SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ – – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – 19w આત્મા એમાં લેપાય ? એ તો સંસારથી લુખ્ખો હોય. પાપક્રિયામાં જવું પડે તો ઘસડાયો જાય, ધસ્યો ન જાય અને ઘસડાયો જાય એ ઉકાળે પણ શું ? વાંઝણી ભાવના નકામી : तज्ज्ञानमेव न भवति, यस्मिन्नुदिते विभाति रागादिगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ।। તે જ્ઞાન જ નથી કે જે જ્ઞાનનો ઉદય થતાં તેમાં રાગાદિગણ ઝળકે, કારણ કે સૂર્યના કિરણો આગળ અંધકારની રહેવાની શક્તિ જ નથી. એના રાગાદિ ઝળકે નહિ, હોય તો ખરા, ન હોય તો વીતરાગ ન હોય ? ભલે એ સંસારથી નીકળ્યો ન હોય પણ દેખનારને એનામાં સંસારનો રસ ન દેખાય. સમ્યક્ત આવ્યું એટલે વિરતિના ભાવ તો છે ને ? એ ભાવના એવી બનાવો કે સામાને પરિણામરૂપ દેખાય. ફળ વિનાની વાંઝણી ભાવના નકામી. નિશ્ચય નય તો ચોથ, પાંચમે, છછું ગુણઠાણે સમ્યક્ત માનતો જ નથી. એ તો કહે છે કે જાણે અને પાપ કરે એ સમ્યગ્દષ્ટિ શાનો ? એ તો મિથ્યાદૃષ્ટિ જ છે. ઊંઘવું ખોટું માન્યા પછી ઊંઘાય કેમ ? વ્યવહાર નય કહે છે કે એમ નહિ, પ્રમાદી પણ ધર્મી હોઈ શકે છે. સમ્યગ્દષ્ટિ ક્રિયાને વર્ષે નહિ ? દુનિયાએ અત્યારે નિશ્ચય વ્યવહાર જુદાં માન્યાં છે. દુનિયાએ તો ઓઘાને નિશ્ચય માન્યો અને પાઘડીને વ્યવહાર માન્યો. ધર્મની ક્રિયા એ નિશ્ચય અને સંસારની ક્રિયા એ વ્યવહાર, એવી અજ્ઞાન દુનિયાની વ્યાખ્યા છે. “ઘરે લગ્ન હોય તો ઉપાશ્રયે ન જવાય એમ શાસ્ત્ર કહે છે, કેમ કે વ્યવહાર પહેલો,' એમ એ લોકો બોલે છે. પરંતુ, શાસ્ત્રકાર એવા ગાંડા ન હતા. ઊંચી દૃષ્ટિના નિશ્ચયની ભાવના રાખી ધર્મક્રિયાના વ્યવહારને શાસ્ત્રકારોએ પોપ્યો છે. પરિણામ ભલે છઠ્ઠા ગુણઠાણાનાં હોય પણ ચોથે ગુણઠાણે તેને લગતી ક્રિયા તો બધી હોય. મનોરથ એવા હોય કે “એવો ધ્યાનમગ્ન બનું કે જંગલી જનાવર આવીને મને થાંભલો જાણી પોતાની ખણજ મટાડવા એની કાયા મારી સાથે ઘસે, છતાં હું જરા પણ હાલું નહિ.” પણ એવી શક્તિ ન આવે ત્યાં સુધી જિનપૂજન, સામાયિક આદિ બધી ક્રિયા કરે, એમાં જરા પણ ખામી ન આવવા દે, ક્રિયાને એ વર્ષે નહિ. નિશ્ચયનયની ભાવનાવાળો વ્યવહાર ક્રિયાનો કદી ઉચ્છેદ ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy