SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ ભરાય છે તે નહિ ભરાય. એ ખાલી થવા લાગશે. સામાયિક, પ્રતિક્રમણનાં દેવાળાં નીકળશે. આજે ક્યો શ્રીમંત બે ટંક પ્રતિક્રમણ કરે છે ? શ્રી જિનેશ્વરદેવના શાસનમાં પૈસા વધવાથી ધર્મ વધશે એવું કોઈ દિવસ માન્યું નથી. મૂર્છા ઘટે તો ધર્મ થાય એમ કહ્યું છે. પૈસો એક એવી માદક શક્તિ છે કે જે ભલભલાને મુંઝવે. ૬૨ શાસનનો પહેલા નંબરનો પ્રભાવક કોણ ? શ્રાવક નહિ પણ સાધુ. પરિગ્રહધારી નહિ પણ પરિગ્રહનો ત્યાગી. છોકરો જાય તો કમાવાનું ટળી જાય પણ સાધુ જાય તો શું નખ્ખોદ નીકળી જવાનું છે ? આવું તમારા મગજમાં ભૂત ભરાયું છે. મારે તે ભૂત કાઢવું છે. સજ્ઝાયકર્તાએ પણ ‘ધન્ય તે મુનિવરા’ કહ્યું પણ ‘ધન્ય તે ગૃહીવરા’ એમ ન ગાયું. એવો ડંકો વગડાવવો નથી : 1770 તમારા ઘરોમાં જિનમંદિર કે આગમનો ભંડાર ખરો ? ઘરમાં ફરનીચર કેટલું અને પાત્રાં ત૨૫ણી કેટલાં ? હાંડીઝુમર કેટલાં અને રજોહરણ કેટલાં ? એ પામવા હોય તો ઘરમાં રાખોને ? પૂજાનાં સુંદર ઉપકરણો કેટલાં અને ખાવાપીવાના જર્મન સીલ્વરના થાળ કેટલાં ? પૂજાની વાડકી કેટલી અને કપ રકાબી કેટલી ? વાડકી તો મંદિરમાં હોય જ, પછી અમારે લઈ જવાની જરૂર શી ? એમ જ ને ? આજે તો પાણી પણ દેરાસરનું. જેટલા નહાનારા છે તેટલા બધા પૂજા કરનારા છે એમ પણ બોલાય તેવું નથી. નહાવાની સગવડ ન હોય તો મંદિર સામું જોનારા ગણ્યાગાંઠ્યા જ નીકળે. શ્રાવક દિવસના ચોવીશ કલાકમાંથી ધર્મમાં કેટલા કલાક કાઢે, તે જાણો છો ? આગળના શ્રાવકો જરૂર ન હોય તો વેપાર નહોતા કરતા એમ સાંભળ્યું છે પણ ધર્મ નહોતા કરતા એમ સાંભળ્યું ? શાલિભદ્રજી વેપા૨ નહોતા કરતા પણ ત્રિકાળપૂજન રોજ કરતા હતા. આજે તો જૈનસમાજના સુકાની થવાનો દાવો નોંધાવનારા કહે છે કે ‘જીંદગી ટૂંકી અને કામ ઘણાં, તેમાં વ્યાખ્યાનનો ટાઇમ ક્યાંથી કાઢવો ?' તો શું વ્યાખ્યાન એ જીંદગીનું કામ નથી ? લક્ષ્મી જો ધર્મનું સાધન હોય તો શાસ્ત્રકારો પાસે લક્ષ્મી પેદા ક૨વાના અખતરા ઘણા છે. લોઢાને સોનું અને પત્થરને પારસ બનાવવાની શક્તિ અહીં છે. ધાતુવાદ, ૨સવાદ વગેરે દ્વાદશાંગીમાં ભરચક દર્શાવેલા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy