________________
18ાક –– ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં - ૧૨૩ - ૧૦૭ પણ કહી દે કે, “જો જો ભાઈ ! હું આંધળો છું, કંઈ દેખતો નથી.’ વિવેકહીનને તો કોઈ ઓળખે નહિ અને પોતે પોતાને ઓળખાવે નહિ. એટલે પોતે પણ પટકાય અને બીજાને પણ પાડે. વિવેકહીનતામાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને અશુભ યોગરૂ૫ અંધકાર ભળે પછી કમીના શી રહે ?
આત્માના ઉદ્ધારની અભિલાષાવાળા જ્ઞાનીઓએ શાસન સ્થાપ્યું, એ શાસન સ્થાપનાનો હેતુ એ છે કે જીવોને વિવેક નેત્ર આપી મિથ્યાત્વના અંધકારમાંથી ખેંચીને બહાર કાઢવા. આ હેતુ સમજાય તો સાચી શાસન સેવા થાય. એ ન સમજાય ત્યાં સુધી શાસન સેવા ન થાય, શાસનની પીછાન ન થાય. શ્રી જિનેશ્વર દેવના માર્ગની પ્રાપ્તિ ન થાય. સૂર્યોદય થતાં પહેલાં અરૂણોદય થાય છે. એ રીતે શ્રી જિનેશ્વર દેવ શાસનની પ્રાપ્તિ પૂર્વે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને મન, વચન, કાયાની સ્વચ્છંદ પ્રવૃત્તિ રૂપ યોગ, એ અંધકાર ૩૫ છે એવો ભાસ થવો જોઈએ, એ અરૂણોદય છે. આત્માને જ્યાં સુધી એ મિથ્યાત્વાદિ ભયંકર ન લાગે, એનાથી મૂકાવું જોઈએ એવું ન લાગે ત્યાં સુધી પ્રભુ શાસન તરફ સદ્દભાવ ન થાય. શાસનમાં કોણ આવી શકે ?
શ્રી જિનેશ્વર દેવે જેટલી કઠિનતા બતાવી છે, તેટલી જ છૂટ પણ આપી છે. આ માર્ગ જેટલો કરડો છે તેટલો જ એમાં પેસનાર માટે સહેલો છે. સાધુ થાય તે જ અહીં આવે અગર બાર વ્રત લે તે જ આ માર્ગમાં દાખલ થાય, એવું ભગવાન કહેતા નથી. પાપ તથા વ્યસનને તજે તે જ આવે, એવું પણ ન કહ્યું. અનીતિ કરે તે ન આવે, એમ પણ નથી કહેતા; પણ કહે છે કે અનીતિ વગેરે પાપોને જે પાપ માને તે આવે. સઘળાં પાપ એકદમ તજાય તે ન બને પણ પાપને પાપ માને, ખોટાને ખોટું માને તે અહીં આવી શકે. પાપ કરે છે માટે પાપભીરુ નથી એમ ન કહેવાય. પાપ તો દુનિયાનો મોટો ભાગ કરે છે. પાપ ન કરે તે જ આ શાસનમાં આવે એવું કહે તો આવે કોણ ? પાપ નહિ કરવાની આજ્ઞા જરૂર બેઠી છે, પરંતુ પાપ ન કરે તે જ આવે, કરે તે ન આવે એવો કાયદો નથી. બધા પાપ કાંઈ એકદમ તજવાના છે ? સર્વથા પાપ તો ત્યારે તજાય કે જ્યારે સાધુ થવાય. શ્રાવક થવાય ત્યારે અંશે તજાય. પણ સાધુપણું કે શ્રાવકપણું ન લઈ શકે તે પણ શાસનમાં આવી શકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org