________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭
લક્ષ્મી મળે તો ધર્મસેવા, ન મળે તો વોસિરે :
સમ્યગ્દષ્ટિની માન્યતા એ કે ધર્મ મળ્યો એટલે બધું મળ્યું. ધર્મ મળ્યા પછી બીજું મળે તોયે ઠીક અને ન મળે તોયે ઠીક. પૂર્વના વિવેકી લોકો તો લક્ષ્મી મળે ત્યારે મૂંઝાતા હતા. બાકી લક્ષ્મી ન મળે તો શું સિદ્ધિ અટકી ગઈ ? જે શાસનમાં અપરિગ્રહીની પૂજા હોય, પરિગ્રહ પેસે ત્યાં પૂજા ન હોય, ત્યાં પરિગ્રહના મહિમા હોય ? શ્રીમંતોને પરિગ્રહના પરિમાણ હોય, સંપૂર્ણપણે મુકવાની ભાવના હોય, મૂકનારને શિરસાવંદન હોય એમ જ્યારે શાસ્ત્ર કહે છે ત્યારે તમે ખાલી ફોગટ લક્ષ્મી માટે શું કામ હેરાન થાઓ છો ? આ તો એક વીસમી સદીનો વાયરો છે. બાકી ધર્મીને તો લક્ષ્મી આવે તો ધર્મસાધન વિશેષ થાય અને લક્ષ્મી જાય તો ઉપાધિ ટળી એમ માને. મળે તો ધર્મસેવા અને ન મળે તો વોસિરે, વોસિરે.. એ પ્રકારનું ભણતર હોવું જોઈએ.
૬૪
શ્રી જિનેશ્વ૨દેવો અને નિગ્રંથ ગુરુઓની સેવા એ એમની માગેલી સેવા નથી પણ એમને સેવા વરેલી છે. એમની સેવા કરવામાં પોતાની જાતનું કલ્યાણ માનનારા એ સેવા કરે એમાં બીજાને બળતરા શી ? સમ્યગ્દષ્ટિને તો એમ થાય કે, ‘ઓહો ! આ કાળમાં પણ આવી ભક્તિ જીવે છે ? ધન્ય છે આવાઓને ! કે જે કાળમાં બંગલા, મોટરોને લાડી વાડી ને ગાડીમાં સર્વસ્વ મનાતું હોય તે કાળમાં તારકની ભક્તિમાં કેવા લક્ષ્મીના ધોધ વહેવડાવે છે ! આવા પુણ્યશાળીઓ ન હોત તો બજારમાં ઊભા ઊભા મંદિર કે સાધુઓનાં દર્શન કોણ કરાવત ?' આજે મનોવૃત્તિ કેમ બગડી ગઈ ? આ જમાનામાં જેટલી આ વસ્તુની જરૂર છે તેટલી કદાચ પૂર્વના કાળમાં ન હતી. આજના લોકો તો નવરા હોય તોય ગપ્પાં મારવામાં ટાઈમ કાઢે છે. એવાને પમાડવા માટે આ બધી સેવાની જરૂર છે કે નહિ ? એમાં જરા પણ કંટાળો લાવશો તો નહિ ચાલે. ધર્મ પ્રત્યે જે દુર્ભાવના થઈ છે તે કાચ્ચે જ છૂટકો છે.
શ્રાવકનાં ઘર કેવાં હોય ?
લોકોત્તર સાધનો ઘટાડી લૌકિક સાધનો વધારવાં એ વાજબી છે ? આત્માના ઉદ્ધારનાં સાધનો વધારવાં કરતાં દુનિયાનાં સાધનો વધારવાં એ યોગ્ય છે ? તમારા ઘરોમાં નિર્વેદ અને વૈરાગ્ય વધશે તો બધા કજીયા આપોઆપ શમી જશે.
Jain Education International
1772
For Private & Personal Use Only
www.jainelibrary.org