SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 1915 – ૧૩ઃ હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯ - ૨૦૭ સ્વાર્થીના સ્વાર્થને આધીન થઈ સ્વધર્મ ન ગુમાવાય. સંતાન પર માતાપિતાનો અધિકાર ક્યાં સુધી ? વૈરાગ્ય ન થાય ત્યાં સુધી. પછી અધિકાર માતાપિતાનો નહિ પણ ભગવાનનો. સભા પણ માબાપ થોડો વખત ટકવાનું કહે તો ? - તો બાળક કહે કે મારો ભાવ એવો છે કે સારા સંયોગોમાં જ ટકે. ત્યાં પછી માબાપ શી સલાહ આપે ? એવા સંયોગોમાં શિખામણ દેવા આવે એને જ ગળે પડવાનું. સ્વાર્થીને આધીન ન થવાય એ મર્યાદા સમજો. અનંતજ્ઞાની માતાપિતાની ભક્તિનો નિષેધ કરે ? આજનાં પતિપત્નીના સંવાદો : આજે પતિપત્ની પરસ્પરની આત્મચિંતા નથી કરતાં પણ પોતપોતાના હક માટે પરસ્પર લડે છે. કહેવાય ધર્મપત્ની પણ રહે અધર્મમાં સાથે. ઘરમાં કોઈએ કહ્યું કે આ પાપપ્રવૃત્તિ ક્યાં સુધી ? પાપમાં જ રચ્યાપચ્યાં રહે એ તે ધર્મપત્ની કે પાપપત્ની ? પતિને ધર્મમાં સહાયક બને તે ધર્મપત્ની. તમે પણ એના આત્માની ચિંતા નથી કરતા. તમે અલંકાર એના ભલા માટે નથી લાવી આપતા અને એ રસોઈ તમારા ભલા માટે નથી કરી આપતી. અજ્ઞાનતાના યોગે બેય પોતપોતાના સ્વાર્થમાં રમે છે. પરસ્પરની ફરજ સમજાય તો બધો ફરક પડી જાય. શ્રાવિકાના રસોડે કંદમૂળ રંધાય ? પણ આ તો ભાવના એ કે ધણીને ખુશ કરીશ તો અલંકાર મળશે. પરસ્પરના આત્માની ચિંતા કરનારા આજે વિરલા. શ્રાવક કુળના આચારવિચાર ગયા તેનું આ પરિણામ છે. શ્રાવિકાનું બાળક શ્રી જિનેશ્વરદેવની પૂજા કર્યા વિના ખાય ? જે શ્રાવિકા દેરાસરમાં સાથીયો કરી ચાર ગતિનો છેદ માગે એનું બાળક પૂજા કર્યા વિના રહે ? એનો પતિ કંદમૂળ ખાય એ બને ? પણ આજે તો પરસ્પરની આત્મચિંતા છે જ નહિ. પોતાનું બાળક મરીને નરકમાં જશે એની તો ફિકર જ નથી. જીવે ત્યાં સુધી સંસારના લહાવા લેવાની જ ભાવના છે, બાકી સંતાન પાપ કરે એની ચિંતા નથી. સંતાન દેરાસર ન જાય, સાધુ પાસે ન જાય, શાસ્ત્રશ્રવણ ન કરે તો લોહીનાં આંસુ આવવાં જોઈએ. ન આવે તે માબાપ કહેવાય ? સંતાનની સદ્ગતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy