________________
૭. પાપને પાપ માને તે જ જૈન શાસનમાં
[123
J-120 વિ. સં. ૧૯૮૭ કાર્તિક વદ ૦)) રવિવાર તા.૧-૧૨-૧૯૨૯ • શ્રી જૈન શાસનની સ્થાપના શા માટે ? • એ વિરાગ નથી, દંભ છે : - આ માર્ગ જેટલો વિકટ, તેટલો જ સહેલો • સાધુ એ ત્યાગનો આદર્શ છે : • એ ધર્મકથા નથી, પાપકથા છે :
• શ્રાવક એટલે મુનિપણાનો ઉમેદવાર : • મોક્ષાર્થે ક્ષમા કેળવો :
તો સાધુ પણ પાપના સાથી : • મનુષ્ય જીવન એ ધર્મની મોસમ :
માર્ગમાં સ્થાન કોને ? • હળ ફેરવવાથી શ્રાવક નથી બનાતું :
ઘાતક વસ્તુના ભાગમાં પ્રતિજ્ઞા ન ભાંગે : • પાપની પ્રશંસા ન થાય : વિષયઃ પાપ કરવા માત્રથી જ જૈન શાસનમાં રહેવાપણું જતું નથી.
માળ્યતાનું મહત્વ. હળ ખેડવાદિ આરંભનો ઉપદેશ એ પાપોપદેશ. જૈન ધર્મ પાળવાવાળાં કુળોમાં જન્મ મળવા માત્રથી જ જૈનપણું પ્રાપ્ત થતું નથી. જે પાપત્યાગના પાયા ઉપર જૈન શાસનનું મંડાણ થયું છે, તે પાપને પાપ માનવાવાળો જ તાત્વિક રીતે જૈન શાસનમાં ગણાય. કર્મોદયે, સત્ત્વની અલ્પતા, અશક્તિ કે આસક્તિવશ પાપને છોડી નહિ શકનારો પણ જો પાપને પાપ માને તો જરૂર શાસનમાં આવી શકે. હા, એ કબૂલાત સાચા અંતરની હોવી જોઈએ. દંભને અહીં સ્થાન નથી. આ મુખ્ય વાતની આસપાસ આ પ્રવચન મંડાયું છે. એમાં પાપને પાપ તરીકે માનવાની વાતના અનુસંધાનમાં આનંદ-કામદેવાદિ મહાશ્રાવકો અને સ્થૂલભદ્રજી જેવા મહાત્માઓના પૂર્વાવસ્થાના જીવનના હળ ખેડવા-ગોકુળ કરવાં-વેશ્યાવાસ સેવવા જેવાં મહાપાપોને આગળ ધરી એના ઓઠા હેઠળ સ્વયં મજેથી પાપને સેવવા છતાં વિરાગી-સ્થિતપ્રજ્ઞ હોવાનો ડોળ કરનાર બગલા-ભગતોની યુક્તિઓને તે તે દૃષ્ટાંતોનો પરમાર્થ પીરસી પરાસ્ત કરી જિનોક્ત સત્ય પ્રગટ કર્યું છે.
સુવાક્યાતૃત. નેત્રહીન કરતાં વિવેકહીન ભયંકર એટલા માટે કે એ પોતે ખાડામાં પડેલો છે ને બીજાને પણ
ખાડામાં પાડે છે. • પાપ કરે છે માટે પાપભીરુ નથી એમ ન કહેવાય. ૦ પાપને પાપ માન્યા પછી તો પાપ કરતાં આંતરડાં ઊંચાં આવશે. પાપ કરનારો પ્રભુના શાસનની બહાર નથી નીકળી જતો એ વાત નક્કી, પરંતુ પાપને
પાપ નહિ માનનારો પ્રભુ શાસનમાં નથી રહી શકતો એ વાત પણ નક્કી. • ગ્રાહકની ગાળ સાંભળી વેપારી મૂછમાં હસે એ ક્ષમા નથી, ત્યાં લોભનું પ્રાબલ્ય છે. • ગુણના નામ પર મૂંઝાવાનો સમ્યગ્દષ્ટિ માટે નિષેધ છે.
રોટલા માટે કેળવેલી ક્ષમા ખોટી છે, જ્યારે મોક્ષ માટે કેળવેલી ક્ષમા સાચી છે. • આત્માના ગુણોનું વર્ણન ગૌણ કરી બીજી વાતને મહત્તા આપે તો એ ધર્મકથા નહિ પણ પાપકથા છે. • આરંભ, પરિગ્રહ છોડ્યા વિના ન સાધુપણું આવે કે ન શ્રાવકપણું. ૦ આરંભ, પરિગ્રહમાં ધર્મ નથી પણ એના પર કાપ મૂક્યો એમાં ધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org