________________
૧૬ : આગમ એ જ આધાર :
132
J-129 વિ. સં. ૧૯૮૭. માગસર સુદ-૧૦ બુધવાર તા. ૧૧-૧૨-૧૯૨૯
• શુભ ભાવને ટકાવવા શુભ કરણી જોઈએ જ: o શાસ્ત્રની ચાવી ગીતાર્થોના હાથમાં : 0 સાચી શ્રદ્ધા ક્યારે કહેવાય ?
« શ્રી જિનેશ્વરદેવનું દૃષ્ટાંત ન લેવાય : • વ્યાખ્યાનમાં વિરતિની ઊંચી વાતો આવે : ૯ વ્યવહારનું ઉલ્લંઘન ન થાય : • અમારો જાન અમે આગમને વેંચેલો છે ? • સત્ય સામે ધાંધલ ન થાય : • આશ્રવ સંવરની મજેની વ્યાખ્યા : ૭ ધર્મમાં એકચક્રી સામ્રાજ્ય થાય, પણ ક્યારે ? • ગુરુનિશ્રા વિના વાંચવાની મનાઈ : ૯ ધર્મસત્તા આગળ પોલ ન ચાલે : • વિકારીને આગમ ન જચે :
• સાચું હોય ત્યાં તો શિર ઝુકાવાય :
વિષય વિરતિનું મહત્ત્વ, આગમ એ જૈન શાસનનો આધાર, ગીતાર્થ નિશ્રા.
પ્રાપ્ત ગુણઠાણાને ટકાવવા એ સ્થાન યોગ્ય ઉચિત ક્રિયા કરવી જ પડે. જિનપૂજા ન કરે, ગુરુ પાસે ન જાય, વ્યાખ્યાન ન સાંભળે એનામાં સમ્યક્ત કઈ રીતે મનાય. આ પીઠિકા બાંધ્યા બાદ મુનિ એક માત્ર આગમને જ વળગીને કેમ ચાલે ? એ વ્યાખ્યાનમાં કઈ વાત કરે? કર્મ ખસેડવા શું કરવું? એના જવાબો આપી પ્રવચનકારશ્રી ખૂબ જ સ્વાભિમાનપૂર્વક પોતે આગમને જ વેચાણ હોવાનું જણાવી રહ્યા છે. સામાન્ય મતભેદોને બાજુએ મૂકી મુખ્ય રત્નત્રયીની વાતને પકડવાની છે. આશ્રવ અને સંવરની ખૂબ જ શાલીન વ્યાખ્યા અત્રે અપાઈ છે. ખોટું સાહિત્ય તો ન જ વાંચવું પણ સારું ય ગીતાર્થ ગુરુ નિશ્રા વિના વાંચવામાં નુકસાન છે, વિગઈ પ્રતિબદ્ધો અને ગુરુનિશ્રા વિનાના આગમો વાંચીને ય પટકાણા વગેરે અનેકાનેક શાસ્ત્રીય વાતોના અત્રે ખુલાસા અપાયા છે.
મુવાક્યાત • અમે તો આ આગમને વળગીને ચાલીએ. આના માટે કોઈ અમને લકીરના ફકીર કહે તો તેનો
એ ઈલકાબ અમને એક લાખ વાર મંજૂર છે.
મળેલા પદાર્થો પાછળ ભટક્યા કરવાથી કર્મ નહિ ખસે. - સાધુઓ સંસારીની આજ્ઞા મુજબ ન ચાલે, આગમની આજ્ઞા મુજબ જ ચાલે. એમનો જાન એમણે
એ આગમને વેચેલો છે. • પ્રમાદાધીન થઈને પ્રમાદને પોષવા માટે કરવામાં આવતી બધી ક્રિયા એ આશ્રવ છે. વિષય-કષાયને આધીન થઈ વિષય-કષાયની સિદ્ધિ માટે, પોતાના કે પરના અર્થે થતી સારી કે
નરસી ક્રિયા એ બધી આશ્રવ છે. • સારું પણ સાહિત્ય ગુરુનિશ્રા વિના શાત્રે વાંચવાની મના કરી છે. • વિગઈથી વિકારી બનાય ને વિકારીને આગમ ન જચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org