવાપણું તો ત્યાં પણ છે. જો સાચી દિશા હાથમાં આવે તો એ તરી જાય. એ પણ સુભટ તો છે પણ ઉન્માર્ગે છે. સુભટ હોય અને સમ્યક્ત આવે તો કમી શી રહે ? સુભટપણું હોય કે ન હોય તોય સમ્યક્ત આરોપાય. અર્થાતુ પછી પણ સુભટપણું આવે. ધ્યેય વગર બળવાન પણ માર્ગથી ખસી જાય. ઇતરનું ધ્યેય પોલું છે. એના ત્યાગમાં ધ્યેય એ કે આ ત્યાગથી અપ્સરા મળે. હવે એ અપ્સરા જો અહીં મળી જાય તો એનો ત્યાગ મુકાઈ જાય. માર્ગાનુસારી પણ સત્યનો ગવેષક છેઃ માર્ગાનુસારી પણ સુભટ કહેવરાવવા લાયક છે, કેમ કે એ શ્રી સત્યનો ગવેષક છે. સત્ય દેખાય ત્યાં એ વળશે એવો છે. ધૂનનની વાત પહેલાં સમ્યના ગુણો પ્રગટેલા હોવા જોઈએ. સમ્યક્તનાં પાંચ લક્ષણમાં પછીનાં ચાર ઓછાં હોય તો ચાલે પણ આસ્તિકચ તો મજબૂત જોઈએ: એ મજબૂત હોય તો એને સંવેગ તથા નિર્વેદ ન આવે તો પણ એ માટે એનો પશ્ચાત્તાપ ચાલુ હોય, કેમ કે શ્રદ્ધા પૂરી છે, તેથી સંવેગ તથા નિર્વેદને આવ્યા વિના છૂટકો નથી. જેટલું આસ્તિક્ય નબળું એટલા બીજા ગુણો નબળા.જેનામાં આસ્તિક્ય પ્રગટે એનામાં પોતાની દયા આવે, Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 19મ અને એ એવી દયા કરે કે એથી પારકી દયા આપોઆપ આવે. હિંસામાં, જૂઠમાં, ચોરીમાં પરના નાશ સાથે એ પોતાનો નાશ માને છે, પરના અહિત સાથે એ પોતાનું અહિત માને છે, ચારને ઠગવામાં એ પોતાને ઠગાયો માને છે. આવું માન્યા પછી એ વર્તાવ કેવો કરે ? અઢાર પાપસ્થાનકમાંથી એક પણ પાપસ્થાનકમાં એ સુખ ન માને. આ નિશ્ચય થાય એટલે આત્મા પાપથી પૂજે. કજિયાનું મૂળ શોધો : શ્રી સિદ્ધગિરિજીના સ્તવનમાં કવિએ ગાયું કે – “બાપલડાં રે પાતિકડાં તમે શું કરશો હવે રહીને રે,” શ્રી સિદ્ધગિરિ જેવું તીર્થ મળ્યું, ઋષભદેવ જેવા તારક દેવ મળ્યા, પછી તમારો ભય શો છે ? મોટાનું શરણ લીધા બાદ નાદાનના શરણે કોઈ ન જાય, તેમ હવે મરે તે હા પણ પાતિકડાંના શરણે ન જાય. જે પોતાની દયા ન કરી શકે તે પારકાની ન કરી શકે. મુનિ ચોરપગલે ચાલે જેથી પગ નીચે કોઈ જંતુ ન આવી જાય, કેમ કે જંતુના ઘાતમાં એણે પોતાનો ઘાત માન્યો છે. પરનો ઘાત એ પોતાનો લાગે તો જ એ બને. સ્વદયામાં પરદયા કયારે આવે? પરના ઘાતમાં પોતાનો ઘાત માને તો! જ્ઞાનીએ કહેલી વાતને સ્વીકારે તો ! લોકને શાસ્ત્ર તરફ વળવું હોય તો વળે પણ લોક વળે તે બાજુ શાસ્ત્રને વળાય નહિ. આજે તો કહે છે કે જમાનાને અનુસરીને હવે નવાં શાસ્ત્રોની રચના થવી જોઈએ. પણ તો પછી શાસ્ત્રની જરૂર શી છે?પછી તો એ શાસ્ત્ર જ ન કહેવાય, પણ લોક જે કરતું હતું તેની નોંધ કહેવાય. લોક વર્તે એમ શાસ્ત્ર કહે તો શાસ્ત્ર લખવાની અગત્ય જ નથી. આપણા વલણ તરફ શાસ્ત્રને વાળો એવો આજનો ઘોંઘાટ છે અને કજિયાનું મૂળ અહીં જ છે. એ મૂળનો ઉપાય કર્યા વિના બીજાં બધાં તો ફાંફાં છે. કેટલાક કહે છે કે “જવા દો પંચાત, એવાની સાથે કયાં અથડામણમાં આવીએ !” તેમને કહો કે “અલ્યા ભાઈ ! એમના ઘરમાં પથરા ફેંકતા હોત તો ધૂળ નાંખી પણ આ તો તમારા ઘરમાં ફેંકે છે. હજી કાચ ફૂટ્યા નથી ત્યાં સુધીમાં ચેતો અને અવાજ કરો, બાકી ફૂટ્યા પછી બોલવા જશો તોય શું? નુકસાન તો થઈ ગયું! દેશકાળ પ્રમાણેનાં શાસ્ત્રો તો નિષ્ણાગ છે : જે દૃષ્ટિ કેળવાવી જોઈએ તે કેળવાતી નથી. એક વસ્તુનો અમલ ન થાય એ જુદી વાત છે પણ તેની ચિંતા તો રોજ થવી જોઈએ. જગતે પૈસાને સારો Page #303 -------------------------------------------------------------------------- ________________ 1905 –– ૧૯: “સંઘ' વગેરે શબ્દોના અર્થ સમજી ! - ૧૩૫ – ૨૮૭ માન્યો છે તો એ પૈસા પાછળ નાના મોટા સૌની ચોવીસે કલાક પાર વિનાની ધમાલ છે ને ? ધંધો ન મળે તે નોકરી માગતા આવે છે પણ કોઈ નોકર શેઠ પાસે એવી શરત નથી મૂકતો કે તમારે શેઠ થવું હોય તો મારા જેવા થાઓ ! જ્યારે અહીં તો કહે છે કે અમારી પાસે ધર્મ કરાવવો હોય તો મહારાજ અમારું મોં જુએ, અમારા વલણ મુજબ ધર્મના નિયમોમાં બાંધછોડ કરે ! આનું કારણ એ છે કે ધર્મની ગરજ નથી. ધર્મ વિના આત્માનું શ્રેય નથી, એ વાત કરી નથી. કહે છે કે “દેવ ગુરુ ધર્મ અમારા જેવા બને' પણ એ વાત કેમ પાલવે ? એવું ક્યારેય બન્યું છે ? તમે છો તેવું શાસ્ત્ર બને તો તમારામાં અને એનામાં ફરક શો ? એવા શાસ્ત્રને સાંભળવાની ગરજ ક્યાં રહી? સાંભળવાની જરૂર તો ત્યારે કે તમે જે કરતા હો તેમાં રહેલી ખામી બતાવે, “આ થાય ને આ ન થાય એવું માર્ગદર્શન કરાવે. તમે જુઠું બોલો, ચોરી કરો તેમાં પણ હા એ હા' કરે તો એવા શાસ્ત્રની જરૂર જ ક્યાં છે ? એ તો તમે કરી જ રહ્યા છો. સામાન્ય બુદ્ધિવાળો પણ એ ન કહી શકે કે જમાના જેવું શાસ્ત્ર જોઈએ, કાળ તેવો વર્તાવ જોઈએ. દેશકાળ પ્રમાણે શાસ્ત્ર હોય તો એ શાસ્ત્ર નિદ્માણ છે. દેશકાળ તો કાયમના છે. એમાં રહેલી અયોગ્યતા માટે તો શાસ્ત્ર છે. જે દેશમાં હિંસામાં પાપ ન મનાય ત્યાં હિંસામાં વાંધો નહિ એમ ? તમને શરીરનો મોહ અને શાસ્ત્ર પણ શરીરની સેવામાં જ ધર્મ બતાવે તો એવા શાસ્ત્રની જરૂર જ શી ? એમાં તો તમે પાવરધા છો. અધૂરા જ્ઞાની હો ત્યાં સુધી સર્વજ્ઞના વચનમાં સ્થિર બનો ! એ વાતો સાંભળવા જેવી નથી : આજે એક જણ વળી એવી વાત કરે છે કે ભગવાન મહાવીર હતા ત્યાં તો બધા આવતા હતા. અમે પણ કહીએ છીએ કે હા, બધા આવતા હતા. ત્યાં તો વાઘ, વરુ અને સર્પ પણ આવતા હતા. તો હવે અહીં બોલાવવા છે એમ ને ? એક સાપ અહીં નીકળે તો બેસી રહેવાના કે ભાગાભાગ કરવાના ? એવા મુખે પાક્યા છે કે પોતાની વાત સિદ્ધ કરવા ભગવાન મહાવીરદેવને વચ્ચે લાવે છે. પણ એમના અતિશય કયા ? ખડ્રગ ખેંચીને આવેલો પણ ત્યાં ખડ્રગ મ્યાન કરે અને શાંતિના સાગરમાં ઝીલે. ક્રોધી શાંત બને, હિંસક અહિંસક બને, જાતિવૈર ધરાવનાર પ્રાણીઓ પણ પરસ્પર ભેટે એવા ભગવાનના અતિશય છે. એ વાત એ વિચારતા નથી. કહે છે કે આજે બધું કેમ ન આવે ? પણ બધાને ભેગા કરી મારામારી કરાવવી છે ? Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - 11 ડાહ્યો વૈદ્ય આપે તો સોમલ પણ ખવાય પણ એ તો ડાહ્યા વૈદ્યનું આપેલું ને? ભગવાન પાસે બધા આવતા એ દૃષ્ટાંત આજે લેવાય ? એમનું જીવન, એમની કાર્યવાહી, એમના અતિશય, એ બધું સામે રાખીને વાત કરો. જેનામાં અતિશય છે એનાં દર્શન માત્રથી સામાના અશુભ કર્મ ક્ષય થાય છે. શુભ અશુભ કર્મ તો માનો છો ને ? વસ્તુના પલટા સાથે ભાગ્યનો પલટો થાય છે. મનુષ્યની ગંધ ન સહી શકે એવાં જાનવરો સમોસરણમાં આવી શાંતિથી બેસી જાય એનું કાંઈ કારણ ખરું કે નહિ ? જો એમની જ વાત કરવી હોય તો સાપ તથા વાઘને પણ અહીં લાવો અને એ આવે ત્યારે બોલ્યાચાલ્યા વિના બેસી જ રહેજો. આજના લોકો ભગવાન મહાવીરના નામે, એમના આગમોના નામે, એમની ઉદારતાના નામે જેટલી વાતો ફેલાવી રહ્યા છે તેનાથી ઠગાતા નહિ. એને પૂછજો કે તું તો આ બધું માને છે ને ? એ જે વસ્તુ સામે ધરે તેને અડતા જ નહિ. એ લોકો વાતો મોટી મોટી કરશે અને નાખશે કચરો. બકરી કઢાવી ઊંટ પેસાડવાની તેમની દાનત છે. અત્યારે અમારાં સ્થાનો આટલાં નિરુપદ્રવી છતાં અમારાં પરિણામ ટકતાં નથી તો વાઘ, વરુ આ સ્થાનોમાં પેસે તો શું થાય ? અત્યારે પણ જૈનો ગણાતામાં ઘણા પૂજા કરતા નથી તો શંભુમેળો ભેગો થાય ત્યારે શું થાય ? દરવાજા મોટા કરશો તો બકરી કાઢવા જશો અને ઊંટ પેસી જશે. તે લોકો તમારી સામે અમુક વસ્તુ ધરે તો તેની ચર્ચામાં નહિ ઊતરતા. એ વાત સાંભળી ન સાંભળી કરજો અર્થાત્ સાંભળી જ નથી એમ રાખજો. શાસનમાં રહો તો શાસનના કાયદા માનો ! શ્રી તીર્થંકરદેવોથી અનંતર શ્રી સંઘ પૂજ્ય છે. શાસ્ત્ર વર્ણવેલું શ્રી સંઘનું સ્વરૂપ તમને સમજાવવું છે. તીર્થંકરદેવોના અભાવમાં શ્રી સંઘ એ જ તીર્થપતિ. સંઘને રથની, મેરુની, જહાજની, સાગરની, સૂર્યની, ચંદ્રની, ચક્રની, કમળની એમ ઘણી ઉપમાઓ શાસ્ત્ર આપી છે. એવા સંઘને તો આપણું ત્રણે કાળ વંદન ચાલુ છે. તીર્થકરો જેને નમે એને તમે અમે ન નમીએ ? સ્વરૂપ બરાબર સમજો તો તમે કોઈથી ઠગાઓ નહિ. બે આદમી ઝઘડે ત્યાં ગમે તેમ બોલે પણ કોર્ટે જાય ત્યાં લુચ્ચા માણસને બોલવું હોય તોય કાયદેસર જ બોલાય, એલફેલ ન બોલાય. અંગ્રેજો માનપૂર્વક જીવે એનું કારણ કે એ ગમે તેવો હોદ્દેદાર હોય પણ કાયદાને શરણે થઈ જાય. કાયદાની ચૂક આવે ત્યાં તરત ટોપો ઊતારે. વાઇસરોય Page #305 -------------------------------------------------------------------------- ________________ 1997 – ૧૯ઃ “સંઘ વગેરે શબ્દોના અર્થ સમજો ! - ૧૩૫ - ૨૮૯ ઇંગ્લેન્ડના રાજાનો પ્રતિનિધિ, પણ કંઈ લખે બોલે અને તે પર ઘોંઘાટ થાય ત્યારે જો એ વાત જરા પણ કાયદા બહાર જણાય તો તરત કહી દે કે દિલગીર છું પણ મારો આશય એ ન હતો. પરિસ્થિતિને એ તરત સમજી જાય. મોટા જો પણ જ્યાં સુધી કેસ ચાલુ હોય ત્યાં સુધી વચ્ચે કાંઈ ન બોલે, ચૂપચાપ સાંભળે, કેમ કે એ બોલે તો લોકો એક તરફ દોરવાઈ જાય. એ જ રીતે સંઘ પણ શ્રી જિનેશ્વરદેવના શાસનના કાયદાને શરણે હોય. તમે અને અમે, બેયને માથે કાયદો. બેમાંથી એકેય અંકુશ વગરના નહિ. જો અંકશ ન સ્વીકારીએ તો તમે પણ સંઘ નહિ અને અમે પણ સંઘ નહિ. આ વીસમી સદી પણ એમાં ના પાડે છે. આજે તો કાયદાનો જમાનો છે. પહેલાંના કાળમાં મોઢાની વાતો ચાલતી, આજે નથી ચાલતી. તરત કાયદો બતાવે. હાઈકોર્ટના જજ પણ ચુકાદામાં કાયદાની કલમ ટાંકે. પૈસા આપ્યા હોય, ત્રણ વર્ષ થઈ ગયાં હોય, ખાતું ન પડાવ્યું હોય તો દાવો ન ચાલે. મુદત પહેલાં ખાતું પડાવવું પડે, સહી લેવી પડે અગર અંગૂઠો છપાવવો પડે, એ આ જમાનો. એવા જમાનામાં શાસ્ત્રના કાયદાને કોરે મૂકવાનું કેમ કહેવાય ? જમાનો તો સારો છે. પૂર્વે તો સાધુ-સાધ્વીને વિચરવું ભારે પડતું એવો પણ જમાનો હતો. અરે ! મંદિરમાં ઘંટ વગાડવો પણ ભારે હતો. મંદિરના શિખર પર ઊંચી ધજા બાંધવી મુશ્કેલ હતી. કારણ કે તે સમયે દુશ્મનો એવા હતા. આજે તો ખુશીથી ઘંટ વગાડો અને લાંબી સો હાથની ધજા બાંધો તોય વાંધો નહિ. આવા જમાનામાં શાસ્ત્ર શા માટે એમ બોલાય? કાં તો જૈનશાસનમાં નથી એવું કબૂલો, શાસનમાં હોવાનો ઇન્કાર કરો અથવા જો શાસનમાં રહો તો શાસનના કાયદા માનો. સભા કહે છે કે સંઘ કાયદા ફેરવી શકે ને ? ધૂનનની આડે આવે તે સંઘ નથી : સંઘનું સ્વરૂપ વગેરે કાલથી સમજાવીશ. કાલે ચૌદશ છે. મોટી તિથિ છે. ધૂનન કરતાં પહેલાં એ સમજી લેવું જરૂરી છે. સંઘ જ ધૂનનની આડે આવે એ ન ચાલે. સંઘથી કેવળજ્ઞાનીએ કહેલા ધૂનનની આડે ન અવાય. જે એની આડે આવે તે સંઘ જ નથી. આજે એવો આડે આવનારો વર્ગ ઉત્પન્ન થયો છે માટે તમે જો સંઘનું સ્વરૂપ સમજો તો એમની વાતમાં ફસાઓ નહિ. વ્યવહારમાં ઘણાની સલામો લેનારાની જવાબદારી વધે છે. એનાથી એલફેલ ન બોલાય. એણે પોતાનું Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –- 1993 ગૌરવ જળવાય એ રીતે જીવવું જોઈએ. હજારોની સલામી ઝીલનારો એલફેલ બોલે તો તો જુલમ થઈ જાય. હજારોનું માન મેળવનારો ગંભીર બને એ વ્યવહારનો કાયદો. તો પછી અનંતા તીર્થકર જેને નમ્યા, વર્તમાનના તીર્થકરો જેને નમે છે અને ભવિષ્યકાળના તમામ તીર્થકરો જેને નમશે એ સંઘે પોતાનું ગૌરવ કેટલું સાચવવું જોઈએ ! પરમાત્મા પણ સંઘ સ્થાપતાં પહેલાં તીર્થને નમે છે, કેમ કે તીર્થ શાશ્વત છે. એવું શાશ્વત તીર્થ જેને પરિણમે તે શ્રી સંઘ, અને ન પરિણમે તે સંઘ નહિ. આપણે ત્યાં પદની પૂજા માની છે : તીત અને ઇતિ તીર્થમ્: જેનાથી તરાય તે તીર્થ. જેના હૈયામાં તીર્થ તે પૂજ્ય. શ્રીમાન કોણ ? જેની પાસે શ્રી હોય છે. શ્રી એટલે લક્ષ્મી. ખાલી હોય છતાં પોતાને શ્રીમાન કોઈ કહેવડાવે તો ભલે, પણ લોક તો એને ઠંઠણપાળ કહે. સમાજમાં એની કિંમત નહિ. જૈનશાસનનો એક એક કાયદો એવો છે કે એ મનાય તો ક્યાંય વાંધો ન આવે. તીર્થકર તીર્થને નમીને જનતાને સૂચવે છે કે તીર્થ તો મારે પણ પૂજ્ય છે. તીર્થ જ્યાં રહેલું હોય એ પણ પૂજ્ય. તીર્થંકર પણ બન્યા છે તો તીર્થના યોગે ને ? વર્તમાનમાં પણ વિધિ છે કે આચાર્ય જ્યારે પોતાના શિષ્યને આચાર્ય બનાવે, તેને પદ ઉપર આરોપણ કરે કે સૌથી પહેલાં પોતે જ એને વાંદે. જનતાને જણાવે કે આચાર્યપદ મને પણ પૂજ્ય છે, માટે જ્યાં આચાર્યપદ હોય ત્યાં તમે તેને પૂજો. આમ તો આચાર્યનો એ શિષ્ય છે. પોતે ભણાવેલો છે, છતાં એક વાર પોતે વાંદે કે જેથી જોનારને એમ થાય કે પૂજ્ય આચાર્ય ભગવંત જેવા આમને નમે તો અમે કેમ ન નમીએ ? શિષ્યમાં જ્યાં આચાર્યપદનો આરોપ કે તરત એને પાટ પર બેસાડીને પોતે નીચે ઊતરી શિષ્ય જેમ ગુરુને વાંદે તેમ પોતે એ શિષ્યને વાંદે. જોનારને થઈ જાય કે જોયું! કાલ સુધી જે પગ પાસે બેસતો હતો તેને આજે ખુદ આચાર્ય નમ્યા, તો પદની કેટલી મહત્તા ! આચાર્યપદ મોટાને જ અપાય એવો નિયમ નથી. હજારો શિષ્યોમાંથી કોઈ નાનામાં લાયકાત હોય તો એને પણ અપાય. હવે બીજા કંઈક પર્યાયમાં એનાથી મોટા પણ હોય તે એને નમે છે એટલે ખુદ આચાર્ય નમે એટલે બધા નમે. પદ આવ્યું એટલે નાનાપણું ગયું અને મોટાપણું આવ્યું. બધાને થાય કે ખુદ ગુરુ નમે તો આપણે કેમ ન નમીએ ? આપણે ત્યાં પદની પૂજા માની છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ 1990 – ૧૯: “સંઘ વગેરે શબ્દોના અર્થ સમજો! - ૧૩૫ – ૨૯૧ આચાર્ય એક વાર એ વિધિ સાચવે, પછી રોજ નહિ. પછી તો એ શિષ્ય આચાર્ય થયો તો પણ પોતે શિષ્યભાવે રોજ ગુરુને વંદન કરે. પદ તથા વ્યક્તિમાં ભેદ છે : તીર્થને પૂજ્ય સાબિત કરવા તીર્થંકર પણ તીર્થને નમે છે. સભા : પણ એ વખતે તીર્થ તો છે નહિ ને? તીર્થ તો શાશ્વત છે. તીર્થના યોગે તો પોતે તીર્થંકર બન્યા છે ને ? અમુક કાળમાં તીર્થનો ત્યાં અભાવ હતો માટે એ અપેક્ષાએ પોતે એના સ્થાપક પણ તીર્થ તો શાશ્વત. મહાવિદેહમાં તો તીર્થ ખરું ને ? “ભરત ક્ષેત્રના તીર્થને નમું છું' એમ ભગવાન બોલ્યા છે ? તીર્થ શાશ્વત છે, માટે જેમાં તીર્થ છે તે પૂજ્ય છે. સભા : શ્રાવકોનો સમૂહ એ પણ સંઘ કહેવાય છે ને ? અમદાવાદનો સંઘ, સુરતનો સંઘ, એ રીતે ઓળખાય છે ને ? ત્યાં સમુદાય એટલે સંઘ, એ શબ્દ રૂઢ થયો છે. સંઘનું સ્વરૂપ સમજો. સભા: તો રુઢિમાં આ માન્યતા કેમ રાખી ? કેમ કે સંઘમાં સંઘત્વ હતું માટે રૂઢિ માન્ય રહી. સંઘત્વ શું, એ સમજો. એ સંઘત્વ ઊડી જાય તો પછી એ સંઘ નહિ પણ ટોળું. તીર્થંકરદેવો પણ તીર્થની પ્રતિષ્ઠા કરે છે. આચાર્ય “નમો આયરિયાણં' ન બોલે ? પોતે જ આચાર્ય તો છે. છતાં, એમને પણ આચાર્યપદ પૂજ્ય છે. ઉપાધ્યાયપદ તથા સાધુપદને પણ એ નમે છે. પાંચે પદને નમે અને એનો જાપ પણ કરે. એ માને છે કે હું પણ પાંચે પદને ન પૂછું તો મારું પણ કલ્યાણ ન થાય. ઉપાધ્યાય તથા સાધુપદને નીચું માની પદપૂજન એ છોડી દે તો એ આચાર્ય પણ મિથ્યાષ્ટિ થાય. ઉપાધ્યાય તથા સાધુને ન વાંદે પણ એ બન્ને પદને જરૂર વાંદે. પદ તથા વ્યક્તિમાં ભેદ છે, વ્યક્તિમાં નાના મોટાપણું જોવાય, પદમાં તો બધાને નમવાનું. ભગવાન માલકોશ રાગમાં દેશના દે : સભા : અરિહંત પાંચે પદને નમે ? - અરિહંતો તીર્થને નમે છે અને એ તીર્થમાં પાંચ પદ . સભા: પાંચે પદનો જાપ કરે ? - જાપ કરવાનો રહ્યો નથી. કેવળજ્ઞાન નહોતું થયું ત્યાં સુધી બધું હતું. પોતે Page #308 -------------------------------------------------------------------------- ________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ એ જ ભવમાં મોક્ષે જવાના છે એ નક્કી જાણવા છતાં દીક્ષા લે, ત્યાગ કરે, સંયમ પાળે અને પાંચે પદને નમે છે. ૨૯૨ સભા : આપ ‘અઠ્ઠાઈજ્જેસ' બોલો ? હા ! તમારે અને અમારે બોલવાનું સ્થાનફેર છે પણ બોલવાનું તો ખરું. સર્વજ્ઞને જાપ બાકી રહેતો નથી. જાણવાનું તે જાણ્યું અને જોવાનું તે જોયું. 2000 સભા : તીર્થંકર બોલે કઈ ભાષામાં ? ૐકાર ધ્વનિ મસ્તકમાંથી નીકળે અને એમાંથી ભાવ સમજી ગણધર સમજાવે ? ના, એવો દુભાષિયો કોર્ટની જેમ અહીં નથી. ભગવાન અર્ધમાગધી ભાષામાં બોલે અને તે સર્વને પોતપોતાની ભાષામાં પરિણમે. એ વાણીનો અતિશય છે. ભગવાન માલકોશ રાગમાં બોલે છે. અર્ધમાગધી એટલે એમાં બીજી ભાષા ભળેલી હોય. એ ભાષા સર્વત્ર રૂઢ હોય. દેવતા પણ એ ભાષામાં બોલે. માલકોશ રાગમાં બોલવાનો હેતુ એ કે એમાં રસ વધુ આવે. ભગવાન દેશના દે માલકોશ રાગમાં અને દેવતા એમાં દિવ્યધ્વનિનો સૂર પૂરે. ભગવાનની દેશના મધુર તો છે જ પણ દેવતા તો ભક્તિથી એમ કરે છે. ટોળું અને સંઘનો ભેદ સમજો : સંઘ શબ્દના અર્થમાં ગોટો વળી ગયો છે. ટોળું અને સંઘનો ભેદ સમજો. ‘લોકવિરુદ્ધ’ શબ્દના અર્થની જેમ આમાં ગોટાળો થયો છે. જે કાર્યો લોકવિરુદ્ધ છે એનો ત્યાગ ખરો પણ લોક જેનો વિરોધ કરે એનો ત્યાગ નહિ. લોકવિરુદ્ધ કાર્યો તો નિયત છે. જેમ કે નિંદા કોઈની પણ ન થાય. સાધુજનોને ન સંતાપાય વગેરે. બાકી લોક જેનો વિરોધ કરે એ ન થાય એવો કાયદો કરીએ તો પચાસ આનો વિરોધ કરે તો સો તેનો વિરોધ કરે, કોઈ ઓઘાનો વિરોધ કરે તો કોઈ ચાંલ્લાનો કરે. હવે એમાં કોનો વિરોધ માનવો ? ‘નમુન્થુણં'માં પાંચ વાર લોક શબ્દ આવે છે. પાંચે સ્થળે શબ્દના અર્થ જુદા છે. ‘લોગનાહાણું’ એટલે લોકના નાથ. કયા લોકના નાથ ? નાથ તે કે જે આશ્રિતનું યોગક્ષેમ કરે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ન પામ્યા હોય તેને પમાડે અને પામ્યા હોય તેની રક્ષા કરે. એ નાથ અભવીના નાથ થાય ? ન થાય. યોગ અને ક્ષેમના અર્થીના થાય, યોગ અને ક્ષેમ પામવાની યોગ્યતાવાળાના થાય. ‘લોગહિયાણં’માં હિતની વાત છે, ત્યાં બધા પર હિતબુદ્ધિ છે. હવે જેમ આગળ ગયા તેમ Page #309 -------------------------------------------------------------------------- ________________ 2001 - - ૧૯ઃ “સંઘ વગેરે શબ્દોના અર્થ સમજો ! - ૧૩૫ – ૨૯૩. અર્થ સંકુચિત થાય છે. છેલ્લે “લોગપજ્જો અગરાણ” કહ્યું ત્યાં ચૌદપૂર્વી લોક સમજવાનો. લોકપ્રદ્યોતકર તે પ્રદ્યોત કોને કરે ? ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા એ ત્રણ પદથી જે દ્વાદશાંગી - ચૌદ પૂર્વે રચી શકે તેને, આપણાથી એ રચાય ? ભગવાન કલાકો બોલે તે સાંભળતાં આપણને આનંદ આવે પણ એમાંથી આપણાથી લેવાય કેટલું ? સેકંડનું. પ્રોફેસર બોલે તેટલું સાંભળે બધા, પણ સમજે શક્તિ મુજબ. શબ્દના ભાવ સુધી પહોંચશે ? અજ્ઞાનીઓ જેનો વિરોધ ન કરે એવી કઈ ક્રિયા છે? મૂર્ખાઓ ન ચલાવી શકે એવી કઈ વાત છે ? છતે પૈસે પારકાને દેવાળો કઢાવનાર મૂર્ખાઓ ન વસતા હોય એવું કયું ગામ કે નગર છે? કયો સજ્જન એવો છે કે જેને અયોગ્ય લોકોએ કલંકિત ન કર્યો હોય ? ભગવાન મહાવીર તો ત્રણ લોકના નાથ હતા ને ? એમને પણ ગાળો ભાંડનારા હતા, માટે એમને છોડી દેવાના? “લોકવિરુદ્ધની જેમ સંઘ શબ્દના અર્થમાં ગોટાળા થયા છે. શબ્દના ભાવ સુધી પહોંચો. અમે સંઘ એમ કહે પણ સંઘની છાતી તથા માથાં દેવ ગુરુ સામે ઊંચાં ન રહે. સવસ્તુ પાસે ઝૂકો તો સંઘત્વ ટકશે, નહિ તો સળગી જશે. પછી એ તો રહેતું હશે ત્યાં જ રહેશે. તીર્થંકર કલ્પરૂપે તીર્થને નમે. બાકી એમને હવે કશું સાધવાનું રહ્યું નથી. સાધવા જોણું બધું સાધી લીધું છે. આચાર્યને તો સાધવાનું બાકી છે, પણ તીર્થકરને કશું સાધવું બાકી નથી છતાં સાધકોને તીર્થની પૂજ્યતા બતાવવાનો હેતુ છે. જેનામાં તીર્થ તે પૂજ્ય. પૂજ્ય અને પૂજકનો સમુદાય તે સંઘ. પૂજ્ય કોણ અને કેવા, પૂજક કોણ અને કેવા તે સમજવું પડશે. ટોળું તે સંઘ નથી : - પૂજ્ય અને પૂજાના વિરોધીનું ટોળું તે સંઘ નથી. એ તો હાડકાંનો ઢગલો છે. જેમ તીર્થંકર લોકોત્તર તેમ સંઘ પણ લોકોત્તર, પૂજ્ય પૂજક બધું લોકોત્તર. સાધુ લોકોત્તર તેમ શ્રાવક પણ લોકોત્તર. આ બધા લોક સાથે ભળે તેવા એ નહિ. દુનિયામાં શું નહોતું તે ભગવાનને તીર્થ સ્થાપવું પડ્યું? સ્વરૂપદર્શન એ નિંદા નથી ? લોકવિરુદ્ધ કાર્યો નિયત થયાં છે અને તે ન કરાય. જેમ કે કોઈની પણ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭. નિંદા ન થાય. સ્વરૂપદર્શન એ નિંદા નથી. શાસ્ત્રમાં સુદેવ, સુગુરુ, સુધર્મ અને સુશ્રાવકની સાથે જ કુદેવ, કુગુરુ, કુધર્મ અને કુશ્રાવકનાં લક્ષણો બતાવ્યાં છે. જો આને નિંદા ગણીએ તો શાસ્ત્રો નિંદાથી ભરચક છે એમ કહેવું પડે. સમ્યક્ત અને મિથ્યાત્વનું વર્ણન ઠામઠામ આવે છે. જીવ અને અજીવ પર આખી દ્વાદશાંગી રચાઈ છે. અજીવના સંગમાં રહે એ પામર, એનો સંગ છોડે એ પરમાત્મા. સભા : લોકોત્તર પુરુષો લોકમાં કેમ રહે? વગડામાં કેમ ન જાય? -વગડો એ લોક નથી ? રામ ત્યાં અયોધ્યા. વગડામાં પણ લોક તો છે ને ? કહે છે કે પોતે સંસારમાં પેદા થયા છતાં એને ખોટો કેમ કહે ? પણ ખોટો હોય તો ખોટો કહે. પોતાનો દીકરો કાણો હોય તો કાણો ન કહેવાય ? પોતાના રતાંધળા દિકરાને દેખતો કહેનારો બાપતો એને અથડાવી મારે નોકરને કહેવું પડે કે “સાચવજે, એ દેખતો નથી.' છોકરો કહે કે તમે તો આમ કહીને મારી આબરૂ બગાડી, તો એ ચાલે ? સંસારમાં પેદા થયા માટે એ ખોટો હોય તો ખોટો ન કહેવાય ? લૂંટારો શાહુકાર થયા પછી લૂંટને વખાણે કે નિંદે? વખાણે તો એ શાહુકાર નથી. સત્યવાદી કોણ કહેવાય ? સત્યવાદી છે કે જે અસત્યને કાપે. અસત્યને પંપાળે તે સત્યનો સેવક નથી. તમે કેવળ શબ્દગ્રાહી ન બનો. લોક વિરોધ કરે એના ત્યાગનો કાયદો કરીએ તો એક પણ કામ એવું નથી કે જેમાં ચાંદા પાડનારા ન હોય. કાગડાનો એ ગુણ છે કે ચાંદું હોય તે પહોળું કરે અને ન હોય તો નવું પાડે. હજારો ખરચીને જમણ કરનારનો દોઢ શેર માલ ઝાપટી જનાર બહાર જઈને રસોઈમાં તેલ મરચાંની ખોડ કાઢે, એવા પણ માણસો પડ્યા છે ને ? ભાટ ચારણની જેમ એ ખોડ બધે ગાતા ફરે. ઘીના ઘેબર જમાડનારને તેલ ન મળે ? કદી રસોયાની પણ ભૂલ થાય. સો