________________
1947 ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક ? ૧૩૧ — વૈરાગ્યની શાળાઓ છે. રસોડામાં બેઠેલી શ્રાવિકા પણ નવતત્ત્વની વિચારણા કરતી હોય.
બાળકમાં ધર્મસંસ્કાર જ નખાય ઃ
ઘરમાં કાયદો કરો કે બાળક પાસે અયોગ્ય વાત ન કરવી. એનામાં ધર્મસંસ્કાર જ નખાય. ‘રોયો પીટ્યો' એવા શબ્દો બાળકને ન કહેવાય. અમુક વય સુધી પરણવાની વાત એની પાસે ન થાય. ધર્મક્રિયામાં માતાપિતા બાળકને પોતાની પાસે બેસાડે એ જ શાળા. અઢાર, વીસ કે પચીસ વર્ષ સુધી બાળક બ્રહ્મચારી જ ૨હે, સંસ્કાર પોષાય, ભાવના થાય તો સહાય કરવી, ‘ખુશીથી જાઓ' એમ કહેવું અને મોકલી દેવો. આટલું છતાં નીકળવાની ભાવના ન થાય તો ભલે ત્યાં રહી ધર્મ સાધે, ત્યાં વાંધો નથી.
શ્રાવકનાં ઘરો કેવાં હોય ?
શ્રાવકોનાં ઘરોમાં રોજ જિનપૂજાના જાપ હોય, ઉભય ટંક આવશ્યક થતાં હોય, સાધુ મહારાજ આવે ત્યારે ‘એ આવા હોય' એમ બાળકોને સમજાવાય, કબાટમાં ઓઘો અને સાધુનાં ઉપકરણો રખાય અને રોજ એનાં દર્શન કરાવાય. બાળક પૂછે કે બાપાજી ! આ શું છે ? તો માબાપ એને કહે કે એ ઓઘો કહેવાય, એ લેવાથી આત્માનું કલ્યાણ થાય, આવું શિક્ષણ અને સંસ્કાર અપાય એ શાળા નથી ? આટલું છતાં એને ભાવના ન થાય તો પછી ત્યાં બળજોરી કરાતી નથી. દસકા વીસકા પહેલાં એ હાલત હતી કે પર્વદિવસે વનસ્પતિ ખુલ્લી ન લવાય, આજે કંદમૂળ પણ ઉઘાડે છોગ લાવે છે. એ વિષયમાં કોઈ લજ્જા કે શરમ રહી નથી. આ વાતાવરણમાં તમે બાળકને રાખવા માગો છો ? રહેતો હોય તોયે કહો કે ‘દીકરા ! તારે જવું હોય તો ખુશીથી જા, બાકી અહીં તો માર્યો જઈશ. અમારી ઝાળમાં તું ભળવા ન આવ.' હવે ધૂતવાદ એટલે ઝાટકણીવાદ ચાલે છે, એ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત વિશેષ શું કહે છે તે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
૨૩૯
www.jainelibrary.org