________________
૧૩૯
૧w – ૯ - સેવા કરવાની પણ કોની ? - ૧૨૫ –
આ રીતે વારંવાર ઉપદેશ કેમ આપો છો ? એવા પ્રશ્નના જવાબમાં કહે છે - અનાદિ ભવોના અભ્યાસથી અસંખ્યવાર સેવવાથી પ્રાપ્ત નિર્વસ પરિણામને કારણે મનુષ્યો ઇચ્છા અને મદન સ્વરૂપ એવા કામભોગને વિશે આસક્ત થાય છે માટે એ ઉપદેશમાં પુનરુક્તિ દોષનો પ્રસંગ
આવતો નથી. જગતનાં પ્રાણીઓ બહુ દુઃખી છે. ટીકાકાર પ્રશ્ન કરે છે કે વખતોવખત દુઃખની વાત કેમ લાવો છો ? સૂત્રકાર મહર્ષિ કહે છે કે બહુ દુઃખ છે, એમ જાણવા છતાં પણ પ્રમાદી આત્મા સંસારમાં લીન થાય છે, માટે દુઃખ જાણવા છતાં વિષય કષાયમાં મગ્ન રહે છે. દર્દી સમજે છે કે કુપથ્ય વ્યાધિને વધારનાર છે છતાં નજર કુપથ્ય તરફ જ જાય છે. આટલું વારંવાર સમજાવવા છતાં પ્રમાદીઓ સંસારની આસક્તિથી ખસતા નથી. આત્માના ભલા માટે વારંવાર એકની એક વાત કહેવા છતાં પુનરુક્તિ દોષ લાગતો નથી. રોજ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, પૂજા, સામાયિકાદિ ધર્મક્રિયાની વાત પ્રમાદીઓને સાવધ કરવા માટે છે. વિષયાધીનોની હાલત કફોડી છે. વિષયને ખરાબ કહે અને પાછો ત્યાં જ જાય, માટે વારંવાર કહેવું પડે. ભયંકર જોખમી રસ્તે સમુદાય ચાલતો હોય ત્યાં આગેવાન “સાચવજો, સાચવજો' એમ વારંવાર કહે છે. જેનાથી દુનિયાને બચાવવી હોય તે ચીજોને દુનિયાની આંખ સામે જીવતી જાગતી રહ્યા કરે એમ કરવું જ પડે. મરનાર કરતાં મારનાર નબળો છે :
જળચર જીવો જળચરને, સ્થળચરો સ્થળચરને અને ખેચરો ખેચરને પરસ્પર હણ્યા જ કરે છે. બીજાઓ તો એકબીજાને મારે છે પણ પરસ્પર પણ મારપીટ ચાલુ જ છે. માછીમાર તો માછલાંને મારે, પણ માછલાંઓ પણ એકબીજાને પરસ્પર મારે. પારધી પક્ષીઓને મારે, શિકારી પશુઓને મારે અને પાછાં એ પક્ષીઓ અને પશુઓ પરસ્પરને મારે. જે બળવાન હોય તે નબળાને મારે. બળવાનની દરેક જગ્યાએ જીત. દુનિયા આમ જ ચાલે છે. મોટો નાનાને મારે એમાં મોટાની મહત્તા મનાય છે. જીવ માત્રમાં આ દશા છે. પણ જ્ઞાની કહે છે કે મરનાર કરતાં મારનાર વધુ નબળો છે. મારનાર મારવાની ભાવનાથી પહેલાં તો પોતે જ મરાય છે, પછી બીજાને મારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org