________________
૧૦૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –
- 1શાહ
છે. ફક્ત શરત એટલી કે પાપને પાપ જ માને. મરતાં સુધીય પાપને પાપ કહેતાં અચકાય નહિ. ભલે પાપ ન કરતો હોય છતાં પાપને પાપ ન માનતો હોય તે આ શાસનમાં આવી શકે નહિ. આ માર્ગ જેટલો વિકટ, તેટલો જ સહેલો ?
જે પાપને ત્યાજ્ય ન માને તેને આ શાસનમાં આવવાનો અધિકાર નથી. આ માર્ગ જેટલો વિકટ છે, તેટલો જ એમાં પ્રવેશ કરવા માટે સહેલો છે. અનંતજ્ઞાની વગર આટલી સહેલાઈ કોણ કરી આપે ? દુનિયાના સઘળાં પાપ તજવાનો ધોરી માર્ગ શ્રી જિનેશ્વર દેવે શરુ કર્યો; પણ સઘળાં પાપ તજે, તે જ આ માર્ગમાં આવે એમ કહ્યું હોત તો કોઈ આત્મા પાપ તજવા લાયક બનત જ નહિ. એનાથી એ નથી બને તેવું માટે તો બહાર રહ્યો છે. એ માર્ગ દેખાવે રૂડો થયો પણ એનો અમલ શી રીતે થાય ? માટે પાપ તજવાના માર્ગ સાથે એક માર્ગ ચાલુ રાખ્યો કે પાપને પાપ માને તે પણ આ શાસનમાં આવે. કારણ કે, જ્ઞાની જાણે છે કે પાપને પાપ માનીને આવેલો કાલે પાપ તજશે. આથી એમ ન માનતા કે પાપની છૂટ આપી. મુદ્દો એ છે કે પાપને પાપ માન્યા પછી પાપ કરવું કઠિન છે. ખાડો ઊંડો છે, એમાં પડ્યા તો હાડકા ભાંગે એવું છે, એ જાણ્યા પછી એમાં ભૂસકો નહિ મરાય. એમાં ઊતરવું પડે તો જાળવીને પગથીયેથી ઊતરે એમાં ફેર ખરો ને ? ભૂસકો મારે એ આંધળો કહેવાય. પગથીયેથી ઊતરે એ દેખતો અને સમજદાર કહેવાય. પાપને પાપ માન્યા પછી તો પાપ કરતાં આંતરડાં ઊંચાં આવશે.
શ્રી જિનેશ્વર દેવ આપણા સુકાની છે. શાસન એ આપણી સ્ટીમર છે. સંસાર સાગર એ સ્ટીમરમાં બેસીને તરવાનો છે. સાધુ તથા શ્રાવક એ સ્ટીમરના બેસારું છે. પ્રભુનું શાસન પામેલા શ્રાવક શ્રાવિકા ભલે એ મોટી સ્ટીમરમાં બેસવાની તાકાત ન ધરાવે તો પણ પોતાના સ્થાને રહીને પણ ધાર્યું કામ સાધી શકે. એ ધર્મકથા નથી, પાપકથા છે :
ગઈ કાલના દૃષ્ટાંતોનું વિવરણ બાકી છે ને ? આજે કહેવામાં આવે છે કે, “આણંદ કામદેવ જેવા ભગવાનના ઊંચામાં ઊંચા શ્રાવકો પણ આટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org