ડબા તેલમાં વેપારીએ પણ બે ખોટા ઘાલી દીધા હોય એવું ન બને ? ઘરના માલમાં પણ ભૂલ નથી થતી ? માનો કે પેલામાં ક્યારેક કપરતા આવી ગઈ હોય પણ તેથી એની ઉદારતા સામે નહિ જોવાનું? કેટલાક તો એવા નાદાન હોય છે કે પોતે કર્યા કરતાં સામાનું વધારે સારું ન કહેવાય માટે જેની તેની સામે આવા ખોટા પ્રલાપ કર્યા કરે. પોતાથી અમુક કામો ન થાય એટલે બીજા કરનારને નિંદે એવા નથી ? ઠાઠથી સારી ક્રિયા કરવા જનારની બહારની ક્રિયા જોવાય? સામાયિક પડિકમણું કરવા જનારને કેટલાક હસીથી ભગત કહે છે. લોક વિરોધ કરે એ ન થાય એ કાયદો પકડો તો શ્રી જિનેશ્વરદેવની મુક્તિ ન થાય. Page #311 -------------------------------------------------------------------------- ________________ 2009 --- ૧૯ : સંઘ' વગેરે શબ્દોના અર્થ સમજો ! - ૧૩૫ – ૨૯૫ સંઘનું સ્વરૂપ સમજાવવા હવે સંઘસૂત્ર : જેમાં તીર્થ તે પૂજ્ય. તીર્થ કોને કહેવાય, સંઘનું સ્વરૂપ શું એ બધું તમને સમજાવવું છે. ધૂનન સારી રીતે થાય માટે જ એ બધું કહેવાનું છે. માનો ને કે ધૂનન ચાલુ જ છે. સાંકળ સંકલિત જ છે. પ્રાર્થના સુત્રની જેમ હવે સંઘસત્ર ચાલશે. અત્યાર સુધી શાસ્ત્રનું જ બોલ્યો છું. ઘરનું બોલવાનો તો અધિકાર પણ નથી. સંઘનું સ્વરૂપ સમજાવવા માટે તમને “નંદીસૂત્ર'નાં અને “સંબોધ પ્રકરણ'નાં પાનાં દેખાડીશ. લોક વિરોધ કરે એ ન થાય એવો જો કાયદો હોય તો તમારા મતે હરિશ્ચંદ્ર મહાપાપી ને ? બધા કહે કે મૂર્ખા, છતાં એ ન પલટાયો. એણે બાજી પલટી હોત તો આજે એનું નામ તમે યાદ કરત? દરેક કાળમાં સત્યની સામે, સત્ય કહેનારની સામે લોકવિરોધ જીવતોજાગતો છે જ. ધર્મી તે કે જે લોકવિરુદ્ધ ન કરે અને લોકના વિરોધનો ભય રાખી ધર્મનો ત્યાગ ન કરે. આ વિષયમાં શાસ્ત્રકાર આગળ શું ફરમાવે છે તે હવે પછી - સંઘના સ્વરૂપને દર્શાવતાં ૧૧૮ જેટલાં પ્રવચનો પૂજ્યપાદશ્રીએ વિ.સં. ૧૯૮૬ માગસર સુદ ૧૪, રવિવાર ૧૫-૧૨-૧૯૨૯ થી વિ.સં. ૧૯૮૭, ચૈત્ર વદ ૦)) સોમવાર તા. ૨૮-૪-૧૯૩૦ સુધીમાં કરેલાં જે સંઘરવરૂપદર્શન ભાગ ૧થી ૫ તરીકે છપાયેલાં છે. તત્કાલીન સંઘની પરિસ્થિતિનો તાદશ ચિતાર જોવા એ પ્રવચનોનું વાંચન અનિવાર્ય છે. - સંપાદક નોધ : ભાગ-૧થી ૭નાં કુલ-૧૩૫ વ્યાખ્યાનો પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ મુંબઈ લાલબાગ ખાતે વિ.સં. ૧૯૮૫ના ચાતુર્માસ દરમ્યાન કરેલાં. જે આ ૭મા ભાગના ૧૯મા વ્યાખ્યાને પૂર્ણ થાય છે. ત્યારબાદ વિ.સં. ૧૯૮૦ના ચાતુર્માસમાં એ જ લાલબાગના આંગણે આચારાંગનાં વ્યાખ્યાનો ફરી શરૂ થયાં, જે ૮મા ભાગથી આગળના ભાગોમાં સંગૃહીત કરાયાં છે, જેનું પ્રકાશન હવે પછી થશે. – સંપાદ૬, (શ્રી આચારાંગસૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો સાતમો ભાગ સમાપ્ત Page #312 -------------------------------------------------------------------------- ________________ S IS ઇજા પ્રાત પાવારિક જજાચાર સન્માર્ગ પ્રકાશન: C/o. શ્રી એ. મૂ. તપ. જેન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ ફેન: ફેક્સ:૫૩પ ૨૦૭૨ E-Mail: sanmargp@icenet.net વિસં. ૨૦૫૯ કે વર્ષ-૪ કે અંક-XX AL. XX-XX-XX, XXIXXIXX વિગત ચાર ચાર વર્ષથી જૈન સંઘમાં વિનામૂલ્ય વિતરીત થતું 'જન્મા વિ. સં. ૨૦૫૭ના માગશર મહિને પાંચમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વ્યાખ્યાન વાયસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રોટ, ગંભીર, શાસ્ત્રાનુસારી પ્રવયનાંશો, પ્રવચન પ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજાના જનજનમાં જૈનત્વની જ્યોતને જાગૃત કરતા પ્રબોધક પ્રવચનોનું સારગ્રાહી અવતરણ આમાં નિયમિત અપાય છે. તદુપરાંત વર્તમાન જૈન સંઘ સમક્ષ ઊભી થયેલ અનેક મૂંઝવણોનાં શાસ્ત્રાનુસારી સમાધાનો, શાસનના વર્તમાન અને સાહિત્ય ક્ષેત્રે સન્માર્ગ પ્રકાશન દ્વારા ભરાતી હરણફાળની જાણકારી વગેરે અનેકવિધ વિષયોથી સમૃદ્ધ પખવાડીક 'જન્મા' ટૂંક જ સમયમાં અત્યંત લોકપ્રિય અને ચાહનાપ્રાપ્ત બની ચૂક્યું છે. શાસનભક્તો અને વિરોધકો બંનેય વર્ગમાં એકસરખા ચાહથી ‘જભાઈ વંચાતું રહે છે. એ જ એની સફળતાનો નિષ્કર્ષ છે. આવું નિર્ભિક છતાં શાસ્ત્રીય લક્ષ પક્ષને વરેલ આઠ પેજનું વાંચન પીરસતું પખવાડીક ઘરે બેઠાં નિયમિત મેળવવા માટે માત્ર રૂ. ૫૦૦/-નું આજીવન લવાજમ રાખેલ છે. આજે જ રૂ. ૫૦૦/- ડ્રાફ્ટ વગેરે દ્વારા પાઠવી જન્માણ પત્ર પ્રાપ્ત કરી લેવા વિનંતી છે. સન્માર્ટ પ્રદાત પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન-ફેક્સ : ૫૩૫૨૦૭૨ E-mail : sanmargp@icenet.net ता. क. : सन्मार्ग पत्र की हिंदी आवृत्ति ट्रॅक समय में शुरु करने की भावना होने से हिंदी वाचक रकम भेजते समय खास सूचित करें । फिलहाल गुजराती आवृत्ति भेजी जाएगी । हिंदी आवृत्ति छपने पर भीजवाएंगे । Page #313 -------------------------------------------------------------------------- ________________ 'પરમ શાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ 'સવિશાળ ગચ્છાધિપતિ 1. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય 'રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ 'ણિકanotી ૧૯૫મી સાલiા ફાગણ વદ ચોથા શુdi વાહ દહેવાણમાં જોવા ના સમરથ અoો પિતા છોટાલાલના લાડકવાયા ત્રિQaclonકુમારે ૧૯૬૯oll પોષ સુદ ૧૩ દિoો ટiદ્યાતીર્થમાં દીક્ષા લઈ પૂજય વા.શા.શreaજ યજી મ. બolો. .આ.શી.વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્ય બન્યા, એ જ 'વર્ષે ફા. સુદ ૨ ના વડોદરામાં પડીદોષાકો પારો શાળદયાળ પ્રાથon શાસળnaioli ઉત્તરોત્તર વડdi ફાર્યો કર્યા. પૂજય ગુરૂવર્યોના સથે ૧૯૮૭olકા.વ. 3 બઈમાં ગણપંન્યાસપદે તથા પ્યાયાળા વાશર્યાતિ 'શદે, ૧૯૯૧oll વે.સદ૧૪ શઘનપુરમાં ઉપાધ્યાયપદે, અoો ૧૯૯૨ના વૈ.સ. ૬ મુંબઈ લાલબાગમાં 21ણામોસવ સાથે આચાર્યપદે સ્થપાયેલા પૂરાણીએ જૈon શાસoloળી આપોમ પ્રdingoiા કરી, સુવશાળ મછoiા આંધ્રપતિ તરીકે પૂજયશ્રી સકળ જૈon સંઘનું અપૂર્વ યોટોમ કરતાં કરતાં 0૪છoli અ.વ. ૧૪ oiા દિવસે અમદાવાદમાં સાદ્યપૂર્વક કાળanoો પામ્યા. અd[1પૂર્વ તમ યાત્રા સાથે અ.વ.0) ) + શા.સ.૧ ll દિવસે સાબરમતીના તીરે એમનો પાર્થિવ દેહ પંથdicini વિલીeો થયો. જયાં foliણાથીel (dicalમ મારફ પૂજયશoળી યશોગાથાળો સાઈ હ્યું છે. શારદેહે તો તેઓશી આપણી સાથે ofથી પણ અક્ષરદેહે તેઓશ્રીજી 'વિશાળ સાહિત્ય આજે પણ સૌ કોઈoો પ્રાદોમાનો શથીંઘી રહ્યું છે. ' વંદન હો એ દિવ્યવિભૂતિને સંસારિક ધડતર : રતનબા 'દીક્ષાદાતા : પૂ.મુ.શ્રી. મંગળવિ.મ.સા. ‘ગુરુદેવ : પૂ.આ.શ્રી. વિ.પ્રેમ.સૂ.મ.સા. 'જીવનધડતર : પૂ.આ.શ્રી.વિ.દાનસૂ.મ.સા. CIGI www.anong Page #314 -------------------------------------------------------------------------- ________________ પૂજય આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા (117) Gilllllia સુલમર્ગ પ્રકાશન Multy Graphics V(022) 38732221 3884222 ISBN-8 ISBNivale la perska oslons