SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ 2001 - - ૧૯ઃ “સંઘ વગેરે શબ્દોના અર્થ સમજો ! - ૧૩૫ – ૨૯૩. અર્થ સંકુચિત થાય છે. છેલ્લે “લોગપજ્જો અગરાણ” કહ્યું ત્યાં ચૌદપૂર્વી લોક સમજવાનો. લોકપ્રદ્યોતકર તે પ્રદ્યોત કોને કરે ? ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા એ ત્રણ પદથી જે દ્વાદશાંગી - ચૌદ પૂર્વે રચી શકે તેને, આપણાથી એ રચાય ? ભગવાન કલાકો બોલે તે સાંભળતાં આપણને આનંદ આવે પણ એમાંથી આપણાથી લેવાય કેટલું ? સેકંડનું. પ્રોફેસર બોલે તેટલું સાંભળે બધા, પણ સમજે શક્તિ મુજબ. શબ્દના ભાવ સુધી પહોંચશે ? અજ્ઞાનીઓ જેનો વિરોધ ન કરે એવી કઈ ક્રિયા છે? મૂર્ખાઓ ન ચલાવી શકે એવી કઈ વાત છે ? છતે પૈસે પારકાને દેવાળો કઢાવનાર મૂર્ખાઓ ન વસતા હોય એવું કયું ગામ કે નગર છે? કયો સજ્જન એવો છે કે જેને અયોગ્ય લોકોએ કલંકિત ન કર્યો હોય ? ભગવાન મહાવીર તો ત્રણ લોકના નાથ હતા ને ? એમને પણ ગાળો ભાંડનારા હતા, માટે એમને છોડી દેવાના? “લોકવિરુદ્ધની જેમ સંઘ શબ્દના અર્થમાં ગોટાળા થયા છે. શબ્દના ભાવ સુધી પહોંચો. અમે સંઘ એમ કહે પણ સંઘની છાતી તથા માથાં દેવ ગુરુ સામે ઊંચાં ન રહે. સવસ્તુ પાસે ઝૂકો તો સંઘત્વ ટકશે, નહિ તો સળગી જશે. પછી એ તો રહેતું હશે ત્યાં જ રહેશે. તીર્થંકર કલ્પરૂપે તીર્થને નમે. બાકી એમને હવે કશું સાધવાનું રહ્યું નથી. સાધવા જોણું બધું સાધી લીધું છે. આચાર્યને તો સાધવાનું બાકી છે, પણ તીર્થકરને કશું સાધવું બાકી નથી છતાં સાધકોને તીર્થની પૂજ્યતા બતાવવાનો હેતુ છે. જેનામાં તીર્થ તે પૂજ્ય. પૂજ્ય અને પૂજકનો સમુદાય તે સંઘ. પૂજ્ય કોણ અને કેવા, પૂજક કોણ અને કેવા તે સમજવું પડશે. ટોળું તે સંઘ નથી : - પૂજ્ય અને પૂજાના વિરોધીનું ટોળું તે સંઘ નથી. એ તો હાડકાંનો ઢગલો છે. જેમ તીર્થંકર લોકોત્તર તેમ સંઘ પણ લોકોત્તર, પૂજ્ય પૂજક બધું લોકોત્તર. સાધુ લોકોત્તર તેમ શ્રાવક પણ લોકોત્તર. આ બધા લોક સાથે ભળે તેવા એ નહિ. દુનિયામાં શું નહોતું તે ભગવાનને તીર્થ સ્થાપવું પડ્યું? સ્વરૂપદર્શન એ નિંદા નથી ? લોકવિરુદ્ધ કાર્યો નિયત થયાં છે અને તે ન કરાય. જેમ કે કોઈની પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy