________________
૨૦૭ –
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ -
1914
કહ્યું. સુલસે ના પાડી. એણે સાફ જણાવ્યું કે હિંસા કરનાર મારા પિતાની દશા મેં નજરે જોઈએ છે. હું હવે હિંસા ન કરું. માએ પાળી પોષીને મોટો કર્યો હતો, તોયે ના પાડી ને ? બાપના કહેવાથી ચોરી કરનાર દીકરાને પોલીસ પકડે કે નહિ ?
સભા : બાપ એવું કહે શાનો?
- તો એવું કહે એ બાપ જ નહિ, એમ નક્કી થયું ને ? માતાપિતાની ભક્તિ એ ધર્મ પણ સ્વાર્થાધીન બની આત્માને ડુબાવવો એ ધર્મ નથી. માતાપિતાને ઉપકારનો સાચો બદલો :
શ્રી સુયગડાંગ સૂત્રમાં શ્રી સુધર્માસ્વામીજી મહારાજા છ વાત જણાવે છે, તે યાદ રાખો :
૧. પ્રાણીઓને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. ૨. આયુષ્ય ચંચળ છે માટે ધર્મની વાત કાલ પર ન રખાય. ૩. માતાપિતાના મોહમાં પડી અહિતકર આજ્ઞા માની કરેલું પાપ સંસારમાં
લાવશે. ૪. જેની આજ્ઞા માની પાપ કર્યું તે પાપના વિપાકથી બચાવવા નહિ આવે. ૫. જે ચીજ માટે પાપ કરો છો તે ચીજ તમારી નથી, તમારી પાસે
રહેવાની નથી, જવાની છે. ૭. કદી પુણ્યોદયે જીવનભર ટકશે તો તમારે એને છોડીને જવું પડશે.
- માબાપના ઉપકારનો બદલો ક્યારે વળાય ? સૂત્રકાર પણ કહે છે કે એ સહેજે ન વળાય. જન્મતા જ ગળે ટૂંપો દીધો હોત તો ? વ્યવહારદૃષ્ટિની આ વાત છે, નિશ્ચયદષ્ટિએ તો કહી શકાય કે પુણ્ય હતું તો બચ્યો. માબાપને પણ ધર્મમાર્ગે યોજવાં તે માતપિતાના ઉપકારનો સાચો બદલો છે. માતાપિતાની ધર્મઘાતક આજ્ઞા માનનારા માતાપિતાના સેવક નથી પણ ઘાતક છે એમ જૈનશાસ્ત્રો પણ કહે છે ને ઇતર દર્શનો પણ કહે છે. સ્વાર્થાધીન માતાપિતાની આજ્ઞાએ ચાલવાથી પરમાત્માની ભક્તિ ન થાય. માતાપિતા ગમે તેવાં તોય પહેલું પોતાનું જુએ. પણ, આથી માતાપિતાની ભક્તિનો નિષેધ કરું છું એવું ન સમજતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org