SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 194s ૮ - પડવાનો ભય, છતાં ચડવું અનિવાર્ય – ૧૨૪ – ૧૩૫ કહેવાઉં” એ ભાવનામાં શિષ્યલોભ છે. પારકાના ઉદ્ધાર માટે કરાતી ક્રિયા એ લોભ નથી. અમારે એવો બચાવ નથી કરવો કે જેથી અમારા ઘરમાં જ આગ લાગે. દોષ હોય એની ના નહિ પણ શાસ્ત્ર કહે છે કે દોષવાન પણ દોષને ટાળવા પ્રયત્ન કરે, દોષની જાહેરાત કરે, દોષ છુપાવે નહિ, દોષને વખાણે નહિ, દોષ વધારવાના પ્રયત્ન ન કરે. આજે જે શ્રાવકો શિષ્યલોભનો આક્ષેપ કરે છે તે કોઈકને માટે કદાચિત સાચો પણ ગણાય. પાંચ આંગળી સરખી હોતી નથી. માટે એ આક્ષેપ આક્ષેપ નથી. જૈનશાસનમાં તો વિધિ છે કે હજારો શિષ્યો છતાં ગુરુતા ન હોય તો ગુરુ નરકે જાય અને શિષ્ય વગરનો જો એકલો પણ શુદ્ધ સંયમી હોય તો કેવળજ્ઞાન પામે. શિષ્યો કેવળજ્ઞાન પમાડતા નથી અને શિષ્યો વિના કેવળજ્ઞાન અટકતું નથી. હાલના આક્ષેપો નિંદકવૃત્તિને આભારી છે ? હજારો, લાખો શિષ્યના ગુરુએ પણ પશુ પંડગ વર્જિત સ્થાનમાં રહેવાનું છે. એ જ ઉઘાડે માથે અને ઉઘાડે પગે વિચરવાનું છે. એમ તો નથી કે હજારો, લાખો શિષ્યના ગુરુને ગાદી મળે, એટલે શિષ્યના લોભનો સંભવ ઓછો છતાં કદાચ એ દોષ આવે તો તત્કાલ સુધારવા જેવો. પરના કલ્યાણની દૃષ્ટિએ સંયમ આપવામાં વાંધો નથી. “સંસાર અસાર છે” એટલું સામાને લાગે એટલી યોગ્યતા એનામાં જોવી જોઈએ. હાલના આક્ષેપો તો નિંદકવૃત્તિને આભારી છે. છોકરાની વહુના અનાચાર બેંડ વગાડીને જાહેર ન કરાય. છાપામાં મોટા મોટા અક્ષરે ન ચિતરાવાય. જો સસરો સમજદાર હોય તો એવું ન કરે. સાસુ-સસરો તો માબાપ જેવાં કહેવાય. જો એ એવું કરે તો પહેલાં તો પોતાની જ ભવાઈ થાય. ફલાણાના દીકરાની વહુ' એટલે તરત પોતાનું જ નામ આવે, પણ નિર્લજ્જ બને એને ભવાઈનું ભાન ન હોય. એટલે ડહાપણ એ છે કે સડે ત્યાંથી કાપવું. તમારાં કે મારાં પરિણામ ખરાબ થાય ત્યાં કાતર મૂકવી એમાં નિષેધ નથી પણ ભવાઈ ન થાય. વિવેકહીન અવસ્થાની આ બધી ધમાલ છે. અહીં ધૂનનની વાત ક્રમસર કરવાની છે તે હવે પછી - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy