SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ : સેવા કરવાની, પણ કોની ? 125 J-122 વિ. સં. ૧૯૮૬ માગસર સુદ-૭ બુધવાર તા. ૪-૧૨-૧૯૨૯ • ઉદયને આધીન ન થાઓઃ • સંસારમાં પણ એવાં દુઃખ તો આવે છે: • વારંવાર દુઃખની વાત કેમ ? સડો પેસે કે તરત કાપવો જોઈએ ? • મરનાર કરતાં મારનાર નબળો છે : • કીમતી વસ્તુના રક્ષણ માટે વાડ જોઈએ : ૦ પ્રમાદીને સાવધ કરવાના છે : • પાપને સારું માને તેને અહીં સ્થાન નથી : • સંસારને કોઈએ સુરતરુ ન કહ્યો : • સામાચારીની ભિન્નતા દેખી મૂંઝાવું નહિ : • ધર્મક્રિયામાં પણ પુદ્ગલસેવા વધારે થાય છે : : રત્નત્રયી એ જ મોક્ષ માર્ગ : ૦ આસક્તિ દુઃખને દુઃખ લાગવા દેતી નથી : • ઉદારતામાં ઉડાઉગીરી આવે તે ન ચાલે : • - તો લોકો ધર્મ તો માગતા આવે : વિષયઃ સદુપુરા ગંતવો... સૂત્રની વિચારણા. પ્રાંતે ગચ્છ વ્યવસ્થાનો હેતુ. જીવોને નિર્વેદ પેદા થાય અને સંયમમાં અપ્રમત્ત બની અન્ય જીવોની હિંસાથી એ અટકે, એ હેતુથી શાસ્ત્રકારે વારંવાર સંસારી જીવોના દુઃખોનું વર્ણન કર્યું છે. ધૂતાધ્યયનના પહેલા ઉદ્દેશાના ત્રીજા સૂત્રની વિચારણા આ પ્રવચનમાં આગળ વધી છે. સર્વત્ર મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તે છે. નબળાને સબળો મારે છે. સર્વત્ર ભય છે. નિર્ભય તો ધમાં જ છે. માટે ધર્મની જરૂ૨. સંસારની જરૂર પડે તોય એ સારો નહિ જ. આ બધી વાત કર્યા બાદ સંસારનાં દુઃખો પણ આસક્તિવશ દુઃખ લાગતાં નથી. એ જો દુઃખરૂપ લાગે તો જીવ ધર્મ માગતા આવે. વસ્તુ જેટલી કિંમતી તેટલી રક્ષણની જરૂર. ધર્મ કિંમતી માટે તેની રક્ષા કરવી અનિવાર્ય. ગચ્છા વ્યવસ્થા સામાન્ય મતભેદો નભાવવા માટે છે. સિદ્ધાંતનો ભેદ માન્ય ન રખાય વગેરે બાબતોને ખૂબ જ સારી રીતે સમજાવેલ છે. મુવાક્યાતૃd. • બચવું હોય તો કર્મના ઉદય વખતે સાવધ થાઓ. ઉદયને આધીન ન થાઓ. આધીન થનાર ગબડે, સ્વાધીન રહેનાર બચે. ૦ આત્માના ભલા માટે વારંવાર એકની એક વાત કહેવા છતાં પુનરુક્તિ દોષ લાગતો નથી. • મરનાર કરતાં મારનાર વધુ નબળો છે. મારનાર મારવાની ભાવનાથી પહેલાં તો પોતે જ મરાય છે, પછી બીજાને મારે છે. • પોતાનું સાચું સાબિત કરવા મથનારા સાચું-ખોટું ન જૂએ. ૦ શક્તિ સંપન્ન આત્મા નવકારવાળી ગણવા બેસી જાય, હાથ જોડે અને શાસન પર આફત આવવા દે, તો એ ગુનો છે. • ધર્મ સારો છે તો એને શી આંચ આવવાની છે ? એમ માની એનું રક્ષણ ન કરે તે લૂંટાય. • રત્નત્રયી એ જ મોક્ષમાર્ગ, એ સિવાય બીજું કાંઈ ઇચ્છાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy