SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ 1771 ૪ આગમનો અરીસો - Jain Education International ૧૨૦ સભા : ‘એ બતાવો તો આપનો ડંકો વાગે.’ એ ડંકો મારે વગડાવવો નથી. એ ડંકાએ તો દુનિયાને ઊંધે રસ્તે ચડાવી છે. આ જમાનામાં તો એ ચમત્કાર જાણતા હોય તેણે પણ ન કરવા જોઈએ એવી માન્યતાવાળો હું છું. ચમત્કાર ક્યારે બતાવાય ? પૂર્વે પણ મહાપુરુષોને જ્યારે કાંઈ બતાવવું પડ્યું ત્યારે ફક્ત પ્રતિસ્પર્ધિની હરિફાઈમાં, બધા અધર્મ પામી ન જાય માટે ક્વચિત બતાવ્યું છે. દેવબોધિએ કાચા સુતરની પાલખીમાં કેળના પત્તા ઉપર બેસી, આઠ વર્ષના છોકરાંઓ પાસે એ પાલખી ઉપડાવી.પાંચ મણની કાયાવાળો દેવબોધિ એ પાલખીમાં બેઠો બેઠો આખી બજારમાં થઈને રાજસભ્યમાં પહોંચ્યો. આખું નગર હેરત પામી ગયું. આની સામે શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ સાડા ચાર કલાક સુધી અદ્ધર બેસીને એકધારી દેશના આપી. દેવબોધિએ તો શ્વાસ રોકેલો, કેળના પત્તા, કાચા સુતર અને છોકરાઓનો આધાર હતો. અહીં તો બોલવું એટલે શ્વાસ ન રોકી શકાય અને કેળના પત્તા, કાચા સુતરની દોરી અને ઉપાડનારા બાળકોનો આધા૨ નહિ અને કાયા અદ્ધર રાખવાની. દેવબોધિને પણ આ જોઈને મોંમાં આંગળા ઘાલવાં પડ્યાં. સાચી વિધાવાળો ઉન્મત્ત ન હોય ઃ 25 પછી દેવબોધિએ કુમારપાળને બ્રહ્મા, વિષ્ણુ ને મહાદેવ સાક્ષાત્ બતાવ્યા ત્યારે શ્રી હેમચંદ્રસૂરિજીએ તેને ચોવીસે તીર્થંકરદેવો સાક્ષાત્ સમવસ૨ણ સહિત બતાવ્યા. પેલાએ કુમારપાળને તેની સાત પેઢીના પૂર્વજો બતાવ્યા તો શ્રી હેમચંદ્રસૂરિજીએ કુમારપાળને તેની એકવીસ પેઢીના પૂર્વજો બતાવ્યા. કુમા૨પાળ તો આ બધું જોઈને મૂંઝાઈ ગયા અને પૂછ્યું- ‘ભગવંત તત્ત્વ શું ?’ ત્યારે શ્રી હેમચંદ્રસૂરિજીએ તેને કહ્યું કે, ‘તે પણ ખોટું અને આ પણ ખોટું. એકેયમાં તત્ત્વ નથી માટે મૂંઝાઈશ નહિ. તત્ત્વ તો તે જ સાચું કે જે શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે.' જેનામાં ખરેખર વિદ્યા હોય તે ઉન્મત્ત ન હોય. વિદ્યા બતાવવાથી ધર્મ પમાડાતા હોત તો શ્રી જિનેશ્વરદેવો એક પણ આત્માને સંસારમાં રહેવા ન દેત. ભગવાન તીર્થંકરદેવો પાસે લક્ષ્મી કેટલી ? તમારી દૃષ્ટિ તો જઈ જઈને ત્યાં જ પહોંચવાની. પરંતુ લક્ષ્મી મળી તોયે શું, અને ન મળી તોયે શું ? ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy