________________
૯ઃ સેવા કરવાની, પણ કોની ?
સંસારી જીવોની સ્થિતિ :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા ફરમાવે છે કે, આ સંસારનાં પ્રાણીઓ અંધ છે અને પાછા અંધકારમાં પડેલાં છે. એને લઈને તેઓ અનેક પ્રકારની વેદનાઓ ભોગવે છે. વિવેકહીન હોવાથી સાચી વસ્તુ સમજી શકતાં નથી. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગમાં એવા ગૂંચવાયેલાં છે કે સુખદુઃખનો રસ્તો પરખી શકતા નથી. તેથી કર્માધીન બનીને અનેકવાર ઊંચીનીચી ગતિઓમાં પરિભ્રમણ કરતાં કરતાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે. આ રીતે ભગવાન શ્રી તીર્થંકરદેવો જે ઉપદેશ ફરમાવી ગયા તે શ્રી સૂત્રકાર મહર્ષિ અત્રે જણાવી રહ્યા છે. જ્ઞાનીએ કહ્યું તે સાચું ઃ
જ્ઞાનીઓ કહે છે કે જગતના ચક્ષુહીન જીવો તો પોતાને અંધ માને છે અને કહે છે, દેખતાની સલાહ મુજબ તેઓ ચાલે છે, પણ વિવેકહીન આત્માઓ તો એવા અંધ છે કે તે પોતાને અંધ જાણતા જ નથી અને કોઈનું માનતા પણ નથી. કોઈની સાચી પણ સલાહ સ્વીકારવા એ તૈયાર નથી. સ્થાવર નામકર્મના ઉદયથી એકંદ્રિય બનેલા જીવોનું હલનચલન દેખાતું નથી તેથી તેની વાત બાજુએ રાખી, જે જીવોનું હલનચલન દેખાય છે તેવા બેઇંદ્રિયથી પંચેદ્રિય જીવોનાં દુઃખો પ્રત્યે હવે ધ્યાન ખેંચે છે. છદ્મસ્થતાને કારણે જે તદ્દન સૂક્ષ્મ વસ્તુઓ ઇંદ્રિયોને ગ્રાહ્ય નથી તે તો શાસ્ત્રથી જ મનાય. જો કે ત્યાં પણ હેતુ, દલીલ, યુક્તિઓ છે પણ જે ન સમજે તેણે “જ્ઞાનીએ કહ્યું તે સાચું' એમ માનવું પડે. દરેક દર્શનકારને આ વિના ન ચાલે. ઉદયને આધીન ન થાઓ !
ભાષાવર્ગણાને લઈને મૂકવાની શક્તિવાળા સંજ્ઞી પંચેંદ્રિય જીવોની દુર્દશા તો દેખાય તેવી છે. બીજા મત્સ્ય વગેરે પાણીના જીવોમાં બળવાન નબળાને ખાય છે. મત્સરથી, ઇર્ષ્યાથી, પૂર્વના વૈરથી, ખાવાની અભિલાષાથી પરસ્પર મારામારીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org