________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
બનાવી દે. નહિ તો પુલની દિવાલ થઈ જાય. પુલની દિવાલ કરનારા પાકે ત્યારે પુલનું મોં નીચું થઈ જવું જોઈએ. અમે પણ તમારી સાથે ભળી દિવાલરૂપ બની જઈએ તો તમારી મોક્ષની આરાધનામાં અમે સહાયકને બદલે વિઘ્નરૂપ થઈએ. તમારે અમને કહેવાનું શું, એ નક્કી કરો. અમને પુલ બનવા કહેશો તો એમાં બેયનું જીવન સલામત છે. પુલને દિવાલ બનાવવાની ક્રિયા બેયના જીવનને જોખમમાં મૂકવાની ક્રિયા છે.
૧૧૮
શ્રાવક એટલે મુનિપણાનો ઉમેદવાર :
આણંદ-કામદેવે ગાયો રાખી, હળ રાખ્યા, એમાં ધર્મ નથી, પણ અધિક નહિ રાખવાના નિયમમાં ધર્મ છે - આરંભ-પરિગ્રહમાં ધર્મ નથી પણ એના પર કાપ મૂક્યો એમાં ધર્મ છે. અજ્ઞાની પણ બોલે છે કે, ‘ભગવાનનું નામ લીધું એ સાચું,' તો પછી એ સિવાયનું બધું ખોટું ને ? અજ્ઞાની પણ આમ કહે તો તમે તો એની અપેક્ષાએ મહાજ્ઞાની ને ? પ્રભુના શાસનનો શ્રાવક પેઢી પર અને શ્રાવિકા રસોઈમાં બેઠે બેઠે કર્મનિર્જરા કરે. પેઢી પર બેસવાની કે રસોડામાં પેસવાની છૂટ તો નથી જ પણ બેસવું પડે કે પેસવું પડે તો ત્યાં પણ કર્મનો ક્ષય કરે. કેમ ? શ્રાવક એટલે મુનિપણાનો ઉમેદવાર. પેઢી છૂટે એમાં શ્રાવક રાજી પણ પેઢી લંબાય તેમાં નહિ. ન છૂટકે પેઢી પર બેસે પણ ભાવના તો છૂટવાની જ. ત્યાગનું સામર્થ્ય આવ્યું નથી, પેઢી પર બેઠા વિના નભતું નથી માટે બેસે છે. શ્રાવિકા પણ સમજે છે કે મમત્વ મૂકાતું નથી માટે રસોડામાં પેસવું પડે છે.
તો સાધુ પણ પાપના સાથી :
...
1826
કુરગડુ મુનિ ખાતાં ખાતાં કેવળજ્ઞાન પામ્યા એનો ઈન્કાર નથી પણ ખાતાં પીતાં કેવળજ્ઞાન થાય અને મુક્તિએ જવાય' એમ ન મનાય. માટે તો કવિએ કહ્યું કે;
“ખાવત પીવત મોક્ષ જે માને, તે સીરદાર બહુ જટમાં.”
પાપ કરવું અને પાપને કરવા જેવું માનવું એમાં ફેર છે ને ? ચોરીનો માલ લઈને ચોગાનમાં બેઠેલો કોઈ વેપારી સાંભળ્યો ? શાહુકાર તો કદી ચોરીનો માલ લે જ નહિ, પણ કદી લીધો તો મૂછે હાથ દઈને બહાર કહેતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org