SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ ત્યારે એ વાત યાદ કરી પોતાને જેમ દુઃખ થતું તેવું વહુને ન થાય એ પ્રમાણે કરે તો તરત બધું સુધરી જાય. આટલા વર્ષો સંસારમાં ગાળ્યા તેમ ચાર છ મહિના શાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે જીવન જીવો તો વગર ઉપદેશે દીક્ષા માગતા આવશો. ૧૦૪ માતાપિતા, પતિપત્ની, ભાઈબહેન બધાની વાતો આજે જુદી જ છે. આજનું આખું વાજું જ જુદું છે. સૌ સૌની વાતો કરે છે. સૌને ખોખાનો પ્રેમ છે. આત્માનો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે. તાવ આવે તો ચાર ડૉક્ટર ભેગા કરશે પણ પાપરોગ માટે કોઈ ડૉક્ટર શોધવા નહિ નીકળે. કોઈએ આવીને એમ નથી કહ્યું કે મારા દીકરાને વ્યસનોથી છોડાવો, હિંસા જૂઠ ચોરી અનીતિ આદિથી બચાવો. તમે શાસ્ત્રવિહિત પ્રવૃત્તિમાં જોડાશો તો આપોઆપ સંસાર ઓછો ગમશે. 1812 ટીકાકાર ણાવે છે કે વિવેકહીન વધારે ભયંકર છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગ એ ભયંકર અંધકાર છે. એ અંધકારમાંથી બહાર કાઢી પ્રકાશમાં લાવવા માટે આ શાસન છે. એ વિષયમાં ગ્રંથકાર હજી પણ વિશેષ શું ફરમાવે છે તે હવે પછી - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy